________________
(૫,
(૪૩૫).
કેવું તપ કરવું
तदेव हि तपः कार्य, दुर्व्यानं यत्र नो भवेत् । येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि च ॥२३॥
શનિવાર, તપોડ, ગો૦ ૭. જે તપ કરતાં જરા પણ અશુભ ધ્યાન ન થાય, જે તપવડે મન, વચન અને કાયાના ચાગની હાનિ ન થાય–નબળા ન થાય, અને ઇંદ્રિયે પણ ક્ષીણ ન થાય, તે જ (તેટલો જ) તપ કરવો જોઈએ. ( સુઈ રહીને, દુઃખ વેઠીને કે બીજી કઈ પણ મુશ્કેલીથી તપસ્યા કરવામાં આવે તે અજ્ઞાન કઇ કહેવાય છે.) ૨૩.
તપનું ફળ -
तनोति धर्म विधुनोति कल्मषं,
हिनस्ति दुःखं विदधाति संपदम् । चिनोति सत्वं विनिहन्ति तामसं, तपोऽथवा किं न करोति देहिनाम् ? ॥२४॥
કુમારિતરત્નસંતો, ર૦ ૮૧૬. તપ માણસના ધર્મ ને વધારે છે, પાપને દૂર કરે છે, દુઃખને નાશ કરે છે, સંપત્તિને પેદા કરે છે, બળને ભેગું કરે છે અને અજ્ઞાનને નાશ કરે છે. ભલા એવું શું છે કે જે તપ નથી કરતું? ૨૪.