________________
બાર ભાવના.
(
૧૧ )
एता याः प्रेक्षसे लक्ष्मी छत्रचामरचञ्चलाः । स्वम एष महाबुद्धे ! दिनानि त्रीणि पश्च वा ॥ ७ ॥
હે મહાબુદ્ધિમાન ! જે આ છત્ર અને ચામરના જેવી ચંચલ લક્ષ્મીને તું જુએ છે, તે માત્ર સ્વપ્ન જ છે. કેમકે તે ત્રણ કે પાંચ દિવસની જ છે. (અલ્પ કાળ રહેનારી હોવાથી સ્વપ્ન જેવી છે.) ૭.
श्रीर्जलतरङ्गतरला सन्ध्यारागस्वरूपमपि रूपम् । ध्वजपटचपलं च बलं, तडिल्लतातुल्यमेवायुः ॥ ८॥ લક્ષ્મી જળના કલેલ જેવી ચપળ છે, શરીરનું રૂપ સંધ્યાકાળના રંગ જેવું છે, પરાક્રમ વ્રજના વસ્ત્રના છેડા જેવું ચપળ છે, અને આયુષ્ય વીજળી જેવું ચપળ છે-જગતમાં સર્વ વસ્તુ વિનેશ્વર છે. ૮. यद्वद्रुमे महति पक्षिगणा विचित्राः,
कृत्वाऽऽश्रयं हि निशि यान्ति पुनः प्रभाते । तद्वजगत्यसकृदेककुटुम्बजीवाः,
सर्वे समेत्य पुनरेव दिशो भजन्ते ॥९॥ ઉત્તરાધ્યયનસૂત્રટી, ૪૦ ૨૦૬. (વિ. ઇ. સ.) * જેમ એક મોટા વૃક્ષ ઉપર રાત્રિને સમય ભિન્ન ભિન્ન પક્ષીઓના સમૂહો આશ્રય કરીને પછી પ્રાતઃકાળે જુદે જુદે ઠેકાણે ચાલ્યા જાય છે, તેમ આ જગતમાં સર્વે એક કુટુંબના છ વારંવાર ભેળા થઈને પછી જુદી જુદી દિશામાં–ચોનિમાં ઉત્પન્ન થાય છે–જાય છે. ૯.