________________
શુભ ધ્યાન.
(૪૯૧ ) એ (ધ્યાની મનુષ્ય) આજ્ઞાવિચય અને અપાયરિચય નામના ધર્મધ્યાનના ભેદને મેળવ્યા પછી તેથી વિપાકવિચય અને સંસ્થાનવિચય નામના ધર્મધ્યાનના ભેદને પ્રાપ્ત થાય છે. ૧૨.
आज्ञाऽपायविपाकानां संस्थानस्य च चिंतनात् । धर्मध्यानोपयुक्तानां, ध्यातव्यं स्याचतुर्विधम् ॥१३॥
ખ્યાત્મિસાર, પ્રબંધ ૧, સો. ૧૨૮. ધર્મધ્યાનમાં લાગેલા પ્રાણુઓને આજ્ઞાને, અપાયને, વિપાકને અને સંસ્થાનને વિચાર કરવાનું હોવાથી એ ધ્યાન ચાર પ્રકારે ધરવાનું હોય છે. ૧૩.
आज्ञाऽपायविपाकानां, संस्थानस्य च चिन्तनात् । इत्थं वा ध्येयभेदेन, धयं ध्यानं चतुर्विधम् ॥ १४ ॥
ચોરા, પ્રારા ૨૦, ગો૦ ૭. આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનનું ચિંતન કરવાથી ધ્યેયના ભેદે આ પ્રમાણે ધર્મધ્યાન ચાર પ્રકારે કહ્યું છે. ૧૪. આજ્ઞાવિચય ધ્યાન –
नयभंगप्रमाणाढ्यां, हेतूदाहरणान्विताम् । आज्ञां ध्यायेजिनेन्द्राणामप्रामाण्याकलंकिताम् ॥ १५ ॥
अध्यात्मसार, प्रबंध ५, लो० ११९. નય, સપ્તભંગી અને પ્રમાણે કરીને યુક્ત, હેતુ અને દ્રષ્ટાંતવડે કરીને સહિત અને અપ્રમાણરૂપી કલંકથી રહીત એવી