________________
(૪૨૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર.
यत्प्रत्यूहतमःसमूहदिवसं यल्लब्धिलक्ष्मीलतामूलं तद्विविधं यथाविधि तपः कुर्वीत वीतस्पृहः ॥३॥
લિવૂબરળ, ઋો. ૮૨. જે તપ, પૂર્વે ઉપાર્જન કરેલા કર્મરૂપી પર્વતને કાપવામાં વજ સમાન છે, જે તપ કામદેવરૂપી દાવાનળની જવાળાના સમૂહને બુઝાવવામાં જળ સમાન છે, જે તપ ઉગ્ર ઇદ્રિના સમૂહુરૂપી સપને વશ કરવામાં મંત્રાક્ષર સમાન છે, જે તપ વિધરૂપી અંધકારના સમૂહને નાશ કરવામાં દિવસ સમાન છે, તથા જે ત૫ લબ્ધિ અને લક્ષ્મીરૂપી લતાનું મૂળ છે, તેવું વિવિધ પ્રકારનું તપ વિધિ પ્રમાણે, સ્પૃહા રહિતપણે કરવું જોઈએ. ૩.
तपः सकललक्ष्मीणां, नियन्त्रणमशृङ्गलम् । दुरितप्रेतभूतानां, रक्षामन्त्री निरक्षरः ॥ ४ ॥
સૂરત મુકતારિ, ૦ ૨૦૭, ૦ ૨. (દિ. .) તપ એ સમગ્ર લક્ષમીનું, સાંકળ વિનાનું, બંધન છે, અને પાપરૂપી ભૂત પ્રેતને દૂર કરવાને અક્ષર રહિત રક્ષામંત્ર છે. ૪.
यत् परं यदुराराध्यं, यच्च दरे व्यवस्थितम् । तत् सर्व तपसा साध्यं, तपो हि दुरतिक्रमम् ॥५॥
वृद्धचाणाक्यनीति, अध्याय १७, श्लो० ३. જે વસ્તુ પર–આગળ-છે (અથવા શ્રેષ્ઠ છે), જેની આરાધના દુષ્કર છે, અને જે અતિ દૂર રહેલ છે, તે સર્વ તપવડે સિદ્ધ થાય છે, કેમકે તપ જ દુરતિક્રમ છે. એટલે કે તપના ફળને કે અટકાવી શકે તેમ નથી. ૫.