________________
(૨૮) સુભાષિત-પદ્ય-રત્નાકર
પિતાના કર્મવડે કાંઈ પુત્ર જ નથી, અથવા પુત્રના કર્મ વડે પિતા જ નથી. સર્વ લેકે પિતાના પુણ્ય અને પાપથી બંધાયા છે, તેથી તેને અનુસારે ભિન્ન ભિન્ન માર્ગે જાય છે. ૨૩. કરે તેવું પામે –
यदिह क्रियते कर्म, तत् परत्रोपभुज्यते । मूलसिक्तेषु वृक्षेषु, फलं शाखासु जायते ॥ २४ ॥
उत्तराध्ययनसूत्रटीका (कमलसंयम), पृ० १२८.. આ ભવમાં જે કર્મ કરાય છે, તેનું ફળ પરભવમાં ભેગવાય છે. જેમકે વૃક્ષના મૂળમાં પાણી સીંચવાથી તેનાં ફળ. શાખાઓ ઉપર ઉત્પન્ન થાય છે. ૨૪. भवित्रीं भूतानां परिणतिमनालोच्य नियतां,
पुरा यद् यत् किश्चिद् विहितमशुभं यौवनमदात् । पुनः प्रत्यासने महति परलोकैकगमने, तदेवैकं पुंसां व्यथयति जराजीर्णवपुषाम् ॥२५॥
उत्तराध्ययनसूत्रटीका (कमलसंयम), पृ० १४१.* પાંચ મહાભૂતેની અથવા પ્રાણીઓની કેવી કેવી પરિણતિ ભવિષ્યમાં અવશ્ય થવાની છે, તેને વિચાર કર્યા વિના પહેલાં પવનના મદથી જે જે કાંઈ અશુભ કૃત્ય કર્યું હતું, તેજ એક અશુભ કૃત્ય જ્યારે મોટા પરલકનું પ્રયાણ (મૃત્યુ) નજીકમાં આવે છે ત્યારે, જાવડે જેનાં શરીર જીર્ણ થયાં હોય તેવા પુરૂષોને, અત્યંત વ્યથા કરે છે. ૨૫.