________________
ધર્મ.
(૫૭૩)
ધર્મ દુઃખરૂપી દાવાનળને શાંત કરવામાં મેઘ સમાન છે, ધર્મ પ્રાણુઓને સુખ આપવામાં એક ચિંતામણિ સમાન છે, ધર્મ શોકરૂપી મહાસર્પને માટે ગરૂડ સમાન છે, ધર્મ વિપતિથી રક્ષણ કરનાર-વિપત્તિને નાશ કરનાર છે, ધર્મ ઉચ્ચ સ્થાન(પદવી) ને દેખાડવામાં કુશળ છે, ધર્મ અદ્વિતીય મિત્ર સમાન છે, ધર્મ જન્મ, જરા અને મૃત્યુને ક્ષય કરનાર છે, તથા ધર્મ જ મેક્ષને આપનાર છે. ૨૨.
दीपो यथाऽल्पोऽपि तमांसि हन्ति, __ लवोऽपि रोगान् हरते सुधायाः। तृण्यां दहत्याशु कणोऽपि चामेधर्मस्य लेशोऽप्यमलस्तथांहः ॥२३ ॥
अध्यात्मकल्पद्रुम, अधिकार ११, श्लो० १३. એક નાનો દીવો પણ અંધકારને હણી નાખે છે, અમૃતનું એક ટીપું પણ અનેક રોગને નાશ કરે છે અને અગ્નિની એક ચીનગારી પણ ખડના મોટા ઢગલાને બાળી મૂકે છે, તેવી જ રીતે જે ધર્મનો અંશ પણ નિર્મળ હોય તે તે પાપને હણી નાખે છે. ૨૩. ધર્મ સાચો રક્ષક
अपारे व्यसनाम्भोधौ, पतन्तं पाति देहिनम् । सदा सविधवत्येकबन्धुर्धर्मोऽतिवत्सलः ॥२४॥
શોષ, પ્રારા ૪, ગો. ૧૦.