________________
REERIESear * देव (६६)
દેવનું સ્વરૂપ –
निरातङ्को निराकाङ्को निर्विकल्यो निरंजनः । परमात्माऽक्षयोऽत्यक्षो ज्ञेयोऽनन्तगुणोऽव्ययः ॥१॥
विवेकविलास, उल्लास ११, श्लो० ३३. પરમાત્મા ભય રહિત છે, આકાંક્ષા રહિત છે, સંકલ્પ વિકલ્પ રહિત છે, કર્મના લેપ રહિત છે, વિનાશ રહિત છે, ઇંદ્રિયને પ્રત્યક્ષ નથી, અનંત ગુણવાળો છે અને શાસ્વત છે એમ જાણવું. ૧.
भववीजाकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥२॥
वीतरागस्तोत्र(हेमचंद्र), प्रकाश २१, श्लो० ४४. સંસારના બીજરૂપ અંકુરાને ઉત્પન્ન કરનારા રાગાદિક જેના ક્ષય પામ્યા હોય, તે ભલે બ્રહ્યા હોય, વિષ્ણુ હેય, શંકર હોય, કે જિનેશ્વર હોય, તેને મારો નમસ્કાર છે. (એટલે કે આવા ગુણવાળે ગમે તે દેવ છે.) ૨.
महाज्ञानं भवेद्यस्य, लोकालोकप्रकाशकम् । महादया दमो ध्यानं, महादेवः स उच्यते ॥३॥