________________
(૪૦૮) સુભાષિતપશ-રત્નાકર. - જે ધન તું હંમેશાં સુપાત્રને આપે છે, અને જે તું ખાય છે–જોગવે છે, તે વિત્ત તારૂં છે એમ હું માનું છું, અને બાકી રહેલું ધન કેઈકનું તું રક્ષણ કરે છે એમ હું માનું છું. ૭. દાનને ઉપદેશ –
अत्यन्तं यदि वल्लभं धनमिदं त्यक्तुं त्वया नेष्यते, सौहार्दाचदहं ब्रवीमि वचनं तन्द्र ! शीघ्रं कुरु । भन्या सत्कृतिपूर्वकं गुणवते पात्राय यच्छ स्वयं, येनानेन सुरक्षितं बहुविघं जन्मान्तरे प्राप्यते ॥८॥
ધર્મકુમ, ૪૦ ૭૨, સે. ૧૪૦. (. .) હે ભદ્ર! જે આ ધન તને અત્યંત વહાલું છે, અને તેથી કરીને તું તેને ત્યાગ કરી શકતો નથી-વાપરી શક્તા નથી અને સંગ્રહ જ કરે છે તે હું તને મિત્રાઈથી જે વચન કહું તે પ્રમાણે તું શીદાપણે કર. તે એ કે તારા ધનને તું પિતે જ ભક્તિથી સત્કારપૂર્વક ગુણવાન સુપાત્રને આપ, કે જેથી કરીને તેણે સારી રીતે રક્ષણ કરેલું તે ધન તને, ઘણા પ્રકારે, બીજા ભાવમાં પ્રાપ્ત થાય. ૮. देयं मोन! धनं धनं सुविधिना नो संचितव्यं कदा, श्रीकर्णस्य बलस्य विक्रमनृपस्याचापि कीर्तिर्यतः । येनेदं बहु पाणिपादयुगलं घृष्यन्ति भो मक्षिका अस्माकं मधु दानमोगरहितं नष्टं चिरात् संचितम् ॥९॥
પાતળિof, g૦ ૨૦, ૦ ૨૩. (૨. ૬)