________________
ગુરૂ
( ૫૧૭ )
જે અન્ય મનુષ્યને પ્રમાદથી દૂર કરે છે, પોતે પાપ રહિત માર્ગમાં પ્રવર્તે છે, તથા જે મોક્ષના અભિલાષી પ્રાણુઓને, હિતની ઈચ્છાથી, તત્વને ઉપદેશ આપે છે, તે ગુરૂ કહેવાય. ૩.
महाव्रतधरा धीरा भैक्ष्यमात्रोपजीविनः । सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः ॥४॥
अजितनाथचरित्र. જેઓ પાંચ મહાવ્રતને ધારણ કરનાર હોય, ધીર હોય, માત્ર ભિક્ષવૃત્તિથી જ જીવનારા હેય, નિરંતર સામયિકને વિષે રહેલા હોય અને ધર્મનો જ ઉપદેશ આપનાર હોય તે જ ગુરૂ માનેલા છે. ૪. रागाद्युत्कटशत्रुसंहतिकरं यद्विक्रमक्रीडितं,
लोकालोकविलोकनैकरसिकं यज्ज्ञानविस्फूर्जितम् । मृलोन्मूलितविश्वसंशयशतं यद्भारतीवल्गितं,
धन्यैरेव जनैर्जगत्त्रयगुरुः सोऽयं समालोक्यते ॥५॥
જે ગુરૂના વિક્રમની ક્રીડા રાગાદિક મોટા શત્રુઓને સંહારનાશ-કરનાર છે, જેના જ્ઞાનને વિલાસ લોક અને અલકને જોવામાં અત્યંત રસિક છે, જેની વાણીને પ્રચાર જગતના પ્રાણીઓના સેંકડો સંશયોને મૂળથી ઉખેડી નાંખે છે, આવા ત્રણ જગતના ગુરૂને ધન્ય પુરૂષ જ જોઈ શકે છે ધન્ય પુરૂને જ આવા ગુરૂના દર્શન થાય છે. ૫.