________________
ખર્ચે લગભગ ૮૦ હજારને ખર્ચે આ જગ્યા બનાવી છે. પાછળ તળાવ છે. ગામ લોકોએ અને વિદ્યાર્થીઓએ શરણાઈ અને ઢોલ સાથે સ્વાગત કર્યું. ચિત્રોડાના મહંત જે ખાદીધારી છે. એઓ પણ સ્વાગતમાં આવ્યા હતા. તા. ૨૭,૨૮-૧૨-૧૯૫૫ : મહેસાણા
બાસણાથી નીકળી મહેસાણા આવ્યા. અંતર ત્રણ માઈલ હશે પાદરે પછાત વર્ગ છાત્રાલયે સ્વાગત કર્યું . પછી ગામ લોકો અને કાર્યકરોએ સ્વાગત કર્યું
સભામાં મહારાજશ્રી એ જણાવ્યું કે લગભગ પાંચ વરસને અંતે મહેસાણા આવવાનું થાય છે. સમય ઝપાટાબંધ બદલાઈ રહ્યો છે. આ જિલ્લાનું ગામ છે. તેની અસરો તમોને બધાંને થતી હશે. બે દિવસના રોકાણ દરમિયાન આપણે મળીશું.
કોંગ્રેસ કાર્યકરો અને રચનાત્મક કાર્યકરોના બે ભાગ ગાંધીજીના ગયા પછી પડી ગયા છે. એ બંનેના સંબંધો સારા રહે એ જરૂરી છે. બંનેની દષ્ટિ એક છે, કે દેરાને ટકાવવો. પણ એક પ્રવાહને લાગે છે કે ગામડું નહિ જીવે ત્યાં સુધી દેશ જીવશે નહિ. ગામડું એટલે ગૃહઉદ્યોગ, ગ્રામઉદ્યોગ, જમીન, પશુપાલન ત્રણની સંધિ ના થાય ત્યાં સુધી ઉન્નતિ થાય નહિ.
બીજી વિચારસરણી એમ માને છે કે, રાષ્ટ્ર ટકશે તો જ બધી વિચારસરણી ટકશે. દેશની એકતા ટકવી જોઈએ. એમાં સાધનો માટે એ એમ વિચારે છે કે દેશને સરમુખત્યારીના રસ્તે હજી નથી લઈ જવો. તેમ મૂડીવાદ ઉપર પણ આપણે નહિ જીવી શકીએ એનો વિચાર કરવો જોઈએ.
લોકશાહી એટલે આજે ચૂંટણી માધ્યમ બની છે, હું ગામડાંમાં જોઈ રહ્યો છું. ચૂંટણીના નબળા પ્રત્યાઘાતો વેઠવા પડે છે. તેઓ એમ માને છે કે અમે ધારેલા માણસને મત ન આપો તો એ માણસ કેમ ટકી શકે ? કોંગ્રેસે માન્યું કે પંચાયત અને સુધરાઈ સુધી ના જવું. પણ હવે એક વિચારસરણી કામ કરે છે કે, જો કોંગ્રેસ એમાં ભાગ નહિ લે તો ભવિષ્યની ચૂંટણીમાં એની અસર પડશે. એટલે ચૂંટણી મુખ્ય બની જાય છે.
ઢેબરભાઈ કોંગ્રેસ શુદ્ધ થાય એને માટે પ્રયત્ન કરે છે. પણ નીચેની શુદ્ધિ કોણ કરે ? એટલે મને લાગે છે કે ગામડાંની નેતાગીરી ઊભી કરવી પડશે. કોઈનો દોષ કાઢવાનો નથી પણ આજે પરિસ્થિતિ છે તે આ છે.
સાધુતાની પગદંડી
૧ ૩૫