________________
નહિ બને. પ્રત્યક્ષ કરી બતાવશું ત્યારે સૌને ગમશે. ગ્રામ સંગઠનમાં ત્રણ વસ્તુ છે. ખેતી, ગોપાલન અને મજૂરી. આ ત્રણેને યોગ્ય સંકલન કરી એકબીજાનો સહકાર કરે, તેવી સ્થિતિ ઊભી કરવી. વસવાયા વેપારીઓનો પણ વિચાર કરીએ છીએ. વેપારીઓ માટે કહીએ છીએ. તમારી બુદ્ધિનો ઉપયોગ ગામડા માટે કરો. ખેડૂતોને કહીએ છીએ, તમે બે ધંધા ન કરો. બુદ્ધિનો ધંધો વેપારીઓ માટે ખુલ્લો રાખવો. સહકારી અને શિક્ષણ પ્રવૃત્તિ એમના દ્વારા ચલાવો.
શહેરોને નાબૂદ કરવા માગતા નથી. પણ ગામડાંના પૂરક તરીકે જીવે એમ જરૂર ઇચ્છીએ છીએ. તા. ૧-૮-૧૯૫૬ :
આજે ગણોતધારા સુધારા બિલના વિરોધમાં મુંબઈ સરકાર સામે શુદ્ધિપ્રયોગ શરૂ થયો. કુમારી કાશીબહેનના ત્રણ ઉપવાસથી શરૂઆત થઈ. તા. ૨-૮-૧૫૬ : - સાંજના આત્મારામ ભટ્ટ શબ્દરચના હરીફાઈ અંગે વાતો કરવા આવ્યા. એમણે આમરણાંત ઉપવાસ આ હરીફાઈની જાહેરખબરો બંધ કરાવવા કર્યા હતા. પછી લવાદી થતાં એ છૂટ્યા હતા. પણ પોતે બની ગયા. એમ તેમને લાગ્યું છે. હવે આ જાહેરખબરો અંગે શું વિચારવું તે માટે જુદા જુદા નેતાઓને મળે છે. એ રીતે મહારાજશ્રીને મળવા આવ્યા. મહારાજશ્રીએ પાયાનો એક પ્રશ્ન પૂછ્યો. એ તમે જ્યારે ઉપવાસ કર્યા ત્યારે તમારા મનમાં શું હતું. કાં તો હરીફાઈ બંધ થવી જોઈએ અને કાં તો શરીર પડે. જો બેની વચ્ચેનો કોઈ લવાદી કે એવો કોઈ માર્ગ ખુલ્લો રાખ્યો હોય તો સવાલ નથી. પણ એ ન રાખ્યો હોય અને બે જ નિશ્ચય હોય તો વચ્ચેથી કોઈના કહેવાથી નહિ અટકવું જોઈએ. પણ પોતાના આત્માને વફાદાર રહેવું જોઈએ. એટલા માટે હું ઘણીવાર કહું છું કે ઉપવાસ કરતાં પહેલા જેટલી છૂટછાટ લેવી હોય તે નક્કી કરી લો. નહિ તો પછી મન સ્થિર નહિ રહે અને ઉપવાસનો હેતુ નહિ સચવાય, આત્મારામભાઈએ કહ્યું આમ તો હું સ્પષ્ટ હતો. પણ મનમાં એવું પણ ખરું કે કામ પતી જાય, એવું લાગતું હોય, વળી ખાસ માણસો જયારે ખાતરી આપતા હોય ત્યારે વધારે તંત ન ૨૬૮
સાધુતાની પગદંડી