________________
મુનિ આચાર.
(૫૫૫ )
મુનિની ભાષા –
मुनिना मसृणं शान्तं, प्राञ्जलं मधुरं मृदु । वदता तापलेशोऽपि, त्याज्यः स्वस्य परस्य च ॥७॥
ચોરાસર, પ્રસ્તાવ ૧, ૦ ૮. મુનિએ સ્નેહવાળું, શાંતિવાળું, સરળ, મધુર અને કોમળ વચન બોલતાં છતાં પોતાને તથા બીજાને લેશ માત્ર પણ તાપદુઃખ ન થાય તેમ કરવું જોઈએ. ૭. उच्चारयस्यनुदिनं न करोमि सर्व,
सावद्यमित्यसकृदेतदथो करोषि । नित्यं मृषोक्तिजिनवंचनभारितात्तत् ,
सावधतो नरकमेव विभावये ते ॥८॥
अध्यात्मकल्पद्रुम, अधिकार १३, श्लो० ११. તું હમેશાં દિવસ અને રાતમાં થઈ નવ વાર કરેમિ ભંતેને પાઠ ભણતાં બોલે છે, કે હું સાવદ્ય કામ નહિ કરું અને પાછો વારંવાર તેજ કર્યા કરે છે, આ સારા કર્મો કરી તું ખોટું બોલનાર થવાથી પ્રભુને પણ છેતરનાર છે અને તે પાપના ભારથી ભારે થએલા તારે માટે તે નરકજ છે, એમ હું ધારું છું. ૮. મુનિના બ્રહ્મચર્યના નિયમ–
किं विविक्तेन मौनेन, स्त्रीभिर्यस्य मनो हतम् ? कदापि युवतिं मिक्षुर्न स्पृशेदारवीमपि ॥९॥
વાંક, ર૦, ૨૬.