________________
ગ્રામસંગઠન શા માટે એ સમજાવ્યું. અહીં ઈલેક્ટ્રિક મોટરથી ખેતીને પાણી આપવાની સહકારી મંડળી છે. યુનિટના ચાર આના ચાર્જ છે. કલાકે એકથી દોઢ યુનિટ બળે અને દોઢ કોસનું પાણી કાઢે છે. આથી ખેતીનો વિકાસ થઈ રહ્યો છે. તા. ૨૫, ૨૬-૧૧-૧૯૫૩ : ચલાલા
નેસડીથી ચલાલા આવ્યા. અંતર સાડા છ માઈલ. ઉતારો ખાદી કાર્યાલયમાં રાખ્યો હતો. અહીં ભૂદાન શિબિર યોજાઈ હતી. તે નિમિત્તે આવવાનું થયું હતું. વજુભાઈ શાહ એના સંચાલક હતા. નારણદાસકાકા અને પૂ. દાદા રવિશંકર મહારાજ પણ આવ્યા હતા. મહારાજશ્રીએ સભામાં પોતાની દૃષ્ટિમાં રમતું ગ્રામ સંગઠનનું ચિત્ર રજૂ કર્યું અને જણાવ્યું કે સાધન અને સાધ્ય શુદ્ધિ હોવા છતાં સાધકની શુદ્ધિ નહિ હોય તો સાધ્ય-સાધન બગડી જશે.
બીજા દિવસની શિબિરમાં મહારાજશ્રીએ જણાવ્યું કે, મારા અંતરમાં જે ચિત્ર છે તે રજૂ કરવા હું ઇચ્છું છું. સૌથી પહેલાં તો આ ભૂમિદાનના કામને આ પ્રયોગના પૂરક તરીકે માનું છું. તે એટલા માટે કે ગામડું એ આપણું મધ્યબિંદુ રહેશે. જો એમ થાય તો ભૂમિની વહેંચણીનો સવાલ બહુ સહેલો બને. વાસ્તવિક રીતે જોઈએ તો માત્ર જમીનની વહેંચણીથી બધા જ પ્રશ્નો નહિ ઊકલે. એટલે ભૂમિદાન, આંદોલન એ પાયો છે. ભારતની નવરચના કેવી હશે ? તેનો આપણે વિચાર કરવો જોઈએ. એમાં ભૂતકાળનો મસાલો આપણને ઘણો ઉપયોગી થશે. એ મસાલામાં ત્યાગની ભાવના એ . મુખ્ય છે. શરીરની શુશ્રુષા ઓછી થાય છતાં તેને પૂરું પોષણ મળવું જોઈએ. કે જેથી તે કાર્યક્ષમ બને, કેટલાંક અવિવાહિત રહીને ત્યાગની ભાવના જાગૃત કરે, બીજાને પ્રેરક બને. બીજા “વસુધૈવ કુટુંબકમની ભાવના જાળવવા વિવાહિત બને. બંને પ્રકારથી ત્યાગની ભાવના ફેલાવી શકાય.
આપણી માન્યતા આજે એવી થઈ ગઈ છે કે, મૂડી સિવાય કોઈ જ કામ થઈ શકશે નહિ. પણ મૂડી એ મહત્ત્વની વસ્તુ નથી. એ વાત સમજાય અને એ મૂડીની પ્રતિષ્ઠા તૂટે તો ભૂતકાળના મસાલા દ્વારા આપણે ધર્મદષ્ટિએ સમાજરચના સ્થાપી શકાય. એના ચાર ભાગ પાડી શકાય. ગ્રામસંગઠન, પુનર્રચના મંડળ, પ્રાયોગિક સંઘ અને વિશ્વ વાત્સલ્ય સંઘ. આજનું બંધારણ સાધુતાની પગદંડી
૩