________________
સાન.
( ૭૭ )
આત્મજ્ઞાન -
आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद्य आत्मनि । तदेव तस्य चारित्रं, तज्ज्ञानं तच्च दर्शनम् ॥ ३०॥
ચોવર, ૪, ૨. જે પુરૂષ મેહને ત્યાગ કરીને પોતાના શરીરમાં રહેલા આત્માને આત્માવડે જ જાણે છે, તે પુરૂષનું તે જ ચારિત્ર છે, તે જ જ્ઞાન છે, અને તે જ દર્શન છે. ૩૦. मोहान्धकारे भ्रमतीह तावत् , संसारदुःखैश्च कदर्थ्यमानः। यावद्विवेकार्कमहोदयेन, यथास्थितं पश्यति नात्मरूपम् ॥३१॥
જ્યાં સુધી પુરૂષ વિવેકરૂપી સૂર્યના મોટા ઉદયવડે યથાર્થ (સત્ય) આત્મસ્વરૂપને જેતે નથી, ત્યાં સુધી સંસારના દુઃખથી પીડા પામતે આ જીવ મેહરૂપી અંધકારમાં ભ્રમણ કર્યા કરે છે.૩૧ तिलेषु तैलं दधन्यपि सर्पिरापः स्रोतस्स्वरणीषु चामिः। एवमात्माऽऽत्मनि गृह्यतेऽसौ सत्येनैनं तपसा योऽनुपश्यति ॥३२
श्वेताम्ब श्वेताश्वतरोपनिषद्, अ.१, श्लो.१५ જેમ તલને વિષે તેલ રહેલું છે, જેમ દહીંને વિષે ઘી રહેલું છે, જેમ નદીના પ્રવાહમાં પાણી રહેલું છે, અને જેમ અરણિના કાષ્ઠમાં અગ્નિ રહેલો છે, તેમ આત્માને વિષે જ આત્મા રહેલે છે, જે પુરૂષ તે આત્માને સત્ય અને તપવડે જુએ છે, તે પુરૂષવડે તે આત્મા ગ્રહણ કરી શકાય છે જાણી શકાય છે. ૩૨.