________________
धर्म ( ७२ ) Javar
ધર્મનું સ્વરૂપઃ—
स धर्मो यो दयायुक्तः, सर्वप्राणिहितप्रदः । स एवोत्तारणे शक्तो भवाम्भोधेः सुदुस्तरात् ॥ १ ॥
तत्त्वामृत, लो० ६५.
જે દયાયુક્ત હોય, તથા સર્વ પ્રાણીઓને હિતકારક હાય, તે જ ધર્મ કહેવાય છે, અને તે ધર્મ જ અત્યંત દુસ્તર એવા સંસારરૂપી સાગરથી તારવામાં શક્તિમાન છે. ૧.
वचः सत्यं गुरौ भक्तिः, शक्त्या दानं दया दमः । अधर्मः पुनरेतस्माद्विपरीतोऽसुखावहः || २ ||
पार्श्वनाथचरित्र ( गद्य ), पृ० ४. ( प्र. स. )*
સત્ય વચન બાલવુ, ગુરૂજનને વિષે ભક્તિ કરવી, શક્તિ પ્રમાણે દાન આપવુ, સર્વ પ્રાણીઓ ઉપર દયા રાખવી, અને ઇંદ્રિચાનુ દમન કરવુ, આ સર્વાં ધર્મ છે, આનાથી જે વિપરીત આચરણ કરવું તે અધર્મ છે, અને તે દુ:ખને આપનાર છે. ૨.
पञ्चैतानि पवित्राणि, सर्वेषां धर्मचारिणाम् | अहिंसा सत्यमस्तेयं, त्यागो मैथुनवर्जनम् ॥ ३ ॥ अष्टक १३ ( हरिभद्र ), लो० २.