________________
(૪ર૦ )
સુભાષિત–પદા–રત્નાકર
,
,
,
જગતમાં અન્નદાનથી બીજું કઈ દાન શ્રેષ્ઠ નથી, તે પણ તે અન્નદાન કરતાં એક વિદ્યાદાન અધિક છે. કેમકે અન્નથી તે માત્ર એક ક્ષણ વાર તૃપ્તિ થાય છે, અને વિદ્યાથી તે જીવન પર્યત તૃપ્તિ થાય છે. ૪૦.
कर्मारण्यं दहति शिखिवन्मावत्पाति दुःखात् , सम्यग्गीतिं वदति गुरुवत् स्वामिवद् यद् बिभर्ति । तत्त्वातत्त्वप्रकटनपटु स्पष्टमामोति पूतं, तत्संज्ञानं विगलितमलं ज्ञानदानेन मर्त्यः ।। ४१॥
सुभाषितरत्नसंदोह, श्लो० ४९४. શાનદાન કરવાથી માણસ, કેઈપણ જાતના મળવગરનું પવિત્ર જ્ઞાન મેળવે છે કે જે જ્ઞાન અગ્નિની માફક કર્મરૂપી વનને બાળી નાખે છે, માતાની માફક દુઃખમાંથી બચાવી લ્ય છે, ગુરૂની માફક સારી વાણું વદે છે, સ્વામીની માફક જે પોષણ કરે છે અને જે તત્વ અને અતત્વને સ્પષ્ટ રીતે ભેદ પારખવામાં સમર્થ હોય છે. ૪૧. દાનનું ફળ –
कचित् कामासक्तः कचिदपि कषायैरपहृतः, कचिन्मोहग्रस्तः कचन वधनोपायनिरतः । न धर्मार्थ किश्चित्सुचरितमगारी प्रकुरुते, परिभ्रष्टो दानात्स यदि न तदालम्बनमिह ॥ ४२ ॥
ઘર્મezમ, ૫૦ રૂ૭, ગો૨૪૬, (. સ.)