________________
( ૫૪૦ )
સુભાષિત-પદ્ય રત્નાકર.
શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે—હે અર્જુન ! જે પુરૂષ પાતાના આત્માની તુલ્ય સર્વ પ્રાણીઓને ત્રિષે સુખ કે દુ:ખને સમાન જુએ છે, તે ઉત્તમ યાગી માનેલા છે તેને હું ઉત્તમ યાગી કહું છું. ૪૧.
મુનિના પ્રભાવઃ—
सारङ्गी सिंहशावं स्पृशति सुतधिया केकिकान्ता भुजङ्ग, मार्जारी हंसबालं प्रणयपरवशा नन्दिनी व्याघ्रपोतम् । वैराण्या जन्मजातान्यपि गलितमदा जन्तवोऽन्ये त्यजन्ति, दृष्ट्रा साम्यैकभावं प्रशमितकलुषं योगिनं क्षीणमोहम् ||४२|| પાર્શ્વનાથપરિત્ર ( નવ ), પૃ૦ ૨૦૨. (પ્ર. સ.)
♥ એક સમતાભાવમાં જ મગ્ન છે, જેણે પાપનેા નાશ કર્યાં છે, તથા જેણે મેહને ક્ષીણ કર્યા છે એવા યેાગીને જોઈ મૃગલી સિંહના બચ્ચાને પાતાના પુત્રની બુદ્ધિથી સ્પર્શ કરે છે, મયૂરી પણ સર્પને સ્પર્શ કરે છે, બિલાડી હુંસના બચ્ચાને સ્પર્શ કરે છે, પ્રેમમાં પરાધીન થયેલી ગાય વાઘના બચ્ચાને સ્પર્શ કરે છે, તથા બીજા પ્રાણીએ મદ રહિત થઇ જન્મથી જ ઉત્પન્ન થયેલા વેરને ( જાતિવેરને ) પણ તજી દે છે. ૪ર.
મુનિ: સાચા સુખીઃ—
संत्यज्य लोकचिन्तामात्मपरिज्ञानचिन्तनेऽभिरतः जितलोभरोषमदनः, सुखमास्ते निर्जरः साधुः || ४३ ॥ प्रशमरति, श्लो० १२९.