________________
(૨૬).
સુભાષિત-પદ્ય-રત્નાકર
દેવદ્રવ્યવડે જે વૃદ્ધિ અને ગુરૂદ્રવ્યવડે જે ધન થાય, તે ધન કુળના નાશ માટે છે, અને મર્યા પછી પણ નરકે જવાનું છે. ૨૦. સાત ક્ષેત્રમાં ધન વાપરવાનું ફળ – तस्यासना रतिरनुचरी कीर्तिरुत्कण्ठिता श्रीः,
स्निग्धा बुद्धिः परिचयपरा चक्रवर्तित्वऋद्धिः । पाणौ प्राप्ता त्रिदिवकमला कामुकी मुक्तिसंपत्, सप्तक्षेत्र्यां वपति विपुलं वित्तवीजं निजं यः ।। २१ ॥
હિંદૂર , ૦ ૮૦. જે પુરૂષ પિતાના વિપુલ-ઘણા-ધનરૂપી બીજ સાત ક્ષેત્રમાં વાવે છે, તેની પાસે રતિ-સમાધિ–આવીને રહે છે. કીર્તિ તેની દાસી થાય છે, લક્ષ્મી તેને માટે ઉત્કંઠિત થાય છે, બુદ્ધિ તેના પર સ્નેહ રાખે છે, ચક્રવતી પણાની લક્ષ્મી તેના પરિચયમાં આવે છે, સ્વર્ગની લક્ષ્મી તેના હાથમાં પ્રાપ્ત થાય છે, અને મોક્ષલક્ષ્મી તેની કામના-ઈચ્છા-કરે છે. ૨૧.