________________
( ૬૬૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર.
જેનાવડે જીવ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નનું રક્ષણ કરે, જેનાવડે અત્યંત શરીર સુખથી વૈરાગ્ય પામેપાપને રેકે અને વિશુદ્ધિને કરે તેને જ સર્વાએ જ્ઞાન તરીકે ઈષ્ટ ગયું છે. ૩. निर्वाणपदमप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः । तदेव ज्ञानमुत्कृष्टं, निर्बन्धो नास्ति भूयसा ॥ ४ ॥
શનિવાર, સીનીટે, શો૨. જે વડે વારંવાર એક નિર્વાણ પદની જ ભાવના થાય-આત્મા તન્મય કરાય–તેજ ખરૂં ઉત્કૃષ્ટ જ્ઞાન છે, જે એ તાવિક એક જ જ્ઞાન થયું તો પછી બીજા ઘણા જ્ઞાનની જરૂર નથી. ૪.
स्वभावलाभसंस्कारकारणं ज्ञानमिष्यते ।। ध्यान्ध्यमात्रमतस्त्वन्यद, तथा चोक्तं महात्मना ॥५॥ वादांश्च प्रतिवादांश्च, वदन्तोऽनिश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ॥ ६ ॥
માનસાર, નાઈ, ગો. ૨, ૪. (અનંત જ્ઞાન-દર્શનમય) આત્માના સ્વભાવની પ્રાપ્તિના સંસ્કારનું જે કારણ હોય એ જ ખરૂં જ્ઞાન કહેવાય છે, અને એ સિવાયનું, એટલે કે-જે જ્ઞાન આત્માનું સ્વરૂપ જાણવામાં કારણભૂત ન હોય, એ જ્ઞાન તે કેવળ બુદ્ધિની અંધતા છે, એમ મહાત્મા શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે.
જેમ ઘાંચીને બળદ ગમનને અંત પામતો નથી, તેમ વાદ