________________
કર્મ.
( ૬૨૩ )
(જગતમાં) કર્મની જ મુખ્યતા છે, ગ્રહો કદાચ શુભ હોય તો પણ તે શું કરી શકે? કાંઈ પણ કરી શકે નહીં. જેમકે વસિષ્ઠ મુનિએ શુભ લગ્ન-મુહૂર્વ—આપ્યું હતું, તે પણ રામને વનમાં જવું પડ્યું. ૯.
ब्रह्मा येन कुलालवनियमितो ब्रह्माण्डभाण्डोदरे, विष्णुपैन दशावतारगहने क्षिप्तो महासंकटे । रुद्रो येन कपालपाणिपुटके मिक्षाटनं सेवते, सूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे ॥१०॥
નીતિરાજ (મહાર), ૦ ૨૨ જે કમે પ્રહ્માને કુંભારની જેમ બ્રાંડરૂપી ભાંડના મધ્યે નિમ્યો છે, જેણે વિષ્ણુને મહાસંકટવાળા દશ અવતારરૂપ વનમાં નાંખે છે, જેણે મહાદેવને હાથમાં કપાળ રાખીને ભિક્ષાટન કરાવ્યું છે, તથા જેનાથી સૂર્ય નિરંતર આકાશમાં જમણ કરે છે, તે કર્મને નમસ્કાર થાઓ. ૧૦. तावन्मतिः स्फुरति नीतिपथाध्वनीना,
तावत् परोक्तमपि पथ्यतया विभाति । यावत् पुरा कृतमकर्म न सर्वपर्व
__ प्रत्यूहकारि परिपाकमुपैति जन्तोः ॥११॥ જ્યાં સુધી સર્વ ઉત્સવમાં વિન્ન કરનારું, જંતુનું, પૂર્વે કરેલું અશુભ કર્મ ઉદયમાં આવ્યું ન હોય, ત્યાં સુધી નીતિમાર્ગમાં ચાલનારી મતિ-બુદ્ધિ-સ્કુરાયમાન થાય છે, અને ત્યાં સુધી જ બીજાનું કહેલું વચન હિતકારક ભાસે છે. ૧૧.