________________
~
~
~~~~
~
~~~~~
~~~
(પ૩ર ) સુભાષિત–પદ્ય –રત્નાકર. ~ ~
ये प्रव्रज्या समागृह्य, शान्तात्मानो जितेन्द्रियाः । वसन्ति पुण्यतीर्थेषु, तेऽपि हि परमर्षयः ॥ १५ ॥
મનુસ્મૃતિ, પૂર્વમા, ૦ ૮૭. જેઓ પ્રવ્રજ્યા ગ્રહણ કરીને શાંત આત્માવાળા અને જિતેંદ્રિય થઈને, પવિત્ર તીર્થોમાં વસે છે, તેઓ પણ નિચે. ઉત્તમ ઋષિઓ છે. ૧૫.
यः समः सर्वभूतेषु, त्रसेषु स्थावरेषु च । तपश्चरति शुद्धात्मा, श्रमणोऽसौ प्रकीर्तितः ॥ १६ ॥
જે પુરૂષ ત્રસ અને સ્થાવર સર્વ પ્રાણીઓને વિષે સમાન અને શુદ્ધ આત્માવાળો થઈ તપનું આચરણ કરે છે, તેને શ્રમણ–સાધુ–કહ્યો છે. ૧૬.
ज्ञानविज्ञानतृप्तात्मा, कूटस्थो विजितेन्द्रियः । युक्त इत्युच्यते योगी, समलोष्ठाश्मकाञ्चनः ।। १७ ॥
જેનો આત્મા સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાનથી તૃમ થયેલો હોય, જે કૂટસ્થ (મધ્યસ્થી હોય એટલે કે પોતે જે કાંઈ ક્રિયા કરે તે અભિમાન રહિતપણે કરે, જેણે ઇંદ્રિયોને વશ કરી હોય, તથા જે ઢેફા, પત્થર અને સુવર્ણને વિષે સમદષ્ટિવાળો હોય, આ સર્વવડે જે યુક્ત હોય તે યોગી કહેવાય છે. ૧૭. મુનિસ્વરૂપ અને મુનિઅવગણનાનું ફળ –
परीपहजये शक्तं, शक्तं कर्मपरिक्षये । ज्ञानध्यानतपोभूपं, शुद्धाचारपरायणम् ।। १८ ।।