________________
(૫૪૬ )
સુભાષિત-પ-રત્નાકર
दुःखं प्राप्य न दीनः स्यात् , सुखं प्राप्य न विस्मितः। मुनिः कर्मविपाकस्य, जानन् परवशं जगत् ॥५६ ॥
આ જગત્ એટલે સર્વ પ્રાણીઓ કર્મના વિપાકને (ઉદયને) આધીન છે એટલે કે સુખદુઃખની પ્રાપ્તિ કર્મને આધીન છે એમ જાણતા મુનિ દુઃખ પામે ત્યારે દીનતાને ધારણ કરતા નથી અને સુખ પામે ત્યારે વિસ્મય-હર્ષ ( ગર્વ ) પામતા નથી. ૫૬. મુનિનું કુટુંબ धर्मो यस्य पिता क्षमा च जननी भ्राता मनःसंयमः, सूनुः सत्यमिदं दया च भगिनी नीरागता गेहिनी । शय्या भूमितलं दिशोऽपि सदनं (वसनं) ज्ञानामृतं भोजनं, यस्यैतानि सखे ! कुटुम्बमनघं तस्येह कष्ट कथम् १ ॥ ५७ ॥
ઘર્મકુમ, g૦ ૭૧, ૦ ૮૦. (રે. અo ) જેને ધર્મરૂપી પિતા છે, ક્ષમારૂપી માતા છે, મનને સંયમ જેને ૯ છે, સત્યરૂપી પુત્ર છે, દયારૂપી બહેન છે, નીરાગતા (રાગરહિતપણું) રૂપી ભાર્યા છે, ભૂમિતળરૂપી શય્યા છે, દિશારૂપી વસ્ત્ર છે, અને જ્ઞાનરૂપી અમૃત જેનું ભેજન છે. હે મિત્ર જેને આ સર્વે નિર્મળ કુટુંબરૂપ છે, તેવા સાધુને શી રીતે કષ્ટ આવે? તેને કષ્ટ આવે જ નહીં. ૫૭. पिता योगाभ्यासो विषयविरतिः सा च जननी,
विवेकः सौदर्यः प्रतिदिनमनीहा च भगिनी ।