________________
ગુરૂ.
( ૫૧૯ )
પુણ્ય અને પાપને પ્રગટ કરે છે, તથા કૃત્ય-કરવાલાયક અને અકૃત્ય–નહીં કરવા લાયક-ના ભેદને જણાવે છે. આવા ગુરૂ વિના સંસારરૂપી સમુદ્રને તારવામાં વહાણ સમાન બીજે કઈ પણ નથી. ૭.
एकमप्यक्षरं यस्तु, गुरुः शिष्ये निवेदयेत् । पृथिव्यां नास्ति तद्रव्यं, यहत्त्वा नृणी भवेत् ॥ ८॥ एकाक्षरप्रदातारं, यो गुरुं नाभिमन्यते । शुनीयोनिशतं गत्वा, चाण्डालेष्वपि जायते ॥९॥
ત્રિસંહિતા, શ૦ ૨, ૩, ૬, ૧૦.
જે ગુરૂ, શિષ્યને એક અક્ષર પણ શીખવે છે, તેના બદલામાં એવું પૃથ્વી પર કોઈ પણ દ્રવ્ય નથી કે જે આપીને તેના અનુણ-દેવા રહિત–થવાય. એક અક્ષરના જ્ઞાનને આપનાર ગુરૂને જે માનતા ન હોયતે કુતરીની નિમાં સે વાર ઉત્પન્ન થઈને ચંડાલને વિષે ઉત્પન્ન થાય છે. ૮, ૯.
ગુરૂ સાચે પ્રકાશક:--
विना गुरुभ्यो गुणनीरधिभ्यो,
जानाति धर्म न विचक्षणोऽपि । यथार्थसार्थ गुरुलोचनोऽपि,
दीपं विना पश्यति नान्धकारे ॥ १० ॥
માપ, g૦ ૪૬. (ભાભા. .)