________________
ચારિત્ર.
( ૬૫ )
ચારિત્રધારી મુનિએએ કહેલા ચારિત્રના વ્રતાદિ ભેદવડે તેર ભેદા થાય છે—એટલે કે-પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એમ તેર પ્રકાર થયા. વળી એ ચારિત્રના સામાયિક આદિવડે પાંચ ભેદ પણ થાય છે. (સામાયિક, છેદાપસ્થાપન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ’પરાય અને યથાખ્યાત.) ૬.
કયુ ચારિત્ર ક્યારે થાયઃ—
पश्चाधिकाविंशतिरस्तदोषैरुक्ताः कषायाः क्षयतः शमाद्वा । तेषां यथाख्यातचरित्रमुक्तं तन्मिश्रतायामितरं चतुष्कम् ॥७॥ सुभाषितरत्नसन्दोह, लो० २३१.
જેઓના બધાય દ્વેષા નાશ થયા છે એવા જિનેશ્વર દેવાએ પચીસ કષાયેા કહેલા છે. તે પચીસે કષાયેાના ક્ષય થવાથી અથવા તે બધાયના ઉપશમ થવાથી યથાખ્યાત નામનું ચારિત્ર કહેલું છે અને બાકીના સામાયિકાદિ ચાર એ કષાયાના ક્ષય અને ઉપશમ એ બન્નેના મિશ્રપણાથી એટલે કે ક્ષયાપશમથી થાય છે. છ. ચારિત્રની વિશેષતાઃ—
L
तच्चारित्रं न किं सेवेद्यत्सेवावशगः पुमान् । । ફ્રીનવંશોન સંસેમ્પ, મુમુનરોત્તમૈઃ || ૮ ||
સૂમુવિછી, અધિ~ ૧૮, જો૦ ૨.
જે ચારિત્રની સેવામાં લાગેલે માણસ, કદાચ નીચા કુળના હાય તા પશુ, તે સુરાસુર અને નરાત્તમાવડે પૂજાય છે તે
ચારિત્રની સેવા કેમ ન કરવી? ૮.