________________
પાંચ સમિતિ
( ૭૧૧ )
दूरे विशाले जनजन्तुमुक्ते, गूढेऽविरुद्धे त्यजतो मलानि । पूतां प्रतिष्ठापननामधेयां, वदन्ति साधोः समितिं जिनेन्द्राः १२
सुभाषितरत्नसन्दोह, श्लो० २२७.
દૂર રહેલા, પહેાળા, મનુષ્ય અને જીવજંતુ વગરના, એમાંતમાં રહેલા અને કાઇને આડા ન આવે એવા સ્થાનમાં મળનુ જે નાખવું તેને જિનેશ્વરાએ સાધુની પવિત્ર એવી પ્રતિષ્ઠાપનસમિતિ કહી છે. ૧૨.
સમિતિનુ ફળઃ—
समस्तजन्तुप्रतिपालनार्थाः, कर्माश्रवद्वारनिरोधदक्षाः । इमा मुनीनां निगदन्ति पञ्च पञ्चत्वमुक्ताः समितीर्जिनन्द्राः १३ સમાવિતરત્નસન્દોદ, જો૦ ૨૨૮,
મરણથી મુકત થયેલા એવા શ્રી જિનેશ્વર ભગવાને મુનિએની આ પાંચ સમતિએ તમામ પ્રાણીઓની રક્ષાને માટે કહેલી છે અને તે સમિતિએ કર્મના આશ્રવના દ્વારને અટકા વવામાં કુશળ છે. ૧૩.