________________
મુનિ-આચાર.
(૫૫૯) चरेन्माधुकरी वृत्तिमपि म्लेच्छकुलादपि ।
एकानं नैव भोक्तव्यं, बृहस्पतिसमादपि ॥ १९ ॥ अविस्मृति, श्लो० १५९, तथा पाराशरस्मृति, अ० १, श्लो. ६०.
મુનિએ કદાચ કઈને સમયે સ્વેચ્છના કુળમાંથી પણ માધુકરી વૃત્તિ (ભમરાની જેમ જૂદા જૂદા ઘરની ભિક્ષા) ગ્રહણ કરવી. પરંતુ બૃહસ્પતિની જેવા ઉચ્ચ કુળમાંથી પણ એક અન્ન (એક ઘરનું અન્ન) ગ્રહણ કરી જોજન કરવું નહીં. ૧૯
न तापसैळमणैर्वा, वयोमिरपि वा श्वभिः । आकीर्ण भिक्षुकैर्वाऽन्यैरागारमुपसंव्रजेत् ॥ २० ॥
મનુસ્મૃતિ, ૦ ૬, ઋો. ૧૨. ગૃહસ્થનું જે ઘર તાપસવડે. બ્રાહ્મણે વડે, પક્ષીઓ વડે, કુતરાઓ વડે, કે બીજા ભિક્ષુકો વડે વ્યાપ્ત હોય, તે ઘરમાં મુનિએ ભિક્ષા લેવા જવું નહીં. ૨૦.
प्राणयात्रानिमित्तं च, व्यङ्गारे भुक्तवअने। काले प्रशस्तवर्णानां, भिक्षार्थ पर्यटेद् गृहान् ॥ २१ ॥
વિષ્ણુપુરાણ, અંરા ૪, પૃ. ૨૭, સે. ૨૪. ભિક્ષુએ માત્ર પ્રાણયાત્રાને નિમિત્તે જ (શરીરના નિર્વાહ માટે જ) જે વખતે રસોડામાં અગ્નિના કેયલા બુઝાઈ ગયા હાય અને જે વખતે ઘરના સર્વ જનો ભેજન કરી રહ્યા હોય તેવે સમયે ઉચ્ચ વર્ણના ઘરમાં ભિક્ષા લેવા માટે અટન કરવું–જવું. ૨૧.