________________
સાત ક્ષેત્ર.
( ૭૨૫ )
શ્રેયની એટલે કલ્યાણની કે મેાક્ષની ઇચ્છાવાળા જે પુરૂષ ગુણુના સમૂહને ક્રીડા કરવાના ઘરરૂપ સંઘની સેવા કરે છે, તેની પાસે લક્ષ્મી પેાતે જ આવે છે, કીર્તિ તેને શીવ્રપણે આલિંગન કરે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ-બુદ્ધિ-તેને મેળવવા માટે ઉત્કંઠાવડે યત્ન કરે છે, સ્વર્ગની લક્ષ્મી તેને આલિંગન કરવાને ઇચ્છે છે, અને મુક્તિ તેની સન્મુખ વારવાર જોયા કરે છે. ૧૮. यद्भक्तेः फलमर्हदादिपदवी मुख्यं कृषेः सस्यवचत्वित्रिदशेन्द्रतादि तृणवत्प्रासङ्गिकं गीयते । शक्ति यन्महिमस्तुतौ न दधते वाचोऽपि वाचस्पतेः, सङ्घः सोऽघहरः पुनातु चरणन्यासैः सतां मन्दिरम् ||१९|| सिन्दूरप्रकरण, लो० २४.
જેમ ખેતીનુ મુખ્ય કુળ ધાન્ય છે, તેમ સધની ભક્તિનુ મુખ્ય ફળ અરિહંતાદિકની પદવી પ્રાપ્ત થાય તે છે, અને ખેતીનુ પ્રાસંગિક–ગાણુ-ફળ જેમ ઘાસ છે, તેમ ચક્રવતી પણ્ અને દેવેંદ્રપણું વિગેરે પ્રાસંગિક ફળ કહેવાય છે. જે સ`ઘના મહિમાની સ્તુતિ કરવામાં અહસ્પતિની વાણી પણ શક્તિને ધારણ કરતી નથી—કિતમાન નથી, તે પાપને હરણ કરનાર પૂજ્ય સંઘ પેાતાના ચરણના સ્થાપનવડે સત્પુરૂષાના ઘરને પવિત્ર કા. ૧૯.
દેવદ્રવ્ય અને ગુરૂદ્રવ્ય ન વાપરવું:—
देवद्रव्येण या वृद्धिर्गुरुद्रव्येण यद्धनं । तद्धनं कुलनाशाय, मृतोऽपि नरकं व्रजेत् ॥ २० ॥ योगवासीष्ठ, अ० १६, ૉ. ૦ ૨૧.