________________
મુનિ-ગી.
(૫૪૧ )
લોક ચિંતાને સમગ્ર રીતે તજીને, આત્મ-જ્ઞાન યાને અધ્યાત્મ ચિંતામાં લયલીન થયેલો; લોભ, રોષ અને કામક્રીડા વર્જીત તથા કર્મની નિર્જરા કરનારો સાધુ સુખ-પૂર્વક-શાંતિમાં રહી શકે છે. ૪૩. न देवराजस्य न चक्रवर्तिन
स्तद्वै सुखं रागयुतस्य मन्ये । यद्वीतरागस्य मुनेः सदात्मनिष्ठस्य चित्ते स्थिरतां प्रयाति ॥ ४४ ॥
हृदयप्रदीप, श्लो० ३४. રાગદ્વેષ રહિત અને નિરંતર પોતાના આત્મામાં જ તત્પર રહેલા (રમણ કરનારા) મુનિના ચિત્તમાં જે સુખ સ્થિરતાને પામે છે, તે સુખ રાગદ્વેષથી યુક્ત એવા દેવેંદ્રને પણ નથી, તથા ચક્રવતીને પણ હોતું નથી, એમ હું માનું છું. ૪૪. न चक्रनाथस्य न नाकिराजो
न भोगभूपस्य न नागराजः । आत्मस्थितं शाश्वतमस्तदोपं, यत्संयतस्यास्ति सुखं विबाधम् ॥४५॥
सुभाषितरत्नसंदोह, श्लो० २३६. સંયમધારી સાધુઓને પોતાના જ આત્માને વિષે રહેલું, શાશ્વત-નિરંતર રહેનારૂં, દોષ રહિત અને બાધા-પીડા-રહિત જે સુખ પ્રાપ્ત થાય છે, તે સુખ ચક્રવતીને નથી, દેવેંદ્રને નથી, ભુવનપતિના ઇંદ્રને નથી, તથા નાગરાજને પણ નથી. ૪૫.