________________
(૫૦૪) સુભાષિત-પદ-રત્નાકર.
જે માણસ બીજા પ્રાણીઓને છેદન કરવાથી, બાળવાથી, ભાંગવાથી, મારવાથી, બાંધવાથી, પ્રહાર કરવાથી, દમન કરવાથી અને કાપવાથી પ્રીતિને પામતો હોય, તથા અનુકંપાને–દયાને–પામતા ન હોય, તે માણસનું તેનું ધ્યાન રદ્રધ્યાન કહેવાય છે, એમ ધ્યાનને જાણનાર પડિત કહે છે. ૨. આર્તધ્યાનથી નુકસાન –
प्रमत्तश्चेन्द्रियार्थेषु, गृद्धो धर्मपराङ्मुखः । जिनोक्तमपुरस्कुर्वन्नातभ्याने प्रवर्तते ॥ ३ ॥
અધ્યાત્મસાર, વંધ ૧, ગો. ૧૨. પ્રમાદી થઈને, ઇંદ્રિના વિષયેમાં લોલુપ થઈને, ધર્મથી વિમુખ થઈને અને શ્રી જિનેશ્વર ભગવાને કહેલ વસ્તુને નહિ માનતે છતે આર્તધ્યાનમાં પ્રવૃત્ત થાય છે. ૩. શુભ-અશુભ-ધ્યાન-ફળઃ–
अहो ! ध्यानस्य माहात्म्यं, येनैकाऽपि हि कामिनी । अनुरागविरागाम्यां, भवाय च शिवाय च ॥४॥
સૂષ્માવી, પૃ. ૨૦૧, ૦ ૭. (ઉ. ઇં.) * અહે! ધ્યાનનું માહાસ્ય આશ્ચર્યકારક છે, કે જેથી એક જ સ્ત્રી અનુરાગ (પ્રીતિ) ને લીધે સંસારને માટે થાય છે અને વૈરાગ્યથી મોક્ષને માટે થાય છે અર્થાત સ્ત્રીને વિષે પ્રીતિનું ધ્યાન કર્યું હોય તે તેથી સંસાર વધે છે અને સ્ત્રીને વિષે વૈરાગ્યનું ધ્યાન કર્યું હોય તે તેથી માલ મળે છે. ૪