________________
(૪૧૬)
સુભાષિત
રત્નાકર.
વિરદાન –
लक्ष्मीः कामयते मतिमंगयते कीर्तिस्तमालोकते, प्रीतिचुम्बति सेवते सुभगता नीरोगताऽऽलिङ्गति । श्रेयःसंहतिरभ्युपैति वृणुते स्वर्गोपभोगस्थितिमुक्तिर्वाञ्छति यः प्रयच्छति पुमान् पुण्यार्थमर्थ निजम् ॥२९॥
सिंदूरप्रकरण, लो० ७९. જે પુરૂષ પુણ્યને અર્થે પિતાના ધનનું દાન આપે છે, તે પુરૂષને લક્ષમી ઇછે છે, બુદ્ધિ શોધે છે, કીર્તિ તેની સન્મુખ જુએ છે, પ્રીતિ તેને ચુંબન કરે છે, સૌભાગ્ય તેને સેવે છે, નિરાગતા–આરોગ્યતા તેને આલિંગન કરે છે, કલ્યાણને સમૂહ તેની પાસે આવે છે, સ્વર્ગના ભેગની સ્થિતિ તેને વરે છે, અને મુક્તિ તેની વાંછા-ઇચ્છા-કરે છે. ૨૯
વસતિદાન –
उपाश्रयो येन दत्तो मुनीनां गुणशालिनाम् । तेन शानाधुपष्टम्मदायिना प्रददे न किम् । ॥ ३०॥
उत्तराध्ययनसूत्रटीका (भावविजय ), अ० १, पृ० १२. (ચાસ્ત્રિના) ગુણવડે શોભતા મુનિઓને જેણે ઉપાશ્રય આપે હોય તે જ્ઞાનાદિક-જ્ઞાન, દર્શન અને ચારિ-એ સર્વને ઉપખંભ-ટેકે (સહાય) આપે કહેવાય છે, અને તેથી તે શું આપ્યું ન કહેવાય? સર્વ આપ્યું છે. ૩૦