________________
(૫૩૦)
સુભાષિત-પદ્ય-રત્નાકર.
હોય છે, સુખ અને દુઃખને વિષે સમાન હોય છે, તથા સર્વ સંગથી રહિત હોય છે. ૮.
ये न हृष्यन्ति लाभेषु, नालाभेषु व्यथन्ति च । निर्ममा निरहङ्काराः, सत्त्वस्थाः समदर्शिनः ॥९॥
મામારત, શાંતિપર્વ, ર૦ ૨૧, સે. ૨૨. જેઓ લાભ થવાથી હર્ષ પામતા નથી, અને લાભ ન થવાથી ખેદ પામતા નથી એવા સાધુઓ મમતા રહિત, અહંકાર રહિત સત્ત્વવાળા અને સમાન દષ્ટિવાળા હોય છે. ૯૦
दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः । वीतरागभयक्रोधः, स्थितधीर्मुनिरुच्यते ।। १०॥
મજાવતા , બ૦ ૨, સે. ૬. જે પુરૂષ દુઃખને વિષે મનમાં ઉદ્વેગ (ખે) ન પામે, સુખને વિષે સ્પૃહા-ઈચ્છા ન રાખે, તથા જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા હોય અને જે સ્થિતધી (સ્થિર બુદ્ધિવાળો) હોય તે મુનિ કહેવાય છે. ૧૦.
अद्वेष्टा सर्वभूतानां, मैत्रः करुण एव च । निर्ममो निरहङ्कारः, समदुःखसुखः क्षमी ॥११॥
મજતા, આ ૨, ગો. ૧૩. ક્ષમાવાન મુનિ સર્વ પ્રાણીઓ ઉપર દ્વેષ રહિત, મૈત્રીવાળો અને દયાવાળો જ હોય છે, તથા મમતા રહિત, અહંકાર રહિત અને સુખ દુ:ખમાં સમાન હોય છે. ૧૧.