________________
૬૧૨)
સુભાષિત-પરત્નાકર
શીધ્રપણે દાન દે, શીયળ પાળ, તપ કર, અને વૈરાગ્યરસને આસ્વાદ કર. ૩ર. शात्वा बुदुदभङ्गुरं धनमिदं दीपप्रकम्मं वपु
स्तारुण्यं तरलेक्षणाक्षितरलं विद्युचलं दोबलम् । रे रे जीव! गुरुप्रसादवशतः किंचिद्विधेहि द्रुतं, दानध्यानतपोविधानविषयं पुण्यं पवित्रोचितम् ॥ ३३ ॥
વૈરાગ્યરાજ (જાનંદ ), કો પ૭. હે જીવ! આ ધન પાણીના પરપોટાની જેમ ક્ષણભંગુર છે, આ શરીર દીવાની જેમ કંપાયમાન છે, યુવાવસ્થા ચપલાક્ષી (સ્ત્રી) ના નેત્ર જેવી ચપળ છે, અને બાહુબળ વીજળી જેવું ચંચળ છે. તેથી તું ગુરૂ મહારાજની કૃપાના વશથી પવિત્રપણને ઉચિત એવું દાન, ધ્યાન અને તપના વિષયવાળું કાંઈક પુણ્ય, શીધ્રપણે, કરી લે. ૩૩. આત્માધીન ગુણઃ કર્માધીન ધન –
आत्मायत्ते गुणादाने, नैर्गुण्यं वचनीयता । दैवायत्तेषु वित्तेषु, पुंसः का नाम वाच्यता ? ॥३४॥
व्यासदेव. " ગુણ ગ્રહણ કરવા તે પિતાને (આત્માને) આધીન છે, તેથી જે પુરૂષ નિર્ગુણ-ગુણરહિત-હોય તે તે નિંદાને પાત્ર છે. તથા ધન મેળવવું તે દૈવને-નસીબને–આધીન છે, તેથી જે પુરૂષને ધન પ્રાપ્ત ન થાય તે તેમાં શી નિદા? પુરૂષ નિંદાને પાત્ર નથી. ૩૪.