________________
(૪૯૬). સુભાષિત-પરત્નાકર.
આ શુકલધ્યાનના ચાર ભેદ છે. (૧ પૂર્વગ, ૨ એકપર્યય, ૩ સૂક્ષ્મક્રિયાનિવૃત્તિ અને ૪ શેવેશ્ય) એમાં પહેલા બેનું ફળ -સ્વર્ગની પ્રાપ્તિ છે અને બીજા બેનું ફળ મેક્ષ છે. ૨૬.
[ ર–થાન સંવંધી ] નેટ-આમાં પરમાત્માનું ધ્યાન કેવી રીતે ધરવું અને એમાં ધીમે ધીમે કેવી રીતે આગળ વધવું એને ક્રમ બતાવવામાં આવેલ છે. પ્રભુ ધ્યાનના પ્રકાર:
रूपस्थं च पदस्थं च, पिण्डस्थं रूपवर्जितम् । ध्यानं चतुर्विधं प्रोक्तं, संसारार्णवतारकम् ॥ २७ ॥
વિવિ, સાર ૨૨, પો. રૂદ્દ. રૂપસ્થ, પદસ્થ, પિંડસ્થ અને રૂપાતીત-રૂપરહિત, એમ ચાર પ્રકારનું ધ્યાન કહેલું છે, તે સંસારરૂપી સમુદ્રને ઉતારનાર છે. ૨૭. પ્રબુધ્યાનને અનુક્રમ –
पश्यति प्रथमं रूपं, स्तौति ध्येयं ततः पदैः। तन्मयः स्यात् ततः पिण्डे, रूपातीतः क्रमाद्भवेत् ॥२८॥
विवेकविलास, उल्लास ११, श्लो० ३७. યેગી પ્રથમ રૂપને જુએ છે, ત્યારપછી પદવડે-નામવડે-ધ્યાન કરવા લાયક પરમાત્માની સ્તુતિ કરે છે, ત્યારપછી પિંડને વિષે ધ્યાન કરતાં તન્મય એટલે તે પરમાત્મામય થાય છે, અને