________________
જીવ-આત્મા.
( ૬૧૩)
આત્માના સુખનું મહત્વ –
तावद्विवादी जनरञ्जकच,
यावन्न चैवात्मरसे सुखज्ञः। चिन्तामणिं प्राप्य वरं हि लोके, जने जने कः कथयन् प्रयाति ॥ ३५ ॥
हृदयप्रदीय, श्लो० २३. પુરૂષ જ્યાં સુધી આત્મરસના સુખને જાણતા નથી, ત્ય સુધી તે વાદવિવાદમાં ઉતરે છે અને મનુષ્યોને રંજન કર પ્રયત્ન કરે છે. જેમકે લેકમાં પણ શ્રેષ્ઠ ચિંતામણિ રત્નને પામીને, દરેક લેકની પાસે કેણ કહેતે કહેતે ફરે છે? કઈ કહેતું નથી કે મને ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયું છે. મનમાં સમજીને જ રહે છે, તેમ આત્માના આનંદને જાણનાર કેઈને કાંઈ કહેતા નથી, આત્માના રમણમાં જ મગ્ન રહે છે. ૩૫. જીવ અને કર્મ –
शुभाशुभानि कर्माणि, जीवः करोति हेतुभिः ।
तेनात्मा कर्तृको ज्ञेयः, कारणैः कुम्भकृद्यथा ॥ ३६॥ ઉત્તધ્યયનસૂત્રીજા (માવવિજય), ૦ ૨,૬૦ ૭૧.(ગામ.સ.)
આ જીવ શુભ હેતુ (કારણ) મળવાથી શુભ કર્મ કરે છે અને અશુભ હેતુ મળવાથી અશુભ કર્મ બાંધે છે, તેથી કરીને આ આત્મા તા તરીકે ગણાય છે એમ જાણવું. ૩૬.