________________
ધર્મ.
( ૫૯૧ )
धर्माजन्म कुले कलङ्कविकले जातिः सुधर्मात्परा,
धर्मादायुरखण्डितं गुरुवलं धर्माच नीरोगता । धाद्वित्तमनिन्दितं निरुपमा भोगाः सुकीर्तिः सुधीः, धर्मादेव च देहिनां प्रभवतः स्वर्गापवर्गावपि ॥ ७५ ॥
ધર્મકુમ, ૦ ૨, જો૦ ૨૭. (. .) * ધર્મથી જ (ધર્મના પ્રભાવથી જ) પ્રાણીઓને કલંક હલ ઉચ્ચ કુળમાં જન્મ થાય છે, ધર્મથી જ શ્રેષ્ઠ જાતિ પ્રેમ થાય છે, ધર્મથી જ અખંડ આયુષ્ય પ્રાપ્ત થાય છે, ધર્મશી જ મોટું બળ પ્રાપ્ત થાય છે, ધર્મથી જ નીગતા પ્રાપ્ત થાય છે, ધર્મથી જ અનિંદિત ધન, નિરૂપમ ભેગ, સારી કીર્તિ અને સારી બુદ્ધિ પ્રાપ્ત થાય છે, અને ધર્મથી જ સ્વર્ગ અને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. ૭૫. यद्वारे हृदयं हृदा ननु सदा निर्दल्यते सेवकैरुद्वल्गन्ति हया यदङ्गणभुवि क्रीडन्ति यद्दन्तिनः । प्रातर्बन्दिगिरा सुधारसकिरा गीतेन यन्मुच्यते, निद्रा सान्द्रमतन्द्रमेव तदिदं धर्मस्य विस्फूर्जितम् ॥ ७६ ॥
કિનાયુધનાદિ, શો ૨૮. જેના દ્વારને વિષે સદા સેવક હદયવડે હદયને દળે છે– દબાવે છે–સેવકોની ગડદી જામે છે, જેના આંગણાની પૃથ્વી ઉપર ઘેડાઓ કુદી રહ્યા છે અને હાથીઓ ક્રીડા કરી રહ્યા છે, તથા જે પ્રાતઃકાળે અમૃતરસને ઝરનારી બંદીજનેની વાણીવડે તથા સંગીતવડે નિદ્રાનો ત્યાગ કરે છે–જાગે છે. તે સર્વ તેના ગાઢ–પ્રકૃષ્ટ અને નિરંતર કરેલા ધર્મને જ વિલાસ છે. ૭૬.