________________
મહાન પુરૂષાનુ મનઃ—
મન.
संपत्सु महतां चित्तं भवत्युत्पलकोमलम् । आपत्सु च महाशैलशिलासंघातकर्कशम् ॥ ६ ॥ નવનતંત્ર, ૪૦૬૨, જો
( ૬૫૫ )
૧૨.
મોટા પુરૂષનું ચિત્ત સંપત્તિમાં કમળ જેવુ કામળ હાય છે અને આપત્તિમાં મેાટા પર્વતની શિલાના સમૂહ જેવુ કઠણુ હાય છે. ૬.
મનને જાણવાનાં સાધનાઃ—
आकारैरिङ्गतैर्गत्या, चेष्टया भाषणेन च ।
नेत्रवक्त्रविकारेण, ज्ञायतेऽन्तर्गतं मनः ॥ ७ ॥
-
નૃપત્તિસ્મૃતિ, જ્ઞે॰ ૨૬.
આકૃતિવર્ડ, ઈંગિત ( અમુક પ્રકારની ચેષ્ટા ) વર્ડ, ગતિવર્ડ, ચેષ્ટાવડે, વચન ખેલવાવડે અને નેત્ર તથા મુખના વિકારવડે મનની અંદર રહેલા અભિપ્રાય જણાય છે. ૭.
મનનું એકાગ્રપણું:—
इत्येवं सर्वमेदानां, मानसं मूलकारणम् । तस्मात् तदेव कर्तव्यमेकतानं मनीषिभिः ॥ ८ ॥ પાર્શ્વનાથવરિત્ર ( ૫ ), ૪૦ ૨૭. (૬. સ. )
આ પ્રમાણે સર્વ ભેદેાનું મૂળ કારણ -મન જ છે. તેથી પંડિતાએ તે મનને જ એક્તાન–એકાગ્ર–કરવુ જોઇએ. ૮.