________________
આપવા. ચૂકાદો પાળે તે માટે બંને પક્ષે પ૦૦-૫૦૦ રૂપિયાના જામીન આપ્યા. અને આ રીતે ખૂબ જૂનો ઝઘડો સુંદર રીતે પતી ગયો. સૌને આનંદ થયો. જે કામ કોર્ટ મહિનામાં ન કરી શકત. ન્યાય મળત કે નહિ તે સવાલ હતો. તે કામ થોડા ટાઈમમાં સુંદર રીતે પતી ગયું. તા. ૨૫-૬-૧૯૫૬ : રોયા
બગોદરાથી સાંજના નીકળી રોયકા આવ્યા. અંતર અઢી માઈલ હશે. ઉતારો ચોરામાં રાખ્યો હતો. સાંજના વીરાભાઈ, જયંતીભાઈ અને હરિવલ્લભભાઈ આવ્યા હતા. અંબુભાઈ બપોરના સાથે હતા. અહીં સઘનયોજના તરફથી એક કાર્યકર પ્યારઅલીભાઈ અને તેમનાં પત્ની બેઠાં છે. ખાદીકામ હાથછડનું કામ ઠીક ચાલે છે. રાત્રે સભા થઈ. તા. ૨૬-૬-૧૯૫૬ : લ્યાણગઢ
રાયકાથી નીકળી કલ્યાણગઢ આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો એક મકાનમાં રાખ્યો હતો. અહીં નિશાળ છે પણ ઘણા સમયથી માસ્તર આવતા નથી. એ વિશે લોકો પણ કાંઈ બોલતા નથી. અહીંના બાળકો ઘણા અસંસ્કારી લાગ્યાં. તા. ૨૭-૬-૧૯૫૬ : ધનવાડા
કલ્યાણગઢથી નીકળી ધનવાડા આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો ચોરામાં રાખ્યો હતો. થોડોક વરસાદ થયેલો હતો. એટલે રસ્તો કાદવવાળો હતો. કાંટા પણ હતા. અહીં હરિજનો અને ગાંગડના જમાદાર વચ્ચે ઘરખેડ બાબતમાં ઝઘડો હતો. બંને પક્ષોને બોલાવ્યા. વાતો સાંભળી પણ દરેકનો જુદો જુદો અભિપ્રાય રહ્યો એટલે આ પ્રશ્ન મંડળ પાસે આવેલો હોઈ, લવાદીથી પતાવવા કહ્યું, તા. ૨૮, ૨૯-૬-૧૯૫૬ : નાણાં
ધનવાડાથી નીકળી લાણાં આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો હરિભાઈને ત્યાં રાખ્યો હતો. ગામે સ્વાગત કર્યું. અહીં જયંતીભાઈ અને કાંતિભાઈ આવ્યા હતા. અહીંથી શેરપરા નામનું નાનું પરું નજીક છે. ત્યાંના લોકોનો ખૂબ આગ્રહ હોવાથી સાંજના ત્યાં ગયા. જાહેરસભા થઈ. બહેન ભાઈઓએ ભજનમંડળી સાથે સ્વાગત કર્યું હતું. તેમની ભક્તિ
૨ પર
સાધુતાની પગદંડી