________________
( ૪૧૦ )
સુભાષિત-પક્ષ–રત્નાકર.
પેાતાના કાળીયામાંથી અડધા કાળીયા પણ યાચકને કેમ ન આપવા ? આપવા જ જોઇએ. કેમકે પેાતાની ઈચ્છામાં આવે તેટલા વલવ તા કાને અને કયારે થશે ? ઈચ્છા જેટલા વૈભવ થવા અસભવિત છે. ૧૨.
દાન વગર બધું નકામુંઃ—
यदि नास्तमिते सूर्ये, न दत्तं धनमर्थिनाम् ।
तद्धनं नैव जानामि, प्रातः कस्य भविष्यति ॥ १३ ॥ प्रबंधचिंतामणि, पृ० ६६, ०५.
જો સૂર્ય આથમતાં સુધીમાં, યાચકાને ધનનું દાન કરવામાં ન આવે તેા સવારમાં તે ધન કોનુ થશે એ હું જાણતા નથી. ૧૩.
भिक्षुका नैव याचन्ते, बोधयन्ति दिने दिने । दीयतां दीयतां किञ्चिददातुः फलमीदृशम् ॥ १४ ॥
ભિક્ષુકા હંમેશાં (ઘેર ઘેર) અટન કરે છે તે યાચનાને માટે નથી કરતા, પરંતુ તેઓ મનુષ્યાને બેધ કરે છે કે કાંઈ પણ દાન આપા, દાન આપેા. દાન નહીં આપનારાને આવું એટલે અમારા જેવુ ફળ મળે છે. ( અમે દાન આપ્યું નહીં હાય તેથી અમારે ભિખ માગવી પડે છે, માટે તમે દાન આપે!. ) ૧૪.
દાતા-અદાતા–વિવેક
संग्रहैकपरः प्रायः समुद्रोऽपि रसातलम् । दाता तु जलदः पश्य, भुवनोपरि गर्जति ॥ १५ ॥ प्रबंधचितामणि, पृ० १४०, लो १.
-