________________
( ૬૭ર)
સુભાષિત-પદ-રત્નાકર.
ગંભીર અર્થવાળા બધા શાસ્ત્રો(નો અભ્યાસ) તે દૂર રહ્યો પણ એ એક અક્ષર પણ બરાબર ભણવામાં આવે તે એ નિષ્ફળ જતા નથી. ૧૫. तमो धुनीते कुरुते प्रकाश,
शमं विधत्ते विनिहन्ति कोपम् । तनोति धर्म, विधुनोति पापं, ज्ञानं न किं किं कुरुते नराणाम् ? ॥ १६ ॥
કુમારોહ, રજો. ૨૮૨. જ્ઞાન (અજ્ઞાનરૂપી) અંધકારને નાશ કરે છે, આત્માના પ્રકાશને કરે છે, શમતાને કરે છે, કેપને હણે છે, ધર્મને વિસ્તાર છે, અને પાપને નાશ કરે છે. મનુષ્યને જ્ઞાન શું શું નથી કરતું ? ૧૬. ज्ञानं तृतीयं पुरुषस्य नेत्रं,
समस्ततत्त्वार्थविलोकदक्षम् । तेजोऽनपेक्षं विगतान्तरायं, प्रवृत्तिमत् सर्वजगत्त्रयेऽपि ॥ १७ ॥
सुभाषितरत्नसंदोह, लो० १९४. જ્ઞાન એ પુરૂષનું ત્રીજું નેત્ર છે, અને સમગ્ર તત્વાર્થને એવામાં નિપુણ છે, તેને બીજા તેજની અપેક્ષા નથી, તેને કોઈ પણ અંતરાય આચ્છાદન–નથી, અને સમગ્ર ત્રણ જગતને વિષે તેની પ્રવૃત્તિ છે. ૧૭..