________________
जान.
(१७३) भुवने हि परं ज्ञानं, ज्ञानं सर्वार्थसाधकम् । अनिष्टवस्तुविस्तारवारकं ज्ञानमीरितम् ॥ १८॥
झानपञ्चमीकथा, पृ० १, मो० ३. (य. वि.प्र.) જગતમાં જ્ઞાન શ્રેષ્ઠ છે, સર્વાર્થ–સાધક છે, અને અનિષ્ટ વસ્તુના વિસ્તારને રોકનારૂં છે. ૧૮. ज्ञानं स्यात् कुमतान्धकारतरणिनि जगल्लोचनं,
ज्ञानं नीतितरङ्गिणीकुलगिरिओनं कषायापहम् । ज्ञानं निर्वृतिवश्यमन्त्रममलं ज्ञानं मनःपावनं, ज्ञानं स्वर्गगतिप्रयाणपटहं ज्ञानं निदानं श्रियः ॥१९॥
सूक्तमुक्तावली, अधिकार ४३, श्लो० ७. * જ્ઞાન કુમતરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન છે, જ્ઞાન સમસ્ત જગત્ના નેત્ર સમા છે, જ્ઞાન નીતિરૂપી નદીને માટે કુલ પર્વતસમાન છે, જ્ઞાન કષાયોને નાશ કરનાર છે, જ્ઞાન નિવૃત્તિને વશ કરનાર પવિત્ર મંત્ર સમાન છે, જ્ઞાન મનને પવિત્ર કરનાર છે, જ્ઞાન સ્વર્ગગતિમાં જવાના સમયે ઢેલ સમાન છે; મતલબ કે જ્ઞાન એ કલ્યાણની ખાણ છે. ૧૯.
तृतीयं लोचनं ज्ञानं, द्वितीयो हि दिवाकरः । अचौर्यहरणं वित्तं, विना स्वर्ण विभूषणम् ॥ २० ॥
सूक्तमुक्तावली, अधिकार ४३, श्लो० ४.* જ્ઞાન એ ત્રીજા નેત્ર સમાન છે, બીજા સૂર્ય સમાન છે, જેને ४३