________________
(૫૧૦) સુભાષિત-પ-રત્નાકર દેવની એકતા –
बुद्धो वा यदि वा विष्णुर्यद्वा ब्रह्माऽथवेश्वरः । उच्यतां स जिनेन्द्रो वा, नार्थभेदस्तथाऽपि हि ॥१४॥
તે પરમાત્મા કદાચ બુદ્ધ નામે છે, વિષ્ણુ નામે છે, બ્રહ્મા નામે છે, કે ઈશ્વર-શંકર—નામે કહે, કે જિનેશ્વર કહે તે પણ તે સર્વમાં નામને ભેદ છતાં અર્થભેદ કાંઈપણ નથી– સર્વને અર્થ સરખો જ છે. ૧૪.
संख्ययाऽनेकरूपोऽपि, गुणतस्त्वेक एव सः । अनन्तदर्शनज्ञानवीर्यानन्दगुणात्मकः ॥ १५॥ जातरूपं यथा जात्यं, बहुरूपमपि स्थितम् । सर्वत्रापि तदेवेकं, परमात्मा तथा प्रमुः॥१६॥
ચોર, પ્રસ્તાવ ૬, ગો. ૨૭, ૨૮.
પરમાત્મા સંખ્યાએ કરીને અનેક છે, પરંતુ અનંતજ્ઞાન અનંતદર્શન, અન તવીર્ય અને અનંત આનંદરૂપ ગુણ સર્વના સરખા હેવાથી ગુણની અપેક્ષાએ તે એક જ છે. જેમ ઉત્તમ સુવર્ણ જુદા જુદા આકારે રહેલું છે તે પણ તે સર્વ આકારેમાં તે સુવર્ણ એક જ છે, તેમ પરમાત્મા પ્રભુ પણ આકારવડે જુદા જુદા છતાં ગુણવડે એક જ છે. ૧૫, ૧૬.