________________
( ૫૩૬ )
સુભાષિત–પદ્ય-રત્નાકર.
आशा नाम नदी मनोरथजला तृष्णातरङ्गाकुला, रागग्राहवती वितर्कविहगा धैर्यद्रुमध्वंसिनी । मोहावर्तसुदुस्तराऽतिगहना प्रोत्तुङ्ग चिन्तातटी, तस्याः पारगता विशुद्ध मनसो नन्दन्ति योगीश्वराः ॥ ३० ॥ વૈરાચરાતા ( મતૃત્તિ), જો૦ ૨૦.
આ આશા નામની નદી છે, તેમાં મનેરથરૂપી પાણી છે, તૃષ્ણારૂપી તરગાવડે તે વ્યાપ્ત છે, તેમાં રાગરૂપી ગ્રાહેા ( મગર વિગેરે જળચરા ) રહેલા છે, તેની સમીપે તર્કવિતર્ક રૂપી પક્ષીઓ ઉડચા કરે છે, તે ધૈર્યરૂપી વૃક્ષેાને પાડી નાંખે છે, તેમાં મેહરૂપી આવતા હોવાથી તે દુ:ખે કરીને તરી શકાય તેવી છે, તે અત્યંત ગૃહ (ઉંડી ) છે, અને ચિંતારૂપી તને ઉંચા તટ-કિનારા છે. આવી નદીના પારને વિશુદ્ધ મનવાળા યાગીશ્વરા જ પામે છે તેથી તએ આનંદ પામે છે. ૩૦.
योगयुक्तो विशुद्धात्मा, विजितात्मा जितेन्द्रियः । सर्वभूतात्मभूतात्मा, कुर्वन्नपि न लिप्यते ॥ ૩૨ ॥ મનવદ્ગીતા, ૪૦, ો .
જે ચેાગવડે યુક્ત હાય, જેને આત્મા વિશુદ્ધ હેાય, જેણે આત્માને જીત્યા હેાય, જેણે ઇંદ્રિયાને વશ કરી હાય, તથા જેનેા આત્મા સર્વ પ્રાણીઓના આત્મારૂપ હાય (સર્વ પ્રાણીએને પેાતાના આત્મા તુલ્ય માનતા હોય અર્થાત જીવદયાવાળા હાય ), તેવા યાગી, કર્મને કરતાં છતાં પણ, તે કર્મથી લેપાતા નથી. ૩૧.