________________
-~
શુભ ધ્યાન.
( ૪૮૯) રાક્ષસીએ ઇંદ્રિયાની પટુતાનું હરણ કર્યું નથી, ત્યાં સુધી ધ્યાનમાં નિપુણ એવા પુરૂષોએ કર્મને ક્ષય કરવા માટે હદયપદ્યરૂપી ઘરને વિષે નિષ્કલ (અવયવ રહિત), નિશ્ચળ અને નિર્મળ એવા મોક્ષપદ (આત્મસ્વરૂપ) નું અત્યંત સ્કુટ રીતે ધ્યાન કરવું ૭.
स्त्रीणां स्त्रीसङ्गिनां सङ्गं, त्यक्त्वा दूत आत्मवान् । क्षेमे विविक्त आसीनश्चिन्तयेन्मामतन्द्रितः ॥ ८॥
માયાવતપુરા, ધ ૨૨, ૪. ૨૪. આત્મજ્ઞાનની અભિલાષાવાળા પુરૂષે સ્ત્રીઓના સંગને દૂરથી ત્યાગ કરી તથા સ્ત્રીઓના સંગવાળાના પણ સંગને ત્યાગ કરી ઉપદ્રવ રહિત, એકાંત સ્થાનમાં નિશ્ચળ આસને બેસી પ્રમાદ રહિતપણે મારું (પ્રભુનું) ચિંતવન કરવું. ૮. શુભ ધ્યાનના ભેદ –
मुहूर्तान्तर्मनःस्थैर्य, ध्यानं छबस्थयोगिनाम् । धर्म शुक्लं च तद् द्वेधा, योगरोधस्त्वयोगिनाम् ॥९॥
योगशाल, प्रकाश ४, लो० ११५. અંતર્મુહૂર્ત પર્યત ચિત્તની સ્થિરતા, તે સ્વસ્થ યોગીએનું ધ્યાન કહેવાય છે. તે, ધર્મધ્યાન અને શુકલધ્યાન એમ. બે પ્રકારે છે. રોગના નિરોધરૂપ ધ્યાન તો અગી કેવીઓને જ હોય છે. ૯