________________
( ૫૪૮ )
સુભાષિત-પદ્ય–રત્નાકર.
શાંત મુનિ માટી વિભૂતિવાળા રાજાની જેમ સુખે સુવે છે. કેમકે તેને મનહર પૃથ્વી જ શય્યા છે, ભુજલતારૂપી મેહુ એશીકું છે, આકાશરૂપી ચ ંદરવા છે, આ અનુકૂળ વાયુરૂપી વીંઝણેા છે, ચંદ્રરૂપી દેદીપ્યમાન દીવે છે, અને વિરતિરૂપી સ્ત્રીના સંગથી તે હ વાળા છે-આનંદમાં મગ્ન છે. ૬૦.
મુનિની રાત્રિઃ—
स्वाध्यायोत्तमगीतिसङ्गतिजुषः संतोषपुष्पाञ्चिताः, सम्यग्ज्ञानविलासमण्डपगताः सद्ध्यानशय्यां श्रिताः । तत्त्वार्थप्रतिबोधदीपकलिकाः क्षान्त्यङ्गनासङ्गिनो
निर्वाणैकसुखाभिलाषिमनसो धन्या नयन्ते निशाः ॥ ६१ ॥
વૈરાચણતા ( પદ્માનંર્ ), જો૦ ૨૨.
જેમના મનમાં એક મેક્ષના જ સુખના અભિલાષ હાય છે એવા ધન્ય પુરૂષા ( ચેાગીજના ) રાત્રિને વિષે સ્વાધ્યાયરૂપી ઉત્તમ સંગીતના સંગને કરે છે, સતાષી પુષ્પની માળા પહેરે છે, સમ્યકૂજ્ઞાનરૂપી વિલાસના મંડપમાં રહીને સદ્ધયાનરૂપી શય્યામાં સુવે છે, તત્ત્વાર્થના માધરૂપી દીવાને પ્રકાશ તેની પાસે નિર ંતર હાય છે, અને ક્ષમારૂપી ના સંગ પણ છે, આવા વલણથી તે રાત્રિએ નિમન કરે છે. ૬૧.
મુનિ અને પ્રાણાયામઃ—
योगिनो मुक्तिकामस्य, प्राणायामादिसाधनम् । साध्यं च परमं ब्रह्म, पुनर्नावर्तते यतः
॥ ૬॥