________________
( ૭૨૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર,
જન્મ જરા અને મરણુના ભયથી વ્યાપ્ત અને વ્યાધિવેદનાથી ગ્રસ્ત એવા લેાકને વિષે શ્રી જિનેશ્વર ભગવાનના વચન થકી અન્યથા ક્યાંઇ શરણુ નથી. ૧૧.
प्रत्यक्षतो न भगवानृषभो न विष्णुरालोक्यते न च हरो न हिरण्यगर्भः ।
तेषां स्वरूपगुणमागमसम्प्रभावात्,
ज्ञात्वा विचारयथ कोऽत्र परापवादः १ ॥ १२ ॥
સ્રોતત્વનિળય, જો૦ ૨.
પ્રત્યક્ષપણે ભગવાન ઋષભદેવ દેખાતા નથી, વિષ્ણુ ભગવાન પણ દેખાતા નથી, મહાદેવ પણ દેખાતા નથી, બ્રહ્મા પણ દેખાતા નથી. પરંતુ તેમના પ્રરૂપેલા આગમા પ્રત્યક્ષ છે તેના પ્રભાવથી તેમનુ સ્વરૂપ અને ગુણ વિગેરે જાણીને તમે જ વિચાર કરો કે કયા દેવ સત્ય છે ? આવી પરીક્ષા કરવામાં પરના અપવાદ શી રીતે લાગે ? ૧૨.
જિનાગમ–સેવાફળઃ—
लेखयन्ति नरा धन्या ये जिनागमपुस्तकम् ।
ते सर्व वाङ्मयं ज्ञात्वा, सिद्धिं यान्ति न संशयः ॥ १३ ॥
'
कुमारपालप्रबन्ध, पत्र लो० ९४ *
જે ભાગ્યશાળી મનુષ્યા જિનાગામ-ગ્રન્થાને લખાવે છે, તે સર્વ શાસ્ત્રના જાણકાર થઈને સિદ્ધિગતિ પામે છે, તેમાં સંશય નથી. ૧૩.