________________
(૪૦)
સુભાષિત-પરત્નાકર ભાવ વગર નકામું –
ज्वालाभिश्शलमा जलैजलचरास्तिर्यग्जटाभिर्वटा मुण्डेरेडककाः समस्तपशवो ननाः खरा भस्मभिः । काष्ठामिस्सकला द्रुमाः शुकवराः पाठाद् बका ध्यानतो नो शुध्यन्ति विशुद्धभावचपला नैते क्रियातत्पराः॥६॥
પતંગીયા અગ્નિની વાળાને સહન કરે છે, જળચરે નિરતર જળવડે સ્નાન કરે છે, વટવૃક્ષો મોટી જટા ધારણ કરે છે, ઘેટા મંડપણું ધારણ કરે છે, સર્વ પશુઓ નમ્રપણું ધારણ કરે છે, ગધેડાઓ શરીરે ભસ્મ ચેળે છે, સર્વ વૃક્ષો કાષ્ટને ધારણ કરે છે, શ્રેષ્ઠ પોપટે શાસ્ત્ર ભણે છે, તથા બગલા પણ ધ્યાન ધરે છે. પરંતુ તે સર્વે શુદ્ધ થતા નથી. કેમકે તેઓ વિશુદ્ધ ભાવથી રહિત છે તેથી તેઓ ક્રિયામાં તત્પર કહેવાય નહીં. ૬.
नीरागे तरुणीकटाक्षितमिव त्यागव्यपेतप्रभोः, . सेवाकष्टमिवोपरोपणमिवाम्भोजन्मनामश्मनि । विष्वगवर्षमिवोषरक्षितितले दानाईदर्चातपः, स्वाध्यायाध्ययनादि निष्फलमनुष्ठानं बिना भावनाम् ॥७॥
fટૂળ, ૮૧. જેવી રીતે રાગ વગરના માણસમાં યુવતિ સ્ત્રીના કટાક્ષે નિષ્ફળ જાય છે, દાનની ભાવના વગરના શેઠની સેવા કેવળ કદરૂપ થાય છે, કમળનું પત્થર ઉપર વાવવું નકામું નીવડે છે અને ઉત્તર ભૂમિમાં પડેલે વરસાદ નકામો નિવડે છે તે જ પ્રમાણે દાન, જિનપૂજા વિગેરે રિયા ભાવના વગર નિષ્ફળ થાય છે. ૭.