________________
ચાર ગતિ.
( ૬૪૩ ). મનુષ્યગતિથી આવેલા અને તેમાં જનાર –
निर्दम्भः सदयो दानी, दान्तो दक्ष ऋजुः सदा । मर्त्ययोनिसमुद्भूतो भावी तत्र पुनः पुमान् ॥२१॥
विवेकविलास, उल्लास ५, श्लो० २३. જે મનુષ્ય સદા દંભ-કપટ-રહિત, દયાળુ, દાતાર, ઇન્દ્રિયનું દમન કરનાર, ડાહ્યો અને સરળ હોય, તે પુરૂષ મનુષ્યનિથી આવેલો છે અને ફરીથી પણ મનુષ્યભવમાં જવાનું છે એમ જાણવું. ૨૧. મનુષ્ય અને દેવનું સુખ--
सुखदुःखे मनुजानां, मनःशरीराश्रये बहुविकल्पे । सुखमेव हि देवानां, दुःखं स्वल्पं च मनसि भवम् ॥२२॥
બાવાજજાસૂત્ર, T૦, ૨૧, ૦ ૪. * મનુષ્યને મન અને શરીર સંબંધી ઘણું પ્રકારનાં સુખ દુઃખ બન્ને મિશ્ર હોય છે, તથા દેને કેવળ સુખ જ હોય છે, તે પણ તેમને (બીજા દેવોની સમૃદ્ધિ વિગેરે જેવાથી) મનમાં ઉત્પન્ન થનારૂં થોડું દુઃખ પણ હેય છે. ૨૨. મનુષ્યગતિમાં દુખ–– दुःखं स्वीकुक्षिमध्ये प्रथममिह भवे गर्मवासे नराणां, बालत्वे चापि दुःखं मललुलिततनुस्त्रीपयःपानमिश्रम् ।