________________
મુનિ–યોગી.
( પ૩ )
प्रशान्तमानसं सौम्यं, प्रशान्तकरणं शुभम् । प्रशान्तारिमहामोहं, कामक्रोधनिषूदनम् ।। १९ ।। निन्दास्तुतिसमं धीरं, शरीरेऽपि च निःस्पृहम् । जितेन्द्रियं जितक्रोधं, जितलोभमहाभयम् ॥ २० ॥ रागद्वेषविनिर्मुक्तं, सिद्धिसङ्गमनोत्सुकम् । ज्ञानाभ्यासरतं नित्यं, नित्यं च प्रशमे स्थितम् ॥२१॥ एवंविधं हि यो दृष्ट्वा, स्वगृहाङ्गणमागतम् । मात्सर्यं कुरुते मोहात्, क्रिया तस्य न विद्यते ॥२२॥ मायानिरसनं कृत्वा, तृष्णां च परित्यज्य ते ।
रागद्वपौ समुत्सार्य, प्रयाताः पदमक्षयम् ॥ २३॥ તરવામૃત, સો. ૨૦૧, ૨૦૬, ૨૦૭, ૨૦૮, ૨૦૧, ૨૨૦. - જે પરીષહ સહન કરવામાં સમર્થ છે, જે કર્મનો ક્ષય કરવામાં શક્તિમાન છે, જે જ્ઞાન, ધ્યાન અને તપવડે શોભે છે, જે શુદ્ધ આચાર પાળવામાં તત્પર છે, જેનું મન શાંત છે, જેની દષ્ટિ સૌમ્ય-સમાન-છે, જેની ઇંદ્રિયો અત્યંત શાંત છે, જે પ્રાણીઓને શુભકારક છે, જેનો મોહરૂપી શત્રુ શાંત થયેલો છે, જેણે કામ અને ક્રોધનો વિનાશ કર્યો છે, અન્ય મનુષ્ય નિંદા કરે કે સ્તુતિ કરે તે બન્નેને વિષે જે સમાન છે, જે વૈર્યવાન છે, જે પોતાના શરીરને વિષે પણ નિઃસ્પૃહ છે, જેણે ઇંદ્રિયોને જીતી છે, જેણે ક્રોધને જીત્યો છે, જેણે લોભ અને મહાભયને જીત્યા છે, જે રાગદ્વેષથી રહિત છે, જે સિદ્ધિનો સંગ કરવામાં ઉત્સુક છે, જે નિરંતર જ્ઞાનનો