________________
અજ્ઞાન.
( ૬૮૯ )
ક્રોધ, માન, માયા વિગેરે તમામ પાપો કરતાં પણ, અજ્ઞાન એ ખરેખર, અત્યંત દુ:ખને આપવા વાળું છે કે જે અજ્ઞાનવડે આચ્છાદિત થયેલ લેક પોતાને હિતકારી કે અહિતકારી પદાર્થને જાણી શકતે. ૬. शक्यो वशीकर्तुमिभोऽतिमत्तः, सिंहः फणींद्रः कुपितो नरेन्द्रः। ज्ञानेन हीनो न पुनः कथंचिदित्यस्य दूरे न भवन्ति सन्तः।।७॥
| ગુમrfષરત્નસ , ગો. ૨૦૬. મદોન્મત્ત હાથીને, સિંહને, નાગને કે કોપાયમાન થયેલ રાજાને વશ કરવો શક્ય છે પરંતુ જે અજ્ઞાની માણસ હોય તે કઈ રીતે વશ કરી શકાતું નથી તેથી સજ્જન પુરૂષ જ્ઞાનથી દૂર થતા નથી. ૭. शौचक्षमासत्यतपोदमाद्या गुणाः समस्ताः क्षणतश्चलन्ति । ज्ञानेन हीनस्य नरस्य लोके, वात्याहता वा तरवोऽपि मूलात्।।८॥
सुभाषितरत्नसन्दोह, श्लो० २०४. સંસારમાં જે માણસ જ્ઞાન વગરને અજ્ઞાની–હોય તે માણસના શૌચ, ક્ષમા, સત્ય, તપ, ઇદ્રિયદમન વિગેરે બધાય ગુણે, પવનવડે હણાયેલા વૃક્ષો જેમ મૂળથી ઉખડી જાય છે તેની માફક, ક્ષણમાં નાશ પામે છે. ૮.