Page #1
--------------------------------------------------------------------------
________________
સાધુતાની પગદંડી
જ
છે
AT
TET-libી
જ Eાં
?
છે ..
છે.
wife
અને તે છે આ 5
- ' .
જ
કમોનું
'+,
જ
રા! 10'' : નફો
eity આ ટિપne 2:59. રાજા Shક દર 1 : G. BE. IT'13', " તારા,
જ૮.
al[(he teaહોય.it is Avti
-
વાડકા
! ને જE 15
,
s
મી મહા!'1'i, sai IALT[\IE કરો://vait New IIT Tી HER' TARGET | ESPE: Fiv' SHAH
. [
ના કામ ST Frelease subsit up! Rity Nu AJIT ઉમા
" . "" Q = 3 Sી
'
છે.
કરતક
કલક
કરો
E
-માણમાઈ પટેલ
કારે
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક
મનુ પંડિત મંત્રી, મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, હઠીભાઈની વાડી, દિલ્હી દરવાજા બહાર,
અમદાવાદ-૩૮૦ ૦૦૪.
નકલ : એક હજાર
પ્રથમ આવૃત્તિ : ૨૦૦૧
ચૈત્ર સુદ એકમ, ગૂડી પડવો
તા. ૨૬ માર્ચ, ૨૦૦૧ મુનિશ્રીની ૧૯મી નિર્વાણતિથિ
કિંમત : રૂપિયા ચાલીસ
મુદ્રક ૦ શિવકૃપા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસ, દૂધેશ્વર, અમદાવાદ-૩૮૦ ૦૦૪.
Page #3
--------------------------------------------------------------------------
________________
બે બોલ પગદંડીનો આ પાંચમો ભાગ પ્રકાશિત થઈ રહ્યો છે, તેનો મને આનંદ છે. આ ભાગમાં પણ સૌરાષ્ટ્રની ભૂદાનયાત્રા, સાથે કચ્છની યાત્રા પણ જોડાયેલી છે. પરંતુ કચ્છ યાત્રાની સ્વતંત્ર પરિચય પુસ્તિકા પ્રગટ થઈ છે તેથી આમાં એ વિભાગ આવરી લીધો નથી.
એક મહત્ત્વની કડી આ ગાળામાં જે ખૂટે છે તે પાલનપુરના ચાતુર્માસની. એ ગાળાની નોંધપોથીઓ હાથવગી નથી, પરંતુ ભવિષ્યમાં મળશે તો તે ગાળો પણ પૂરો કરી શકાશે.
ચોથા ભાગની જેમ આ ગાળામાં પણ ભૂદાન પ્રવૃત્તિ, ગ્રામ સંગઠન, વિવિધ સંમેલનો અને ગામ-ગામમાં ઊઠતા મતભેદો અને તેમાંથી થતાં મનદુ:ખો દૂર કરવાના ઘણા પ્રયત્નો થયા છે. અહીં તો માત્ર ઉલ્લેખપાત્ર હોય તેટલો ભાગ અથવા તો પ્રસંગો જ લીધા છે.
એક અતિમહત્વની ઘટના મહારાજશ્રીના આરોગ્ય અંગેની ગણાવી શકાય. તેમને વધરાવળ અને નાકના ઑપરેશનને કારણે અમારે ત્રણ માસ જેટલો લાંબો સમય ભાવનગરમાં વિતાવવો પડેલ. તે વખતની કાર્યકર્તાઓ અને લોકોની આત્મીયતા અને મહારાજશ્રી પ્રત્યેનો ભક્તિભાવ ક્યારેય ન ભૂલી શકાય તેવાં છે. ભાઈ જ. પુ. શાહ પણ આ દિવસોમાં અમારી સાથે હતા.
એવો જ બીજો પ્રસંગ ધોળકામાં ચાતુર્માસ પ્રવેશ પછીના સાત ઉપવાસ અને અમદાવાદમાં મહાગુજરાતના તોફાનો વખતે ખેડૂત મંડળે મોકલેલ ખેડૂત ટુકડીઓનું શાંતિસેના કાર્ય પણ નોંધનીય છે.
આ દિવસોમાં ભાઈ મનુભાઈ પણ વચ્ચે વચ્ચે આવી જતા, તેથી આ બધી પ્રવૃત્તિના સાક્ષીરૂપ પણ છે. તેમને હાથે આ પાંચમો ભાગ સંપાદન થયો છે, એટલે જ્યાં ક્યાંય પૂર્તિ કરવા યોગ્ય હશે ત્યાં તેઓએ કરી હશે.
મહારાજશ્રીની લોકોને ઘડવાની જે સ્વયંસૂઝ હતી તે પણ આમાંથી અનેક પ્રસંગોમાંથી ફલિત થાય છે.
સૌરાષ્ટ્રના પ્રવાસમાં વિશેષ કરીને ભૂદાન પ્રવાસમાં અને ખેડૂત સંગઠનમાં ભાઈ દુલેરાય માટલિયાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેઓ પૂર્વભૂમિકા અથવા તો તે માટેનું વાતાવરણ નિર્માણ કરી આપતા. અને તેનો યશ પોતાના ગુરુદેવને આપતા. ફરી વખત હું આ પ્રસંગે મારો આનંદ વ્યક્ત કરું છું.
- મણિભાઈ બા. પટેલ
Page #4
--------------------------------------------------------------------------
________________
સાધુતાની પગદંડી
પુસ્તક પાંચમું (સન ૧૯૫૩ના નવેમ્બરની ૨૨મી થી ૧૭ નવેમ્બર, ૧૯૫૬ સુધી)
“મનુષ્યનું મન એક એવી મૂડી છે, જે ધર્મથી જ સાચવી શકાય.”
- સંતબાલ
મણિભાઈ બાપુભાઈ પટેલ
સંપાદક મનુ પંડિત
પ્રકાશક મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી, દિલ્હી દરવાજા બહાર,
અમદાવાદ-૩૮૦ ૦૦૪.
Page #5
--------------------------------------------------------------------------
________________
અ..."...ણ
સૌરાષ્ટ્રની અમારી ભૂદાન અને
ગ્રામ સંગઠન યાત્રામાં ભાઈ દુલેરાય માટલિયાએ સાથે રહીને જે અનેક રીતે ઉપયોગી થતા તેનું પુણ્ય સ્મરણ તાજું કરીને
સંતસાથી શ્રી દુલેરાય માટલિયાભાઈને
આ ડાયરીનો ગ્રંથ
અર્પણ કરતાં મને અત્યંત હર્ષ
થાય છે.
- મણિભાઈ બા. પટેલ
Page #6
--------------------------------------------------------------------------
________________
સંતની વાણી : સતની સરવાણી
પ્રસ્તાવના પગદંડીનો આ પાંચમો ભાગ છે. ચોથો ભાગ સન ૧૯૫૧ની એપ્રિલની પહેલી તારીખથી ૧૩મી જુલાઈ, ૧૯૫૩ સુધીના ગાળાનો હતો. આ પાંચમો ભાગ સન ૧૯પ૩ના નવેમ્બરની ૨૨મીથી શરૂ થઈ ૧૭ નવેમ્બર, ૧૯૫૬ સુધીના સમયને આવરી લે છે. એ રીતે આ ત્રિવર્ષિય ગાળો છે. સાવરકુંડલાના ચાતુર્માસ પૂરા થતાં વિહાર શરૂ થાય છે - તે ધોળકા ચાતુર્માસમાં અટકે છે ત્યાં સુધીની વિગત આ ગ્રંથમાં આવરી લેવામાં આવી છે.
આમ તો પ્રત્યેક ચાતુર્માસ ધર્મદષ્ટિએ પ્રજાઘડતરની રીતે કંઈ ને કંઈ પોતાનું સંભારણું મૂકતા જાય છે, જેમ સાવરકુંડલામાં ભૂમિદાન અને વિવિધ સંગઠનો અંગે વિચાર સફાઈ થઈ, ગામે તેમને ચાર માસ સુધી સાચવ્યા – એટલે કે તેમના અતિથિઓને, અને તેમની પ્રવૃત્તિઓને સમજવા કોશિષ કરી. એટલે પોતાની પ્રસન્નતા તો રજૂ કરે છે, પરંતુ બાળકો અને બહેનોની જાહેરમાં શૌચની આદત ગઈ નથી, એટલે તેમને તથા આગેવાનોને વિનંતી કરતા જાય છે. એક જૈન સાધુ અને જાહેર શૌચને સીધો સંબંધ કંઈ ખરો? તેમ છતાં ધર્મનો પાયો શૌચમાં છે, અને તેમાં રોજિંદી ક્રિયામાં છે, એ તરફ પ્રજાનું ધ્યાન દોરે છે,
આ ગ્રંથના ત્રણ વર્ષના ગાળામાં તેમણે ત્રણ સ્થળે ચાતુર્માસ ગાળ્યા. લાઠીમાં ૩જી જુલાઈ ૧૯૫૪માં પ્રવેશ કરે છે. ત્યાંથી ૧૧-૧૧-૫૪ એ ચાતુર્માસ પૂરા થયા તે દરમિયાન ઘણી મહત્ત્વની ઘટનાઓ બને છે. આનાથી સહેજ ઓછો કાળ એટલે કે ત્રણેક માસ જેટલો સમય - કદાચ તેમના જીવનમાં આ પહેલો જ પ્રસંગ હશે કે આટલો લાંબો સમય એક સ્થળે ચાતુર્માસ સિવાય રહેવાનું આવ્યું હોય ! એનું મુખ્ય કારણ તેમના નાકની હાડકી વધતી હતી, અને અનુનાસિક શબ્દો સ્પષ્ટ ઉચ્ચારી શકાતા નહોતા, ઉપરાંત વધરાવળનું પણ દર્દ હતું. તેથી ભાવનગર ત્રણ માસ જેટલું લાંબું રોકાવું પડ્યું.
૧૯૫૫ના ચાતુર્માસ તેમણે પાલનપુરમાં ગાળ્યા ત્યાં શુદ્ધિપ્રયોગનો મોટો પ્રશ્ન આવી રહેતાં ગુજરાતભરમાં તેની ચકચાર થયેલ. પરંતુ એ વિગત અહીં આપી નથી.
૯મી જુલાઈ, ૧૯પ૬ના દિને તેમણે ધોળકામાં પ્રવેશ કર્યો અને પ્રથમ દિવસે જ સાત દિવસના ઉપવાસની જાહેરાત કરી
આ વખતના સૌરાષ્ટ્રના પ્રવાસમાં તેમણે ભૂદાન અને ગ્રામ સંગઠનના પ્રશ્નો ઉપરાત શેત્રુંજી કાંઠા પ્રાયોગિક સંઘની યોજના પણ રજૂ કરી હતી. પણ આગળના વર્ષના પ્રવાસની જેમ આ પ્રવાસમાં ભલે થોડો સમય યાત્રા સ્થગિત રહી, પણ
Page #7
--------------------------------------------------------------------------
________________
ભૂદાનનું ચિંતન અટક્યું નહોતું. ૧૯પર, ૨૫મી જુલાઈના દિવસે તેમના ખાસ ચાતુર્માસ પ્રસંગે ગુજરાતનો ભૂદાન સંકલ્પ જાહેર થયો હતો. સંકલ્પ તૂટે એટલે એક નૈતિક શક્તિ તૂટે, પ્રજા ઉપરનો વિશ્વાસ તૂટે - તેથી સૌરાષ્ટ્ર અને કચ્છને ફાળે આવતો કોટા ૫૦ હજાર એકરનો કોઈપણ રીતે પૂરો થાય, તે માટે તેઓ ભારે મંથન અનુભવે છે. પરંતુ પોતાની માંદગી દરમિયાન વિહાર થઈ શકે નહીં. ડૉક્ટરોની પ્રવાસની મનાઈ એટલે તેઓએ ભૂદાનસમિતિને વધુ તીવ્રતાથી કાર્ય ઉપાડવા અપીલ કરી. સૌરાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રી ઉ. ન. ઢેબરને પણ વિનંતી કરી, ઢેબરે ત્યાં સુધી ખાતરી આપી કે પોતે કેબિનેટમાંથી થોડા દિવસની છુટ્ટી લઈને આ સંકલ્પ પૂરો કરવામાં મદદ કરશે.
બૃહદ્ ગુજરાતનો સંકલ્પ તૂટે નહીં તે માટે મુનિશ્રીએ વિકલ્પ રજૂ કર્યા : ઓછામાં ઓછી ૨૫ ટુકડીઓ શરૂ થવી જોઈએ, અને રોજનું એક હજાર એકર ભૂદાન મળવું જોઈએ. આ શરત પૂરી ન થાય તો પોતે તે દિવસે ઉપવાસ કરે.
આ કેવળ ઉપવાસની ધમકી નહોતી પરંતુ આત્માનો અવાજ હતો, સંકલ્પ સિદ્ધ થવો જોઈએ. એ માટે પોતે પણ ભરપૂર મથ્યા છે. કારણ કે તેઓ માનતા કે, ભૂમિ આંદોલન એ ગ્રામઆંદોલનનો એક ખૂણો છે, જેની પાસે રોટલો નથી તે અકળાય નહીં, તે સ્થિતિ પેદા કરવા માટે ભૂદાન છે. એના કેટલાક સુંદર દૃષ્ટાંતો પણ જોવા મળે છે. ભંડારિયા ગામમાં એક સિવાયના તમામ ખાતેદારોએ જમીન આપી હતી.
ભૂમિદાનનો સંકલ્પ પૂરો થયા પછી તેના વિતરણનો પ્રશ્ન મુખ્ય બની રહે છે. ત્યારે પણ તેઓ પોતાની દૃષ્ટિ સમજાવતા ફરે છે. ભૂમિદાનનો કાર્યક્રમ એ ક્રાંતિનો કાર્યક્રમ બની રહેવો જોઈએ. એમની પ્રબળ માન્યતા હતી કે આવી ક્રાંતિનું કાર્ય માત્ર ગામડાંથી જ થઈ શકશે. એની પાછળનું તત્ત્વજ્ઞાન સમજાવતાં કહે છે : શહેરોની જરૂરિયાતો વધારે છે અને શ્રમશક્તિ નથી. ગામડાંની જરૂરિયાતો ઓછી છે, અને શ્રમશક્તિ વધારે છે (પા. ૩) . તેથી ગામડાંઓ, અને તેમાં પણ સ્થાનિક આગેવાનોને વધુ જાગ્રત કરવા જોઈએ. બાવળા પાસેનું કોચરિયા ગામ કે જે તેમની પ્રયોગભૂમિનું ગામ ગણાય ત્યાં ૩૩ ભંગી કુટુંબોને જમીનની વહેંચણી થઈ. ત્યારે મહારાજશ્રી આદરીડાના આગેવાન રજપૂત ખેડૂત પથાભાઈને કહે છે : આજ સુધી તમે છોકરાઓની ચિંતા કરી, હવે હરિજન કુટુંબોની કરો ! (પા. ૧૯૮) આ જાહેરમાં બોલાયેલા શબ્દો પથાભાઈએ બરાબર પાળી બતાવ્યા હતા.
તેમની યાત્રા દરમિયાન ઠેકઠેકાણે ભૂદાન શિબિરો ગોઠવાય છે ત્યાં હાજર રહીને પ્રેરણા આપે છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
એ રીતે ગુજરાતનો મહાસંકલ્પ તેમની તીવ્રતાને કારણે પૂરો થાય છે. એ એક અદ્ભુત યોગ - તેમની દૃષ્ટિએ ‘મૈયા’ની કૃપાનો ગણે છે.
જમીનની સરખી વહેંચણી થાય તોપણ બધા પ્રશ્નો ઉકલી જશે તેમ તેઓ માનતા નથી. સામ્યવાદની પ્રબળ અસરવાળા તેલંગણામાં ભૂમિની ભૂખની ચિનગારી જાગી હતી. વિનોબાના પ્રયત્ન કરીને શાંત થઈ. પણ તેઓ સામ્યવાદ નહીં આપણા દેશની સંસ્કૃતિમાં પેસી ગયેલ સામ્યયોગનું દૃષ્ટાંત રજૂ કરતા.
લોકો કહે છે ઃ ‘સામ્યવાદ આવશે. સામ્યવાદ છે શું ? સામ્યયોગ તો આપણે ત્યાં પડેલો જ છે. ગાદી પર બેઠેલા દ્વારકાધીશ, સુદામા જેવા પોતડીદાસને, પગે પડે છે, એના ચપટી પૌંઆને અમૃત માને છે. આથી બીજો કયો સામ્યયોગ જોઈએ ? (પા. ૧૮૫)
આમાં મુખ્ય વસ્તુ છે મનની કેળવણીની, જૂના સંસ્કાર બદલવાની. તેમની યાત્રામાં જાહેર સભાઓને બાદ કરતાં શ્રમજીવીઓના મંડળોમાં, તેમના સંમેલનોમાં પોતે હાજર રહી તેમના મનના સંસ્કાર સુધરાવે છે. આંબલા અને સણોસરાનાં કોળી ભાઈઓનાં સંમેલન આના દૃષ્ટાંતરૂપ લઈ શકાય. સણોસરામાં ૪૨ ગામના કોળી ભાઈઓનું સંમેલન નાનાભાઈ ભટ્ટના પ્રમુખપદે મળે છે. તે સંમેલનમાં મહારાજશ્રી એ કોમ સાથેની પોતાની આત્મીયતા દર્શાવતાં કહે છે : ‘સંવત ૧૯૯૫માં નળકાંઠામાં તળપદા કોળીઓનું સંમેલન થયું ત્યારથી તમારી સાથે મારો સંબંધ છે.' (પા. ૨૦) અહીં વિવિધ સાત સુધારાના ઠરાવ થયા.
નાનાભાઈ પણ કહે છે કે, ‘તમારા જેવા વર્ગ માટે બે કલાકની નિશાળ કાઢવી જોઈએ . સવારે કે સાંજે જ્યારે વખત મળે ત્યારે છોકરાંઓને મોકલો.' (પા. ૨૪) આ સંમેલનમાં નાનાભાઈએ તેમના સુધારાની ત્રણ કસોટીઓ રજૂ કરી : (૧) ખાદી પહેરતાં હોય (૨) હિરજનોને અડતા હોય અને (૩) ગાયો પાળતા હોય.
આપણા કહેવાતા સુધરેલા સમાજમાંથી પણ આ કસોટીમાંથી કેટલા પાર ઊતરી શકે ?
મહારાજશ્રી પણ ઉજિળયાત અને પછાત બંન્ને પ્રવાહોને જોડવા ભરપૂર પ્રયત્ન કરતા રહ્યા છે. આજના સામાજિક સડા માટે તેમને જે સમજાયું તે આ રીતે સમજાવે છે :
બુદ્ધિ, સત્તા અને મૂડી - ત્રણેના યોગથી આજનો સડો વધ્યો છે. શ્રમજીવીઓની કિંમત ઘટાડી, હવે જો શ્રમજીવીઓની પ્રતિષ્ઠા કરવી હોય તો મૂડી અને સત્તાને છોડી, બુદ્ધિને તેમની તરફેણમાં કામે લગાડવી જોઈએ.’ (પા. ૧૩૮),
વ
Page #9
--------------------------------------------------------------------------
________________
શ્રમજીવીઓના ગુણ સાથે તેમનામાં પેસેલા દોષ પણ તેઓ બરાબર જાણે છે, એમાં મુખ્ય દોષ છે. અવેરનો અભાવ, પોતાની આવક અને વસ્તુનો સારો ઉપયોગ અને દારૂ, જુગાર જેવા બરબાદ કરતાં વ્યસનો. એક સમય એવો હતો કે
જ્યારે તેઓ કેવળ વ્યસનત્યાગના મંત્રને લઈને જ ફરતા હતા. અહીં પણ ઠેકઠેકાણે તેઓ વ્યસનો છોડવા અપીલ કરે છે. એની અસર કેટલી સચોટ થાય છે તે કલોલના મજૂરો-શ્રમજીવીઓના સંમેલનમાંથી દેખાઈ આવે છે. મહારાજશ્રી આઠ વર્ષ પૂર્વે કલોલ આવેલા, ત્યારે તેમની સમક્ષ દારૂબંધી અંગે ઠરાવ થયેલ. મજૂરોએ સ્વયંબંધી કરી કે જે પીએ તે પાંચ રૂપિયા દંડ ભરે, અને જે પીનારને બતાવે તેને બે રૂપિયા ઇનામ, આમ કરતાં તેમાંથી ૧૪૦૦ રૂપિયા એકઠા થયા. તેમાંથી બાળકલ્યાણ અને દારૂબંધી અંગેનું પ્રદર્શન યોજયું હતું. સંત પુરુષ સમક્ષ થયેલ ઠરાવનું કેટલું બધું મહત્ત્વ? આ છે ભારતીય સંસ્કૃતિની દેણ !
શ્રમજીવીઓ અથવા મજૂરોના ઘડતરની દૃષ્ટિએ જ્યાં તેમને જે કહેવા યોગ્ય હોય છે તેની મીઠી ટકોર પણ કરી લે છે. મજૂર આગેવાન ખંડુભાઈ દેસાઈને ચૂંટાવી ન શકાયા ત્યારે તેઓ કહે છે : “આપણે મતદાન આપીએ છીએ, પણ મતિદાન આપતા નથી. માણસ યોગ્ય નિર્ણય કરી પોતાની જાતને ઘડે તો જ તેના સમગ્ર જીવન ઉપર એની અસર પહોંચે.
આવો જ બીજો પ્રશ્ન શ્રમજીવી બહેનોનો. મિલોમાં અને કેટલાંક કારખાનાંઓમાં મહિલા કામદારો પણ આવતા હોય છે. ત્યારે તેઓ સમજાવે છે કે, બહેનો કામ કરવા આવે ત્યારે તેમને ભગિનીભાવથી જોઈએ, તેને એમ લાગવું જોઈએ કે અહીં મારું કુટુંબ છે.” (પા. ૧૪પ) સ્ત્રીઓ પ્રત્યેની લાગણી તેમનાં અનેક પ્રવચનોમાં જોઈ શકાય છે. કોળી સંમેલનમાં સ્ત્રીઓ અંગે ઠરાવ થાય છે. દિયરવટું, બાળકોને ભણાવવા વગેરે – પણ એ સંમેલનમાં સ્ત્રીઓની સંખ્યા જ નથી. તેથી પૂછે છે : “સ્ત્રીઓ અંગે ઠરાવો કરો છો, પણ તેમની સંમતિ લીધી છે? જે ઠરાવનો અમલ તેમની પાસે કરાવવો હોય તેની સમજ અને સંમતિ તો હોવી જોઈએ ને ! એટલે તેમના પ્રતિનિધિઓને પણ લેવાં એવું સૂચવે છે.
તેમના સમગ્ર પ્રવાસમાં ગ્રામસંગઠન એ મુખ્ય ધરીરૂપ પ્રશ્ન છે. સંગઠન સિવાય કોઈ કાર્યની ભાગ્યે જ સિદ્ધિ થઈ શકે. પણ આવાં સંગઠનો કેવળ સ્વાર્થ પોષવા થાય તે યોગ્ય ન ગણાય. તેથી તેઓ ખેડૂતોને સમજાવે છે કે, તમારી ઊપજના યોગ્ય ભાવ મળવા જોઈએ, પણ ખાનાર અને ખેડનાર' બંનેનું હિત સચવાનું જોઈએ. એવી જ રીતે કેવળ કોમી મંડળ અથવા જ્ઞાતિ મંડળો થાય તો પણ એ એકતાને બદલે એકાંગી જ રહેવાનાં છે. એટલે તેઓ કહે છે: “હું તો ક્ષત્રિયભાઈઓને
Page #10
--------------------------------------------------------------------------
________________
પણ કહું છું કે હવે નામ બદલો “સેવા કરે તે બ્રાહ્મણ તેથી “શ્રમજીવી સમાજ, “ખેડૂત સમાજ જેવાં નામ રાખો” (પા. ૧૪૮).
- ડાયરીના ભાગ ચોથામાં સૌરાષ્ટ્રના સેલ્સટેક્ષ આંદોલનના અગ્નિશમનમાં મહારાજશ્રીએ અહિંસક દૂત બનીને જે શાંતિકાર્ય કર્યું, તેથી તેમને જે સહન કરવાનું આવ્યું તે બધું અગાઉ અપાઈ ગયું છે, પણ વેપારી વર્ગ હજુ તેમનાથી દૂર રહેતો લાગે છે. ખુદ પોતાના ગુરુદેવને ગળે પણ આ વાત ઊતરી નહોતી, તો પછી વેપારીઓની તો વાત જ શી કરવી? તેમ છતાં મણિભાઈના અંગત સંપર્કથી અને સઘળી વાતો જાણ્યા પછી ગુરુ નાનચંદ્રજી મહારાજનું વલણ બદલાય છે. અને તેઓ પ્રથમ વખત જ સંતબાલજીના ભાલ નળકાંઠા ક્ષેત્રમાંથી વિહાર કરે છે. ૧૯૫૪ના ડિસેમ્બરમાં સાયલામાં પોતાના ગુરુદેવના દર્શને જાય છે તો ઉદારદિલ ગુરુદેવ ભાલના ભરઉનાળે જૂન મહિનાની ૧૬ થી ૨૦ તારીખ (૧૯પ૬) શિયાળમાં ગાળે છે, પોતાના પ્રિય શિષ્યના પ્રયોગને સમજે છે અને આ તેજસ્વી શિષ્યની પ્રવૃત્તિઓને પ્રત્યક્ષ રીતે આશીર્વાદ આપે છે. આ એમના જીવનનો એક અતિ માંગલ્ય પ્રસંગ છે. જેમ ગુરુદેવ રીયા તેમ જેને તેઓ અપીલ કરવા માગે છે એ પોતાના સાધુસમાજના બે મારવાડી મુનિઓ મુનિ ડુંગરસિંહજી તેમજ મુનિ નેમિચંદ્રજી લાંબી ખેપ ખેડીને ભાલમાં ચાલતો તેમનો ધર્મદષ્ટિએ સમાજ રચનાનો પ્રયોગ જોવા પ્રત્યક્ષ ૧૯૫૬ના માર્ચમાં ધંધૂકા વિસ્તારના મિંગલપુર ગામે મળે છે. પોતાને બે સાધુ મળ્યા, તેમ જ ગુરુદેવ આવવા તૈયાર થયા, એ તેમના જીવનની લાંબી તપશ્ચર્યા અને તિતિક્ષા પછીની મૈયાની પ્રસાદીરૂપ જ ગણાય !
આ દેશમાં પ્રત્યેક નગર કે ગામ જ નહીં, પ્રત્યેક વ્યક્તિ એક સમસ્યા - કોયડારૂપ છે. મહારાજશ્રીની યાત્રા સાથે આપણું મન જોડી, સહપ્રવાસ કરીએ તો ગામેગામના પ્રશ્નો જોવા, સાંભળવા મળે છે. ગરીબાઈ, અન્યાય, અશિક્ષિતપણું, બેકારી, માંદગી, પોષણદાયક ખોરાક અને પાણીનો પ્રશ્ન, પશુઓના ચરિયાણનો પ્રશ્ન, દુષ્કાળ, રેલસંકટ જેવા કુદરતી પ્રશ્નો ઉપરાંત માનવસર્જિત દૂષણો અને અન્યાયના સેંકડો પ્રસંગોનો તેઓશ્રીને અનુભવ થાય છે.
પરંતુ અહીં કેવળ એક બે નમૂનારૂપ દૃષ્ટાંતો જ જોઈશું. ધંધૂકા તાલુકામાં સારંગપુરના હનુમાનથી પ્રખ્યાત મંદિર - સ્વામિનારાયણ મંદિરની મોટી ખેતી છે. તેના ખેડનાર ખેડૂતો ગણોતિયા, પણ તેમને નામે જમીન પહાણીપત્રકમાં ચડેલ નહીં. ગણોતધારાનાં નગારાં વાગતાં મંદિરે ખેડૂતોના ખેડહક લઈ મોટો અન્યાય કર્યો. ધર્મસ્થાનકમાં આવો અધર્મ જોતાં, અને ત્યાંના ખેડૂતોની ફરિયાદ આવતાં ખેડૂત મંડળ મારફતે શુદ્ધિપ્રયોગ શરૂ થાય છે. ભાલના ઇતિહાસમાં મુનિશ્રીનો
Page #11
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપ્રયોગ તેજાબી કસોટીએ ચડે છે. ધર્મસ્થાનક પ્રતિ આંદોલન કરવું, અને તેમાં પણ મોટા ભાગની પ્રજાનું માનસ જે ધર્મથી પોષાયું હોય તેના પ્રતિ - કેવું કસોટીરૂપ બન્યું હશે ? પણ શ્રી નવલભાઈ શાહ જેવા નિર્મળ અને ભાલની સમગ્ર પ્રજાને હૃદયથી ચાહીને તેમની વચ્ચે સેવક તરીકે બેઠેલા શ્રી નવલભાઈએ પોતાના પાંચ ઉપવાસથી શુદ્ધિપ્રયોગનો પ્રારંભ કર્યો, છેવટે સફળતા મળી. જમીન ખેડૂતોને નામે ચડી. (વિગત માટે જુઓ પુસ્તક “શુદ્ધિપ્રયોગનાં સફળ ચિત્રો.)
આવો જ બીજો પ્રશ્ન આ ગાળામાં ગણોતધારાનો આવે છે. ગણોતધારો અમલમાં આવે તે પહેલાં તેમાં ખેડૂતમંડળ સુધારા સૂચવે છે. કોંગ્રેસના તમામ પદાધિકારીઓને, છેવટે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઉ. ન. ઢેબર, મોરારજીભાઈ, લાલાકાકા વગેરેએ સમજાવવા છતાં પણ બીલ મૂળ સ્વરૂપે જ પસાર થાય છે. અને મહારાજશ્રીની આખી પ્રયોગભૂમિ કસોટીએ ચડે છે. શુદ્ધિપ્રયોગનો પ્રારંભ થાય છે, તેમાં સ્વેચ્છાએ ખેડૂતોએ પોતાની જમીન છોડવાની હતી. ખેડૂતો તૈયાર થાય છે. શુદ્ધિપ્રયોગ ચાલે છે. ગણોતધારાના પ્રશ્નની સમજૂતી માટે કેટલાં બધાં ખેડૂત સંમેલનો યોજાય છે !
હજુ તો ગણોતધારાનો પ્રશ્ન પત્યો નથી ત્યાં દ્વિભાગી મુંબઈ રાજયનો ઉગ્ર પ્રશ્ન આવ્યો. અમદાવાદમાં વિદ્યાર્થીઓના સરઘસ ઉપર ગોળીબાર થતાં – સાત વિદ્યાર્થીઓનાં શબ ઢળી પડે છે. અને એક કરુણ કલંક કોંગ્રેસ હાઉસના વિસ્તારનું આવી પડે છે. લોકો પોતાનો અવાજ કાઢી શકતા નથી, જનતા કરફયૂને નામે લોકોનો વાણીસ્વાતંત્ર્ય જેવો અધિકાર છિનવાઈ જાય છે. ત્યારે મહારાજશ્રીને માટે આ સ્થિતિ અસહ્ય બની રહે છે અને ભાલના ખેડૂતોની ટુકડીઓ અમદાવાદ ખાતે ૧૧મી ઓક્ટોબરથી શરૂ થાય છે. વીસ દિવસ સુધી આ કાર્યક્રમ ચાલે છે. વાતાવરણ શાંત પડે છે. આમાંથી ખેડૂતોનું પ્રબળ ઘડતર થાય છે.
પ્રજા ઘડતરના અનેક પ્રસંગો આ દિવસોમાં આવે છે. મહારાજશ્રી એટલે હરતીફરતી પ્રજા ઘડતરની આધ્યાત્મિક વિદ્યાપીઠ. તેમની તમામ પ્રવૃત્તિના કેન્દ્રમાં ધર્મનાં સાચાં મૂલ્યો – શુદ્ધિ, ત્યાગ અને સમર્પણ ભર્યા છે. અને તેમાંથી પ્રગટ થાય છે કરુણા, દયા, માનવપ્રેમ. આ ડાયરીમાં આવતાં ભૂદાન પ્રવચનો, વેચાણવેરાની સમજૂતી, ગણોતધારા કે દ્વિભાષી આદોલન - બધા પાછળ અહિંસા અને પ્રેમની જ પીઠિકા છે, પાયામાં ધર્મતત્ત્વ છે. પણ એ કયો ધર્મ?
ચલાળામાં સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓના સંમેલનમાં ઉબોધતાં સમજાવે છે : ' લોકોને લાગે છે કે ધર્મસંસ્થાની જરૂર નથી, કારણ કે તે નિષ્ક્રિય થઈ ગઈ છે. (ત્યારે તેઓ તેનું બદલાયેલું સ્વરૂપ) એટલે હવે ધર્મસંસ્થા નવા સ્વરૂપે વિશ્વવાત્સલ્ય
૧૦
Page #12
--------------------------------------------------------------------------
________________
સંઘના નામે ફરી જાગ્રત ક૨વાની કલ્પના છે' (પા. ૫) પણ કેવળ ‘વિશ્વવાત્સલ્ય' શબ્દથી એની પૂરી કલ્પના ભાગ્યે જ આવી શકે તેથી બીજે એક સ્થળે સ્પષ્ટતા કરતાં કહે છે : ‘માણસ બીજા માટે ભોગ આપે, ઘસાય તો તે ઊંચો છે. એટલા માટે આપણે ‘વિશ્વવાત્સલ્ય' શબ્દ વાપરીએ છીએ. ‘પ્રેમપંથ પાવકની જ્વાળા' અને ‘હિરનો મારગ છે શૂરાનો' - એટલે વાત્સલ્ય કરવું તેમાં કેટલી જવાબદારી છે તેનો ખ્યાલ આવે છે’ (પા. ૧૭).
આ ગ્રંથમાં પાલિતાણા તીર્થક્ષેત્રમાં અને અમદાવાદના પ્રેમાભાઈ હૉલમાં જે જાહેર વ્યાખ્યાનનો અંશ સચવાયો છે, તેનાથી ‘ધર્મ’ શબ્દ અને ધર્માચરણની સમજૂતી વધારે સ્પષ્ટ થાય છે. અમદાવાદના નાગરિકોને તેઓ પૂછે છે : આજે આપણે કોની પૂજા કરીએ છીએ ? મંદિરો અને ઉપાશ્રયો તો ધર્મસ્થાનકો છે તેમ છતાં ‘દરેક ઠેકાણે ધનની પૂજા થાય છે' તેથી સાચા ધાર્મિકને પરિગ્રહ છોડી સ્વાવલંબી બનવા અનુરોધ કરે છે. અને જે લોકોએ સમજપૂર્વક સાચા ધર્મની ઉપાસના કરી છે તેમને તેઓ પાલિતાણાના પ્રવચનમાં બિરદાવતાં કહે છે : ‘અહીં આવીને અનેક સાધુ-સંતોએ, શરીરની પણ પરવા કર્યા વિના ધર્મ માટે આહૂતિ આપી છે.’ એમણે જોયું કે શ૨ી૨ એ સાધન છે; સાધ્ય નથી. સાધનનો ઉપયોગ સાધ્યની પ્રાપ્તિ માટે જ હોઈ શકે. પણ માણસ કાન બંધ કરીને બેસે તો ? (પા. ૪૭)
ધર્મપ્રાપ્તિની અંતિમ ફલશ્રુતિ મોક્ષમાં છે. પ્રત્યેક ધાર્મિક વ્યક્તિ મોક્ષ ઝંખે છે. તે માટે તીર્થાટન કે ઘર-બાર છોડી હિમાલયમાં જવાની જરૂર નથી. તેમની કલ્પના પ્રમાણે - રાગ દ્વેષથી મુક્ત થવું એટલે મોક્ષ. સતત જાગૃતિ એ સ્થિતિનું નામ મોક્ષ. સામ્યભાવનું જ્ઞાન એનું નામ મોક્ષ. (પા. ૫૩) પરંતુ મુનિશ્રી પણ સમગ્ર સમાજ સાથેની જ પોતાની મોક્ષની કલ્પના સમજાવે છે. એમને વ્યક્તિગત મોક્ષની અપેક્ષા કરતાં સમષ્ટિગત મોક્ષની ઝંખના છે. તેથી તેઓ જણાવે છે કે સમગ્ર સમાજ ઊંચો જાય તો એમાંથી મોક્ષ મેળવનારા પાકે. સમાજ નીચો જાય તો એમાંથી મોક્ષ મેળવનાર ઓછા મળે !
આ યુગમાં આવો પ્રબળ પુરુષાર્થ કરનાર, સમગ્ર માનવજાતને બધી જાતનાં બંધનોમાંથી છોડાવનાર - જીવતા જાગતા કરુણામૂર્તિ, સત્યવીર બાપુને તેમણે જોયા હતા. તેથી તેઓ ગામેગામનાં પોતાનાં પ્રવચનોમાં બાપુને યાદ કરી તેમની શિખામણને હૈયે ધારણ કરવા વિનંતી કરે છે. આ પાંચમા ભાગમાં રવિશંકર મહારાજ પણ અવારનવાર મુનિશ્રીને મળવા આવી જાય છે. સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઢેબર તો આખી યાત્રા દરમિયાન અવારનવાર મળવા આવી જઈ તેમની સાથે ચર્ચા વિચારણા કરી, એક સંત પ્રત્યેની પોતાની વિનમ્ર ભક્તિ દર્શાવે છે. તો બીજી તરફ
૧૧
Page #13
--------------------------------------------------------------------------
________________
કૉંગ્રેસ સંસ્થાના કેટલાક મોવડીઓની રીતિનીતિ અને અસિદ્ધાંતિકતા જોતાં તેમનું હૃદય કંપી જાય છે અને છેવટે તેમને કુદરત મૈયાના ખોળે શરણું સ્વીકારી ઉપવાસ કરવા પ્રેરે છે.
ધોળકામાં ચાતુર્માસ પ્રવેશતાં જ પ્રથમ દિવસથી સાત દિનના-જનજાગૃતિને ચરણેના ઉપવાસથી તેમની હૃદયભાવના સમજી શકાય છે.
જે ગામોમાં ભાગ્યે જ કોઈ સંત-સાધુ કે મોટા નેતા પહોંચતા હશે તેવાં અનેક ગામોમાં વિહાર કરી, ત્યાંની સમગ્ર જનતાનાં વાજતાં-ગાજતાં સ્વાગત સ્વીકાર્યાં છે, એવાં અનેક દૃશ્યો આ લખનારને પણ તાજાં થાય છે. સાચા સાધુને સમાજનો તમામ વર્ગ આવકારે છે. એના બોધને ઝીલે છે, જીવન શુદ્ધિમાં સહયોગ આપે છે. તેમની આ યાત્રામાં પગી-કોળી ભાઈઓ, વાઘરીઓ, ગોપાલકો, હિરજનો, ખેડૂતો, મજૂર કામદારો, સ્ત્રીઓ, રચનાત્મક સેવકોથી માંડીને અમદાવાદ જેવા મહાનગરમાં અનેક સંસ્થાઓ સાથેનાં મિલનો અને સંમેલનો - તેમની સકળ જગતની જનેતા બનવાના કોલની ઘોતક છે !
w
આ તદ્દન સાદી સીધી હકીકતોની નોંધ છે. મણિભાઈ દિવસભરની પ્રવૃત્તિથી વ્યસ્ત, હજુ એક ગામે મુકામ પૂરો ન થયો હોય ત્યાં તેમને આવતા મુકામની ચિંતા ક૨વી પડે, સાથે મીરાંબહેનની પણ જવાબદારી હોય. આવા સંજોગોમાં જે કંઈ સચવાયું તે સતની વાણીરૂપ છે. શાબ્દિક રીતે કશું શણગાર્યા વિના તેમણે જે લખ્યું, તેને જરા ઠીકઠાક કરી મેં અહીં આપ્યું છે.
ભવિષ્યમાં ગુજરાતનો બૃહદ્ ઇતિહાસ લખાય, રચાય તો તેમાં ઊઠેલાં મોટાં આંદોલનો - ભૂદાન પ્રવૃત્તિ, વેચાણવેરા આંદોલન, ગણોતધારા બીલ, દ્વિભાષી રાજ્યરચના આપણા પછાત વર્ગો અને તેમની પાણીની હાડમારી - જેવા વિવિધ વિષયોની, તે તે કાળની દસ્તાવેજી મૂલ્ય ધરાવતી માહિતી આમાંથી કંઈક મળી રહે એ મૂલ્ય પણ શું ઓછું છે ?
આજે તાજા ભૂકંપ અને દુષ્કાળની સ્થિતિમાં પ્રજા આવા નિષ્કામ, અનાસક્ત, પ્રજાની આત્મીયતા અને વિશ્વાસ ધરાવતા સેવકો અને સંતોની ઝંખના કરે છે. આવા પુણ્યાત્માઓને પગલે ચાલનાર મળી આવો ! તેમને પગલે ચાલનાર કોઈ સંત-સાધુ કે સેવકો જરૂર આ પરંપરાને ચાલુ રાખી તેમની વિશ્વવાત્સલ્યની ઝંખનાને સાકાર કરવામાં સહયોગી બની રહેશે !
મનુ પંડિત
૧૨ ફેબ્રુઆરી (બાપુ શ્રાદ્ધદિન). ૨૦૦૧ જીવનસૃતિ, મણિનગર,
અમદાવાદ-૮.
૧૨
Page #14
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા અને વિહારયાત્રાનો ક્રમ બે બોલ - મણિભાઈ પટેલ પ્રસ્તાવના - મનુ પંડિત તા. ૨૨-૧૧-૧૯૫૩: સાવરકુંડલા ચાતુર્માસ વિદાય સમારંભ તા. ૨૨-૧૧-૧૯પ૩ : ચરખડિયા તા. ૨૩-૧૧-૧૯પ૩ : ઓળીયા તા. ૨૪-૧૧-૧૯પ૩ : નેસડી તા. ૨૫/૨૬-૧૧-૧૯૫૩ : ચલાલા – ભૂદાન શિબિર ભા.ન. પ્રયોગનું ચિત્ર તા. ૨૭-૧૧-૧૯૫૩ : મોટી ગરમડી અને ચરખા તા. ૨૮-૧૧-૧૯૫૩ : સીમરણ : પ્રવચન તા. ૨૯-૧૧-૧૯પ૩ : જીરા તા. ૩૦-૧૧-૧૯૫૩: આંબા તા. ૨૩-૧૨-૧૯૫૩ : લીલીયા મોટા : ધારાસભ્યો અને આગેવાનો સાથે
વેચાણવેરા અંગે ચર્ચા તા. ૪/૫-૧૨-૧૯૫૩ : બોરીંગડા તા. ૬-૧૨-૧૯૫૩: કુતાણા અને પાંચ નળાવડા તા. ૭-૧૨-૧૯પ૩ : હરિપર તા. ૮-૧૨-૧૯પ૩ : અકાળા તા. ૯-૧૨-૧૯૫૩ : ભૂદાનનું મહત્ત્વ, જાહેરસભા તા. ૧૦-૧૨-૧૯૫૩: શેડુભાર (હરિજન પ્રસંગો તા. ૧૧-૧૨-૧૯૫૩: ચીતલ (બે દિવસ રોકાયા- મ્યુનિસિપાલિટીના વેપારીઓનું
સમાધાન) તા. ૧૩-૧૨-૧૯પ૩: દેવળિયા તા. ૧૪-૧૨-૧૯૫૩ : લાઠી : મોટું ભૂદાન મળ્યું. તા. ૧૫-૧૨-૧૯૫૩: દેરડી - હરિજન સવર્ણ એક સાથે પાણી ભરે. તા. ૧૬-૧૨-૧૯૫૩: ઢસા - હરિજનપ્રશ્ન તા. ૧૩-૧૨-૧૯૫૩: માલપરા (દુલેરાય માટલિયાનું ગ્રામકેન્દ્ર - વાત્સલ્યધામ
૨૨ ગામના ચુંવાળિયા કોળી સંમેલન તા. ૨૧-૧ ૨-૧૯૫૩ : ખીજડિયા તા. ૨૨-૧ર-૧૯પ૩ : ભંડારિયા - એક ખાતેદાર સિવાય બધાએ ભૂદાન કર્યું.
ગામનો ખૂબ પ્રેમ - ગ્રામસંગઠન અંગે પ્રવચન
૧ ૩
Page #15
--------------------------------------------------------------------------
________________
તા. ૨૩/૨૪-૧૨-૧૯૫૩ માંડવા - ભાલ નળકાંઠા કાર્યકર્તાઓનું મિલન તા. ર૫-૧૨-૧૯૫૩ : લીંબડા તા. ૨૬-૧૨-૧૯૫૩: રંગોળા તા. ૨૭/૨૮-૧૨-૧૯૫૩: સણોસરા - ૪૦ ગામના કોળી ભાઈઓનું નાનાભાઈ
ભટ્ટના પ્રમુખપદે સંમેલન - અગત્યના સુધારણાના
ઠરાવો - લોકભારતી કાર્યકર્તા મિલન તા. ૩૦-૧૨-૧૯૫૩: રામધરી
સન : ૧૯૫૪ તા. ૩૧મી ડિસે. થી ૩ જાન્યુ, ૧૯૫૪: આંબલા વાર્ષિક ઉત્સવમાં ભાગ લીધો તા. ૪ થી ૬-૧-૧૯૫૪: સોનગઢ - જિથરી ઇસ્પિતાલની મુલાકાત, કલ્યાણજી
બાપા તથા કાનજી સ્વામીની સંસ્થા-મુલાકાત તા. ૭-૧-૧૯૫૪: મોટી સુરકા – કલ્યાણજી બાપા સાથે પ્રવાસમાં તા. ૮ ૯-૧-૧૯૫૪: શિહોર – વિવિધ પ્રવચનો થયાં તા. ૧૦-૧-૧૯પ૪ : રાજપરા તા. ૧૧-૧-૧૯૫૪: ભરતેજ તા. ૧૨-૧-૧૯પ૪ : નાલી તા. ૧૩-૧-૧૯૫૪ : ભાવનગરમાં પ્રવેશ - તા. ૧૬મીએ મહારાજશ્રીને નાકમાં તેમજ વધરાવળનું ઓપરેશન કરવામાં આવ્યું. આ મહિનાની આખર સુધી દવાખાનામાં રહેવું પડ્યું.
માંદગી દરમિયાન ભૂદાનનો કોટ પૂર્ણ થવા અંગેની ચિંતા - ચિંતન – રવિશંકર મહારાજની મુલાકાત - તા. ૨૬મીએ મણિબહેન પટેલ (સાણંદવાળા) નાકનું ઓપરેશન. રોજની ૨૫ ટુકડી ભૂદાન માટે નીકળે તેવી તીવ્રતા ઉપવાસ શરૂ કરેલ પરંતુ વજુભાઈ શાહ નારણદાસકાકા અને ઢેબરના પ્રયાસોથી પારણાં કર્યા. તા. ૨૬-૩-૧૯૫૪: નારાયણ દેસાઈની મુલાકાત - ભૂદાનનો કોટ પૂરો કરવાની
તીવ્રતા – પ૦ કાર્યકરોને પત્ર લખ્યા. તા. ૪-૪-૧૯૫૪ : ડૉ. ચતુર્વેદીએ તપાસ્યા. તા. ૬-૪-૧૯૫૪ થી તા. ૧૦-૪-૧૯૫૪ : વિવિધ મુલાકાતો તા. ૧૧-૪-૧૯૫૪ : મીઠા કેન્દ્રની મુલાકાત – શ્રી ઉ. ન. ઢેબર સાથે ભૂદાન
જમીન અંગેની ચર્ચા. તા. ૧૨-૪-૧૯૫૪ : ત્રણ માસે ભાવનગરમાં રોકાઈ ફરી વિહાર શરૂ કર્યો)
અધેવાલા
૧૪
Page #16
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૪-૧૯૫૪ : બુધેલ
તા. ૧૪-૪-૧૯૫૪ : ભેડ ભંડારિયા - હરિજન પ્રશ્ન
તા. ૧૬-૪-૧૯૫૪ : તનસા - ૨૫ હજાર એકર જમીન ભૂદાનમાં આપવા સરકારે જાહેરાત કરી, વિનોબાને એની તારથી ખબર આપી.
તા. ૧૭/૧૮-૪-૧૯૫૪ : વિહોર તા. ૧૯/૨૦-૪-૧૯૫૪ : વરેલ
તા. ૨૧-૪-૧૯૫૪ : ટાણાં
તા. ૨૨-૪-૧૯૫૪ : મઢડા તા. ૨૩/૨૪-૪-૧૯૫૪ : મોખડકા તા. ૨૫-૪-૧૯૫૪ : જમણવાવ
તા. ૨૬-૪-૧૯૫૪ : વાલુકડ
તા. ૨૭-૪-૧૯૫૪ : નોધણવદર
તા. ૨૮-૪-૧૯૫૪ : નવાગામ : ભૂમિદાન યજ્ઞનું મહત્ત્વ - મૂળશંકર ભટ્ટની
મુલાકાત
તા. ૨૯-૪-૧૯૫૪ : કુંભણ તા. ૩૦-૪-૧૯૫૪ : આંકોલાળી તા. ૧-૫-૧૯૫૪ : રાણપરડાં
તા. ૨૩-૫-૧૯૫૪ : ઘેટી
તા. ૪/૫-૫-૧૯૫૪ : આદપુર
તા. ૬/૭-૫-૧૯૫૪ : પાલિતાણા - વિવિધ સંસ્થાઓની મુલાકાત, જાહેર પ્રવચન,
કાર્યકર્તા સંમેલન
તા. ૮-૫-૧૯૫૪ : ગ્રીષ્મ સંસ્કાર તાલીમ શિબિર - વિવિધ પ્રવચનો
તા. ૯-૫-૧૯૫૪ : ભૂતેડિયા જોરસિંહ કવિના આશ્રમમાં
તા. ૧૦-૫-૧૯૫૪ : ભંડારિયા
તા. ૧૧-૫-૧૯૫૪ : ચોક
તા. ૧૨-૫-૧૯૫૪ : રાજપરા તા. ૧૩/૧૪-૫-૧૯૫૪ : જેસર તા. ૧૫-૫-૧૯૫૪ : જડકલા તા. ૧૬-૫-૧૯૫૪ : ટીપાવડલી
તા. ૧૭૧૮-૫-૧૯૫૪: મોટા ભમોદરા તા. ૧૯,૨૦-૫-૧૯૫૪ : ધોબા
૧૫
Page #17
--------------------------------------------------------------------------
________________
તા. ૨૧-૫-૧૯૫૪ : ફિફાદ અને મેકડા તા. ૨૨-૫-૧૯પ૪ : પીઆવા તા. ૨૩-૫-૧૯૫૪ : પીઠવડી તા. ૨૪-૫-૧૯૫૪: મોટા જીજુડા તા. ૨૫-૫-૧૯૫૪ : વિજયાનગર તા. ૨૬-૫-૧૯૫૪: ગાધકડા તા. ૨૭/૨૮-૫-૧૯૫૪: નિખાળા તા. ૨૯-૫-૧૯૫૪ : છાપરી તા. ૩૦-૫-૧૯૫૪: ડેડકડી તા. ૩૧-૫-૧૯૫૪: નવાગામ-જાંબુડા તા. ૧-૬-૧૯૫૪ : ચિખલી તા. ૨/૩/૪-૬-૧૯૫૪ : ખડસલી તા. ૫-૬-૧૯૫૪: ગોરકડા તા. ૬-૬-૧૯૫૪: રામગઢ તા. ૭-૬-૧૯૫૪ : બાઢડા તા. ૮/૯/૧૦-૬-૧૯૫૪: સાવરકુંડલાઃ કાર્યકરોનું સંમેલન તા. ૧૧-૬-૧૯૫૪: નેસડી – અમૂલખભાઈનું નિવાસસ્થાન તા. ૧૨-૬-૧૯૫૪: દીટલા તા. ૧૩-૬-૧૯૫૪ : કમીકેરાલા તા. ૧૪/૧૫-૬-૧૯૫૪ : ચલાળા – નાગરદાસ દોશીના ખાદી કેન્દ્રમાં તા. ૧૬-૬-૧૯૫૪: જાળીલા તા. ૧૭/૧૮-૬-૧૯૫૪ : ચાડીટા તા. ૧૯/૨૦-૬-૧૯૫૪ : સાજીયાવદર તા. ૨૧-૬-૧૯૫૪: કેરીયા તા. ૨૨-૬-૧૯૫૪ : તરક તળાવ તા. ૨૩-૬-૧૯૫૪ : દેવરાજીયા તા. ૨૪/૨૫-૬-૧૯૫૪ : પીઠવા જાળ તા. ૨૬-૬-૧૯૫૪ : ખંભાળિયા તા. ૨૭-૬-૧૯૫૪ : ચંપાથળ તા. ૨૮-૬-૧૯પ૪ : ચકરગઢ તા. ૨૯/૩૦-૬-૧૯૫૪ : અમરેલી - વિવિધ સભાઓ
૧૬
Page #18
--------------------------------------------------------------------------
________________
તા. ૨૩-૭-૧૯૫૪ : ઈશ્વરીયા તા. ૪/૫/૬-૭-૧૯૫૪: વરસડા તા. ૭-૭-૧૯૫૪: ટોડા તા. ૮-૭-૧૯૫૪: લાઠીમાં ચાતુર્માસ પ્રવેશ તા. ૧૫-૭-૧૯૫૪ : વિદ્યાર્થી છાત્રાલયનો પ્રારંભ થયો - વિશેષ પ્રવચન તા. ૨૧-૭-૧૯૫૪: શેત્રુંજી કાંઠા પ્રા. સંઘની રચના તા. ૨૬-૭-૧૯૫૪: આત્મારામ ભટ્ટની મુલાકાત - શબ્દરચના હરીફાઈ અંગે
માર્ગદર્શન તા. ૨૮-૭-૧૯૫૪ રસિકભાઈ વૈદ્ય તથા ઠાકોર સાહેબની મુલાકાત તા. ૨૯-૭-૧૯૫૪: પોતાના આરોગ્ય અંગે પ્રવચન આપ્યું. તા. ૫-૮-૧૯૫૪ : પાંચ ઉપવાસનો પ્રારંભ કર્યો. તા. ૭-૮-૧૯૫૪: બે જીવનદાનીની મુલાકાત તા. ૯-૮-૧૯૫૪: ઢેબરભાઈ, જાદવજીભાઈ, બાલુભાઈ વૈદ્ય વ.ની મુલાકાત તા. ૧૦-૮-૧૯૫૪: પાંચ ઉપવાસનાં પારણાં - ૭ રતલ વજન ઘટ્યું. તા. ૧૫-૮-૧૯૫૪ : ધ્વજવંદન પછી પ્રવચન તા. ૧૬-૮-૧૯૫૪: રાતના મોડે સુધી ચોગટનો પ્રશ્ન ચર્ચા તા. ૧૭-૮-૧૯૫૪: કુરેશીભાઈની મુલાકાત - સંસ્થા ચર્ચા તા. ૧૯-૮-૧૯૫૪: વિરમગામ ઑક્ટ્રોય નાબૂદી અંગે ત્યાંના કાર્યકર્તાઓ મળવા
આવ્યા. તા. ૨૧-૮-૧૯૫૪ : વિવિધ આગેવાનો, ફૂલછાબના તંત્રી, વજુભાઈ શાહ,
મનુભાઈ શાહ વગેરેની મુલાકાત. તા. ૨૫-૮-૧૯૫૪ થી તા. ૨-૯-૧૯૫૪: પર્યુષણ પર્વના પ્રવચનો તા. ૨-૯-૧૯૫૪ : વિશ્વવાત્સલ્યના વ્યવસ્થાપક અભયસિંહ કવિ સાથે મુલાકાત તા. ૩-૯-૧૯૫૪: ક્ષમાપના દિનનું પ્રવચન. તા. ૮-૯-૧૯૫૪:પ્રા. સંઘ અને રચનાત્મક સમિતિ અંગે વિચારણા કાર્યકર્તાઓનું
સંમેલન રવિશંકર મહારાજ, વજુભાઈ શાહ વગેરે. તા. ૯-૯-૧૯૫૪ : રવિશંકર મહારાજનું પ્રવચન તા. ૧૭-૯-૧૯૫૪: વિમલા તાઈ ઠકારની પ્રથમ મુલાકાત - પ્રવચન તા. ૧૮-૯-૧૯પ૪: વિમલા તાઈનું પ્રવચન તા. ૧૯-૯-૧૯૫૪ : વિવિધ કાર્યકર્તાઓ સાથે મુલાકાત. તા. ૨૦-૯-૧૯૫૪: ભાલના અગ્રણી ખેડૂતોનું મિલન
૧૭
Page #19
--------------------------------------------------------------------------
________________
તા. ૨૧-૯-૧૯૫૪ : નવલભાઈ, સુરાભાઈ સંસ્થાગત પ્રશ્નો અંગે ચર્ચા કરવા
આવ્યા. તા. ૨૨-૯-૧૯૫૪ : ડૉ. દસ્તૂરે મહારાજશ્રીની તબિયત તપાસી દૂધ ન છોડવા
તેમજ ઉપવાસ ન કરવા વિનંતી કરી. તા. ૨૩-૯-૧૯૫૪ : રસિકભાઈ વૈદ્ય મહારાજશ્રીને તપાસવા આવ્યા. તા. ૨૭-૯-૧૯૫૪ : લાઠી અને અમરેલી વિભાગના ખેડૂતોનું સંમેલન તા. ૨૯-૯-૧૯૫૪ : ખેડૂત મંડળ સૌ. સ્થાપવા અંગે ચર્ચા તા. ૨-૧૦-૧૯૫૪ : ગાંધીજયંતી નિમિત્તે પ્રવચન - નાગરિકોની ફરજ તા. પ-૧૦-૧૯૫૪ : વિરમગામથી પુ. દાસ મળવા આવ્યા. તા. ૭-૧૦-૧૯૫૪ : ખેડૂત કાર્યકર્તાઓ સાથે ચર્ચા. તા. ૮-૧૦-૧૯૫૪ : હરિજનયાત્રામાં પ્રવચન અને માર્ગદર્શન – પ્રીતિભોજન. તા. ૯-૧૦-૧૯૫૪: શિક્ષકોની સભા તા. ૧૪-૧૦-૧૯૫૪: કુરેશીભાઈની મુલાકાત તા. ૧૫-૧૦-૧૯૫૪: ભા.ન.ના ૮૦ આગેવાન ખેડૂતો આવ્યા. તેમનું સંમેલન. તા. ૧૬-૧૦-૧૯૫૪: ભા. ખે. મંડળના મધ્યસ્થ મંડળની સભા તા. ૧૮-૧૦-૧૯૫૪: સંપત્તિદાન રાજકોટ મોકલ્યું. તા. ૧૧-૧૧-૧૯૫૪ : લાઠીમાં સાડા ચાર માસના ચાતુર્માસ પૂરા થયા.
ચાતુર્માસની પ્રવૃત્તિની સમીક્ષા. પ્રથમ વિહાર ગામ -
ભાવપૂર્ણ વિદાય આપી. તા. ૧૨-૧૧-૧૯૫૪: જાળિયા અને રંગોળા તા. ૧૩-૧૧-૧૯૫૪ : સણોસરા-અખિલ ભારત નઈ તાલીમ સંમેલનમાં હાજરી
૫. સુખલાલજી તથા પરમાનંદ કાપડિયાની મુલાકાત તા. ૧૪-૧૧-૧૯૫૪ : કાકાસાહેબ, રવિશંકર મહારાજ વગેરેની મુલાકાતો -
કાકાસાહેબે વાહનનો ઉપયોગ કરવા સૂચવ્યું. તા. ૧૫-૧૧-૧૯૫૪: આશાદેવી આર્યનાયકની મુલાકાત - એક વિદેશી બહેનની
મુલાકાત તા. ૧૬-૧૧-૧૯૫૪ : વેડછી આશ્રમ તથા મઢી આશ્રમના કાર્યકર્તાઓ અને
વિદ્યાર્થીઓ સાથેનું મિલન મનુભાઈ પંડિતે યોજયું. વજુભાઈ શાહ, જયાબહેન શાહ વગેરે સાથે ઢસાનો પ્રશ્ન ચર્ચાયો, ભક્તિબાને પત્ર
૧૮
Page #20
--------------------------------------------------------------------------
________________
તા. ૧૭/૧૮-૧૧-૧૯૫૪: પરવાડા - શ્રી નાનાભાઈ, મનુભાઈ તથા વિદ્યાર્થીઓએ
વિદાય આપી. તા. ૧૯/૨૦-૧૧-૧૯૫૪ : રાજપીપળા : ધર્મ વિશે પ્રવચન તા. ૨૧-૧૧-૧૯૫૪: ગઢવી અને ચિરોડા: માટલિયા તથા સેટલમેન્ટ કમિશનર
પાનાચંદભાઈ, જિલ્લા કલેક્ટર વ. સાથે મુલાકાતો. તા. ૨૨/૨૩-૧૧-૧૯૫૪ : ગઢડા : મોહનભાઈને શ્રદ્ધાંજલિ, ઢેબરભાઈ પણ
આવ્યા. તા. ૨૪-૧૧-૧૯૫૪ : કેરાળા: બંદૂકો ફોડીને સ્વાગત થતાં સત્તા કરતાં પ્રેમના
શાસનની સમજૂતી આપી. તા. ૨૫/૨૬-૧૧-૧૯૫૪ : ભડલી – દરેક ધર્મના લોકોએ સ્વાગત કર્યું. તા. ૨૭-૧૧-૧૯૫૪ : ખંભાળા તા. ૨૮-૧૧-૧૯૫૪: બાંકીઆ : મ.સા.પ્ર. મંદિરના ભૂતપૂર્વ મંત્રી શ્રી મણિભાઈ
ઉ. ખારાના વતનની મુલાકાત તા. ૨૯-૧૧-૧૯૫૪: શિવરાજપુરઃ ગામડાં ગોકુળિયાં કેમ બને તે અંગે પ્રવચન તા. ૩૦-૧૧-૧૯૫૪ તથા ૧-૧૨-૧૯૫૪: જસદણ : જસદણના ઠાકોર સાહેબ
તથા ઢેબરભાઈની મુલાકાત - સૌરાષ્ટ્રના પ્રશ્નોની ચર્ચા તા. ૨૩-૧૨-૧૯૫૪ : કમળાપુર તા. ૪/૫-૧૨-૧૯૫૪ : ટોકરવા તા. ૬-૧૨-૧૯૫૪: ગઢેચી અને સુખર તા. ૭-૧૨-૧૯૫૪ : ધાંધલપુર : રસ્તો ભૂલા પડ્યા, અને અંતર વધારે નીકળ્યું
૧૧ માઈલ. મીરાંબહેનની ચાલવાની મુશ્કેલી. તા. ૮-૧૨-૧૯૫૪ : સેજકપુર તા. ૯-૧૨-૧૯૫૪:દખતપુર ‘ફૂલછાબ'ના તથા “સમય'ના તંત્રીઓની મુલાકાત તા. ૧૦/૧૧/૧૨-૧ર-૧૯૫૪ : સાયલા: પોતાના ગુરુ નાનચંદ્રજી મહારાજનાં
દર્શન અર્થે - વિવિધ સંસ્થાઓની મુલાકાત તા. ૧૩-૧૨-૧૯૫૪ : વખતપુર અને ચોરવીરા તા. ૧૪-૧૨-૧૯૫૪ : થાન તા. ૧૬-૧૨-૧૯૫૪: દલડી તા. ૧૭/૧૮-૧૨-૧૯૫૪ : વાંકાનેર – સંસારી સગાં વહાલાંની મુલાકાત -
હિંમતભાઈના ખૂન અંગે તેમના સગાંઓને આશ્વાસન
૧૯
Page #21
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯/૨૦-૧૨-૧૯૫૪: જડેશ્વર તીર્થધામ – મહારાજશ્રીના સંસારી કુટુંબીજનો
તથા નૌતમલાલ ખંડેરિયા-દૂધીબહેન મળવા આવ્યાં. તા. ૨૧-૧૨-૧૯૫૪ : ધૂનડા તા. ૨૨-૧૨-૧૯૫૪: મોરબી શિક્ષકો અને ગ્રામજનોએ ખૂબ પ્રેમ દર્શાવ્યો.
જાહેર પ્રવચનો, સારા પ્રશ્નો પુછાયા. (મોરબી એ
મુનિશ્રીનું દીક્ષા સ્થળ છે.) તા. ૨૩-૧૨-૧૯૫૪ : બેલા અહીં ભૂમિવિતરણનો કાર્યક્રમ થયો. તા. ૨૪-૧૨-૧૯૫૪: જેતપુર તા. ૨૫-૧૨-૧૯૫૪: ખાખરેચી રવિશંકર મહારાજની છબીની અનાવરણવિધિ.
રતુભાઈ અદાણીની મુલાકાત. તા. ૨૮-૧૨-૧૯૫૪ થી તા. પ-પ-૧૯૫૫ સુધી : વેણાસરથી વલ્લભપુર - કચ્છ
યાત્રા નામની પુસ્તિકામાં છપાયેલ હોવાથી, અહીં આપી નથી.
સનઃ ૧૯૫૫ તા. ૬/૭-૫-૧૯૫૫ : વલ્લભપુર : કાર્યકર્તાઓનું સમેલન - કચ્છ જિલ્લા પ્રા.
સંઘની રચના અંગે વિચારણા. તા. ૮-૫-૧૯૫૫: ભીમાસર : વરસાદની ખેંચ - સમૂહપ્રાર્થના, હરિજનોને પ્રવેશ
નિષેધ, મહારાજશ્રીનો ભોજનત્યાગ, સાંજે
હરિજનવાસમાં ભજન - (મહત્ત્વની ઘટના) તા. ૯-૫-૧૯૫૫ : પલાંસવા તા. ૧૦-૫-૧૯૫૫: માખેલ: કચ્છના આગેવાનો સાથે રાપર તાલુકાની આનાવારી
અંગે ચર્ચા તા. ૧૧-૫-૧૯૫૫: આડેસર : કચ્છના આગેવાનો સાથે ચર્ચા તા. ૧૨-૫-૧૯પપ : લખપત : કચ્છનું છેલ્લું વિહારગામ તા. ૮-૫-૧૯૫૫ થી તા. ૮-૧૨-૧૯૫૫ સુધીની નોંધ વિશ્વવાત્સલ્યમાં પ્રગટ
થઈ છે અને પાલનપુર ચાતુર્માસવાળી નોંધપોથી મળતી ન હોવાથી અહીં આપી શકાઈ નથી. ઉ. ગુજરાતનો
પ્રવાસ. તા. ૧૫-૧૨-૧૯પપ : સિદ્ધપુર : અહીં તા. ૧૪, ૧૫, ૧૬ ત્રિદિવસીય ભા. ન.
પ્રદેશના ખેડૂતો તેમજ કાર્યકર્તાઓનો વર્ગ. ૯૦ સભ્યોએ ભાગ લીધો. (યાદગાર સંમેલન)
૨૦
Page #22
--------------------------------------------------------------------------
________________
તા. ૧૭/૧૮-૧૨-૧૯પપ : કામળી તા. ૧૯૨૦-૧૨-૧૯૫૫ : ઊંઝા તા. ૨૧-૧૨-૧૯૫૫ : ઐક્ર : હરિજનોને મંદિર પ્રવેશની છૂટ મળી. તા. ૨૨-૧૨-૧૯પપ : જૈતલવાસણા : પ્રવચન તા. ૨૩/૨૪-૧૨-૧૯૫૫ : ભાંડ: આ ગામના સદાભાઈ મહારાજશ્રીની સેવામાં
શરૂઆતમાં રહ્યા હતા. તા. ૨૫-૧૨-૧૯૫૫ : પીલુદ્રા : મહેસાણા જિલ્લા શિક્ષક મંડળમાં પ્રવચન,
શિક્ષકોનું કર્તવ્ય તા. ૨૬-૧૨-૧૯૫૫ : બાસણા તા. ૨૭/૨૮-૧૨-૧૯૫૫ : મહેસાણા કોંગ્રેસ કાર્યકર્તાઓનું સંમેલન તા. ૨૯-૧૨-૧૯૫૫ : જગુદણ : ખેતીવાડી કેન્દ્ર તા. ૩૦-૧૨-૧૯૫૫ : ધોળાસણ : વિશ્વ વાત્સલ્ય અંગે પ્રેરક પ્રવચન તા. ૩૧-૧૨-૧૯૫૫ : જોરણંગ : જાહેરસભા
સને ૧૯૫૬ તા. ૧-૧-૧૯૫૬ : ડાંગરવા : જાહેર પ્રવચન તા. ૨૩-૧-૧૯૫૬ : ઝુલાસણ, પોતાના સ્વરૂપ ઉપર સ્થિર થવાની આદતને
ભક્તિ કહે છે. પ્રવચન તા. ૪પ-૧-૧૯૫૬ : ઈસંડ તા. ૬/૭-૧-૧૯૫૬ : કલોલઃ મજૂર પ્રતિનિધિઓનું સંમેલન, મુનિશ્રી આઠ વર્ષ
પહેલાં આવેલ ત્યારે મજૂરોએ દારૂ ન પીવાની પ્રતિજ્ઞાઓ કરેલ. પીવે તો દંડ તે રીતે ૧૫૦૦ રૂ.નો ઉપયોગ - પ્રદર્શન વગેરે. કાર્યકર્તાઓની સભામાં ભાષણ - મતદાન થાય છે મતિદાન થતું નથી.
જાહેરસભા તા. ૮-૧-૧૯પ૬ : ખોરજ, રામનગર જાહેર સંસ્થાઓ તેમજ કાર્યકર્તાઓની
મુલાકાત તા. ૧૦-૧-૧૯૫૬ : હરિજન આશ્રમ, સાબરમતી - બાપુનું પુણ્ય સ્મરણ તાજું
કર્યું, હૃદયકુંજમાં પ્રાર્થના. તા. ૧૧-૧-૧૯૫૬ : શાંતિનગર લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવીને બંગલે - અ. શ.
જિલ્લા સમિતિ તરફથી જાહેર સ્વાગત
૨ ૧
Page #23
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૧-૧૯પ૬ : ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવચન - વિવિધ પ્રશ્નો અંગે ચચાં,
કોંગ્રેસ હાઉસ પાછળના મેદાનમાં જાહેરસભા તા. ૧૩-૧-૧૯૫૬ : મજૂર મહાજન સંઘમાં નિવાસ, મજૂરોની સેવા - એકતાને
બિરદાવી, પ્રા. સંઘ અને મ. મહાજન સંઘની એકતા અંગે પ્રેમચંદ રાયચંદ ટ્રે. કૉલેજમાં પ્રવચન - પત્રકારોની
મુલાકાત તા. ૧૫-૧-૧૯૫૬ : ભા
ભારત સેવક સમાજની મુલાકાત (મહત્ત્વનું પ્રવચન) -
પ્રા. સંઘની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય - મતદાન કે સર્વાનુમતિ કરતાં પ્રયોગકાર મહારાજશ્રી પસંદ કરે તે કારોબારીમાં રહે. જ્યોતિસંઘમાં પ્રવચન - બહેનોની મુલાકાત - જૈન સાધ્વીઓને વિશેષ રસ (બહેનોના
પ્રશ્નો અંગે માર્ગદર્શન) તા. ૧૬-૧-૧૯૫૬ : અસારવા, નીલકંઠ મહાદેવ, જાહેરસભામાં ફૂલહારથી
સ્વાગત – પ્રાયશ્ચિત્ત કર્યું. અગત્યનું પ્રવચન -
ગાંધીજીની ધર્મબુદ્ધિ. તા. ૧૭-૧-૧૯પ૬ : ગિરધરનગર – મહત્ત્વનું પ્રવચન – જૈનો, ગાંધીજી –
શુદ્ધિપ્રયોગ તા. ૧૮-૧-૧૯૫૬ : શ્રેયસ પ્રતિષ્ઠાન તા. ૧૯-૧-૧૯પ૬ : શારદામંદિર, સંજીવની ઇસ્પિતાલ, કોચરબ ગાંધી આશ્રમમાં
અગત્યનું પ્રવચન, બાપુને શ્રદ્ધાંજલિ. તા. ૨૧ ૨૨-૧-૧૯૫૬ : મહાગુજરાત અંગે ચિંતા – પ્રવચન તા. ૨૩-૧-૧૯૫૬ : બાવળા વિવિધ મંડળોની બેઠકો તા. ૨૪-૧-૧૯૫૬ : ૪ર ગામના ખેડૂત આગેવાનોનું સંમેલન - ગણોતધારાનો
પ્રશ્ન તા. ૨૫૨૬-૧-૧૯પ૬ : કોચરિયા ભૂમિદાનનું વિતરણ, ૩૩ કુટુંબોને જમીન
મળી. ભૂદાન ઉપર પ્રવચન. તા. ૨૭-૧-૧૯પ૬ : ચીયાડા નવ ગામના ખેડૂતોની પરિષદ તા. ૨૮-૧-૧૯પ૬ : ગાંગડ તા. ર૯-૧-૧૯પ૬ : કોઠ, ખેડૂત સંમેલન તા. ૩૦-૧-૧૯પ૬ : જવારજ : બાપુ નિર્વાણદિન - બાપુને શ્રદ્ધાંજલિ તા. ૩૧-૧-૧૯પ૬ તથા ૧, ૨ ફેબ્રુ. ૧૯૫૬ : ગૂંદી : ગણોતધારાની ચર્ચા
Page #24
--------------------------------------------------------------------------
________________
તા. ૨૩--૧૯૫૬ : લોલિયા તા. ૪/૫-૨-૧૯૫૬ : ફેદરા તા. ૬-૨-૧૯૫૬ : ખડોલ : ઊંચડીના હરિજનોનો પ્રશ્ન, મહારાજશ્રીએ ભોજન
છોડ્યું. પરીક્ષિતભાઈની મુલાકાત. તા. ૭૮૯-૨-૧૯૫૬ : ધંધૂકા : ગુજરાત ગોપાલક મંડળની સભા તા. ૮-૨-૫૬ : ભાલ નળકાંઠા ખેડૂત મહાસંમેલનનું છઠું અધિવેશન તા. ૧૦-૨-૧૯૫૬ : ખસ્તા તા. ૧૧-ર-૧૯પ૬ : ફતેહપુર, ભૂદાન વિતરણ તા. ૧૨-૨-૧૯પ૬ : કમિયાળા તા. ૧૩-૨-૧૯પ૬ : નાની બોર, સઘન ક્ષેત્ર યોજના તેમજ સર્વોદય મેળો. તા. ૧૫-૨-૧૯પ૬ : પરિશ્રમાલયનું ઉદ્ધાટન, શ્રી વૈકુંઠભાઈ મહેતા મુખ્ય અતિથિ તા. ૧૬-૨-૧૯પ૬ : સઘન ક્ષેત્રના ગુજરાતના અગ્રણી સંચાલકોની મુલાકાત -
ગણોતધારા અંગે ચર્ચા-વિચારણા. તા. ૧૭/૧૮-૨-૧૯૫૬ : ગામની શુદ્ધિના પ્રશ્નો, લવાદ કામ, સંપ અને એકતાના
પ્રયાસો, ગામના પ્રશ્નોમાં મહત્ત્વનો ઉકેલ, (આખી
નોંધ વિચારણીય, ચિંતનપ્રેરક) તા. ૨૨/૨૩-૨-૧૯પ૬ : મોટી બોરુ ગામના ત્રણે દારૂ, અફીણની પ્રતિજ્ઞા કરી. તા. ૨૪-૨-૧૯૫૬ : વારણા તા. ૨૫-૨-૧૯૫૬ : વટામણ : બે એકડાનું રહસ્ય સમજાવ્યું. તા. ૨૬-ર-૧૯૫૬ : ગાણોલ – ગણોતધારો તા. ૨૭-૨-૧૯૫૬ : ધોળી-ભૂંભલી તા. ૨૮-૨-૧૯૫૬ : ઝાખડા તા. ૨૯, ૧-૩-૧૯પ૬ : ઝાખડા તા. ૨-૩-૧૯૫૬ : પિપળી તા. ૬-૩-૧૯૫૬ : પચ્છમ સાધનશુદ્ધિ ઉપર વિશેષ ભાર તા. ૭-૩-૧૯પ૬ : ગાંફ તા. ૮-૩-૧૯૫૬ : ઉમરગઢ : ખેડૂત મંડળ વિરુદ્ધ કોંગ્રેસનો ઠરાવ, મણિભાઈ
ઢેબરભાઈને મળવા રાજકોટ ગયા. તા. ૯ ૧૦-૩-૧૯પ૬ : ભડિયાદ : ઢેબરભાઈ સાથે મુલાકાત. તા. ૧૧-૩-૧૯પ૬ : શાંતિલાલ દેસાઈની મુલાકાત. તા. ૧૨-૩-૧૯૫૬ : રાહતળાવ
Page #25
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૩-૧૯૫૬ : ભાણગઢ : દરિયાકાંઠાના લોકોનું જીવંત દર્શન. તા. ૧૪/૧૫-૩-૧૯૫૬ : મિંગલપુર : આખું ગામ ગણોતધારાના પ્રશ્ને જમીન ત્યાગવા તૈયાર - મારવાડના બે મુનિઓ નેમિચંદ્ર તથા ડુંગરશી મહારાજની પ્રથમ મુલાકાત - પાછળથી આ પ્રયોગના ટેકેદાર બન્યા.
તા. ૧૪-૩-૧૯૫૬ : શુદ્ધિપ્રયોગ સહાયક સમિતિની બેઠક - શુદ્ધિપ્રયોગ કરવાનો નિર્ણય.
તા. ૧૬-૩-૧૯૫૬ : હેબતપુર
તા. ૧૭/૧૮-૩-૧૯૫૬ : સાંઢીડા : આ ગામમાંથી કેટલાક વિદ્યાર્થી ગૂંદી આશ્રમમાં તૈયાર થઈને શિક્ષકો બન્યા છે.
તા. ૧૯|૨૦-૩-૧૯૫૬ : ઓતારિયા : સ્વામી જ્ઞાનચંદ્રજી મહારાજ (સાણંદ)નું પૂર્વાશ્રમનું ગ્રામકેન્દ્ર.
તા. ૨૧-૩-૧૯૫૬ : સોઢી
તા. ૨૨/૨૩-૩-૧૯૫૬ : આકરુ : ખેડૂત કાર્યકરો સાથે મુલાકાત.
તા. ૨૪ થી ૨૭-૩-૧૯૫૬ : ભલગામડા : ભાલ નળકાંઠા પ્રા. સંઘની બેઠક - કોંગ્રેસ અને સંઘ વચ્ચેનો વિચારભેદ - મહારાજશ્રીના ઉપવાસ ચાલુ - પારણું - ગામે ભારે સ્વાગત કર્યું - ચાતુર્માસ માટે નિમંત્રણ.
તા. ૨૮-૩-૧૯૫૬ ઃ પોલારપુર - ગુલાબસિંહ અને ગરાસદારો સાથે ચર્ચા. તા. ૨૯-૩-૧૯૫૬ : પિપળીયા
તા. ૩૦ થી ૩-૩-૧૯૫૬ : નાવડા (જૂના) : ગણોતધારાની સમજૂતી, ગોકુળ
ગામનું ચિત્ર.
તા. ૧-૪-૧૯૫૬ : ખમીદાણા
તા. ૨/૩-૪-૧૯૫૬ : રામપરા તા. ૪/૫-૪-૧૯૫૬ : બરવાળા તા. ૬-૪-૧૯૫૬ : રોજીત
તા. ૭-૪-૧૯૫૬ : ચંદરવા
તા. ૮-૪-૧૯૫૬ : સુંદરિયાણા
તા. ૯ ૧૦-૪-૧૯૫૬ : જાળિલા લીંબડી સ્ટેટનો વાડાઓની જમીનનો પ્રશ્ન, તલાટીનો લાંચનો પ્રશ્ન, સમજૂતી, સમાધાન
તા. ૧૨-૪-૧૯૫૬ : ખાંભડા : શુદ્ધિપ્રયોગ કેન્દ્ર
૨૪
Page #26
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૪-૧૯૫૬ : બગડ
તા. ૧૪/૧૫-૪-૧૯૫૬ : ખસ : (અહીં આગળના વર્ષે ચાતુર્માસ ગાળ્યા હતા.)
તા. ૧૬-૪-૧૯૫૬ : અળાઉ
તા. ૧૭/૧૮-૪-૧૯૫૬ : કુંડલી
તા. ૧૯-૪-૧૯૫૬ : ઉમરાળા
તા. ૨૧ થી ૧૧-૫-૧૯૫૬ : રાણપુર : ચિંતનશિબિર - ૮ થી ૧૦ તારીખ તા. ૧૨/૧૩-૫-૧૯૫૬ : બાનિયા
તા. ૧૪-૫-૧૯૫૬ : વાગડ : નિવાસસ્થાને પથરા પડતાં શુદ્ધિપ્રયોગ.
તા. ૧૫-૫-૧૯૫૬ : અણિયાળી
તા. ૧૬/૧૭-૫-૧૯૫૬ : તગડી : ચુંવાળિયા પગીભાઈઓની ૫૦ જેટલા ગામના આગેવાનોની કુરેશીભાઈના પ્રમુખપદે સભા.
તા. ૧૯/૨૦-૫-૧૯૫૬ : ગુંજાર
તા. ૨૧/૨૨-૫-૧૯૫૬ : ભાસણા
તા. ૨૩-૫-૧૯૫૬ : ઝાંઝરકા - હરિજનોનું યાત્રાધામ
તા. ૨૪-૫-૧૯૫૬ : નાના ત્રાડિયા
તા. ૨૫/૨૬-૫-૧૯૫૬ : મોટા ત્રાડિયા – પ્રવચન
-
તા. ૨૭-૫-૧૯૫૬ : બાજરડા
તા. ૨૮-૫-૧૯૫૬ : અડવાળ : દરબારોની જોહુકમી અંગે સમજૂતી, સમાધાન
તા. ૨૯-૫-૧૯૫૬ : રાયકા
તા. ૩૦/૩૧-૫-૧૯૫૬ : ધોળી : હિરજન પ્રશ્ન અને પાણીનો પ્રશ્ન,
તા. ૧-૬-૧૯૫૬ : હડાળા
તા. ૨ થી ૫-૬-૧૯૫૬ : બળોલ : વાઘરીભાઈઓના પ્રશ્નનું સમાધાન કરાવ્યું. તા. ૬/૭-૬-૧૯૫૬ : મીઠાપુર
તા. ૮-૬-૧૯૫૬ થી ૨૨-૬-૧૯૫૬ : શિયાળ ઃ ખેડૂત પ્રતિનિધિઓની મિટિંગ - પ્રાયોગિક સંઘ, શુદ્ધિપ્રયોગ અંગેના અગત્યના નિર્ણયો લેવાયા.
તા. ૯-૬-૧૯૫૬ : મારવાડી મુનિઓનું ફરી મિલન.
તા. ૧૬-૬-૧૯૫૬ : પૂ. નાનચંદ્રજી મહારાજનું શિયાળમાં આગમન - તેમનું
પ્રવચન - ચાર દિવસ અહીં રોકાયા.
તા. ૨૦-૬-૧૯૫૬ : નાનચંદ્રજી મહારાજનો વિહાર શરૂ.
તા. ૨૨-૬-૧૯૫૬ : શિયાળ ગામના વિખવાદના પ્રશ્નો ઉકેલ્યા.
૨૫
Page #27
--------------------------------------------------------------------------
________________
તા. ૨૩૨૪ ૨૫-૬-૧૯૫૬ : બગોદરા : માંહોમ ડેના પ્રશ્નો ઉકેલવામાં મંદદ કરી. તા. ૨૫-૬-૧૯પ૬ : રોયકા તા. ૨૬-૬-૧૯પ૬ : કલ્યાણગઢ તા. ૨૭-૬-૧૯પ૬ : ધનવાડા તા. ૨૮ ૨૯-૬-૧૯૫૬ : લાણા તા. ૩૦-૬-૧૯પ૬ : સિંદરજ તા. ૧-૭-૧૯પ૬ : રનોડા તા. ૨૩-૭-૧૯૫૬ : સાથળ તા. ૪પ--૧૯૫૬ : શહીજ : ગણોતધારા અંગે ચર્ચા - “સિદ્ધાંત રાખતાં સંસ્થા
તૂટી જાય તો તેની બહુ કિંમત નથી.' અગત્યનું પ્રવચન તા. ૬-૭-૧૯૫૬ : રામપુર તા. ૭-૭-૧૯૫૬ : ઝાંસદ સ્વામીનારાયણ મંદિર સારંગપુરનો ખેડૂતોનો પ્રશ્ન -
કાર્યકર્તાઓ સાથે વિચારણા. તા. ૯-૭-૧૯૫૬ : ધોળકામાં ચાતુર્માસ પ્રવેશ તા. ૧૦-૭-૧૯૫૬ : “જનજાગૃતિને ચરણે'ના શુદ્ધિના ઉપવાસ શરૂ. પહેલો દિવસ.
ચાતુર્માસમાં આવતાં જ ઉપવાસની શરૂઆત. તા. ૧૭-૭-૧૯૫૬ : ઉપવાસનાં પારણાં ખેડૂત મંડળના પ્રમુખ વીરાભાઈને હાથે
કર્યા. તા. ૧૮-૭-૧૯પ૬ : જ. ખુ. શાહ તથા નાનચંદભાઈ સારંગપુરથી આવ્યા અને
ખબર આપ્યા કે મંદિર સાથેનું સમાધાન તૂટી પડ્યું છે. તા. ૧૮-૭-૧૯પ૬ શ્રી નવલભાઈ શાહે પાંચ ઉપવાસ કરી શુદ્ધિપ્રયોગનો પ્રારંભ
કર્યો. તા. ૧૯-૭-૧૯૫૬ : ગણોતધારાનો અમલ ૧લી ઓગસ્ટથી શરૂ થાય છે - તે
દિવસથી શુદ્ધિપ્રયોગ શરૂ કરવો. તે માટેની પત્રિકા શરૂ
કરવા મનુ પંડિતની સેવાઓ લેવા નિર્ણય કર્યો. તા. ૨૦-૭-૧૯૫૬ : કોંગ્રેસી કાર્યકરો સંસ્થા તરફ પૂર્વગ્રહોથી પીડાય છે – અંબુભાઈ તા. ૨૨-૭-૧૯૫૬ : ચાતુર્માસનો કાર્યક્રમ નક્કી થયો. તા. ૨૩-૭-૧૯પ૬ : અંબુભાઈ ભૂદાન સમિતિની બેઠકમાં જઈ આવ્યા અને
ગણોતધારા શુદ્ધિપ્રયોગની વાત ત્યાં રજૂ કરી. તા. ૨૩-૭-૧૯પ૬ : ગૂંદી વય યોજના વિશે નવલભાઈ માર્ગદર્શન માટે
આવ્યા.
Page #28
--------------------------------------------------------------------------
________________
તા. ૨૮/૨૯-૭-૧૯૫૬ : ગણોતધારાની સમજૂતી અંગે બે દિવસનો વર્ગ. તા. ૧-૮-૧૯૫૬ : ગણોતધારાનો મુંબઈ રાજ્યમાં અમલ. કાશીબહેનના
ત્રિદિવસીય ઉપવાસથી શુદ્ધિપ્રયોગનો પ્રારંભ. તા. ૨-૮-૧૯૫૬ : આત્મારામ ભટ્ટ શબ્દરચના હરીફાઈ અંગે માર્ગદર્શન માટે
આવ્યા. તા. ૭-૮-૧૯૫૬ : મુંબઈમાં દ્વિભાષી રાજ્ય રચતા શ્રી કુરેશીએ ખબર આપ્યા. તા. ૮-૮-૧૯૫૬ : અમદાવાદમાં દ્વિભાષી રાજ્ય રચના અંગે હડતાલ -
વિદ્યાર્થીઓનું સરઘસ - સાત જણનાં મૃત્યુ. તા. ૧૬-૮-૧૯૫૬ : અમદાવાદના ગોળીબાર અંગે વિદ્યાર્થીઓને સમજ-ચર્ચા. તા. ૧૭-૮-૧૯૫૬ : સારંગપુરના શુદ્ધિપ્રયોગ અંગે જાસા ચિદ્ધિ આવતાં તે માટેના
| વિકલ્પો વિચારાયા. તા. ૨૦-૮-૧૯૫૬ : દ્વિભાષીના ઉપવાસો અંગે શ્રી મોરારજીભાઈ દેસાઈ
અમદાવાદમાં ઉપવાસ ઉપર ઊતર્યા તેમને ચિઠ્ઠી લઈને
મળવા મોકલ્યા. તા. ૨૧-૮-૧૯૫૬ : પ્રા. સંઘની મિટિંગ - પ્રયોગના ચાર તાલુકાના ઉમેદવારોનાં
નામ વિચારાયાં. તા. ૨૩-૮-૧૯૫૬ : અમદાવાદના આંદોલન અંગે અખબારોના અહેવાલ અંગે
નારાજગી. તા. ૨૪-૮-૧૯૫૬ : મોરારજીભાઈના ઉપવાસના સમર્થનમાં પોતે ઉપવાસ કરવા
ઈચ્છે છે એવી લાગણી દર્શાવતાં, મોરારજીભાઈએ
અસંમતિ દર્શાવી. તા. ૨૭-૮-૧૯૫૬ મહારાજશ્રી રોજેરોજ મોરારજીભાઈને પત્ર તથા અખબારોને
નિવેદન મોકલે છે. તા. ૧-૯-૧૯પ૬ : આજથી પર્યુષણ નિમિત્તે વ્યાખ્યાનો શરૂ કર્યા. તા. ૧૧-૯-૧૯૫૬ : ચિત્તલથી દામોદર મૂલચંદ પોતાનાં પત્ની સાથે મળવા આવ્યા.
મગજની અસ્થિરતા. તા. ૧૪-૯-૧૯૫૬ : વિવિધ મુલાકાતો : અમદાવાદ, મુંબઈ વગેરેથી આવેલ
મહેમાનો. તા. ૧૫-૯-૧૯૫૬ : મુંબઈથી હિંમતલાલ મણિયાર નાનચંદભાઈને સલાહ - મોટા
પ્રશ્નો ચાલે ત્યારે નાના અન્યાયને ગૌણ રાખવા.
૨૭
Page #29
--------------------------------------------------------------------------
________________
તા. ૨૫-૯-૧૯૫૬ : નવલભાઈ તેમના પિતાજી સાથે મળવા આવ્યા. દ્વિભાષી અંગે નાટક લખેલ તે લાવ્યા હતા.
તા. ૨૮-૯-૧૯૫૬ : અમદાવાદના દ્વિભાષી પ્રશ્ને પં. નેહરુની જાહેરસભાના સમાંતર સભા ગોઠવી મહારાજશ્રીએ ૭૫ કલાકના ઉપવાસ પ્રાયશ્ચિત્ત તરીકે શરૂ કર્યા. તા. ૩૦-૯-૧૯૫૬ : ગુજરાત ગોપાલક મંડળની સભા, રાજકારણથી પર રહેવા અંગે સમજૂતી.
તા. ૨-૧૦-૧૯૫૬ઃ મણિભાઈને અમદાવાદ મોકલ્યા. ભાલના પ્રતિનિધિ મંડળને ૧૦ મિનિટની મુલાકાત પં. નહેરુજીએ આપી. તા. ૧૧-૧૦-૧૯૫૬ : દ્વિભાષી આંદોલનમાં કોઈ બીજો અવાજ કાઢી શકે તેવી સ્થિતિ નહોતી તેથી આજથી રોજ ગ્રામ ખેડૂતોની ટુકડીઓ મોકલવી શરૂ કરી. પ્રથમ ટુકડી ભલગામડાના ભીમજીભાઈની આગેવાની નીચે ગઈ.
તા. ૧૨ ભલગામડા, તા. ૧૩ ઉમરગઢ, તા. ૧૪ ધંધુકા તાલુકાના વિવિધ વિભાગના, તા. ૧૫ ખાંભડા અને સારંગપુર વિભાગ, આ ટુકડીને ઘણું સહન કરવું પડ્યું. તા. ૧૬ આકરુની ટુકડી, તા. ૧૭મી ખડોલ, તા. ૧૮ રાયકા અને હિરપરાની ટુકડી, તા. ૧૯મી ખસતાની ટુકડી, તા. ૨૦ ખસતાની ટુકડી, તા. ૨૧મી ગૂંદીની ટુકડી, તા. ૨૨મી કોઠની ટુકડી, તા. ૨૩ કોચરિયાની ટુકડી, તા. ૨૪મી મણિભાઈની આગેવાની નીચે ગ્રામટુકડી, તા. ૨૫મી પૂર્ણાહૂતિને દિવસે ૧૧૧૧ ખેડૂત જવાના હતા, પણ શહેરીજનો ઉશ્કેરાય નહીં તેથી ૨૦ જણની ટુકડી ગઈ.
તા. ૧૩-૧૧-૧૯૫૬ : સંઘની બેઠક - વહીવટી કામો
તા. ૧૫-૧૧-૧૯૫૬ : સારંગપુરના પ્રશ્નની ચર્ચા.
તા. ૧૬-૧૧-૧૯૫૬ : વિરમગામ ફાર્મવાળા શ્રી શિવાભાઈ જે. પટેલ મળવા આવ્યા.
તા. ૧૭-૧૧-૧૯૫૬ : સાધ્ય-સાધન અને શુદ્ધિ અંગેના વિચારો.
તા. ૧૭-૧૧-૧૯૫૬ : અહીંના પ્રખ્યાત વૌઠાના મેળામાં મણિભાઈ-મીરાંબહેન તથા કપિલાબહેન સાથે જઈ આવ્યાં.
૨૮
Page #30
--------------------------------------------------------------------------
________________
મુનિશ્રી સંતબાલજીની વિહારયાત્રા સાધુતાની પગદંડી
પુસ્તક પાંચમું
-
---
સન ૧૯૫૩ થી ૧૯૫૬
મણિભાઈ પટેલ મહાવીરનગર, ચિંચણી
સાધુતાની પગદંડી
૨૯
Page #31
--------------------------------------------------------------------------
________________
... ૫-૦૦
મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિરનાં
પ્રાપ્ય પુસ્તક્ષેનું સૂચિપત્ર ૧. અભિનવ ભાગવત ભાગ ૧ અને ૨ સંતબાલ ..................... ૪0-00 ૨. અભિનવ રામાયણ
સંતબાલ ....
.. ૨૦-O ૩. સંતબાલની જીવનસાધના ભાગ-૨ દુલેરામ માટલિયા ........... ૨૦-૦૦ ૪. લોકલક્ષી લોકશાહી
સંતબાલ .....
...... પ-00 ૫. ચિત્તચારિત્ર વિશુદ્ધિ
સંતબાલ . . . . . .
૧પ-૦૦ ૬. સંતબાલ પત્રસુધા ભાગ-૧
સંતબાલ
........ ૭-OO ૭. પોષી પૂનમ
સંતબાલ
૩-૦૦ ૮. નળકાંઠાનું નિદર્શન
સંતબાલ
૩-૦૦ અનુબંધાષ્ટક
સંતબાલ સંતબાલ સ્મૃતિગ્રંથ ભાગ-૧ અને ૨ સં. મનુભાઈ પંડિત, અંબુભાઈ,
મણિભાઈ પટેલ .......... ૨૫૦-૦૦ ૧૧. જૈન દૃષ્ટિએ ગીતા-દર્શન ભાગ-૧ અને ૨ સંતબાલ... .......... ૧૫૦-૦૦ ૧૨. સાધુતાની પગદંડી ભાગ-૧ (વિહારયાત્રાઓ)
મણિભાઈ પટેલ ............ ૩૦-૦૦ ૧૩. સાધુતાની પગદંડી ભાગ-૨
મણિભાઈ પટેલ ............ ૩૦-૦૦ ૧૪. સાધુતાની પગદંડી ભાગ-૩, ૪, ૫ મણિભાઈ પટેલ ........... ૪૦-૦૦ ૧૫. જાગૃત યુગદેષ્ટા સંતબાલજી (હિન્દી) (સં. મનુ પંડિત) ........... ૧૦-૦૦ ૧૬. સંતોના બાલ સંતબાલ
મુકુલભાઈ ક્લાર્થી............ પ-00 ૧૭. પર્વ મહિમા
સંતબાલ .................... ૬-૦૦ ૧૮. એકબીજાને સમજીએ
........ ૧૨-૦૦ re. Santbal-A Saint with a Difference : By-T. U. Mehta Publish By Navajivan
• • •••••••••••• .. ........... ૩૦-૦૦ ૨૦. સંત સુરભિ ભાગ-૧
........ ૫-૦૦ ૨૧. સંત સુરભિ ભાગ-૨ વિનોબાજીનાં વ્રત સંતબાલ અભંગોનો અનુવાદ
...... ૫-૦૦ ૨૨. સંત સુરભિ ભાગ-૩
સંતબાલ .................... પ-00 ૨૩. ધર્મપ્રાણ લોકાશાહ
સંતબાલ .....
............ ૨૦-૦૦ ૨૪. સંત સમાગમનાં સંભારણાં
અંબુભાઈ શાહ ............. ૨૦-૦૦ ૨૫. વંદિતુ પ્રતિક્રમણ
સંતબાલ ..................... ૫-૦૦ ૨૬. સાધક સહચરી
.................. ૧૫-OO ૨૭. ઉત્તરાધ્યયનસૂત્ર (નવી આવૃત્તિ) સંતબાલ ..
...... ૩પ-00 પુસ્તકો મંગાવનારને સૂચના ૧. પુસ્તકની રકમ “મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિરના ચેક કાટથી અથવા મ.ઓ.થી
મોકલી શકાશે. ૨. પુસ્તકો મંગાવતી વખતે નામ અને સરનામું સ્પષ્ટ લખવાં જેથી મોકલવામાં સરળતા
રહે.
સાધુતાની પગદંડી
Page #32
--------------------------------------------------------------------------
________________
તા. ૨૨-૧૧-૧૯૫૩ : સાવરકુંડલા ચાતુર્માસ વિદાય સમારંભ
સાવરકુંડલાનું ચાતુર્માસ પૂરું થયું. આજે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. અહીં વિવિધ જાતની પ્રવૃત્તિઓ થઈ. ખેડૂતોનો એક વર્ગ રાખ્યો, ભાલનળકાંઠાના કાર્યકરોનો વર્ગ રખાયો. ગ્રામસેવા, મંડળના રચનાત્મક કાર્યકરોનો વર્ગ રખાયો. હરિજન સંમેલન થયું, ગોપાલક સંમેલન થયું, મોચી જ્ઞાતિનું સંમેલન થયું, વિદ્યાર્થીઓની સભાઓ થઈ, બહેનોની સભાઓ થઈ અને પછાત વર્ગ હરિજન વગેરેનો સંપર્ક થયો. ઉપરાંત સવાર-સાંજની પ્રાર્થના અને પ્રવચનો થયાં. રાતની પ્રાર્થનાસભામાં જનતાની હાજરી ઘણી રહેતી હતી. દુર્ભાગ્યની વાત એ હતી કે જુદા જુદા વાદો, જુદા જુદા પક્ષો અને વેચાણવેરાની અસરને કારણે કેટલીક ગેરસમજ થઈ હોવાને કારણે જનતાએ જે લાભ લેવો જોઈતો હતો તેટલો ન લઈ શકાયો. જે લોકોએ ગેરસમજ ઊભી કરી હતી, તેમણે મોટું પાપ કર્યું છે.
ચારમાસ મહારાજશ્રીનો સંપર્ક રહે તો ગમે તેવા માણસને પણ આદર્શ જીવન જીવવાની દિશા મળી રહે. આ ચાતુર્માસમાં એકંદર ખૂબ સંતોષકારક કામ થયું.
વિહારની આગલી રાતે મહારાજશ્રીએ ગામના પ્રેમની કદર કરી અને પોતાના કેટલાક વિચારો જુદા પડતા હોવા છતાં, કુંડલાવાસીઓએ જે વિનયવિવેક દર્શાવ્યાં છે, એની મારા મનમાં સુંદર અસર પડી છે. એવા પ્રેમોગારો કાઢ્યા.
ગામમાં જે ગંદકી છે અને બહેનો, બાળકો જે બેશરમ રીતે જયાં ત્યાં શૌચ બેસી જાય છે તે પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું અને એ અંગે કંઈક સક્રિય સુધારો કરવા સ્થાનિક આગેવાનોને જણાવ્યું. જનતા અને સુધરાઈ બંને મળીને કામ કરશે તો પરિણામ સારું આવશે, એવી આશા વ્યક્ત કરી.
સમાજમાં રાજદ્વારી ક્ષેત્રે વિવિધ પક્ષો ઉલ્લેખ કરી જણાવ્યું કે : દરેકની માન્યતા તો જુદી જુદી રહેવાની. પણ સાધનશુદ્ધિની સૌ ખેવના રાખે. નાના નાના બાળકોને જે ખરાબ સંસ્કાર પડી જાય છે, તે મોટપણમાં નુકસાન કરે છે અને બહારનો માણસ ખરાબ છાપ લઈને જાય છે. એ વસ્તુનો સુધાર થવો જોઈએ. જાહેરમાં અંગત ટીકાઓ કરવા કરતાં એકબીજાને રૂબરૂ મળી અગર લવાદ દ્વારા એવા પ્રશ્નોનો નિકાલ લાવવો સાધુતાની પગદંડી
Page #33
--------------------------------------------------------------------------
________________
જોઈએ. બહેનોએ જે સભાવ બતાવ્યો છે તેની મારા મનમાં ઊંડી અસર થઈ છે.
બીજે દિવસે બપોરના ૩-૩૦ વાગ્યે પ્રયાણ હતું. બહેનો-ભાઈઓ વિદાય આપવા મોટી સંખ્યામાં હાજર થઈ ગયાં હતાં. યુવકમંડળનું બેન્ડ અને ઢોલ તાંસાં પણ હાજર હતાં. સરઘસ આકારે સૌ ગામની પાદરે એક જગ્યાએ સભાના રૂપમાં ગોઠવાઈ ગયાં. છોટુભાઈએ ચાતુર્માસનું ટૂંકું નિવેદન કર્યું. ગામના સ્વાગતનો ઉલ્લેખ કર્યો. અને સંઘ તરફથી આભાર માન્યો. ભૂલચૂક માટે માફી માગી.
મહારાજશ્રીએ લાગણીભર્યા અવાજે ફરીથી ગામના પ્રેમનો ઉલ્લેખ કર્યો. કાર્યકરો તરીકે શ્રી.અમુલખભાઈ ખીમાણી, શ્રી લલ્લુભાઈ શેઠ અને કેશુભાઈ ભાવસારે જે વ્યવસ્થા ગોઠવી, આવનારાઓની સવલત સાચવી અને માનઅપમાનની ખેવના રાખ્યા સિવાય રાત-દિવસ અમારી જે કાળજી રાખી એનો આત્મસંતોષ વ્યક્ત કર્યો. પોતે સૌરાષ્ટ્રમાં જે ભૂદાન અને ગ્રામ સંગઠનનો વિચાર લઈને આવ્યા છે એ કાર્યમાં સૌનો સહકાર માગ્યો. અને પોતાનાથી કોઈને કોઈ જાતનું દુઃખ જાણતા-અજાણતાં લાગણી દુભાઈ હોય તો તેની ક્ષમાયાચના કરાવી.
આ પછી સૌએ ચરખડીયા ગામ તરફ પ્રયાણ કર્યું. વિદાય આપવા આવેલ ટોળાં ધીમે ધીમે છૂટાં પડતાં જતાં હતાં. કોઈને પાછા જવું ગમતું નહોતું. કેટલાંક ભાઈ-બહેનો ઠેઠ સુધી સાથે આવ્યાં. તા. ૨૨-૧૧-૧૯૫૩ : ચરખડીયા - સાવરકુંડલાથી ચરખડીયા આવ્યા. સાવરકુંડલા નદી રસ્તામાં બંધ આગળ જમીનમાં વિલિન થઈ જતી જોઈ નવાઈ લાગી. રાત્રે ચોરામાં સભા થઈ. તા. ૨૩-૧૧-૧૯૫૩ : ઓળીયા
ચરખડીયાથી ઓળીયા આવ્યા. ઉતારો નિશાળમાં રાખ્યો. રાત્રે જાહેર સભામાં ભૂદાનની વાત સમજાવી, સાડાઆઠ વીઘા જમીન મળી. તા. ૨૪-૧૧-૧૯૫3 : નેસડી
ઓળીયાથી દ્વારા કરવા ની ની ની . અંતર સાડા ત્રણ માઈલ. ઉતારો ધર્મશાળામાં રાખ્યા હતા. લોકોએ રામ આવી સ્વાગત કર્યું. રાત્રે સભામાં
સાધુતાની પગદંડી
Page #34
--------------------------------------------------------------------------
________________
ગ્રામસંગઠન શા માટે એ સમજાવ્યું. અહીં ઈલેક્ટ્રિક મોટરથી ખેતીને પાણી આપવાની સહકારી મંડળી છે. યુનિટના ચાર આના ચાર્જ છે. કલાકે એકથી દોઢ યુનિટ બળે અને દોઢ કોસનું પાણી કાઢે છે. આથી ખેતીનો વિકાસ થઈ રહ્યો છે. તા. ૨૫, ૨૬-૧૧-૧૯૫૩ : ચલાલા
નેસડીથી ચલાલા આવ્યા. અંતર સાડા છ માઈલ. ઉતારો ખાદી કાર્યાલયમાં રાખ્યો હતો. અહીં ભૂદાન શિબિર યોજાઈ હતી. તે નિમિત્તે આવવાનું થયું હતું. વજુભાઈ શાહ એના સંચાલક હતા. નારણદાસકાકા અને પૂ. દાદા રવિશંકર મહારાજ પણ આવ્યા હતા. મહારાજશ્રીએ સભામાં પોતાની દૃષ્ટિમાં રમતું ગ્રામ સંગઠનનું ચિત્ર રજૂ કર્યું અને જણાવ્યું કે સાધન અને સાધ્ય શુદ્ધિ હોવા છતાં સાધકની શુદ્ધિ નહિ હોય તો સાધ્ય-સાધન બગડી જશે.
બીજા દિવસની શિબિરમાં મહારાજશ્રીએ જણાવ્યું કે, મારા અંતરમાં જે ચિત્ર છે તે રજૂ કરવા હું ઇચ્છું છું. સૌથી પહેલાં તો આ ભૂમિદાનના કામને આ પ્રયોગના પૂરક તરીકે માનું છું. તે એટલા માટે કે ગામડું એ આપણું મધ્યબિંદુ રહેશે. જો એમ થાય તો ભૂમિની વહેંચણીનો સવાલ બહુ સહેલો બને. વાસ્તવિક રીતે જોઈએ તો માત્ર જમીનની વહેંચણીથી બધા જ પ્રશ્નો નહિ ઊકલે. એટલે ભૂમિદાન, આંદોલન એ પાયો છે. ભારતની નવરચના કેવી હશે ? તેનો આપણે વિચાર કરવો જોઈએ. એમાં ભૂતકાળનો મસાલો આપણને ઘણો ઉપયોગી થશે. એ મસાલામાં ત્યાગની ભાવના એ . મુખ્ય છે. શરીરની શુશ્રુષા ઓછી થાય છતાં તેને પૂરું પોષણ મળવું જોઈએ. કે જેથી તે કાર્યક્ષમ બને, કેટલાંક અવિવાહિત રહીને ત્યાગની ભાવના જાગૃત કરે, બીજાને પ્રેરક બને. બીજા “વસુધૈવ કુટુંબકમની ભાવના જાળવવા વિવાહિત બને. બંને પ્રકારથી ત્યાગની ભાવના ફેલાવી શકાય.
આપણી માન્યતા આજે એવી થઈ ગઈ છે કે, મૂડી સિવાય કોઈ જ કામ થઈ શકશે નહિ. પણ મૂડી એ મહત્ત્વની વસ્તુ નથી. એ વાત સમજાય અને એ મૂડીની પ્રતિષ્ઠા તૂટે તો ભૂતકાળના મસાલા દ્વારા આપણે ધર્મદષ્ટિએ સમાજરચના સ્થાપી શકાય. એના ચાર ભાગ પાડી શકાય. ગ્રામસંગઠન, પુનર્રચના મંડળ, પ્રાયોગિક સંઘ અને વિશ્વ વાત્સલ્ય સંઘ. આજનું બંધારણ સાધુતાની પગદંડી
૩
Page #35
--------------------------------------------------------------------------
________________
લોકશાહી ઢબનું છે અને લોકોના મતથી ચાલતું રાજ્ય છે. ગ્રામસંગઠનો જો માત્ર ધન માટે થાય તો તે અનર્થકારી નીવડે. એટલે એને દોરવણી આપવા માટે પ્રાયોગિક સંધની જરૂર રહેશે. ગામડાનાં મુખ્ય સાત પ્રશ્નો હોય છે.
(૧) અન્ન (૨) વસ્ત્ર (૩) વસાહત (૪) આરોગ્ય (પ) શિક્ષણ (૬) ન્યાય (૭) સંરક્ષણ.
આ સાતને અનુરૂપ ખેડૂતમંડળ, ગોપાલક મંડળ, ગ્રામોદ્યોગ મંડળ ઊભાં થવાં જોઈએ એટલે કે રચાવાં જોઈએ. આ બધું કરતા પહેલા આપણે રાજકીય અને સામાજિક વસ્તુ તરફ ધ્યાન આપવું પડશે. રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસે આ દેશને ઊંચે લાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. પૂર્વે આપણે ત્યાં વ્યક્તિવાદી રાજતંત્ર હતું. રામરાજ્ય એ રીતે પ્રખ્યાત છે. સર્વાનુમતેથી રાજ ચાલતું તે ધોબીના પ્રશ્નથી સમજાય છે. લોકશાહી રાજ્ય તો જ શુદ્ધ રહી શકે કે મતદાન કરનાર ગ્રામીણ પ્રજા ઘડતર પામેલી હોય. એ ઘડતર માટે ગ્રામસંગઠનની હું હિમાયત કરું છું. ક્રાંતિનું કામ શહેરો નહિ કરી શકે, ગામડાં કરી શકશે. એનાં બે કારણ છે : શહેરોની જરૂરિયાત વધારે છે અને શ્રમશક્તિ નથી. ગામડામાં જરૂરિયાતો ઓછી છે, શ્રમશક્તિ વધારે છે. શહેરી ઉત્પાદક નથી માત્ર રૂપાંતર કરે છે. જ્યારે ગામડાં ઉત્પાદક છે.
આ પછી બીજા બે પ્રશ્નો આવે છે. અન્યાયના પ્રતિકાર માટે શુદ્ધિ મંડળો સ્થપાય, આજની કોર્ટે ન્યાય આપી શકતી નથી. ત્યારે શુદ્ધિ મંડળો સત્યાગ્રહ કરી શકે. તેથી આગળ વધીને શાંતિસેનાઓ સ્થાપવી પડશે. પ્રતિકારકબળ ઊભું કરવું પડશે. એની દોરવણી યોગ્ય પુરુષોની હશે. પણ આંચકા આપ્યાં સિવાય સમાજની શક્તિ વધવાની નથી. પહેલાં કોમી હુલ્લડો થતાં હવે રાજકીય તોફાનો થવા લાગ્યાં છે. તેવે વખતે શાંતિસેનાના સભ્યો બલિદાન દ્વારા અને ઉપવાસો દ્વારા તેમાં શાંતિ સ્થાપવા પ્રયત્ન કરશે અને આ કાર્યમાં સ્ત્રી જાતિ એમાં ઘણી ઉપયોગી થશે.
કોઈને થશે કે આ શા માટે ? મેં કહ્યું છે કે ભૂતકાળમાં આપણી સમાજરચના અને અર્થતંત્ર અમુક જાતનું હતું, પણ યંત્રો આવ્યા પછી ધર્મ સંસ્થાએ સંશોધન ના કર્યું એટલે વિજ્ઞાન ધર્મથી આગળ નીકળી ગયું. અને ભારતની જે સમાજરચના હતી એ ટકી ના શકી, બ્રિટિશરોએ પણ એ રીતે
સાધુતાની પગદંડી
Page #36
--------------------------------------------------------------------------
________________
જ લાભ લીધો. બાપુજી આવ્યા પછી તેમણે નવી દિશા બતાવી. નૈતિક પાયા ઉપર બધી રચના થાય તે માટે આ ચાર વિભાગ પાડ્યા છે. આ દેશની ધર્મ સંસ્થા પણ આ દિશામાં કામ કરતી થાય એવો પણ ખ્યાલ છે. આ દેશની પ્રજા ધર્મ સંસ્થાનો કોઈપણ રીતે નિભાવ કરે છે. પણ હવે લોકોને લાગે છે કે ધર્મ સંસ્થાની જરૂર નથી. કારણ કે તે નિષ્ક્રિય થઈ ગઈ છે. એટલે હવે ધર્મ સંસ્થા નવા સ્વરૂપે વિશ્વવત્સલ સંઘના નામે ફરી જાગ્રત કરવાની કલ્પના છે.
નગર પુનરચના મંડળ ગ્રામ મંડળને પૂરક બનશે. જ્યાં સુધી પરદેશ સાથે વ્યવહાર છે ત્યાં સુધી નગરોની જરૂર તો રહેવાની. ફેર એટલો કે એની દૃષ્ટિ ગામડાંને જીવાડવાની રહેશે. આપણે ત્યાં મહાજનની જે સંસ્થા હતી તે આ રીતે જ જીવતા. એટલા માટે તે મહાજન કહેવાતા. મોટા માણસ એ મહાજન. ઝગડુ શાહ, ભામાશા, ભીમો હડાળિયો એના પ્રમાણો છે.
પક્ષો વધે છે ત્યારે કોંગ્રેસને જ સમર્થન શા માટે ? એનો ઉત્તર એ છે કે, આપણે ત્યાં એવી માન્યતા છે કે સબળ વિરોધપક્ષ હોય તો જ રાજકારણ તંદુરસ્ત ચાલે. મારી માન્યતા જુદી છે. વિરોધપક્ષમાં ચૂંટાયેલા માણસ જાય, નીતિ જોવા કરતાં પક્ષીય દૃષ્ટિએ જ દરેક પ્રશ્નને જુએ છે. ભાષાવાર પ્રાંત રચનાનો પ્રશ્ન એની દંદૂભિ વગાડવાના. લોકોને શું ગમે છે તે આપશે. અને પોતાના પક્ષની પ્રતિષ્ઠા વધારવા પ્રયત્ન કરશે.
દેશની અંદર સ્વરાજ્ય લાવવા માટે સંસ્થા તરીકે કોંગ્રેસનું સ્થાન અદ્વિતીય છે. એમાંથી છૂટા પડેલા ભાઈઓનો ઓછો ભોગ છે એમ કહેવાનો મારો આશય નથી. પણ આજે વ્યક્તિ કરતાં સંસ્થાનું મહત્ત્વ વધારે છે. સામ્યવાદી કહે કોમી પક્ષોને તો આપણે ટેકો નહિ આપીએ પણ પ્રજાપક્ષને માટે કેટલાકને આશા રહે છે. એ પક્ષ કેવળ રાજકીય રીતે ઊભો થયો છે. સામાજિક, આર્થિક કામો તેણે લીધાં નથી. વળી રાજકીય દષ્ટિ હોવાને કારણે અશુદ્ધ સાધનોનો આધાર લે છે. ગઈ ચૂંટણીમાં દારૂબંધીની નીતિની ટીકા કરી. કોઈ વ્યક્તિઓ દારૂબંધીને ટેકો આપશે. પણ સંસ્થા તરીકે ટેકો નહિ આપે. ચૂંટણીમાં સામ્યવાદી સાથે કે કોમવાદી સાથે પણ જોડાણ કરે છે. એટલાં જ માટે હું કોંગ્રેસને ટેકો આપું છું. તેની કેટલીક ખામીઓ હોવા છતાં અહીં સત્ય અને અહિંસાની નીતિ સ્પષ્ટ છે. તેની પરદેશ નીતિ સાધુતાની પગદંડી
Page #37
--------------------------------------------------------------------------
________________
પણ સ્પષ્ટ છે. એટલે આંતરરાષ્ટ્રીય નીતિને કારણે દેશમાં કોંગ્રેસ સિવાય કોઈ બળ નથી.
આર્થિક સામાજિક ક્રાંતિ તે નથી કરી શકતી. તેનું કારણ તેમાં શહેરીસંસ્કૃતિનું મિશ્રણ છે. એટલે એને ગ્રામલક્ષી બનાવવા માટે ગામડાંનું બળ એને મળવું જોઈએ. ખેડૂત પરિષદ સામે તાત્ત્વિક મતભેદ છે. કોઈ ઠેકાણે ઘર્ષણ પણ થાય. પણ છેવટે તો એકબીજાની શુભ નિષ્ઠાથી પ્રશ્નો પતાવી શકાય છે.
આજની કોંગ્રેસમાં જે કડી ખૂટે છે તે ગ્રામલક્ષિતા તે માત્ર અંદર જવાથી નહિ આવે. પણ સમાજક્રાંતિ અને અર્થક્રાંતિ ગામડાંમાં રહીને કરવાથી થશે. ભૂમિઆંદોલન ગ્રાનિર્માણનો એક ખૂણો છે. એક ખૂણો સંધાયો એટલે બીજો સંધાશે. ઘાંચી-વણકરનો ખૂણો જોશે, વણકર-ઘાંચીને સાચવશે. અરસપરસ મદદ ક૨શે અને પોતાથી નીચેનાનો વિચાર કરશે.
બહુલક્ષી વેચાણવેરામાં વચલી કડીઓ ઓછી થાય છે. એ કડીઓનું શું? વેજીટેબલ બંધ થાય તો તેમાંથી નીકળતા મજૂરોનું શું ? એમાં રોકાયેલી મૂડીનું શું ? યંત્રો બંધ કરીએ તો મજૂરો અને મૂડીનું શું ? એ બધા પ્રશ્નો આપણી સામે આવશે. પણ ગામડાં આટલો બધો વખત બેકાર રહ્યાં અને હજુ પણ છે તેનું શું ? તેનો કોઈ વિચાર થયો નથી. વેપારમાં ચાર-પાંચ એજન્સીઓ શું કરવા જોઈએ ? સરકાર આ બધું નહિ કરી શકે. ગ્રામસંગઠન જ આનો ઉપાય છે.
તા. ૨૭-૧૧-૧૯૫૩ : ચરખા
ચલાલાથી નીકળી મોટી ગરમડી ગામમાં થોડું રોકાઈ ચરખા આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો. રાત્રે સભામાં ૬૮ વીઘા જમીન ભૂદાનમાં મળી.
તા. ૨૮-૧૧-૧૯૫૩ : સીમરણ
ચરખાથી નીકળી સીમરણ આવ્યાં. અંતર પાંચ માઈલ. ઉતારો મહાદેવમાં રાખ્યો હતો. ગ્રામલોકોએ સામે આવી સ્વાગત કર્યું હતું. રાત્રે પ્રાર્થના પછી જાહેરસભામાં બોલતાં જણાવ્યું કે, આપણે આવ્યા ત્યારે રસ્તામાં ખાડાટેકરાં આવ્યા. બળદગાડાને આ હાનિકારક છે. એ રોડાં દૂર કરવા પંચાયત
સાધુતાની પગદંડી
૬
Page #38
--------------------------------------------------------------------------
________________
નીમી છે. પંચાયત એટલે ગામડાંનું સંગઠન. પણ પંચાયત જો પરાણે આવી હશે તો મજા નહિ આવે. અમો આવ્યા છીએ અને તમને પ્રેમ છે. તો તમે કહેશો કે અમારાં ધન્ય ભાગ્ય કે તમારા જેવા માણસો અમારે આંગણે હોય પણ જો અણગમતું હોય તો તમે કહો કે, ક્યાંથી ટળ્યા ? આવું દરેક કામમાં છે. જીવન પ્રત્યે પ્રેમ નથી. એટલે જીવી નાખીએ છીએ. પણ વેઠ કરીને. જે શાંતિ અને આનંદ જોઈએ તે મળતો નથી. શિક્ષક નિશાળમાં ભણાવતો હોય તો નિશાળ છૂટવાની વેળા ક્યારે થાય એની રાહ જોશે. બાળકો પણ ક્યારે રજા પડે તે જોશે. પણ એ શિક્ષણમાં અને શીખવવામાં આનંદ અને ફરજ જણાશે. ત્યારે નિશાળથી ઘેર જવાનું કોઈ દિવસ મન ન થાય. સાંદિપનીનો આશ્રમ કેવો હતો. કૃષ્ણને ઘર યાદ આવતું નહિ, ઊલટું ઘેર જવાનું થાય તો ચિંતા થતી.
આપણું જીવન નીરસ થઈ ગયું છે. જો એમ ન હોત તો ગામમાં પંચાયત હોય અને આવા ખાડા-ટેકરા હોય ? દરેકને એમ થાય કે મારે શું? ખરું જોવાં એમ થવું જોઈએ કે હું પણ ગામનું એક અંગ છું. એવું જ ભૂદાનનું છે. ભૂમિદાનનું ગીત સાંભળીને કેટલાક ભાગવા લાગશે. જે આવશે તેમની પાસે ભૂમિ હશે નહિ. કેટલાક કાન પવિત્ર કરવા આવશે. ત્યારે ભૂમિદાનનું રહસ્ય સમજ્યા વિના એ થવાનું નથી. જેમ વરસાદ આવશે ત્યારે ખેડૂત ગમે ત્યાં ગયો હશે ત્યાંથી ઘેર પાછો ભાગશે. કારણ કે વાવણી કરવાની છે. ત્યારે આ ભૂમિદાન એ બી વાવવાનું છે. તમો ભૂમિદાનથી ભડકો નહિ. તેની વાત સમજો. છે કોઈ એવી વસ્તુ કે એકમાંથી અનેક થઈ શકે? રૂપિયા એકના અનેક થાય છે. એકના નવ કોઈ આપે છે.પણ અગિયાર બાર લે છે. ત્યારે નવ આપે છે. રૂપિયા સોના દોઢસો થાય તે વિયાતા નથી. પણ અનીતિ વિચાય છે. ચોરી વિયાય છે. ચેતના સિવાય કોઈક વિયાતું નથી. એક કણના હજાર કણ આપ્યાં એની ઉપર માત્ર આપણો જ અધિકાર છે શું ? એટલા માટે પૂર્વજો વાવણી વખતે બોલતાં કે શ્રી ગણેશાય નમઃ ગણ એટલે ટોળુ (સમાજ) જે હું વાવું છું. તેમાં સમાજનો ભાગ છે, સંતનો ભાગ, જતિનો ભાગ, પંખીનો ભાગ, પણ આપણે શું કરીએ છીએ ? પાક્યા પછી બધું મારે. બનાસકાંઠામાં મેં જોયું. ઘાસના ઓઘા જોયા, જોઈએ તેટલું ઘાસ અને અનાજ લઈ લે. બાકીનું ત્યાં સાધુતાની પગદંડી
Page #39
--------------------------------------------------------------------------
________________
જ છોડી દે. ભગવાનનો આ પ્રસાદ છે શેરડીનો ચીચોડો ચાલતો હોય, ગોળ બનતો હોય ત્યારે જે કોઈ ત્યાં જાય તે પ્રસાદનો અંશ લીધા સિવાય જઈ શકે જ નહિ. એ રિવાજ થઈ ગયો હતો. આ લીસોટા ક્યાંક ક્યાંક રહી ગયા છે. દરજી ચોરે, મોચી ચોરે, સોની ચોરે, લુહાર ચોરે બધાં જ ચોરે, કેટલાક વેપારી રાતના બાર વાગ્યા પછી પણ ખુલ્લી દુકાન રાખે. કારણ કે લોકો ચોરેલો માલ કાલાં, કપાસ, માંડવી વેચવા આવે. તે સીધાં ચોરીનાં જ, આ તો ચોરીને જ ટેકોને ? અને પાછા કહેવાના શાહુકાર ! આ સ્થિતિમાંથી આપણે બહાર નીકળવું જોઈએ. બધાં જ સ્વાર્થી થયા છે. નિઃસ્વાર્થી થવા માટે આ ભૂદાન છે. એક એકરવાળો પણ આપી શકે છે. કહેવાય છે કે પહેલા એવા પ્રકારના જોગીઓ હતા. તે ઇલમકી લકડી ફેરવી દેતા. તેથી કોઈ રસોઈ ખૂટે નહિ. એ ઇલમ કયો ? નિઃસ્વાર્થતાનો આપવા લાગ્યા કે લેનારો ધરાઈ જાય છે. આપણે ખાવા જેટલું પકવીએ ‘ખાય મૂંઝા લકડાં ના થાય'. પૈસા વાવતાં થયા છે એટલે લોભ લાગે છે. જૂના વખતના પ્રવાસીઓએ આ દેશ વિશે નોંધ્યું છે કે અમે કોઈ ઘેર સાંકળ મારેલી ના જોઈ. કૂતરાં પણ અંદર ના જાય, તે સમજે છે કે આ મારા માલિકનું ઘર છે મને ખાવા આપવાનો જ છે. પણ માનવીને વિશ્વાસ નથી. આપીને રસ ચાખો કે ઉદારતાનો રસ, આપવાનો રસ કેવો છે ! એક ગામમાં ગયો. સ્વાગત તો સારું કર્યું. પણ જયાં ભૂદાનની વાત સાંભળી કે ઘોડી પર બેસીને ચાલતા થયા. કોઈ કહે છે દીકરો ના કહે છે, પણ એ દીકરો સ્વાર્થનો દીકરો છે. ત્યારે જેની પાસે રોટલો નથી. તે અકળાય નહિ તે સ્થિતિ પેદા કરવા માટે ભૂદાન છે. “મા” કોઈ દિવસ લખત કરતી નથી કે મારે મારા દીકરાને પાળવો. એ સહજ છે. તેમ આપણે જો સમાજની મા થઈને રહીએ તો એ માને સમાજરૂપી દીકરી સારી રીતે પોષવાનો છે. તા. ૨૯-૧૧-૧૫૩ : જીર
શ્રીમરણથી નીકળી જીરા આવ્યા. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. આ ગામ ખેડૂત સંઘની અસર નીચે હતું. વેપારી વર્ગ વિરોધી લાગ્યો. કોઈની સાથે એમ વાત કરતા હતા કે “આ મહારાજ તો ધર્મનું કામ કરવાને બદલે રાજકારણનું કામ શું કામ કરતા હશે ? કોઈ સ્વાગત માટે સામા ન જશો. આવશે એમની મેળે.” આમ ગેરસમજ થયેલી હતી. સાંજના નિશાળમાં
સાધુતાની પગદંડી
Page #40
--------------------------------------------------------------------------
________________
સમૂહકાંતણ રાખ્યું હતું. બાળાઓએ ગરબા અને ગીત ગાયાં હતાં. મહારાજશ્રીએ તેમને નાના વ્યસનોથી બચીને ભણવામાં ધ્યાન આપવા કહ્યું હતું. સવા આઠ વીઘા ભૂદાન મળ્યું હતું. તા. ૩૦-૧૧-૧૫૩ : આંબા
જીરાથી આંબા આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો સરકારી કચેરીમાં રાખ્યો હતો. રાતની સભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે, તમને લાગશે કે જૈન સાધુ અને ભૂદાન એને શો સંબંધ ? તે વિશે ઘણાને શંકાકુશંકા થતી હશે. દયા અને દાનને પણ સમજવું જોઈએ. કોઈને એમ થશે કે જ્યાં ખેડૂતો ગરીબ છે તેમની પાસેથી ભૂમિદાન લેવાનું શું પ્રયોજન ? આ બાબત લાંબી દૃષ્ટિથી જોવી જોઈએ. વાવીને લણવાનું છે. પહેલાં ત્યાગ કરીએ તો જ વધુ મળશે. તા. ૨,૩-૧૨-૧૯૫૩ : લીલીઆ મોટા
આંબાથી નીકળી લીલીઆ આવ્યા. અંતર સાડા ચાર માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. ગામ લોકોએ સામાં આવી સ્વાગત કર્યું. અહીં દશ ધારાસભ્યો અને આગેવાનોને વેચાણવેરા અંગે વાતચીત કરવા બોલાવ્યા હતા. અંબુભાઈ શાહ, બાબુભાઈ જશભાઈ, નાયબપ્રધાન, કુરેશીભાઈ અને ડો. શાંતિભાઈ આવ્યા હતા. આખો દિવસ ચર્ચાઓ ચાલી. બાબુભાઈએ મુખ્ય વાતો કરતાં જણાવ્યું કે સરકાર બહુલક્ષી વેચાણવેરો લાવી હતી. વેપારીઓનો સખત વિરોધ હતો. છતાં પણ વચલી કડીઓ એ બિલમાં ઓછી થવાની સંભાવના હતી. એટલે ડૉ. જીવરાજે તેનો આગ્રહ રાખ્યો હતો. મહારાજશ્રીએ વચલી એજન્સી ઓછી થવાને કારણે ગામડાં સબળ બનશે. માલ સસ્તો પડશે અને એ છૂટી પડેલી મૂડી (બુદ્ધિ) ગામડાંના વિકાસમાં વપરાશે. એ ન્યાયે એ બિલને પોતાનો ટેકો આપ્યો હતો. પણ હવે જયારે સરકાર એ બિલ બદલીને દ્વિલક્ષી લાવવાની છે. નાના વેપારીઓનો વિરોધ હોવા છતાં તે લાવે છે. ત્યારે તેટલા પ્રમાણમાં તે પીછેહઠ કરે છે. અને તેમાં મોટા વેપારીઓની લાગવગ છે. તેમ જણાવવાથી મહારાજશ્રીએ બહુલક્ષી ચાલુ રાખળા પૂરો પ્રયત્ન કર્યો. અમદાવાદ, મુંબઈ અને વડોદરાનાં નાનાં મંડળો સાથે સંપર્ક સાધ્યો. ડૉ. જીવરાજભાઈ કુંડલામાં રૂબરૂ મળવા
સાધુતાની પગદંડી
Page #41
--------------------------------------------------------------------------
________________
આવ્યા હતા ત્યારે વાતો થઈ હતી. છેવટે બિલ સિલેક્ટ કમિટિને સોંપાયું. કમિટિએ દ્વિલક્ષી લાવવાનું લાભકારક માન્યું અને કેટલાક સુધારા સૂચવ્યા.
મહારાજશ્રીને સૈદ્ધાંતિક રીતે આ વાત ગળે ઊતરી નહિ. ત્યારે શું કરવું? જ્યારે લોકો મૂંગા હોય અને લોકશાહી મૂડીવાદીના હાથમાં રમી જાય નહિ ત્યારે એ મૂંગાને વાચા આપવા કોઈકે તો પ્રયત્ન કરવો જોઈએ. એમ માની સાતેક ઉપવાસ કરવાનું વિચાર્યું હતું. મોરારજીભાઈ અને બીજા સાથીઓને આની ચિંતા હતી. બાબુભાઈએ એ વાત સમજાવી કે સરકારે વચલી કડીઓ ઓછી થશે માટે બહુલક્ષી લાવવો છે. એ વાત બરાબર નથી. કરચોરી થાય નહિ છતાં જોઈતી રકમ મળે. વેપારીઓને મુશ્કેલી ન પડે. એ દૃષ્ટિ રાખીને એ વેરો લાવે છે અને આજે એ જ હેતુથી બદલી રહી છે. વળી આમાં માત્ર જીવરાજભાઈ એલાની જવાબદારી નથી. આખું પ્રધાનમંડળ સાથે બેસીને પાયાના પ્રશ્નો વિચારે છે. સરકાર ગામડાના અર્થતંત્ર માટે શક્ય તે કરે છે. જાગ્રત છે. માટે ઉપવાસનું પગલું યોગ્ય નથી.
આટલી વાત પછી મહારાજશ્રીએ વિચાર્યું કે લોકોના માટેનું આ કામ છે તેવે વખતે કમમાં કમ નજીકના સાથીઓ પણ જો ઉપવાસમાં સહમત ન થાય તો મારે અટકવું જોઈએ. કુરેશીભાઈ અને અંબુભાઈ બીજે દિવસે રોકાયા હતા અને શુદ્ધિ પ્રયોગો અંગે વાતચીત થઈ હતી. આ ગામમાં ૧૮ વીઘા ભૂદાન મળ્યું હતું. તા. ૪,૫-૧૨-૧૫૩ : બોરીંગડા
લીલીઆથી નીકળી બોરીંગડા આવ્યા. આઠ માઈલ. ઉતારો મહાદેવજી દાદાની મેડી ઉપર રાખ્યો હતો. અહીંયાં ૧૬ વીઘાં ભૂદાન મળ્યું હતું. તા. ૬-૧૨-૧૯૫૩ : તાણાં
બોરીંગડાથી કુતાણા આવ્યા. અંતર બે માઈલ. અમારે જવું હતું પાંચતલાવડાં પણ ગામનો પ્રેમ અને ભૂદાનની સારી જાહેરાત થવાની હતી. તેથી થોડું નિશાળમાં રોકાયા. અહીં ૨૭૬ વીઘા જમીન મળી હતી. તા. ૬-૧૨-૧૯૫૩ : પાંચતલાવડાં
કુતાણાથી પાંચતળાવડાં આવ્યા. અંતર સાડાપાંચ માઈલ. ઉતારો ધર્મશાળામાં રાખ્યો હતો. નાયબ કલેક્ટર, મામલતદાર ગામલોકો વગેરે મળી ૧૦
સાધુતાની પગદંડી
Page #42
--------------------------------------------------------------------------
________________
મહારાજશ્રીનું સુંદર સ્વાગત કર્યું હતું. બપોરના તાલુકાના આગેવાન ખેડૂતોનું એક સંમેલન રાખ્યું હતું. આ ગામમાં પંચાવન વરસથી બે પક્ષો વચ્ચે પાણીના માર્ગ સંબંધી ઝઘડો ચાલતો હતો. એકબીજાને હુંસાતુસી આમાં મહત્ત્વનો ભાગ ભજવતી હતી. આને કારણે ગામનું કોઈ સારું કામ થતું નહોતું. અને કુસંપ વધતો હતો. આજે મહારાજશ્રી અહીં આવ્યા હતા. કલેક્ટર પણ સહજે આવેલા. માટલિયા અને લાલજીભાઈ પણ આવ્યા હતા. બંને પક્ષને બોલાવ્યા ચર્ચા ચાલી બાર વાગ્યા સુધી ચર્ચાઓ થઈ. અંતે બે પક્ષદારો સમજૂતી ૫૨ આવ્યા પણ બે ગરીબ ખેડૂતના ખેતરમાં પાણીનો વહેણ પડવાને લીધે તેમનું ધોવાણ વધતું હતું. બીજી બાજુ પાણી કાઢે તો એક બાઈનું ખેતર સાફ થઈ જતું હતું. લખાણ તો થઈ ગયું. પણ બે જણાનો વાંધો ઊભો રહ્યો. તેઓ ગરીબ હતા. એટલે કદાચ તેમનું કોઈ સાંભળે નહિ અને સરકાર પણ એની રીતે સમાધાન કરી નાખત. પણ મહારાજને લાગ્યું કે આ ઠીક નથી. એટલે અમારે બીજે ગામ સવારના જવાનું હતું છતાં રોકાયા. ફરી બંને પક્ષો અને ક્લેક્ટરને બોલાવ્યા. અને છેવટે બધાંને સમાધાનકારક રસ્તો કાઢ્યો. આખા ગામમાં આનંદ મંગળ વરતાઈ ગયો. કાયમી ઝઘડો મટ્યો. કલેક્ટરે ઠીક ઠીક પરિશ્રમ લીધો હતો. અહીં ભૂમિદાન ૨૭ાા વીધા થયું અને નાના કાનકોટનું પણા વીઘા ભૂદાન થયું હતું.
તા. ૭-૧૨-૧૯૫૩ : હરિપર
પાંચતલાવડાંથી હિરપર આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો સુખલાલ શેઠને ત્યાં રાખ્યો હતો. એમણે પાંચ વીઘા જમીન ભૂદાન આપ્યું.
તા. ૮-૧૨-૧૯૫૩ ઃ અકાળા
હિરપુરાથી અકાળા આવ્યા. અંતર છ માઈલ. ઉતારો ચોરામાં રાખ્યો હતો. આ ગામ વડીયા સ્ટેટનું હોવાથી મકાનો સારાં હતાં. અહીં અમારા આગમન પહેલાં ૮૩ વીધા અને અમને ૨૩ા વીઘા ભૂદાન મળ્યું હતું. બાજુમાં આવેલાં દૂધાળા ગામમાંથી ૬૨૫ વીઘા ભૂદાન મળ્યું હતું. તા. ૯-૧૨-૧૯૫૩ : કેરાલા
અકાળાથી કેરાલા આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો સ૨કારી ચોરામાં રાખ્યો હતો. મહાલકારી, માટલિયા ગામ આગેવાનો વગેરે સાથે ગામે સાધુતાની પગદંડી
૧૧
Page #43
--------------------------------------------------------------------------
________________
સ્વાગત કર્યું હતું. અહીં જાહેર સભામાં બોલતાં મહારાજે જણાવ્યું કે, ભૂદાન એટલે શું ? એનો અર્થ સમજી લેવો જોઈએ. કોઈને કંઈ આપવું પડે તો તે અઘરું પડે છે. પણ જો આમાં લાગણી ભળે તો સહેલું બની જાય છે. એ લાગણી ક્યારે થાય ? કે જ્યારે જ્ઞાન ભળે. જ્ઞાન આવે તો પછી પોતે ખાતો હોય અને બીજો ભૂખ્યો હોય તો તે એકલો નહિ ખાઈ શકે. ટુકડામાંથી ટુકડો આપશે. ઢોર એમ નહિ કરી શકે. બે બળદ સાથે રહેતાં હોય સાથે કામ કરતા હોય, તેમાંના એકને નીરણ નાખો તો તે ખાવા મંડી જશે. બીજા ભાઈની ચિંતા નહિ કરે. આપણે માણસ છીએ એટલે આવું વિચારીએ છીએ.
જે બહુ કંજૂસ હશે, બહુ શોષણખોર હશે તેને ઈશ્વરના આશીર્વાદ મળતા નથી. તેને સુખ પણ મળતું નથી. આપણા સુખ માટે આ ભૂમિદાન યજ્ઞ છે. દેશમાં આગ લાગવાની તૈયારી ચાલે છે. તેવે વખતે તેને ઠારવા માટે આ અંજલિ છે.
તેલંગણમાં આ ચિનગારી પ્રગટી હતી. પણ વિનોબાજીએ બુઝાવી છે. વહાણમાં બેઠાં છીએ. તોફાન શરૂ થયું અને વહાણ ડૂબવા લાગ્યું. તે વખતે કપ્તાને કહ્યું, ભાઈ બચવું હોય તો સાથેનો બચકો દરિયામાં ફેંકી દો. જો તે વખતે કોઈ એમ વિચારે કે આ તો મારી કિંમતી વસ્તુઓ છે. કેમ નાખી શકાય ? પણ એમ કરવાથી પોતે જાય અને એની વસ્તુ પણ જાય. એટલે પોતાના જીવતર માટે પણ એ બચકો છોડવો જોઈએ. ભૂદાન એ બચકો ઓછું કરવાનું આંદોલન છે. પોતાની મમતા તોડવાનું આંદોલન છે. જો આપણે મોટા બંગલા તરફ જોઈશું તો ઘર નાનું પડશે. પણ ઝૂંપડા તરફ જોઈશું તો આપણું મકાન મોટો બંગલો લાગશે. એટલે આપણે નીચે જોવું જોઈએ. તો જ આપણે ઈશ્વરનો ઉપકાર જોઈ શકીશું અને બીજા માટે કંઈક છોડી શકીશું. આવી તમારી લાગણી થવી જોઈએ.
ભૂમિદાન એ બીજા માટે નથી. પોતાના માટે છે. દેવાની વસ્તુ નથી પણ લેવાનું છે. ઘણાંને પ્રથમ તો ભૂમિમાં ખોઈ નાખવા પડે છે. પછી જ તે અનેક સ્વરૂપે આવે છે. તેવું જ આ ધન વાવવાનું છે. તે સંતોષના રૂપે અને બીજી રીતે તે અનેક ગણું ઊગી નીકળવાનું છે. ધરતી કોઈની થઈ નથી અને થવાની નથી. જે ધણી થવા ગયાં, એમના હાથમાંથી એ ચાલી
સાધુતાની પગદંડી
૧૨
Page #44
--------------------------------------------------------------------------
________________
ગઈ છે. પણ માતા માનીને તેના ખોળામાં આળોટ્યાં તેને ખવરાવ્યું, સેવા કરી તો તે બાળકને પણ જીવાડે છે. આખું ગામ એક થઈને જીવે છે. એકબીજાના સુખ અને દુઃખના ભાગીદાર બનીએ છીએ. એ રીતે ગ્રામસંગઠન પણ કરવાનું છે. ગામડામાં દરેક પ્રશ્ન ગામડાં જ ઉકેલે તે પ્રમાણે કરવું છે. ગામની નેતાગીરી ઊભી કરવી છે. ફરજિયાત બચત અને લવાદી એ બે મુખ્ય સિદ્ધાંતો આપણે પાયામાં રાખવાના છે. રાત્રે જાહેર સભા થઈ હતી. તેમાં સવા અડતાળીસ વીઘા જમીન ભૂદાનમાં મળી હતી. તા. ૧૦-૧૨-૧૫૩ : શેડુભાર
કેરાલાથી શેડુભાર આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. અહીં માટલિયા, મહાલકારી, પંચાયત અધિકારી, પ્રભાશંકરભાઈ પણ ગામ સાથે સ્વાગતમાં આવ્યા હતા. અહીં એક પ્રસંગ બની ગયો. વાત એમ હતી કે,
સરપંચના એક સગાએ હરિજન બાઈને માર મારેલો. કેડ ભાંગી નાખેલી, છેવટે એ લોકોએ સરકારમાં ફરિયાદ કરી. ફરિયાદમાં જેમ બીજા કરે છે, તેમ થોડું જૂઠું પણ કરેલું. મારનારની સ્ત્રીને અને બીજાને પણ કોર્ટમાં ઢસડી ગયેલા. અમારે સવારે જવાનું હતું. એટલે મહાલકારી અને કાર્યકરને ન્યાય કરવાનું કામ સોંપ્યું. દરમિયાન લાઠીના એક હરિજન કાર્યકર્તાએ સમાધાન કર્યું. ૨૦ રૂપિયા હરિજન બાઈને અપાવી સમાધાન કરાવ્યું. મહારાજશ્રીએ આ વાત જાણી ત્યારે દુઃખ થયું. તેમણે મહાલકારી, માટલિયા અને વાલજીભાઈ એ ત્રણેયને ન્યાય માટે શેડુભાર મોકલ્યાં. એ લોકોએ ત્યાં જઈને પંચાયતના સભ્યોને બોલાવ્યા. માટલિયાએ વાત મૂકી કે, ભાઈ જુઓ તમે જે ન્યાય કર્યો છે, એ બરાબર નથી. પહેલાં તો આપણે એ નક્કી કરો કે, આપણે કોઈએ આપણી બૈરીને મારવી નહિ. તમે મારી હશે એટલે જ છોકરાને મારવાની ટેવ પડી હશે. બધાને એ વાત ગમી. છોકરો હરિજન બાઈની માફી માગે. હરિજન પંચાયતની માફી માગે. લાગે કે તે પંચાયતને નહિ પૂછતાં કોર્ટમાં ગયો અને પંચાયત હરિજનની માફી માગે. કારણ કે તેણે આ પ્રશ્ન જોયો નહિ અને અમે આવ્યા. ખોટું ભાડું થયું. એટલે ૧૦ રૂપિયા દંડ વધારે આપે. સાધુતાની પગદંડી
૧૩
Page #45
--------------------------------------------------------------------------
________________
પંચાયતે ભૂલ કરી તો ઠરાવ કરી નોંધ લે કે ફરી આવું ના કરે. આ પછી બે ભાઈઓ મહારાજશ્રી પાસે માફી માંગવા આવી ગયા. પેલા હરિજન કાર્યકર્તા પણ લાઠીથી આવીને શ્રમા માગી ગયાં. મહારાજશ્રીએ કહ્યું કે, આપણે તો સમાજમાં ન્યાય ઊભો કરવો છે. રૂપિયાથી ન્યાય ના મળે. તા. ૧૧-૧૨-૧૯૫૩ : ચીતલ
શેડુભારથી નીકળી ચીતલ આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો ધર્મશાળામાં રાખ્યો હતો. બપોરના ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. બીજે દિવસે ગામમાં મ્યુનિસિપાલિટીની જૂની ઓફિસમાં આવ્યા. રાત્રે આઝાદ ચોકમાં જાહેરસભા રાખી હતી. અહીં ૧૦૩ વીઘા રે ગુંઠા જમીન ભૂદાનમાં મળી હતી. આ ગામમાં મ્યુનિસિપાલિટી અને વેપારીઓમાં માંહોમાંહે વિરોધ ઘણો જણાયો. દામોદરભાઈ મૂલચંદ મ્યુનિસિપાલિટીને ચોખ્ખા માણસ છે. પણ સ્વભાવને કારણે નગ્ન સત્ય સંભળાવવા માટે આ વિરોધ જાગ્યો છે. મહારાજશ્રીએ વેપારીઓને બોલાવ્યા હતાં. તેમને કહ્યું કે, આગળ પાછળનું સંભારવાનું નથી. પણ સૌ પોતપોતાનાં દોષ જાહેર કરે. અને એ સુધારે. પાછળથી કોઈનું વાંકું ન બોલે. અને અરસપરસ દીર્ધદષ્ટિ રાખીને ચાલે.
સવારના નિશાળમાં ત્રણે શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન રાખ્યું હતું. તા. ૧૩-૧ર-૧૯૫૩ : દેવળિયા
ચીતલથી નીકળી દેવળિયા આવ્યા. અંતર દશ માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. અહીં ના વીઘા જમીન ભૂદાન મળ્યું. તા. ૧૪-૧૨-૧૯૫૩ લાઠી
દેવળિયાથી નીકળી લાઠી આવ્યા. અંતર છ માઈલ ઉતારો સંન્યાસ આશ્રમમાં રાખ્યો. બપોરના ૩ થી ૩-૪૫ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓની સભા થઈ. ૪ થી ૫ હરિજનવાસમાં મુલાકાત લીધી. ભાવનગરથી દેવેન્દ્રભાઈ આવ્યા હતા. લાઠીનું ભૂદાન : દેવેન્દ્રભાઈના હાથે ૨૦૦ વીઘા આશોદર ગામ, ૩૮ વિધા સુરધાર અને ૩૧ વીઘા લુહારીયા તથા પર રૂપિયા સંપત્તિદાનમાં મળ્યા. પ૬ હરિજન મજૂરોએ એક દિવસની મજૂરી આપી.
૧૪
સાધુતાની પગદંડી
Page #46
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૧૨-૧૯૫૩ : દેરડી
લાઠીથી નીકળી દેરડી આવ્યા. અંતર આઠ માઈલ. ઉતારો ચોરામાં રાખ્યો હતો. માટલિયા તથા મહાલકારી સાથે હતા. અહીંની વાવમાં હરિજનો સવર્ણો સાથે પાણી ભરે છે. આ ગામ ચારણોનું હતું. ચારણ માતા જાગબાઈનું મંદિર છે. તેમની માન્યતાથી પાણી સાથે ભરાય છે. ગામ ગરીબ હોવા છતાં ૪૭ વીઘા જમીન ભૂદાનમાં આપી. તા. ૧૬-૧૨-૧૯૫૩ : ઢસા જંક્શન - દેરડીથી નીકળી ઢસા આવ્યા. અંતર પાંચ માઈલ. મહાલકારી અને કાર્યકરો સાથે હતા. ગામે સ્વાગત કર્યું. અહીં નિશાળમાં એક પણ હરિજન નથી. હરિજનવાસમાં જઈને સમજાવ્યા છે. માસ્તર ગામના ગોર મહારાજ છે. એટલે અને કદાચ વેપારી આગેવાનની હરિજનો પ્રત્યે સૂગ હોય એમ લાગ્યું. અહીં ૩૭ વીઘા ભૂદાન મળ્યું. તા. ૧૭-૧૨-૧૯૫૩ થી ૨૧-૧૨-૧૫૩ : માલપરા
ઢસાથી નીકળી માલપરા આવ્યા. વચ્ચે માલજીના પારણા ગામ આવ્યું. ત્યાંના ગામલોકોના આગ્રહથી થોડો વખત નિશાળમાં રોકાયા હતા. ઉતારો લીંબા પટેલના મકાને રાખ્યો હતો. ગામે દૂર સુધી આવી બાળકો-બહેનો ભજનમંડળો સાથે સ્વાગત કર્યું.
બપોરના ચુંવાળિયા ભાઈઓનું ૨૨ ગામના લોકોનું સંમેલન રાખ્યું હતું. સંમેલનમાં જાહેર ઠરાવ કરે છે, એમ નહિ. પણ ખૂબ વિચારીને અંતે ઠીક ઠીક ઠરાવ કર્યા. દેવીને ભોગ નહિ આપતાં સુખડી કે નાળિયેર આપવું. દિયરવટું ના કરવું, ચોરી ના કરવી, માંસાહાર ના કરવો અને મજૂર મંડળી સ્થાપી સરકાર પાસે કામ માગવું. આમ સુધારા કરવા માટે વિચાર્યું. સંમેલનનો ભોજન પ્રબંધ માલપરાની સંસ્થાએ કર્યો હતો. રાત્રે પણ સંમેલનનું કામ ચાલુ હતું. કેટલાક સમજુ ભાઈઓએ કહ્યું હતું કે, દેવીને ભોગ આપવાના પરિણામે જ આપણા મંદિરોની દશા છાપરાં વગરની કે ખીજડાં નીચે ઢંગધડા વગરની હોય છે. સંમેલનમાં ૨૧ ગામના આગેવાનો હાજર રહ્યા હતાં.
તા. ૧૯મીએ આજુબાજુના ખેડૂતોનું એક સંમલન રાખ્યું હતું. એમાં ગ્રામ-સંગઠન શા માટે ? એ વિશે જરૂરી સમજણ આપી હતી. આ બાજુ
સાધુતાની પગદંડી
૧૫
Page #47
--------------------------------------------------------------------------
________________
ખોટી આનાવારી થઈ છે તે અંગે ચર્ચા થઈ. તેની યોગ્ય તપાસ કરી સરકાર પાસે રજૂઆત કરવા પાંચ માણસની કમિટી નીમી. લગભગ પચાસ ગામના ખેડૂતો આવ્યા હતા. વ્યવસ્થિત કામ શરૂ થાય એટલા માટે એમાંના આગેવાનોની એક કમિટી નીમી. અને માલપરા તથા બીજા એક ઠેકાણે સહકારી ભંડારનું કામ શરૂ કરવું એમ વિચાર્યું.
એક રાત્રે બહેનોની સભા થઈ હતી. બીજી રાત્રે ગોપાલકોની સભા થઈ હતી. પુંજાભાઈ કવિ આવ્યા હતા. અને ગોપાલક મંડળનું કામ શરૂ કરવાનું વિચાર્યું હતું. ગોપાલક સહકારી ધોરણે ગાયોનું પાલન કરવા તૈયાર થાય તો માલપરા સંસ્થાએ પોતાની ૨૦ વીઘા જમીન આપવાની તૈયારી બતાવી હતી. તા. ૨૧-૧૨-૧૯૫૩ : ખીજડીયા
માલપરાથી સવારના ખીજડીયા જઈ આવ્યા. ગામના ભાઈઓનો પ્રેમ ઘણો હતો. નિશાળમાં સભા થઈ. એમાં ભાઈઓને ભૂદાન અને ગ્રામસંગઠન અંગે સમજાવ્યું. બહેનોને અનીતિનું ધન ઘરમાં ન આવી જાય તે માટે ચોકીદાર થવા જણાવ્યું. અહીંયાં ૬૩ વીઘાં ભૂદાન મળ્યું અને પાટણામાલજી ગામનો ૨દા વીઘાં ભૂદાન મળ્યું. તા. ૨૨-૧૨-૧૯૫૩ : ભંડારિયા
માલપરાથી સવારના ભંડારિયા જઈને બપોરે પાછા આવ્યાં. બહેનોભાઈઓએ વાજતેગાજતે સ્વાગત કર્યું. આ ગામમાં નાડોદા રજપૂતોની વસ્તી છે. એટલે બૈરાં જાહેરમાં બહાર નીકળતાં નથી. પણ મહારાજશ્રી ઉપરની શ્રદ્ધાને કારણે ગીતો ગાતાં ગાતાં સામે આવ્યાં હતાં. આખો રસ્તો વાળીઝૂડીને સાફ કર્યો હતો. સભા માટે શ્રમ કરીને ઓટો તૈયાર કરી નાખ્યો હતો. અને મહારાજશ્રી જયાં ભિક્ષા લેવા જવાના હતા તે ઘરો લીંપીગૂંપીને તૈયાર કર્યા હતાં. આખા ગામે ફક્ત એક ખાતેદાર સિવાય દરેકે ભૂદાન આપ્યું. એક ભાઈએ તો ચાર વીઘામાંથી એક વીધું આપ્યું હતું. કુલ ભૂદાન ૧૦૯ વીઘા થયું હતું. અહીંના સરપંચ હીરાભાઈ ભીમાભાઈ છે.
માલપરામાં એક રાતના પ્રાર્થના પછી ગ્રામસંગઠન શા માટે જરૂરી છે? તે વિશે મનનીય પ્રવચન કરતાં જણાવ્યું કે, સામાન્ય રીતે માણસને જોઈએ ૧૬
સાધુતાની પગદંડી
Page #48
--------------------------------------------------------------------------
________________
છીએ ત્યારે પ્રાણી કરતાં તેની વિશેષતા દેખાય છે. અને એટલે જ દરેક શાસ્ત્રમાં માણસની કિંમત ઘણી ઊંચી આંકી છે. જૈન શાસ્ત્રોમાં વિશ્વની ક્લ્પના આપવામાં આવી છે. એનું આખું સ્વરૂપ માણસમાં સમાયેલું છે. ગીતામાં પણ કહ્યું, ‘હે અર્જુન બધાં પ્રાણીમાં હું રહેલો છું.' પણ મનુષ્ય યોનિમાં વિશેષરૂપે રહ્યો છું. આ પરથી ખ્યાલ આવશે કે જેની કિંમત વધારે તેમ તેની જવાબદારી વધારે. માણસની વિશેષતા એટલા માટે છે કે તે બીજા પ્રાણીઓનો ભોગ ન લે. પણ બીજા માટે એ ભોગ આપે. બીજા માટે ઘસાય તે ઊંચો. એટલા માટે આપણે વિશ્વવાત્સલ્ય શબ્દ વાપરીએ છીએ. પ્રેમ પંથ પાવકની જ્વાળા’, ‘હિરનો મારગ છે શૂરાનો' એટલે વાત્સલ્ય કવું તેમાં કેટલી જવાબદારી છે. તેનો પણ ખ્યાલ આવે છે. બીજાને રંજાડીને ઉપભોગ કરીએ છીએ ત્યારે લિજ્જત નથી આવતી. પણ ત્યાગ કરીને ખાઈએ છીએ ત્યારે કોઈ ઓર આનંદ આવે છે. માણસના સ્વભાવમાં આ વસ્તુ પડેલી છે. પણ અનેક જન્મોની ભૂલોને પરિણામે તેનામાં ખામીઓ પણ રહી ગઈ છે. એ ખામીઓને પુરુષાર્થ દ્વારા કેમ દૂર કરવી તેને માટે આ આપણો પ્રયત્ન છે.
બીજાના માટે જીવીએ છીએ ત્યારે આપણી પ્રતિષ્ઠા વધે છે. આપણને સંતોષ પણ થાય છે. એટલા માટે આપણા સંગઠનનો પાયો નીતિ અને ત્યાગ મુખ્ય રાખ્યો છે. વેંત નમી શકે છે એની સામે હાથ નમવાવાળા વળી શકે છે. આ વસ્તુ અમલમાં મૂકીએ ત્યારે જ મળી શકે. તેને માટે મેં વિચાર કર્યો અને ગામડું અને ગાય મધ્યમાં રાખીને પ્રયત્ન કરવો એમ વિચાર્યું. એમાંથી ખેતી અને ગોપાલક આવી જાય છે. વિશ્વવાત્સલ્ય એ ધ્યેય છે અને એ ધ્યેય ગ્રામ સંગઠનમાંથી પ્રાપ્ત કરવું છે. એકલો ત્યાગ નહિ કરી શકીએ. એટલે થોડું છોડતા જઈએ. થોડું મેળવતા જઈએ. એટલા માટે ફરજિયાત બચત અને લવાદી બે મુખ્ય રાખ્યા છે. નૈતિકભાવો એ મુખ્ય વાત છે. જે દિવસે પોતાની જરૂરિયાત પ્રમાણેનો માલ ગામડાં પેદા કરતાં થશે અને બચત માલ વેચતાં હશે એ દિવસે આ નૈતિકભાવની જરૂર નહિ રહે. આજે ખેડૂતોને કંઈ રક્ષણ મળતું નથી. તળિયાના ભાવ દરેક ઠેકાણે બંધાયા નથી. આ આખો અન્યાય દૂર કરવા માટે સંગઠન જરૂરી છે. ગામડાં બહુમતીમાં છે. છતાં બીજા વર્ગો બોલકાં છે. સંગઠિત છે, વસવાયા સાધુતાની પગદંડી
૧૭
Page #49
--------------------------------------------------------------------------
________________
પણ વિરોધ કરે. ઊભડ પણ વિરોધ કરે. જે ખેતી ના કરતા હોય તે બધા. જ ખેડૂતોનો વિરોધ કરે. આમાંથી બચવા માટે આપણે કમમાં કમ ગામડાં અને પછાત વર્ગોનો વિશ્વાસ તો મેળવવો જોઈએ. એને માટે નૈતિકભાવો છે. આથી ગામડાનું બળ વધી જાય અને સરકાર સુધી અસર પાડી શકાય. લોકશાહીમાં બહુમતીનો અવાજ ચાલે છે. એ બહુમતી નીતિવાળી હોવી જોઈએ. આ નીતિ ગ્રામસંગઠનનો પાયો છે. દુનિયાને પણ આ સંગઠનો માર્ગદર્શન આપી શકશે. આમાં વચ્ચે આવતાં બળોને આંચકો આપવા માટે શુદ્ધિમંડળો, શાંતિસેનાઓની હું હિમાયત કરું છું. રાજકીય પક્ષ તરીકે હું કોંગ્રેસને મહત્ત્વ આપું છું. કારણ કે તેને ઘણા વર્ષોથી નૈતિકતાનું બળ દેશમાં ખીલવ્યું છે. તેને અસ્પૃશ્યતાને કાઢવા કાયદો કર્યો છે. દારૂબંધી માટે કરોડોની આવક જતી કરી છે. ભૂમિવહેંચણી માટે તેને કાયદા કર્યા છે. પણ સમાજની તેને મદદ ના મળી. એટલે જેટલી જોઈએ તેટલી સફળતા મળી નથી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેને અપૂર્વ કારકિર્દી મેળવી છે. પણ દેશમાં સામાજિક ક્રાંતિ તે કરી શકી નથી. હૈદ્રાબાદમાં હમણાં ગણોતધારો લાવવા પ્રયત્ન થયો પણ કોંગ્રેસના સભ્યોએ તેનો વિરોધ કર્યો.
રાજાજી સામાન્ય ક્રાંતિની વાત કરે છે. ત્યાં ધારાસભ્યો ઉહાપોહ કરે છે. આ સ્થિતિ છે. તેમાંથી કાં તો મૂડીવાદ આવે અને કાં તો દંડશક્તિ આવે. એટલે આ બંને વસ્તુને દૂર રાખવા માટે વચલી કડીરૂપે એક સંઘશક્તિ નિર્માણ થવી જોઈએ. વશિષ્ઠ જેવી વ્યક્તિ રાજા અને પ્રજા વચ્ચે હોવી જોઈએ. આને આપણે ગ્રામસંગઠન કહીએ છીએ. સાચી વસ્તુમાં સરકારને બળ આપે, નબળી પડે ત્યાં વિરોધ કરે. એટલે આજે સત્તા કોંગ્રેસના હાથમાં છે. તેનામાં અમુક દૃષ્ટિ તો છે જ. એને સુવળાંક આપવાની જરૂર છે. બીજા પક્ષોમાં એવી કોઈ ચોક્કસ દૃષ્ટિ મને દેખાતી નથી. એટલા માટે હું ગામડાંને કહું છું કે રાજકીય માતૃત્વ કોંગ્રેસને આપે, અને સામાજિક આર્થિક ક્ષેત્રોમાં સ્વતંત્ર રહો. જો આપણે સત્તાશાહીમાં પડીએ તો જે સ્થિતિ કોંગ્રેસની થઈ તે આપણી થવાની. એટલા માટે આપણે પ્રેરક તરીકે રહેવાનું પસંદ કરીએ છીએ. સરકાર કોંગ્રેસને એ રીતે ગ્રામલક્ષી કરવાની છે. આ વાત માત્ર કાર્યકર્તા સમજી જાય, એ બસ નથી. ખેડૂતો પોતે આ વાત સમજે, તો ઘણું કામ થાય.
સાધુતાની પગદંડી
૧૮
Page #50
--------------------------------------------------------------------------
________________
બૃહદ્ ગુજરાતમાં આવા પાંચ-છ એકમ વ્યવસ્થિત થાય તો દેશને માર્ગદર્શન આપી શકાય.
તા. ૨૩,૨૪-૧૨-૧૯૫૩ : માંડવા
માલપરાથી માંડવા આવ્યા. અંતર સાડાચાર માઈલ. (વચ્ચે ખીજડીયા થોડો વખત રોકાયા હતા.) ઉતારો દરબારની મેડી ઉપર રાખ્યો હતો. આજે ભાલનળકાંઠાના ચારે તાલુકાના ૩૪ ભાઈઓ આવ્યા હતા. બે દિવસ રીંકાયા હતા. બપોરની ગ્રામસભામાં મહારાજશ્રીના પ્રવચન પછી ફૂલજીભાઈએ ખેડૂત મંડળ પછવાડેની દૃષ્ટિનો ખ્યાલ આપ્યો. ગામે આજે અણજો પાળ્યો હતો. જમવાનું જુદા જુદા ઘેર વહેંચી લીધું હતું. લોકો સાથે ભૂદાનના ક્વોટા ૫ હજાર એકરમાંથી ૧૫૦૦ એકર બાકી છે તે પૂરો કરવા વિશે, સંગઠનને વધારે પ્રચાર કરવા મંડળ માટે ફંડ એકત્ર કરવા, શુદ્ધિમંડળો વિશે જેજરાનો પ્રશ્ન તથા ચિયાડાનો પ્રશ્ન વિચારવા, આદર્શ ગામની કલ્પનાનું નવું વાર્ષિક સંમેલન ક્યાં ભરવું, (ઉંમરગઢે આમંત્રણ આપ્યું છે.) એ બધાં પ્રશ્નોની છણાવટ થઈ. અહીં ૧૦૪ વીઘા ભૂદાન મળ્યું.
. ૨૫-૧૨-૧૯૫૩ : લીંબડા
માંડવાથી પ્રવાસ કરી લીંબડા આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો શેઠની શેડી પર રાખ્યો. અહીં મહાલકારી કાર્યકરો અને ધારાસભ્યો આવ્યા હતા. તા. ૨૬-૧૨-૧૯૫૩ : રંગોળા
લીંબડાંથી રંગોળા આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. અહીં બીજા મૂર્તિપૂજક સાધુઓ પણ હતા. તેઓ ઉદાર વિચારના હતા. રાત્રે સભામાં પણ આવ્યા હતા. અહીં રંગોળાનું મોટું તળાવ બાંધ્યું છે. તેમાં બંધ બાંધી ૧૮ ગામોને પાણી અપાય છે. અહીં ૧૭ વીઘાં ભૂદાન મળ્યું. તા. ૨૭ થી ૨૯-૧૨-૧૯૫૩ : સણોસરા
રંગોળાથી સણોસરા આવ્યા. અંતર છ માઈલ. ઉતારો ગ્રામપંચાયતમાં રાખ્યો હતો. નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી તથા લોકભારતીના વિદ્યાર્થીઓ અને ગામ લોકોએ મોટી સંખ્યામાં આવી સ્વાગત કર્યું હતું. સાધુતાની પગદંડી
૧૯
Page #51
--------------------------------------------------------------------------
________________
બપોરના ત્રણ વાગ્યે કોળી જ્ઞાતિનું સંમેલન રાખ્યું હતું. લગભગ ૪૦ ગામના લોકો આવ્યા હતા. સંમેલન રાતના ૧૧-૦૦ વાગ્યા સુધી ચાલ્યું હતું. સંમેલનના પ્રમુખ તરીકે નાનાભાઈ ભટ્ટને વિનંતી કરી પણ એમણે કહ્યું કે એમની જ્ઞાતિના પ્રમુખ હોય તે વધારે સારું. એ જ જ્ઞાતિના આગેવાન સબજી ફુલાભાઈને પ્રમુખ તરીકે નક્કી કર્યા. પ્રથમ ઠરાવ મૂકવાની વિધિ થઈ.
પ્રથમ ઠરાવ : જ્ઞાતિમાં ૫૦ ટકા વસ્તીને આઠ માસ સુધી મજૂરી મળતી નથી. તો તેમને જરૂરી મજૂરી મળે એવો પ્રબંધ કરવા સરકાર અને પ્રજાને વિનંતી કરી.
બીજો ઠરાવ : મરણ પાછવના બારમાની પ્રથા રદ કરવી પણ તેમાં ચર્ચા જાગી છેવટે ૫૦ વરસ ઉપરના માણસનું મરણ થાય ત્યારે ૧૨ વરસની નીચેનાને જમાડવા એમ ઠરાવ્યું. ત્રીજો ઠરાવ : કેળવણી આપવા બાબત અને સરકારી મદદ બાબત. ચોથો ઠરાવ : મજૂરી મેળવવા સહકારી મંડળીઓ સ્થાપવી. પાંચમો ઠરાવઃ ઝઘડો થાય ત્યારે કોર્ટ-કચેરીએ ન જતાં લવાદ દ્વારા પતાવવા. છઠ્ઠો ઠરાવ : વ્યસન મુક્તિ. અફીણ, ગાંજો બંધ કરવાં.
સાતમો ઠરાવ : ભૂદાન ઉપર સમજ આપતાં મહારાજશ્રીએ જણાવ્યું કે નળકાંઠામાં સંવત ૧૯૫૫ની સાલમાં તળપદા કોમનું એક સંમેલન થયું ત્યારથી તમારી સાથે મારો સંબંધ થયો. અમારામાંના, તમારામાંના કેટલાક ભાઈઓ મને નળકાંઠામાં મળ્યા અને નળકાંઠા જેવું માર્ગદર્શન આપવા કહ્યું. હું તો ન આવી શક્યો પણ રવિશંકર મહારાજ સમઢિયાળામાં આવ્યા ત્યાં તમારું સંમેલન ભરાયું. મારું ધ્યાન હમણાં ભાલ નળકાંઠાના પ્રયોગ પાછળ વિશેષ રોકાયેલું રહે છે. અને એ જ કારણે સૌરાષ્ટ્રમાં રોકાયો છું. સ્વરાજય આવ્યું છે પણ હજુ ઘણું કરવાનું બાકી છે. જ્ઞાતિઓ શામાંથી ઊભી થઈ તે પ્રથમ વિચારીએ. પાવાગઢથી કેટલાક ક્ષત્રિયો ઊતરી આવ્યાં અને વણખેડાયેલી ધરતી ખેડવા લાગ્યા. નળસરોવર દરિયાની એક ખાડી છે. તેની આજુબાજુની જમીન બે કોમોએ ખેડી નાખી. તળપદા અને ગોપાલક મેં તેમને પૂછ્યું તમને કોળી શબ્દ ગમે છે ? તો કહે ના, પણ તળપદ શબ્દ મૂક્યો તે ગમતો નથી. એટલે મેં ગુણ અને ધંધો જોઈને લોકપાલ નામ આપ્યું આજનો જમાનો મજૂરો, ખેડૂતો અને ગામડાઓનો છે. નળકાંઠામાં તમારા ભાઈઓ ધરતી ખેડે છે. પણ અહી તો ઘણાં મજૂર ભાઈઓ છે. ઊભડને કેટલી મુશ્કેલી હોય છે એની
૨૦
સાધુતાની પગદંડી
Page #52
--------------------------------------------------------------------------
________________
મને જાણ છે. તે દૂર કરવા માટે નાની નાની વાડાબંધી દૂર કરવી જોઈએ. તળપદા અને જળપદા બે ભાગ છે. જળનું કામ કરે તે ખારવા, “પઢાર' કહેવાયા. એક ભાગ ખેતી કરવા લાગ્યો તમારે કોઈ એકાદ કોમનો વિચાર ઢકી દૃષ્ટિથી નહિ કરવો જોઈએ. તળપદા ભાઈઓની વસ્તી વધુમાં વધુ દસ લાખની હશે. ભારતની વસ્તી ૩૬ કરોડની છે. એટલે જ્ઞાતિનો વિચાર કરતાં કરતાં દેશના હિતનો વિચાર કરવાનો છે. આ માટે આપણે દેશના અંગ તરીકે બધો વિચાર કરવો જોઈએ. ખેતી અને મજૂરીમાં પ્રમાણિકતા રાખવી. સ્વાવલંબી બનવું. મજૂર મંડળી બને તેમાં પ્રમાણિક ધોરણ રાખવું. આ વાત પાયાની છે. નીતિ ઉપર આપણું બધું ચણતર થવું જોઈએ. ચુંવાળિયા, તળપદા જેવા ભેદો દૂર કરવા જોઈએ. હવે આપણે ધંધાદારી મંડળ ઊભાં કરવાં પડશે. ખેડૂતમંડળે કૃષિમંડળમાં આગળ દાખલ થવું પડશે. ઝઘડા લવાદોથી પતાવવાના, બચત કંઈ ઊભી કરવી તે વિચારવું જોઈએ. નળકાંઠામાં અઢળક ડાંગર પકવે છે. છતાં અવેર ન હોવાને કારણે તે આગળ આવી શકતા નથી. હું પૈસો સાચવવાની વાત નથી કરતો. પણ વ્યવહાર ન ચલાવી શકીએ તો એમાં કંઈક ખામી છે. ક્ષતિ છે તેનો વિચાર કરવો જોઈએ. બચત બે રીતે કરી શકાય. સારું જીવન જીવીને, અને બીજી રીતે મણદીઠ અમુક રકમ બચાવીને. નળકાંઠામાં વધારે ખર્ચ સ્ત્રીઓમાં થાય છે. કાયદો એને નડતો નથી અને વાતાવરણ એવું છે કે પટેલ કે મુખીનું ત્યાં ચાલે છે. કોઈ વિરોધ વંટોળ કાઢી શકે નહિ. હવે સુધારો થયો છે. દીકરી એ મોંઘી મિલકત છે. તે કોઈ વેચવાની વસ્તુ નથી. તેને ભણાવવી જોઈએ. તેનું સન્માન કરવું જોઈએ. હું પૂછું છું કે તમે બધાં વિચાર કરવા ભેગાં થયા છો. તો બહેનોના ઠરાવમાં ઘર સલાહ લઈને આવ્યા છે ? તમે કહેશો કે એ શું જાણે ? અમે કહીએ તે એમને કબૂલ. આ વાત હવે નહિ ચાલે એને કારોબારીમાં લેવાં જોઈએ. સભામાં બહેનો દેખાતાં નથી. તેનો વિચાર કરજો.
બીજી વાત વ્યસનોની છે. દારૂ તો તમે નહિ પીતા હો, પણ ચા અને સિગારેટ તો પીતા જ હશો. આપણે એમાં મોટાઈ માનીએ છીએ. પણ શરીર અને ધનની બરબાદી એમાં સમાયેલી છે. ખોટો બગાડ ન કરવો. પાંચ મહેમાન આવ્યા હોય તો આઠ-દશની રસોઈ બનાવે છે. વધે એટલે ભેંસને નાખી દે. આવું નળકાંઠામાં બને છે. પાડોશી ધર્મ છોડીને બીજાને સાધુતાની પગદંડી
૨ ૧
Page #53
--------------------------------------------------------------------------
________________
અપનાવીએ છીએ, બધામાં આ દોષ છે. કપડાંલત્તા, રહન સહન અને બીજી વસ્તુઓ સસ્તી મળે ત્યાંથી ખરીદીએ છીએ. ગામની વસ્તુ ગામમાં બને અને આસપાસ બનતી ચીજો વાપરવી જોઈએ. સતું મોંઘુ એ આપણા દુઃખનું મૂળ છે. ઘાંચીનું તેલ, વણકરનું કપડું, હાથનો દળેલો લોટ વાપરવાં જોઈએ. આથી આખું ગામ સુખી થશે. આટલા માટે ખેડૂતમંડળ ચાલે છે. તેમાં તમો રસ લ્યો. બાળકોને ભણાવો અને કરેલા ઠરાવોનું પાલન કરીને આગળ વધો.
નાનાભાઈ ભટ્ટ બોલતાં જણાવ્યું કે, આ સંમેલનમાં આવ્યા પહેલાં આજ સવારથી હું વિચારમાં પડી ગયો છું. તમને સૌને અમે બધા પછાત વર્ગનાં ભાઈઓ-બહેનો કહીએ છીએ. પછાત વર્ગના તમો છો કે અમે ? તે હું નક્કી કરી શક્યો નથી. એનો નિર્ણય કોણ કરે ? મેલા કપડાંવાળાને પછાત કહેવાય ? કે ઊજળાં કપડાંવાળાને પછાત કહેવાય ? પછાત કોણ કહેવાય એ મને સમજાતું નથી. મારાં ૭૦-૭૨ વરસ તમારા જેવી કોમના સમાગમમાં ગયા નથી. લોકભારતીમાં આવવા પહેલાં મેં વિચાર કરેલો કે, કોળી અથવા વાઘરી વચ્ચે વસવું. અને જીવન વ્યતીત કરવું. પણ એ બન્યું નથી એટલે તમારા પ્રશ્નો હું સમજી શક્યો નહિ. જોડો ડંખતો હોય તેને જ ખબર પડે તે સમજું છું ખરો. છતાં તમારી કોમના શિક્ષણ માટે જે વિચાર્યું છે તે કહું. તમો સતત મજૂરી કરો છો. એટલે તમારા છોકરાને કહું કે પાંચ કલાક બુનિયાદી શાળામાં મોકલો. તો તમને ગળે નહિ ઊતરે. નાના છોકરાંને કોણ રાખશે ? ભાત કોણ લાવશે. એ વિચારો તમને આવશે. એટલે તમારામાંથી સારી સ્થિતિવાળા ભાઈઓ બાળકોને ભણાવે. - તમારા જેવા વર્ગ માટે બે-બે કલાકની નિશાળ કાઢવી જોઈએ. સવારે કે સાંજે જ્યારે વખત હોય ત્યારે છોકરાંને નિશાળે મોકલે, કક્કો તો આવડે. અને થોડા સંસ્કાર પડે. કોઈની સાથે બોલતાં આવડે. બીજી વાત બાળકોની સાથે મોટી ઉંમરના ભાઈ-બહેનોને રાત્રે કામ ઉપરથી આવ્યા પછી કેળવણી મળે એવું કંઈ ગોઠવવું જોઈએ. શિક્ષણ આપે તેવા માણસો તૈયાર કરવા જોઈએ. પહેલાં આપણે ત્યાં ભીમસેનની વાતો, રામાયણની વાતો સંભળાવતા. તમને મજા આવે અને સંસ્કાર પણ મળે. હમણા કારની વાતો ચાલી. કારજ હૈયામાં કોતરાઈ ગયેલું. એટલે યે જાય ? કાળજાની ટાઢ હોય તો ગોદડાં ૨ ર
સાધુતાની પગદંડી
Page #54
--------------------------------------------------------------------------
________________
ઓઢ યે જાય ? હમણાં મારી પાસે આખી રાત ડાકલાં વાગ્યાં. બૈરીને આખી રાત મારી. કોણ આવ્યું? કોને વાગ્યું? એ જોતાં નથી. મુનિશ્રી કહેતા હતા કે રસીઓને મારતા નહિ પણ આ માર કોણ કાઢે ? બીજી વાત એમણે કહી સ્ત્રીઓને પૂછીને આવ્યા છો ? અમે પણ નથી પૂછતા. પણ તમારી પૂંછડી જીઓના હાથમાં છે. ગમે તે ઠરાવ કરીને જાઓ, પણ એના દિલમાં નહિ ઊતરે તો કકળાટ કરશે અને એ કકળાટ તમને મૂંઝવશે. એટલે માની જશો. ચોમાસામાં ખેરો નામનું પ્રાણી થાય છે. સાપની પૂંછડી પકડીને પછી સંતાઈ જાય છે. સાપ ગમે તેટલાં પછાડા ખાય, મરી જાય ત્યાં સુધી છોડે નહિ. એમ સ્ત્રીઓએ તમારી પૂંછડી પકડી છે. આ બધું શિક્ષણ લીધા સિવાય નહિ જાય. એટલે તમે બાળકો અને મોટાં શિક્ષણ લેતાં થઈ જાઓ. તમારી મહેનત મજૂરીની છાપ ઊભી કરો. કે પૂરું વેતન મળે. પ્રમાણિકપણે મજૂરી કરવી જોઈએ. કોળી ભાઈડો એટલે બસ એ છાપ ઊભી થઈ જવી જોઈએ. એ કેળવણીથી થશે. કોટપાટલૂનની કેળવણીની વાત નથી કરતો. પણ અક્કલ આવે, હોંશિયારી આવે, સંસ્કાર આવે. તે માટેની કેળવણીની વાત કરું છું. બહેનોને પણ કેળવણી આપો. તે ફાટી નહિ જાય. તમે ફાટતા હશો તો બચાવશે એ જાતની કેળવણી આપવાની જરૂર છે.
મનુભાઈ પંચોળીએ જણાવ્યું કે, ગામડાંને ટકાવવા માટે મને જરૂર લાગે છે તે બાબત જણાવતાં કહ્યું કે, ગામડાંને જીવતાં રાખવાં હોય તો ખાદી અને ગોપાલન મુખ્ય લેવા જોઈએ. એ સિવાયનું સંગઠન અધૂરું રહેશે. શોષણ માટે પણ સંગઠન થઈ શકે. એટલે આપણે નીચેનાને સાથે રાખીએ. તે એક સંગઠન છે. આપણા કરતાં ઘણા લોકો દુઃખી છે. તેને ખોળામાં લેવા જોઈએ. ઈશ્વર ગરીબ અને ગાય માટે અવતરે છે. ગાય દરેક રીતે ઉપયોગી છે. ખડ ખાય અને દૂધ આપે. હું કોઈને કહું ગાયનું ઘી, દૂધ ખાવ તો કહે છે મોંધું પડે છે. પણ તેનું કારણ ભેંસના પાડા ઉછેરવા પડતા નથી.
જવાબ મળે છે : ભગવાનને ત્યાંથી આયુષ્ય ઓછું લઈને આવ્યા છે. ટ્રેક્ટર પણ ગાયને મારવાનું સાધન છે. કારખાનાવાળા તેને ગમે તે પ્રકારે ઘુસાડવા માગે છે. યંત્રોવાળા મૂડીદારો એ કરશે. પણ આપણે એને બદલે ગાયને મહત્ત્વ આપવું જોઈએ. તેનું જ ઘી, દૂધ વાપરવું. મહિષાસુર ના જોઈએ. સાધુતાની પગદંડી
23
Page #55
--------------------------------------------------------------------------
________________
બીજી વાત હિરજનોની છે. એની ખાંધ ઉપર આપણે બેઠાં છીએ. ત્યાંથી ઊતરી જવું જોઈએ. શાસ્ત્રની વાત ના કરશો. જો શાસ્ત્રોની વાત કરશો તો તમને આડું આવશે. એમાં લખ્યું છે, કે કોળીઓનું સંગઠન હોય નહિ. તેને શાસ્ત્ર વાંચવાનો અધિકાર નથી. સાંભળે તો ગળામાં ઊની સોય ભોંકવી. એટલે શાસ્ત્રોને બાજુએ મૂકી દેવાં. અને સાચી વાત સમજવી જોઈએ. ખાદી પહેરીએ તો વણકરને કામ મળે. ડોશીને કામ મળે, આ બધું કરશું તો આપણું સંગઠન પૂરેપૂરું જામશે. પટેલીયાઓએ લખણાનો ધંધો છોડી દેવો જોઈએ. સંગઠનની ત્રણ કસોટી—તમે ખાદી પહેરતા હોવા જોઈએ. હિરજનોને અડતા હોવા જોઈએ અને ગાયોને પાળતા હોવા જોઈએ.
આ કોમના ૪૭ ગામના આગેવાન સણોસરાના સવજી કરસન છે. અહીં લોકભારતી (ગ્રામવિદ્યાપીઠ) નામની સંસ્થા હમણાં શરૂ થઈ છે. સંચાલક નાનાભાઈ ભટ્ટ છે. સંસ્થાને લગભગ ૬૦૦ વીઘાં જમીન ખેડાણ છે અને ૪૦૦ વીઘાંનું ગોચર છે. પાણીની મુશ્કેલી ઘણી છે. જમીન પથરાળ છે. સંસ્થાની ૫૦ વીઘાં જમીનમાં નહેરનું પાણી આવી શકે છે. ગામને પણ પાણી મળે છે. હમણાં ૪૦ વિદ્યાર્થીઓ ભણે છે. તેમને બધી જાતની તાલીમ આપવામાં આવે છે. ખેતીકામ પણ કરવાનું હોય છે. હજુ મકાનો તૈયાર થયાં નથી. ગામની એક ધર્મશાળા છે. તેને થોડું રિપેરિંગ કરીને તેમાં વર્ગ શરૂ કર્યા છે. રસોડું, છાત્રાલય અને અભ્યાસ બધું ત્યાં જ ચાલે છે.
મહારાજશ્રીનાં પ્રવચનો ત્યાં રાખ્યાં હતાં. વિદ્યાર્થીઓને ખૂબ રસ પડ્યો હતો. વિશ્વવાત્સલ્ય અને તેમાંથી ફલિત થતો પ્રાયોગિક સંઘ તેમાંથી કૃષિવિકાસ મંડળ, ગોપાલક મંડળ, મજૂર મંડળ, ગ્રામોદ્યોગ મંડળ, રાજકીય પક્ષ સાથેના સંબંધો, શુદ્ધિ મંડળ અને શાંતિસેના વિશે વિગતવાર ચિત્ર રજૂ કર્યુ હતું. પ્રશ્નોત્તરી પણ રાખી હતી. રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસને સાથ આપવા વિશે ઠીક ઠીક ચર્ચાઓ ચાલી. મહારાજશ્રીએ બધી રીતે એના ખુલાસા કર્યા હતાં.
તા. ૩૦-૧૨-૧૯૫૩ : રામધરી
સણોસરાથી રામધરી આવ્યા. અંતર સાડાત્રણ માઈલ. ઉતારો દરબારના ઉતારે રાખ્યો હતો. અહીં ચોર, વડલાનું તળાવ બાંધેલું છે. તેમાંથી ખેતી માટે પાણી ઘણાં ગામોને અપાય છે.
૨૪
સાધુતાની પગદંડી
Page #56
--------------------------------------------------------------------------
________________
સને ૧૯૫૪ તા. ૩૧ થી ૩-૧-૧૯૫૪ : આંબલા
રામધરીથી આંબલા આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો અધ્યાપન મંદિર પાસે એક મકાનમાં રાખ્યો હતો. સંસ્થાનાં ભાઈ-બહેનો અને ગામ લોકોએ ભજન-મંડળી સાથે સુંદર સ્વાગત કર્યું હતું.
આંબલામાં માગશર વદી ૧૨, તા.ર-૧-૧૯પ૪ના રોજ સંસ્થાની વરસગાંઠનો ઉત્સવ હતો. તે પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મહારાજશ્રી આશીર્વાદ આપે એવી ઇચ્છા નાનાભાઈ, માટલિયા અને મનુભાઈની હતી. કુદરતી રીતે જ અમારે આ બાજુ આવવાનું હતું. એટલે બરાબર મેળ બેસી ગયો. વિદ્યાર્થી ભાઈ-બહેનો અને કાર્યકરોને ખૂબ આનંદ થયો. સવારસાંજની પ્રાર્થના અને પ્રવચનો થયાં હતાં.
આંબલાની સંસ્થા વરસમાં બે વાર ઉત્સવ ઊજવે છે અને જૂના નવા વિદ્યાર્થીઓ ભેગા મળે છે. અરસપરસ વાર્તાવિનોદ કરે છે. એક વખત શ્રમયજ્ઞ કરે છે અને એક વાર વર્ષગાંઠ ઊજવે છે. સંસ્થાની ખેતી જોઈ. બે મશીન મૂકેલાં છે. ફળ-ઝાડો પણ છે. આંબા, જામફળ, ચીકુ, મોસંબી, દાડમ વગેરે છે. ખેતીમાં ઉત્પન્ન સારું આવે છે.
શિક્ષણમાં મોટો ભાગ ખેતીનો છે. બધી મજૂરી બાળકો કરે છે. અભ્યાસમાં પણ કોઈ નિશ્ચિત પાઠ્યપુસ્તકો નથી. પણ અમુક પુસ્તકો નક્કી કર્યા છે. તે લાઈબ્રેરીમાં મૂકી દે છે. આઠ-દસની ટુકડીમાં બાળકો પુસ્તકો વહેંચી લે છે. પ્રાથમિક શાળા નઈ તાલીમની દૃષ્ટિએ ચાલે છે. કપડાં હાથે તૈયાર કરી લે છે. કમરસાળ ઉપર વણતાં પણ આવડે છે. સૂતર બેંક કરી છે. વિદ્યાર્થીઓ આંટી આપીને તેની પેન્સિલ કે નોટ લે છે. પોતાનો નાસ્તો હાથે કરી લે છે. પ્રાથમિક શાળા પછી લોકશાળામાં આવે છે. પછી ઉત્તર બુનિયાદીમાં અને પછી અધ્યાપન મંદિર કે લોકભારતીમાં જાય છે. ગૌશાળા સુંદર છે. બધાં મળીને ૮૧ જીવ છે. સંસ્થા પાસે ૫૦૦ વીઘા જમીન છે.
ઉત્સવના દિવસે ૮-૩૦ વાગ્યાથી કાર્યક્રમ શરૂ થયો. પ્રથમ મનુભાઈ પંચોળીએ સંસ્થાનો ઇતિહાસ કહ્યો અને ચાલી રહેલાં કાર્યની રૂપરેખા આપી. આની શરૂઆત નાનાભાઈ ભટ્ટે કરેલી હતી. ભાવનગર રાજયે નાનાભાઈને સાધુતાની પગદંડી
૨૫
Page #57
--------------------------------------------------------------------------
________________
આંબલા ગામ સંસ્થા પેટે આપવાની ઈચ્છા બતાવી પણ નાનાભાઈએ કહ્યું, મારી કેળવણીની ગેડ બેઠી નથી. એટલે ગામ લઈને શું કરું ? કાર્યકરોને પણ તેમણે કહેલું કે તમે અહીં માત્ર શિખવાડવા આવતા નથી. પણ શીખવા આવો છો. એટલે આંખ ઉઘાડી રાખજો. આ બધાં ગામડિયાં મૂરખ નથી. એમની પાસેથી ઘણું શીખવાનું છે.
મુંબઈ સરકારે એક વાર ૧૪ લાખ રૂપિયા આપીને શહેરમાં કૉલેજ સ્થાપવાની ઇચ્છા પ્રદર્શિત કરી. પણ નાનાભાઈએ કહ્યું કે ભારત ગામડામાં વસે છે. એટલે મારે ગામડાને યોગ્ય કેળવણી આપવી હોય તો ગામડામાં રહીને જ કેળવણી આપવી જોઈએ. તમારે જ મને પૈસા આપવા હોય તો અહીં આપી શકો છો.
ત્યારબાદ નાનાભાઈએ કેળવણી કેવી હોય તે માટે કહ્યું, ગામડાંને અનુકૂળ કેળવણી હોય તે જ સાચી કેળવણી. સુધરેલા લોકોને આ ગમતું નથી. પણ તમ બધાના મનમાં જ ચોક્કસ નિષ્ઠા હોય તો પણ ઘણું થઈ શકશે. ભલે ચાર જણ રહ્યા, પણ જો પેટ ફુલાવીને દેડકાની જેમ જોરથી અવાજ કર્યા કરશે તો સંભળાશે ખરો. અંતમાં મહારાજશ્રીને, સંસ્થાને આશીર્વાદ આપવા વિનંતી કરી. સંસ્થા એક સાધુ-પુરુષના પુનિત પગલાંથી ધન્ય બની છે. એમના આશીર્વાદથી સંસ્થાને મોટું બળ મળી રહેશે.
છેવટે મહારાજશ્રીએ ખૂબ સુંદર રીતે પ્રશ્નોની છણાવટ કરી. સંસ્થાનાં કાર્યો પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો અને નથુરામ શર્મા જેવા યોગ્ય વ્યક્તિના શિષ્ય તરીકે નાનાભાઈએ બ્રાહ્મણધર્મની પરંપરા સાચવી છે. તેથી આનંદ વ્યક્ત કર્યો અને આશીર્વાદ તો ઈશ્વરના છે જ. હું મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. તા. ૪,૫,૬-૧-૧૯૫૪ : સોનગઢ
આંબલાથી સોનગઢ આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો કલ્યાણજી મુનિના આશ્રમમાં રાખ્યો હતો. વચ્ચે જિથરીગામ નજીક ટી.બી.ની હોસ્પિટલમાં દોઢેક કલાક રોકાયા હતા. અહીં ટી.બી. માટે ઘણી જ સુંદર સારવાર થાય છે. ઉપચાર માટેનાં બધાં જ સાધન છે. ડૉક્ટર ઘણા સારા છે. દરદીઓની ઇચ્છા મહારાજશ્રીનું પ્રવચન સાંભળવાની હતી. પણ સંજોગ પ્રમાણે ડૉક્ટરે બપોરે વ્યવસ્થા કરવા જણાવ્યું.
૨૬
સાધુતાની પગદંડી
Page #58
--------------------------------------------------------------------------
________________
સોનગઢના ત્રણ દિવસ દરમિયાન બે દિવસ આશ્રમમાં પ્રશ્નોત્તરી રાતના થઈ. એક દિવસ હાઈસ્કૂલમાં પ્રવચન રાખ્યું હતું. વિદ્યાર્થીઓને ખૂબ આનંદ આવ્યો. પ્રાથમિક શાળામાં પણ કાર્યક્રમ રાખ્યો હતો. રાત્રે ગામમાં જાહેર સભા થઈ. તેમાં મહારાજશ્રીએ અહીં જે ત્રણ જાતની સંસ્કૃતિઓ કામ કરે છે એ જણાવ્યું. એક આંબલાની શિક્ષણ પદ્ધતિ બીજી કલ્યાણજી બાપાની આશ્રમ પદ્ધતિ અને ત્રીજી કાનજી સ્વામીની આત્મા અને જ્ઞાન અંગેની. આ ત્રણમાં બેનો પરિચય થયો. કાનજી સ્વામીવાળી પ્રવૃત્તિનો પરિચય હેતુપૂર્વક ન થયો. જ્યાં સુધી માનવો સામાન્ય કક્ષાના હોય ત્યાં સુધી તેને માનવતાના પાઠો શીખવવા જોઈએ. જો માનવતા ના આવી હોય અને આત્માનું જ્ઞાન આપવામાં આવે તો માણસ નિશ્ચિત થઈ જવાનો ભય છે. એક સાધુ પુરુષ રોજ આત્માનું જ્ઞાન આપતા. એક દિવસે વીંછી કરડ્યો તો એટલી બધી બૂમો પાડતા કે વાત ના પૂછો. આત્મજ્ઞાનની કસોટી એ કે, એકબાજુ દૂધપાક હોય અને બીજી બાજુ છાસ રોટલો હોય તો શું ગમે છે ? બંગલો હોય અને છાપરું હોય તો શું ગમે છે? એના ઉપર જ્ઞાનનો આધાર છે. જો સારું ગમતું હોય તો માનવું કે શરીર આત્મા છે.
અહીં કલ્યાણજી બાપાનો આશ્રમ છે. ૮૫ છોકરા ભણે છે. ચાર-પાંચ મુનિઓ રહે છે. પણ બધા વાહનનો ઉપયોગ કરે છે. કલ્યાણજી બાપા દવા આપે છે.
કાનજી સ્વામીનો આશ્રમ વિશાળ છે. શ્રીમંત લોકો એનો ઘણો ઉપયોગ કરે છે.
આર્યસમાજનું ગુરુકુળ પણ અહીં છે. હવે હાઈસ્કૂલમાં શિક્ષણ આપે છે. તા. ૧-૧૫૪ : મોટાસુરક્ષા
સોનગઢમાં ૫૧ વીઘાં જમીન ભૂદાનમાં મળી. કબીર સાહેબના મહંતે હળ અને સાળની જમીન ભૂદાનમાં આપી.
સોનગઢથી મોટા સુરકા આવ્યા. અંતર અઢી માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. કલ્યાણજી બાપા સાથે આવ્યા હતા. ગામે ભજન-મંડળી સાથે સુંદર સ્વાગત કર્યું. અહીં ૧૦ વીઘાં ભૂદાન મળ્યું. સાધુતાની પગદંડી
Page #59
--------------------------------------------------------------------------
________________
તા. ૮,૯-૧-૧૯૫૪ : શિહોર
મોટા સુરકાથી શિહોર આવ્યા. અંતર ત્રણ માઈલ. વિદ્યાર્થીઓ અને ગામલોકોએ બેન્ડ સાથે સ્વાગત કર્યું.
હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન કરતાં મહારાજશ્રીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ તમે ભણીને શું કરશો ? તમારી નજરમાં ક્યો નકશો છે ? કોઈ વહાણવટીને પૂછવામાં આવે કે ભાઈ તું વહાણને ક્યાં લઈ જાય છે ? તે એમ નહીં કહે કે જવાય ત્યાં જઈશ. સ્થળ નક્કી જ કર્યું હોય છે. મુસાફર પણ લક્ષ નક્કી કરીને જ જાય છે. તમારો આશય મોટે ભાગે નોકરીનો હોય છે. નોકરી શા માટે ? તો જવાબ મળશે, પૈસા માટે. આમ પછી ઘરડાં થઈશું અને પછી મરી જઈશું. તો હું કહીશ કે આ દેશના લોકો માત્ર જીવવા માટે જીવતા નથી પણ મર્યા પછી પણ એક ઉચ્ચ જીવન જીવવાની કામના રાખે છે.
વિદ્યા મુક્તિ માટે છે. તમે કહેશો આઝાદી તો આવી ગઈ છે. પણ ખરી આઝાદી તો બોજો ઓછો કરે છે. આજે તો વધારે ખર્ચ કરે, જમણવારમાં એંઠું મૂકે. ભજિયાં ફેંકે તે હોંશિયાર કહેવાય છે. વચલા કાળમાં આ બધું ચાલ્યું. બાપુજીએ આ જોઈને નઈ તાલીમની વાત મૂકી. નઈ તાલીમ એટલે માત્ર રેંટિયો નહિ. જીવન જીવવાની કળા. બીજાનું શોષણ કર્યા વગર જીવવાની કળા, તે કેળવણી છે. તમે શ્રમ કરીને રસ્તો બાંધ્યો તેથી આનંદ થાય છે. ટીંપે ટીંપે સરોવર ભરાય.
તમે જે નિયમ ન પાળો તે નિયમ બીજા પાસે પળાવવાનો આગ્રહ નહિ રાખવો જોઈએ. મળેલી લોકશાહીને વ્યાપક બનાવવી હોય તો પ્રથમ નિયમ આપણે પાળીએ. પછી બીજાને કહીએ. આને શિસ્ત કહેવામાં આવે છે. એક માણસને વિચાર થયો કે આ બધી સભા વક્તા સામે જુએ છે. અને મારી સામે જોતી નથી એટલે એણે કારસો કર્યો. પાછળ રહીને ધૂણવા માંડ્યું. લોકોનું ધ્યાન ગયું. અને સભા તૂટી પડી. આવું હમણાં ઘણું બને છે. મકાન તોડવું સહેલું છે. પણ બાંધવું હોય તો વાર લાગે. એટલે મારી તમને બધાને વિનંતી છે કે જેટલી તમે શિસ્ત પાળશો તેટલું તમારું કલ્યાણ થશે. અને પ્રજાનું ઘડતર થશે. નિયમો કરતાં પહેલાં ખૂબ વિચાર કરજો . પણ કર્યા પછી એને વળગી રહેજો. વાલીઓને કહું છું કે, તમે વિદ્યાર્થીને ૨૮
સાધુતાની પગદંડી
Page #60
--------------------------------------------------------------------------
________________
નાના ના માનશો. એમનું મગજ સ્વચ્છ હોય છે. તેમનામાંથી પણ કંઈક શીખવા જેવું હોય છે.
બીજી વાત ભૂદાનની છે. માત્ર જમીન આપવી એ તેનો હેતુ નથી. પણ ક્રાંતિની પ્રક્રિયા છે. ક્રાંતિ એટલે મારફાડ કે હોહા થાય તેમ નથી. હૃદયનું પરિવર્તન કરાવવું તે સાચી ક્રાંતિ છે. પશુ કરતાં માણસ ઊંચો છે. તેની ઊંચાઈ સાબિત કરવાની ક્રિયા એ ભૂદાન છે. બધા મિત્રો યાત્રાએ જાય દરેક જુદી જુદી જાતની વાનગીઓ લાવ્યા હોય પછી એક ઠેકાણે બેસી ખાવા બેઠા, બધાયે મોઢું ફેરવીને બેસે તે સારું કે બધા એકબીજાની વાનગીઓ આપલે કરીને વહેંચીને પ્રેમથી ખાય તે સારું ? આ વહેંચીને ખાવાની વાત ભૂમિદાનની છે. અમેરિકામાં એક માણસ ઊંચા બંગલામાં રહે અને આફ્રિકામાં માણસને ઝૂંપડું ના મળે તો એ ન્યાય નથી. એક બાજુ મોટી હવેલી હોય અને એક બાજુ ફૂટપાથ પર સૂવા ના મળે. આ ભેદ ઈશ્વરી નથી. એને આપણે દૂર કરવો જોઈએ. તમારામાં કેટલાય વિદ્યાર્થીઓ ગરીબ હશે. તેને તમે મદદ કરી શકો. જેની પાસે જે છે તેમાંથી બીજા માટે થોડું છોડે એનું નામ ભૂમિદાન.
ત્રીજી વાત સાદાઈની છે. બીજા ઉપર બોજો ના પડે તે રીતનું જીવન જીવવું તેનું નામ સાદાઈ. ટોલ્સ્ટૉયની વાત આવે છે. એક ઘોડેશ્વાર નીકળ્યો. બીજો માણસ માથે બોજો લઈને નીકળ્યો. ઘોડેશ્વારે કહ્યું લાવો બોજો લઈ લઉં. પેલા માણસે કહ્યું ભાઈ દયા આવતી હોય તો ઘોડા ઉપરથી નીચે ઊતરી જાને ! આપણે એવું જીવન જીવવું, જોઈએ કે જે બીજાને ભારરૂપ ન થાય. કેટલાક પાંચ હજારનું દાન આપે છે. પણ પચ્ચીસહજા૨નું શોષણ કરે છે. તો તે ક્રાંતિ નથી.
આપણે અરીસો લઈને જોઈએ તો અંદર ડાઘ દેખાય છે. એ ડાઘ કાઢવા માટે અરીસાને ઘસીએ છીએ, બદલીએ છીએ, છેવટે ફોડી નાખીએ છીએ. પણ ડાઘ જતો નથી. આમ બીજાનો ડાધ જોઈએ પણ પોતાનો ના જોઈ શકીએ તો આપણે આગળ નહિ વધી શકીએ. પોતાની ભૂલ જોવી તેનું નામ સંયમ.
બીજે દિવસે ઉપાશ્રયમાં જૈનોની સભા રાખી હતી. બપોરના બહેનોની સભા રાખી હતી. શિહોર ચારે બાજુ ડુંગરાની તળેટીમાં આવેલું છે. ઊંચા સાધુતાની પગદંડી
૨૯
Page #61
--------------------------------------------------------------------------
________________
પહાડ ઉપર શિહોરા માતાનું મંદિર છે, મોટું તળાવ છે. છીંકણી અને વાસણનો ધંધો મુખ્ય છે.
તા. ૧૦-૧-૧૯૫૪ : રાજપરા (ખોડિયાર મંદિર)
શિહોરથી રાજપરા આવ્યા. અંતર પાંચ માઈલ. અહીં ખોડિયાર માતાનું પ્રખ્યાત મંદિર છે.
તા. ૧૧-૧-૧૯૫૪ : ભરતેજ
રાજપરાથી ભરતેજ આવ્યા. અંતર સાડાચાર માઈલ. ઉતારો પંચાયતમાં રાખ્યો હતો.
તા. ૧૨-૧-૧૯૫૪ : નાલી
ભરતેજથી નાલી આવ્યા. અંતર અઢી માઈલ. ઉતારો મજૂર સંસ્કાર મંદિરમાં રાખ્યો હતો. ગામે અને વિદ્યાર્થીઓએ ઢોલતાંસાં સાથે સ્વાગત કર્યું હતું. આ ગામ વાડીનું છે. જામફળ અને દાડમ છેક અમદાવાદ જાય છે.
તા. ૧૩-૧-૧૯૫૪ : ભાવનગર
મહારાજશ્રીનાં બે ઑપરેશનો
નાલીથી નીકળી ભાવનગર આવ્યા. અંતર પાંચ માઈલ ગામના આગેવાનો દેવેન્દ્રભાઈ, ગંગારામભાઈ વગેરેએ સ્વાગત કર્યું.
ભાવનગરમાં મહારાજશ્રીના આવવાનું પ્રયોજન તેમના નાકમાં હાડકી વધતી હતી. જેથી વારંવાર શરદી અને ઉધરસ થઈ આવતાં હતાં. તેમજ છેલ્લાં પાંચ-છ માસથી અનુસ્વાર બોલવામાં મુશ્કેલી પડતી હતી. તેમજ વધરાવળનું દર્દ હતું. તેનો ઉપચાર કરાવવાના હતા. મહારાજશ્રીની ઇચ્છા ઑપરેશન સિવાય વૈદકીય રીતે ઉપચાર થાય તો સારું તેવી હતી. પણ દેવેન્દ્રભાઈ અને ડૉક્ટરોની સલાહ થઈ કે તાત્કાલિક ઑપરેશન કરાવી લેવું. અમો આવ્યાં તે જ દિવસે દેવેન્દ્રભાઈ, ગંગાદાસભાઈ અને દૌલતભાઈ શેઠ સાથે દવાખાનામાં ગયા. ડૉક્ટર દસ્તુરે તપાસ્યા તો અંગ્રેજી S (એસ) આકારે હાડકું વધેલું જણાયું અને તા. ૧૬મીને નિવારે બંને ઑપરેશન સાથે કરાવી લેવાનું નક્કી થયું. જંયતીલાલ ખુ. શાહ આગલા દિવસે રાત્રે આવી ગયા હતા. ડૉક્ટરોએ બે રૂમનો અલગ વોર્ડ ખાલી કરાવ્યો હતો.
સાધુતાની પગદંડી
૩૦
Page #62
--------------------------------------------------------------------------
________________
ત્યાં મહારાજશ્રી રાત્રે આવી ગયા. ડૉક્ટરે ઇજેક્શન તથા બીજી સાફસૂફી કરી. બીજે દિવસે સવારમાં ૧૦-૩૦ થી ૧૧-૪૫ સુધી ઑપરેશનનું કામ ચાલ્યું. અંદર દેવેન્દ્રભાઈ અને ગંગાદાસભાઈ બે જ હાજર હતા. શીશી સંઘાડ્યા સિવાય ઇજેક્શન આપીને કામ કર્યું. મહારાજશ્રીએ સારી સહનશક્તિ બતાવી. ડૉક્ટરો ખુશ થયા. પછી સ્ટ્રેચરમાં વોર્ડમાં લાવ્યા. રાત્રે બે વાગ્યે ઊઠ્યા. ડૉક્ટરે ટેમ્પરેચર લીધું. લગભગ ૧૦૦ હતું. ખોરાકમાં દરેક વસ્તુ ખાવાની છૂટ હતી. ગોચરી માટે કોઈ સાધુ લઈ આવે તો ચાલે. એટલા માટે બે ત્રણ સાધુ-સાધ્વીઓને બીજાભાઈઓ મળી આવ્યા. પણ ગમે તે કારણસર કોઈ આવવા તૈયાર ન થયા. ડૉક્ટરો કોઈ ને કોઈ વારંવાર આવતા હતા. મહારાજશ્રી દવા પીવામાં ખૂબ કાળજી રાખતા. બનતા સુધી તો ટિકડી જ લેતા. અને તે પણ પ્રાણીજન્ય ના હોય તેવી. રાત્રે તો કોઈપણ દવા લેતા જ નહિ. ડૉક્ટરો પણ બધી રીતે અનુકૂળ થઈ જતા. તા. ૩૧મીએ તો કોઈનો આધાર લીધા સિવાય જંગલ પતાવ્યું. પોતાનાં કપડાં પણ ધોયાં. વચ્ચે એક વાર એક મૂર્તિપૂજક સાધુ કપડાં ધોઈ ગયા હતા. ભોગીભાઈ શેઠ મિલવાળા દરરોજ ખબર જોવા આવતા. તેમને ખૂબ સહાનુભૂતિ બતાવી. સૌરાષ્ટ્રના પ્રધાનો જાદવજી મોદી, ઢેબરભાઈ, દયાશંકર દવે વગેરે અવારનવાર આવતા હતા. તા. ૨૭મીએ કુરેશીભાઈ, અંબુભાઈ, સુરાભાઈ અને દેવીબહેન આવ્યાં. જયંતીભાઈ તો અહીં હતા જ. સંઘના કામો વિશે વાતો થઈ.
વિવિધ આગેવાનોની મુલાકાતો તા. ૧લી એ અમે દવાખાનું છોડ્યું. ભોગીભાઈ શેઠનો આગ્રહ હતો કે પોતાને જૂને બંગલે મહારાજશ્રી પધારે. અમે અહીંના ભાઈઓને મળીને એ સ્થાન નક્કી કર્યું. તા. ૨જીએ ભોગીભાઈએ પોતાની મિલના ડૉક્ટર અને ગામના પ્રતિષ્ઠિત ડૉક્ટરને બોલાવ્યા. તેમણે મહારાજશ્રીને બરાબર તપાસ્યાં. ફોટો જોયો અને લોહીનો રીપોર્ટ જોયો. તેમને લાગ્યું કે ફેફસામાં થોડો બગાડ છે. એટલે તેને માટે દવાનો કોર્સ લેવો જોઈએ. તા. ૬ઠ્ઠીએ શ્રી ઢેબરભાઈ મળવા આવ્યા. તેમણે ફોટો જોઈને કહ્યું, જિંથરી જવું જોઈએ. તા. ૧૨મીએ જિંથરીવાળા ડૉક્ટરને બતાવવું પછી શું કરવું તે નક્કી થશે. હાલમાં દેવેન્દ્રભાઈની દવા ચાલે છે. તા. ૧૦મીએ નાણાપ્રધાન મનુભાઈ સાધુતાની પગદંડી
૩૧
Page #63
--------------------------------------------------------------------------
________________
શાહ મહારાજની તબિયત જોવા આવ્યા. તે પછી રસિકભાઈ અને જાદવજીભાઈ આવી ગયા. તા. ૧૨મીએ બપોર પછી ઢેબરભાઈ, રસિકભાઈ અને જાદવજીભાઈ મળવા આવ્યા હતા. ઢેબરભાઈ કેટલીક વાતો કરવા રોકાયા હતા. ખાસ તો ભૂદાન કોટા પૂરી કરવાની વાત હતી. એ કોટા નક્કી કરવામાં મહારાજશ્રી પણ ભાગીદાર હતા. એટલે સૌરાષ્ટ્રની ચિંતા હતી. અને વિનોબાજીએ કહ્યું હતું કે, ગુજરાત અહિંસાની બાબતમાં આગળ છે પણ સત્યમાં કેટલું ? તેની ખબર નથી. તેનો ખરો ખ્યાલ આ ભૂદાનથી આવવાનો હતો. એટલે મહારાજશ્રી કંઈક આંચકો આપવાનું વિચાર કરતા હતા. તે વિચાર ઢેબરભાઈને જણાવ્યો. માર્ચ માસથી દરરોજ એક હજાર એકર જમીન ના મળે તો તે દિવસે ઉપવાસ કરવો. ઢેબરભાઈએ તો એમની રીતે સમજાવ્યા અને પોતે કેબિનેટમાંથી પંદર દિવસની રજા મેળવી એ કામમાં લાગશે એમ કહ્યું. તા. ૧૩મીએ ડૉ. ચતુર્વેદી જિંથરીવાળા, ડૉ. દસ્તુર અને ડૉ. વિજયશંકરભાઈ આવ્યા. ભોગીભાઈ શેઠ, દેવેન્દ્રભાઈ, ગંગાદાસભાઈ વગેરે હાજર હતા. ડૉ.ચતુર્વેદીએ ફોટો જોયો. અને પછી વિગત પૂછી લીધી. તાવ, ઉધરસ, નાકની સારવાર પછી મટી ગયાં છે. ટેમ્પરેચર પણ રહેતું નથી. ભૂખ લાગે છે. ઊંઘ પણ સારી છે. તેમ છતાં ફોટામાં તેમને કંઈક ચિહ્ન દેખાયું હતું. એટલે પૂછ્યું કે, કદાચ બીમારી આવી હશે. એ ઉપરથી ડૉક્ટરે કહ્યું કે હું અત્યારે કંઈ કરી શકતો નથી. પણ એક મહિનો આરામ કરો. ત્યારપછી ફરી તપાસ કરીશું. અને પ્રોગ્રેસ શું થયો તે જોઈશ. એ દરમિયાન આપ જિંથરી આવો તો સારું. ત્યાં હું બધી વ્યવસ્થા ગોઠવી આપીશ. પણ મહારાજશ્રીનું મન ખાસ અનિવાર્ય સંજોગો સિવાય જવાનું નહોતું. કેટલાક નિયમોમાં પણ મુશ્કેલી આવતી હતી. એટલે ડૉક્ટરે અહીંયાં રહીને આરામ લેવાની સલાહ આપી.
તા. ૧પમીએ જિંથરીથી બે ડોક્ટર આવ્યા. પેટમાં મોંઢા વાટે નળી નાખી પીંચકારી પાણી લીધું. અને નસમાંથી લોહી લીધું. દરમિયાન અહીંના સ્થાનિક ડૉક્ટર રોજ તપાસી જતા હતા. તા. ૨૪મીએ ડૉ. ચતુર્વેદી ફરીથી આવ્યા. ફોટા અને રીપોર્ટ જોયા પછી કહ્યું કોઈ વ્યાધિ નથી. તેમ ટ્રીટમેન્ટ કરવાની પણ જરૂર નથી. ફક્ત આરામ લેવો પડશે. અને ઓછું બોલવાનું, ઓછું સહન કરવાનું એ રીતે ૨૪ કલાકના દિવસનો ૮ કલાક સમજીને કામ લેવું. .૩૨
સાધુતાની પગદંડી
Page #64
--------------------------------------------------------------------------
________________
તા. ૨૬મીએ વજુભાઈ શાહ આવ્યા. તેમની સાથે ભૂદાન ક્વોટા પૂરો કરવા વિશે ઠીક ઠીક વાતો થઈ. સૌરાષ્ટ્રભરમાં રોજની હજાર એકર જમીન ના મળે તો ઉપવાસ કરવાનો વિચાર પણ આવી ગયો. પરંતુ છેવટે કાર્યકરોની જાગૃતિ અને પોતાના સંતોષ માટે તા. ૮મી માર્ચ સુધીમાં સૌરાષ્ટ્રભરમાં ૨૫ ટુકડી ભૂદાન કામે ના લાગે તો ભૂદાન પ્રવાસ શરૂ કરી દેવો. તથા આખો માર્ચ રોજ એક કલાક ચિંતન અને બે કલાક મૌન રાખવું એમ વિચાર્યું.
રવિશંકર મહારાજની મુલાકાત તા. ૨૭મીએ રવિશંકર દાદા ખબર જોવા આવ્યા. રાત્રે પ્રાર્થનામાં એમણે કેટલીક સુંદર વાતો કરી. ભગવાને પાંચ જ્ઞાનેન્દ્રિય આપી, પાંચ કર્મેન્દ્રિય આપી. કર્મની સાથે જ્ઞાન આપ્યું. કોઈ વસ્તુ એકલી ના આપી. વસ્તા પકડવા જઈએ અને ખરાબ હોય તો ન અડીએ. મન, બુદ્ધિ, ચિત્ત, અંતઃકરણ આપ્યું. આ બધું શોભા માટે નથી આપ્યું. પણ સમાજમાં એકબીજાને મદદ કરવા માટે આપ્યું છે. સમાજમાં હું કોને ખપમાં આવ્યો? કે મને કોઈ ખપ આવ્યું. એ બધો વિચાર કરવો જોઈએ. દેવદર્શન કર્યા. જાત્રા કરી. પણ આ વિશે ઓછું વિચાર્યું છે. “પિંડે સો બ્રહ્માંડે કહ્યું. આંખ શરીર માટે જુએ છે. ત્યારે એ શરીર કયું ? આંખ શરીર, પગ શરીર કે ધડ શરીર ? બધાં ભેગાં થયાં ત્યારે શરીર બન્યું. કોઈ એક ઇંદ્રિય પોતા માટે કામ નથી કરતી. કોઈ માથામાં ડાંગ મારવા તૈયારી કરે તો હાથ તરત રક્ષણ કરશે. હાથને વાગવાનું તો છે જ. છતાં સહજ તે ઊંચો થઈ જાય છે. પેટના પોષણ માટે હાથ કામ કરે છે, પગ કામ કરે છે, આમ દરેકના કામ જુદાં, સ્વભાવ જુદા. છતાં એક બીજા માટે કામ કરે તો ધર્મમય સમાજરચના બની જાય. | મુનિશ્રી ભિક્ષા લે છે લોકોમાંથી અને પોતાની બુદ્ધિ સમાજ માટે વાપરે છે. પણ હવે દિવસે દિવસે આપણે પોતાના સુખ માટે જીવતાં થયાં છીએ. પાણી પણ જાતે પીવા નથી જતા, બીજા પાસે મંગાવીએ. પોતાના સુખ માટે બીજાનું સુખ ઝૂંટવ્યું. કોઈ પથારી કરી આપે, કોઈ ખાવાનું કરી આપે. આથી બીજાનું સુખ આપણે હરી લેવું પડે છે. એ પાપ છે. કર્તવ્ય કર્મ, આપણે જાતે કરવું જોઈએ. દુનિયામાં સામાન્ય રીતે ગતાનુગતિ ચાલે સાધુતાની પગદંડી
૩૩
Page #65
--------------------------------------------------------------------------
________________
છે. એટલે સારા માણસોનું દેખીને સારું કરે છે. ખોટાનું દેખીને ખોટું કરે છે. એટલે આપણે સારા થવું જોઈએ. ઘરનો માણસ આઠ વાગ્યે ઊઠે તો, બીજા માણસો પણ મોડાં ઊઠતાં શીખે. દુનિયા ઓછું કામ કરતાં શીખે તો દુનિયા મરી જાય. એટલે બને તેટલું વધારે કામ કરવું. પોતાનું તો હાથે કરવું જ. આજે તો જે બેસી રહે બહુ ખર્ચ કરે, આરામથી જીવે તેને આપણે મોટો માણસ કહીએ છીએ.
બીજી વાત, ગૃહઉદ્યોગોની છે. ઘાંચીનું તેલ વાપરવું, વણકરનું કપડું પહેરવું તો ઘાંચી-વણકર જીવે. હું ઉત્પન્ન કરું એ બીજા ખરીદે તો હું જીવું. કપડાં હાથે તૈયાર કરી લે તો ઘણી સાદાઈ આવે. હાથનાં કપડાં હોય તો સાચવવાનું મન થાય. જાડાં હોય તો શરમ ન આવે. કારણ કે જાતે કર્યું છે અને ઘરનું કાણું પુરાઈ જાય તે જુદું. આનો ચેપ પાડોશીને પણ લાગે છે. ગરીબ માણસો જે બેસી રહે છે. તેને રોટલો આપવાનું પુણ્ય કર્યું.
આજે મધ્યમવર્ગ દુઃખી છે. કારણ એનું પોતાનું છે. ખાનાર ઘણા અને કમાનાર એક. તેનું જ નામ મધ્યમવર્ગ. ધંધો એવો કરવો જોઈએ કે બહેનોભાઈઓ સૌ કામ કરી શકે. બહેનો બચત કરી શકે. બાળકોને કમાવવાનું ના કહેવું. પણ બચત કરવાનું કહેવું. ચા-બીડી ના પીવાય એથી બચત થાય.
પૈસાદારને ત્યાં મોટું અને ગરીબને ત્યાં પગ” એનું નામ મધ્યમવર્ગ. સારી રીતે ધર્મપૂર્વક જીવવું હોય તો ઘરના કામ પોતે કરી લેવાં જોઈએ. કપડાં, વાસણ, પાણી, ખોરાક બધું જાતે કરી લેવું. નિરોગી શરીર થશે. હવે મર્યાદા આવી ગઈ છે. એટલે જો આ નહિ શીખીએ તો દુઃખી થઈશું.
બધા ધંધા થોડાં માણસોના હાથમાં આવ્યા છે. ગાડાવાળો ભૂખે મરે છે. કારણ કે મોટરો આવી છે. કોસ ચાલતો ત્યારે બળદ જીવતા, ચમાર જીવતો, હવે યંત્ર આવ્યું. પૈસા પરદેશ મોકલી આપવાના, ગાયો તો પળાય જ શું કામ ? ત્યારે શરીર શું કામ આવવાનું એને ઊંચકીને ફરવાનું !
બી.એ. થયેલી બહેન બાળકો માટે મેટ્રિકવાળા માસ્તરને ટ્યુશન કરવા લાવે છે. ત્યારે તારું શિક્ષણ શા કામનું ? બાળકોને દૂધ કોઈ પાઈ જાય મુંબઈમાં મેં નિશાળ જોઈ. આવા બાળકોને લઈ આવે, લઈ જાય, મુતરવું હોય તો નાડું છોડી આપે, ખવરાવે, પીવડાવે, પાઉડર છાંટે, દૂધ પાય. મા શું કરે ? તો કહે બેસી રહે. આમનું જોઈને પેલો મધ્યમવર્ગવાળો ૩૪
સાધુતાની પગદંડી
Page #66
--------------------------------------------------------------------------
________________
કરવા માંડે છે. પછી કહે છે પૂરું થતું નથી. એટલે હું બહેનોને કહું છું કે તમે ઘરનાં કામ જાતે કરતાં શીખો.ખર્ચ ઘટી જશે, પાપ ઘટી જશે.
છોકરાં ભણ્યાં છે ખરાં, પણ કેળવણી મળતી નથી. કુલ્ફીવાળો આવે એટલે દોડે. બજારું ચીજો ખાયા કરે, પછી બીમાર પડે. ખર્ચ વધારે કરે તે ખાનદાન કહેવાય. સિગારેટ પીવે, ચા પીવે, રોજ બે રૂપિયા ખર્ચ કરે અને ખાવા બેસે ત્યારે વેજીટેબલ ખાય. આનો ઉકેલ ક્યાંથી આવશે ? જો આપણે નહિ જાગીએ તો ! ઘરની ડોશી કામ કરતી એની છોકરી નથી કરી શકતી અને એની છોકરી તો શું કરશે ? એ સવાલ છે.
જરૂરિયાત વધશે તો પાપ વધશે. ગમે તે ધંધો કરવો પડશે. આજે જે ધન આવે છે. તે ખૂંટ મારીને જ આવે છે. એટલે પવિત્ર નથી હોતું. જો ધર્મનું રક્ષણ કરવું હોય તો ધર્મ કરવો પડશે. હણાયેલો ધર્મ હણે છે, રક્ષાયેલો ધર્મ રક્ષણ કરે છે.
તા. ૨૬મીને શનિવારે સાંજે સાણંદથી મણિબહેન પટેલ નાકના ઓપરેશન માટે આવ્યાં. ઑપરેશન સારી રીતે પતાવીને તા. ૮મીએ પાછાં ગયાં.
એક દિવસ હરભાઈ ત્રિવેદી અધ્યાપન મંદિરના શિક્ષકો લઈને આવ્યા હતા. ગાંધીવિચાર વર્તુળના ભાઈઓ પણ કાર્યક્રમ માટે આવ્યા. ચર્ચા, પ્રશ્નોત્તરી સારાં થયાં. તા. ૮મીએ નક્કી થયા પ્રમાણે ૨૫ ટુકડી ભૂદાન કામે લાગવી જોઈએ. ના લાગે તો મહારાજશ્રીએ પ્રવાસની તૈયારી રાખી હતી. બપોરના ઢેબરભાઈ મુંબઈ જતા હતા. એમણે મને (મણિભાઈને) આવી તબિયતે પ્રવાસ ના કરે એમ વિનંતી કરી. અને ભૂદાનકામ ક્યાં સુધી અને કેવી રીતે ગોઠવશું એ બધી વાત કરી. વજુભાઈનો પત્ર પણ આવ્યો હતો. રાત્રે માટલિયા આવ્યા. ત્યારબાદ જરા ગંભીરતાથી ટુકડીઓની યાદી ગણી તો ૨૪ થી ૨૯ સુધી થતી હતી. મહારાજશ્રીને મન ટુકડીઓ વધે અને જઈએ તોપણ બરાબર નહિ અને ઓછી હોય અને ના જઈએ તોપણ બરાબર નહિ. ચોક્કસ આંકડો રાજકોટથી આવેલ નહોતો. એટલે મંથન હતું. પણ છેવટે તા. ૯મીએ ફરીથી બરાબર ગણતરી કરી. અને ૨૬ ટુકડી થઈ. એટલે પ્રવાસ મોકૂફ રાખ્યો. અને રાજકોટથી ચોક્કસ આંકડો મંગાવ્યો તેમાં સંખ્યા ઓછી હોય તો પ્રવાસ કરવો એમ વિચાર્યું.
તા. ૧૩મીએ અંબુભાઈ, ફલજીભાઈ અને મીરાંબહેન આવ્યાં. ખેડૂતમંડળ સાધુતાની પગદંડી
Page #67
--------------------------------------------------------------------------
________________
અંગે વાતો થઈ. ઘઉંના ભાવ ઘટે છે તે અંગે વિચારણા થઈ. વચ્ચે કોઈ આસામીને રોકી બેંક પાસેથી પૈસા લઈ ખેડૂતોને ૭૫% આપી ઘઉને સ્થગિત રાખવા. એમ વિચાર્યું.
તા. ૧૬-૩-૧૯૫૪ના રોજ વિઠ્ઠલભાઈ ચૌહાણ સાથે પ્રવાસ ડાયરીમાંથી ભૂદાન યાદી ઉતારીને મોકલી આપી. સંપત્તિદાન જે મળ્યું હતું. એ પણ તારવીને મોકલી આપ્યું. તે ૧૬-૩-૫૪ સુધીમાં ૩૬૨૩ રૂપિયા હતું અને જમીન ૨૨૨૦પા વીઘાં થઈ હતી.
ભૂદાનનો કોટા પોતાની હાજરીમાં નક્કી થયેલો હોવાથી પોતાની પણ જવાબદારી છે. એ ન્યાયે મહારાજશ્રીએ એ કોટા પૂરો કરવા માટે રાતદિવસ ઘણો પ્રયત્ન કર્યો. કોટાનો સમય પૂરો થવા આવ્યો હોવાથી તેમનું ચિંતન વધતું હતું. અને ઉપવાસ શરૂ કર્યા હતા. તેથી કાર્યકરો અને પ્રધાનો ચિંતિત હતા. વજુભાઈ શાહ અને નારણદાસકાકા આ માટે સતત પ્રયત્ન કરતા હતા. છેવટે ઢેબરભાઈના સહકારથી સંકલ્પનો કોટા પૂરો થવાથી ચોક્કસ ખાતરી મળતાં મહારાજશ્રીએ તા. ૨૫ ના રોજ પારણું કર્યું. તે પ્રસંગે કાર્યકરો વગેરે હાજર હતા. દેવેન્દ્રભાઈના હાથે પારણું થયું તે પ્રસંગે મીરાંબહેનની ધૂન પછી મહારાજશ્રીએ ટૂંકું પ્રવચન કર્યું. તેનો સાર આ પ્રમાણે હતો.
પ્રારણાં પછીનું પ્રવચન જેને હું મૈયા માનું છું એની પ્રેરણાથી જ મને હંમેશાં બળ આવે છે. મારા મનમાં જે ભાર હતો. તે ભાર સંકલ્પ તૂટવાનો. જો પ્રજાના સંકલ્પો તૂટે તો તેનું નૈતિક ખમીર ઓસરી જાય. માનવજાત માટે વ્રત સિવાય બીજી કોઈ વસ્તુ ઊંચી હોય તેમ હું માનતો નથી અને પ્રજાના માન્ય એવા લોકસેવકો જે સંકલ્પ કરે અને એ સંકલ્પ તૂટે તો એમાં બંનેને વધુ લાગી આવવું જોઈએ. એક રીતે કહું તો મહાગુજરાતનો સંકલ્પ હુરવામાં નિમિત્ત સર્વસેવા સંઘ છે. તેણે ૨૫ લાખનો સંકલ્પ કર્યો. તેમાં ગુજરાતને ફાળે સવાલાખ આવે. એમ મને હુયું. ગુજરાત સૌરાષ્ટ્રમાં જમીનનો પ્રશ્ન હલ થયો છે. ગુજરાતમાં ગણોતધારો અને સૌરાષ્ટ્રમાં ઘરખેડ ધારો લાગુ પડ્યો છે. એટલે સામન્તશાહી જમીનો સૌરાષ્ટ્ર ગુજરાતમાં નથી. જે કંઈ છે એ ગણોતિયા પાસે છે. એમ કહી શકાય. આ પ્રશ્ન આમજનતાને સ્પર્શે છે. જેથી સૌરાષ્ટ્ર, ગુજરાતની આમપ્રજા પાસે યાચીને આ સંકલ્પ પૂરો કરવો જોઈએ. સૌરાષ્ટ્ર બાપુની જન્મભૂમિ છે. અને ગુજરાત કર્મભૂમિ છે. મારો
સાધુતાની પગદંડી
૩૬
Page #68
--------------------------------------------------------------------------
________________
સંકલ્પ સ્ફુરેલો તે આ રીતે ગુજરાત-સૌરાષ્ટ્રને માટે ગોઠવાઈ ગયો. મારી સામે ગુજરાત ભૂદાન સમિતિ હાજર હતી. સૌરાષ્ટ્ર ભૂદાન સમિતિ નહોતી. એટલે મારા પત્રથી વજુભાઈએ એનો સ્વીકાર કર્યો. વજુભાઈએ કહ્યું અમે સંકલ્પને આ રીતે નથી માનતા. મારી ધારણા ૩૦-૭-૫૪ની હતી. પણ નૈતિક દૃષ્ટિએ કાળ લંબાયો. ત્યારે એ કાળમાં પણ સંકલ્પ પૂરો થવો જોઈએ. એવી મારી ચિંતા હતી. પણ હવે ઢેબરભાઈ અને સંયોજક ત૨ફથી બાંહેધરી મળે છે એટલે મારી ધારણા પૂરી થાય છે.
રાજસ્થાનમાં રાજ્ય તરફની જમીન સ્વીકારાઈ છે. એમ સાંભળ્યું છે અને મને ખ્યાલ છે એટલે અહીં પણ રાજ્ય મદદ કરે. તેમાં મેં વાંધો લીધો નથી. એટલે મારા મનમાં સંકલ્પ પૂરો થાય છે. પરંતુ કોઈપણ સંજોગોમાં એ સંકલ્પ પૂરેપૂરો નહિ થાય તો તા. ૧૮ પછી હું મારા આત્મસમાધાન માટે પ્રાયશ્ચિતનું વિચારીશ. પણ આજે તો એ હેતુ સરે છે એટલે પારણું કરું છું. દેવેન્દ્રભાઈ આ બધા મંથનમાં સાક્ષી છે એટલે એમના હાથે પ્રથમ લઈશ. પછી બીજા ભાઈ-બહેનોની ઇચ્છા હશે તો એમના હાથે લઈશ. મીરાંબહેનને નિર્ણય વખતે સાથે ના લીધાં તે બદલ ક્ષમા માંગું છું.બીજા ભાઈ-બહેનોને સંમત ના કરી શક્યો તેનું દુ:ખ છે. ખાસ કરીને નારણદાસ કાકા,ગંગાદાસભાઈ વગેરેને પણ હું શું કહું ? સંકલ્પ પૂરો કરવામાં કડક બનવું પડે છે. ભગવાન આપણને સત્બુદ્ધિ આપે.
પછી પારણાં થયાં
તા. ૨૬-૩-૧૯૫૪ :
સવારના નાથાભાઈ શાહ આવ્યા, સાંજના નારાયણ દેસાઈ અને સૂર્યકાંત પરીખ તેમ જ ગીતાબહેન મહારાજશ્રીને મળવા આવ્યાં. ભૂદાન સંકલ્પ અને ઉપવાસ વિશે ઠીક ઠીક વાતો થઈ. મહારાજે કહ્યું કે મારા ઉપવાસથી કેટલાંકને ભાર પણ લાગ્યો હશે. પરંતુ સંકલ્પ તૂટે તો તેમાં ગુજરાતની શરમ છે. અને ખાસ તો પ્રતિજ્ઞાભંગનું પાતક લાગે. એ મારી દૃષ્ટિ હતી. નારાયણે વાત વાતમાં કહ્યું, વિનોબાજી કહેતા મને પણ મારી દાઢીનો ભાર લાગે છે પણ શું કરું. નારાયણની સાથે વાતો થયા પછી મહારાજશ્રીને ગુજરાતના મુખ્યમુખ્ય કાર્યકરોને ગુજરાતના કોટા પૂરો કરવા વિશે પરિપત્રો લખવાનો વિચાર સ્ફુર્યો અને બીજે દિવસે લગભગ ૫૦ રચનાત્મક કાર્યકરોને સાધુતાની પગદંડી
૩૭
Page #69
--------------------------------------------------------------------------
________________
પત્રો લખ્યા. તા. ૪-૪-૧૯૫૪ સાંજના ડૉ. ચતુર્વેદી અને ડૉ. વિજયશંકરભાઈને લઈને ભોગીભાઈ શેઠ આવ્યા. બંનેએ મહારાજશ્રીને તપાસ્યા. અભિપ્રાય એવો હતો કે હવે તબિયત ઘણી સારી છે. નાડી ૯૫૦ આસપાસ રહે છે. તે વધારે છે પણ તે સરખી થઈ જશે. તા. ૬-૪-૧૫૪ :
રસિકભાઈ પરીખ ખબર કાઢવા આવ્યા. તા. ૮-૪-૧૯૫૪એ માટલિયા આવ્યા. ચાતુર્માસ અંગે અને સંઘ કાર્યક્રમ અંગે અને ગઢડાના ગામોની આનાવારી અંગે વાતો થઈ. તા. ૧૦-૪-૧૯૫૪ને આગલે દિવસે બાબુભાઈ મોદી, કુરેશીભાઈ અને દાનુભાઈ આવ્યા હતા. ધંધૂકા કોટનસેલ સોસાયટીની કારોબારીની મિટિંગ અહીં બોલાવી હતી. તેમાં અરસપરસ કેટલાક ખુલાસા થયા. મહારાજશ્રીએ ખેડૂતોને જિનના બધા કામમાં પાવરધા થઈ જવા જણાવ્યું. સાંજના પંડિત નહેરુ આવવાના હતા. મીઠા સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન ચાર વાગ્યે થવાનું હતું. અમને બધાને આમંત્રણ કાર્ડ મળ્યું તેથી ગયા હતા. મહારાજશ્રી નોતા આવ્યા. વિજ્યાલક્ષ્મી પંડિત, કે. સી. રેડી, મોરારજી દેસાઈ વગેરે આવ્યા હતા. તા. ૧૧-૪-૧૯૫૪ :
સવારે ૧૦ વાગ્યે મહારાજશ્રી મીઠાકેન્દ્ર જોવા ગયા હતા. બપોરે શ્રી ઢેબરભાઈ, વજુભાઈ, રતુભાઈ અદાણી વગેરે મળવા આવ્યા હતા. ભૂમિદાન કોટામાં ખૂટતી જમીન સરકાર કેવી રીતે આપશે એ અંગે વાતચીત થઈ. તા. ૧૨-૪-૧૫૪ : અધેવાલા
ભાવનગરમાં લગભગ ત્રણ માસ રોકાઈ અધેવાડા આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો પંચાયતમાં રાખ્યો હતો. વહેલી સવારથી સ્નેહીઓ વિદાય આપવા આવી ગયાં હતાં. ત્રણ માસ રહ્યા તે દરમિયાન ઘણા કુટુંબો સાથે ઘનિષ્ઠ સંબંધો બંધાઈ ગયા હતા. ખાસ કરીને ગંગાદાસભાઈનું કુટુંબ, દેવેન્દ્રભાઈનું કુટુંબ સાથે ઘરના જેવો સંબંધ થઈ ગયો હતો. એ બધાને અમારી વિદાયથી ઘણું દુ:ખ લાગ્યું હતું.
અહીં રક્તપિત્તિયાં માટેનો આશ્રમ છે. સરકાર મફત ચલાવે છે. અમે તેની મુલાકાત લીધી હતી.
૩૮
સાપુતાની પગદંડી
Page #70
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૪-૧૯૫૪ : બુધેલ
અધેરાવાડાથી બુધેલ આવ્યા. અંતર ત્રણ માઈલ. અહીં ૧૨ વીઘા ભૂદાન મળ્યું. ૫. ૧૫-૪-૧૯૫૪ : ભડભંડારિયા
સરતાનપુરથી ભડભંડારિયા આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. સાંજના હરિજનવાસમાં ગયા. તેમની મુખ્ય મુશ્કેલી સાળના કાપડના વેચાણની હતી. મહારાજશ્રીએ કહ્યું કે તમે બધાએ મિલનું કાપડ પહેર્યું છે. જો તમે જ સસ્તુ શોધો તો બીજા કેમ ન શોધે ? બાટાનો વિરોધ કરનાર મોચી, બાટાના જ બૂટ પહેરે તો બીજાને શું કહી શકાય ? એટલે પ્રથમ તો આપણે બનાવેલ વસ્તુઓ આપણે જ વાપરવી જોઈએ. પછી બીજાને કહી શકાય. સસ્તુ, મોંઘું જો પૈસાથી માપીશું તો કોઈ દિવસ ઉકેલ થવાનો નથી.
અહીં એક હરિજને વાત કરી કે ગામના ગરાસદારના છોકરાંએ મને ધક્કા-મુક્કી કરી, મોટોભાઈ લાકડી લઈને મારવા દોડ્યો હતો. આ સાંભળી મહારાજશ્રીને ખૂબ દુ:ખ થયું. વાસમાંથી જંગલ જવા ગયા ત્યારે એ હરિજનભાઈ સાથે ગયા હતા. ત્યાંથી પાછા આવતાં એ જ ગરાસદારનો છોકરો મળ્યો. લંગમાં બેટા કેમ છે ? કહ્યું. મહારાજશ્રીએ કાર્યકરને વાત કરી. હું છું અને આ પ્રમાણે થાય તે યોગ્ય નથી. આપણે પોલીસ પગલાં લેવાં નથી. પણ તેમણે દિલગીરી વ્યક્ત કરવી જોઈએ. કાર્યકર છોકરાના બાપાને બોલાવી લાવ્યા. મહારાજશ્રીએ સમાધાન માટે બાપા છોકરાને લઈને એ હરિજન પાસે દિલગીરી વ્યક્ત કરે. કાં તો રાત્રી સભામાં દિલગીરી વ્યક્ત કરે. એટલે સંતોષ થાય. બાપા છોકરાને લઈને હરિજનવાસમાં જઈ આવ્યા એટલે હરિજનોને સંતોષ થયો. તા. ૧૬-૪-૧૯૫૪ : તનસા
ભંડારિયાથી તનસા આવ્યા. અંતર છ માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખવાનો આગ્રહ હતો. પણ ત્યાંથી સભાનું ચોગાન દૂર પડતું હતું. એટલે પાછા નિશાળમાં આવ્યા. વિદ્યાર્થીઓએ દૂર સુધી સામે આવી સ્વાગત કર્યું. અહીથી હું (મણિભાઈ) સાંજની મોટરમાં ભાવનગર ગયો. દેવેન્દ્રભાઈને સાધુતાની પગદંડી
૩૯
Page #71
--------------------------------------------------------------------------
________________
સરકારી ભૂદાનનો કૉલ આવ્યો છે કે નહિ ? એ પૂછીને સાંજના રાજકોટ ગયો. સવારમાં જયાબહેન શાહ મળ્યાં. પછી શ્રી ઢેબરભાઈને મળ્યો. તેમણે પત્ર લખી આપ્યો કે પચ્ચીસ હજાર એકરની સરકારે તા. ૧૬મીની સાંજે જાહેરાત કરી દીધી અને તેનો તાર વિનોબાજીને કરી નાખ્યો છે. મને ઢેબરભાઈની સવારની કાર્યવાહી જોવા મળી. મુખ્યમંત્રી હોવા છતાં એક ચટાઈ પર બેઠા હતા. સવારમાં ખેડૂતોને મળતા હતા. બે ખેડૂતો નાની દીકરીઓને પરણાવવાની મંજૂરી લેવાની અરજી લઈને આવ્યા હતા. એમને ઢેબરભાઈએ સમજાવ્યા ઓછો ખર્ચ કરો અને કન્યાને ૧૫ વરસ પછી પરણાવો. અને સમાજ ના પાડે તો મને બોલાવજો. હું હાજરી આપીશ.
એક ગાંડા માણસ માટે પોતે તેના કાકા ઉપર પત્ર લખી આપ્યો. આવા ઘણા પ્રશ્નોનો તેઓ નિકાલ કરતા હતા.
સાંજના તેની રજા લઈ, સવારના શિહોરથી મોટરમાં બેસી વિહોર આવી ગયો. તા. ૧૭,૧૮-૪-૧૯૫૪ : વિહોર
તનસાથી વિહોર આવ્યા. અંતર છ માઈલ. વચ્ચે એક ગામમાં થોડું રોકાયા હતાં. ઉતારો ઉતારામાં રાખ્યો હતો. અહીં નરસિંહભાઈ ગોંધિયા અને નાગરદાસ દોશી મળવા આવ્યા હતા. બંને દિવસે જાહેર સભા થઈ હતી. તા. ૧૯, ૨૦-૪-૧૯૫૪ : વરલ
વિહોરથી વરલ આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો મહાજનની વાડીમાં રાખ્યો હતો. એક દિવસ વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન રાખ્યું હતું. તા. ૨૧-૪-૧૯૫૪ : તણાં
વરલથી ટાણાં આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો સરકારી ઉતારામાં રાખ્યો હતો. ભાઈઓ-બહેનો અને વિદ્યાર્થીઓએ વાજતેગાજતે સ્વાગત કર્યું. સ્વાગતમાં એકબાજુ જૈનબહેનો બીજી બાજુ ખેડૂતબહેનો જુદાં જુદાં ગીતો ગાતાં હતાં. સમન્વયનું સુંદર વાતાવરણ દેખાતું હતું. સભામાં મહારાજશ્રીએ ભૂમિદાન એટલે શું? એ સમજાવ્યું. ત્યારબાદ વેપારી ભાઈઓ સાથે વાતો કરતાં જણાવ્યું કે, તમારે સહકારી પ્રવૃત્તિમાં રસ લેવો. ખેડૂતો સદ્ધર થશે તો જ ગામડું આબાદ થશે. અને એમાં સૌ આવી જાય છે.
૪૦
સાધુતાની પગદંડી
Page #72
--------------------------------------------------------------------------
________________
નાના વેપારીઓ શહેરોની ચેનલ બને છે. એને બદલે ખેડૂતોની ચેનલ બને. થોડી દલાલી માટે ખેડૂતોને ઘણો ઓછો ભાવ આપો છો. તેને બદલે તમારી એ દલાલી ખેડૂતો પાસેથી લો અને માલ-ટકાવી તેને સારા નાણા ઉપજાવી આપવા જોઈએ.
અહીં ૮ વીઘા ભૂદાન મળ્યું હતું. તા. ૨૨-૪-૧૫૪ : મઢડા
ટાણાંથી નીકળી મઢડા આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો ધર્મશાળામાં રાખ્યો હતો. ગામે ઢોલતાંસાં સાથે સ્વાગત કર્યું. તા. ૨૩,૨૪-૪-૧૯૫૪ : મોખડક
મઢડાથી નીકળી મોખડકા આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. જોરસિંહભાઈ કવિ આગળથી આવ્યા હતા. ગામે વાજતેગાજતે સ્વાગત કર્યું. અહીં ૧૦ વીઘાં ભૂદાન થયું. તા. ૨૫-૪-૧૯૫૪ ઃ જમણવાવ
મોખડકાથી જમણવાવ આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. ગામે ઢોલ-તાંસાં સાથે સ્વાગત કર્યું હતું. જૈન બહેનોએ ચોખાથી પૂજનવિધિ કરી હતી. રાત્રે જાહેર સભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે, સામાન્ય રીતે માણસ અને જાનવરોમાં કંઈક ફેર હોય છે. આપણે જોઈ શકીએ તેવો ફેર હોય છે. જો એમ કહીએ કે, શિંગડાં, પૂંછડાં ન હોય તે માણસ તો એ વ્યાખ્યા સાચી નથી. માણસ કોને કહેવાય એ બહારથી ઓળખી શકાય તેવી ચીજ નથી. અંતરના ગુણોથી ઓળખી શખાય. તેનું બાહ્યસ્વરૂપ બીજાને માટે કેટલો ઘસાય છે તે છે. ઘઉં કાંકરાં ભેગા થઈ ગયાં હોય તો આપણે તેને વીણવા પડે છે. થોડા કાંકરા હોય તે ઘઉં વીણવા પડે. આજે માણસ કોણ ? તે વીણવો પડે છે. આજે બહુમતીનું રાજ ચાલે છે. જેને મત વધારે મળે તે જીતે. પણ તેથી તે સાચી કસોટી ના કહેવાય.
ભૂમિદાન એ માણસની કસોટીનું સાધન છે. બીજાની ખાતર ઘસાવા તૈયાર ના થાય એ માણસ ના કહેવાય. પ્રથમ જમીનની કસોટી લીધી છે. પછી ધનની અને શ્રમની કસોટી પણ આવશે. બે બળદ સાથે કામ કરતાં સાધુતાની પગદંડી
૪૧
Page #73
--------------------------------------------------------------------------
________________
હોય તેમાનાં એકને ઘાસ નાખો તો બીજાની વાટ જોયા સિવાય ખાવા લાગશે. માણસ આમ નહિ કરી શકે. કારણ કે તેનામાં વિચાર કરવાની શક્તિ છે.
પાંચની નોટ ખોવાઈ જાય છે ત્યારે આખો દિવસ ખાવાનું ભાવતું નથી. પણ જૂઠું બોલાઈ જાય તો એટલું લાગતું નથી. કારણ કે આપણને રામનામની કિંમત સમજાઈ નથી. સ્વરાજ્ય આવ્યું છે. પણ રામરાજ્ય અને ગ્રામ રાજ્ય આવ્યું નથી. આપણે તે લાવવાનું છે. ભૂમિદાન એનું પૂર્વઅંગ છે. તજીને કોઈએ ખોટું નથી. એમાં સૌએ વહેંચીને ખાવાની વાત છે. સુખ અને દુ:ખમાં સૌએ ભાગીદાર બનીને રહેવાનું છે. મમતાનો ખૂણો ભાંગવાની આ વાત છે. અહીં ૧૦ વીઘા ભૂદાન મળ્યું હતું. તા. ૨૬-૪-૧૯૫૪ : વાલુડ
જમણવાવથી નીકળી વાળુકડ આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો સરકારી ઉતારામાં રાખ્યો હતો. ગામે વાજતેગાજતે સ્વાગત કર્યું હતું. રાત્રિ સભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે, તમારા મનમાં શું રમી રહ્યું છે એ ઘણા અનુભવને અંતે ખ્યાલમાં આવી જાય છે. ગામડાંઓના દિલમાં થાય છે કે સ્વરાજય આવ્યું છે. છતાં કેમ સુખ મળતું નથી ? ધંધા રોજગાર મળતા નથી. કેટલાક શહેરોમાં જાય છે. ત્યાં પણ બેકારી ચાલે છે. શરીર બગાડે છે. આ બધાનો આપણે વિચાર કરવાનો છે. ઉપાય શોધીશું નહિ, તો ગમે તેવી અકળામણ કરીશું તો ચાલશે નહિ. કોઈને લાગે કે સરકાર કાયદો કરી નાખે તો સુખી થઈ જવાય. પણ લોકશાહીમાં એકલા કાયદાથી કંઈ થતું નથી. લોકોની સમજણથી જ આ બધું શક્ય બને. આટલા માટે હું બે વાત કરું છું. ભૂમિદાન અને ગ્રામસંગઠન. ઘણાંને લાગે છે કે, આટલા ટુકડા જમીનથી શું થવાનું છે ? બાપુ જયારે મીઠાની લડત લડતા હતા ત્યારે ઘણાંના મનમાં થતું ખરું કે આ મીઠાથી કંઈ સ્વરાજ્ય મળે ? ધોળી ટોપીવાળા શું કરી શકશે ? પણ આપણે જોયું કે સ્વરાજ એ રીતે આવ્યું. ભૂમિદાન, અન્નદાન પણ એવું જબ્બર શસ્ત્ર છે કે આપણા દુઃખ દર્દોની સામે રક્ષણ આપનારું છે. ગરીબોને ગરીબો અરસપરસ મળી લે છે ત્યારે શ્રીમંતો જાગ્યા વગર રહેતા નથી. શબરીના બોર રામે ચાખ્યાં ના હોત તો રામની આટલી કિંમત ન હોત. જગતમાં મહાપુરુષો ત્યાગથી જ ઊંચે
સાધુતાની પગદંડી
૪૨
Page #74
--------------------------------------------------------------------------
________________
આવ્યા છે. આજે દેશમાં દુઃખ હોય તો ગરીબીનું નથી પણ ગરીબના દિલમાં રહેલી અમીરાતની ઝંખના નથી તેથી છે. આપવા ના હોય પણ દાઝવા તો હોય ? એટલે કેટલો મંત્ર શીખી લઈએ તોપણ ઘણું કરી શકાય. કાંકરે કાંકરે પાળ બંધાય' એ રીતે આ દેશમાં ૨૭ લાખ એકર જમીન મળી છે. એમાં લાખ એકરથી માંડીને થોડા ગુંઠા સુધી દાન આપનાર સભ્યો પણ છે. અમીર, ગરીબ ભગવાનને ઘેર જાય છે ત્યારે બંને સરખા થઈ જાય છે. સ્વાર્થની દુનિયા છે. તેમાં પરમાર્થ શબ્દ વધારી દેવો છે. પુત્ર સ્વાર્થ માટે પિતાની સેવા કરે છે. નાનામાં નાનો માણસ કામ આપતો થાય છે ત્યારે દેશની હવા બદલાઈ જાય છે.
આજે ખેતી સુધાર સપ્તાહ હતું. એટલે ખેતીવાડી અધિકારી, મામલતદાર વગેરે અધિકારી આવ્યા હતા.
તા. ૨૭-૪-૧૯૫૪ : નોધણવદર
વાલુકડથી નીકળી નોધણવદર આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. અહીં રાત્રે જાહેરસભામાં મહારાજશ્રીએ ભૂદાન વિશે ખ્યાલ આપ્યો હતો. સભામાં પ્રશ્નોત્તરીએ ઠીક ઠીક ચર્ચા જગાવી હતી. એક વેપારી ભાઈએ સરકાર કેળવણી કેમ સરખી કરતી નથી. વારંવાર પુસ્તકો બદલે છે. વગેરે ટીકાઓ કરી હતી. એમણે ખેડૂતોની તરફદારીવાળું ભાષણ ગમ્યું નહોતું. વેપારીના હાથા તરીકે એક બે ખેડૂતો પણ ચર્ચા કરતા હતા. સભા પછી મુકામે આવ્યા બાદ વજુભાઈ શાહે ઠીકઠીક વાતો કરી હતી.
તા. ૨૮-૪-૧૯૫૪ : નવાગામ
નોધણવદરથી નીકળી નવાગામ આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. લોકભારતીવાળા મૂળશંકરભાઈ મળવા આવી ગયા. ચોગટના પ્રશ્ન અંગે ચર્ચા કરી હતી.
રાત્રી સભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે ભૂમિદાન યજ્ઞ કહેવામાં આવે છે. યજ્ઞમાં યજમાન પણ હોય છે. અત્યાર સુધી યજ્ઞો તો ઘણા થયા. પણ આ જુદી જાતનો યજ્ઞ છે. ગીતામાં કહ્યું, અયજ્ઞી છે તેનો મોક્ષ નથી. જે યજ્ઞ કરતો નથી તે કદી શાંતિ પામી શકતો નથી. સૂર્ય યજ્ઞ કરે છે. તે
સાધુતાની પગદંડી
૪૩
Page #75
--------------------------------------------------------------------------
________________
કિરણો ખેંચી લે તો ધરતી નાશ પામે, વરસાદ પણ યજ્ઞ કરે છે, તે ના આવે તો તોબા તોબા પોકરાવે છે. ઝાડ પણ યજ્ઞ કરે છે. ઘામ થયો હોય તાપ લાગ્યો હોય તો આરામ આપે છે. પથ્થર મારીએ તોપણ ફળ આપે છે. જગતમાં બધે જ યજ્ઞ સિવાય કોઈ ચીજ નજરે પડતી નથી. પ્રાણીઓ જુઓ. આટલાં બધાં યંત્રોની શોધ થઈ પણ એકેય યંત્ર એવું ના શોધાયું કે ઘાસ નાખો અને દૂધ આપે. ગાય એવું યંત્ર છે. જે નકામી ચીજ ખાવા આપો તોપણ તે ઉપયોગી ચીજો આપે છે. એના પેશાબમાં પણ યજ્ઞ, એના ઝાડામાં પણ યજ્ઞ, એના દૂધમાં પણ યજ્ઞ. મરણ પામે તો હાડકાં, માંસ બધું કામ આવે. આમ પ્રાણી, પશુ બધા યજ્ઞ કરે છે. ત્યારે માણસ કયો યજ્ઞ કરે છે ? એ મને બતાવો. માનવી જ્યારે શેતાનને આધીન થઈ જાય છે ત્યારે ઊલટો યજ્ઞમાં રોડાં ફેંકે છે. માયા-મમતા તેને વળગી પડે છે. અન્ન સમા પ્રાણ કહ્યા. અન્નરૂપે ભગવાન છે. એ અન્ન ખાધા પછી એના વીર્યનો ઉપયોગ શું કરીએ છીએ ? જો યોગ્ય ઉપયોગ ના થાય તો દૂધ પાઈને સાપ ઉછેર્યો જેવું બને છે. એમાં શેતાનનો વાસ થઈ જાય છે. રામાયણમાં કહ્યું નરતન સમ.... માણસ સ્વર્ગે પણ જઈ શકે, નરકે પણ જઈ શકે. બીજાને સુખ આપીએ તો મનુષ્ય દેહપ્રમાણ પણ આજે બીજાનું લેવા દોડે છે. છોકરો એમ ઇચ્છે છે કે, બાપા ક્યારે જાય અને મને બચકો મળે. બાપાની રોકટોક વચ્ચેથી જાય. ભાઈ-ભાઈના ખૂન કરે. આવા માણસ હોય તો ‘નરતન સમ નહિ કવ નહિ દેહી' કેમ કહી શકાય ? નરકમાં જવું હોય તો માનવ જાય. એમ કહેવું સારું છે. બહુ શોધને અંતે હાઈડ્રોજન બોમ્બ શોધ્યો. લાખો માણસોને, પ્રાણીઓને નાશ કરી શકે. વાસુદેવે સુદર્શન રાખ્યું હતું. પણ એ તો અમુક મર્યાદામાં જ અને તે પણ લડવા આવ્યા હતા. પ્રાણ છોડવા આવ્યા હતા. તેને માટે એ ચક્ર હતું પણ આ તો પ્રયોગ દરિયામાં કરે છે. માછલા કે મગરમચ્છ કોને ફરિયાદ કરવા જાય ? માનવને ના જોવાય તો પ્રાણીને તો કોણ જુએ ? આ બધાનું કારણ માણસની સંગ્રહખોરી છે. માણસે બે પેટ બનાવ્યાં છે. કુદરતે આપેલું ભરાય છે પણ માનવ સર્જિત નથી ભરાતું. આનો કોઈ દિવસ નિકાલ આવે નહિ. કારણ કે મમતાનો પાર નથી. શ્રીમંત વધારે શ્રીમંત થવા પ્રયત્ન કરે છે. એણે ઘાંચીના ધંધા ભાંગ્યાં. ઘાણા આવ્યા, મિલો આવી, વણકર તૂટ્યા, બાટા
સાધુતાની પગદંડી
૪૪
Page #76
--------------------------------------------------------------------------
________________
અને ફ્લૉર આવ્યા, મોચી તૂટ્યા. બીડીને માટે કારખાનું આવ્યું કલાકે પંદરસો બીડી તૈયાર થઈ જાય. હજાર કપડાં સાથે સિવાઈ જાય. આ દોટ
ક્યાં જઈને અટકશે ? આટલા માટે ભૂમિદાન આવ્યું છે. ભૂમિદાન આ દોટને લાલબત્તી ધરે છે. બધાને ધંધો મળે. આની પહેલ કોણ કરે ? શબરી અને સુદામા પહેલ કરશે. ૧૦૦ વીઘાવાળાની મમતા તૂટતાં વાર લાગશે. પણ ૧૦ વીઘાવાળો આપશે. કારણ કે તે માને છે કે લાખ મળવાના નથી અને લખેશરી થવાના નથી.
ઈશ્વર આપી રહેશે એટલે પ્રથમ ગરીબો જાગશે પછી શ્રીમંતો આવશે. પ્રથમ જમીન વહેંચણી થાય, પછી ધંધાની વહેંચણી થાય. પછી મિલકતની એમ કરતાં બધાને રોટલા મળશે. પછી સાચા દિલે ભગવાનનું નામ લઈ શકાશે. પણ આ બધું શુદ્ધ ભાવનાથી થઈ શકે. જો ભાવના બગડી તો હેતુ નાશ પામશે. દા.ત., એક ગામે ચારસો મણ દૂધ એકત્ર કરવાનો વિચાર કર્યો. હવાડો ભરવાનો હતો. ઘર દીઠ ૧૦ શેર દૂધ લાવવાનું હતું. રાત્રે એક માણસને વિચાર આવ્યો કે હું એકલો જ દૂધને બદલે પાણી નાખું તો કંઈ જણાશે નહિ. તેને એમ ખબર નહોતી કે વિચારની અસર જબરી પ્રબળ છે. અને એમાંય દુષ્ટ વિચાર જલદી સમાનતા પ્રાપ્ત કરી લે છે. આમ બીજાને એવો જ વિચાર આવ્યો. પરિણામે સવારમાં આખો હવાડો પાણીથી ભરાઈ ગયો. આવું આપણા સમાજમાં બને છે. હું એકલો આમ વર્તીશ તો શું થશે ? ચિનગારી બહુ નાની હોય છે. પણ જબરજસ્ત આગ ફેલાવી નાખે છે. તેલંગણમાં માત્ર એક જ ચિનગારી પ્રગટી પણ સદ્ભાગ્યે વિનોબા નિમિત્તે તેમાં જળની ઝરણી ફૂટી એ આગને હોલવી નાખી છે. સત્તા અને ધનને ઠેકાણે સેવા અને ત્યાગને મૂકી યજ્ઞને આપણે જીવતો રાખવાનો છે. અહીંના મુખ્ય કાર્યકર મૂળશંકર ત્રિભોવન છે. તા. ૨૯-૪-૧૯૫૪ : મણ
નવાગામથી નીકળી કુંભણ આવ્યા. અંતર સાડાત્રણ માઈલ. ઉતારો ઉતારામાં રાખ્યો હતો. અહી ૨૦ વીઘાં ભૂદાન મળ્યું હતું. એમાં ૧૫ વીધાં ભૂમિ આપનાર ખાખરીયાના આંબા વસ્તાએ કહ્યું કે આ દાન હું પ્રમથી આપું છું. અને દાન આપ્યા પછી હું અડકે નહિ એટલે તમે જ એની વ્યવસ્થા કરી લો. કેટલી ઉચ્ચ ભાવના ?
સાધુતાની પગદંડી
૪૫
Page #77
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૪-૧૯૫૪ : આંકોલાળી
કુંભણથી નીકળી આકોલાળી આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. અહીં અમૂલખભાઈ ખીમાણી અને ખાદી કાર્યાલયવાળા રવજીભાઈ આવ્યા હતા. તા. ૧-૫-૧૯૫૪ : રાણપરડાં
આંકોલાળીથી રાણપરડા આવ્યા. અંતર સાડાચાર માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. શંભુભાઈ કાર્યકર આગળથી આવી ગયા હતા. ગામે અને વિદ્યાર્થીઓએ ઢોલ-તાસાં સાથે સુંદર સ્વાગત કર્યું હતું. રાત્રે જાહેરસભા સારી થઈ હતી. તા. ૨,૩-૫-૧૯૫૪ : ઘેટી
રાણપડાથી ઘૂંટી આવ્યા. અંતર અઢી માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. તે પહેલાં પ્રથમ રામજી મંદિરમાં પ્રાસંગિક કહ્યું હતું. જાહેર સભા થઈ. તા. ૪,૫-૫-
૧ ૪ : આદપુર ઘૂંટીથી આદપુર આવ્યા. અંતર અઢી માઈલ. ઉતારો ધર્મશાળામાં રાખ્યો હતો. રાત્રે સભા થઈ હતી. ૧ વીવો ભૂદાન મળ્યું. તા. ૬,૫-૧૯૫૪ : પાલિતાણા
આદપુરથી પાલિતાણા આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો કંકુભાઈની ધર્મશાળામાં રાખ્યો હતો. આગેવાનોએ અને વિદ્યાર્થીઓએ બંડ સાથે સ્વાગત કર્યું હતું. સરઘસમાં કલેક્ટર, મામલતદાર વગેરે આવ્યા હતા. સભામાં પ્રથમ ગુરુકુળના સેક્રેટરી શ્રી ફૂલચંદભાઈએ પ્રાસંગિક કહ્યું હતું ત્યારબાદ મહારાજશ્રીએ જણાવ્યું કે કસબા અને શહેરો એજન્ટ બન્યા છે. ખરેખર પૂંજીવાદ કે સંસ્થાનવાદ અને બીજી બાજુ સરમુખત્યારબાદ કે સામ્યવાદ એ બધાએ જે ભરડો લીધો છે, તેનું મુખ્ય કારણ પૈસો છે. કસબા અને શહેરો એના એજન્ટ મટીને ગામડા તરફ નજર ફેરવે તો ઘણું કામ થઈ શકે. અખાત, નદીઓ ને પાછી વાળી નાની નાની ઝરણીરૂપે ગામડાંમાં વાળે તો લીલાલહેર થઈ જાય. આપણને જે ભય લાગી રહ્યો છે તેમાંથી મુક્ત થવાનું સાધન એ જ છે. પણ કસબાના લોકોને ભય છે કે, ગામડાં તરફ
૪૬
સાધુતાની પગદંડી
Page #78
--------------------------------------------------------------------------
________________
મુખ કરીએ તો અમારી રોજી-રોટીનું શું ? પણ એ ભય ખોટો છે. ઊલટાનું અનુભવ કરશો તો તમને જુદું જ લાગશે.
જાહેરસભામાં પ્રવચન એક સભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે ઇતિહાસની બે પાંખો હોય છે : એક વર્તમાનકાળની બીજી ભૂતકાળની. ભવિષ્યનું ચિત્ર કેવું હશે તે વર્તમાનકાળ ઉપરથી જોઈ શકાય છે. પાલીતાણાનો ભૂતકાળ જ્યારે વિચારું છું ત્યારે ઘણાં સ્મરણો જાગ્રત થાય છે. આ એ ભૂમિ છે કે જ્યાં અનેક સાધુ-સંતો અહીં આવીને શરીરની પણ પરવા કર્યા સિવાય ધર્મ માટે આહુતિ આપી છે. એમણે જોયું કે શરીર એ સાધન છે, સાધ્ય નથી. સાધનનો ઉપયોગ, સાધ્યની પ્રાપ્તિ માટે જ હોઈ શકે. એટલે એમણે મંત્રો આપ્યા. પણ માણસ કાન બંધ કરીને બેસે તો કોઈ લાભ ના થાય. ડગલો વૉટરપ્રૂફ હોય છે. પણ હવે તો લોકો લેક્ટરપ્રૂફ થતાં જાય છે. જો કે બધા એવા નથી હોતા. એટલે ફરીથી એ ભૂતકાળ સજીવન કરવામાં આવે તો એ જ જૈનોમાં શક્તિ પ્રગટ જળવાઈ રહે. ત્યાગમાં જબરજસ્ત શક્તિ છે. મોટી મોટી સલ્તનતો ત્યાગ આગળ નમી છે.
પણ હવે શું ? આઝાદી આવી ત્યારે સૌ ભાગ લેવા આવ્યા. બાપુજીએ કહ્યું, બ્રિટિશરોને વિદાય આપીશું ત્યારે હું પાછળ જોઈશ, ત્યારે લોકો રોટલાથી સુખી હશે. પણ શું જોયું ? ભાઈ ભાઈનું ખૂન કરતાં જોયા. બાપુને ખૂબ દુ:ખ થયું. આ આઝાદી ? આ સ્વરાજ્ય આટલા માટે મેળવ્યું? ડો. હરિપ્રસાદે કહ્યું, બાપુ ! સ્વરાજ્ય આવી ગયું. આશ્રમમાં પાછા ફરો. બાપુએ શું કહ્યું ? ભાઈ હરિપ્રસાદ હું કયે મોઢે આવું ? મારે માટે આશ્રમ દૂર થઈ ગયો છે. નોઆખલી નજીક છે.
આપણે સૌ સત્તા અને ધન પાછળ પડ્યાં છીએ. સૌ કોઈ ને કોઈ બદલાની માગણી કરે છે. ધારાસભ્ય કે મ્યુનિસિપાલિટીના સભ્ય કંઈ નહીં તો છેવટે પંચાયતના સભ્ય પણ બનાવો. ગાંધીજીને આ બધું જોઈને બહુ દુઃખ થયું હતું. પણ તેઓ તો ગયા. જૈનોના તીર્થકર શ્રાવકોને ત્રણ વાત કરી. સાધુને તો કહ્યું છકાયના પિયર એટલે કે જગતના માબાપ બનો. તમારે વાડો ના હોય. શ્રાવકને કહ્યું ક્યારે હું પંડિત મરણે મરું. હસતાં હસતાં કાળને ભેટું. બીજો સંકલ્પ અપરિગ્રહી ક્યારે બને ? ત્રીજી વાત આરંભ સાધુતાની પગદંડી
Page #79
--------------------------------------------------------------------------
________________
ક્યારે છોડું ? આ જૈન પરિભાષા છે. વૈદિક ધર્મમાં દાન, દમ, દયા આપી. જૈનોમાં અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ આપ્યો. આ ત્રણમાંથી જેટલો સાર કાઢીએ તેટલો કાઢી શકાય. જિજ્ઞાસા હોય તો બીજા પડી શકે. ધરતી સુંદર હોય, વરસાદ હોય, જમીન ખેડી હોય તો બી ઊગી શકે. અહિંસાની કસોટી એ છે કે તું નિર્ભય કેટલો ? સિદ્ધાંત આવે ત્યારે ભૂસેટીને ભાગે છે કે કેમ ? ગોળના માટલાનું લેબલ એટલા માટે છે કે, અંદર ગોળ કેટલો છે, તે જાણી શકાય. ગોળ ના હોય તો લેબલ નકામું. માણસ મરવા તૈયાર થયો કે પછી મારનાર કોઈ નહિ મળે. હાઈડ્રોજન બોમ્બ ભોગ માગે છે. જો ભોગ દેનાર નહિ મળે તો નિર્દોષના ભોગ લેવાશે.
આજે આપણે કોની પૂજા કરીએ છીએ ? મંદિર, ઉપાશ્રયમાં દરેક ઠેકાણે ધનની પૂજા થાય છે. વ્યવસ્થા માટે નાણાની જરૂર પડે. પણ જ્યારે તે સાધ્ય બની જાય ત્યારે માણસ જડ બની જાય છે. અણુ બોમ્બ કાઢવા માટે સ્વાવલંબન શીખવું જોઈએ. પરિગ્રહને છોડવો જોઈએ. દાંત આપ્યા છે તો ચાવણું મળવાનું છે. ગમે તે મહેનત કરો. શરીરને અનુકૂળ મહેનત ગોઠવી લો. બીજી વાત ધંધાની મર્યાદા નક્કી કરવાની છે. ભીમો વાણિયો માત્ર સાત દમડી લઈને શેત્રુંજયના ઉદ્ધાર માટે દોડે છે. બહાડમંત્રી તેને ભેટી પડે છે અને સૌથી પહેલું નામ ભીમાનું લખે છે. આ જોઈ બીજા હસવા લાગ્યા કે સાત દમડીથી કામ અટકી જવાનું હતું ! પણ જયારે મંત્રીએ ખુલાસો કર્યો કે તમે બધાએ તો થોડો થોડો ભાગ આપ્યો છે જ્યારે એણે તો સર્વસ્વ આપ્યું છે. પરિગ્રહનો ત્યાગ કર્યો છે. આપણે આજે ભગવાનની મશ્કરી કરી રહ્યા છીએ. આટલા માટે ભૂમિદાન આવ્યું છે. ભૂમિદાન પછી સંપત્તિદાન, હવે જીવનદાન માગે છે. બધા જયારે ભેગાં મળીને માગે છે ત્યારે ઓર આનંદ આવે છે. ૭૨ કરોડ હાથ અને ૩૬ કરોડ માથાં જયાં એક થયાં ત્યાં વિરાટ શક્તિ ઉત્પન્ન થવાની છે. સંખ્યા પરાધની છે. પણ ૩૬ એકઠા સાથે બેસે તો એ ગણી ગણાય નહિ એટલો આંકડો થાય. મહાવીરની જીવન શિક્ષા બાપુએ જીવનમાં ઉતારી.
કેટલાક કહે છે જૈનોની સંખ્યા ઘટી ગઈ છે. પણ સિંહોનાં ટોળાં હોય જ નહિ. આજે તો આપણે ક્યારે પૈસાદાર થાઉં ? ક્યારે સંકટ આવે ત્યારે ભાગવું. ક્યારે મોટો મિલનો માલિક થાઉં. યંત્રો વસાવું અને હજારોના
સાધુતાની પગદંડી
४८
Page #80
--------------------------------------------------------------------------
________________
રોટલાં ભાંગું ! આમાંથી આપણે બચવાનું છે. હું ઉપદેશ નથી આપતો પણ અનુભવની વાત કરું છું. અમદાવાદના હુલ્લડમાં હું નીકળતો. અનુભવ જો કે નિર્ભયતા આવે છે ત્યારે સામા માણસનું દિલ પણ હલી જાય છે. પ્રથમ કદાચ જાન પણ આપવો પડે. પણ પછી તો સૌના અંતરમાં બેઠેલો ભગવાન જાગે જ છે. હું તમને જીવનનો ભોગ આપવાનું નથી કહેતો, પણ જમીન, નાણાં અને મનનો ભોગ માગું છું.
કાર્યકર્તા સંમેલન બપોરના ત્રણ વાગ્યે પાલીતાણા અને ગારિયાધાર તાલુકાના કાર્યકરોની મિટિંગ મળી હતી. લગભગ ૩૦ ભાઈઓ આવ્યા હતા. પ્રથમ ઓળખવિધિ થયા પછી મહારાજશ્રીએ પૂછ્યું, આજે કાર્ય કરવામાં ઉત્સાહ ઓછો દેખાય છે તેનું કારણ શું ? સિદ્ધાંતનિષ્ઠ હશે તો કામમાં મજા આવશે. એ નિષ્ઠા નબળી પડી લાગે છે. થોડી ઇર્ષાવૃત્તિ, લોભવૃત્તિ પણ કામ કરતી હશે.
જવાબમાં કાર્યકરોએ પોતપોતાની મુશ્કેલીઓ જણાવી હતી. અમલદારો દિલ દઈને કામ કરતા નથી. નાના કાર્યકરોને તેના પ્રશ્નોમાં મોટા કાર્યકરો જોઈએ તેટલો રસ લેતા નથી. કેટલાક મોટા કાર્યકરો કોંગ્રેસ વિરોધીઓનો સાથ વધારે લે છે. ખોટા પ્રચારને કારણે ભૂમિદાનોમાં મુશ્કેલી પડે છે. વગેરે મૂંઝવણો જણાવી.
મહારાજશ્રીએ જણાવ્યું કે મુખ્ય કાર્યકરે નાના કાર્યકરોને કાર્યોથી પરિચિત રાખવા. એમને કેટલીક જવાબદારી સોંપવી. ભૂમિદાનનું કાર્ય માત્ર કોંગ્રેસનું છે એમ નથી. અને એમ છે પણ જે માણસ ભૂદાનકાર્ય કરે તે કરી શકે છે. ડૉક્ટરોનું એક મંડળ છે. જયારે ઓપરેશન જેવું મોટું કામ આવે ત્યારે પોતાનું કામ પડતું મૂકીને પહોંચી જાય. એવું આપણે ગોઠવવું જોઈએ. બાપુ વખતે કાર્યકર્તાઓ ગોળી ખાવા પણ તૈયાર હતા એવું આજે નથી. ફક્ત ગામડાનો સંપર્ક રાખવો. અને તેમને દુઃખમાં માર્ગદર્શન આપવું. સરકાર કરતાં કોંગ્રેસ મોટી છે. આપણે સરકારને મોટી માની છે અને માત્ર રાહતના કામ કરીએ છીએ. હવેની સમિતિઓ નીચેથી ઉપર રચાવી જોઈએ. નીચેના પ્રશ્નો ઉપર જવા જોઈએ. આજે ઉપરથી નીચે આવે છે. ભૂમિદાનથી ક્રાંતિ થશે એ ક્રાંતિ કોંગ્રેસ અને સરકાર બંનેને મજબૂત કરશે. સાધુતાની પગદંડી
Page #81
--------------------------------------------------------------------------
________________
બીજી વાત ગ્રામ સંગઠનની છે. ગામડાંમાં પુષ્કળ કામ પડ્યું છે. આપણને એટલી ફુરસદ નથી. પછી કહીએ કે કંઈ કામ નથી એ બરાબર નથી. નાના નાના કાર્યકરોને કામ સોંપવું અને પ્રોત્સાહન આપવું.
ગારિયાધાર સહકારી મંડળીની વાત મારી પાસે આવી છે. એટલે કહું કે, હું જે કંઈ વાત લઉં છું તેમાં ઊંડો ઊતરું છું. પરંતુ મારે પંદરમીએ કૂંડલા પહોંચવું છે એટલે હું એમાં ઊંડો નથી ઊતરી શકતો. આજે તો ઠેર ઠેર આવા પ્રશ્ન ઊભા છે. સરકારી મદદથી પ્રશ્નનો સુખદઅંત નહિ આવે. પણ જનશક્તિથી એ પ્રશ્ન ઉકલશે. એ શક્તિ સંગઠિત કરવી જોઈએ. એમાંથી શુદ્ધિના પ્રયોગો શરૂ કરવા. ખરી રીતે સરકારને ગામડાંમાં પૂછવા આવવું પડે એવી નૈતિક સ્થિતિ ઊભી કરવી જોઈએ. આ બાજુનાં સંગઠનો થાય છે તેમાં મને રાજકીય ગંધ આવે છે. એટલે મેં બે ત્રણ કસોટી મૂકી છે. કોંગ્રેસ સાથેના સંબંધોની ચોખવટ, કારોબારીમાં કયા નામોની નિમણૂક અને ફરજિયાત બચત. આ થાય તો જ શક્તિ વધે. તા. ૮૫-૧૯૫૪ :
આજે ગ્રીષ્મ સંસ્કાર તાલીમ શિબિરમાં મહારાજશ્રીએ પ્રવચન આપતાં જણાવ્યું કે, આજે દુનિયામાં શું ચાલી રહ્યું છે? તેનો અને તમારા અભ્યાસનો એ બે વિચારનો તમારા નાના સરખા મગજમાં વિચાર આવતા હશે. ભણું અને મારા મા-બાપને મદદગાર થાઉં. એ વિચાર પણ આવતો હશે. લોકો કહે છે વિદ્યાર્થીઓએ અભ્યાસ સિવાય બીજામાં નહિ પડવું જોઈએ. પરંતુ દુનિયાના વાતાવરણની અસર તેના ઉપર થયા વગર રહેતી નથી. એટલે બધા બૌદ્ધિક પ્રશ્નોમાં આવી વાતો પણ તમારે જાણવી જોઈએ. બે દેશો મુખ્ય ભાગ ભજવે છે. રશિયા અને અમેરિકા. એક કહે છે જીવનધોરણ ઊંચે નહિ જાય ત્યાં સુધી શાંતિ નહિ થાય. બીજો કહે છે બધાએ સરખા થઈ જવું જોઈએ. બંને જણ પ્રચાર કરે છે અને બંને વચ્ચે તડાતડી ચાલે છે. ત્યારે એશિયાની પ્રજા ઇચ્છે છે કે, અમારે શાંતિ જોઈએ છે. યુદ્ધ જોઈતું નથી. એક બાજુ હાઈડ્રોજન બોમ્બ છે. બીજી બાજુ નાઈટ્રોજન બોમ્બ છે. બંનેની હરીફાઈ ચાલે છે. ત્યારે આપણે કયો બોમ્બ શોધીશું ?
ઓક્સિજન એસિડવાળો બોમ્બ બનાવીશું. એમાં અહિંસા જઈશે. એના વાપરનારા અહિંસક સૈનિક જોઈશે. એની શિસ્ત હશે. નાયક આગની
સાધુતાની પગદંડી
પO
Page #82
--------------------------------------------------------------------------
________________
ખાઈમાં પડવાનું કહે તો સૈનિક આનાકાની કરતો નથી. બાપુજી કહેતા તમે મને નીમો છો ત્યારે હું અહિંસક સૈનિક છું મારો હુકમ અહિંસક હશે.
ચોરીચૌરાનો પ્રસંગ અને રાજકોટના ઉપવાસનો પ્રસંગ તમે જાણો છો. સ્પેરિસ ગ્વાયરનો ચૂકાદો જે પ્રજાની તરફેણનો હતો. છતાં બાપુએ ફેંકી દીધો. કારણ એમણે કહ્યું મારી લડત અહિંસાના પાયા પર નહોતી. વીરાવાળા તરફ મારો પૂર્વગ્રહ હતો તેથી મારો સંગ્રામ દૂષિત બની ગયો છે. આશય શુદ્ધ હોવો જોઈએ. ઘણીવાર ઉપરથી સારો લાગતો હેતુ મેલો હોય છે. દા.ત., બે જણને દાડમ ખાવાનો વિચાર થયો. તેઓ એક દુકાન ઉપર ગયા. ટોપલામાંથી બે દાડમ ઊઠાવ્યાં. માલિક કહે છે, ભાઈ દાડમ લીધાં છે ? ત્યારે કહે મારી પાસે નથી. બીજાને પૂછ્યું તો કહે મેં ચોર્યાં જ નથી. બંનેને સાચું બોલવાની પ્રતિજ્ઞા હતી. જો આપણા દિલમાં થાય કે દુનિયા ગમે તે માર્ગે જાય, અમે તો અહિંસા સિવાય કોઈ માર્ગ લેવા માગતા નથી. તો તમારું કુમળું મગજ જે બાજુ વાળશો તે બાજુ વળી જશે. આ અહિંસાને હું શિસ્ત કહું છું. બીજી વાત સમર્પણની છે. સૌથી પહેલાં હું ભોગ આપીશ. એ ભાવના આચરવી જોઈએ. આજે જાનના સમર્પણ કરતાં માલનું સમર્પણ અઘરું બન્યું છે. હું સમર્પણ એટલે માત્ર મોઢું ફેરવવા માગું છું. ધન કમાવવાનો જે વિચાર છે. એમાંથી પાછા હઠવું જોઈએ. માણસને બે પેટ હોય છે એક દેખાવનું બીજું રાખી મૂકવાનું (મૂડીવાદનું) લોકો બોલો છે, ‘મૂડીવાદ મુર્દાબાદ’. પણ અંતરમાં મૂડીવાદ ઝિંદાબાદ હોય છે. પોતાને ધન મળતું હશે તો ના નહિ પાડે અથવા પોતાની પાસે જે હશે તેમાંથી છોડવા તૈયાર નથી. એમાં સામ્યવાદ કરવા તૈયાર નથી. આજીવિકાનાં સાધન શુદ્ધ કરી લેવાં જોઈએ.
ત્રીજી વાત, સમજ શક્તિની છે. તમારામાં પોતામાં સૂઝ પેદા નહિ થાય ત્યાં સુધી બહારનું ગમે તેટલું સાચવવાનું આવે તો પણ કેટલું છોડી દેવું, કેટલું પકડવું, એનો વિવેક નહિ સૂઝે. હૈયા ઉકલત એ મહત્ત્વની વસ્તુ છે. વિવેકાનંદ નાના હતા ત્યારે ફૂટપાથ ઉપર એક ઘોડાગાડી દોડતી આવતી હતી. વચ્ચે એક બાળક ઊભો હતો, નરેન્દ્ર કૂદીને બાળકને પકડીને બાજુએ લઈ લીધો. આ સમજશક્તિ કંઈ ચોપડીમાંથી ના મળે. પોતાના હૈયામાંથી એ મળી શકે. આ સંગમ ગામડાંમાંથી મળી શકશે. કોઈપણ સાચો માણસ સાધુતાની પગદંડી
૫૧
Page #83
--------------------------------------------------------------------------
________________
ગામડાંમાં જઈને વાત કરશે તો લોકો તરત પકડી લેશે. વિનોબાજીએ ગામડામાં વાત મૂકી અને ગામડાંએ પકડી લીધી. શહેરો હજુ દલીલ કરે છે કે એથી જમીનના ટુકડા થઈ જશે. એથી ઉત્પાદન ઓછું થશે. આવી દલીલો આવે છે એનું કારણ અંદર મૂડીવાદ પડ્યો છે. મૂડીવાદને પરિણામે ભીખ, લૂંટ અને વેઠ ચાલે છે.
ખેડૂતો આજે વેઠ માનીને ખેતી કરે છે. કેટલાક ભીખ માગે છે અને કેટલાક લૂંટ, બુદ્ધિની વ્યાજની વધારે પગારની ઓછા કામની, આથી જ ભીખ વધી છે. ધનની પ્રતિષ્ઠા જાય તો આ બધાનો અંત આવે. જાતથી આની શરૂઆત કરવી જોઈએ.
ગામડામાં આ બધો મસાલો પડ્યો છે. આગ લાગે, લગન હોય, કોઈ સંકટ હોય, તો તરત બધાં એકત્ર થાય. કોઈ લખપતિ ભાગ્યે જ ગામડાંમાં મળે. એટલે હું ગ્રામસંગઠનની વાત કરું છું. ઓક્સિજન ગામડાંમાંથી જ મળવાનો છે. તમારી બુદ્ધિનો ઉપયોગ એ માટે કરો. મારું ધ્યાન એ બાજુ જ દોરાયેલું છે. કેટલાંકને લાગે છે કે મહારાજ ધર્મની વાતો તો કરતાં નથી. પણ ધર્મ શબ્દ કહેવાથી ધર્મ આવતો નથી એ માટે ધર્મથી જીવતો એવો સમૂહ પેદા કરવો જોઈએ.
રાતની સભામાં પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એક ભાઈએ પૂછ્યું, ગુરુ પ્રણાલીને માનો છો? જવાબમાં જણાવ્યું કે, ગુરુ ત્યારે જ બને કે જ્યારે તે લઘુ બને. જે સ્વયં સંપૂર્ણ છે. એવો આત્મા કલ્પી લઈએ તો ગુરુ કરવાની શી જરૂર છે ? પણ તમે ગુરુ પ્રણાલી માનો છો કે નહિ ? એ પૂછવું છે. કોઈપણ કાર્ય કરતાં પહેલાં આપણે અવલંબન લઈએ છીએ. બાળક ચાલતું ના હોય ત્યાં સુધી ઠેલણગાડીની જરૂર પડે છે. ચાલે છે પગ, પણ એથી એને શ્રદ્ધા રહે છે કે હું પડી નહિ જાઉં. એની મા થોડી મદદ પણ કરે છે. પણ જ્યારે તે ચાલતું થાય છે ત્યારે અવલંબનની જરૂર પડતી નથી.
માણસના અંતરમાં રહેલી ચેતના સંપૂર્ણ છે. પણ આજે તે કર્મબંધનથી બંધાયેલ છે. એને માયા પણ કહી શકાય. એટલે એણે ખાતરી નથી કે એમને એમ આગળ વધી શકીશ એટલે ગુરના અવલંબનની વાત કરી છે. પણ એથી એમ નથી માનવાનું કે, ગુરુપ્રણાલીમાં બંધાઈ રહેવું. કોઈ વીરલા
સાધુતાની પગદંડી
૫૨
Page #84
--------------------------------------------------------------------------
________________
છટા પડીને પણ અન્ય ગુરુઓ કરી લે છે. દત્તાત્રેય કેટલા ગુરુ બનાવ્યા એવી રીતે વિશ્વગુરુ બનાવી લે છે. એટલે પોતે નમ્ર બને છે. પહેલાં જે અભિમાન હોય છે તે દેહાભિમાનથી માણસ પડી જાય છે.
આજે જે પ્રણાલી છે તેમાં માણસ ઠેલણગાડીને જ વળગી રહે છે. સંપ્રદાય, મૂર્તિ કે ગુરુને છોડતો નથી. એ અવલંબન છે. ધ્યેય નથી. છતાં એમાં માણસ મુગ્ધ બની જાય છે માણસ રમત રમવા જાય છે, ત્યારે પ્રથમ તો ખબર નથી કે હું હારીશ કે જીતીશ ? પણ મોજ ખાતર રમે છે. પણ પછી એની હારજીતની મમતા એને ચોંટી પડે છે. હું પાલીતાણા મંદિરમાં ગયો હતો. એમાં નાગપાસનું ચિત્ર જોયું. માણસ એમ ફસાઈ જાય છે. જાણીતા તત્ત્વવિદ્ કૃષ્ણમૂર્તિએ કહ્યું, આજે ગુરુની જરૂર નથી. ગુરુ લોભી, શિષ્ય લાલચુ બંને ડૂબે છે. દયાનંદ સરસ્વતીએ કહ્યું, મૂર્તિ જ ન જોઈએ. એનો અર્થ એ નહિ કે, અવલંબન ના જોઈએ પણ લોકો જ્યારે એમાં લુબ્ધ બની જાય છે ત્યારે તેને છોડવી પડે છે. હઝરત સાહેબને પણ એ જ અનુભવ થયેલો. લોકો સંખ્યાબંધ મૂર્તિઓને માનતા. છોકરાનું બલિદાન આપતા. એટલે હઝરત સાહેબે મૂર્તિપૂજાનો વિરોધ કર્યો છે.
પ્રશ્ન : મોક્ષ એટલે શું ?
ઉત્તર : આ પ્રશ્નને એટલો બધો ગહન બનાવી દીધો છે કે, નાના માણસોને એમાં રસ જ આવતો નથી. મને લાગે છે કે એટલો બધો આ ઝીણો વિષય નથી. તેમ ચીકણો પણ નથી. મોક્ષ એટલે સિદ્ધ-શિલા કે સ્વતંત્ર સ્થાન મારી કલ્પનામાં નથી. રાગ, દ્વેષથી મુક્ત થયો એટલે મોક્ષ. જૈિનાચાર્યોએ કહ્યું કપાયોથી મુક્તિ એનું નામ મોક્ષ. માણસે એવી કલ્પના કરી છે કે, શરીર છૂટી જાય પછી કંઈ કરવાનું નહિ. એક ભાઈ કહેતા હતા કે જૈનોનું કેવળજ્ઞાન મને થઈ જાય તો સટ્ટાની મને મજા આવે. એમણે તો મશ્કરીમાં કહ્યું, પણ સતત જાગ્રતિ એ સ્થિતિનું નામ મોક્ષ. સામ્યભાવનું જ્ઞાન એનું નામ મોક્ષ. સમાજ ઊંચો જાય તો એમાંથી મોક્ષ મેળવનારા પાકે. સમાજ નીચી કક્ષાએ ઊતરી જાય તો એમાંથી મોક્ષ મેળવનારા ઓછા મળે.
પ્રશ્ન : ધર્મ સિવાયનું જીવન કેવું હોય ? સાધુતાની પગદંડી
Page #85
--------------------------------------------------------------------------
________________
ઉત્તર : એકડા વિનાના મીંડા જેવું. સવાલ એ છે કે ધર્મ કોને કહેવો. લેબલ એ ધર્મ નથી. ચિહ્નો એ ધર્મ નથી. માટલાનો આંક એ ગોળ નથી. પણ તત્ત્વ એ ધર્મ છે. અહિંસા, સત્ય, દયા વગેરે ગુણો હોય એ ધર્મ છે.
પાલીતાણામાં તા. ૭મીએ સવારે ડુંગર ઉપર દહેરાં વગેરે જોવા ગયા. સવારના છ વાગ્યે ચાલવાની શરૂઆત કરી. અને ૧૨ વાગ્યે પાછા આવ્યા. તબિયતના કારણે ચઢવું સહેજ અઘરું લાગતું હતું. કેટલાયને મુખપત્તિવાળા મહારાજ દેહરામાં જતા જોઈ નવાઈ લાગતી હતી. ખાસ કરીને મારવાડી લોકોને એ જોઈ વધારે નવાઈ લાગતી. એક બાઈ મળી કહે મહારાજ તમારાથી મંદિરમાં જવાય ? રાત્રે બે ચાર મારવાડી આવ્યા. મને (મણિભાઈને) કહે મહારાજ મંદિરમાં ગયા હતા. અને દાદાને નમીને વંદના કરી હતી ? મેં કહ્યું દાદા તો આપણી અંદર જ બેઠા છે. ખાસતો ઐતિહાસિકતા જોવા ગયા હતા. કોઈએ પૂછ્યું, આટલી ટૂંકી મુહપત્તી કેમ ? કોઈ સુધારક વિચારણાના પણ મળતા હતા. નવ ટૂક(શિખર)નાં દર્શન કર્યા. જુદી જુદી વ્યક્તિઓએ મંદિરો બંધાવ્યાં છે. તેના નામ ઉપરથી ટૂકો ઓળખાય છે. એકમાંથી બીજામાં એમ બધી ટ્રકોનો સંબંધ છે. પ્રથમ ટૂંકમાં આ રખેવાળી કરે છે. પેઢી તેની વ્યવસ્થા કરે છે. પણ પૂજા વગેરે મુજાવર (ફકીર) કરે છે. ૧૦ કુટુંબ એના ઉપર નભે છે. પારણું બંધાવાની લોકો બાધા માને છે. ડુંગર ઉપરથી શેત્રુંજી નદીનું વહેણ દેખાય છે. ડુંગર ઉપર ચઢવા માટે પાકાં પગથિયાં છે. બંને બાજુ વૃક્ષોની હારમાળા છે. થોડે થોડે અંતરે યાત્રાળુને પીવાના પાણીની વ્યવસ્થા છે. ડોળીવાળા ઘણાં હોય છે. | મુખ્ય મંદિરનાં દર્શન કર્યા. આંગી વગેરે ચઢાવેલી હતી અને આરતી ચાલતી હતી. એક મહેતાજી અમારી સાથે હતા. મંદિરમાંથી બહાર નીકળ્યા પછી તેમણે આગ્રહ કર્યો મહારાજશ્રી થોડીવાર થોભો. દાદાના ઘરેણાં વગેરે કેવાં છે કેટલા કિંમતી છે એ બધું જુઓ અને આંગી વગરના દાદાના દર્શન કરો. મહારાજે હસતાં હસતાં કહ્યું, જોયું. અમારે મોડું થાય છે. પણ પેલા ભાઈએ જરા વધારે આગ્રહ રાખ્યો. બેચાર બીજા જૈનો પણ એકઠાં થઈ ગયાં. “સાધુને મોડું શું અને વહેલું શું ?' આવ્યા છો તો દાદાનાં દર્શન કરતા જાઓ અને બધું જુઓ તો ખરા ! ભવ્યતાનો ખ્યાલ આવશે. આ અતિઆગ્રહથી અમારી સાથે આવેલાં સનતભાઈ કવિથી ના રહેવાયું એટલે
સાધુતાની પગદંડી
૫૪
Page #86
--------------------------------------------------------------------------
________________
તેમણે કહ્યું, મહારાજને ઘરેણાં જોવામાં ના હોય, એમને તો વીતરાગતા સાથે સંબંધ હોય. ચર્ચા જરા વધી પડી. આ ચર્ચાનો વિષય નહોતો. પેલા ભાઈ એમની બુદ્ધિ પ્રમાણે ભાવનાથી કહેતા હતા. એમને મન તો આ બો ઠાઠ મહત્ત્વનો હતો. જયારે ખરી રીતે તો મૂર્તિ પછવાડેની વીતરાગતા મહત્ત્વની હતી. પરંતુ આપણી શ્રદ્ધા વધે એટલા માટે કંઈ ને કંઈ સાધનોનો ઉપયોગ કરીએ છીએ. મહારાજશ્રીએ પ્રેમથી તેમને સમજાવ્યા. અહીં નેમિનાથની ચોરીવાળા મંદિરમાં કારીગરી સુંદર લાગી અને મોતીશાની ટૂંકમાં સ્ફટિકની બે મૂર્તિઓ સુંદર લાગી.
યાત્રાળુઓ ધાર્મિકતાને કારણે મોટી સંખ્યામાં અહીં આવે છે. પણ પાર્મિકતાનો પાયો સ્વચ્છતા છે. એ કોઈ સમજતું નથી. ઠેરઠેર ગંદકી કરી મૂકે છે. જ્યાં ત્યાં કુદરતી હાજતે-જંગલ બેસી જાય છે. ધર્મશાળાઓ ઘણી છે અને સાધુસાધ્વીઓ મોટી સંખ્યામાં અહીં રહે છે. તા. ૮,૯-૫-૧૫૪ : ભૂતડીયા - પાલીતાણાથી નીકળી ભૂતડીયા આવ્યા. અંતર છ માઈલ. અહીં કોઈ ગામ નથી. પણ જોરસિંહભાઈ કવિનો સર્વોદય આશ્રમ છે. ડુંગરાઓની વચ્ચે સુંદર સ્થાન છે. અમારી સાથે સંસ્કાર શિબિરનો વિદ્યાર્થી કેમ્પ હતો. એમણે રસ્તામાં મહારાજશ્રી સાથે જુદા જુદા પ્રશ્નો અંગે ઘણી વાતો કરી. તેઓ બીજે દિવસે રાત્રે પાછા ગયા. દરમિયાન તેમની સાથે ત્રણ વાર્તાલાપમાં જુદા જુદા પ્રશ્નો ઉપર સુંદર ચર્ચા થઈ. એમને ખૂબ આનંદ આવ્યો. જોરસિંહભાઈના કુટુંબે એમની બધી વ્યવસ્થા કરી હતી. તેઓ બધા બીજે દિવસે રાત્રે પાછા ગયા. તા. ૧૦-૫-૧૯૫૪ : ભંડારિયા
ભૂતડીયાથી નીકળી ભંડારિયા આવ્યા. અંતર સાડાત્રણ માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. જો રસિંહભાઈ આગળથી આવી ગયા હતા. એટલે ગામે વાજતેગાજતે સ્વાગત કર્યું. રસ્તામાં જૈનબહેનોએ ચોખાના સાથિયા પૂરી મહારાજશ્રીને વંદના કરી. અહીં ચારે બાજુ ડુંગરા આવેલાં છે. તેમાં એક તળાવ બાંધ્યું છે.
સાધુતાની પગદંડી
૫૫
Page #87
--------------------------------------------------------------------------
________________
તા. ૧૧-૫-૧૫૪ : ચોક
ભંડારિયાથી નીકળી ચોક આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો ગેસ્ટહાઉસમાં રાખ્યો હતો. ગામે ઢોલ-તાંસાં સાથે સ્વાગત કર્યું. રાત્રિ સભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે, આજે દેશમાં એક જાતની લડત ચાલે છે. એ લડત કઈ ? ગાંધીજી આ દેશમાં આવ્યાં, ત્યારે તેમણે એક નવી વાત મૂકી, તલવાર, ભાલાથી લડી શકાય. પણ જે હથિયારો ઋષિમુનિઓએ આપ્યાં તે અહિંસક હથિયારોથી મારે તો લડત લડવી છે. માણસજાતમાં શેતાન છે તેમ ઈશ્વર પણ છે. જયારે ઈશ્વર જાગે ત્યારે તે કરુણા દર્શાવી શકે છે. અહિંસક લડતનો મોરચો સાચવી રાખવો જોઈએ. પણ તે લડત કોની સામે ? જો કોઈ એમ વિચાર કરે કે, આ સરકારને કાઢો તો પોતાના પગ ઉપર કુહાડો મારવા જેવું થશે. ત્યારે આ ભૂખમરો, બેકારી જાય શી રીતે ? આજે સૌના મનમાં એમ છે કે હું સત્તાવાળો કેમ બનું. ધારાસભ્ય બનું, આગેવાન બનું, પંચાયત પ્રમુખ બનું. બીજો લોભ પૈસા કેવી રીતે મેળવું ? આ સત્તા અને લોભ જાય નહિ ત્યાં સુધી ગમે તે સરકાર આવે તોપણ ફાયદો કરી શકે નહિ. એટલે આપણે હવેનું પગલું લાંબી દષ્ટિએ વિચારીને ભરવું જોઈએ. તા. ૧૨-૫-૧૯૫૪ : રાજપરા
ચોકથી નીકળી રાજપરા આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. અહીં નિસ્તેજતા લાગી. ગિરાસદારના છોકરા બોલવામાં બહુ તોફાની લાગ્યા. તા. ૧૩, ૧૪-૫-૧૯૫૪ ઃ જેસર
ચોકથી નીકળી રાજપરા આવ્યા. અંતર સાડાત્રણ માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો. એક વખત અમે એક ખેડૂતની વાડી જોવા ગયા. ખેડૂતે ડુંગરામાં બહુ મહેનત કરીને જમીન તૈયાર કરી છે. ૧૦ વીઘામાં કુવો ક્ય છે. મકાન બાંધ્યું છે. વૃક્ષો ઉછેર્યા છે. તેની સાથે વાતો કરી ગોળ સારો પાક્યો. પણ ૩ રૂપિયે વેચાઈ ગયો. કારણ કે વેપારીને પૈસા આપવાના હતા. રૂપિયાએ એક આનો વ્યાજ હોય છે. બાજુમાં બેઠેલા ડૉક્ટરે કહ્યું અમારી પાસે ગોળના સત્તર રૂપિયા લે છે. કહીએ ત્યારે કહે છે. તમે ક્યાં
પ૬
સાધુતાની પગદંડી
Page #88
--------------------------------------------------------------------------
________________
મરવાના છો. મહિને પગાર આવવાનો જ છે. અમે કહ્યું તમે બંને એક થાઓ ખેડૂતનો માલ થોડો વખત તે સંઘરી રાખી શકે તેવી સ્થિતિ ઊભી કરો. એને ૧૦ મળે તો તમોને બંનેને ફાયદો થાય. આ તો ખાનાર, વાપરનાર બંને દુઃખી ધાય છે અને વચ્ચે દલાલ ખાઈ જાય છે. તા. ૧૫-૫-૧૯૫૪ : નડક્લા
જેસરથી નીકળી જડકલા આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો નિશાળમાં સખ્યો. પ્રવાસમાં અમૂલખભાઈ સાથે જ હતા. રાત્રે સભામાં કૃષિવિકાસ મંડળ અંગે વાતો કરી. તા. ૧૬-૫-૧૯૫૪ : હિપાવડલી
જડકલાથી નીકળી હિપાવડલી આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. ગામ લોકોએ દૂર સુધી સામે આવી સ્વાગત કર્યું. બપોરના ચાર વાગ્યે ખેડૂતોની સભામાં સહકારી પ્રવૃત્તિના ફાયદા અને ગ્રામસંગઠન શા માટે એની ઝીણવટભરી સમજૂતી આપી. તા. ૧૭, ૧૮-૫-૧૯૫૪ : મોટા ભમોદરા
હિપાવડલીથી નીકળી મોટા ભમોદરા આવ્યા. ગામે સ્વાગત કર્યું. દરબારોની વસ્તી મુખ્ય છે. પહેલાં ખેડૂતો અને દરબારો વચ્ચે ઝઘડો ચાલતો હતો. વેઠનો કોઈ પાર નહોતો. દરબાર ગાડાં જોડાવે, લોટ દળાવે, છાપરાંના નળિયાં ચળાવે. ભાગ ઓછો આપે, વગેરે દૂષણો હતાં. દાણીભાઈ કરીને એક ભાઈ અહીં બેઠા. તેમણે દરબારોએ માર્યા. પણ તેઓ હિંમતબાજ હતા એટલે કંઈ ઊપજયું નહિ.
બીજે દિવસે ૩-૦૦ વાગ્યે કુંડલા તાલુકાના ઘાંચી ભાઈઓનું એક સંમેલન રાખ્યું હતું. અમૂલખભાઈ આવ્યાં હતાં. ઘાંચીની ઘાણી એક ગ્રામ ઉદ્યોગ છે. તેને ટકાવવા માટે સાથે ઘાંચીને થોડી ખેડાણ જમીન મળે એ માટે સરકારે કુંડલા તાલુકા પૂરતી માગણી થયેથી છૂટ આપી છે. હવે તેમની સહકારી મંડળી બનાવવાની છે તે દ્વારા રૂ. ૫૦૦૦નું ધિરાણ કરી શકશે. મહારાજશ્રીએ કહ્યું કે ઘાણી એ પૂરક ધંધો છે. તમે ગામ લોકોની સહાનુભૂતિ મેળવવા માટે તેલમાં કોઈ જાતનું મિશ્રણ કરશો નહિ.
સાધુતાની પગદંડી
પ૭
Page #89
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯, ૨૦-૫-૧૯૫૪ : ધોબા
મોટા ભમોદરાથી ધોબા આવ્યા. અંતર ત્રણ માઈલ, ઉતારો ચંદુભાઈ કાઠી દરબારને ઉતારે રાખ્યો હતો. લોકોએ ભજન-મંડળી સાથે સ્વાગત કર્યું હતું. ગામ સંપીલું છે.
રાત્રી સભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે ગયે વખતે અમો મેકડા આવ્યા હતા. ત્યારે ફિફાદના લોકોએ ભૂમિદાનની યાદી કરીને ઠેઠ મેકડા સુધી આપવા આવ્યા હતા. એ ઉપરથી ગામનો પ્રેમ કલ્પી શકાય છે. કાર્યક્રમ ભેંકડા નક્કી થયો હતો. એમાં ફેરફાર કરવો મને ગમતો નથી. ફેરફારો કરવાથી ઘણી અવ્યવસ્થા ઊભી થાય છે. જેમ કે ગઈ કાલે દિલ્હીથી એકભાઈ મળવા આવેલા. આજે કેટલાક ભાઈઓ આવેલા. એ બધા ચોક્કસ કાર્યક્રમની રીતે આવતા હોય છે. પણ તમારા બધાનો પ્રેમ એવો છે કે, માણસને અટકવું પડે. હમણાં બાળકો બોલતાં હતાં ‘ભૂમિ કોની બોલો ભાઈ' જવાબ મળતો હતો ‘સૌ જનની સૌ જનની.' બાળકોને ખબર નથી કે આપણે આ બોલીએ છીએ પણ તમારા વાલીઓ એમ કરશે ખરા ? પણ એની ચિનગારી પ્રગટી છે. ગામ એક થશે ત્યારે આપણાં દુ:ખો દૂર થશે. રસ્તામાં હરિજનો મળ્યા. તો એ પણ ગીતો ગાતા ગાતા સામેલ થઈ ગયા. તેમને મન ગામ એક છે. લાકડું વેરાય ત્યારે વચ્ચે ફાચર રાખે છે. જેથી બે ભાગ જુદા પડતા વાર ન લાગે. બ્રિટિશરોએ ફાચર મૂકી હતી. હિરજન પ્રશ્ન માટે બાપુજીએ ઉપવાસ કર્યા. તેમણે મન સૌ સરખા હતા. હિરજનને અલગ રાખીને ભારે અન્યાય કર્યો છે. એ એમણે જાતે અનુભવ્યું. આફ્રિકામાં પૈસા ખર્ચીને ઘોડાગાડીમાં બેઠેલા. ત્યારે એક યુરોપિયન આવ્યો. ગાડીવાળાએ ગાંધીને ઉતારી મૂક્યો. આનાકાની કરી ત્યારે ધક્કો મારીને ઉતારી મૂક્યા. કારણ કે એ કાળા આદમી હતા. ગોરા-ઊંચા, કાળા-નીચા, આ અન્યાય. એમને અસહ્ય થઈ પડ્યો, સત્યાગ્રહ કર્યો. દેશમાં આવીને જોયું તો યુરોપનું પુનરાવર્તન સવર્ણો હરિજન સાથે કરી રહ્યા હતા. એટલે એમણે ભગીરથ પ્રયત્ન કર્યો. આપણે એ વાતને ના ભૂલીએ કૂતરાને અડીએ, બિલાડીને અડીએ અને માણસને ન અડીએ. એ ક્યાંનો ન્યાય ? ગામડાંએ એક થવાનું છે.
૫૮
સાધુતાની પગદંડી
Page #90
--------------------------------------------------------------------------
________________
ભૂમિદાન એ માત્ર જમીનનો ટુકડો આપવાની વાત મૂકી પણ સૌને રોટલા મળે એ માટે ક્યાંથી છેડો પકડવો. તો ભૂમિનો થોડો ટુકડો આમ આપી એ છેડો પકડે. એથી રોટીનો બધાનો પ્રશ્ન ઉકલી જશે. ટૂંકી જમીનમાં પણ લોકો કોદાળીની ખેતી કરે છે. સુંદર ખેતી કરે છે. આફ્રિકામાં તો પર્વત ઉપર અને ખીણોમાં પણ કોદાળીથી ખેતી કરે છે. વસ્તી કૂદકે ને ભૂસકે વધે છે. જમીન વધતી નથી. તો શું કરવું? એને માટે ભૂમિદાન છે. મુખ્ય સવાલ મમતાનો છે. મમતા મુક્ત થવા માટે આ પ્રયોગ છે. એક વિઘો આપનાર આ સ્થિતિ નહિ કરે. જમીન લેનાર, જમીન નવી નહિ ખરીદે. મહેનત કરનાર જ જમીન ખેડી શકશે. ‘ત્યાગ કરો, ત્યાગ કરો'. એ મંત્ર ઉચ્ચારો, હવે તો જીવનદાન સુધીની ક્રિયા પહોંચી છે.
બીજી વાત ગ્રામ સંગઠનની છે. જયાં સુધી તમો બધા એક નહિ થાઓ તો બધું નાણું શહેરોમાં તણાઈ જાય છે. ખાનાર અને ખેડનાર વચ્ચે એક મોટી ખાઈ પડી ગઈ છે. વચ્ચેના દલાલ મારફત શહેરમાં ધન-ઘસડાઈ જાય છે. આ સ્થિતિમાં ફરજિયાત બચત કરી સહકારી મંડળીઓ ઊભી કરી એ દ્વારા બજારપીઠ હાથમાં લેવી જોઈએ. જ્યાં સુધી પીઠ હાથમાં ના આવે ત્યાં સુધી ખેડૂતોનો ઉદ્ધાર થવાનો નથી. બીજી વાત લવાદીની છે. કોર્ટોમાં ન્યાય મળતો નથી અને ઝઘડા વધે છે. જો પંચો મારફત ન્યાય થાય તો ખર્ચા પણ બચી જાય અને ન્યાય સસ્તો મળે. તા. ૨૧-૫-૧૯૫૪ : ફિફાદ
ધોબાથી નીકળી ફિફાદ આવ્યા. અંતર અઢી માઈલ. ઉતારો સૈયદના ઘરમાં રાખ્યો હતો. આમ તો અમારે મેંકડા જવાનું હતું. પણ ગામલોકોનો ખૂબ આગ્રહ થયો. એટલે બપોરે ત્યાં રોકાયા. ગામ લોકોએ વાજતે-ગાજતે ભવ્ય સ્વાગત કર્યું. દરવાજેથી નિવાસ સુધી તોરણથી જગ્યા શણગારી હતી. જૈન બહેનોએ ચોખાના સાથિયા પૂરી સ્વાગત કર્યું હતું. ખેડૂતબહેનોએ અને હરિજન બહેનોએ પોતપોતાનાં ગીતો ગાતાં હતાં. વચ્ચે હરિજનોએ પણ સ્વાગત કર્યું હતું. અમારી સાથે પાટણથી કિલોલ બાલમંદિરવાળા પૂનમચંદભાઈ અને બે વિદ્યાર્થીઓ વગેરે ઘણા કાર્યકરો સાથે હતા. સભામાં મહારાજશ્રીએ ગ્રામસંગઠન અને ભૂમિદાનનું રહસ્ય સમજાવ્યું હતું. સાધુતાની પગદંડી
૫૯
Page #91
--------------------------------------------------------------------------
________________
તા. ૨૧-૫-૧૯૫૪ : મેડા
ફિફાદથી નીકળી સાંજના મેકડા આવ્યા. મેકડાના ભાઈઓ ઠેઠ ફિફાદ સુધી સામે આવ્યા હતા. પૂનમચંદભાઈ, પ્રવીણભાઈની મંડળી રસ્તામાં સુંદર ગીતો ગાતી હતી. અમારી સાથે આ વખતે ઘણા માણસો હતા. અમૂલખભાઈ ખીમાણી આગળથી આવી ગયા હતા. તા. ૨૨-૫-૧૯૫૪ : પીઆવા
મેકડાથી નીકળી પીઆવા આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો જનમંદિરમાં રાખ્યો હતો. લોકોએ સ્વાગત કર્યું.
બપોર પછી ભરવાડભાઈઓનું સંમેલન રાખ્યું હતું. પ્રથમ ભરવાડોએ પોતપોતાની મુશ્કેલી રજૂ કરી. ગોચર નક્કી કરવા ખેડૂતો જમીન દબાવે છે અને દૂધ વેચવાની મુશ્કેલી રજૂ કરી. મહારાજશ્રીએ નીતિની વાત કરતાં કહ્યું કે દૂધમાં મણ ઉપર બે આના લેખે બચત કરો. પાણીની ભેળસેળ કરવી નહિ. સહકારી મંડળી બનાવવી અને સામાજિક સુધારા કરી બાળકોને ભણાવવા જણાવ્યું. સમાજમાં દિયરવટાનો જે રિવાજ છે તે આપણા માટે બરાબર નથી. ત્યાં એક ભાઈ બોલ્યા, કૃષ્ણ ભગવાને અમને દિયરવટુ કરવાનું કહ્યું છે. મહારાજે કહ્યું લક્ષ્મણે સીતાને “મા” કહી હતી. દિયરવટું કરવાની પ્રથા હતી. દિયર ખોટી નજર રાખતો થઈ જાય છે. વળી ભોજાઈ દિયરને હીંચકતી હોય એટલાં નાના સાથે વળાવવામાં આવે છે. ૧૪ વરસનો છોકરો અને ૨૪ વરસની ભાભી એનો મેળ કેમ પડે ? આપણે તો આગળ વધવું છે ને એટલે એ બાબત વિચારજો. તા. ૨૩-૫-૧૯૫૪ : પીઠવડી
પીઆવામાંથી નીકળી પીઠવડી આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો ગ્રામપંચાયતમાં રાખ્યો હતો. અમૂલખભાઈ સાથે જ હતા. અહીં લલ્લુભાઈ શેઠ, નીમુબહેન, કેશુભાઈ, ભાઉસાબ, પ્રભુદાસભાઈ અને દુલેરાય માટલિયા આવ્યા હતા. ચોગઠનો પ્રશ્ન ઉકેલવા માટે. માટલિયાનો એક પત્ર લઈને માણસ આવ્યો. તા. ૨૪-૫-૧૯૫૪ : મોટા જીજુડા પીઠવડીથી મોટા જીજુડા આવ્યા. અંતર ૩ માઈલ. મુકામ સરકારી
દO
સાધુતાની પગદંડી
Page #92
--------------------------------------------------------------------------
________________
ઉતારે રાખ્યો. હવે અહીંથી જાનીભાઈ પ્રવાસમાં અમારી સાથે રહેશે. રાત્રે સભામાં કૃષિ વિકાસ મંડળ રચના અંગે વાતો થઈ. કેટલાક સભ્યો નહોતા આવ્યા. તા. ૨૫-૫-૧૯૫૪ : વિજયાનગર
મોટા ઝિંઝડાથી નીકળી વિજયાનગર આવ્યા. અંતર ૩ માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. સભામાં કૃષિ વિકાસ મંડળ અંગે વાતો થઈ. આઠ સભ્યો નોંધાયા. આ ગામ રંધાળા તળાવ બંધાવવાથી નવું વર્યું છે. લોકોએ સારી પ્રગતિ કરેલી છે. તા. ૨૬-૫-૧૯૫૪ : ગાધક્કા
વિજયાનગરથી નીકળી ગાધકડા આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. ગામ લોકોએ ભજન-મંડળી સાથે સુંદર સ્વાગત કર્યું. અહીં મુસલમાનોની વસ્તી ઘણી હતી. પણ ભાગલા પછી લોકો પાકિસ્તાન ચાલ્યા ગયા છે. બપોરે બહેનોની સભા થઈ હતી. તા. ૨૭,૨૮-૫-૧૯૫૪ : નિખાળા
ગાધકડાથી નિખાળા આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો સરકારી ઉતારે રાખ્યો હતો. ગામલોકોએ ભજન-મંડળી સાથે સ્વાગત કર્યું. રાત્રે સભામાં મહારાજશ્રીએ ગ્રામસંગઠન અંગે સમજણ આપી. બીજે દિવસે બપોરના બહેનોની સભા રાખી હતી. મહારાજશ્રીએ રામાયણનો સાર અને ભૂરીબાઈનાં વિનયનું દૃષ્ટાંત આપ્યું હતું. બાળકોને ચા ન પાવાની સમજણ આપી. તા. ૨૯-૫-૧૯૫૪ : છાપરી
નિખાળાથી છાપરી આવ્યા. અંતર બે માઈલ. ઉતારો ભીમજીબાવાને મકાને રાખ્યો હતો. ગામ લોકોએ ભજન-મંડળી સાથે સ્વાગત કર્યું. વિકાસખાતાની મદદથી નિશાળનું નવું મકાન તૈયાર કર્યું છે. ગામલોકોએ શ્રમ કર્યો હતો. રાત્રિ સભામાં ગ્રામસંગઠનોની વાત થઈ. તા. ૩૦-૫-૧૯૫૪ : ડેડક્કી.
છાપરીથી નીકળી ડેડકડી આવ્યા. અંતર અઢી માઈલ. ઉતારો મંદિરમાં રાખ્યો હતો. રાત્રે સભા સારી થઈ. ગામમાં મતભેદ હોય એમ લાગ્યું.
સાધુતાની પગદંડી
૬૧
Page #93
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૫-૧૫૪ : નવાગામ (જાંબુડા)
ડેડકડીથી નીકળી જાંબુડા આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. આગેવાનોએ સામે આવી સ્વાગત કર્યું. રાત્રે સભામાં હાજરી સારી હતી. તા. ૧-૬-૧૯૫૪ : ચિખલી
નવાગામથી નીકળી ચિખલી આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. અમારી સામે જ હરિજન કૂવો હતો. એટલે અમોએ ત્યાંથી પાણી ભર્યું. ગામલોકોને આ ગમ્યું નહિ. હરિજન બાળકો નિશાળમાં આવતાં નથી. રાત્રિ સભામાં મહારાજશ્રીએ અસ્પૃશ્યતા અને ગ્રામસંગઠન વિશે કહ્યું હતું. તા. ૨,૩,૪-૬-૧૯૫૪ : ખડસલી
ચિખલીથી ખડસલી જતાં ગામલોકોના આગ્રહથી થોડું અહીં રોકાયા હતા. નિશાળમાં સભા રાખી હતી. અહીંથી ખડસલી અઢી માઈલ આવ્યા. ઉતારો આશ્રમમાં રાખ્યો હતો. અહીં ગ્રામસેવા મંડળના બધા સભ્યોનો એક વર્ગ ચાલે છે.
બપોરના કાંતણ પછી મહારાજશ્રીનું પ્રવચન, ચર્ચા, પ્રશ્નોત્તરી વગેરે કાર્યક્રમ રાખ્યો હતો. મહારાજશ્રીએ કહ્યું ખાદી કામની સાથે ભૂમિદાનનું કાર્ય ના લઈએ તો ખાદી કામ અધૂરું પડી જાય. એવી જ રીતે પાકિસ્તાન અલગ થયું. લોકોમાં કતલ ચાલી તેવા વખતે ખાદીકામવાળાએ જોવું કે નહિ ? ત્યારે એકાંગી દૃષ્ટિને બદલે સર્વાગી દષ્ટિ રાખીને આપણે ધર્મનો વ્યવહારમાં મેળ પાડવો જોઈએ.
આપણે બિનઆક્રમણના કરારો કર્યા અને બિનઆક્રમણકારોને લાગે છે કે, મહારાજ વર્ગ વિગ્રહની વાત કરે છે. ખરી રીતે તો શહેર અને ગામડાંઓમાં વિગ્રહ પડેલો જ છે. તેને સીધે રસ્તે વાળવાનો પ્રયોગ છે. સત્તાને કાઢવા માટે સત્તાની પ્રતિષ્ઠા તોડવી, ધનની પ્રતિષ્ઠા તોડવી અને સેવાની પ્રતિષ્ઠા ઊભી કરવી.
સંયમ કરવામાં આનંદ આવે છે કે વેઠ લાગે છે ? એ ઉપર સાધકનો આધાર છે. બધી વસ્તુઓમાં રસ લેતો હોવા છતાં તેનું ચારિત્ર્ય ઊંચું હશે તો લોકો તેની ઉપર શ્રદ્ધા રાખશે.
સાધુતાની પગદંડી
Page #94
--------------------------------------------------------------------------
________________
વિચારભિન્નતા હોય તોપણ ઉદારતાથી દરેક પ્રશ્નને વિચારવા જોઈએ. સોના વિચારો, સૌની રીતે સાચા હોય છે. એટલે આચરણથી જ તેનો સાચો જવાબ મળી શકે.
રાત્રે પ્રાર્થના બાદ મુનિશ્રીએ કાર્યકરોને માર્ગદર્શન આપતાં જણાવ્યું કે પ્રેરકબળ વગર સાધક ટકી નહિ શકે. આંતરિક તેમ જ જનતાનું એમ બંને ઠેકાણેથી આ બળ મેળવવું જોઈએ. સભા પછી આશ્રમ તેમ જ બહારના કાર્યકર ભાઈઓએ રાસ-ગરબાનો કાર્યક્રમ રાખ્યો હતો. તા. ૫-૬-૧૯૫૪ : ગોરક્કા
ગામ આગેવાનોએ અને ખાસ કરીને હરિજનોએ સામે આવી સ્વાગત કર્યું. ઉતારો નાગભાઈને ત્યાં રાખ્યો હતો. અહીં આભડછેટ ઘણી લાગી. શાળામાં હરિજન બાળકો આવતાં, ગામે શાળાનો બહિષ્કાર કરેલો તેથી સરકારે શાળા હરિજનવાસમાં ચલાવી. પણ પાછળથી સમાધાન થવાથી શાળા મૂળ જગ્યાએ આવી ગઈ. તા. ૬-૬-૧૫૪ : રામગઢ
ગોરકડાથી રામગઢ આવ્યા. અંતર સાડાત્રણ માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. નરસિંહભાઈ ગોંધિયા પ્રવાસમાં સાથે રહ્યા છે. સાંજે ચાર વાગ્યે ચોરા ઉપર જાહેર સભા રાખવામાં આવી હતી. તા. ૭-૬-૧૯૫૪ : બાઢડા
રામગઢથી નીકળી બાઢડા આવ્યા. અંતર અઢી માઈલ. ઉતારો ચોરામાં રાખ્યો હતો. બપોરના જાહેરસભા થઈ. તા. ૮,૯,૧૦-૬-૧૯૫૪ : સાવરકુંડલા
બાઢડાથી નીકળી સાવરકુંડલા આવ્યા. અંતર પાંચ માઈલ. ગામે અને કાર્યકરોએ સ્વાગત કર્યું. સરઘસ આકારે ગામમાં ફરીને સ્ટેશન સામેની કાઠી બોર્ડિંગમાં ઉતારો કર્યો. અહીં કાર્યકરોનું જાહેર સંમેલન રાખ્યું હતું. મહારાજશ્રીએ એમના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. અને સેવાકાર્યમાં માર્ગદર્શન આપ્યું હતું. ખાદી બોર્ડવાળા ઝવેરભાઈ પટેલ મળવા આવ્યા હતા.
સાધુતાની પગદંડી
૬ 3
Page #95
--------------------------------------------------------------------------
________________
જામનગરથી મગનભાઈ વોરા તથા તેમનાં દીકરી ચંદ્રાબહેન મળવા આવ્યાં હતાં. આ દિવસોમાં શ્રી માટલિયા, અમૂલખભાઈ, લાલજીભાઈ સાથે પ્રાયોગિક સંઘના કામને વ્યવસ્થિત ગોઠવવા માટે ચર્ચા કરી અને માટલિયાભાઈ એ હવે માલપરાના કામમાંથી ફારેગ થઈ પ્રાયોગિક સંઘના કામમાં ગોઠવાવાનો નિર્ણય કર્યો તા. ૧૧-૬-૧૯૫૪ : નેસડી
સાવરકુંડલાથી નીકળી નેસડી આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો ધર્મશાળામાં, ગામ લોકોએ દૂર સુધી સામે આવી સ્વાગત કર્યું હતું. અમૂલખભાઈ અહીં જ રહે છે. બપોરના ૪-૦૦ વાગ્યે આગેવાનોની મિટિંગ રાખી હતી. રાત્રે જાહેરસભા થઈ હતી. આ વિભાગમાં કૃષિ વિકાસ મંડળનું સંગઠન બરાબર થાય એ માટે રોજ રાત્રે તેમાં થનારા ફાયદા વિશે રોજ સમજ આપતાં હતા. અહીં ૧૨ સભ્યો નોંધાયા હતા. તા. ૧૨-૬-૧૫૪ : દીટલા
નેસડીથી નીકળી દીટલા આવ્યા. અંતર બે માઈલ. ગામ લોકોએ વાજતેગાજતે સ્વાગત કર્યું. રતિભાઈ ગોંધિયા અગાઉથી આવી ગયા હતા. રાત્રિ સભામાં કૃષિ વિકાસ મંડળ વિશે સમજણ આપી. ૧૫ સભાસદો નોંધાયાં. હવે સૌરાષ્ટ્રની હદ પૂરી થઈ મુંબઈ રાજ્યની હદમાં દાખલ થયાં.
તા. ૧૩-૬-૧૯૫૪ : કમીકેરાલા
દીટલાથી નીકળી કમી કેરાલા આવ્યા. આ બંને ગામ વચ્ચે બે ફલંગનું અંતર છે. આ બેઉ ગામે ત્રણ વરસ પહેલાં મુંબઈ રાજયમાં લેવીનું રૂ. ૧૦,૦OOનું પ્રથમ ઇનામ મેળવ્યું હતું. આ રકમ શાળા કરવા વાપરવામાં આવી છે. અને તેમાં રૂ. ૨૦,૦૦૦ મુંબઈ રાજયના કેળવણી ખાતાએ ઉમેરી રૂ. ૨૮,૦૦૦માં બેઉ ગામ વચ્ચે શાળાનું મકાન બનાવ્યું છે. અમારો ઉતારો આ શાળામાં હતો. અહીં બપોરે ચાર વાગ્યે અને રાત્રે જાહેરસભા થઈ હતી. બહેનો સારી સંખ્યામાં આવ્યાં હતાં. તા. ૧૪,૧૫-૬-૧૯૫૪ : ચલાળા
કમીકેરાલાથી નીકળી ચલાળા આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો ખાદી કાર્યાલયમાં રાખ્યો. કાર્યકરો તથા ગામે દૂર સુધી સામે લેવા આવ્યા હતા. ૬૪
સાપુતાની પગદંડી
Page #96
--------------------------------------------------------------------------
________________
સાંજે ૪-૦૦ વાગ્યે લોહાણા મહાજન વાડીમાં સભા રાખવામાં આવી તી. અહીં વિવિધ કાર્યકારી મંડળી, ચર્મ ઉદ્યોગ મંડળી, વણકર મંડળી મજૂર મંડળી વગેરે સહકારી મંડળીઓ છે. એમ છતાં કૃષિવિકાસ મંડળની જરૂર છે. એ અંગે મહારાજશ્રીએ સમજણ આપી. અહીં નાગરદાસભાઈ દોશી સુંદર ખાદીકામ કરી રહ્યા છે. તા. ૧૬-૬-૧૯૯૪ : જાળીલા તા. ૧૭,૧૮-૬-૧૯૫૪ : ચાડીયા તા. ૧૯,૨૦-૬-૧૯૫૪ : સાજીયાવદર તા. ૨૧-૬-૧૯૫૪ : કેરીયા
કેરીયા આવ્યા. ગામ લોકોએ સ્વાગત કર્યું. રાત્રિ સભામાં સંખ્યા બહુ ઓછી હતી. તા. ૨૨-૬-૧૯૫૪ : તરક્તળાવ
કેરીયાથી નીકળી તરકતળાવ આવ્યા. રસ્તો કાદવ કીચડવાળો હોવાથી મુશ્કેલી પડતી હતી. પણ મીરાંબહેન અને બીજા ભાઈઓ સાથે વાતો કરતાં કરતાં સહેલાઈથી આવી ગયાં. રાત્રિ સભા સારી થઈ. તા. ૨૩-૬-૧૯૫૪ : દેવરાજીયા
તરકતળાવથી નીકળી દેવરાજીયા આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો ભીમજીભાઈના મકાનમાં રાખ્યો હતો. વરસાદની સિઝન હતી એટલે લોકો રાત્રે ભેગા થયા હતા. અને કૃષિવિકાસ મંડળના સાત સભ્યો નોંધાયા હતા. ડૉ. જીવરાજ મહેતાના મોટાભાઈ અહીં શિક્ષક હતા. ગામમાં રાજકીય ખટપટના કારણે મતભેદ પડ્યા છે. તા. ૨૪,૨૫-૬-૧૫૪ : પીઠવાજાળ
દેવરાજીયાથી નીકળી પીઠવાજાળ આવ્યા. અંતર અઢી માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. રાત્રે જાહેરસભા થઈ. ખેડૂત સંગઠનની વાત થઈ. અહીં સર્વોદય યોજનાની શાખા છે. સહકારી મંડળી પણ છે. ગાયકવાડી ગામ હતું. એટલે નિશાળ વગેરે મકાનો સુંદર છે.
સાધુતાની પગદંડી
૬૫
Page #97
--------------------------------------------------------------------------
________________
બીજે દિવસે સભા રાખી હતી. તેમાં સર્વોદય કાર્યકર, બાબુભાઈએ ગોચર સુધારણા કેવી રીતે થાય એ માટે પોતાનો અનુભવ કહ્યો. ગોચરના ચાર ભાગ પાડી દેવા. એક ભાગમાં ઢોર, બિલકુલ દાખલ ન કરો. બીજા ત્રણ ભાગમાં દશ-દશ દિવસના વારા કરવા. જેના કારણે મોટા ઘાસથી ઢોરને ચરતાં ફાવે, ચોથા ભાગમાં મોટું ઘાસ થાય એટલે એનું બી થાય. તેમાં ચારવા માટે ઢોરદીઠ અમુક રકમ લેવાય. તે રકમ આની સાચવણી અને વાડ બનાવવાના ખર્ચમાં વપરાય.
બીજી વાત સાયલેજની કરી. દશ ફૂટ ઊંડો અને પહોળો ખાડો કરી અંદર ઘાસ કે જુવારના ટુકડા કરી નાખવા અને ફૂટ-દોઢ ફૂટે થોડું મીઠું અને ગોળ નાખવો. સારું દબાવી ઘાસ ભરવું, પછી ઉપર કંતાન કે એવું કંઈક નાખી માટી નાખી દેવી. ઉનાળામાં એ ખાડો ખોલવો. ઘાસ અથાઈને ખટમધુરું થઈ જાય છે. ઢોરને ખૂબ ભાવે છે અને એમાંથી એનું દૂધ વધે છે. એટલે આ પ્રયોગ દરેક જણે કરવા જેવો છે. એમ સમજાવ્યું. તા. ર૬-૬-૧૫૪ : ખંભાળિયા
પીઠવાજાળથી નીકળી ખંભાળિયા (વિઠ્ઠલપુર) આવ્યા. અંતર સાડા ચાર માઈલ. વચ્ચે શેત્રુંજી નદી આવી હતી. ઉતારો સરકારી ઉતારામાં રાખ્યો હતો. લોકોએ સામા આવી સ્વાગત કર્યું. અહીં ડૉ. હરિપ્રસાદ અને બાબુભાઈ વગેરે આવ્યા હતા.
રાત્રિ સભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે અમરેલી જિલ્લો ગુજરાતનો જ એક ભાગ છે. આપણા દેશમાં પૂજા અને પ્રશંસા કોની થાય છે ? રાજા મહારાજા થઈ ગયા. માંધાતા થઈ ગયાં. પણ તેને કોઈ યાદ કરતું નથી. એની કોઈ પૂજા કરતું નથી. તેની સાથે ધરતી ગઈ નથી. લોકો ત્યાગી હોય એને પૂજે છે. ગોકુળને યાદ કરીએ છીએ. કૃષ્ણને યાદ કરીએ છીએ. કારણ કે આપણા ગામડાંમાં પણ ગોકુળ આવે. એના માટે ઝંખીએ છીએ. કૃષ્ણ પ્રત્યે ગોપીઓનો એટલો બધો પ્રેમ એ કંઈ પૈસા મેળવવા માટે નહોતો. પણ જે દિલનો પ્રેમ હતો. તે જ તેમનું આકર્ષણ હતું. આ પ્રેમની કથા હજારો વરસથી ગાઈએ છીએ. છતાં મનમાંથી એ ચિત્ર ખસતું નથી. એ નામનો પ્રેમ એટલો બધો છે કે, એ ઝરો સતત વહ્યા કરે છે. મનને મસ્ત બનાવે છે. અક્રૂર જયારે શ્રીકૃષ્ણને તેડવા આવે છે ત્યારે જનતા દુઃખી થાય
સાધુતાની પગદંડી
Page #98
--------------------------------------------------------------------------
________________
છે. કારણ કે વાસુદેવનો વિયોગ તેનાથી સહન થતો નથી. આવો નિર્વ્યાજ પ્રેમ આજે ગામડાઓમાં દેખાય છે ખરો ? છે ખરો, પણ લુપ્ત થઈ ગયો છે. આજે ભાઈ-ભાઈ, સીમ-શેઢા માટે લડે છે. ટૂંકા સ્વાર્થ માટે આમ બને છે. જ્યાં નંદરાજ યશોદાએ પોતાની પુત્રી આપી દીધી. ભલે એનું ગમે તે થાય. પણ મારે તો લાલજીને બચાવવા છે. ત્યાગથી જ આ વસ્તુ બની શકે. જ્યાં સુધી લાવ, લાવની વાત હશે ત્યાં સુધી સ્નેહ અને પ્રેમ જાગવાનો નથી. આજે તો ગાયોની કિંમત નથી. સ્ત્રીઓની કિંમત નથી. ભેસની કિંમત વધી છે. આપણા મન જાડાં થઈ ગયાં છે. આના માટે વિચાર કરવો જોઈએ. દુર્યોધન ઉપર પ્રેમ થાય તેવું નહોતું. છતાં અર્જુન અને તે બંને વાસુદેવની મદદ લેવા ગયા ત્યારે વાસુદેવે બંનેની પીઠ થાબડી. બંનેએ કહ્યું અમને મદદ કરો. જે દુર્યોધને વાસુદેવનું અપમાન કર્યું હતું. એકતનું જમીન આપવાની ના પાડી છતાં વાસુદેવને મન સૌ સરખા હતા. એટલા માટે જ આપણે તેમને યાદ કરીએ છીએ. આખા મહાભારતના યુદ્ધમાં વાસુદેવનો સમભાવ સ્પષ્ટ નજરે આવે છે. એક સૈન્ય માંગ્યું, બીજાએ સ્વયં કૃષ્ણ માગ્યા. સત્ય એકલું હોય, નાનું હોય, તોપણ જીતે છે. આ બધું ભજનમાં અને ગરબીમાં તો ગાઈએ જ છીએ. પણ હવે તે આપણા વહેવારમાં અને આચરણમાં કેમ આવે તેને માટે પ્રયત્ન કરવાનો છે. તા. ૨૬-૧૯૫૪ : ચપાથળ
ખંભાળિયાથી નીકળી ચપાથળ આવ્યા. અંતર દોઢ માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો. ગામે મોટી સંખ્યામાં આવી ભજન-મંડળી સાથે સુંદર સ્વાગત કર્યું. ગામે અગતો પાળ્યો હતો. મુકામે આવ્યા ત્યારે બહેનો ગીત ગાતી ગાતી કળશ લઈને સ્વાગત માટે આવી હતી. બપોરના અને સવારે મહારાજશ્રીએ પ્રવચન કર્યું હતું. રાત્રે જાહેરસભા થઈ હતી. બે નદીને કિનારે આ ગામ છે. અમરેલી જિલ્લા ખેડૂતમંડળના પ્રમુખ નાનજીભાઈ અહીં જ રહે છે. બાબુભાઈ જશભાઈ પટેલ. નાયબ પ્રધાન અહીં મહારાજશ્રીને મળવા આવ્યા હતા. ચાલુ પ્રશ્નોની ચર્ચા થઈ હતી. તા. ૨૮-૬-૧૯૫૪ : ચ ગઢ ચપાથળથી નીકળી ચકરગઢ આવ્યા. અંતર બે માઈલ. ઉતારો નિશાળમાં
સાધુતાની પગદંડી
Page #99
--------------------------------------------------------------------------
________________
રાખ્યો હતો. અહીં આવતાં રાત્રે નદીમાં પાણી આવેલું એ ઊતરીને આવ્યા. ઠીક ઠીક પાણી હતું. થોડા ભાઈઓ અમારી સાથે આવ્યા હતા.
લોકો દૂર સુધી સામે આવ્યા હતા. ગામ નજીકમાં ભજન મંડળી સાથે બીજા લોકો જોડાઈ ગયા. રાત્રિસભામાં બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. અહીં કૃષિવિકાસ મંડળના ૧૮ સભ્યો નોંધાયા હતા. તા. ૨૯,૩૦-૬-૧૫૪, ૧-૭-૧૯૫૪ : અમરેલી
ચકરગઢથી નીકળી અમરેલી આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો ન્યાલચંદ મૂળચંદ શેઠને બંગલે રાખ્યો હતો. ૧૯ કાર્યકરો, આગેવાનો, પટેલ બોર્ડિગના વિદ્યાર્થીઓ વગેરે ભજન ગાતાં ગાતાં સરઘસ આકારે મુકામે આવ્યા. મુકામ ઉપર મહારાજશ્રીએ ટૂંકું પ્રવચન કર્યું. પ્રથમ ડૉ. હરિપ્રસાદે આવકારતું પ્રવચન કર્યું અને અમરેલીનું જાહેરજીવન જે ચૂંથાઈ ગયું છે અને વ્યવસ્થિત કરવા આવા મહાપુરુષો આપણને માર્ગદર્શન આપે એ પ્રાર્થના કરી.
બપોરે ૪-00 થી પ-૦૦ લાઈબ્રેરીમાં બહેનોની જાહેરસભા થઈ હતી. રાત્રે લાઈબ્રેરી આગળ જાહેરસભા થઈ. બહુ મોટી સંખ્યામાં ભાઈબહેનો આવ્યાં હતાં. મહારાજશ્રીએ ભૂરીબાઈનું દાંત આપી હૃદય પલટાથી સૌને એક થવાની અને બધા વર્ગો સાથે પ્રેમથી રહેવાની વાત કરી. સામાન્ય રીતે છેલ્લાં વર્ષોમાં અમરેલીમાં બહુ મોટી સભા થતી નહોતી. સમાજવાદનું જોર વિશેષ હોઈ વિરોધી સભામાં તોફાન થવાનો ભય રહે છે. પણ આ વખતે સુંદર સભા થઈ. મહારાજશ્રીએ અમરેલીને અમરેલી શબ્દથી નવાજવું.
બીજે દિવસે બપોરના જૈન બોર્ડિગમાં પ્રવચન થયું. પ્રથમ ન્યાલચંદભાઈએ મહારાજશ્રીનો પરિચય આપ્યો હતો. અને ૧૦ વરસ પહેલાં આ સંસ્થામાં પધારેલા ત્યારનો ખ્યાલ આપ્યો હતો.
મહારાજશ્રીએ જણાવ્યું કે વિદ્યાર્થી એ આવતી કાલનો નાગરિક છે. તેને માત્ર, આંકડાશાસ્ત્ર એકલું ભણાવવાનું નથી. પણ ભણતરની સાથે ચણતર કરવું પડશે. બાપુજીએ શિક્ષણમાં નવીન સમાજરચનાનું ચિત્ર મૂક્યું. દા.ત. અમે બોર્ડિંગમાં પેઠા કે બતાવવામાં આવ્યું કે, અહીં નાનો સરખો બાગ બનાવવાનો છે. જૈનો માટે આ નવી વાત છે. ખેતીમાં જીવો ઉત્પન્ન કરવા ૬૮
સાધુતાની પગદંડી
Page #100
--------------------------------------------------------------------------
________________
અને તે નાશ પામે, એટલે પાપ લાગે. પણ આપણે હવે નવી દષ્ટિથી દરેક પ્રશ્ન વિચારીએ છીએ. સમયની માંગ એવી છે કે, શ્રમ સિવાય કોઈ જીવી શકશે નહિ. શ્રમજીવી માણસ ભૂખે નહિ મરે. તેમ અનીતિ પણ નહિ કરવી પડે. ભણ્યા પછી નોકરી શોધવા જવું પડે. એ શિક્ષણ જ નથી. વિદ્યાર્થીને બધી કળાઓ આવડવી જોઈએ. અન્ન વિજ્ઞાન, વસ્ત્રવિજ્ઞાન અને હુન્નરકળા વિજ્ઞાન. બધું આવડવું જોઈએ. ‘સોટી વાગે ચમ ચમ અને વિદ્યા આવે ધમ ધમ· એને બદલે બાપુએ નવી વાત કરી. મારવાનું બિલકુલ છોડી દેવું જોઈએ. મોન્ટેસરીએ આ વાતને વધારે ટેકો આપ્યો. ગાંધીજીએ કહ્યું બાળકોમાં હું સુંદર શક્તિઓ જોઈ રહ્યો છું એને ખીલવવી જોઈએ. સૌરાષ્ટ્રમાં ગિજુભાઈએ બાળકેળવણીમાં ઘણું શોધન કર્યું છે. લોકભારતી જેવી વિદ્યાપીઠ શરૂ થઈ છે.
પહેલાં હું વિદ્યાર્થીઓને પૂછતો કે, ભણીને શું કરશો ? તો એ વખતે કહેતા નોકરી કરીશું. તેને બદલે હવે જવાબ મળે છે. ખેતી કરીશું, સેવા કરીશું, આજે વસ્તી વધતી જાય છે. એ બધાને રોટલો ક્યાંથી મેળવવો એનો વિચાર આજથી જ કરવો જોઈએ. એકલી જમીન ઉપર બધી વસ્તીનું પોષણ થશે ખરું ? અને પોષણ થાય તો આ જમીનમાં કેટલું શોધન કરવું જોઈએ. આ બધાનો વિચાર કરવો જોઈએ.
ગમે ત્યાં ફેંકવામાં આવે તોપણ તમારા મગજમાં એવી શક્તિ ભરી પડી હોય કે જે ભૂખે ના મરે. કોઈને ભારે ના પડે, ઘણા વિદ્યાર્થીઓ નોકરી કરીને પણ પોતાનો ખર્ચ કાઢે છે. ક્યારેક નોકરી કરી લે. એક ઘોડાવાળો ચાલ્યો જાય છે. બાજુમાં એક બાઈ માથે ગાંસડી લઈને ચાલી જાય છે. ઘોડાવાળો કહે છે લાવો તમારી ગાંસડી લઈ લઉં. બાઈએ કહ્યું ભાઈ દયા આવતી હોય તો ઘોડા ઉપરથી તમે જ નીચે ઊતરી જાઓ ને ! મારો બોજો અને તારો બોજો ઘોડા પર પડે છે. શોષણનો ધંધો બંધ કરવો જોઈએ. આજે ખેતી, ગોપાલન અને ગૃહઉદ્યોગ ત્રણ ધંધા છે.
બપોરના ૪-૦૦ થી ૫-૦૦ કાર્યકરોની મિટિંગ મળી હતી. તેમાં સૌએ પોતપોતાની મુશ્કેલીઓ જણાવી. કૉંગ્રેસ તરફ ઓટ આવી છે. હુંસાતુંસી વધારે છે અને પૂરો સમય આપીને કામ કરનારા કોઈ નથી. એટલે કામ થતું નથી. સમાજવાદીઓથી અમલદારો ડરે છે અને એમનું કામ જલદી કરે છે. સાધુતાની પગદંડી
૬૯
Page #101
--------------------------------------------------------------------------
________________
મહારાજશ્રીએ કહ્યું કે રાજકીય કામ કરનારા અને રચનાત્મક કામ કરનારાના ભાગ પાડી નાખવા. રચનાત્મકોનું રાજકીય કામ શહેરવાળાએ કરવું અને રચનાત્મકે ગ્રામસંગઠનનું કામ કરવું. આમ સમન્વય સાધી શકવાથી બંને કામોનું જોર આવશે. તા. ૧લીએ વિદ્યાર્થીઓની સભા રાખી હતી. પણ આગલી રાતે એક કમનસીબ બનાવ બની ગયો. ૧૭ વરસના મેટ્રિકમાં ભણતા એક વિદ્યાર્થીએ ડૉ. હરિપ્રસાદના દવાખાનેથી ભૂલથી ટીંચરની બાટલી મૂકી રાખી હતી અને ત્યાંથી ડોઝ લઈ લેતો હતો. ડૉ. અમારી સભામાં આવ્યાં હતાં. કંપાઉન્ડર ખાન હાજર નહોતા. તે વખતે એ વિદ્યાર્થી આવ્યો અને કમનસીબે પોતાની દવા જેવો રંગ બીજી બાટલીનો જોઈ-જાણી પી ગયો. રસ્તામાં ઊલટી થઈ અને પછી તેને લાગ્યું કે કંઈક બીજું પીવાઈ ગયું છે. ડૉક્ટરને બોલાવ્યા. હૉસ્પિટલમાં લઈ ગયા. ઉપચારો કર્યા પણ ઝેર રગેરગમાં વ્યાપી ગયું હતું. એટલે જીવ ન બચ્યો. આખું ગામ શોકમાં ડૂબી ગયું. વિદ્યાર્થી આલમ પણ દુ:ખી થઈ. હાઈસ્કૂલમાં રજા પડી અમારી જે વિદ્યાર્થીઓની સભા હતી એ સભા વિદ્યાર્થીઓની સંમતિથી ઊભા થઈ મૃતઆત્માને શાંતિ માટે બે મિનિટ પ્રાર્થના કરી અને પછી જાહેર પ્રાર્થના બાદ મહારાજશ્રીએ જીવન અને મરણ વિશે પ્રવચન કર્યું. પછી સૌ છૂટાં પડ્યા.
બપોરના જજસાહેબ મળવા આવવાના હતા. પણ કોઈ કારણસર ન આવી શક્યા. આજે વરસાદ ચાલુ રહ્યો એટલે રાતનો બધો કાર્યક્રમ રદ કર્યો. બંગલામાં જ રાતના સભા રાખી હતી.
સમઢીયાળા ગામના પ્રશ્નમાં શુદ્ધિપ્રયોગ કરવા અંગે બધા કાર્યકરોને બોલાવ્યા હતા. માટલિયા, બાલુભાઈ, અરવિંદભાઈ, અમૂલખભાઈ, ઉકાભાઈ, નાગરદાસભાઈ, નરસિંહભાઈ અને ભંડેરી વગેરે હતા. સૌની સાથે વાતચીત કર્યા પછી એમ લાગ્યું કે હમણાં શુદ્ધિપ્રયોગ ના કરવો. પરંતુ માટલિયા અને નાગરદાસભાઈ બધા કાગળિયા જુએ અને નૈતિકબાજુની તપાસ કરે પછી એ અંગે વિચારવું.
અહીં એકદિવસ માર્કેટીંગ યાર્ડની મુલાકાત લીધી. ૭૦ લાખની ખરીદ આ વર્ષે થઈ. મગફળીનો મુખ્ય પાક છે. ખેડૂતો માટે સારી યોજના છે. ત્રણ વખત માલની હરાજી બોલાય, તેમાં ખેડૂતને ના પોષાય તો તે ના ૭૦
સાધુતાની પગદંડી
Page #102
--------------------------------------------------------------------------
________________
કહી શકે છે. પણ વેપારી ના કહી શકતો નથી. એટલું રક્ષણ ખેડૂતોને અપાયું છે. આ બધી કાર્યવાહી જોઈ મહારાજશ્રીને સંતોષ થયો. તા. ૨,3,-૭-૧૯૫૪ : ઈશ્વરીયા
અમરેલીથી નીકળી ઈશ્વરીયા આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. ગામે ભજનમંડળી સાથે સુંદર સ્વાગત કર્યું. નાની બાળાઓ સંખ્યાબંધ કળશ લઈને આવી હતી. વરસાદ વરસ્યો હતો. વાવણીનો દિવસ હતો અને તેવા સમયે ગામમાં સંત પુરુષ પધારે એટલે લોકોના આનંદનો પાર નહોતો. મહારાજશ્રીએ સુંદર પ્રવચન કર્યું. ત્યાગની ભાવના જ માનવજાતને સુખ-શાંતિ અર્પે છે. એ સમજાવ્યું. રાત્રે જાહેર સભા થઈ. તેમાં મેં (મણિભાઈએ) ભાલનળકાંઠા પ્રયોગનો ખ્યાલ આપ્યો. પછી મહારાજશ્રીએ ધાર્મિક રીતે સુખી થવાનો ઉપાય બતાવ્યો. એક દષ્ટાંત આપતા તેમણે જણાવ્યું કે, બાઈની કાંખે છોકરું વળગેલું હતું. પણ એને ખ્યાલ ન રહ્યો. એટલે આખું ગામ શોધી આવી બાળક ના મળ્યું એટલે રોવા લાગી. કોઈએ બતાવ્યું કે આ શું છે ? ત્યારે રાજી રાજી થઈ ગયાં. આમ સુખ આપણી પાસે છે. પણ આપણે જોતા નથી. અને બહાર શોધીએ છીએ. ખેડૂતો પાસે શક્તિ છે. માત્ર સંગઠિત થવાની જરૂર છે. જે પ્રયોગ ભાલમાં ચાલે છે તેવો પ્રયોગ તમે અહીં કરો. અને તમને ચમત્કારિક ફાયદો માલૂમ પડશે. આ બધું તમે માત્ર શ્રદ્ધાથી ના કરશો. નહિ તો કાલે અમારી હાજરી નહિ હોય અને બીજો કોઈ બીજી વાત કરશે. તો તમે હાલકડોલક થશો. એટલે શ્રદ્ધાની સાથે બુદ્ધિ ભેળવજો અને સારું લાગે તો કામ કરજો. તા. ૪,૫,૬-૭-૧૫૪ : વરસડા
ઈશ્વરીયાથી નીકળી વરસડા આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. ઉતારાનું સ્થાન થોડે દૂર હોવાથી અને લોકો અપરિચિત હોવાથી ગ્રામ સંપર્ક બરાબર ના થયો. રાત્રે રોજ ગ્રામસંગઠન અંગે કહેવાયું. ડૉ. રણછોડભાઈ અહીં મળવા આવ્યા હતા. એમણે સર્પ વિશે લોકોને ખ્યાલ આપ્યો હતો. દુનિયામાં સર્પની કેટલીય જાતો છે. એમાંથી ગુજરાતમાં ૨૮ જાતો છે. એમાં ચાર જાત જ ઝેરી છે. દબાય તો
સાપુતાની પગદંડી
Page #103
--------------------------------------------------------------------------
________________
જ કરડે છે. એના ઇજેક્ષન સરકારી દવાખાનામાં આવે છે. સાપ સાંભળતો નથી, પણ જમીન ઉપરના અણસારથી તેને ખબર પડી જાય છે. તેની ચામડી જમીનને અડે છે એટલે જમીન ઉપરના અવાજથી તે સાંભળે છે. એમ આપણે કહી શકીએ. સાપ ઉતારવાની ક્રિયા વૈજ્ઞાનિક નથી, એમાં વિશ્વાસ ન ધરાવવો, એને માટે સરકારે અનેક પ્રયોગો કરી તેના ઇજેક્ષના બનાવ્યાં છે. તા. ૭-૭-૧૯૫૪ : ટોડા
વરસડાથી નીકળી ટોડા આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. બહેનો-ભાઈઓએ સુંદર સ્વાગત કર્યું. બંને દિવસે રાત્રે જાહેરસભા થઈ. એક દિવસ નવલભાઈએ પોતાના આફ્રિકાના અનુભવો કહ્યા હતા. અહીં સુરાભાઈ, નવલભાઈ, છોટુભાઈ, લલિતાબહેન અને કાશીબહેન આવ્યાં હતાં. અહીં કણબી અને કોળી કોમ વચ્ચે અદાવત ચાલે છે. ચોરીમાંથી મતભેદ ઊભો થયો છે. તા. ૮-૭-૧૯૫૪ : લાઠીમાં ચાતુર્માસ પ્રવેશ
ટોડાથી નીકળી લાઠી આવ્યા. અંતર સાડાચાર માઈલ. ચાતુર્માસ અહીં જ નક્કી થયું હતું. એટલે છોટુભાઈ તા. ૫મીએ અહીં આવી ગયા અને બધી વ્યવસ્થા તપાસી લીધી. જે અધૂરાશ હતી તે પૂરી કરી. અમે આવીને હરિજનવાસ આગળના સંસ્કાર મંદિરમાં રોકાયા. અહીં હરિજનો ભજનમંડળી સાથે એકત્ર થયા હતા. બહેનોએ રાસ લીધા ત્યાં સુધીમાં સ્વાગત માટે વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, નાગરિકો વગેરે આવી ગયાં. પ્રથમ મહારાજશ્રીને અનેક સંસ્થાઓ તરફથી સૂત્રહાર અર્પણ થયા.
ત્યારબાદ મહારાજશ્રીએ હરિજન બહેનોને ઉદ્દેશીને ટૂંકું પ્રવચન કર્યું. હરિજન એ કોઈ કોમ નથી. ધંધા માટે ચાર વર્ગો પડ્યા. તેમાંથી ઘણી કોમો થઈ ગઈ. અભડાવું એવું કોઈ શાસ્ત્રમાં નથી. આભડછેટ કાઢવા માટે તમે પણ જાગ્રત થાવ, વ્યસનો છોડો, સ્વચ્છતા રાખો વગેરે કહ્યું. બાદ ભજનમંડળી સાથે સૌ સરઘસ આકારે ઉતારે આવ્યા. અમારો ઉતારો જૂની પોસ્ટ ઑફિસવાળા મકાનમાં દરવાજાની બાજુમાં જ હતો. સરઘસમાં સૌથી આગળ રાષ્ટ્રધ્વજ હતો. પછી વિદ્યાર્થીઓ, પછી બહેનો પછી ભજનમંડળી
૭૨
સાધુતાની પગદંડી
Page #104
--------------------------------------------------------------------------
________________
(હરિજનોની) પછી મહારાજશ્રી અને છેલ્લે નાગરિકો, અમલદારો વગેરે ચાલતાં હતાં. ખૂબ ભવ્ય સ્વાગત થયું. જૈનોએ સંઘ તરીકે ભાગ ન લીધો પણ વ્યક્તિગત આવ્યા હતા. આવીને સૌ સભાના રૂપમાં ગોઠવાઈ ગયા. તેમાં મહારાજશ્રીએ થોડું પ્રાસંગિક કહેતાં જણાવ્યું કે આજે લાઠીમાં હું પહેલવહેલો આવતો નથી. બીજી વાર આવું છું. પણ ખરેખર આ વરસે ચાતુર્માસ રહેવું પડશે. એવી કોઈ કલ્પના નહોતી. ગયું વરસ હું સાવરકુંડલામાં રહ્યો હતો. ત્યાં મારી એ કલ્પના હતી, જે પ્રયોગ કરવાની ઇચ્છા હતી તે શેત્રુંજીકાંઠા પ્રાયોગિક સંઘની કલ્પના હતી. તમારા સૌનો પ્રેમ અને સ્વાગત જોઈને એ વાત કહેવાનું વધુ મન થાય છે. હરિજનો, સવર્ણો, મુસલમાનો વગેરે સૌ સ્વરાજ્ય પછી એક જ ઝંખના કરે છે કે સુખનો મારગ કેમ મળી શકે ? ભૂમિદાન આંદોલન પછી લોકોના મનમાં આશાનો સંચાર થયો છે. સાથે સાથે બીજા વિશ્વયુદ્ધની ઝેરી કલ્પના હતી તેના કારણો દૂર થતાં હોય તેમ પણ લાગે છે. પંડિતજી દુનિયાની સાથે પ્રબળ અવાજ કાઢી રહ્યા છે. તે કહે છે દુનિયાની માનવજાત યુદ્ધ ઝંખતી નથી પણ શાંતિ ઝંખે છે. રચનાત્મક શાંતિ ઝંખે છે. દુનિયામાં ઘણા પ્રશ્નો ઊક્યા છે. તેવા વખતે દિલને વિશાળ કરવાની જરૂર છે. લાઠી પાસે હું જે વિચાર મૂકવા માગું છું તે આ છે : જ્યારે પૂર આવે છે ત્યારે તે કાયમ ટકતું નથી. એટલે એનું પાણી સંઘરી લેવામાં આવે. તેને સારી નહેરમાં વળાંક આપવામાં આવે તો એ પાણી ઉપયોગી થાય. ગામડાંના હિત માટે કસબાઓએ અગત્યનો ભાગ ભજવાનો આવશે. મને આશા છે કે ગામડાં આપણા હૃદયમાં વણાઈ ગયાં છે. સત્તા કે ધનની લાલસા વધુ હોય એમ છતાં આપણા દિલમાં એક ઝંખના પડી છે તે કંઈક કરી છૂટવાની. તમે એનો સાથ પુરાવશો એવી આશા રાખું છું.
હવેના યુગમાં જે પ્રવાહ પાછો વાળવાનો છે. તેમાં તમે સૌ કેટલો હિસ્સો આપશો ? વિદ્યાર્થીઓ, અમલદારો, વકીલો, જૈનો સૌએ આ વિચારવાનું છે. આપણે કદાચ લડવાનું હશે તો પણ પ્રેમથી આવશે.ગતિ ધીમી હશે છતાં ચોક્કસ પગલું ભરીશું તો સૌને ફાયદો થશે. ભગવાન એ માર્ગે જવાનું બળ આપે.
અહીં અમારી સાથે નવલભાઈ, સુરાભાઈ, કાશીબહેન, લલિતાબહેન,
સાપુતાના પગદંડી.
Page #105
--------------------------------------------------------------------------
________________
છોટુંભાઈ, માટલિયા વગેરે હતાં. વિનતાબહેન પાછળથી આવ્યાં હતાં.
બીજે દિવસે ફલજીભાઈ અને ખડોલના કેશુભાઈ આવ્યા. તેમણે બેંક અને ધિરાણ અંગે થતાં ગાંફના કેસ પ્રકરણ અંગે ખૂબ વાતો કરી. અહીંના આગેવાન ખેડૂતો સાથે પણ વાતો કરી.
તા. ૧૫-૭-૧૯૫૪
વિદ્યાર્થી છાત્રાલયની શરૂઆત થઈ. તેમાં પ્રથમ માટલિયાએ પ્રાસંગિક કહ્યું. બાદમાં મહારાજશ્રીએ જણાવ્યું કે, તમે બધા વિચારો છો કે, એક નાનું સરખું છાત્રાલય ખોલવું. છાત્રાલય એટલે બધા સાથે રહે. એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે અને પોતે લાઠીનો એક નાગરિક બનવાનો છે એટલું જ નહિ પણ પોતે જે કંઈ ધંધો કરે તે પ્રદેશને ઉપયોગી થાય. પોતે સ્વાવલંબી બને. આ બધું તમારે એમાં વિચારવાનું છે. લાઠીમાં ગરીબાઈ પડેલી છે.બીજી બાજુ વિદ્યાર્થી સમાજ છે. ત્રીજી બાજુ કસબો અને ગામડું. બંનેનું સમમિશ્રણ છે. આમાં બધાં અંગોને આપણે વ્યવસ્થિત કરવાના છે. ગુરુપૂર્ણિમાને યાદ કરીએ છીએ. તેની સાથે આપણે કેટલીક સાવધાની રાખવાની છે. શિક્ષક અને વિદ્યાર્થીઓ બંનેમાં મેળ તો જ પડશે કે બેમાંથી એક પક્ષ સમજણવાળો હશે. ‘વિદ્યા વિનયેન શોભતે' બોલી ગયા. શિક્ષક ગમે તેવા હોય પણ વિદ્યાર્થી સારા હોય તો મેળ પડી જશે. શિક્ષક કહે છે કે, ચા ન પીવી. બહુ નુકસાન કરે છે. માટે તમારે ન પીવી. તેવે વખતે જો વિદ્યાર્થીઓ સામે એમ પૂછે કે તમે પીઓ છો ? તમો પીતા હો તો તમને કહેવાનો અધિકાર નથી. સાચો વિદ્યાર્થી આ વખતે એમ વિચારશે કે
આ શિખામણમાં શિક્ષકનો સ્વાર્થ છે ? મને ફાયદાકારક વાત છે કે નહિ ? એટલે સામો માણસ શું કહે છે તેના કરતાં શું કરે છે, તે જોઈશું. અને જ્યાં મળે ત્યાંથી જ્ઞાન લઈશું તો બંનેને ફાયદો થવાનો છે. કહેનારમાં ભૂલ હશે તો તે પણ સુધારશે. એક કાળે ગુરુ શિષ્યોને ઉપદેશ આપતો. આજે શિષ્ય ગુરુને ભણાવવા પડે છે. બંનેએ અરસપરસ એક બીજામાંથી લેવાનું છે. ઝાડ પહેલું કે બી પહેલું ? ઉપરથી લાગે એટલે કહેવાય કે ઝાડ પહેલું. પણ એનો અંત નથી. આજનો પિતા આવતી કાલે બાળક હશે અને આજનો બાળક આવતી કાલે પિતા હશે. એટલે કહ્યું કોઈને મોટા ના માનશો. ગુણમાં મોટા હોય તે મોટા. પછી તે વિદ્યાર્થી હોય, ગુરુ હોય કે વાલી
સાધુતાની પગદંડી
૩૪
Page #106
--------------------------------------------------------------------------
________________
હોય. એટલે આપણે ત્યાં કહેવાય છે ગુરુદત્તાત્રેય પશુપંખી, કૂતરા વગેરેને ગુરુ બનાવી તેમાંથી જ્ઞાન લીધું. ઝાડમાંથી પણ લેવા જેવું છે. શેક્સપિયરે સુંદર વાત કરી છે તે કહે છે, ઝાડ બોલે છે. છાયા નીચે ઊભા રહો ત્યારે તે કહે છે તમે પણ બીજાને છાયા આપો. આંબાને પથ્થર મારો તો ફળ આપે. આપણને કોઈ પથ્થર મારે તો શું કરીએ ? શક્તિ ના હોય તો વાણીના પાણાં મારીએ. આપણે આ બધું શીખવાનું છે. સહકારમાં ચાર વાતો ધ્યાન રાખવાની છે. સામાના દોષ ન જોવા, ગુણ જોવા. હંસ દૂધપાણીના મિશ્રણમાંથી દૂધને ગ્રહણ કરે છે. આપણા મિશ્રણમાંથી આપણે શું લઈશું ? સુંદર જમણ જમી આવીએ, પણ પછી બોલીએ મીઠું થોડું ઓછું હતું, થોડું વધારે હતું, ફલાણાભાઈ બોલ્યા, બહુ સારું પણ વ્યાકરણ બરાબર નહિ. ગાતા ના આવડતું હોય પણ સુંદર ગવૈયો ગીત ગાય તો તેની ભૂલ કાઢીએ.
સામાન્ય રીતે પરીક્ષક થવું સહેલું છે. પરીક્ષા આપવી અઘરી છે. શ્રીકૃષ્ણ વાસુદેવનો પ્રસંગ છે. કૂતરું કરેલું પડેલું, લોકો મોઢે હાથ દઈને ચાલ્યાં જાય, પણ તેમણે તાકીતાકીને એ જોયું. લોકોએ પૂછ્યું ત્યારે બોલ્યા, હું એના દાંતની શોભા કેવી સુંદર છે એ જોતો હતો. જગતમાં કોઈ વસ્તુ નકામી નથી. જે વસ્તુ નકામી છે તે ઉત્પન્ન થતી નથી. “નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે યથા.' દોષ જોવાઈ તો જાય, પણ શ્રદ્ધા ગુણ ઉપર રાખવી. દોષ જોવાથી દુ:ખ થવું જોઈએ. ત્રીજી વાત આચરણની છે. એને હું સંયમ કહું છું. મનની સહનશીલતા કેળવવી અને સગુણનો વિકાસ કરવો. પણ નાનામોટા લીટાને સરખા કરવા. મોટાને કાપવો નહિ પણ નાનાને વધારવો. આ નાનાને વધારવાની ક્રિયા આપણે આપણા દરેક પ્રસંગે કરવાની છે.
છેલ્લી વાત સાદાઈની છે. જરૂરિયાત વધશે તો ગુણો હશે તો પણ દોષ પેસી જશે. પાપ, અધર્મ વધશે. છેલ્લી વાત બે જૂથોને સાંધવાની વાત. એકે હાઈડ્રોજન બનાવ્યો, બીજાએ નાઈટ્રોજન બનાવ્યો. આપણે ઓક્સિજન વાપરવો પડશે. જે વાત દેશને લાગુ પડે છે. એ જ વાત વિદ્યાર્થી મંડળોને પણ લાગુ પડે છે. બે જૂથો પાડવા, ના પાડવા છતાં કદી પડી જાય તો ત્રીજું એક જૂથ એવું ઊભું થવું જોઈએ કે જે બંનેને સાંધી શકે. એનું સાધુતાની પગદંડી
૭૫
Page #107
--------------------------------------------------------------------------
________________
નૈતિકબળ વધારે હોવું જોઈએ. પ્રથમ બંને તરફથી તેનો તિરસ્કાર મળશે. પણ લાંબે ગાળે એનો ફાયદો પડશે. આ બધી વાતનો તમે ઝીણવટથી વિચાર કરજો. તા. ૨૧-૧૯૫૪
આજે અમૂલખભાઈ શેત્રુંજીકાંઠા પ્રાયોગિક સંઘના કામ અંગે વાતો કરવા આગળથી આવ્યા. સાંજે નરસિંહભાઈ આવ્યા હતા. માટલિયા અને મહારાજશ્રી સાથે પ્રાયોગિક સંઘ અંગે વાતો થઈ હતી.
શેત્રુંજીકાંઠા પ્રાયોગિક સંઘ અંગેની કેટલીક વિગત નાની પુસ્તિકા રૂપે છપાવવા અંબુભાઈએ જુદી લખાવી છે. એટલે આ નોંધોમાં લખી નથી. જરૂર લાગે તો તે પુસ્તિકા જોઈ લેવી. તા. ૨૬-૭-૧૯૫૪
આજે ભાવનગરથી આત્મારામ ભટ્ટ મળવા આવ્યા હતા. તેમના મનમાં શબ્દરચના હરીફાઈ અને દારૂબંધી વિશે કંઈક કરવું જોઈએ. તેવા વિચારો આવતા હતા. દિલ્હી જઈને સક્રિય પગલાં લેવાં. ઉપવાસ ઉપર ઊતરવું જેથી તેઓ અનિષ્ટને દૂર કરે. મહારાજશ્રીએ તેમની વાતો સાંભળ્યા પછી તેમને સમજાવ્યું કે આપણે પ્રજાને મુખ્ય ગણવી છે, કે સરકારને ? સરકાર કોઈ એકાદ વ્યક્તિનું માનશે નહિ. વળી જ્યાં સુધી પ્રજાને ચાણક ન લાગે ત્યાં સુધી કાયદો નિષ્ફળ નીવડે છે. એટલે આપણે નીચેથી આંદોલન ઊભું કરવું. થોડો પણ પ્રજામત તૈયાર કરવો પછી પંચાયતો કોંગ્રેસ સમિતિઓ, ગુજરાત પ્રાંતિક સમિતિ લોકસભાના સભ્યો એમ કરતાં કરતાં ઠેઠ દિલ્હી સુધી પહોંચાડવું જોઈએ. અને શક્તિ પ્રજામાં ખર્ચવી.
આ બધી વાત એમને સમજાય છે. વ્યક્તિ કરતાં સંસ્થાએ આવા પ્રશ્નો ઉઠાવવા જોઈએ. પ્રાયોગિક સંઘ પણ આ કામ કરી શકે. તા. ૨૮-૭-૧૯૫૪
પ્રાર્થના પછીના પ્રેરક પ્રવચનમાં મહારાજશ્રીએ જણાવ્યું કે કપડું મેલું થયું હોય તો તેને ધોવું પડશે. વધારે ડાઘા પડ્યા હશે તો એવો ક્ષાર કે સાબુ જોઈએ. તેવી જ રીતે સમાજના આપણા મેલોને કાઢવા માટે મેલું પાણી નહિ ચાલે, તેને માટે ચોખ્ખું પાણી જોઈશે. સમાજ મેલ કાઢવા માટે
સાધુતાની પગદંડી
૭૬
Page #108
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ સાધનોની જરૂર છે. અમુક માણસે મારું ધાર્યું કામ ના કર્યું. એટલે ડંખ રહી જવાનો. આવા ડંખથી આપણું અને સમાજનું બૂરું થાય છે. માની લો કે સામી વ્યક્તિએ ખોટા સાધનો વાપર્યા તો તેના દિલને અપીલ કરવી હોય તો, તેના તરફ વધારે પ્રેમ રાખવો જોઈએ. વધારે શુદ્ધ સાધનો વાપરવાં જોઈએ. કદાચ સત્તાનું દબાણ કે સમાજનું દબાણ લાવીશું તો કદાચ તે ડરશે ખરો. કદાચ ઉપર ઉપરની વાતો છોડી પણ દે. તોપણ એના દિલમાં એ વસ્તુ રહી જવાની. આપણી ઉપર તે પ્રેમ રાખતો દેખાશ પણ અંતરમાંથી ડંખ ન ગયાને કારણે બીજી વ્યક્તિઓ સામે એ દેખાવાનો. એક ઠેકાણે દૂર કરેલી ગંદકી મનની સફાઈ નહિ થવાને કારણે બીજે ગંદકી થઈ જવાની. ગાંધીજીએ સામાજિક રીતે હૃદયપલટો થઈ શકે એવો પ્રયોગ કર્યો. બ્રિટિશરો સામે કર્યો, મુસલમાનો સામે કર્યો અને સમાજ સામે પણ કર્યો. બનવા જોગ છે કે, કદાચ આની અસર તાત્કાલિક ના પણ થાય. પણ મૃત્યુ પછી પણ તેની અસરો લાંબા સુધી ચાલતી હોય છે. ઘણીવાર આપણે અશુદ્ધ સાધનનો ઉપયોગ કરી લઈએ છીએ. કામ જલદી કરી લેવાની ઇચ્છા હોય છે. સારાં કામ માટે પણ અશુદ્ધ સાધન વાપરીએ છીએ. પણ છેવટે તો પરિણામ અશુદ્ધ જ આવે છે. શુદ્ધ સાધનો માટે પ્રથમ તો નિખાલસતા જોઈએ. આપણે કહીએ છીએ કે, રાજકારણમાં તો ખટપટ જોઈએ. પોલિટિક્સ જોઈએ. બાપુજીએ કહ્યું એ ના ચાલે, બધાં જ કામ એમણે નિખાલસતાથી કર્યા. તેમણે કહ્યું, અમારો વિરોધ તમારી નીતિ સામે છે. અમારો કારભાર અમે ચલાવશું. તમે ચાલ્યા જાવ. વ્યક્તિ તરીકે આનંદથી રહો અને તેમ બન્યું. તા. ૨૮-૭-૧૫૪
આજે અમદાવાદથી રસિકભાઈ વૈદ્ય, છગનભાઈ દેસાઈ, બીજા એક વૈદ્ય, હરિભાઈ જિનના મેનેજર છોટાભાઈ આવ્યા હતા. રસિકભાઈએ મહારાજશ્રીને તપાસ્યા અને ખોરાકમાં ફેરફાર કરીને ઉધરસ, મટાડવાની સલાહ આપી. ખાસ કરીને કફની ઉધરસ છે. આને માટે ખોરાકમાં ફેરફાર કરવાની અને પાંચ લાંઘણ કરવાની સલાહ આપી.
સાંજના અહીંના (ઠાકોર સાહેબ) દાદાસાહેબ જે જાણીતા ચિત્રકાર છે સાધુતાની પગદંડી
Page #109
--------------------------------------------------------------------------
________________
તેમને મળવા માટે અમે ગયા હતા. તેમણે પ્રેમથી સત્કાર્યા અને બધાં ચિત્રો બતાવ્યાં. અને રાષ્ટ્રપતિ ભવનમાં મૂકવાનું ફર્નિચર પણ બતાવ્યું. તા. ૨૯-૭-૧૯૫૪
રાત્રિસભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે ગઈકાલે વૈદ્યો આવ્યા હતા. તેમની સાથે થોડી વાતો ચાલી.આયુર્વેદ અને એલોપથી પૂર્વ અને પશ્ચિમનું રોગ નિવારણ શાસ્ત્ર છે. બંને વચ્ચે તાત્વિક ફેર છે. એક ચેતનને મુખ્ય માનીને ચાલે છે. બીજું શરીરને મુખ્ય માનીને ચાલે છે. એક માને છે કે, શરીર સારું હશે તો જ વિકાસ થશે. બીજું કહે છે શરીર એ સાધન છે. મનની પવિત્રતા હશે એટલું જ ચેતન સારું રહી શકશે. એટલે કહ્યું વૈદ્ય પણ કેવો હોય ! એ વૈદ્ય ક્રોધી ન હોય, દર્દી ઉપર વાત્સલ્ય વરસાવતો હોય, એવો ગુણવાન હોય, બીજા પ્રાણીઓનું ગમે તેમ થાય, માણસનું સારું થવું જોઈએ. એમ પશ્ચિમ માને છે.
દોષો ક્યાંથી પેદા થયા તે દોષો દૂર કેમ થાય ? તેનો વિચાર પ્રથમ થાય છે. દર્દ કેમ તરત મટે, અને કામે લાગી જાઉં. તે વિચારે છે. પરિણામે એક દર્દ કાઢતાં બીજાં અનેક દર્દો પેસે છે. આપણે ત્યાં પશ્ચિમનું રાજ આવ્યું અને થોડાંક જણે અમારું જ સાચું છે એમ કહ્યાં કર્યું. પરિણામે આપણે પશ્ચિમી બની ગયા. સારું લઈને ખોટું છોડી દેવું જોઈતું હતું.
જો આમ ચાલ્યા કરશે તો આપણો ઉદ્ધાર ન થાય. વાત, પિત્ત અને કફ પડ્યાં છે. છતાં તમો શરીરમાં જે દોષ પડ્યા છે તેને ખોરાક આપ્યા કરશો તો દોષો વધતા જશે. પણ તમો લાંઘણ કરશો તો બચી જશો. અને આરામ થઈ જશે. બીજું શાસ્ત્ર કહે છે પોષણ નહિ આપો અને ઉપવાસ કરાવશો તો માણસ મરી જશે. એવી જ વાત નઈ તાલીમ અને આજના શિક્ષણની છે. બંને વચ્ચે પાયાનો ફેર છે. નઈ કેળવણી કહે છે માણસ બીજાના શોષક થઈને જીવશે ત્યાં સુધી બંને દુઃખી થશે. જ્યારે આજનું શિક્ષણ બુદ્ધિબળથી બીજાને ફેંકીને કેમ લોહી ચૂસવું એ શીખવે છે. આમ સ્પષ્ટ ન લાગતું હોય તો છે. એમ જ બીજું શિક્ષણ એ કહે છે, બીજાને માટે કેમ ઘસાવવું, સારો સત્સંગ કરવો. વિચારોને કેમ કાઢવા, ઓછા કરવા બીજાનો બોજો કેમ ઓછો કરવો. સ્વાવલંબનથી કેમ જીવવું. એ બધી વાતો નઈ તાલીમમાં પડેલી છે. અનાજ વાવવામાં પણ કેટલાક વધુ ૭૮
સાધુતાની પગદંડી
Page #110
--------------------------------------------------------------------------
________________
પૈસા મેળવવા માટે, કેટલાક અન્ન માટે બીજાને જીવાડવા માટે જે કંઈ ઉત્પન્ન કરવું તે સમાજ માટે છે. હું જીવું અને બીજાને જિવાડું.
જગતમાં પરસ્પર વિરુદ્ધ દૃષ્ટિ છે. તેમાંથી સાચી દષ્ટિ મેળવી જીવવામાં સૌનું કલ્યાણ છે. જડવાદ કરતાં ચેતનનાં મૂલ્યો સ્થાપવાં જોઈશે. ટૂંકમાં પશ્ચિમનું શાસન જવા છતાં લોકો તેની ઉપરની મમતા છોડશે નહિ તો તે દુઃખી થશે. ભોગવાદમાં કોઈ દિવસ તૃપ્તિ નથી. સંયમ કે ત્યાગમાં જ તૃપ્તિ છે. એ લોકો શિકાર કરતા હશે, તોપણ પ્રાણી સાથે ગેલ કરતા જ હશે. તેનો પ્રાણ જાય છે તે નહિ જુએ. મન જડ થઈ ગયું હોય છે. આપણે એટલા જડ નથી બની ગયા પણ થોડી ધૂળ ઉપર ફરી વળી છે તેને ખંખેરવાનો પુરુષાર્થ કરવાનો છે. તા. ૫-૮-૧૯૫૪
આજથી મહારાજશ્રીએ પાંચ દિવસના ઉપવાસ શરૂ કર્યા. ત્રણ ઉપવાસ ભાવનગર હોસ્પિટલમાં રહેવું પડ્યું. તેના પ્રાયશ્ચિતરૂપે, બાકી હતા. પણ ડો. રસિકભાઈ વૈદ્ય આવેલા તેમણે લંઘનનું મહત્ત્વ સમજાવ્યું. મહારાજશ્રીને ઉધરસ ઘણા સમયથી છે. ઊંટટિયા જેવી છે. પણ મટતી નથી, કફની ઉધરસ છે. એમ વૈદે કહ્યું એટલે ઉપવાસ કરવાનું વિચાર્યું. ત્રણની સાથે બીજા બે વધારી પાંચ ઉપવાસનું વિચાર્યું. ઉપવાસ પછી પારણા વખતે બે તોલા મગનું પાણી લેવાનું છે. પછી દરરોજ બબ્બે તોલા મગનું પાણી વધારતા જવું. એમ બીજા પાંચ દિવસ કરવું. પછી થોડો ભાત અને એમ કરતાં સામાન્ય લેવલ ઉપર આવી જવાનું કહ્યું. પારણાં પછી વધારે ખોરાક નહિ લેવાનું કારણ એ છે કે, દરરોજ જે બે તોલા મગનું પાણી લેવાય તે બીજા બે તોલા પચાવવાની ગરમી ઉત્પન્ન કરે છે. કેટલાક લોકો વધારે ખોરાક લઈ લે છે. એથી ઉપવાસનો ફાયદો થતો નથી.
સાંજના ૬ વાગ્યે આત્મારામ ભટ્ટ અને શંભુશંકર ત્રિવેદીનાં પત્ની સરલાબહેન આવ્યાં હતાં. ગારિયાધારમાંથી એક ભાઈએ સરલાબહેન અને એમના કુટુંબના બધા સભ્યો, પતિપત્ની, દીકરો, દીકરાની વહુ અને દીકરીનાં નામ આપીને એ બધાના ચારિત્ર્ય વિશે આક્ષેપ કરતી જાહેરપત્રિકા બહાર પાડી હતી. છાપનાર પ્રેસનું નામ ન હતું. જે માણસની સહી છે તે એક નાનો વેપારી છે અને કોંગ્રેસ કાર્યકર કહેવડાવે છે.
સાધુતાની પગદંડી
Page #111
--------------------------------------------------------------------------
________________
સરલાબહેન આ બાબતથી ખૂબ દુઃખી જણાતાં હતાં. તેમનો મુદ્દો એ હતો કે, જે વાત સાચી નથી તેવી વાતો લખીને અમોને બેઆબરુ બનાવ્યાં છે. વળી જો બહેનો સામે આવા આક્ષેપ થતા રહેશે તો કોઈ બહેન જાહેરમાં કામ કરવાની હિંમત નહિ કરે. મારે શું કરવું એ સમજાતું નથી.
મહારાજશ્રીએ બધી વાતો શાંતિથી સાંભળ્યા પછી તેમને સાંત્વન આપ્યું અને કહ્યું કે, આવી જૂઠી વાતોને મન ઉપર ન લેવી. દૂધની દુકાનવાળાને કોઈ દારૂની દુકાનવાળો કહે તેથી તે દારૂવાળો બની જતો નથી. સત્ય હંમેશાં તે જ છે. એમ છતાં આપણે માણસ છીએ. તો દુઃખ જરૂર થાય. પણ એનો ઇલાજ સરકારી પગલાંનો કે જાહેર નિંદા કરવાનો કે જવાબ આપવાનો મને નથી લાગતો. લોકો એની મેળે તે પ્રશ્ન ઉઠાવી લે તેમ કરવું. અને એમાં તમારે ન ભળવું. આજે તો છાપનાર માણસ જાહેર સભામાં માફી માગવા તૈયાર થાય તો પણ લોકો એને બોલવા દે નહિ અને મારે. એ વખતે બાજી તમારા હાથમાં ન રહે, એટલે તમારે તો લોકોને શાંત પાડવા જોઈએ. એની પછવાડે બીજા લોકોનો હાથ હોય તો એ ભાઈઓ પોતાને આ બાબતની લેવાદેવા નથી એટલું જ નિવેદન બહાર પાડે. પણ એ વાત કરવા પણ આત્મારામભાઈ કે બીજો કોઈ જાય થોડા દિવસ પછી કોઈ નૈતિક છાપામાં આ કિસ્સો બહુ સુલભ રીતે ચોખવટ કરતો આવી જાય. વેરનો બદલો વેર નથી. એથી તો કુસંપ વધશે અને સામસામા આક્ષેપો પણ થશે.
ગારિયાધારમાં કોંગ્રેસ સમિતીની ઓફિસમાંથી તેના હોદેદારોને જુગાર રમતાં પોલીસે પકડેલા. આ બાતમી શંભુભાઈએ આપેલી તેની અદાવતથી આવી પત્રિકા છપાઈ છે, તેવો વહેમ આવે છે. તા. ૮-૧૫૪
આજે સવારે બે જીવનદાનવાળા ભાઈઓ અને બે તેમના ભાઈઓ મહારાજશ્રીને મળવા આવ્યા હતા. તેમનો મુખ્ય મુદ્દો એ હતો કે, એક ભાઈ જે જીવનદાની છે. તેઓ પોતાના ભાઈ પાસેથી ૬ઠ્ઠો ભાગ ભૂદાનનો આપવા આગ્રહ કરતા હતા. જ્યારે ભાઈ હમણાં જ વેપારમાંથી ખેતી ઉપર આવ્યા છે. એ સ્વાવલંબી ન થાય ત્યાં સુધી થોભવાનું કહેતા હતા. મહારાજશ્રીએ જણાવ્યું કે, ત્યાગ આપવો હોય તો સાધુ તેની ભૂમિકા
સાધુતાની પગદંડી
7
)
Page #112
--------------------------------------------------------------------------
________________
જોઈને આપે. સહન થાય નહિ, તેટલો ત્યાગ આપે તો કાં તો એ તૂટી પડે, કાં તો દંભને પોષે. જેણે પાપ થાય સમાજને નુકસાન થાય એવા દ્વાર બંધ કર્યા છે તે છઠ્ઠો ભાગ ના આપે તો રાક્ષસ નહિ કહેવાય. મફત ગગલ છઠ્ઠો ભાગ આપે અને એક નીતિમય જીવન જીવનાર કંઈ ન આપે તો તે પિલાથી હલકો નહિ ગણાય. કાં તો સમાજે એ વ્યક્તિનું ધારણપોષણ કરવું જોઈએ.
જે આજીવિકાના સાધનથી અમુક વરસમાં સદ્ધર થાય, ત્યારપછી જ તે દાન આપવાનો અધિકારી બને. તા. ૯-૮-૧૯૫૪
આજે ઢેબરભાઈ, જાદવજીભાઈ તથા બાલુભાઈ વૈદ્ય મહારાજશ્રીને મળવા માવ્યા હતા. ઢેબરભાઈએ પ્રાર્થનામાં હાજરી આપી હતી. પછી મહારાજશ્રી સાથે અંગત વાતો કરી હતી. તા. ૧૦-૮-૧૯૫૪
મહારાજશ્રીના આજે પાંચ ઉપવાસ પૂરા થયા. ઉપવાસમાં સાત રતલ વજન ઘટ્યું હતું. ઉધરસનું પ્રમાણ ઓછું થયું હતું. તા. ૧૫-૮-૧૫૪
આજે સ્વાતંત્રદિન હતો. આગલી રાત્રે વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો હતો. સવારના ૧૦ વાગ્યે હાઈસ્કૂલમાં ધ્વજવંદન પછી મહારાજશ્રીનું પ્રવચન થયું હતું. તા. ૧૬-૮-૧૫૪
આજે લીંબા પટેલ, કરસનભાઈ અને છગનભાઈ ચોગટવાળા આવ્યા હતાં. ચોગટનો ગ્રામવિકાસ પ્રશ્ન ચર્ચાયો હતો. આ વાતો રાતના બહુ મોડા સુધી ચાલી. તેથી મીરાંબહેન ચીડાયાં. જોકે એ ભાઈઓ ગયા ત્યારપછી આવ્યા હતા. મહારાજશ્રીએ એ માટે થોડો ઠપકો આપતાં કહ્યું, કોઈ વાર જરૂરી કામ હોય અને મોડું થાય તો આપણે ચલાવી લેવું જોઈએ. શરીરની ચિંતા હોય પણ માત્ર શરીરની ચિંતા રાખવી અને સામાજિક કામોમાં દુર્લક્ષ કરવું એ બરાબર નથી.
સાધુતાની પગદંડી
૮૧
Page #113
--------------------------------------------------------------------------
________________
તા. ૧૭-૮-૧૯૫૪
આજે કુરેશીભાઈ આવ્યા. એમણે ખેડૂત મંડળ પ્રાયોગિક સંઘ અને બીજી પ્રવૃત્તિ અંગે આખો દિવસ વાતો કરી. તા. ૧૯-૮-૧૫૪
આજે માંડલથી ડૉ. રણછોડભાઈ, શકરચંદ ગાંધી અને મુંબઈ રહે છે તે સારાભાઈ આવ્યા. તેમણે ખેડૂતમંડળો અને કોંગ્રેસ એ બે વચ્ચે કઈ રીતે કામ લેવું અથવા તો કોંગ્રેસ બધું જ કામ કરે છે તો જુદાં ખેડૂતમંડળો શા માટે ? વગેરે પ્રશ્નો ચર્ચાયા હતા. સારાબાઈએ વિરમગામ મ્યુનિસિપાલિટી બહારથી આવતા અને જતાં. બહાર જતાં મોટર વગેરેમાં બેસવા સ્ટેશનથી આવે. એમની પાસે ગમે તેટલો થોડો સામાન હોય તોપણ ટોલ લઈને મુસાફરોને હેરાન કરે છે તે અંગે ઘણીવાર મ્યુનિસિપાલિટીનું ધ્યાન ખેંચ્યું હતું. છતાં એ મુશીબત દૂર થતી નથી. એટલે એક આંદોલન ઊભું કરવા માગે છે. તેમાં મહારાજશ્રીની સલાહ માગી. મહારાજશ્રી માને છે કે, કસબા કે શહેરોની મ્યુનિસિપાલિટીઓએ ઓક્ટ્રોય ચૂટી ગામડાંથી આવતા લોકો કે ગાડા પાસેથી નહિ લેવી જોઈએ. ઊલટા એ લોકો પોતાનું ઉત્પાદન શહેરમાં વેચવા આવે છે. તે બદલ શહેરોએ ઉપરથી ગાડાવાળાને ટેક્ષ આપવો જોઈએ. શહેરની સડકો ગામડાંના ભોગે ન થવી જોઈએ. તા. ૨૧-૮-૧૯૫૪
આજે ફૂલછાબવાળા નાથાલાલ શાહ, નાણાંપ્રધાન મનુભાઈ શાહ, વજુભાઈ શાહ અને ત્રિકમભાઈ એન્જિનિયર મળવા આવ્યા હતા. અહીંની વીજળી ઘણા દિવસથી બંધ હતી. સંતોષકારક કામ આપી શકતી નહોતી. તે અંગે આ ભાઈઓએ મહારાજશ્રીને વિનંતી કરી કે, આપ ઉપવાસ કરવાની કે દૂધ નહિ લેવાના પ્રયોગો મહેરબાની કરીને ના કરો. કારણ કે ભાવનગરથી આપની તબિયત જોતાં એ અનુકૂળ નથી. એમ વિનંતી કરી. તા. ૨-૯-૧૯૫૪
આજે અભયસિંહ કવિ આવ્યા હતા. વિશ્વવાત્સલ્યનું વ્યવસ્થાનું કામ હમણાં તેમણે સંભાળ્યું છે. એટલે કેટલીક સલાહ સૂચના લેવા માટે આવ્યા હતા. પ્રતાપભાઈએ ઘણી બેકાળજી રાખેલી તેમણે કહી. કેટલાંય કચરો
૮૨
સાધુતાની પગદંડી
Page #114
--------------------------------------------------------------------------
________________
ગ્રાહકોને લખવાના તૈયાર કરીને માત્ર ટિકિટ ચોંડવાની આળસે પડી રહ્યાં હતાં. લગભગ પહેલા મહિનાથી આજ સુધીના પાંચસો ગ્રાહકોના લવાજમ પૂરાં થઈ ગયાં છે. છતાં અંકો મોકલાવે છે. કોઈને ખબર આપતાં નથી અને ટપાલો તો કેટલીયે એવી છે કે, તેમાં કાર્યાલયની વ્યવસ્થાની ટીકા કરી છે. છતાં તેમને સંતોષકારક જવાબ નથી. કોઈને ડબલ અંકો જાય છે. કોઈને જતા નથી.
હવે અભયસિંહને બધું વ્યવસ્થિત કરવા ગ્રાહકો વધારવા અને ટપાલો પર ધ્યાન આપવા સમજણ આપી.
(નોધ : તા. ૨૭-૮-૧૯૫૪ તથા ૨૮-૮-૧૯૧૪ના રોજ રાજસ્થળી (પાલીતાણા પાસે)ના ભંગી કુટુંબને માર મારવાનો પ્રસંગ અને એનો ઉકેલ મારો લેખ એ તારીખના વિશ્વ વાત્સલ્યમાં જુઓ)
તા. ૨૫-૮-૧૯૫૪ થી ૨-૯-૧૯૫૪ સુધી પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો રાખ્યાં હતાં. એની બધી નોંધો ડાયરીમાં છે તે જોવી. તા. ૩-૯-૧૯૫૪
ક્ષમાપનાદિન પ્રસંગે કરેલું મનનીય પ્રવચન પર્યુષણ પર્વ ગઈ કાલે પૂરા થયાં. એ પછીના દિવસે મહારાજશ્રીએ એક પ્રવચનમાં કહ્યું કે, કોઈપણ પ્રગતિ કે અપ્રગતિ કરવી હોય તો માનવકાયામાં જ કરી શકાય. ભગવાને વિશ્વદર્શન બતાવ્યું તે પણ માનવ કાયાને. ઘણા પૂર્વજન્મ અને પૂર્વકર્મોને સાથે લઈને માનવકાયા મળે છે. એટલે ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ જોવા મળે છે. કોને ક્યો રસ વધારે ગમે છે તે કળી શકાતું નથી. પોતાને કયો ગમે છે તે તેને ખબર નથી એટલે જીભને ગમે તેવો રસ લે છે. આવું જ જગતને વિશે છે. કોઈને એકલા દોષ નહિ દેવાય. એકલા ગુણ ન દેખાય ગમે તેવી હલકી ચીજમાં પણ ગુણ રહેવાના. વિષ્ટા આપણે માટે નકામી છે. પણ વનસ્પતિ માટે અને ભૂંડ માટે તો ખાસ ઉપયોગી છે. એવી જ રીતે આપણને સારી લાગતી વસ્તુ બીજાને નુકસાનકારક હોય છે. મહાપુરુષોએ આ બધી ભિન્નતામાંથી સત્ત્વ તારવવાનું બતાવ્યું. મહાપુરુષો ધર્મના સારા તત્ત્વોને સંઘરી રાખે છે. જીવનચરિત્રમાંથી યુગ પ્રમાણે ફેરફાર કરતાં આવ્યાં છે. એટલે મુહપત્તી રાખવી કે નહિ. રજોહરણ નાનું કે મોટું રાખવું. એ જ પ્રમાણે દિગંબરોએ કપડાં રાખવાં કે સાધુતાની પગદંડી
૮૩
Page #115
--------------------------------------------------------------------------
________________
નહિ. મોરપીંછાનું રજોહરણ રાખવું કે ઊનનું રાખવું. આમાં કોઈ ખોટા નથી. પણ રુચિ જુદી જુદી છે. બધાં આંતરિક સાધનો વિકાસ માટે છે ત્યારે સાચું શું ? ઘણીવાર ધર્મના નામે અધર્મ ચાલતો જોઈને માણસ અકળાઈ જાય છે. સંપ્રદાયની ભાંજગડમાં શું કામ પડવું. એમ થાય છે. આ બધું ખોટી વૃત્તિમાંથી જન્મ્યું છે, એમ પણ નથી. પણ એ માટે લાંબો વિચાર કરવો જોઈએ. દરેકને કોઈ ને કોઈ પ્રતીક તો રાખવું પડશે. પણ જ્યારે એનો રૂઢ આગ્રહ થઈ જાય છે, ત્યારે બંધનકારક થઈ જાય છે. એ સાધન મટી સાધ્ય બની જાય છે. ત્યારે વિકાસ અટકી જાય છે. બહારના સાધનોનો આગ્રહ વધે એટલે આંતરિક સાધના નબળી બને. આ માટે વિવેકબુદ્ધિ વાપરીને સમન્વય કરીને ચાલવું જોઈએ. આજે અમારું જ સાચું એવું માનીને ચાલવાનો રૂઢવર્ગ હોય છે. બીજી બાજુ સંપ્રદાય જ ન જોઈએ. સત્કર્મો એ જ ધર્મ, એમ માનીને ચાલવું જોઈએ, એમ માને છે. એ બંને સહિષ્ણુ રહે ત્યાં સુધી ઠીક છે. પણ એક બીજાને હલકા માને તો ધર્મને બદલે ઝઘડા ઊભા થાય છે. એટલે ઝઘડાઓ બંધ કેમ થાય તે જ ખરો વિકાસ છે. સમાજ ધર્મ અને વ્યક્તિ ધર્મ એ બંનેનો મેળ કેમ થાય ? એને ખ્યાલમાં રાખીને ધર્મના બાહ્યક્રિયાકાંડો કે ચિહ્નો રખાય તો આપણે અતડાં નહિ પડી જઈએ. સૌને સાથે રાખીને વિકાસ કરી શકીશું.
તા. ૮-૯-૧૯૫૪
આવતી કાલે શેત્રુંજીકાંઠા પ્રાયોગિક સંઘની મિટિંગ રવિશંકર દાદાની હાજરીમાં હોવાથી કેટલાંક ભાઈ-બહેનો આવ્યાં. કુંડલાથી નિમુબહેન, હેમુબહેન, માટલિયાના બા, નાગરદાસભાઈ, બાલુભાઈ વૈદ, કેશુભાઈ ભાવસાર વગેરે આવ્યાં.
આ મિટિંગમાં મુખ્ય મુદ્દો પ્રાયોગિક સંઘ અને રચનાત્મક સમિતિ વચ્ચેના
સંબંધોને લગતો હતો.
તા. ૯-૯-૧૯૫૪
એક સભામાં રવિશંકર દાદાએ પ્રવચન કરતાં કહ્યું કે, પૂજ્ય સંતબાલજીનો મુકામ હોવાથી એમનાં દર્શન કરવાના વિચારથી અહીં આવ્યો છું. ઘણાં વખતથી મળવાનો વિચાર કરતો હતો અને આવ્યો. ત્યાં વિદ્યાર્થીઓએ માગણી
સાધુતાની પગદંડી
૮૪
Page #116
--------------------------------------------------------------------------
________________
કરી અને વિદ્યાર્તીઓને મળતાં ખૂબ આનંદ થાય છે. ભાષણ કરવા કરતાં નાના નાના ટોળામાં વાતો કરતાં વધારે મજા આવે છે.
હમણાં હું ભૂદાનના કામમાં પડ્યો છું. સૌરાષ્ટ્રમાં મજૂબત માણસો છે. એટલે બહુ જરૂર નથી. છતાં આવું છું. પણ જોખમ સિવાય ગુજરાતમાં કામ કરું છું. હું શું કામ કરું છું ? ગરીબી નાબૂદી માટેનું. જમીનવાળા પાસેથી ગરીબો માટે ભૂમિદાનનું કામ છે. આપણે ત્યાં ગરીબી બે જાતની છે. એક બાજુ પેદા થાય, બીજી બાજુ વેડફાય. ગોળો ભરાય અને કાણાં પડ્યાં હોય એટલે ઠલવાય. ખેડૂત ઉત્પન્ન કરે, છતાં ગરીબ રહે, કેવો ગરીબ રહે ? જ્ઞાનમાં ગરીબ રહે, રોટલો ખાય પણ બુદ્ધિ ના વધે. એટલે શોષણ અટકી જાય એવો ભાવ ઉત્પન્ન કરવાની જરૂર છે. બધા ભેગા મળીને જીવીએ એવું જ્ઞાન થાય. એ પણ ભૂદાનનું કામ કહેવાય. અત્યાર સુધી નહિ કરી શક્યા, કારણ કે સ્વતંત્ર નહોતા.
માણસને માટે માલિક હોય એટલી ગુલામી વધે. બે વરસથી આપણે નવો વિચાર કરીએ છીએ. જીવવું છે જીવવાનાં સાધનો ઝૂંટવાઈ ગયાં છે. તેને પાછાં મેળવવાં છે. જીવવા માટે મુખ્ય ધંધો ખેતી છે. આ દેશમાં સત્તાવીસ કરોડ લોકો જમીન ઉપર મહેનત કરીને જીવે છે. દાણા ખાઈને તો. આખો દેશ જીવે છે. એટલે જમીન જે જીવવાનું સાધન છે તે સાધન મહેનત કરવાની ઇચ્છાવાળા પાસે આવવું જોઈએ. પૈસાથી, બુદ્ધિથી આંતરેલી જમીનવાળાને જીવવાનો હક્ક નથી. પાણીનો પ્રકાશનો કોઈ માલિક નથી. તેમ જમીનનો કોઈ માલિક નથી. રોટલો કોઈને ખવડાવીએ ત્યારે ધર્મનું કામ કર્યું કહેવાય. ઉપનિષદમાં આવે છે. અન્ન એ ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. એવું તું માન. બીજી પ્રતિજ્ઞા વધારે ઉત્પન્ન કરીશ. ત્રીજું, અન્ન બગાડીશ નહિ. અન્નની નિંદા નહિ કરું, કોઈને ભૂખ્યો નહિ કાઢું. આમ જુદી જુદી પ્રતિજ્ઞાઓ આપી છે.
હવાને વિશુદ્ધ કરી શકીએ. ઉત્પન્ન ના કરી શકીએ. પૃથ્વી માતા છે. ધારણ કરે એ ધરતી તેને કોઈ આંતરે નહિ, જીવાડે તે ધરતી. શોષણ કરવાનું પ્રથમ સાધન જમીન આંતરવી તે, બાજરી પકવી પણ દળવું નહિ તો કેમ કરીને ખાઈ શકું ? અનાજ છે. પણ કોઈ ઘંટી ખૂંચવી લે તો ? યુક્તિથી ઘટી ગઈ. આખા ગામનો લોટ એક ઠેકાણે દળાય. ઘંટી બગડે તો સાધુતાની પગદંડી
Page #117
--------------------------------------------------------------------------
________________
બધા નિરાશ થાય. એટલે વિનોબાએ કહ્યું અમારી ઘંટી આવે, ઘાણી આવે, ધંધા પાછા આવે, મોચી વણકર કારીગર વર્ગ ભૂખે મરે છે. એ ધંધાને સાજા કરવા. અને ટેકો આપવો. ત્રીજી વાત સુટેવો પાડવી છે. મહેનત કરીને ખવાય. બે શરીર છે. એક મોટું જે રોટલા ખાઈને જીવે છે. બીજું સૂક્ષ્મ શરીર તે જ્ઞાનથી જીવે છે. લોકો કહે છે પેટ ના આપ્યું હોત તો બહુ મજા આવત. પણ પેટ ના હોત તો તું ક્યાંથી હોત ? પેટનું પોષણ કરવા ચિંતા ના કરીશ. બે હાથ અને બે પગ તારું રક્ષણ કરશે. એટલે એ બધાની વચ્ચે મૂકું છું. હાથપગ હાલશે એટલે એ પેટ ભરાઈ જશે. હાથ-પગના દાણા અત્યંત સ્વાદિષ્ટ લાગશે. પણ જે હાથપગ હલાવ્યા વગરના માણસ દાણા ખાય છે તેને રોટલી ભાવતી નથી. ચટણી જોઈએ. અથાણું જોઈએ, આ જોઈએ ને તે જોઈએ. ભૂખ હોય તો રોટલો ભાવશે. ભૂખ મહેનતથી લાગે છે.
ઘણા માણસો ઝાડ નીચે નિરાંતે ઊંધે છે અને સાહેબીવાળાને બંગલામાં, તળાઈઓમાં સૂવે તોય ઊંઘ ન આવે. ભગવાને ગરીબોને રોટલાનું અને ઊંઘનું સુખ આપ્યું છે. તવંગરને એ સુખ નથી આપ્યું. એટલે શરીર વડે રોટલા પેદા કરો. હાથે કાંતી કપડું પહેરીએ. ગ્રામઉદ્યોગની ચીજ વાપરીએ. જૂના વખતમાં આપણે વટલાવાની વાત કરતા. વટલાવું એટલે કોઈનું ખાવું તેમ નથી. પણ બીજાની મહેતનનું ખાવું તે વટલાવું. લૂંટવું એ પાપ છે. લૂંટાવું તે પણ પાપ છે. આ બધું જ્ઞાન આપણે લેવું છે. પણ આજની નિશાળો જ્ઞાન પોષક નથી. પોષક બનવું હોય તો ગુણોની આદત પાડવી જોઈએ. અક્ષર ઓળખવા કેળવણી નથી. દુનિયાની ભૂગોળ શીખવી એ કેળવણી નથી. માહિતી છે. માહિતીથી કોઈ વસ્તુ ન મળે તે માટે પ્રયોગ કરવો પડે. પાઠની ચોપડી પાસ કરીએ તો રસોઈ ના થાય. રોટલી કરીએ તે દ્વિપકલ્પ થઈ જાય અને બેટ પણ થઈ જાય. એ તો કેળવણીથી આવડે. નિષ્ણાત કેળવણી આપનાર જોઈએ. ભણાવનારા તો પછીથી પણ મળી રહેશે. આ પણ ભૂદાનનો પ્રકાર છે. શરીરશાસ્ત્રને જાણકાર પાસે શક્તિ દોડતી આવે છે. તેને બોલાવવા જરૂર પડતી નથી. ક્રાંતિને ઓળખનાર પાસે લાભ દોડતો આવે છે. ગરીબો પણ સમજે, માલિકો પણ સમજે. નદી ઉપર છીપા લોકો કપડાં ધોવા જાય છે, જ્યારે પૂર આવવાનું થાય ત્યારે
સાધુતાની પગદંડી
८६
Page #118
--------------------------------------------------------------------------
________________
દાંડી પિટાવે છે.પણ કોઈ લોભી હોય તે ઊંચો થઈને જુએ છે કે હજુ કંઈ પાણી આવતું નથી. આવશે ત્યારે જોઈ લેવાશે. તો એવા માણસો તણાઈ જાય છે. તેમ ભૂમિદાન ચેતવણી આપે છે કે, ચેતજો. નફાનો અર્થ લૂંટ થાય છે. ગજવામાંથી આવે છે. ગજવામાંથી મૂઠી ભરીને લે તો થોડો નફો, વધારે લે તો વધારે નફો. એટલે નફો એટલે લૂંટ છે. આપણે નફો બંધ કરાવવો છે. બધાએ જીવવું છે. હું આ વાત લોકોને કહેવા આવ્યો છું.
જમીન માગું છું તેની સાથે દક્ષિણા માગું છું. એટલે બળદ મળે છે. દક્ષિણા સાથે દાન માગવાનો રિવાજ છે. અલંકૃત કરીને દક્ષિણા અપાય. કન્યાદાન અપાય છે. વૃદ્ધ પિતા નાની કન્યાને દાન આપે છે. એક સભામાં એક જણે કહ્યું, સભામાં જમીન નહિ આપું. મારા ખેતરમાં આવવું પડશે. ત્યાં આપીશું. બે જણ મળ્યા. કંકાવટીમાં કંકુ લઈને સાથે આવ્યો. નવા લૂગડાં પહેરાવ્યાં અને કહ્યું જાવ પેલી જમીનમાં ખેડવા જાવો. બાપ દીકરો હતા. અમે ૧૦ જણ હતા. તે વખેત પેલા માલિકે બંનેને પાસે બોલાવ્યાં. ચાંદલો કર્યો પછી બળદ, હળ આપ્યું અને કહ્યું તમે એ જમીનમાં ખેડો.
સુરતમાં એક જમીનદારે ૧૦ નોકરને ૩૦ એકર જમીનનો ટુકડો આપ્યો. જમીન જાડી-પાતળી હતી એટલે કહ્યું મારા બળદ છે, હળ છે, બી મારે ત્યાંથી લેવાનું. ખર્ચ મારે ત્યાંથી લેવાનો. ખાવાનું મારે ત્યાંથી અને ધાન પકવે તે વેચીને જે પૈસા આવે તે મને આપવાના. બધો ખર્ચ આપતાં જ્યારે પૈસા વસૂલ થાય ત્યારે જમીન એમની થઈ જશે. આવા આવા દાનેશ્વરી મળે છે.
કલ્પના નહોતી એ રીતે અંગ્રેજો ગયા. દીર્ઘ સુત્રીને ખબર પડે. ગાંધીજીને આની ખબર હતી કે એ જવાના જ, તે ગયા પછી રાજાઓ આપણી સાથે બેસી ગયા. આ કંઈ સામાન્ય વાત નહોતી. કોઈના કહેવાથી આ ના બને. નવો યુગ આવ્યો હતો હવે ક્રાંતિ આવી રહી છે. સૌએ મદદ કરવી પડશે. નાના-મોટા સૌ મદદ કરી શકે. પૈસાવાળા પૈસા આપે. જમીનવાળા જમીન આપે, બુદ્ધિવાળા બુદ્ધિ આપે, વિદ્યાર્થીઓ લેસન ના કરે, બાપા કરતાં ડાહ્યા બને. કારણ કે બાપા પેલા યુગમાં જન્મ્યાં છે. આપણે આ યુગમાં જમ્યા છીએ. હમણાં હરિજનબંધુમાં વાંચ્યું કે મુંબઈમાં ૧૮ કરોડની તમાકુ પીવાય છે, ગણો એ કેટલા દેશભક્તો ? અનાજ કેટલું બગાડ્યું અને સાધુતાની પગદંડી
Page #119
--------------------------------------------------------------------------
________________
દીવાસળી સળગાવીને બાળ્યું. આટલું અનાજ વધારે પકવે તો કેટલાને ખાવા થાય ? વિદ્યાર્થીઓ આ વાત સમજે. પૈસા ખર્ચી દીવાસળી ના લાવે અને દીવાસળી ના ચાંપે. ગમે તે માણસને ખાવા જોઈએ. સંયમીને બે વખત ખાવા જોઈએ. પણ વ્યસનની જરૂર નથી. એક જૈન સાધુ મળેલાં ચા પીવે મેં કહ્યું ત્યારે કહે મારે ઘેરથી આવી છે. લૂગડાં બદલ્યાં પણ ટેવ નથી બદલાતી. ત્યારે આપણે કેટલા પામર છીએ. બુદ્ધિ વધે છે ત્યારે આંજી નાખે છે, બેટરી આંખમાં ધરે આંજી નાખીને પછી ગજવામાં હાથ નાખી પૈસા કાઢી લે છે. એવી બુદ્ધિ વધારવા આજે લોકો ભણે છે. આંજી નાખી. પૈસા ફંફોળી કેમ લેવા તે માટે ૧૮૫૭ની ક્રાંતિ કરી હતી. તે અટકી નથી. દેખાવમાં ભલે ના હોય હવે ૧૯૫૭માં ફરી પાછી ક્રાંતિ લાવવી છે. ૧૯૫૭ પછીનો દસકો જોવા જેવો છે. રંટ જોયો છે ? છતે મોઢે ભરાય અને ઊંધે માથે ઠલવાય. તપ કરે તો ભરાય આજે તો મોટા માણસો કેળવણીની નિંદા કરે છે. પણ રૂંવાડુંએ ફરકતું નથી. પણ તેનું કારણ એમના હાથ બંધાયેલા છે. જનમતની શક્તિ વધે તો જ તેમના હાથ છૂટા થાય. સરકારમાં પવિત્ર માણસ છે પગમાં કોથળો હોય અને માણસને બંધાવીને દોડાવીએ તો કેટલું દોડે ? બંધારણ ગમે તેટલું સારું હોય પણ કોથળો છોડે નહિ તો કેમ દોડી શકે. પણ આપણે તો ઊંટના હોઠ જેવું કરીએ છીએ. કંઈક આપે, આપવું એ એની શક્તિ બહારની વાત છે. આપણે જાગીશું તો સરકાર એમની એમ બેસી રહેશે. અને આપણે પ્રગતિ કરી શકીશું. તા. ૯-૯-૧૯૫૪
આજે શેત્રુંજીકાંઠા પ્રાયોગિક સંઘની બેઠક થઈ. તેમાં નીચેના સભ્યો હાજર હતા. રવિશંકર મહારાજ, વજુભાઈ શાહ, દુલેરાય માટલિયા, નાગરદાસ દોશી, કેશુભાઈ ભાવસાર, બાલુભાઈ ભટ્ટ, નરસિંહ ગોધિયા, અમૂલખભાઈ ખીમાણી, આત્મારામ ભટ્ટ વગેરે. તા. ૧૭-૯-૧૯૫૪
સાંજના શ્રી બિમલાબહેન-તાઈ મહારાજશ્રીને મળવા આવ્યાં. આવતી કાલે મૌન હોવાથી ખાસ વાતચીત કરવા સણોસરાનો રાતનો કાર્યક્રમ રદ કરીને આવ્યાં હતાં સાથે વજુભાઈ શાહ, જયાબહેન, જયંતીભાઈ માલધારી વગેરે હતાં.
૮૮
સાધુતાની પગદંડી
Page #120
--------------------------------------------------------------------------
________________
રાત્રે જાહેરસભા નિવાસસ્થાને રાખી હતી. વિમલાબહેન કહ્યું, જ્યાં સંતોની હાજરી હોય ત્યાં મારે શું બોલવાનું હોય ? હું તો મુનિશ્રીને સાંભળવા આવી છું. પણ મહારાજશ્રીએ આગ્રહ કર્યો એટલે પ્રવચન કર્યું. હિંદીમાં બોલ્યાં હતાં. ખૂબ મધુર અને તેજીલાં હતાં. તેમની બોલવાની છટા અને તેમાં નીતરતો પ્રેમ અને આધ્યાત્મિકતા સ્પષ્ટ તરવરતાં હતાં. નમ્રતા, જિજ્ઞાસા, ભાષાની રજૂઆત, ખૂબ સુંદર લાગ્યાં. ભૂદાનનું હાર્દ સમજાવ્યું.
મહારાજશ્રી સાથેની વાતચીતમાં મહારાજશ્રીએ એમને આ પ્રવૃત્તિમાં પડવામાં કયાં બળોએ કામ કર્યું હતું તથા કૌટુંબિક સ્થિતિ વિશે પૂછ્યું. તેમના બાપુજી અકોલામાં રહે છે. પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ છે. સારા વકીલ છે, પાંચ ભાઈઓ છે એક ઇટાલીમાં વિવેકાનંદના શિષ્ય તરીકે રહે છે. એક ભાઈ વિલાયતમાં છે. એક મુંબઈ છે. બેન પણ છે. પોતે ૧૯૫૦માં કૉલેજ છોડી પછી દાદા ધર્માધિકારીનો પરિચય થયો. દાદાએ વિનોબાજીનો પરિચય કરાવ્યો. ત્યારથી ભૂદાનના કામમાં લાગ્યાં છે. પોતે વિલાયત જઈ આવ્યાં છે. ધાર્મિક અભ્યાસ વિશે પૂછ્યું તો હસતાં હસતાં કહ્યું કે ખાસ કંઈ કર્યો નથી. પણ એમના પ્રવચનમાં જણાયું તો ખૂબ અભ્યાસી લાગ્યાં. તા. ૧૮-૯-૧૯૫૪ :
સવારના માલપરાના કાર્યકરો અને વિદ્યાર્થીઓ સાથે વિમલાતાઈનો વાર્તાલાપ રાખ્યો હતો. તેમાં પ્રાર્થનામાં દિલ ન લાગતું હોય તો શું કરવું? ઈશ્વર છે કે નહિ ? વ્યક્તિગત પ્રાર્થના સારી કે સામૂદાયિક ? કૉલેજન, પ્રોફેસરો અને વધુ અભ્યાસીઓનો શબ્દ ભંડાર ઘણો હોય છે. એટલે નવી તાલીમવાળા એનાથી ક્ષોભ પામે છે. લાઘવ ગ્રંથિ બંધાય છે. તો શું સાચું?
તાઈએ જણાવ્યું કે દુનિયામાં દરેક માણસે એક વાત સ્વીકારી છે કે, સચરાચર, એક તત્ત્વ એવું છે કે, જે સતત કામ કરી રહ્યું છે. તેનું નામ તમે ગમે તે આપો કોઈ કહે કે હું નાસ્તિક છું. તો નાસ્તિકતા એ પણ ઈશ્વરનું સ્વરૂપ જ છે. વિષ્ણુ અને ઈશ્વરની વ્યાખ્યા કરતાં તેમણે કહ્યું મરાઠીમાં એનો અર્થ વ્યાપેલું તત્ત્વ થાય છે. મૂર્તિ પણ લોકોએ સ્થાપિત કરેલી શ્રદ્ધાનું પ્રતીક છે. એ પ્રતીક દ્વારા માણસ અમૂર્ત તરફ જવા પ્રયત્ન કરે છે. દરેકની ઈશ્વરની કલ્પના જુદી જુદી હોય છે. કોઈને ઈશ્વર જેવા તત્ત્વો ઉપર શ્રદ્ધા ના હોય અને પ્રાર્થના ના ગમતી હોય તો તે એટલું ધ્યાન
સાધુતાની પગદંડી
૮૦
Page #121
--------------------------------------------------------------------------
________________
કરે કે, આજે સત્ય અને પ્રેમથી જીવવું છે. ક્યાંય જૂઠ દાખલ ન થઈ જાય કોઈની સાથે કજિયો ના થઈ જાય, દ્વેષ ના થઈ જાય, એ માટે આજના દિવસે સતત કાળજી રાખવી. ભૂલ થાય તો સુધારી લેવી આટલું ૧૦-૧૫ મિનિટ એકાગ્રતાથી ચિંતન થાય તોપણ ઈશ્વર પ્રાર્થના થઈ ગઈ.
આપણે બધાં ભેગા મળીને કામ કરીએ છીએ. તો કામ કરવામાં આનંદ આવે છે. કામમાં તેજ વધે છે. તેવું જ સામુદાયિક પ્રાર્થનાનું છે. વ્યક્તિગત કર્મ અને સામાજિક કર્મ પણ હોય છે. ક્વેટામાં ધરતીકંપ થયો ત્યારે બાપુએ કહ્યું, આપણા પાપ છે. અતિવૃષ્ટિ થાય તો કહે છે આપણા પાપ છે. જવાહર જેવાને લાગે કે બાપુ કેવી વાત કરે છે. પણ વાત સાચી છે. સાથે મળીને જે આંદોલન કરીએ તેનું ફળ બધાંને મળે જ છે.
નઈ તાલીમવાળાએ એવું માની લેવાની જરૂર નથી કે પ્રોફેસરો અમારાથી ઊંચા છે. ધનની પ્રતિષ્ઠા આપણે વધારી છે. એટલે આમ બને છે. તેમની પાસે શબ્દો વધારે હશે. પણ તે બોલવાના. તમારે થોડા, પણ આચરવાના છે. તમારું શિક્ષણ જીવનનો એક ભાગ છે. આસામમાં ધરતીકંપ થશે તો નઈતાલીમવાળાનું હૃદય ત્યાં ગમે ત્યાં મદદ માટે દોડી જશે. પણ કૉલેજવાળાને એની કંઈ પડી નહિ હોય. એ એના પગાર ઉપર મુસ્તાક રહેશે. આ પાયાનો ભેદ છે એટલે લાઘવગ્રંથિ રાખવાની કોઈ જરૂર નથી. સવારના ૮-૧૫ વાગ્યે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ સમક્ષ ભૂદાન વિશે પ્રવચન કરીને તેઓ અમરેલી જવા ઊપડી ગયાં.
આજે ભૂજથી ગિરીશ મહેતા આવ્યા હતા. તેમણે કચ્છમાં મજૂર મહાજનને ધોરણે મજૂરોનું કામ ગોઠવવા વિચાર્યું છે.એ અંગે તથા ખેડૂત મંડળ અંગે મહારાજશ્રી સાથે વાતો કરી અને માર્ગદર્શન મેળવ્યું હતું.
તા. ૧૯-૯-૧૯૫૪ :
આજે વાંકાનેરવાળા લલ્લુભાઈ પટેલ અને પરબતભાઈ સાથે કૃષિવિકાસ મંડળ, સહકારી મંડળી અને ગોપાલક મંડળ વગેરે અંગે ચર્ચા કરી. તેમને ભાલનળકાંઠાનાં ધોરણે પ્રવૃત્તિઓ શરૂ કરવાની સમજણ આપી.
ભાવનગરથી ગંગાદાસભાઈ અને વનુબહેન આવ્યાં. સાંજે દેવેન્દ્રભાઈ અને ઘનશ્યામ ઠક્કર ભાવનગર-તારાપુર રેલવે અંગે વાતો કરવા આવવાના
O
સાધુતાની પગદંડી
Page #122
--------------------------------------------------------------------------
________________
છે. માટે સમય ફાજલ રાખવા કહ્યું. પરંતુ કારણવશાત એ નહિ આવે એવો તાર આવી ગયો.
લોકભારતીના બે કાર્યકરો આવ્યા. એમણે રાત્રે કેટલીક વાતો કરી. એક લુચ્ચા માણસને પકડવા માટે પોતાને કોર્ટમાં જૂઠું બોલવું પડ્યું તે માટે તેમણે અશાંતિ રહે છે એ અંગે માર્ગદર્શન માગ્યું. મહારાજશ્રીએ જણાવ્યું કે, તમને જૂઠનો ડંખ રહે છે તે જ સારી વાત છે. હવે જીવનમાં આવો પ્રસંગ આવે ત્યારે આ પ્રસંગ દીવાનું કામ આપશે. તમે શાંતિ માટે ઉપવાસ કર્યો, તે સારું છે. ભવિષ્ય જે ભાઈને સજા થઈ છે તેમને આર્થિક રીતે મદદગાર થવું.
બીજો પ્રશ્ન લગ્નસંબંધી હતો. કાકાને મામા જુદે જુદે ઠેકાણે લગ્ન કરવાનો આગ્રહ રાખે છે. તો શું કરવું ? મહારાજે કહ્યું કે તમારી ઇચ્છા જ લગ્નની હોય તો પાત્ર જોઈને બંનેને સંમત કરી પછી લગ્ન કરવાં. રૂઢિને તાબે ન થવું. તા. ૨૦-૯-૧૯૫૪ :
આજે ભાલમાંથી ખસ્તાના કેશુભાઈ, ધોળીથી કેશુભાઈ કાળુભાઈ અને અડવાળથી રાવજીભાઈ પટેલ, હમીર પગી અને બીજા એક પગી સાથે મહારાજશ્રીને મળવા આવ્યા. ધોળીમાં જે કુસંપ હતો તે વાસણાના મહારાજે દૂર કરાવ્યો છે. ધંધૂકા જિન અને પ્રેસ અંગે લોકોને અસંતોષ બાબત વાતચીત થઈ. જિનની કારોબારી અહીં બોલાવવા વિચાર્યું. એ અંગે હરિભાઈ ઉપરનો પત્ર લખી આપ્યો. તા. ૨૧-૯-૧૯૫૪ :
આજે નવલભાઈ શાહ અને સુરાભાઈ ભરવાડ મળવા આવ્યા. તેમણે બેંક અંગે, સઘન યોજના અંગે અને જિન અંગે તથા સુરાભાઈના પ્રશ્ન અંગે વાત કરી. તા. ૨૨-૯-૧૯૫૪ :
ઢેબરભાઈ અને દયાશંકરભાઈની સૂચનાથી ભાવનગરથી ડૉ. દસ્તુર મહારાજશ્રીને તપાસવા આવ્યા. શરીર તપાસું સ્ક્રીનિંગ કર્યું અને ફોટો પણ લીધો, બધું તપાસીને તેમણે કહ્યું કે કોઈ ચિંતા કરવા જેવું દર્દ નથી. સાધુતાની પગદંડી
Page #123
--------------------------------------------------------------------------
________________
ટી.બી.ની બીક ન રાખશો. ફક્ત ઉપવાસ અને ઘી, દૂધ છોડવાનું આવે તેવા પ્રયોગ ના કરવાની વિનંતી કરી. તા. ૨૩-૯-૧૯૫૪ :
આજે ડૉ. રસિકભાઈ વૈદ અમદાવાદથી આવ્યા. તેમણે મહારાજશ્રીનું શરીર તપાસ્યું. કફ ઓછો થયો છે. એમ જણાવ્યું. તેમણે ચરકના સિદ્ધાંતો વિશે સુંદર વાતો કરી. તેઓ ડૉક્ટરો જેને ક્ષય કહે છે તેને તેઓ માનતા નથી. ક્ષય થયેલો કોઈપણ માણસ જીવતો જ નથી. ગળફામાં લોહી આવે છે તે સાચું લોહી નથી હોતું. પણ પિત્તનો પ્રકાર હોય છે. ફોટામાં જે ડાઘ દેખાય છે તે કફનો ડાઘ હોય છે. ક્ષયની નિશાનીમાં બધાં જ અંગોનો ઘસારો શરૂ થાય છે. વિકાસ અટકી જાય છે. તા. ૨૭-૯-૧૯૫૪ :
આજે અને આવતીકાલે બે દિવસ માટે લાઠી અને અમરેલી વિભાગના ખેડૂત આગેવાનોનું સંમેલન રાખ્યું હતું. જમવાની વ્યવસ્થા ગામના ખેડૂતોએ ઉપાડી લીધી હતી. લગભગ ૪૬ ગામના આગેવાનોએ હાજરી આપી હતી. તેમાં પ્રથમ માટલિયાએ ભાલનળકાંઠાના ખેડૂત મંડળની દૃષ્ટિ સમજાવી હતી. ત્યારબાદ મહારાજશ્રીએ પ્રથમ ભૂદાનનું મહત્ત્વ અને પછી કોંગ્રેસ અને ખેડૂત મંડળના સંબંધો કયાં તેનો સમન્વય અને કયાં સ્વતંત્રતા વગેરે સમજાવ્યું હતું. ગામનિયોજનના સાત અંગો ફરજિયાત બચત, લવાદી અને ગ્રામ ઉદ્યોગને ટેકો આ બધું સમજાવ્યું હતું. પછી જે ઠરાવો ઘડાયા હતા તે વાંચી સંભળાવ્યા. અને સર્વાનુમતેથી પસાર થયા હતા. ઢસાવાળા વાઘજીભાઈને પ્રમુખસ્થાને ચૂંટી કાઢ્યા હતા. તળિયાના ભાવ સંબંધી સારી ચર્ચા ચાલી હતી. આનાવારી પ્રથા સામે પણ ફેરફાર કરવાની ચર્ચા થઈ હતી. તા. ૨૯-૯-૧૯૫૪ :
ખેડૂત સંમેલનને ફૂલજીભાઈએ પોતાની દષ્ટિ અને ખેડૂતોને ખેતીનો પોતાનો અનુભવ કહી સંભળાવ્યો હતો. ખેડૂતોને એમની વાતોમાં ખૂબ રસ આવ્યો હતો. ફૂલજીભાઈના ભાપણ પછી કુંડલાનું જે બંધારણ હતું તે અહીં પણ લાગુ પાડવાનું હતું. તેને એક પછી એક ઠરાવ મૂકીને તેની ઉપર ચર્ચા કરી પસાર કરવામાં આવ્યું.
સાધુતાની પગદંડી
Page #124
--------------------------------------------------------------------------
________________
આગલી રાતે અમૂલખભાઈ, માટલિયા અને નરસિંહભાઈ સાથે ઢસા પ્રકરણ અંગે વાતો થઈ.
ફૂલજીભાઈ રોકાયા હતા. એમણે બેંક અંગે અને જિન અંગે વાતો કરી. અહીં તા. ૧૫ થી ૨૧ સુધી બધા કાર્યકરોને મળવાનું ગોઠવ્યું. અહીંના ખેડૂતો રાત્રે આવ્યા અને ફૂલજીભાઈ રોકાય અમારે મંડળનું કામ વ્યવસ્થિત કરી નાખવું છે તેમ આગ્રહ કર્યો. ફૂલજીભાઈ અને માટલિયા બંને ગયા. સભા થઈ તેમને બધું સમજાવ્યું. આખા ગામને સાથે લેવું જોઈએ અને માત્ર લાઠીનું જ નહિ, પણ સમગ્ર પ્રદેશને સાથે લઈને ચાલવું જોઈએ એમ સમજાવ્યું. તા. ૨-૧૦-૧૯૫૪ :
આજે બાપુજીનો જન્મદિવસ હોઈ હરિજન સપ્તાહનો પ્રથમ દિવસ હતો. એ પ્રસંગે શિક્ષકો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, નાગરિકો અને અધિકારીઓનું એક સરઘસ નીકળ્યું હતું. તે ફરીને હરિજન વાસમાં સવારના સભાના રૂપમાં ફેરવાઈ ગયું. તેમાં મહારાજશ્રીએ સુંદર પ્રવચન આપ્યું હતું. નાગરિકોની હાજરી બહુ ઓછી હતી. દુ:ખની વાત તો એ હતી કે, જેમને માટે આ બધું હતું તે હરિજનો પણ બહુ જૂજ સંખ્યામાં હાજર હતા. ભંગી બે જણ હતા. જાણે કોઈને કંઈ પડી જ નથી એમ લાગતું હતું. આ ઉપરથી ક્યારે આ પ્રશ્નનો નિકાલ આવશે ? મહારાજશ્રીએ પ્રવચનમાં ખૂબ ચિંતા વ્યક્ત કરી હતી. બપોરના ખાદી કાર્યાલયમાં ખાદી કામની રોજીના પ્રમાણમાં કાર્યાલયમાં બચત થયેલી રકમની વહેંચણીનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં વાસણો પણ વહેંચાયાં હતાં. તા. ૫-૧૦-૧૯૫૪ :
વિરમગામવાળા પરષોત્તમદાસ પરીખ મળવા આવ્યા. ખાસ કરીને પોતાની આધ્યાત્મિક ભૂખ અને સેવાકાર્ય એ બેનો મેળ કેવી રીતે પાડવો તે અંગે ચર્ચા કરી. મહારાજશ્રીએ ખેડૂત મંડળની પ્રવૃત્તિનો ખ્યાલ આપ્યો. આ પ્રવૃત્તિ એવી છે કે સત્તાથી દૂર રહેવાય અને કંઈક કર્યાનો સંતોષ મળે. ભાવિ પ્રજાને પણ સારો દાખલો મળે. તેમને આ વાત ગમી છે. બીજી વાત લોકલબોર્ડના વહીવટમાં પડતી મુશ્કેલીની કરી. અમલદારો દિલ દઈને
સાધુતાની પગદંડી
૯૩
Page #125
--------------------------------------------------------------------------
________________
કામ કરતા નથી. જેથી મજૂરોના અને કામના પ્રશ્નો ઊભા થાય છે. જયંતીભાઈ ધોળકાવાળાની દીકરી ગીતા મળવા આવી હતી. તા. ૭-૧૦-૧૫૪ :
માટલિયાભાઈ અને જાદવજીભાઈ મોદી આવ્યા. સાથે કાળુભાઈ વારિયા સાથે હતા. આનાવારી અને બીજા મૂળભૂત પ્રશ્નો વિશે ચર્ચા થઈ. તા. ૮-૧૦-૧૯૫૪ઃ
આજે હરિજનયાત્રા આવવાની હતી. એનું હરિજન વાસને નાકે સ્વાગત થયું. પછી સરઘસ ગામમાં થઈ અન્નક્ષેત્રના મંદિરે આવ્યું. અહીં હરિજન પ્રવેશ ખૂબ પ્રેમથી થયો. મંદિરમાં ભજન-કીર્તન થયાં. ટ્રસ્ટીઓએ આવકાર આપ્યો અને મુનિશ્રીએ સુંદર પ્રવચન કર્યું હતું. તે પછી તાલુકાનું હરિજન સંમેલન ભરાયું હતું. એમાં મહારાજશ્રીએ હાજરી આપી. જાદવજીભાઈ, કલેક્ટર અને બીજા ઘણા સવર્ણો તેમજ હરિજન કાર્યકરો હાજર હતા. પ્રથમ માટલિયાએ બે-ત્રણ પ્રશ્નો રજૂ કર્યા. (૧) હરિજનો માટે જે મંદિર કે કૂવો ખુલ્લો મુકાય તેમાં કાયમ જવાનું ચાલુ રાખે. એમાં ભંગી પણ આવતા હોય, વણકરોની નાતનો ધંધો હોય છે. તો આવા કાર્યમાં નાત છૂટ આપે જે કોઈ આવું કરતું હોય તેને ધન્યવાદ આપે. ઢેઢ-ભંગીના ભેદ દૂર થાય. જાદવજીભાઈએ વિવિધ રીતે આ પ્રશ્નોની છણાવટ કરી હતી. સરકારી કાનૂનોનો ખ્યાલ આપ્યો હતો. નાતબહાર કોઈને મૂકી શકાતા નથી. મહારાજશ્રીના પ્રવચન પછી કેટલાંક હરિજન ભાઈ-બહેનોએ મુડદાલ માંસ નહિ ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી.
ત્યારબાદ પ્રીતિભોજન ગોઠવાયું હતું. તેમાં કલેક્ટર, ન્યાયાધીશ, મહાલકારી, બહારગામના અને ગામના સવર્ણો, હરિજનો, ભંગી વગેરેએ ભાગ લીધો હતો. વાતાવરણ સુંદર જામ્યું હતું.
રાત્રે પ્રવચન વખતે મહારાજશ્રીએ હરિજનોને હૃદયપૂર્વક અપનાવવા અપીલ કરી હતી. સત્તા કરતાં પ્રજા ઘડતરથી હરિજન પ્રશ્ન ઉકેલવા આગ્રહ કર્યો હતો. દિવસે કેટલાક હરિજન કાર્યકરો મળવા આવ્યા હતા. તા. ૯-૧૦-૧૯૫૪ :
બપોરના શિક્ષકભાઈઓની મિટિંગમાં હાજરી આપી હતી. ૯૪
સાધુતાની પગદંડી
Page #126
--------------------------------------------------------------------------
________________
બપોરના કલકત્તાથી વાંકાનેરવાળાં હેમકુવરબહેન અને બે બહેનો દર્શને આવ્યાં હતાં. તેમણે ભૂદાનમાં સોનાની એક બંગડી આપી હતી. આજે અંબુભાઈ ને કમળાબહેન આવ્યાં. રાત્રે અહીંના ઠાકોર સાહેબના ભાઈ કુમારશ્રી મંગલસિંહજી અને બીજા બે જણા મહારાજશ્રી અને તેમની આ પ્રવૃત્તિની વિચારસરણી જાણવા આવ્યા. મહારાજશ્રીએ ટૂંકમાં દીક્ષા લીધી ત્યારથી આજ સુધીનું પોતાનું કાર્યચિત્ર રજૂ કર્યું. એમને ઘણો આનંદ થયો. તા. ૧૪-૧૦-૧૫૪ :
આજે કુરેશીભાઈ અને વિરમગામ તાલુકાના ત્રણ ચાર ખેડૂતો આવ્યા. ખેડૂતોએ જે જરાકેનાલની કેટલીક વાતચીત કરી ને સાંજના ગયા. તા. ૧૫-૧૦-૧૯૫૪ :
સવારના છોટુભાઈ અહિંસાનો વિજય થાઓ, સત્યનો વિજય થાઓ એવાં સૂત્રો પોકારતા ભાલ નળકાંઠાના ૮૦ ખેડૂતોનું જૂથ લઈને આવ્યા. કાર્યકરો પણ આવ્યા હતા. આજે ધંધૂકા કોટનસેલની મિટિંગ હતી. તેમાં મહારાજશ્રીએ અનેક પ્રશ્નો ધાર્મિક રીતે ચર્યા. બાબુભાઈ મોદી જિનવાળા પણ આવ્યા હતા. તેમણે તથા લજીભાઈએ કેટલાક વિચારો રજૂ કર્યા હતા. સાંજે બધાં ઠાકોર સાહેબના બંગલાનાં ચિત્રો જોવા ગયા હતા. તા. ૧૬-૧૦-૧૯૫૪ :
આજે ભાલનળકાંઠા ખેડૂત મંડળની મધ્યસ્થ પ્રતિનિધિ મંડળની સભા મળી. તેમાં સહકારી પ્રવૃત્તિ પાછળની મહારાજશ્રીની દૃષ્ટિ સરકાર અવરોધે અને લોકાનું મુખ કઈ તરફ છે, એ અંગે સારી રીતે વાતો થઈ. સરકાર જો પ્રાયોગિક સંઘનું કે ખેડૂતમંડળનું પ્રતિનિધિત્વ ન સ્વીકારે તો લડત આપવી કે સોસાયટી રજિસ્ટર કરાવીને પછી લડવું, એ વિશે વાત થઈ. તા. ૧૮-૧૦-૧૫૪ :
આજે કુતિયાણાથી અરવિંદભાઈ જે. મહેતાએ સંપત્તિ દાનમાં રૂ. ૭૫નો મનીઓર્ડર મોકલ્યો હતો અને હેમકુંવરબહેનવાળી સોનાની બંગડી નરસિંહભાઈ સાથે રાજકોટ મોકલી આપી.
સાધુતાની પગદંડી
૯૫
Page #127
--------------------------------------------------------------------------
________________
તા. ૧૧-૧૧-૧૦૫૪ : લાઠી
લાઠીમાં સાડાચાર માસનું ચાતુર્માસ આજે પૂરું થયું. ગઈકાલે રાત્રે મહારાજશ્રીએ ચાતુર્માસ દરમિયાન બનેલા પ્રસંગોનું અવલોકન કરતું પ્રવચન કર્યું. વિદ્યાર્થીઓએ બહુ સારો રસ લીધો. સતત ચાર મહિના તેઓ સેવા આપતા રહ્યા. તેમના પ્રેમનો ઉલ્લેખ કર્યો. માનવતાના વિષય ઉપરના પ્રવચનો, વ્રતો વિશેના વિચારો, પર્યુષણ વ્યાખ્યાનો, ખેડૂત સંમેલન, ભાલનળકાંઠાના કાર્યક્રમો અને ખેડૂતોનું અઠવાડિયાનું સંમેલન, હરિજન સંમેલનો છેલ્લે ભંગી સંમેલન, આ બધી પ્રવૃત્તિઓ થઈ. આ પ્રવૃત્તિઓમાં જાણે અજાણે કોઈને કંઈ કહેવામાં દુ:ખ લાગ્યું હોય તો એ બદલ ક્ષમા યાચી સ્થાનકવાસી સમાજનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, તેમને અંદેશો રહે એ બનવા જોગ છે. પણ જ્યાં સામી વ્યક્તિમાં પ્રેમ અને નમ્રતા હશે. ભૂલ જોવાની ખેવના હશે તો વહેલો મોડો, પ્રેમ મળે છે.
સવારના છ વાગ્યાથી ભાઈ-બહેનો વિદાયમાન આપવા એકઠાં થવા લાગ્યાં. ૭-૪૫ મિનિટે સભા થઈ. તેમાં ગામ તરફથી સોની ભાઈએ વૈર્યચંદ્ર બુદ્ધ અને રામજીરામભાઈએ મહારાજશ્રીનાં સંસ્મરણો યાદ કરી, લાઠી ચોમાસું કરવા બદલ આભાર માન્યો. છોટુભાઈએ ભાલનળકાંઠાના સેવક તરીકે ગામનો આબાર માન્યો. છેવટ મહારાજશ્રીએ ગામના પ્રેમનો ઉલ્લેખ કરી. કોઈને કોઈ પ્રસંગ ઉપર દુઃખ થયું હોયતો ક્ષમા યાચી છેલ્લે
આવો ઉડીએ. પંખીડા પ્રેમની પાંખે રે...' એ ગીત ગાઈ સૌ છૂટા પડ્યાં. કેટલાક લોકો ઘણે દૂર સુધી આવ્યા હતા.
પ્રવાસનો પ્રારંભ તા. ૧૧-૧૧-૧૯૫૪ : પીપલવા
લાઠીથી વિહાર કરી અને પીપળવા આવ્યાં. અંતર છ માઈલ હશે. ઉતારો ગ્રામપંચાયતમાં રાખ્યો હતો. અમારી સાથે મહાલકારી વિકાસ અધિકારી, કેટલાક વિદ્યાર્થીઓ, કેટલાક ભાઈઓ અને રંભાબા વગેરે હતાં. વચ્ચે નાના રાજકોટ ગામ આવ્યું. ત્યાંના લોકોએ પ્રેમપૂર્વક સ્વાગત કર્યું હતું. તા. ૧૧-૧૧-૧૯૫૪ : ઢસા સાંજના ઢસા આવ્યા. ગામ લોકો દૂર સુધી સામે આવ્યા હતા. ઉતારો
સાધુતાની પગદંડી
Page #128
--------------------------------------------------------------------------
________________
ગેસ્ટહાઉસમાં રાખ્યો હતો. રાત્રે લાઠીથી કેટલાક ભાઈઓ મળવા આવ્યા હતા. તા. ૧૨-૧૧-૧૯૫૪ ઃ જાળિયા
ઢસાથી જાળિયા આવ્યા. અંતર સાડા છ માઈલ. ઉતારો મંદિરમાં રાખ્યો. ગામે ભજનમંડળી સાથે સ્વાગત કર્યું. મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું. તા. ૧૨-૧૧-૧૯૫૪ : રંગોળા
જાળિયાથી ૩-૦૦ વાગ્યે નીકળી રંગોળા આવ્યા. અંતર છ માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. રાત્રે પ્રાર્થના પછી સભા રાખી નહોતી. તા. ૧૩-૧૧-૧૯૫૪ : સણોસરા
રંગોળાથી સણોસરા આવ્યા. અંતર આઠ માઈલ. ઉતારો ગૌશાળામાં રાખ્યો હતો. અહીં અખિલ ભારત નઈ તાલીમ સંઘનું સંમેલન ભરાયું હતું. તેમાં હાજરી આપવા અમે સૌ ચાતુર્માસ પૂરું થયા પછી બહુ ઝડપે અહીં આવી ગયા. રાષ્ટ્રપતિ આવવાના હતા એટલે રસ્તે લોકોના ટોળેટોળાં આવતાં હતાં. છોટુભાઈ વ્યવસ્થા માટે આગળથી આવી ગયા હતા. કુંડલાના અને બીજા કાર્યકરોએ સામે આવી સ્વાગત કર્યું.
અમોને સન્માનિત અતિથિના પાસ મળ્યા હતા. ભોજન પાસ પણ મળ્યા હતા. બપોરના રાષ્ટ્રપતિ આવવાના હતા. મહારાજશ્રી થોડા વહેલા જઈને બેઠા. ત્યાં પંડિત સુખલાલજી સાથે થોડી વાતો કરી. પરમાનંદ કાપડિયા પણ મળ્યા અને બીજા ઘણાં કાર્યકરો મળ્યા. મહારાજશ્રી પ્રધાનો અને મુખ્ય આગેવાનોના બ્લોકમાં બેઠા હતા. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ મહારાજશ્રીએ હાજરી આપી હતી. તા. ૧૪-૧૧-૧૯૫૪ :
સવારમાં કાકાસાહેબ કાલેલકર મળવા આવ્યા. તેમણે પ્રથમ તો મહારાજશ્રીને આગ્રહ કર્યો કે આપે ચાલવાના નિયમની મર્યાદા હવે ન રાખવી જોઈએ. પ્રસંગ પડે તો વાહનનો ઉપયોગ કરવો જોઈએ. બહારનો પ્રચાર પણ જરૂરી છે. વિનોબાજીને પણ મેં આગ્રહ કરેલો કે, પગે ચાલો પણ નિયમ ન કરશો. દવા માટે પણ મેં કહેલું કે જેણે સેવાધર્મ સ્વીકાર્યો
સાધુતાની પગદંડી
Page #129
--------------------------------------------------------------------------
________________
છે તેણે દવા પણ લેવી જોઈએ. વાહન પણ વાપરવું જોઈએ. મહારાજશ્રીએ કહ્યું કે આપની વાત સાચી છે, પણ એ માટે બે વર્ગ જોઈશે. એક વર્ગ વ્યાપકતાનું કામ કરશે, બીજો વર્ગ ઊંડાણનું કામ કરશે. વિશંકર દાદા, નવલભાઈ, માટલિયા અને બીજા કાર્યકરો હાજર હતા.
દાદાએ કાકાને પૂછ્યું, કોંગ્રેસ એ વાડો ખરો કે નહિ ? કાકાસાહેબે કહ્યું, હું એનો સભ્ય થયો છું. એમાં જઈને વાડો તોડવો છે. સંતબાલજી કોંગ્રેસને ટેકો આપે છે એને હું પસંદ કરું છું. આજે કોઈપણ સંસ્થા સારી હોય તો કોંગ્રેસ છે. કોંગ્રેસ પછીનું સ્થાન સમાજવાદીઓ લઈ શકશે નહિ. કમ્યૂનિષ્ટોનો મને ડર નથી. કોમ્યુનિઝમવાળા આવશે એટલે સૌએ કોંગ્રેસને જ ટેકો આપવો જોઈએ. સર્વસેવા સંઘનું નામ આપનાર પણ હું છું. એ ભાઈઓ પણ સમજે.
દાદાએ કહ્યું, કોંગ્રેસમાં કોમવાદ પેસે છે તેનું શું ? પંડિતજી, ગાડગીલ કે બીજાઓ સેક્રેટરી પોતાની જ કોમના રાખે છે. એને હું કોમવાદ જ કહું છું. સંતબાલજીએ કહ્યું રચનાત્મક કામ કોંગ્રેસથી ઊંચું છે. એમ માનતા હોઈએ તો રચનાત્મક કામ કોંગ્રેસમાં સમાવવું જોઈએ.
સાર એ હતો કે મહારાજશ્રીના વિચારો સાથે તેઓ સહમત હતા. કાકાએ કહ્યું એક ભાઈએ તેમને નીચા નમીને વંદન કર્યા. તેમણે કહ્યું આ શું કરો છો ? કોઈને નમવું હોય તો એકલા હોઈએ ત્યારે આ રીતે વંદન કરવાં. ૧૫-૨૫ લોકોની સામે એક જણ આ રીતે નમે તો બીજાને ન નમ્યાનો ક્ષોભ થાય. એટલે માથું નમાવવું કમર ન નમાવવી. એવી સલાહ આપી.
કાકાસાહેબના ગયા પછી શ્રીમનનારાયણ અગ્રવાલ જેવો સાથે આવ્યા હતા તેઓ મહારાજશ્રીની ઇચ્છાથી રોકાયા. તેમણે ઘણી પાયાની વાતો કરી. ગ્રામનિયોજનની મહારાજશ્રીની કલ્પના તેમને ગમી. તેઓ માને છે કે, કોંગ્રેસની સ્થાનિક ચૂંટણીઓમાં પણ રચનાત્મક કાર્યકરોને નોમિનેટ કરવા જોઈએ. મહારાજશ્રીએ પંચાયતોમાં પણ તેમ કરવા આગ્રહ કર્યો. વેજિટેબલ (ઘી) બાબતમાં તેમણે કહ્યું. પંડિતજી વેજિટેબલના ટેકેદાર નથી. પણ તેઓ એવું માને છે કે એનાથી નુકસાન નથી. અને લોકો માગતા હોય તો પછી વિરોધ શું કામ કરવો. ભેળસેળ અટકાવવા બાબતમાં રંગ
સાધુતાની પગદંડી
८८
Page #130
--------------------------------------------------------------------------
________________
હજુ સુધી મળી શક્યો નથી. ડૉ. ભટ્ટનાગર વિશે લોકો જુદી જુદી વાતો કરે છે. ‘કારખાનેવાલોસે મિલતા જુલતા રહેતા હૈ' વગેરે કહ્યું પણ પંડિતજીની પાસે બીજો કોઈ વૈજ્ઞાનિક નુકસાન સાબિત કરે, અગર રંગ બતાવે. આમ ન બને તો એક પદવી પામેલા માણસના મંતવ્યનો કેમ ઇન્કાર કરી શકે ? વેજિટેબલ બંધ થાય તો ને મશીનરી નકામી ન પડે, એમ કામદારો બેકાર પણ ન બને. કેમકે સિર્ફ થીજવવાની ક્રિયા જે મશીનનો નાનો ભાગ કરે છે તેટલું જ નુકસાન થાય. મહારાજશ્રીએ કહ્યું નફો જાય ને ? તેમણે હા કહી.
સતીષબાબુએ રંગ શોધ્યો. પણ ગરમ કરવાથી ઊડી જાય છે. બીજો શોધ્યો તે પસંદ નથી. ભટ્ટનાગર અને સતીષબાબુ બંને સમન્વય નથી કરી શક્યા એટલે સરકાર શું કરી શકે ? બીજી કેટલીક વાતો કરીને તેઓ છૂટા
પડ્યા.
તા. ૧૫-૧૧-૧૯૫૪ :
બપોરના આશાદેવી આર્યનાયકમ મળવા આવ્યાં. તેઓ દેખાવમાં સામાન્ય લાગે પણ એમની વિદ્વતા ઘણી ઊંડી છે. તેમણે કહ્યું કે, મારા પિતાજી કાશીની વિદ્યાપીઠમાં જૈનત્ત્વના પ્રોફેસર હતા. મેં પણ થોડુંક જૈનત્વનો અભ્યાસ કર્યો છે. તેમની સાથે મહારાજશ્રીએ કેટલીક વાતો કરી. તેમાં ભૂમિદાન સાથે ગ્રામસંગઠનને જોડવાની અને રાજકારણને પણ સાથે લેવાની વાત કરી.
એક સ્કેન્ડીનેવીયન બહેન મળવા આવ્યાં. એમણે પગે મુસાફરી કરવાનું સાંભળીને આશ્ચર્ય અનુભવ્યું. તેમને સમજાવ્યું કે પગે ચાલવાથી અને ઘે૨ ઘેર ભિક્ષા માગવાથી લોકસંપર્ક સારો થાય છે. અને સ્વાવલંબી રહેવાય છે. તેમને વિશ્વવાત્સલ્યનું ધ્યેય સાંભળી આનંદ થયો.
પંડિત સુખલાલજી અને પરમાનંદ કાપડિયા મળવા આવ્યા. એમણે મુહપત્તી છોડી દેવાની વિનંતી કરી. બીજી પણ કેટલીક વાતો થઈ. ત્યારબાદ મહારાજશ્રીએ સંમેલનમાં હાજરી આપી. આજે સંમેલનની પૂર્ણાહુતિ થઈ.
રાત્રે મધ્યભારતના કેટલાંક રાષ્ટ્રીય વિચારના ભાઈ-બહેનો મળવા આવ્યાં. તેમની સાથે જૈનધર્મની ક્રાંતિ વિશે ઠીક ઠીક વાતો થઈ. ૨૦ સાધુતાની પગદંડી
2)
Page #131
--------------------------------------------------------------------------
________________
કુટુંબોએ પડદો છોડ્યો છે. ત્યારબાદ ખેડૂત પરિષદવાળા ભગવાનજીભાઈ અને બીજા ભાઈઓ સાથે ખેડૂત સંગઠન અંગે વાતો કરી. તા. ૧૬-૧૧-૧૯૫૪ :
વેડછી આશ્રમના વિદ્યાર્થીઓ અને મઢી છાત્રાલયનાં બહેનો વચ્ચે વાતચીત ગોઠવાઈ હતી. પ્રથમ જુગતરામભાઈએ મહારાજશ્રીનો પરિચય આપ્યો. અને કાર્યકરોનો પરિચય કરાવ્યો. મનુભાઈ પંડિત સાથે જ હતા. તેઓ સેવાગ્રામ રહી આવેલા તેથી ઘણાનો સંપર્ક કરવામાં કડીરૂપ બનતા હતા.
મહારાજશ્રીએ કહ્યું કે, રાનીપરજ અને બીજી પ્રજા વચ્ચે જે ભેદભાવ પડી ગયો છે એને દૂર કરવા પ્રયત્ન કરવો પડશે. માનવ માનવ વચ્ચે ભેદ હોય જ નહિ. સ્ત્રી-પુરુષ વચ્ચેનો ભેદભાવ ન હોવો જોઈએ. સૌ એક પિતાના સંતાન છે. ગઈકાલે સ્વીડનના એક બહેન મળવા આવેલાં. મહારાજશ્રીએ તેમને પૂછ્યું કે ભારત પ્રત્યે તમારા દેશની પ્રજાનો શો ખ્યાલ છે. તેમણે કહ્યું, અમે ભારત પ્રત્યે બહુ આદરથી જોઈએ છીએ.
આપણે પ્રતિષ્ઠા કોને આપીએ છીએ. એક ભણેલું ગણેલું અને નિરક્ષર બાળક આવે તો કોને માન આપશું ? ભણેલું કે સારું દેખાતું બાળક તરફ જોઈશું. આપણે આમાં ફેરફાર કરવાનો છે. રાનીપરજ કહેવાય છે તે કોમમાં કેટલી શક્તિ છે તે તમો જોઈ શકો છો. પ્રેમની સત્તા જ સાચી સત્તા છે. આ બધી વાતો તમને મોટી લાગશે પણ ભવિષ્યમાં તમે મોટા થશો ત્યારે તે ઉપયોગી થશે. હું પ્રેમને મહત્ત્વ આપવા માગું છું. બળને મહત્ત્વ આપવા માગું છું. સાદાઈને મહત્ત્વ આપું છું. મોજશોખને મહત્ત્વ આપતો નથી. ભણેલાગણેલા કરતાં જે મારાથી નાના છે તેને મારો હાથ આપું છું કે નહિ એનું બરાબર ધ્યાન રાખજો. બી વાવવું હોય તો જમીનને બરાબર તૈયાર કરવી જોઈએ. નઈતાલીમ તો જ ચાલશે જો વાતાવરણ અનુકૂળ હશે.
સાંજના વજુભાઈ શાહ અને જયાબહેન મળવા આવ્યાં. લોકભારતીના વિદ્યાર્થીઓ પણ મળ્યાં. છેલ્લા નાગરદાસભાઈ દોશી આવી ગયા. ગ્રામસંગઠન અને ઢસા પ્રકરણ અંગે વાતો કરી. ઢસા પ્રકરણમાં છેટે એ વિચાર્યું કે મહારાજશ્રી સૌરાષ્ટ્ર છોડે ત્યાં સુધીમાં જેમ જેને અન્યાય લાગતો હોય તેવા મિત્રો ઉપવાસ વગેરે કરે. યોગ્ય ખેડૂતો પણ એમાં ભળે. અને ૧૦૦
સાધુતાની પગદંડી
Page #132
--------------------------------------------------------------------------
________________
છેવટે ખેડૂતોને કોર્ટમાં જવું પડે તો પછી એમને રોકે નહિ. નૈતિક મદદ કરે. માટલિયાભાઈએ ભક્તિબાને એક પત્ર લખ્યો છે.
તા. ૧૭, ૧૮-૧૧-૧૯૫૪ : પરવાડા
સણોસ૨ાથી નીકળી પરવાડા આવ્યા. નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી, લલ્લુભાઈ શેઠ, વજુભાઈ શાહ, વિદ્યાર્થીઓ વગેરે વિદાય આપવા આવ્યા હતા. અંતર દસ માઈલ હતું. ઉતારો એક જૈનના મકાનમાં રાખ્યો હતો. ગામે સ્વાગત કર્યું.
તા. ૧૯, ૨૦-૧૧-૧૯૫૪ : રાજપીપળા
પરવાડાથી નીકળી ઇંગોરાળા ગામના આગ્રહથી થોડું રોકાયા હતા. ત્યાંથી રાજપીપળા આવ્યા. અંતર છ માઈલ. ઉતારો સરકારી ઉતારામાં રાખ્યો હતો. અહીંની સભામાં બોલતાં મહારાજશ્રીએ જણાવ્યું કે, જુદા જુદા ધર્મો ઊભા થયા છે. એના મૂળમાં ઘણાં કારણો છે. કક્ષાભેદને લીધે જુદા ધર્મ ઊભા થાય છે. એકબીજા સાથે મતમતાંતર થાય છે ત્યારે તેમાંથી નવો ધર્મ ઊભો થાય છે. ખરી રીતે ધર્મમાત્રની ઉત્પત્તિ પોતાના અને સમાજના વિકાસ માટે હોય છે. પણ એમાં બીજા પણ કારણો ઊભાં થાય છે. જો એમ માનીએ કે, જુદા જુદા ધર્મની જરૂર નથી. સત્ય એ જ ધર્મ. એમ કરવાથી ચાલે ખરું. પણ વ્યક્તિને ચાલે, સમાજને ન ચાલે. પાંચ વ્યક્તિ ભેગી થાય તેમ જુદી જુદી રુચિઓ અને તેઓના કારણ દરેક પોતપોતાની રૂઢિ માન્યતા ધરાવવાનો જો એક મત હોય તો ઝઘડો વધે પણ જુદાં જુદાં પગથિયાં આપ્યાં હોય તો સમન્વય કરીને ચાલે.
જેમ વ્યક્તિગત જીવનમાં ધર્મના મૂળભૂત તત્ત્વો મદદ કરે છે એમ સમાજ જીવનમાં સાંપ્રદાઈક તત્ત્વો મદદ કરે છે. આ વાત સમજી લઈશું તો વાડાના ઝઘડા મટી જશે. વ્યક્તિ ગમે તેટલી ઊંચી હોય પણ જો સમાજને સાથે લઈને નહિ ચાલે તો કામ નહિ થાય. એટલે આ દેશની અંદર એ વિશેષતા રહી કે વ્યક્તિધર્મ અને સમાજધર્મ પણ રહ્યો એને સ્મૃતિશાસ્ત્ર કહો કે સંગશાસ્ત્ર કહો. સવાલ એ થાય છે કે, આજની દુનિયામાં સાંપ્રદાયિક ધર્મો તેજ વગરના થઈ ગયા છે. કારણ એ છે કે તેજસ્વી વ્યક્તિઓને અપનાવે નહિ તો તેમનું તેજ સમાજને મળતું નથી. ન્યાતી ભવિષ્યકાળનું શાસ્ત્ર અજમાવાય છે.
સાધુતાની પગદંડી
૧૦૧
Page #133
--------------------------------------------------------------------------
________________
વાનપ્રસ્થીઓની સંસ્થાઓએ સમાજને ઘણું આપ્યું છે. વાલ્મીકીજીએ રામાયણ આપ્યું, વ્યાસજીએ મહાભારત આપ્યું. આમ સમાજના બધા ધર્મો હાથ કરીને પોતાના જીવનમાં ઉતારી તેનો નિચોડ નવા સમાજને આપ્યો. આ વાતો લખવી સહેલી નથી. કેટલો અભ્યાસ હોય ત્યારે આવા ગ્રંથો લખી શકાય.
એકાંગી નિવૃત્તિને કારણે પ્રતિકારક શક્તિ ઓછી થઈ ખરી. એટલે રામનો આશરો લઈને ખરા તત્ત્વોને દૂર કર્યા. એમાં હિંસા આવી ખરી. પણ પછી જૈન, બૌદ્ધ ધર્મમાં પોતાના જાનના ભોગે ખોટા તત્ત્વોનો સામનો કર્યો છે. બૌદ્ધ સાધ્વી શોભા અને જૈન ધર્મમાં જવલાંવાળો એવા પ્રસંગનો દાખલો છે.
બાપુજીએ વ્યક્તિગત અને સમાજની રીતે અહિંસા દ્વારા અશુભ તત્ત્વોનો સામનો કર્યો. સત્યને વ્યવહારમાં લાવ્યા. આમાંથી તેમણે ઘણા સાધુચરિત માણસો સમાજને આપ્યા. કેદારનાથ, સ્વામી આનંદ, વિનોબાજી, પંડિતજી
વગેરે.
દરેક ધર્મને પોતપોતાનું પ્રતીક હોય છે. વાદવાળા એટલે કે પક્ષોને પોતાનું ચિહ્ન હોવા છતાં દેશનું એક જ ચિહ્ન હોય છે. ધર્મમાં એમ બનવું મુશ્કેલ છે. ત્યારે તમારે કોઈ ને કોઈ ચિહ્ન ધારણ કરવું પડશે. થિયોસોફિકલ સોસાયટીએ સર્વ ધર્મ માટે પ્રયત્ન કર્યો, પણ છેવટે તો એ પણ એક વાડો થયો છે. એટલે સારું તો એ છે કે જે વ્યક્તિ જે સમાજમાં જન્મી તેને વળગી રહે અને બીજા સંપ્રદાયના ગુણ લઈને વિકાસ પામે તો વટાળવૃત્તિ નહિ આવે, પણ સહિષ્ણુતા લાવી શકશે. તા. ૨૧-૧૧-૧૫૪ : ગઢાવી
રાજપીપળાથી નીકળી ગઢાવી આવ્યા. અંતર અઢી માઈલ. ઉતારો પંચાયતમાં રાખ્યો હતો. ગામે વાજતેગાજતે ભવ્ય સ્વાગત કર્યું. હમણા અહીં યુવકમંડળ સ્થપાયું છે. ઉત્સાહ ઘણો હતો. તા. ૨૧-૧૧-૧૯૫૪ : ચિરોડા
ગઢાવીથી ચિરોડા આવ્યા. અંતર સવા માઈલ, રાત્રે જાહેર સભા થઈ હતી. તેમાં ધર્મદષ્ટિએ સમાજ રચનાનો પ્રયોગ શું છે તે સમજાવ્યું. અહીં આનાવારીનો અસંતોષ હતો. માટલિયાભાઈ, લાલજીભાઈ, સેટલમેન્ટ કમિશનર પાનાચંદભાઈ, જિલ્લા કલેક્ટર વગેરે આવ્યા હતાં.
૧૦૨
સાધુતાની પગદંડી
Page #134
--------------------------------------------------------------------------
________________
તા. ૨૨,૨૩-૧૧-૧૯૫૪ : ગઢડા
ચિરોડાથી ગઢડા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો તાલુકા શાળામાં રાખ્યો. અમારી સાથે કાકાસાહેબ જે મોટા તાલુકદાર છે તેઓ અને બીજા ભાઈઓ સાથે આવ્યા હતા. અમે સમય કરતાં થોડા વહેલા આવ્યા હતા. એટલે નદી કિનારે થોડીવાર રોકાયા. પછી ગામ લોકોએ વાજતેગાજતે સ્વાગત કર્યું. મહારાજશ્રીએ પ્રાસંગિકમાં કહ્યું કે, લગભગ ૧૧ વરસ પછી અહીં આવવાનું થાય છે. ફળ જ્યારે પડી જાય ત્યારે તેનો રંગ અને રસ ફરી જાય છે. લીંબડાની લીંબોળી કડવી હોય પણ પાક્યા પછી મીઠી થઈ જાય છે. કેરી કાચી હોય છે ત્યાં સુધી ખાટી હોય છે અને પાકી થાય ત્યારે મધુર થઈ જાય છે. એમ કેટલાંક મૂલ્યોની કિંમત તેનો સમય પાકે ત્યારે જ અંકાય છે. કાચા ફળોની કદર તો તેનો પરીક્ષક જ કરી શકે, અથવા અમુક જ વ્યક્તિ કરી શકે છે. ગઢડામાં આવાં જૂનાં સ્મરણો તાજા થવાથી સૌથી પહેલાં મોહનભાઈનું સ્મરણ તાજું થાય છે. તમે એમને ભૂલ્યાં નથી, અને ભૂલવા માગતા નથી. એમનો વારસો સાચવી રાખવાનો છે. કહેવાય છે કે આ દેશના લોકો માણસના મૃત્યુ પછી એના મડદાની પૂજા કરે છે, પણ ખરેખર માણસ મૃત્યુના છેડા સુધી ઈમાનદારીથી જીવશે, એની ખાતરી હોતી નથી. ભારતના લોકો એ વાત સમજે છે એ લોકો જીવતાંની કદર નથી કરતાં એમ નહિ પણ એ ચકાસણી કરે છે. પ્રલોભનો સામે બહુ વિરલ માનવીઓ ટકી શકે છે. આ દેશ માત્ર વ્યક્તિ પૂજક ન રહે એ કાળજી રાખવાની પણ જરૂર છે. ગાંધીજીએ પોતાના જીવતાં કદી સાંપ્રદાયિકતા સ્થાપવા ન દીધી. કિશોરલાલભાઈએ એમના મૃત્યુ બાદ લખ્યું, ચાખડી કે લાકડી એમનાં સ્મારક નથી, સત્ય અને અહિંસા એ એમના સ્મારક છે.' મોહનભાઈએ પોતાના કુટુંબને સાથે રાખ્યું અને બીજું વિશાળ કુટુંબ બનાવ્યું. તે એમનું સાચું સ્મારક છે. આપણા કોઈ એક ગામના કે કોઈના કે દેશના નથી. પણ જગતના સૌના એક છીએ. આ વાત આપણા પૂર્વજોએ ઋષિમુનિઓને કરી છે. અગિયાર વરસ પહેલાં મોહનભાઈએ આ વાત કરી હતી તે સ્મરણ ભુલાતું નથી. મારા ગઢડાનું સારું કેમ થાય ? મારા ભાઈઓ જે વાત ન સમજે, તે વાત પરાણે ન લાધું. એ એમની અંતરની ભાવના હતી. તેઓ ઉગ્ર થઈને ઘણું કરી શકત એવી એમની સાધુતાની પગદંડી
૧૦૩
Page #135
--------------------------------------------------------------------------
________________
શક્તિ હતી. પણ તપશ્ચર્યા દ્વારા સામાના દિલને ઢંઢોળવું એ જ ખરી માનવતા છે. મોહનભાઈની યાદી આપીને હું કહેવા માગું છું કે ફળ ખાટું લાગે, કડવું લાગે, નથી ગમતું કહેવાનો અધિકાર છે, પણ લાંબી દૃષ્ટિએ જોના૨ વિરલ વ્યક્તિ સાચવીને ચાલવું સમજી શકે છે.
‘ગઢડા સ્વામીનારાયણનું' એ રીતે ઓળખાય છે. તેમના પુણ્ય સ્મરણો અહીં ઘણાં છે. મંદિરો બનશે પણ એમાં રહેલો પ્રાણ શું છે તે પ્રશ્ન આપણી સામે ખડો થાય છે. કુમારિયાં અહીં આવ્યા પણ મોહનભાઈની આંખ બધે પહોંચતી હતી. ઢેબરભાઈએ કહ્યું, મોહનભાઈ જતાં જૂનો મહાજન ચાલ્યો જાય છે. કહેવાના મહાજન નહિ પણ સાચા મહાજનની તેઓ યાદી રૂપ હતા. દવાખાનું હોય, કે નિશાળ હોય, રાજા કે પ્રજા વચ્ચે ઝઘડા આવે ત્યારે મોહનભાઈ તેનો ઉકેલ લાવવામાં અગ્રણી હોય. ભગવાન બુદ્ધ પાસે એક ભૂખ્યો માણસ આવ્યો. પૂછ્યું કેમ આવ્યો ? ખાધું છે ખરું ભૂખ્યો હતો તેથી પહેલો ઉપદેશ તેમણે જમી લેવાનો આપ્યો. ધર્મ ધાર્મિકો વગર વિસ્તરતો નથી. આ વાત નવા યુગને બંધ બેસતાં કરવી પડશે. જૂનાં મૂલ્યો ચાલ્યા જાય છે નવા મૂલ્યો સ્થાપિત થાય છે.ગ્રામોદ્યોગ સ્થપાય છે, પણ વખત શી રીતે થશે ?
આજે યંત્રો આવવાથી યંત્રનો માલ સુંદર અને સસ્તો મળે એટલે લોકો લલચાય એ સ્વાભાવિક છે. સરકાર કારખાનાં બંધ કરે તે અશક્ય છે ત્યારે શું કરવું એ કોયડો છે. વિનોબાજીએ એ વાત મૂકી. સત્તા જનતાનાં અંતરમાં પડી છે. જે દિવસે જનતા કહેશે, આ નહિ જોઈએ. ત્યારે સરકાર તેને આધિન થઈ જશે. એટલે વિનોબાજીએ ભૂમિદાન પ્રશ્ન લીધો છે. આ કોઈ વેપારી, મજૂર કે ખેડૂતનો સવાલ નથી. માણસ માત્રને રોટલો મળે અને ધર્મની રીતે મળે, આટલા માટે અમારા જેવાઓ ટેકો આપે છે. કોઈપણ પ્રશ્ન કે ધર્મની વાતમાં ભૂખ્યો છેકે નહિ એ નહિ જોવા મળે તો ધર્મ ટકશે નહિ, જમીન કોઈ લઈ જવાનું નથી. માત્ર મમતાનો ખૂણો કાપવાની વાત છે. લાવ, લાવનો નાદ હશે ત્યાં સુધી કોઈનો ઉદ્ધાર થવાનો નથી. મુડિયાબાબાની ઇલમની લાકડી હતી તે ફેરવે એટલે દૂધપાક કદી ખૂટે નહિ. એ લાકડી કઈ ? ત્યાગની લાકડી એ અદ્ભુત છે. ત્યાગ આવશે તો રામરાજ્ય આવશે. પણ લાવ લાવ આવશે તો રામ રાજ્યની વાત તૂટી સાધુતાની પગદંડી
૧૦૪
Page #136
--------------------------------------------------------------------------
________________
પડશે. સ્વામીનારાયણના સ્મરણ સાથે હું આ ત્યાગની વાતને યાદ કરું છું. એક દિવસ સામાજિક ક્રાંતિથી આપણે ચાલતું હતું. હવે આર્થિક ક્રાંતિ નહિ કરીએ તો ધર્મની વાતો કોઈ સાંભળશે નહિ. ઉશ્કેરવાની આ વાત નથી. પણ કંઈક લાવવાની આ વાત છે.
બાપુજી ૧૮ માસ સુધી કારાવાસમાં હતા. લોકો મૂંઝાયેલા હતા. હવે શું થશે ? એ વાત લોકોના દિલમાં હતી પણ બાદમાં વિખરાઈ ગયા. આઝાદી મળી પણ કોમવાદનો દાવાનળ ફેલાયો તે પણ ટાઢો થયો. દલિતિસ્થાન અને શીખીસ્થાન ન થયાં. રાજાઓ ચાલ્યા ગયા.
અહીં સ્વામીનારાયણ સંપ્રદાયનાં બે મોટાં મંદિરો છે. એક જૂનું છે તે મોટું છે. અંદર ઘનશ્યામની મૂર્તિ છે. બાજુની ઓરડીઓમાં બ્રહ્મચારી અને સાધુઓ રહે છે. ત્રણ રસોડાં ચાલે છે તેમાં અનુક્રમે બ્રહ્મચારી, સાધુ અને યાત્રાળુઓ જમે છે.
સંપ્રદાયની ઘણી મિલકત ગામમાં આવેલી છે. નવું મંદિર તૈયાર થાય છે. પ્રતિષ્ઠા થઈ ગઈ છે. આરસનું થાય છે. નદી કિનારે છે એટલે સુંદર દેખાવ આવશે. નદી ઉપર સુંદર ઓવારા છે અને બંધને લીધે ધોધ પડે છે. એટલે દેખાવ રમણીય લાગે છે.
અહીં ગ્રામોદ્યોગ મંદિર છે. ભાવનગરના મહારાજાએ આ માટે પાંચ લાખ રૂપિયા આપેલા છે. તેમાંથી ત્રણેકલાખ રૂપિયાનાં મકાનો બંધાવ્યાં છે. બાકી ૬૦ થી ૭૦ વીઘા જમીન છે. એની ઉપર હમણાં એક કૂવો બંધાવ્યો છે. પાઈપ દ્વારા ઉદ્યોગોને અને જમીનને પાણી આપી શકાય છે, હ્યુમપાઈપ જાતે જ બનાવી લે છે. જે પાઈપ ભાવનગરમાં રૂપિયે મળે છે તે દોઢ કે બેમાં પડે છે. બીજું કામ હાલ શાહી અને ગુંદરનું મુખ્ય ચાલે છે. હમણા સૌરાષ્ટ્ર સરકારે ૫૪ હજારનો ઓર્ડર આપ્યો છે. ખાદીકામ પણ ચાલે છે.
મોહનભાઈએ અહીં નિશાળ, હાઈસ્કૂલ, બોર્ડિંગ અને સાર્વજનિક મકાનો ઠેર ઠેર બનાવ્યાં છે. અહીંથી બે કાર્યકરો અમારી સાથે પ્રવાસમાં જોડાયા. તા. ૨૪-૧૧-૧૯૫૪ : કેરાળા
ગઢડાથી નીકળી કેરાળા આવ્યા. અંતર છ માઈલ. વચ્ચે માંડવધાર થોડું રોકાયા હતા. કેરાળા ગામે ખૂબ ધામધૂમથી વાજતેગાજતે સ્વાગત કર્યું.
સાધુતાની પગદંડી
૧૦૫
Page #137
--------------------------------------------------------------------------
________________
બહેનો-ભાઈઓ મોટી સંખ્યામાં આવ્યા હતા. મહારાજશ્રીએ ગામના પ્રેમનો ઉલ્લેખ કર્યો અને બંદૂકો ફોડીને ફૂલહારથી સ્વાગત કરવાને બદલે ડંકાથી અને સૂતરની આંટીથી સ્વાગત કરવા પ્રણાલી પાડવાની ભલાણણ કરી. હવે આપણે સત્તા અને ડર કરતાં પ્રેમનું શાસન વધારવાની જરૂર છે. અહીં હરિજનોનાં ૩, ૪ ઘર છે. પાણીનો કૂવો નથી. નિશાળ મંદિરમાં બેસે છે. એટલે હરિજનો આવી શકતા નથી. મહારાજશ્રીએ તેમને સમજાવ્યા છે. - ઘરખેડમાં ઘણા ભાઈઓને અન્યાય થયો છે. કોળી ભાઈઓ બીકણ વધારે હોય છે. એટલે દરબારની સામે બોલી શક્યા નહિ અને સમાધાન કરી નાખ્યું છે. હવે તો મુદત પણ ગઈ. વિઘોટીના દર આજુબાજુના કરતાં વધારે છે. એમને અરજી કરવા કહ્યું છે. તા. ૫, ૨૬-૧૧-૧૫૪ : ભડલી
કેરાળાથી નીકળી ભડલી આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો શાળામાં રાખ્યો હતો. ગામે ખૂબ ધામધૂમથી સ્વાગત કર્યું. સરઘસ આકારે સૌ ઉતારે આવ્યાં. એક જૈન સાધુનો દરેક વર્ગના લોકો આટલો ભવ્ય સત્કાર કરે, એ કેટલા આનંદનો વિષય છે. કોઈપણ સંપ્રદાયના સાધુ લોકહિતની પ્રવૃત્તિ કરે તો લોકો તેને માનપાન આપે છે. એનું આ પ્રમાણ છે. આ પ્રદેશ પાંચાળ પ્રદેશ કહેવાય છે. પાંચાળમાં ખાતર ઓછું વપરાય છે. એટલે જ્યાં અને ત્યાં બજારમાં કચરાના ઢગ નજરે પડ્યા હતા. મહારાજશ્રીએ કહ્યું, તમારા ગામમાં હું પહેલવહેલો આવું છું. પહેલાં પાંચાળ પ્રદેશમાં ખેડૂતો ઓછા વસતા તેનાં ઘણાં કારણો હતા. એટલે માલધારી લોકોને ધારોમાં ચરિયાણ સારું મળતું. એટલે પશુપાલન ઘણું થતું. એ કારણે ઘી, દૂધનો વેપાર સારો ચાલતો. કદર પણ થવા લાગી. દુનિયાના સંયોગો કેવી અસર કરે છે એનો અહીં ખ્યાલ આવે છે. સંયોગોના દબાણને લીધે ભારતપાકિસ્તાનના ભાગલા પડ્યા. અહીંના કેટલાક વેપારીઓને લાગ્યું હશે કે અહીં કરતાં પાકિસ્તાનમાં વેપાર સારો ચાલશે એમ માની પાકિસ્તાન ચાલ્યા ગયા. હવે સમય બદલાઈ ગયો છે. માલધારી અને ખેડૂતોનો સમન્વય સાધવો પડશે. બંનેના હિત સામસામે અથડાતાં હોય તેમ લાગે છે. ખેડૂતોને પોતાના હક્ક મળ્યાં છે એટલે કુદરતી રીતે જ મમતા વધતી જાય છે. ગોપાલકોને એમ લાગે છે કે, અત્યાર સુધી અમે સ્વતંત્ર રીતે વિચરતા. ૧૦૬
સાધુતાની પગદંડી
Page #138
--------------------------------------------------------------------------
________________
હવે ચારેબાજુથી દબાણ આવે છે. એટલે અકળાય છે. ભેલાણ કરે છે. એમ ઝઘડા ચાલે છે. આ બધાનો અંત લાવવો જોઈએ. ગાયો સિવાય આપણને નહિ ચાલે. ગાયોનું પાલન, અને ખેતીનું રક્ષણ બંને સાથે હોવું જોઈએ. કોઈ એક વર્ગનું નહિ ચાલી શકે.
બીજી વાત ઉદ્યોગોની છે. આપણા હાથ-ઉદ્યોગો ભાંગી ગયા. તેની મોટી ખોટ પડી છે. યંત્રો સામે ઊભાં છે, સસ્તો માલ મનને લોભાવે તેવો માલ થોકબંધ તૈયાર થાય છે. તેને બદલે કિંમતમાં ભલે મોંઘું, ખરબચડું પણ ગામના દરેક માણસોની રોજી-રોટી ચાલે તે રીતે આપણે વ્યવહાર ગોઠવવો જોઈએ. અહીં ખેડૂતોમાં તળપદા, પટેલીયા મુખ્ય છે. મને એમનો ખૂબ અભ્યાસ છે. નળકાંઠામાં એ જ કોમ છે. એમની પાસે કેટલાક ગુણ છે. તેમાં કેટલાક દોષ પણ છે. એ લોકો જેટલું પેદા કરે છે તેટલું ખર્ચે નાખે છે. બચાવવાનું જાણતા નથી. એક ઉપર બીજી પત્ની લાવે, મકાન કરે કે ઘોડી લઈ આવે. પણ અવેર આવડતો નથી. કણબી લોકો આ બધામાંથી બહાર નીકળ્યા છે. ખેતીની સૂઝ પણ કણબી જેટલી કલ્પનામાં નથી હોતી. એટલે ખાતર વગેરેનો ઉપયોગ કરી શકતા નથી. જમીન વધારે હોવાને કારણે ઉત્પાદન વધારી શકતા નથી. તા. ૨૭-૧૧-૧૯૫૪ : ખંભાળા
ભડલીથી નીકળી ખંભાળા આવ્યા. અંતર સાડા છ માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. ગામલોકોએ સ્વાગત કર્યું. અહીં પંચાલમાં જયાં
ત્યાં ખાતર પડેલું જણાય છે. લોકો તેનો ઉપયોગ કરતા નથી. ચારેબાજુ ડુંગરા, નવાણ, ખડકો, ખૂબ નજરે પડે છે. એટલે કહેવત પડી કે “ખડપાણી ને ખડકા'. ગામ નિસ્તેજ જેવું લાગ્યું ગામની વસ્તી મોટી હોવા છતાં ૩૩ છોકરાં ભણે છે. તા. ૨૮-૧૧-૧૯૫૪ : વાંકીઆ
ખંભાળાથી નીકળી સુખપર થઈ વાંકીઆ આવ્યા. અંતર પાંચ માઈલ. ગામ લોકો દૂર સુધી સામે આવી, ભજનમંડળી સાથે સ્વાગત કર્યું. સાબરમતીવાળા મણિ ભાઈ ઉજમશી ખારાનું જન્મસ્થળ હોઈ તેઓ અમદાવાદથી અહીં આવ્યા હતા.
સાધુતાની પગદંડી
૧૦૭
Page #139
--------------------------------------------------------------------------
________________
જાહેરસભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે, વાંકીઓમાં આ પહેલવહેલું જ આવવાનું થાય છે. અને મણિભાઈની ઘણા વખતથી માગણી હતી એ પૂર્ણ થાય છે. ગામડાં તરફ મારું વધારે ધ્યાન છે તે એટલા માટે નહિ કે ગામડાં ગરીબ છે. ગરીબીને આપણાં શાસ્ત્રોએ અમીરી કહી છે. સાચી ગરીબી નીતિની ગરીબી છે. ન્યાય, નીતિ નથી, પ્રમાણિકતા નથી એ ગરીબ છે. એ રીતે ગામડાં ગરીબ નથી. એ લોકો દરેક પ્રસંગોએ ભગવાનને યાદ કરે છે. વાવતાં, લણતાં, વહેવારના કોઈ પણ કામ કરતાં પહેલાં આપણે ભગવાનને યાદ કરીએ છીએ. આપણે હમણાં ભજન બોલી ગયા. તેમાં રામનું નામ હતું. રામના નામની સાથે ગુણ આવી જ જાય છે. રામના નામની સાથે આપણને વલ્કલધારી રામ યાદ આવે છે. પોતે દુઃખ વેઠીને પણ બીજાને આનંદ આપે તે રામને યાદ કરીએ છીએ. કોઈને જેલમાં પૂરે, દંડ કરે કે પોતે મોજશોખ કરે એવા રાજારામને આપણે યાદ કરતા નથી. આપણે લક્ષ્મીને યાદ કરીએ છીએ. છેલ્લાં સમયમાં સ્ત્રી અને પતિનો યોગ તૂટી ગયો છે. સ્ત્રીને માત્ર આપણે લક્ષ્મી-કૂકાને ગણી છે. સાચી માતાને છોડી છે. સાચી માતા છૂટે, એટલે નારાયણ તો આવે જ ક્યાંથી ?
માલિકી હક્ક સ્થાપિત કર્યો. ગાયો પોતાની કરી, મિલક્ત પોતાની કરી. સ્ત્રીને એક બજારની વસ્તુ ગણી. સ્ત્રીએ પોતે પણ પોતાની જાતને હલકી માની. પછી તો તેણે પુરુષને રાજી કરવાનો રસ્તો લીધો. ઘરેણાં પહેરે, સારાં વસ્ત્રો પહેરે અને પુરુષની ખુશામત કરે. પણ અંતરમાં તો એક વાત પડેલી હતી કે, પોતાને થતો અન્યાય ગમતો નહોતો. એટલે પ્રત્યાઘાત આવ્યો. નણંદ-ભોજાઈ લડે, સાસુ વહુ લડે, જેઠાણી દેરાણી લડે, પોતાનાથી નબળાં સાથે ટંટો કરે. આનું કારણ પોતાને થતા અન્યાયનું છે.
અંગત માલિકી મનાઈ ગઈ. એનો દુરુપયોગ કોઈ કરે તો પણ કોઈ કહી શકતું નથી. એટલે અંગત માલિકીનો છેદ ઊડાડી સમાજની માલિકી કરવી જોઈએ. જેથી બધા સુખી થાય. આ માટે હું ગામડાં તરફ નજર કરું છું. ત્યાં કંઈક નીતિ પડી છે. જે ભગવાન સૂઈ ગયો છે એને જગાડવાની જરૂર છે. આજ સુધી જે લોકો તેમની પાસે આવ્યા એ ખાવા માટે, લેવા માટે આવ્યાં. કોઈ શિખામણ આપવા આવ્યાં નથી. એટલે કેટલાંક દૂષણો
૧૦૮
સાધુતાની પગદંડી
Page #140
--------------------------------------------------------------------------
________________
તેમનામાં પેઠાં છે. હું ઘણીવાર કહું છું કે ખાતર, પાંચાળમાં ઠેરઠેર પડેલું નજરે પડે છે તેનો ઉપયોગ કરવો જોઈએ.
સૌરાષ્ટ્રમાં લોકો ગમે તેટલું મિષ્ઠાન્ન જમે, પણ પાછળ છાસ ન હોય તો સોદરી નહિ વળે. તેમ ગુજરાતમાં દાળ-ભાત ન હોય તો મિષ્ટાન્ન નકામું. તેમાં કેટલાંક ને ભીખ માગવાની ટેવ પડી છે. ઘણુંય હોય તોપણ ભીખ વગર તેને સંતોષ થતો નથી. તેવી જ રીતે ખેડૂતોને બીજા પ્રકારે એક ટેવ છે. ગમે તેટલું પકવે તોપણ અવેર કરવાનું, બચાવ કરવાનું આવડતું નથી. બધું વપરાઈ જાય, દુકાળ પડે તો દેવું કરે. આ સ્થિતિ બદલવી જોઈએ.
બીજી વાત દરેક વર્ગ પોતપોતાનું સંભાળે છે. ભરવાડ એટલું વિચારે છે. ખેડૂત મરે કે જીવે અમારે તો દૂધ ખાઉં. ભેળ ભલે થાય, મજૂર એમ વિચારે કે મને રોજી મળે એટલે બસ. ધણી ના દેખે એટલે ભૂંગળી પીવા બેસી જાય. ગરાસદાર પોતાનું જ હિત જુએ. વેપારી પોતાનું જ જુએ. આમ સૌ નોખા નોખા જીવે છે. એટલે કોઈનું કલ્યાણ થતું નથી. બધા સાથે મળીને જીવે, મોટો છે કે જે નાના માટે ઘસાય, બહેનો ઘરેણાંનો મોહ છોડે, આમ આપણે સંગઠિત થઈએ તો બધા સુખી થઈએ. છેવટે તો સ્ત્રી અને સ્ત્રી-પતિનો મેળ પાડવાનું કામ ગામડાંએ કરવાનું છે. ભગવાન આપણને એવું બળ આપે. તા. ૨૯-૧૧-૧૫૪ : શિવરાજપુર
વાંકીઆથી નીકળી શિવરાજપુર આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો પંચાયતી ઑફિસે રાખ્યો હતો. જસદણથી પ્રતાપગિરીભાઈ અને બીજા કાર્યકરો અગાઉથી આવી ગયા હતા. બહેનો કળશ લઈને સ્વાગત માટે આવી હતી. ગામને ધજાપતાકાથી શણગાર્યું હતું.
સભામાં પ્રથમ પ્રતાપગિરીભાઈએ મહારાજશ્રીનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ મહારાજશ્રીએ જણાવ્યું કે તમો સૌએ જે ઉત્સાહજનક સ્વાગત કર્યું તે બદલ મારો સંતોષ વ્યક્ત કરું છું. આપણા દેશમાં એ વિશિષ્ટતા છે તે એ કે, જે સંત-સાધુ પોતાના લાગે છે તેને માટે બધું કરી છૂટવા તૈયાર હોય છે. આપણે ગોવિંદનું નામ લઈએ કે રણછોડનું નામ લઈએ સૌ એક જ સાધુતાની પગદંડી
૧૦૯
Page #141
--------------------------------------------------------------------------
________________
છે. આપણે મન ગોવિંદ એ મથુરાના રાજા નથી. પણ ગોકુળવાળા ગોવિંદ છે. તેમની વાંસળીમાં પ્રેમનું અમૃત રહેલું છે. પાવા તો ઘણા વગાડે છે. પણ અંતરના ઊંડાણથી જે ભાવ નીકળે છે તેના નાદમાં એ તરબોળ થાય છે. એવા નાદવાળા ગોવિંદને અમે યાદ કરીએ છીએ.
ગોકુળમાંથી મથુરા ગયા કે દ્વારકા ગયા. સુદામા જેવા ભિક્ષુકના પગ પખાળે છે. હૈયા સાથે હૈયું ચાંપે છે. એટલે આ દેશનો આદર્શ મોટા રાજામહારાજ નથી, વિકાસ કે રંગરાગ નથી. પણ સૌના હૃદયને અપીલ કરે એવો નિર્વાજ, નિઃસ્વાર્થ પ્રેમ છે. આવો પ્રેમ તો જ મળી શકે કે જો હૈયામાં ત્યાગ આવે.
તમારો ઉત્સાહ જોઈને એક વાત કહેવાનું મન થાય છે કે, આપણા ગામડાઓ ગોકુળિયાં કેમ બને ? એને માટે મોહબત કે પ્રેમની જરૂર છે. પણ પ્રેમ કોઈ દુકાને વેચાતો મળતો નથી. હીરા, સોનુ-રૂપું મળશે. પણ મીરાંએ કહ્યું કે તારા હીરલા માણેકને રાણા શું કરું ? એ હીરામાં મારો રામ નથી. આપણને કયા રામ જોઈએ છીએ. હીરાવાળા રામ જોઈએ છે કે ત્યાગ અને પ્રેમની ભાવનાવાળા રામ જોઈએ છે? પૈસા કોઈ ખાવાના કામમાં આવતા નથી. ખાવાના કામમાં દાણા આવે છે. ઘી, દૂધ ખવાય છે, પણ આજે આપણે ગણિત ઊલટું કર્યું છે. ખેડૂત અને ગોવાળ પણ પૈસાને મહત્ત્વના ગણે છે. ત્યારે મન જડ થઈ જાય છે. કજિયા કરીએ ત્યારે ભગવાન વકીલ થઈ જાય છે. બીમાર પડીએ ત્યારે ભગવાન ડૉક્ટર બની જાય છે. માલ પાકે ત્યારે માણસ વ્યસની બને છે. રણછોડ એટલે ઋણ છોડાવનાર. એ ઋણ કયું? મનુષ્ય કુળમાં જન્મીને કેટલાં સારાં કામ કર્યા એ વિચારવું જોઈએ.
સ્વરાજય આવ્યું, સાત વરસ થયાં, છતાં સુખ મળતું નથી. સુખ મેળવવું એ આપણા હાથની વાત છે. માણસ એકલો સુખ મેળવવા મથે તો નહિ મળી શકે. બીજાનું ભલું કરે તો પોતાનું ભલું થાય. આ માટે આપણે ગ્રામસંગઠનની વાત કરીએ છીએ. પંચાયત આવે, સહકારી મંડળી આવે. તોપણ ફાયદો થતો નથી તેનો સાથે મળીને વિચાર કરીએ.
૧૧૦
સાધુતાની પગદંડી
Page #142
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦, અને ૧-૧૨-૧૯૫૪ ઃ જસદણ
શિવરાજપુરથી નીકળી જસદણ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો એક ખાલી બંગલામાં રાખ્યો હતો. નક્કી કરેલા સમય કરતાં વહેલા આવ્યા. એટલે પાદરે થોડું રોકાયા હતા. ગામે ખૂબ ધામધૂમથી સ્વાગતની તૈયારી કરી હતી. ઢોલ અને ભજનમંડળી, વિદ્યાર્થી ભાઈબહેનો અને શહેરીઓ આવ્યા હતા. સરઘસ શહેરમાં ફરીને મુકામે આવ્યું. ચોકમાં સભા થઈ.
મહારાજશ્રીએ જણાવ્યું કે, જસદણ એક કસ્બાનું ગામ છે. ગામડાં, કા, નગરો અને મહાનગરોનો આ દેશ બનેલો છે. આપણે ગામડાંના ઉદ્યોગોને ટેકો આપતા તે વખતે યંત્રો નહોતાં આવ્યાં. એટલે તે વખતની સ્થિતિ અને આજની સ્થિતિમાં ઘણો ફેર લાગે છે. ગામડાના ઉત્પાદનનું રૂપાંતર કરવાનું હોય ત્યારે કસબા કરતાં પણ જયારે તે માલ મોટા શહેરોમાં ઠલવાતો ચાલ્યો. ત્યારે કસ્બાઓ માત્ર દલાલી જ કરતા ચાલ્યા છે. જસદણનું રાજ હવે લોકોના હાથમાં આવ્યું છે. નવા મૂલ્યાંકન સ્થપાય છે. ગામડાં તાજાં થવા આવે છે. પણ આપણી ઉપરની પ્રક્રિયા બદલાશે નહિ ત્યાં સુધી ગામડાંઓમાં સાચું તેજ આવશે નહિ. અત્યારે સમાજનું શીર્ષાસન થઈ ગયું છે. તેને સીધી સ્થિતિમાં મૂકવો હોય તો મધ્યમવર્ગ અને કસ્બાને વધારે નમવું પડશે. કાચા માલનું રૂપાંતર કઆમાં થશે. સહકારી ધોરણે બધું ચાલશે. આ વિચાર નહિ આવે તો આપણે અકળાઈએ છીએ એટલે હજુ વધારે અકળાઈશું.
બપોરના નાગરિકો સાથે વાર્તાલાપ રાખ્યો હતો. તેમાં આજે વેપારીઓનું સ્થાન, ગોપાલક મંડળનો ખ્યાલ અને ગૌવધ પ્રતિબંધ વિશે ચર્ચા થઈ હતી. ગોવધ પ્રતિબંધ સૌ કોઈ ઇચ્છે છે. પણ સાથોસાથ ગૌરક્ષા થવી જોઈએ. ગૌરક્ષાની વાત આવે એટલે ગૌચર ને ગોપાલકનો પ્રશ્ન આવે છે. જમીનો ઓછી થાય, એટલે પાકના ભાવો વધારે આપવા તે જનતાની ફરજ બની રહે છે. ગાયના ઘી, દૂધનો ભાવ વધારે આપવો. નબળા ઢોરની રક્ષા કરવી વગેરે કહ્યું હતું.
રાત્રે મોટી ચોકમાં જાહેરસભા થઈ હતી. પ્રથમ પ્રભાતગિરીએ અને અમૂલખ ખીમાણીએ ચાલુ સંજોગો ઉપર કહ્યું હતું. એક દિવસ સવારના સાધુતાની પગદંડી
૧૧૧
Page #143
--------------------------------------------------------------------------
________________
ભંગીવાસની મુલાકાત લીધી. બપોરના ૩-૦૦ વાગ્યે આજુબાજુના ખેડૂતો, સરપંચો અને કાર્યકરોની એક સભા રાખી હતી. લગભગ ૩૪ ગામના આગેવાનોએ હાજરી આપી હતી. તેમાં નરસિંહભાઈ ગોંધિયાએ અને પછી મહારાજશ્રીએ ખેડૂત મંડળની રચના વિશે સમજાવ્યું હતું. - સવારના ૧૦-૩૦ વાગ્યે જસદણના દરબાર તેમના યુવરાજ જમાઈ અને ભત્રીજા સાથે મહારાજશ્રીને મળવા આવ્યા હતા. એમની ઇચ્છા મહારાજશ્રીને ભિક્ષાએ લઈ જવાની હતી. પણ મહારાજશ્રીનો નિયમ ભિક્ષા બિનમાંસાહારીને ત્યાંથી લેવાનો હોવાથી એ શક્ય ન બન્યું. દરબારે ગ્રામઉદ્યોગની બાબતમાં સારો રસ લીધો હતો. રાત્રે ૮ વાગ્યે ઢેબરભાઈ મહારાજને મળવા આવ્યા હતા. સીધા આવી પ્રાર્થનામાં હાજરી આપી. સાથે જયાબહેન હતા. આજે ઢેબરભાઈ સાથે વાતો કરવાની હતી. એટલે પ્રાર્થના પછીનો કોઈ કાર્યક્રમ રાખ્યો નહોતો. દારૂબંધી, વનસ્પતિ ઘી, ભાષા, ગ્રામ સંગઠન અને સૌરાષ્ટ્રના કેટલાક પ્રશ્નો, ઢસા પ્રકરણ અંગે મોડા સુધી વાતો થઈ હતી. તા. ૨, ૩-૧૨-૧૯૫૪ : ક્મળાપુર
જસદણથી નીકળી કમળાપુર આવ્યા. અંતર આઠ માઈલ હશે. ઉતારો ઉતારામાં રાખ્યો હતો. ગામે વાજતેગાજતે સ્વાગત કર્યું. ગામને શણગાર્યું હતું. જસદણ દરબારનાં રાણીબાના નામ ઉપરથી કમળાપુર નામ રાખ્યું છે. રાત્રે જાહેરસભા થઈ. પ્રભાતગિરીભાઈ, મામલતદાર, બ્લોક ઓફિસર વગેરે આવ્યા હતા.
ગઈ કાલે સેટલમેન્ટ કમિશનર પ્રકાશચંદભાઈ મળવા આવ્યા હતા. તેમણે મહારાજશ્રી અને ગુરુદેવને સાયલા જવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. એ માટે ચોટીલાથી કાર્યક્રમ અંગે બે ભાઈઓ આવ્યા હતા. અહીંના ખોજા ભાઈઓ પાકિસ્તાન ચાલ્યા જવાથી એમનાં મકાનો ખાલી પડ્યાં છે. તા. ૪, ૫-૧૨-૧૯૫૪ : ઢોકળવા
કમળાપુરથી નીકળી ઢોકળવા આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો કાઠી દરબારને ઉતારે રાખ્યો હતો. રાત્રે જાહેરસભા થઈ હતી. તા. ૬-૧૨-૧૫૪ : ગઢેચી
ઢોકળવાથી નીકળી ગઢેચી આવ્યા. અંતર સાડા આઠ માઈલ હશે. વચ્ચે ૧૧૨
સાધુતાની પગદંડી
Page #144
--------------------------------------------------------------------------
________________
સુખર ગામે થોડું રોકાયા હતા. ગામ નાનું છે. રબારી અને વાઘરીનાં થોડાં ઘર છે. તા. ૭-૧૨-૧૫૪ : ધાંધલપુર
ગઢેચીથી નીકળી ધાંધલપુર આવ્યા. અંતર નવ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. ગામલોકોને અમે સુખપરથી આવવાના છીએ એવો ખ્યાલ અપાયેલો જયારે અમે ગઢેચીથી આવ્યા. એટલે લોકો સ્વાગત માટે વહેલા સામે જઈ આવેલા. રસ્તો અમારાથી અજાણ્યો અને ડુંગરાળ હતો એટલે માર્ગમાં ભૂલાં પડ્યાં. અડધો એક કલાક રખડપટ્ટી કરીને મૂળ રસ્તે પાછા આવ્યા. માઈલો સુધી કોઈ માણસ નજરે દેખાતું નહોતું એટલે પૂછવું પણ કોને ? છેવટે ગામ નજીક રબારી મળ્યા. અડાળા ગામ હતું. (માત્ર ભરવાડ રહે છે) અમે ૭-૩૦ વાગ્યાના નીકળેલા ૧૧-૩૦ વાગ્યે ધાંધલપુર આવ્યા.
મીરાંબહેનને ગઈ કાલે અગિયારસ હતી. સગવડ ખાતર અમે સાંજે બીજું ગામ કર્યું. એટલે ચીડાયાં હતાં. એટલે રાત્રે કંઈ ન લીધું. અને સવારમાં વધારે ચાલવું પડ્યું. માઈલેજ વધ્યાં. મહારાજશ્રીનો સમયસર પહોંચવાનો આગ્રહ એટલે વચ્ચે રોકાવાય તેમ નહોતું. કાર્યક્રમ નક્કી કરતી વખતે સાત માઈલનું અંતર લખાવેલું અને નીવડ્યું સાડા અગિયાર માઈલ. એટલે મીરાંબહેન વધારે ચીડાયાં હતાં. ખૂબ થાક્યાં હતાં. આખો દિવસ ભોજન ના લીધું. એટલે મહારાજશ્રીએ પણ ભોજન છોડી દીધું. કારણ કે તેઓને તો હરેકનું ઘડતર કરવું છે ને ? મીરાંબહેનને રસ્તે કાંટો વાગ્યો હતો, રસ્તો ખરાબ હતો. આમ તો ચંપ્પલ પાસે હતા પણ ચીડમાં ના પહેર્યા. કાંટો નીકળી ગયો હતો. પણ ઘોચ રહી ગઈ એટલે મુકામે આવ્યા પછી વધારે નડ્યો.
આ બાજું કાઠીભાઈઓનું જોર વધારે છે. સભામાં મહારાજશ્રીએ સહજ દોંગાઈ વિશે ઘણું કહ્યું, લોકો બીવે છે ત્યાં સુધી જ બીવડાવનાર હોય છે. હવે તલવારો કે બંદૂકોનો જમાનો ગયો. અરે બોમ્બ પણ ગયા. જ્યારે વિચાર જાગે છે ત્યારે બધું નકામું છે. રાજા ગયા, જમીનદારી ગઈ, હવે તો માત્ર હુંકારો કરવાની જ જરૂર છે. બે માણસને કદિ ભૂત દેખાતું નથી
સાધુતાની પગદંડી
૧૧૩
Page #145
--------------------------------------------------------------------------
________________
એનું કારણ એ છે કે બીક ગઈ કે ભૂત ગયું.
તા. ૮-૧૨-૧૯૫૪ : સેજક્કુર
ધાંધલપુરથી નીકળી સેજકપુર આવ્યા. અંતર છ માઈલ. લોકો દૂર સુધી સામે આવ્યા હતા. રાત્રે જાહેરસભા થઈ. મહારાજશ્રીએ ગ્રામસંગઠન અને દોંગાઈ માટે કહ્યું, અહીં સુંદર વાવ છે. નવલખો કરીને જૂની સુંદર કારીગરીવાળી ઇમારત છે.
તા. ૯-૧૨-૧૯૫૪ : દખતપુર
સેજકપુરથી નીકળી દખતપુર આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો પંચાયત કચેરીએ રાખ્યો. સાંજના વઢવાણથી નાથાભાઈ ‘ફૂલછાબ’વાળા, ભાનુભાઈ ‘સમય’વાળા અને બીજા કાર્યકરો મળવા આવ્યા હતા. અહીં એક કણબીના બે દીકરાને બાજુના ગામના માથાભારે કોળીએ માર્યા છે. તેમને ઘેર જઈ આશ્વાસન આપ્યું.
તા. ૧૦, ૧૧, ૧૨-૧૨-૧૯૫૪ ઃ સાયલા
દખતપુરથી નીકળી સાયલા આવ્યા. અંતર સાડાચાર માઈલ હશે. ઉતારો વેદમંદિરમાં રાખ્યો હતો. ગામે સ્વાગત કર્યું. ઉતારે આવતાં પહેલાં રસ્તામાં પૂજ્ય નાનચંદ્રજી મહારાજનાં દર્શન કરી આવ્યા. રાત્રે જાહેરસભા થઈ.
અહીંયાં આવવાનું મુખ્ય પ્રયોજન તો ગુરુદેવ જ્ઞાનચંદ્રજી મહારાજનાં દર્શન કરવાનું હતું. પોતાની રચનાત્મક પ્રવૃત્તિ, રૂઢિચુસ્ત જનસમાજને ઓછી ગમે અને એ રીતે ગુરુદેવની પાસે જતા કોઈનું દિલ ન દુભાય એ કાળજી રાખવાની હતી. પણ પાનાચંદભાઈ મારફત ગુરુદેવની ઇચ્છા જાણ્યા પછી જવાનું થયું. બે દિવસ બંને સંતો વચ્ચે ઠીક ઠીક નિખાલસતાથી ઘણી વાતો થઈ. બપોરે ગુરુદેવે મારી (મણિભાઈ) પાસે ગ્રામસંગઠનની વાતો રસપૂર્વક સાંભળી. બીજી પણ કેટલીક વાતો કરી. આ વખતે નિવાસ જુદો રાખ્યો હતો. મીરાંબહેનને સંકોચ થવાથી આવ્યાં ન હતાં. પણ નજીકના ગામ વખતપુર રોકાયાં હતાં. ગુરુદેવે આગ્રહ તો કર્યો જ કે એ ન આવે તે ના ચાલે. તમારે બોલાવવાં જોઈએ. આવવા ચિઠ્ઠી લખી પણ તેમને મોડી મળી.
એક દિવસ જાહેરસભા થઈ. બીજે દિવસે પ્રશ્નોત્તરી રાખી હતી. મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. જૈન બહેનોની મોટી સંખ્યા અગાઉથી આવી
સાધુતાની પગદંડી
૧૧૪
Page #146
--------------------------------------------------------------------------
________________
હતી. આ ઉપરથી રાત્રી સભા બહેનો કેટલીક ઇચ્છે છે તેનો ખ્યાલ આવી રહે છે. જૈન સાધુઓ રાત્રે બહેનોને પ્રવચન સંભળાવી શકતા નથી.
સંસ્કાર મંદિરમાં થોડા વખત રોકાયા. અહીં હરિજન શિક્ષક ગામને કૂવે પાણી ભરે છે એટલે બહેનો ગાળો બોલે છે. એમનાં પત્નીએ કહ્યું કે મને આ બધાંનું પ્રાયશ્ચિત લાગશે ? પોલીસનો આશરો લેવો કે નહિ ? મહારાજશ્રીએ કહ્યું પ્રાયશ્ચિત નહિ પણ પુણ્ય થશે. અને પોલીસનો તો આશરો આપણાથી લેવાય જ નહિ. તમારે પાણી ચાલુ રાખવું અને મૌન રહેવું. બીજા ભલે પોલીસનો આશરો લે.
બપોરના હાઈસ્કૂલ, કન્યાશાળાના વિદ્યાર્થીઓની સભા રાખી હતી. મહારાજશ્રીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓની કલ્પના હોય છે કે ભણીને હું આમ કરીશ, તેમ કરીશ. તમે સાંભળ્યું હશે કે હમણા નઈતાલીમની વાત ખૂબ ચાલે છે. એ તાલીમ શું છે ? આપણે ભણીને શું કરવાના છીએ, તમારા મનમાં પણ એ વિચાર હશે કે, ભણીને નોકરી કરીશું. ડૉક્ટર થઈશું, વકીલ થઈશું, વેપાર કરીશું. વધારે પૈસા મેળવવાનું કંઈક શોધી કાઢીશું. થોડી સેવા પણ કરીશું. કારણ કે સેવાની પ્રતિષ્ઠા છે. એટલે એ પ્રતિષ્ઠાની સાથે ધંધો સારો ચાલશે. ત્યારે આપણે સમજવું જોઈએ કે પૈસાને અને સેવાને મેળ નથી. સેવા જોઈતી હોય તો પૈસા નથી. પૈસા જોઈતા હોય તો સેવા નથી. એક ઘોડે ચડીને જાય છે, અને બીજા પાસેથી ગાંસડી ઊંચકવાનું દૃષ્ટાંત આપ્યું. સાચી દયા કરવી હોય તો ઘોડા ઉપરથી ઊતરી જવું જોઈએ અને પોતાના માથા ઉપર બોજો ઊઠાવવો જોઈએ. આજે ઊલટું છે. માણસ બીજાને ભોગે દયા કરે છે. શોષણને ઢાંકવા માટે સેવાને સાધન બનાવે છે. સાચી સેવા કરી હશે તો ગામડાંને યાદ કરવું પડશે. તમારી સામે શહેર અને ગામડું પડ્યું છે. તમે ગામડામાં જશો તો ધૂળવાળા રસ્તા મળશે, મેલા લોકો મળશે તમને થાય કે આ રસ્તાને સારા બનાવીએ પણ તે રસ્તા માટે પૈસા ક્યાંથી આવશે. આપણે કહીશું સરકાર આપશે. સરકાર ક્યાંથી લાવશે? કરવેરા નાખશે. કરવેરા કોની ઉપર આવશે? તો દેશના ૯૧ ટકા લોકો ખેતી અને ગોપાલન કરે છે. ૯ ટકા ઉદ્યોગો મિલો વગેરે કરે છે. તો કર કોની ઉપર આવશે ? આ બધો વિચાર કરવો જોઈએ. સાધુતાની પગદંડી
૧૧૫
Page #147
--------------------------------------------------------------------------
________________
બીજાનું શોષણ ના થાય પણ પોષણ થાય એવી જાતનું જીવન ગોઠવવું તેનું નામ સેવા. રેંટિયાનું શાસ્ત્ર આપણને આવી સેવા બતાવે છે.
રશિયામાં એક શિક્ષકે એક વિદ્યાર્થીને પૂછેલું કે એક રૂપિયાની ચીજના પાંચ રૂપિયા ઉપજયાં તો કેટલો નફો થયો ? આપણે કહીશું ૪ રૂપિયા, ત્યાં એમ નથી. તેને કહ્યું છ મહિનાની જેલનો નફો મળે. આ બધું આપણે સમજવું જોઈએ. ગ્રામસંસ્કૃતિમાંથી આ શિખાય છે. પણ આપણે ગામડાંમાં જઈએ છીએ તો કઈ દૃષ્ટિ લઈને જઈએ છીએ ? એક સુંદર સ્ત્રીનું શબ પડ્યું છે. એક માણસ ઘરેણાંનો લોભ કરે છે. બીજો સુંદરતા જોઈને વિકાર પોષે છે, ત્રીજો વૈરાગ્યની ભાવના પોષે છે. વિચારે છે કે છેવટે તો આ દશાને ! આમ વસ્તુ એક પણ દરેકની ઈચ્છા મુજબ ભાવ કાઢે છે. ગામડાંમાં કેટલાંક પૈસા કમાવવાની દૃષ્ટિથી જાય છે, કેટલાક ગામ સંસ્કૃતિ શીખવા જાય છે, કેટલાક રોફ બતાવવા જાય છે. હક્કની રોટી ખાવી એ મહત્ત્વની વસ્તુ છે. કેટલાક કહે છે કે સરકાર યંત્રોને ટેકો આપે છે. બીજી બાજુ ગ્રામઉદ્યોગની વાત કરે છે. પણ એનો જવાબ એ છે કે તમારા બધા ઉપર શાના કપડાં છે ? તા. ૧૨-૧૨-૧૯૫૪ : ડોળીયા
સાયલાથી પૂ. નાનચંદ્રજી મહારાજ અને લોકોની વિદાય લઈ વખતપુરમાં બપોર સુધી રોકાઈ, સાંજના ડોળીયા આવ્યા. અંતર બધું મળીને સાડા નવ માઈલ. રાત્રે જાહેર સભા થઈ. તા. ૧૩-૧-૧૯૫૪ : ચોરવીરા
ડોળીયાથી નીકળી ચોરવીરા આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો. અરવિંદભાઈ જોષી અને ભૂપતભાઈ સાથે હતા. તા. ૧૪-૧૨-૧૫૪ : થાન
ચોરવીરાથી નીકળી થાન આવ્યા. અંતર નવ માઈલ. અરવિંદ જોશી સાથે આવ્યા હતા. ઉતારો પોટરીના બ્લોકમાં રાખ્યો હતો.
બપોરના પરશુરામ પૉટરી વર્ક્સનું કારખાનું જોયું. મેનેજરે સાથે ફરી બધું બતાવ્યું. અહીં પથ્થર વગેરે મિક્સ કરીને બરણી કપ, સૉસર, જાજરૂનો સામાન, ટબ-સિન્ક વગેરે બનાવે છે. રાત્રે પોટરીમાં જાહેર સભા થઈ.
સાધુતાની પગદંડી
૧૧૬
Page #148
--------------------------------------------------------------------------
________________
બીજે દિવસે ગામમાં આવ્યા અને જૈન ભોજનશાળામાં રહ્યા. અને નવ વાગ્યે ત્યાં વ્યાખ્યાન રાખ્યું હતું. તા. ૧૬-૧૨-૧૫૪ : દલડી
થાનથી નીકળી દલડી આવ્યા. અંતર નવ માઈલ. વચ્ચે આણંદપુરાના ઉપાશ્રયમાં થોડું રોકાયા હતા. આ પ્રદેશમાં પથરાળ જમીન છે એટલે કપચીનાં કારખાનાં થાય છે. તા. ૧૭, ૧૮-૧૨-૧૯૫૪ : વાંકાનેર
દલડીથી નીકળી વાંકાનેર આવ્યા. અંતર નવ માઈલ હશે. ઉતારો ટાઉનહોલમાં રાખ્યો હતો. ઘણા ભાઈબહેનો સ્વાગત માટે સામે આવ્યા હતા. રસ્તામાં મહારાજશ્રી સામજી સ્વામીને ઉપાશ્રયમાં મળી આવ્યા હતા. મહારાજશ્રીના સંસારનાં ઘણાં સગાંસંબંધીઓ અહીં રહે છે.
રાત્રે જાહેરસભા થઈ હતી. યુગધર્મ વિશે પ્રવચન કર્યું હતું. ૩ થી ૪ વાર્તાલાપ રાખ્યો હતો. તે પછી હિંમતભાઈ કે જેમનું થોડા મહિના પહેલા ગરાસદારોએ ખૂન કર્યું હતું. તેમને ઘેર આશ્વાસન માટે જઈ આવ્યા. આ ભાઈ કોંગ્રેસના કાર્યકર્તા અને સ્પષ્ટ વક્તા હતા. સ્થાપિત હિતવાળાઓને તેમની હાજરી ગમતી નહોતી. એટલે આમ બન્યું હશે. લોકો ઉલ્ટાસૂલ્ટી વાતો કરતાં હતાં. જમાઈ-દીકરીએ રડતી આંખે કેટલીક વાતો કરી અને આગળ બોલી પણ ના શક્યા. એટલું બોલ્યા કે અમે તો જીવન હારી ગયાં છીએ. મહારાજશ્રીએ એમને આશ્વાસન આપતાં કહ્યું કે તમને લાગી આવે એ સ્વાભાવિક છે. પણ જો અન્યાયનો સામનો કરતાં એમનું ખૂન થયું હોય તો એ બલિદાન બદલ ગૌરવ લેવું જોઈએ. છાપાંના અગ્રલેખ કેવા લખાય છે. એમનું મૃત્યુ વીર મૃત્યુ છે. જો લોકોમાં એમ થઈ જાય કે બહુ કામ કરતાં આમ થાય તો કામ જ ના કરવું. તો તો મહાઅનર્થ થાય. એકવાર મરવું છે. સિદ્ધાંત ન મરવો જોઈએ. તો બીજાને પ્રેરણા મળશે.રાત્રે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રાખ્યો હતો. કેટલાંકે પૂછયું તમે જૈન સાધુ કહેવડાવો છો કે નહિ ? જૈન સાધુ સાથે બહેન રહી શકે કે નહિ ? વગેરે પ્રશ્નો પૂડ્યા. અને એના સંતોષકારક સુંદર જવાબો અપાયા. લોકોને બહુ રસ પડ્યો અને કેટલુંક સમાધાન થઈ ગયું અને ગેરસમજ દૂર થઈ.
સાધુતાની પગદંડી
૧૧૭
Page #149
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯, ૨૦-૧૨-૧૫૪ ઃ જડેશ્વર
વાંકાનેરથી નીકળી જડેશ્વર આવ્યા. અંતર સાત માઈલ, ઉતારો મંદિરમાં રાખ્યો હતો. અમારી સાથે મહારાજશ્રીનાં સંસારી મણિબહેન, કંચનબેન, ભાનુબહેન, દિવાળીબહેન વગેરે આવ્યાં હતાં. બપોરના નૌત્તમભાઈ ખંઢેરિયા એમના પત્ની દૂધીબહેન વગેરે આવ્યાં હતાં.
અહીં કોઈ વસ્તી નથી. માત્ર જડેશ્વરદાદાનું મહાદેવનું મંદિર છે. ખૂબ રમણીય સ્થાન છે. મંદિરનું પોતાનું વૉટર વર્કસ, ઇલેક્ટ્રિસિટી વગેરે છે. ઘણી જ વિશાળ જગ્યા છે.
હું (મણિભાઈ), મીરાંબહેન અને કંચન અહીંથી ટોળ જે મહારાજશ્રીનું જન્મસ્થાન છે. ત્યાં જઈ આવ્યાં. ત્રણ માઈલ દૂર છે. ત્યાં માજીના સ્મરણરૂપે પાદરે ઓટો બંધાયેલો છે. અને મહારાજશ્રી જે હનુમાન દેરીમાં વારંવાર બેસતા તે દેરી પણ હજી છે. એમનું મકાન પણ એમ જ છે. એક ભાઈએ સાકર ભરી દરબાર પાસેથી રાખેલું તે હમણાં પ્રાયોગિક સંઘે રૂ. ૫૧ આપી ખરીદી લીધું છે. આજે કનકવિજયજી મહારાજ ઠા.૬ આવ્યા હતા. બધાને અરસપરસ મળતાં આનંદ થયો. ખંઢેરિયાએ આજે પોતા તરફથી જમણ કરાવ્યું હતું. તા. ૨૧-૧૨-૧૯૫૪ : ધૂનડા
જડેશ્વરથી નીકળી ધૂનડા આવ્યા. અંતર છ માઈલ. ઉતારો એક ખાલી મકાનમાં રાખ્યો હતો. આજે અંબુભાઈ, કાશીબહેન આવ્યાં હતાં. રાત્રે ચોરા આગળ સભા થઈ હતી. તા. ૨૨-૧૨-૧૯૫૪ : મોરબી
ધૂનડાથી નીકળી મોરબી આવ્યા. અંતર સાડા સાત માઈલ. ઉતારો પૌષધશાળામાં રાખ્યો હતો. હંટર ટ્રેનિંગ કોલેજના શિક્ષકોએ અને પટેલ બોર્ડિંગના વિદ્યાર્થીઓએ ઘણે દૂર આવી સ્વાગત કર્યું. ૩-૩૦ વાગ્યે હંટર ટ્રેનિંગ કોલેજનું અને પછી પટેલ બોર્ડિંગમાં પ્રવચન રાખ્યું હતું. સાંજના પૌષધશાળામાં જાહેરસભા થઈ હતી. તેમાં મહારાજશ્રીએ જણાવ્યું કે લગભગ બે વરસ પછી મોરબીમાં આવવાનું થાય છે. એ વખતે શિક્ષક ભાઈઓએ ખૂબ પ્રેમ બતાવ્યો હતો. હજી આજે પણ એ ભાઈઓએ, ખેડૂત છાત્રાલયના ૧૧૮
સાધુતાની પગદંડી
Page #150
--------------------------------------------------------------------------
________________
વિદ્યાર્થીઓએ અને બીજા ભાઈઓએ પણ ખૂબ પ્રેમ બતાવ્યો છે. સાથોસાથ હું જે સ્થાનમાં ઊતર્યો છું એ સ્થાનના વહીવટદારોનો મારે આભાર માનવો જોઈએ. કારણ કે હું જે પંથ ખેડી રહ્યો છું તેમાં ઘણા જૈન ભાઈબહેનો સહમત નથી. મારા પંથે હું ચાલી રહ્યો છું. તે ધર્મયુક્ત છે કે નહિ ? તેની વિમાસણ કેટલાયને થયાં કરે છે. કારણ એ છે કે છેલ્લા વર્ષોમાં ધર્મ અને વ્યવહારને છૂટાછેડા થઈ ગયા છે. ધર્મનું ખાનું અને વ્યવહારનું ખાનું જુદું પડ્યું છે. બાપુએ આમાં ઘણું માર્ગદર્શન આપ્યું છે. તેમણે કહ્યું રાજકારણ પણ સત્ય અને અહિંસા સિવાય ચાલી શકે નહિ, તો વ્યવહાર તો ચાલે જ ક્યાંથી ? સત્ય વગર આપણી પળ પણ ન વહેવી જોઈએ. તેમણે મોટી સલ્તનતને અહિંસક સાધનો દ્વારા દૂર કરી. ધર્મ એવી તકલાદી ચીજ નથી કે કોઈ અમુક ક્ષેત્રને ટચ કરવાથી નંદવાઈ જાય કે અભડાઈ જાય ! આ પ્રયોગ ધર્મગુરુઓને સ્પર્શતો નથી ? એમણે શું આ આચરવા જેવો નથી ? હું એ પંથ ઉપર પગલાં પાડી રહ્યો છું એમ મને લાગે છે. સૌનો આદર અને સ્નેહ છે, પણ પૂરતી એકમતી નથી. છતાં તેમણે આ સ્થાન આપ્યું. એ બદલ મારો સંતોષ વ્યક્ત કરું છું. મારે જૈન-જૈનેતરને એક જ વાત કરવાની છે કે, જૈન-જૈનેતરના ભાગલાં પાડી શકાતાં નથી. સૌ વિશ્વના સંતાન છીએ. એક જ પંથના સૌ પ્રવાસીઓ છીએ. કોઈ એક ડગલું પાછળ હોય તો તેને હાથ આપે, થોડાં પોતાને સાથે લે. જૈન ધર્મ તો વિશ્વધર્મ છે. એટલે એની ફ૨જ પણ વધારે છે. એમાં જેટલી કચાશ તેટલી ઝાંખપ લાગે છે. ધર્મસ્થાનકો દરેક સંપ્રદાયના ધર્મ ગુરુઓ માટે આશ્રયસ્થાન હોવાં જોઈએ.
સહઅસ્તીત્વનો સિદ્ધાંત આપણે સ્વીકાર્યો છે. મંતવ્યો જુદાં હોઈ શકે પણ મતભેદ ના રહેવો ઘટે. આજે સામ્યવાદ કે સંસ્થાનવાદ, મૂડીવાદ કે બીજા વાદ એ હિસાબે બેસી શકે છે. સ્વામી વિવેકાનંદ યુરોપ ગયા ત્યારે એક પ્રશ્ન પુછાયો. ધર્મ એક છે, ઈશ્વર એક છે તો આટલાં બધાં ભાગલા શા માટે ? ત્યારે તેમણે કહ્યું, દરેકનું સહઅસ્તિત્વ છે. ભાગલા છે, એટલે તો ભારતવર્ષમાં સંસ્કૃતિની કદર છે. નહિ તો સરમુખત્યારી આવી ગઈ હોત, આ વાત આપણે સમજવી જોઈએ. ફરી તમારા બધાંનો સ્નેહ જોઈને સંતોષ વ્યક્ત કરું છું. અહીંના મુખ્ય કાર્યકર ગોકળભાઈ પરમાર છે. સાધુતાની પગદંડી
૧૧૯
Page #151
--------------------------------------------------------------------------
________________
તા. ૨૩-૧૨-૧૯૫૪ : બેલા
મોરબીથી નીકળી બેલા આવ્યા. અંતર સાડાસાત માઈલ. ઉતારો જૈન મંદિરમાં રાખ્યો. અમારી સાથે ગોકળભાઈ, હરિભાઈ, કચ્છથી આવેલા મણિભાઈ સંઘવી પણ હતા. - સાંજના ભૂમિ-વિતરણનો સમારંભ થયો. તેમાં મહારાજશ્રીએ હાજરી આપી. ૧૩ ભાઈઓને ભૂમિવિતરણ થયું. જમીન સારી કોટીના હિસાબે સરખા ભાગ પાડ્યા હતા અને નંબર ચિઠ્ઠીઓ નાખી બાળક પાસે ઉપડાવી જેને ભાગે જે બ્લોક આવે એ આપી. તા. ૨૪-૧૨-૧૯૫૪ ઃ જેતપુર
બેલાથી નીકળી જેતપુર આવ્યા. અંતર સાત માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. તા. ૨૫-૧૨-૧૯૫૪ : ખાદ્રેચી
જેતપુરથી નીકળી ખાખરેચી આવ્યા. અંતર સાત માઈલ હશે. ઉતારો સ્ટેટના બંગલામાં રાખ્યો હતો. ગામે સ્વાગત કર્યું. આજે અહીં વિકાસ બ્લોકનું ઉદ્દઘાટન તેમજ રવિશંકર મહારાજની છબી અનાવરણ કરવાનો કાર્યક્રમ હતો. રતુભાઈ અદાણી વિકાસ પ્રધાન આવ્યા હતા. કલેક્ટર, ડી.એસ.પી. વગેરે પણ હતા. ગામની ઇચ્છા હતી કે મહારાજશ્રી હાજરી આપે તો સારું. ગોકળભાઈએ તો મોરબીથી જ કહ્યું હતું. પણ સમય ૯-૩૦નો હતો. અને એ સમયે અમે પહોંચી શકીએ તેમ હતું નહિ એટલે સભામાં અંતરાય ના પડે એ માટે અમે ૧૧ વાગ્યે આવવું એમ નક્કી કર્યું. પણ રતુભાઈએ અમે આવવાના છીએ એમ માનીને અડધો કલાક મોડું કર્યું અમે આવ્યા ત્યારે સમારંભ ચાલતો હતો. મહારાજશ્રીએ તેમાં હાજરી આપી અને પ્રાસંગિક કહ્યું.
બપોર પછી રતુભાઈ અદાણીએ મહારાજશ્રી સાથે કેટલીક વાતો કરી. તેમાં પંચાયતો હોટેલો બંધ કરે તો સરકાર મદદ કરશે. ન્યાયની બાબતમાં પણ કોર્ટ દખલ ન કરે તે માટે વિચારે છે. બીજું ઘંટી કે ફલોર માટે (મધ્યસ્થ સરકાર)નો ઉદ્યોગ નીતિને નામે વાંધો આવે છે. રાષ્ટ્રપતિ અંગત રીતે ગ્રામ ઉદ્યોગમાં માને છે. પણ રાજ્યની રીતે મુશ્કેલી છે. ઢસા પ્રકરણ
૧ ૨૦
સાધુતાની પગદંડી
Page #152
--------------------------------------------------------------------------
________________
બાબતમાં એમણે કહ્યું કે ઉપવાસની ખબર અમોને વહેલી નહોતી પડી એટલી હદ સુધી ના જવા દેત. વજુભાઈ અને ભીમભાઈ જેવા કહેતાં હોય તે મહેન્દ્રભાઈએ માનવું જોઈએ.
એક પ્રાર્થના પ્રવચનમાં મહારાજશ્રીએ જણાવ્યું કે, ક્રાંતિનો સામાન્ય અર્થ પરિવર્તન થાય છે. પણ પરિવર્તન કોનું અને કેવી રીતે એ મોટો સવાલ છે. ધર્મના જોડાણ વગરનો ફેરફાર વાસ્તવિક બનતો નથી. જે ફેરફાર પોતાના અંગત અને સામાજિક જીવનને સ્પર્શતો નથી ત્યાં સુધી એ ફેરફારને ક્રાંતિ કહી શકાતી નથી. એટલે આપણે એની સાથે ધર્મ શબ્દ લગાડીએ છીએ. ધર્મના જોડાણ સિવાય થયેલાં ફેરફારો લાંબો વખત ટકતાં નથી. અને તેમાં હિંસા આવી જવાનો પૂરો ભય છે. એવી જ રીતે જે ફેરફારો સમાજને સ્પર્શતા નથી તે ફેરફારો અપૂર્ણ છે. દા.ત., રશિયાચીનમાં જે ફેરફાર થયા છે તેને આપણે ક્રાંતિ કહીએ કે કેમ ? એ સવાલ છે. ત્યાં સત્તા ઉપર અમીર હતા એને ઠેકાણે મજૂર આવ્યા. સત્તાની ફેરબદલી થઈ. પણ મૌલિકતા ન આવી. સત્તા તો રહી જ. અને હિંસાથી આ બન્યું. એટલે એ ધર્મક્રાંતિ ના થઈ. આને આપણે સામાન્ય ફેરફારો કહી શકીએ. માણસને જેમ અન્નજળ જોઈએ તેમ માણસના મનને સમાધાન પણ જોઈએ. સુખ સગવડથી તેને શાંતિ મળતી નથી. પણ બીજી ઘણી વસ્તુઓ મન શાંતિ માટે જોઈએ.
ભારતમાં ફેરફારો તો ઘણા થયા છે પણ એમાં તમે ઘણી વિશેષતા જોશો. દા.ત., વ્યક્તિગત સ્વાતંત્ર્ય, જે વર્ગનું શાસન હતું તેવા વર્ગો પોતાનું સ્વાતંત્ર્ય બરાબર ભોગવી શકે છે.
કેટલાંકને તો મોટા સ્થાન આપવામાં આવ્યાં છે. રાજાઓ, જમીનદારો બ્રિટિશરો બધાંની સાથે સારા સંબંધો રાખતા. હિંસા બહુ ઓછી થઈ. ચૌરાચૌરી જેવા પ્રસંગો અને બંગાળી યુવાનોના પ્રસંગો બન્યા. પણ એમાંથી એ અટકી ગયા.જેમ ગાંધીજીએ આ બંનેના વિચારોને પકડીને પરિવર્તન કર્યું. એમ કરેલી ક્રાંતિમાં આ બંને વિચારોનું જોડાણ નહિ રહે તો આ દેશ આંટીઘૂંટીમાં અટવાઈ જવાનો એટલે પ્રધાન કાર્ય એ હોવું જોઈએ કે ક્રાંતિની સાથે ધર્મ અને સમાજ છે કે નહિ.
સાધુતાની પગદંડી
૧૨ ૧
Page #153
--------------------------------------------------------------------------
________________
આપણે ત્યાં દારૂબંધી છે. એ નીતિ ઢીલી પડતી લાગે છે. એની આવકમાંથી કેળવણી-વિકાસ વગેરે થાય છે. એવી દલીલો આવી પણ બાપુએ કહ્યું કે, મારે એવી કેળવણી જોઈતી નથી. ભલે લોકો અભણ રહે ત્યારે કેટલાક રાજ્યો દલીલ કરે છે. એની આવક શા માટે છોડવી ? દારૂની આવકથી ઘણાં વિકાસનાં કાર્યો થઈ શકશે. વિરોધી પક્ષો તો દારૂની હિમાયત કરે જ છે. બાકીના વર્ગો જેમણે દારૂબંધી જોઈએ છે તે લોકો સંગઠિત નથી. આવી જ રીતે સામાજિક કામોનું છે. લોકોની જાગૃતિના અભાવે એ પ્રશ્નો થંભી ગયા છે. ગઈ કાલે રતુભાઈની સાથે વાતમાં તેમણે કહ્યું અમે કેટલાક યંત્રો કાઢી નાખવા માંગીએ છીએ. પણ મધ્યસ્થ સરકાર અટકાવે છે. આપણને લાગે છે કે અમેરિકન સાહેબ વિધાનસભામાં ક્યાંથી આવી ગયાં ? આંબેડકર તો નિમિત્ત હતા પણ વિધાનસભામાં બેઠેલા સૌ માનનારા હતા કે, વળતર આપ્યાં સિવાય કોઈની મિલકત લઈ શકાશે નહિ. ભેળસેળ કરે તેને કોઈ અટકાવી શકે નહિ. કોઈ પોતાની પત્નીને રંજાડતો હોય તો કોઈ ધર્મગુરુ અટકાવતો નથી. સમાજ પણ અટકાવતો નથી. કારણ કે વ્યક્તિ સ્વાતંત્ર્ય છે. આ દશામાંથી આપણે બહાર નીકળવાનું છે. એ કોણ કરી શકે ? માત્ર વાતોથી પતશે નહિ. મૂળભૂત સવાલ એ છે કે પૈસા અને સત્તાની પ્રતિષ્ઠા તૂટવી જોઈએ. અને ગુણની અને નીતિની પ્રતિષ્ઠા સ્થાપિત કરવી જોઈએ.
તા. ૨૮-૧૨-૧૯૫૪ થી ૫-૫-૧૯૫૫ સુધી મતલબ કે વેણાસરથી વલ્લભપુર સુધીની પ્રવાસ નોંધ સંતબાલજી મહારાજની કચ્છયાત્રા નામની વર્ષ બેની નંબર ૧, ૨ની પુસ્તિકામાં પ્રવાસમાં છપાઈ ગઈ છે. તેથી અહીં લખી નથી. જરૂર પડે તો કચ્છયાત્રા પુસ્તિકા જોઈ લેવી.
સને ૧૯૫૫
તા. ૬, ૭-૫-૧૯૫૫ : વલ્લભપુર
દાભુંડાથી નીકળી વલ્લભપુર આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો છાત્રાલયમાં રાખ્યો હતો. અહીં તા. ૭મીએ કાર્યકરોનું મોટું સંમેલન રાખ્યું હતું. તેમાં મહારાજશ્રીએ જણાવ્યું કે, કોંગ્રેસ અને રચનાત્મક કાર્યકરોને હું
૧૨૨
સાધુતાની પગદંડી
Page #154
--------------------------------------------------------------------------
________________
જુદાં ગણતો નથી. બાપુના અવસાન પછી તેમાં થોડો ફેર પડ્યો છે. એ રીતે આજનું સંમેલન રચનાત્મક કાર્યકરોનું સંમેલન છે. અંજારમાં કોંગ્રેસ કાર્યકરોનું મિલન હતું. તેમાં આવરી કોંગ્રેસને ટેકો આપતો ઠરાવ કર્યો હતો. અને પ્રાયોગિક સંઘનો બીજો ઠરાવ થયો હતો. બીજા ઠરાવનો વિચાર કરવા આપણે ભેગા થયા છીએ. આ સંમેલનમાં હું કંઈક કહું તેના કરતાં તમોજ તમારી વાતો રજૂ કરો એમ ઇચ્છું છું. સર્વ સેવાસંઘ કડી છે. એના કાર્યકરો રાજકારણથી દૂર રહેવા પ્રયત્ન કરે છે. પણ વ્યવહારમાં એમ બનતું નથી. એવું હું જોઈ રહ્યો છું. ગુજરાતના બધી જાતના કાર્યકરો અરસપરસ બધાં કામો જોડીને ચાલતા હોય છે. સામાજિક કામ અને રાજકારણ અલિપ્ત રહી શકતાં નથી. પ્રાયોગિક સંઘમાં બધાં કાર્યો, સામાજિક, આર્થિક, રાજકીય આવી જાય છે.
કચ્છ જિલ્લા પ્રા. સંઘની છેલ્લી વિચારણા કરવા સંમેલન મળ્યું હતું. પ્રેમજીભાઈ, કાંતિભાઈ, કુંદનલાલભાઈ પ્રભુલાલભાઈ વગેરે કાર્યકરો આવ્યા હતા. સવારમાં મુક્ત કંઠે દરેકને પોતપોતાની મુશ્કેલીઓ એકબીજાના સંબંધો વિશે ચર્ચાનો સમય આપ્યો હતો. દરેકનો ભાર હળવો થયો હતો. કોંગ્રેસ અને રચનાત્મક કાર્યકરો જુદા નથી. એ સાર હતો.
મહારાજશ્રીએ પ્રાયોગિક સંઘની જરૂરિયાત કેમ ઊભી છે. તેનો ખ્યાલ આપ્યો હતો. અને કચ્છના પ્રવાસના પ્રશ્નો વિશે ચર્ચા કરી હતી. કચ્છમાં બધે ચાર આની મહેસૂલ રાહતની જાહેરાત થઈ. પણ રાપર તાલુકામાં છ આની મહેસૂલ રાહત થવી જોઈએ. એ વિશે પોતાની ચિંતા પ્રેમજીભાઈ મહેસૂલમંત્રી આગળ રજૂ કરી. સરકારે કોંગ્રેસે અને વિઘોટી કમિટીએ પૂર્ણ પ્રયત્ન કર્યો છે. લોકસભાના સભ્યો પણ પ્રયત્ન કરે છે. તેમ છતાં જો પોતે કચ્છ છોડે તે પહેલા છ આનાની જાહેરાત ન થાય તો અન્યાય થાય છે. અને પોતાના સમાધાન માટે કંઈક પ્રાયશ્ચિત કરવું જોઈએ એમ મહારાજશ્રીએ કહ્યું હતું. પ્રેમજીભાઈએ આ વસ્તુ વાજબી નથી, અમને શરમાવનારું છે. માટે થોડી રાહ જોવા આગ્રહ કર્યો હતો.
અહીંના મુખ્ય કાર્યકર મગનભાઈ સોની છે. તા. ૮-૫-૧૯૫૫ : ભીમાસર
વલ્લભપુરથી નીકળી ભીમાસર આવ્યા. અંતર સાત માઈલ હશે. ઉતારો સાધુતાની પગદંડી
૧ ૨ ૩
Page #155
--------------------------------------------------------------------------
________________
નિશાળમાં રાખ્યો હતો. લોકોએ ભજન મંડળી સાથે ખૂબ સુંદર સ્વાગત કર્યું હતું. પ્રાસંગિકમાં તેમણે જણાવ્યું કે લગભગ ચાર માસથી હું કચ્છમાં ફરી રહ્યો છું. દુનિયામાં જે ચાલી રહ્યું છે. એની અસર આપણને થાય છે. આપણને આપણું ભાન થતું આવે છે. બધો આધાર સરકાર ઉપર રાખવાથી આપણું કામ નહિ ચાલે. ભારતમાં પાંચ લાખ ગામડાં છે. તેમાં જાતમહેનત કરીએ છીએ. ત્યારે આંખોમાંથી અમૃત વરસે છે. ત્યારે જે આનંદ થાય છે. તે પૈસાથી નથી મળતો. ધનની કિંમત વધઘટ થયાં કરે છે. માણસની કિંમત ના ઘટવી જોઈએ. તેની કિંમત ત્યારે અંકાય જ્યારે માણસાઈ આવે. માણસાઈ આવ્યા પછી ઇર્ષા-અદેખાઈ, કુસંપ, અન્યાય ચાલ્યાં જાય છે. આખી હવા બદલાઈ જાય છે. આજે પણ આપણે વ્યસનના ગુલામ થઈ ગયાં છીએ. રસ્તામાં એક છોકરો બીડીની ભીખ માગવા લાગ્યો. મા-બાપ આ બધું શીખવે છે. જો આપણે જાત મહેનત કરી નીતિથી જીવીએ તો બધાં સુખી થઈએ. તમે બધા આટલી મોટી સંખ્યામાં ભેગા થયા છો અને ઊંચનીચના ભેદ રાખ્યા સિવાય સાથે બેઠા છો. તેથી મને આનંદ થાય છે. આભડછેટ આપણે ત્યાં હતી જ નહિ. તમારો આવકાર અને સત્કાર જોઈને મારો સંતોષ વ્યક્ત કરું છું.
બપોરના યુવકમંડળના સભ્યો સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ રાપર તાલુકા ખેડૂતમંડળની કારોબારી સાથે વિઘોટી પ્રશ્ન અંગે અને મંડળની નીતિ અંગે વાતો કરી હતી.
મહારાજશ્રી અહીં ચાતુર્માસ હતા તે વખતે વરસાદની અછત હતી. મોલ સુકાઈ રહ્યો હતો. ખેડૂતોનાં દિલ ઊંચા નીચાં થતાં હતાં. આવે સમયે માણસ પાસે બીજો શું ઉપાય હોય ? છેવટે તો નોંધારાનો આધાર એવા ભગવાનનું શરણું જ કંઈક આશ્વાસન આપી શકે. ગામલોકોએ નક્કી કર્યું કે વરુણ ભગવાનને રીઝવવા, ગામે અગતો પાળવો, ઊજાણી કરવી અને જાહેર અખંડ કીર્તન કરવું. તૈયારીઓ થઈ ગઈ. ભજનોની ૨મઝટ ચાલી. હિરજનો પણ કેમ બાકાત રહે શકે ? કેટલાક યુવાનો તૈયાર થઈને ભજન મંડળીમાં સામેલ થવા આવ્યા. પણ ભગત સાથે હિરજન કેવી રીતે બેસી શકે ? ભગત તો પવિત્ર કહેવાય અને પવિત્ર માણસ હિરજનને અડે તો અપવિત્ર બની જાય, વળી ઉજળિયાતોનો મોભો પણ ન રહે એટલે તેમણે હિરજનોને જાકારો દીધો.
૧૨૪
સાધુતાની પગદંડી
Page #156
--------------------------------------------------------------------------
________________
બપોરના મહારાજશ્રી ભિક્ષા લેવા જવાની તૈયારીમાં હતા. ત્યાં હરિજનો આવ્યા. કહે “બાપજી ! અમને ભજનમાં બેસવા દેતા નથી. રાત્રે તો જાહેર ભજનનું નક્કી થયું છે અને સાદ પણ તેવો પડ્યો છે.”
મહારાજશ્રી વિચારમાં પડ્યા. શું કરવું ? તેમણે ભિક્ષા લેવા જવાનું બંધ રાખ્યું. ગામનો પ્રેમ તો અપાર હતો જ. મહારાજશ્રી આ કારણે ભોજન લેવા ન જાય તો ગામનું ખોટું દેખાય. આખા ગામમાં સન્નાટો વ્યાપી ગયો. ચર્ચાઓ થવા લાગી. કેટલાક ખેડૂતો અને ગરાસદાર આગેવાનો મહારાજશ્રી પાસે આવ્યા. તેમણે નમ્રતાપૂર્વક કહ્યું કે, “આપ ભોજન ન લો તો અમે કેવી રીતે લઈએ ?' મહારાજશ્રીએ તેમને સમજાવ્યા અને કહ્યું કે જાહેર પ્રાર્થના રાખી અને તેમાં વળી પ્રભુભજન જેવા પવિત્ર કાર્યમાં કોઈપણ વ્યક્તિ ભજનકીર્તન માટે આવે તેને ના પાડવી તે કેટલું બધું અઘટિત છે ! તમારી ભૂમિકા હું સમજું છું. વરસોથી આવું ચાલે છે પણ મારી દૃષ્ટિએ સવર્ણ-અવર્ણમાં કોઈ ભેદ નથી. એક ઈશ્વરના સૌ સંતાન છીએ. કોઈની સાથે ખાવુંપીવું એ પોતપોતાની ઇચ્છાની વાત છે. પણ સાથે બેસવું એમાં ક્યાં અધર્મ થઈ જાય છે ? તેમાં વળી વરસાદનું સંકટ સૌને માથે આવ્યું છે. તેના નિવારણ માટે પ્રભુભજન કરવાનો ભવ્ય પ્રસંગ છે.
ભગવાનનાં સૌ છોરું સરખાં છે. એની પ્રતીતિ માટે બધાંને સામે ચાલીને આમંત્રવાં જોઈએ. તમે સ્થળ એવું રાખો કે જ્યાં બધી જ કોમનાં માણસો આવી શકે ? હું તો તમારા હૃદય ઉપર અપીલ કરવા માગું છું.'
ભજન મંડળીના આગેવાન ભગત મહારાજશ્રી પાસે આવ્યા અને કહેવા લાગ્યા : “બાપજી ! અમારી ભૂલ થઈ છે. હરિજનોને અમો પ્રેમથી આમંત્રણ આપીએ છીએ. એટલું જ નહિ હરિજનો ઇચ્છશે તો અમે તેમને ઘેર ભજન કરવા જઈશું. પણ આપ પહેલાં ભિક્ષા લઈ લો.” મહારાજશ્રીનો હઠાગ્રહ તો હતો જ નહિ, ભિક્ષા લીધી, આગેવાનો પણ જમ્યા અને સાંજના હરિજન વાસમાં સભા રાખવાનું ઠરાવ્યું.હરિજનોએ સુંદર મંડપ બાંધ્યો. મહારાજશ્રી, ભજનમંડળ અને ગામનાં આગેવાનો સો ત્યાં ગયાં. હરિજનોના આનંદનો પાર ન રહ્યો. પછી તો રાત્રે ગામની મંડળીમાં હરિજનો પ્રેમથી આવ્યા અને સૌએ સાથે મળી ભક્તવત્સલ ભગવાનને યાદ કર્યા.
સાધુતાની પગદંડી
૧૨૫
Page #157
--------------------------------------------------------------------------
________________
તા. ૯-૫-૧૯૫૫ : પલાંસવા
ભીમાસરથી નીકળી પલાંસવા આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. ગમે તે કારણે અહીં કંઈક ગેરસમજ થઈ હતી. એટલે ગામલોકો સ્વાગતમાં કોઈ આવ્યા નહોતા. બીજી તૈયારીઓ પણ કરી નહોતી. શાળાના શિક્ષકે બધી વ્યવસ્થા કરી હતી.
હરિજનોને ખબર પડી. એટલે ધામધૂમથી દર્શન કરવા આવવાના હતા. પણ ગામનો થોડો ડર હશે. એટલે શ્રીફળ અને સાકર થાળીમાં લઈને દર્શને આવ્યા. તેમની સાથે કેટલીક વાતો કરી. સાંજના તેમના વાસમાં જઈ આવ્યા. તા. ૧૦-૫-૧૯૫૫ : માખેલ
પલાંસવાથી નીકળી માખેલ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો શિવલાલ ઠક્કરની ડહેલીએ રાખ્યો હતો. અહીંના શિક્ષક ઠીક ઉત્સાહી લાગ્યા. આ ગામમાં રાજગોરની વસ્તી મુખ્ય છે. બધા ગિરાસદારો છે. પણ કુસંપ હોવાને કારણે કોઈ સાર્વજનિક કામ થતું નથી.
અહીં સવારમાં પ્રવાસે નીકળવાની તૈયારી કરતા હતા. ત્યાં ભવાનજી અર્જન ખીમજી અને લવજીભાઈ ઠક્કર વહેલી સવારના ભૂજથી નીકળી મહારાજશ્રીને મળવા જીપમાં આવી પહોંચ્યા. રસ્તે ચાલતાં ચાલતાં રાપર તાલુકાનો છઆની મહેસૂલી રાહતઅંગેના પ્રયતોની વાતો કરી. આખો પ્રશ્ન ઢેબરભાઈએ હાથમાં લીધો છે. મણિબહેનને (સરદારનાં દીકરી) કાનજીભાઈની પણ મદદ છે. ઢેબરભાઈએ વિશ્વનાથનને વિશ્વાસમાં લીધાં છે. હજી પંતજીને મળવાનું છે. પ્રયત પુષ્કળ ચાલે છે. પરંતુ મહારાજશ્રીને લાગે છે કે, કચ્છ છૂટી ગયા પછી ઓટ આવશે. એટલે પૂરો પ્રયત્ન કર્યા પછી આ સંજોગોમાં પ્રજા અને સેવકોને ઘડવા માટે પોતાની જાત ઉપર પ્રાયશ્ચિત લઈને થોડાં આંચકા આપવા વિચારે છે. આ અંગે તા. ૧૩મી એ ફરીથી પ્રેમજીભાઈ અને ભવાનજીભાઈ આવશે. ત્યારે વિચારાશે. તા. ૧૧-૫-૧૫૫ : આડેસર
માખેલથી નીકળી આડેસર આવ્યાં. અંતર ૪ માઈલ ઉતારો દરબારી ઉતારે રાખ્યો હતો. અહીં વિઘોટીના પ્રશ્ન અંગે વિચારણા કરવા પ્રેમજીભાઈ, ૧૨૬
સાધુતાની પગદંડી
Page #158
--------------------------------------------------------------------------
________________
ભવાનજીભાઈ, લવજીભાઈ વગેરે આવ્યા હતા. ગામના દરબાર પણ સાથે આવ્યા હતા. તા. ૧૨-૫-૧૯૫૫ : લખપત
આડેસરથી નીકળી લખપત આવ્યા. કચ્છનું આ છેલ્લું ગામ છે. અને કચ્છ પ્રદેશનું આ પ્રથમ સ્ટેશન છે. રાધનપુરની સરહદ અહીંથી શરૂ થાય છે. દરિયાનાં પાણી આવી ન જાય તે માટે મોટો પાળો નાંખ્યો છે.
તા. ૮-૫-૧૯૫૫ થી તા. ૮-૧૨-૧૯૫૫ સુધીની નોધ વિશ્વ વાત્સલ્યમાં પ્રગટ થયેલ લખાણોમાંથી છે. અને..
(તા. ૮-૫-૧૯૫૫થી તા. ૮-૧૨-૧૯૫૫ સુધીની પાલનપુર-ચાતુર્માસની નોટ મળતી નથી. તેથી તા. ૧૫-૧૨-૧૯૫૫થી ડાયરી લખી છે.) તા. ૧૫-૧૨-૧૯૫૫ : સિદ્ધપુર
પાલનપુરના ચાતુર્માસ પૂરા કરી દરેક દિવસ બનાસકાંઠાનાં ગામોનો પ્રવાસ કરી. મહારાજશ્રી સિદ્ધપુર આવ્યા.
અહીં તા. ૧૪,૧૫, ૧૬ ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘ સંચાલિત કાર્યકર્તા તથા ખેડૂતોનો વર્ગ રાખવામાં આવ્યો હતો. લગભગ ૯૦ સભ્યોની હાજરી હતી. મહારાજશ્રીએ ખાસ કરીને પ્રયોગ વિશે અને પ્રયોગમાં આવતાં શુદ્ધિપ્રયોગોની મીમાંસા કરી હતી. ચાલુ ગણોતસુધારા બિલમાં સરકારે જે પ્રગતિ કરવી જોઈએ, તે નથી કરી. ઊલટું કેટલીક બાબતોમાં પીછેહઠ કરી છે. એ અંગે મહારાજશ્રીને અસંતોષ હતો. તેમણે અને શ્રી રવિશંકર મહારાજે સંયુક્ત રીતે નિવેદન દ્વારા અને વ્યક્તિગત રૂપે મુંબઈ સરકારને બીલ પસાર થતાં પહેલાં પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં. અને ખેડૂત જનતાની અસર પોતાના અનુભવ જણાવ્યા હતા. સરકારે પોતાની રીતે એ બિલ પસાર કર્યું એટલે પ્રજાકીય રાજમાં જનતા પોતાનો વિરોધ કઈ રીતે ઉઠાવે. એનો વિચાર વિનિમય કરવાનો હતો. આ અંગે ભાલનળકાંઠા ખેડૂત મંડળે એક નિવેદન પણ બહાર પાડ્યું છે. જુદી જુદી રીતે ઘણી ચર્ચાઓ થઈ.
સૌને એમ તો લાગ્યું જ કે, ગણોત બિલમાં ભૂલ તો છે. પણ કોંગ્રેસ સરકાર સામે શુદ્ધિપ્રયોગ દ્વારા આંદોલન કરવાનું એટલે જનતામાં દ્વિધા ઊભી થવાની શંકા બતાવી. મહારાજશ્રીએ એ બધાંની બધી બાજુથી છણાવટ
સાધુતાની પગદંડી
૧૨૭
Page #159
--------------------------------------------------------------------------
________________
કરી કહ્યું સરકાર એ કોંગ્રેસને આધીન હોવી જોઈએ. આજે લગભગ સરકારને આધીન કોંગ્રેસ બની ગઈ હોય, એવું થઈ ગયું છે. એમાંથી તેને ગામડાંનું બળ આપી જગાડવી જોઈએ. જનતાને એમ ન લાગવું જોઈએ કે વૉટ આપી સરકાર ચૂંટી એટલે ગમે તે સ્થિતિમાં પાંચ વરસ સુધી તેને કંઈ કહી શકાય નહિ. આપણે તેમાં રહીને પણ કરી શકીએ. તે આવા આંદોલન દ્વારા જાણી શકાશે. પ્રજા અસંતોષને કારણે તોફાનવાદમાં સપડાઈ છે. તેને સારાં સાધનો બતાવવાં જોઈએ. સદ્ભાગ્યે રવિશંકર મહારાજ આ વાતમાં પૂરેપૂરા સહમત થયા છે. પછી તો પ્રયોગ ક્યાં કરવો કેવી રીતે કરવો કેમ કરવો ? તેની ચર્ચાઓ ચાલી. માહારાજશ્રી સ્પષ્ટ માને છે કે, તકવાદી લોકો લાભ લઈ જાય નહીં. કોંગ્રેસની પ્રતિષ્ઠા તૂટે નહિ. વ્યક્તિગત કોઈ ઉપર આક્ષેપ થાય નહિ. કાનૂન ભંગ થાય નહિ કે ધમાલ થાય નહિ, તે રીતે યોગ્ય વ્યક્તિઓ દ્વારા આનું સંચાલન થવું જોઈએ. જે ગામો તૈયા૨ હોય તે વિભાગ પૂરતી મર્યાદા રાખવી. પ્રચાર ચારે તાલુકામાં કરવો. હાલ ધંધૂકા અને ધોળકાનાં પસંદ કરેલ અમુક ગામોમાં પ્રયોગ કરવો. એમ ઠરાવ્યું.
અંતમાં કુરેશીભાઈએ ઉપસંહાર કરતાં જણાવ્યું કે, મારે બેવડી ફરજ બજાવવાની છે. આપણે કોંગ્રેસને તોડવા નહિ પણ કોંગ્રેસને મજબૂત બનાવવા ઉત્સુક છીએ.
સિદ્ધપુરના લોકોએ જે સાથ આપ્યો, તે બદલ આભાર માન્યો, રાત્રે પ્રાર્થના પછી મહારાજશ્રીએ હિંદુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ અને નારી પ્રતિષ્ઠા વિષે જણાવ્યું હતું. પછી બન્ને પક્ષે ઓળખિવિધ થયા બાદ સૌ વિખરાયાં હતાં.
સિદ્ધપુરના લોકોએ મહારાજશ્રીના ભવ્ય સ્વાગતની તૈયારી કરી હતી. પણ માંદગીને લીધે એકાદ દિવસ મોડું આવવાનું થયું. અને તે પણ સીધા જ મુકામે આવ્યા સ્થળ પવિત્ર સરસ્વતીને કિનારે વાણિયાવાડીમાં રાખ્યું હતું. તા. ૧૭, ૧૮,-૧૨-૧૯૫૫ : કામળી
સિદ્ધપુરથી પ્રવાસ કરી અમો કામળી આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો. મારી સાથે અંબુભાઈ બન્ને હરિભાઈ, બચુભાઈ,
સાધુતાની પગદંડી
૧૨૮
Page #160
--------------------------------------------------------------------------
________________
બળદેવભાઈ, પ્રાણલાલભાઈ અને બીજા કાર્યકરો હતા. આખી સીમમાં કોષનો કલરવ સંભળાતો હતો. કારણ કે જીરું અને વરિયાળીને પાણી પાવાનું હોય છે. “ભેરીવાળા કેશવલાલ શાહ મળવા આવ્યા. તા. ૧૯,૨૦-૧૨-૧૯૫૫ : ઊંઝા
કામળીથી નીકળી ઊંઝા આવ્યા. અંતર સાડાચાર માઈલ ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. ગામ લોકોએ અને વિદ્યાર્થીઓએ બેન્ડ સાથે સ્વાગત કર્યું હતું. પ્રાસંગિક કહેતાં મહારાજશ્રીએ જણાવ્યું કે, જૈનધર્મમાં માર્ગાનુસારીપણાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાંના એક ગુણનું વર્ણન એવું આવે છે કે, માણસ કઈ જાતનો ધંધો કરે છે. અને કઈ જાતનું જીવન જીવે છે. આજીવિકાનો શુદ્ધ સાધનથી રોટી મેળવાય તો લોહી શુદ્ધ બને છે. પરિણામે વિચારો શુદ્ધ થાય છે. આવું જ બૌદ્ધધર્મમાં કહ્યું, સમ્યક આજીવિકા ઉપર ભાર મૂક્યો છે. રામાયણમાં એક વાત આવે છે. ભેટ સોગાદની વાતો આવે છે. રામલક્ષ્મણ, મિથિલામાં જાય છે. ત્યાં ગાંડીવ તોડવાની ક્રિયા થાય છે. સીતાને પરણે છે. આ ખુશાલીના સમાચાર લઈને જનક એક દૂતને મોકલે છે. દશરથ સમાચારથી ખુશ થાય છે. અને બદલામાં દૂતને ચૂડામણિ અને હાર ભેટ આપે છે. દૂત લેતો નથી. અને કહે છે આ તો લાંચ કહેવાય. મને મહેનતાણું મળી ગયું છે.
વનવાસ પછી સભા ભરાઈ છે, ત્યારે રામ દરેકને ભેટ આપે છે. હનુમાનને આપતા નથી. સીતા એ ભૂલને સુધારવા પોતાના કંઠમાંથી હાર કાઢી ફેકે છે. હનુમાન એ હારને લઈ પથ્થરથી એનાં મોતી તોડે છે. જુએ છે આમાં રામ છે ? રામ એટલે નીતિ સમાજના અહિતમાંથી મેળવેલી લક્ષ્મી સાચે રસ્તે લઈ જતી નથી. આ માટે ઘણું વિચારાતું જૈનો તો ખૂબ વિચારતા. એટલે પુણ્યાની સામાયિક વખણાતી. કારણ તે નીતિમય આજીવિકા મેળવતો. આજે સ્થિતિ જુદી છે. જો ધંધો સર્જનાત્મક હોય, સટ્ટાત્મક હોય માત્ર દલાલી હોય, કોઈનો ધંધો લૂંટાતો હોય તો તે સમ્યગ આજીવિકા નહિ કહેવાય. પહેલાંના શહેરો બંદરો હતાં. એક બીજાની જરૂરિયાતો પૂરી પાડતાં. આજે તો વચલો ગાળો ખાનારા બન્યાં છે. માતાનું દુધ યોગ્ય રીતે જ પી શકાય. એને મારીને ન પી શકાય. આજે બુદ્ધિજીવીઓએ ખૂબ વિચાર કરવાનો છે. તેઓ જે ઉત્પાદક વર્ગ છે. તેને સાધુતાની પગદંડી
૧૨૯
Page #161
--------------------------------------------------------------------------
________________
મદદ કરે. આજે મૂડીની પ્રતિષ્ઠા છે, જેનું શોષણ થાય છે. એના તરફ તિરસ્કાર થાય છે. એટલે જ્યાં સુધી ન્યાયસંપન્ન, આજીવિકા ઊભી નહીં કરીએ ત્યાં સુધી સાચી શાંતિ મળશે નહિ.
એક દિવસ હાઈસ્કૂલમાં ઊંઝા કેળવણી મંડળ તરફથી પ્રવચન રાખવામાં આવ્યું હતું. ફરતાં ફરતાં ઊંઝા આયુર્વેદિક ફાર્મસીની મુલાકાત લીધી હતી. ત્યાંથી સોમાભાઈ ઊંઝાકરના આગ્રહથી મંગી વાસમાં છોટુભાઈ પંડિત પછાતવર્ગ છાત્રાલયની મુલાકાત લીધી હતી. રાત્રે આઝાદચોકમાં જાહેર સભા થઈ હતી.
અહીં ઉપાશ્રયમાં હિરજનો આવી શકતા હતા. અહીં ઉમિયામાતાનું પ્રખ્યાત મંદિર છે. કડવા પાટીદારોની તે કુળદેવી છે. અહીં જીરૂં, વરિયાળીનો મોટો વેપાર ચાલે છે.
તા. ૨૧-૧૨-૧૯૫૫ : ઐર
ઊંઝાથી નીકળી ઐકુંર આવ્યાં. અંતર સાડાત્રણ માઈલ હશે. ઉતારો ગણપતિના મંદિરમાં રાખ્યો હતો. અમારી સાથે એક ભંગી કાર્યકર અને હરિજન માસ્તર આવ્યા હતા. મંદિરમાં આવવા માટે ગામલોકોએ છૂટ આપી હતી. એ રીતે ગામની પ્રગતિ સારી કહેવાય. ગામમાં આ વાતનો પ્રચાર થયો કે મહારાજે હરિજન પ્રવેશ કરાવ્યો. જૈન સાધુની સાથે આ રીતે હિરજનો રબારીઓ વગેરે રહે એ નવીક્રાંતિ છે. અહીં ગણપતિના મંદિરમાં મોટો મેળો ભરાય છે.
તા. ૨૨-૧૨-૧૯૫૫ : જૈતલવાસણા
ઐકુરથી નીકળી જૈતલવાસણાં આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો હનુમાનના મંદિરમાં રાખ્યો હતો. ગામે સ્વાગત કર્યું.
સભામાં બોલતાં મહારાજશ્રીએ જણાવ્યું કે સંસારના અનેક સ્થળે માણસની જેમ મીઠાશ હોય છે. તેમ કડવાશ આવી જાય તો, સત્યને અનુકૂળ હોય તોપણ પગલું લેતાં ડરે છે. આ ડર સ્વાભાવિક હોય છે. એને કયા પ્રકારનો ડર કહેવો એ મુશ્કેલ છે. જૈન સૂત્રમાં સાત પ્રકારના ભય બતાવ્યા છે. આજીવિકાનો ભય, યશનો ભય, અપયશનો ભય, એમ અનેક પ્રકારના ભયોથી આવે ઢંકાણે માણસનું મન પાછું પડે છે. પણ સત્યનો જે
સાધુતાની પગદંડી
૧૩૦
Page #162
--------------------------------------------------------------------------
________________
રસ્તો છે તે બહાદુરીનો છે. એમાં ક્યાંય ડરને સ્થાન નથી. “સ્વલ્પ મણસ્વ ધર્મસ્યત્રાયતો મત ભયાત” ગીતા કોલ આપે છે. ધર્મને માર્ગે હશો તો તમને કોઈ ડર નડવાનો નથી. સત્ય બોલવું અને હિતકારી બોલવું. મધુર લાગે તે બોલવું. એ જરૂર ખ્યાલ રાખવો પણ કેટલીકવાર એ બધું કરવા છતાં સત્ય કહેતાં અપ્રિયતા આવી જવાની.
માણસનો સ્વભાવ એવો હોય છે કે, મંતવ્યો જુદાં હોય છે તેને મન જુદાં કરી નાખે છે. અહીંનો દાખલો લઈએ. ગઈ ચૂંટણી વખતે મારા મનમાં એક કલ્પના હતી, કે, ગુજરાતમાં રચનાત્મક કામ કરતા આશ્રમવાસી ભાઈઓને ધારાસભામાં મૂકવા. એ રીતે મેં વાલમ આશ્રમવાળા રતિભાઈનો અભિપ્રાય પૂછળ્યો, તેમની બહુ ઈચ્છા નહોતી, છતાં કહ્યું બહુ આગ્રહ થશે તો ઊભો રહીશ. સામાન્ય રીતે જિલ્લાના કાર્યકરોને પૂછીને સીટ અપાય છે. જનતાને પૂછ્યા સિવાય સીટ અપાય છે. એટલે કેટલીક મુશ્કેલીઓ આવે છે. પોતાથી જુદું વર્તન બતાવ્યું એટલે એ માણસ અપ્રિય થઈ જવાનો પછી એ માણસ ગમે તેટલું સત્ય બોલે તો પણ એની કિંમત રહેવાની નહિ. આમ છતાં માણસે સત્ય છોડવું જોઈએ નહિ. બીજી વાત પણ વિચારવી જોઈએ. કે ખરેખર અસત્ય કે અન્યાય હોય તો કાનૂનભંગ કરવો કે નહિ ? એક માણસ દોંગો છે. હથિયાર લઈને દોડી આવે તો એની સામે હથિયાર લેવાં કે નહિ ? એક રીતે અન્યાયનો સામનો કરવો એને બહાદુરી કહેવાય. પણ એથી ઊંચો રસ્તો અહિંસક સામનાનો છે. પણ એવી સ્થિતિ ઊભી ન કરીએ ત્યાં સુધી શસ્ત્ર સામનો સૌમ્ય ગણવો પડે. આપણે કાનૂન ભંગને કે દોંગાઈની સામે, દોંગાઈને ટેકો ન આપી શકીએ. મંતવ્યો જુદાં હોય તો પણ પ્રિય એવું સત્ય કહેવું જોઈએ. એમાં રાગદ્વેષ ન પેસી જાય. તેની કાળજી રાખવી. આખરે એ સત્ય ઊઘાડું થાય છે. ત્યારે મનમેળ પડી જાય છે. કોઈપણ સંસ્થાને પવિત્ર રાખવી હોય તો આંચકો લાગે તેવી ક્રિયા જરૂરી બને છે.
કોંગ્રેસનો દાખલો લઈએ. પેટા સંસ્થાઓ એક બીજાની સંબંધિત હોય છે. એક બીજાના દોષો પણ છાવરવા પડતાં હોય છે. જયારે ગ્રામસંગઠનોની સ્થિતિ ઊંચી છે. એનો સંબંધ સત્ય માટેના, સિદ્ધાંત માટેનો હોય છે.
પામે તેવો માણસ કોગ્રેસની ટોપી પહેરે તો તરત એમાં સ્થાન મળી જાય
સાધુતાની પગદંડી
૧૩૧
Page #163
--------------------------------------------------------------------------
________________
છે. બનાસકાંઠામાં ધાનેરાવિભાગના ચૂંટાયેલા સ્વતંત્ર સભ્ય હમણાં કોંગ્રેસમાં આવી ગયા. બીજા પણ આવી શકે છે. ત્યારે લોકોને થાય છે, આ અમારી કોંગ્રેસ ? ગામડાં સામાજિક, આર્થિક રીતે સ્વતંત્ર ના હોય તો કોંગ્રેસની શક્તિ મરી જાય. એને હાજી, હા એમ કહેનાર ના હોય તોય એમને હાજી, હા, કહેવી પડે. - હવે ત્રીજો પ્રશ્ન રહે છે. સામાજિક, આર્થિક ક્ષેત્રે ગામડાં સ્વતંત્ર રહે તો, રાજકીય રીતે કોંગ્રેસ રહે તો બીજું શું રહ્યું ? એક રીતે બધું રહે છે. આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે અને દેશમાં તેની સ્થિતિ મજબૂત રહે છે. જો આમ ના થાય તો સ્થાપિત હિતોવાળી કોંગ્રેસ બની જાય. આજે નજર કરો તો મોટેભાગે આ સ્થિતિ છે. લાંબું આવું ચાલે તો, કોંગ્રેસની સ્થિતિ નબળી પડે. ગમે તે જિલ્લાનાં ધારાસભ્ય કે હોદેદારને જુઓ. તરત દેખાઈ આવશે. આનો ઉકેલ ગ્રામસંગઠનોને સામાજિક, આર્થિક રીતે સ્વતંત્ર રાખવામાં છે. રાજ્ય અને સંસ્થામાં આજે ભેદ નથી દેખાતો. ખરી રીતે ભેદ હોવો જોઈએ. આજ રીતે આપણે કોંગ્રેસનું માતૃત્વ અને સ્વતંત્રતા સ્વીકારીએ છીએ. ગામડાંએ કોંગ્રેસને ભરી દેવી જોઈએ. એણે આગેવાની લેવી જોઈએ. કાનૂનભંગને સ્થાન નથી. અન્યાય સામે શુદ્ધિપ્રયોગ કરવો જોઈએ. (ગ્રામ સંગઠનોનું રાજકીય કરતાં સામાજિક આર્થિક સંબંધો કોંગ્રેસમાં સ્વતંત્ર શા માટે ?) તા. ૨૩,૨૪-૧૨-૧૫૫ : ભાંડુ
જેતલવાસણાથી ભાંડુ આવ્યા અંતર ત્રણ માઈલ હશે ઉતારો મહાદેવના મંદિરમાં રાખ્યો. વિદ્યાર્થીઓએ તથા ગામ લોકોએ વાજતે ગાજતે સ્વાગત કર્યું. આ ગામના સદાભાઈ કરીને એક ભાઈ જે આજે હયાત નથી. તેઓ વાઘજીપુરા ચાતુર્માસમાં મહારાજશ્રીની સેવામાં રહેલા તેમના સંબંધીઓ આજે છે. ખૂબ ભક્તિભાવ રાખે છે. અહીં મહાદેવમાં હરિજનોને આવવાની છૂટ છે. અહીં એક ધૂન મંડળ ચાલે છે. એની બહેનોએ મહારાજશ્રી તરફ ખૂબ ભક્તિભાવ બતાવ્યો. રાત્રે સભા સારી થઈ. બીજે દિવસે ૩ થી ૪ વાગે બહેનોની સભા થઈ. રાત્રે ભૂમિવિતરણ થયું. ઠાકોરભાઈઓને ચોરી ન કરવા, દારૂ ન પીવા, અને નીતિથી જીવવા કહ્યું. વાલમ આશ્રમનાં ભાઈબહેનો અને દિવસે હાજર રહ્યાં હતાં.
૧૩૨
સાધુતાની પગદંડી
Page #164
--------------------------------------------------------------------------
________________
તા. ૨૫-૧૨-૧૯૫૫ : પીલુદ્રા
ભાંડથી નીકળી પીલુદ્રા આવ્યા. અંતર સાડા ચાર માઈલ હશે. ઉતારો ચોરામાં રાખ્યો હતો. પાદરમાં બહેનોએ અભિનય સાથે સ્વાગત-ગીત ગાઈ સ્વાગત કર્યું. વિદ્યાર્થીઓએ સલામી આપી.
બપોરના ૨ થી ૩ સુધી મહેસાણા જિલ્લા શિક્ષકમંડળની કારોબારીમાં પ્રવચન રાખ્યું હતું. શિક્ષકોએ પાંચ વીઘાં જમીન પોતાને માટે રહેવા દેવાની માગણી મૂકી હતી. કારણ કે ભવિષ્યમાં નોકરી રહેવાની નથી. તે વખતે પોતાના બાલ-બચ્ચાંને બીજો ધંધો નહિ હોય.
મહારાજશ્રીએ જણાવ્યું કે, નવી સમાજ રચનામાં પ્રથમ સ્થાન કોને આપવું છે ? જો શ્રમજીવીને પ્રથમ સ્થાન આપવું હોય તો પ્રથમ તેને ખેડવા જમીન મળવી જોઈએ. આજે મુંબઈ રાજયમાં ગણોતિયો સંરક્ષિત નથી. પંદરસોથી વધારે આવકવાળાની જમીન ફાજલ પડે તો એક કરોડ એકર છૂટી થઈ શકે. પણ જમીનદારોને આ ગમતું નથી. એ ઉહાપોહ કરી મૂકે છે. સરકારને તેને આધીન થવું પડે છે. કારણ કે તે બોલકો વર્ગ છે. મૂડીવાદી અને બુદ્ધિજીવીઓનો તેને ટેકો છે.
શ્રમજીવીઓનો પ્રશ્ન પ્રથમ વિચારવો જોઈએ. તેથી બધા પ્રશ્નો ઊકલી જશે, ગણોતિયો મોટો હોય તો તેની જમીન પણ ફાજલ પાડવી જોઈએ. એ જમીનમાં બીજો નંબર પશુ-પાલકોનો અને ગૃહ-ગ્રામ ઉદ્યોગવાળાનો હશે. ચોથો નંબર બુદ્ધિજીવીનો અપાશે, શ્રમજીવનને પ્રથમ ખોરાક આપવો પડશે, પછી બુદ્ધિજીવીને. બુદ્ધિજીવીની પાસે એવી અપેક્ષા રાખી શકાય. શિક્ષણ, આરોગ્ય, સંરક્ષણ, ન્યાય, મફત મળતાં એમની જરૂરિયાત બહુ
ઓછી હતી. એ સ્થિતિ ફરીથી ઊભી કરવી જોઈએ. આજે ૮૦ ટકા વસ્તી નિરક્ષર છે. તેને સરકાર નહિ પહોંચી વળે. ઘેર ઘેર શાળાઓ ઊભી કરવી પડશે. મારી સાથે રહેતાં મીરાંબહેન બે ચોપડી ભણેલાં છે. પણ તે બીજાને ભણાવે છે. ગઈસાલ એક બહેનને કાગળ લખતાં કરી મૂક્યાં.
આજની કોર્ટે આપણને પોષાશે નહિ. પંચ નીમવા પડશે. વંદક પણ ઘરગથું કરવું પડશે. ૩૪ લાખ મહેસાણા જિલ્લામાં ખર્ચાય છે. ૩૪સી શિક્ષકો છે. છતાં આટલી બધી નિરક્ષરતા છે. તો તેનો નિકાલ કેવી રીતે કરશે ? દરેક ભણેલો માણસ બીજાને ભણાવવાનું શરૂ કરે, સાધુતાની પગદંડી
૧ 33
Page #165
--------------------------------------------------------------------------
________________
શિક્ષક એ નોકર નથી. પણ ગુરુ છે. રાજયને દોરવણી આપી શકે તેવી ભૂમિકા આપણે ઊભી કરવી જોઇએ. હમણાં જેતલવાસણામાં એક શિક્ષકે પારણું કર્યું. મારું દુઃખ એ છે કે, શિક્ષકે સમાજ ઉપર અસર પાડવી જોઈએ. એને બદલે સમાજની અસર શિક્ષક ઉપર પડે છે.
આજના યુગ પ્રમાણે તમારી ૫ એકરની માંગણી ખોટી નહિ કહેવાય. જો બીજા માગતાં હોય તો શિક્ષક પવિત્ર ધંધાવાળો છે. તેનો અધિકાર હોવો જોઈએ. પણ હું જે વાત મૂકું છું. તે તદ્દન પાયાની વાત કરું છું. અને તમારી પાસે આશા રાખું છું. હું ગણોતધારાને જુદી રીતે જોવું છું. એ તમે જાણો છો.
આજે વેતનદર મોટો, તેની પ્રતિષ્ઠા વધારે. ખરી રીતે ઓછા વેતનદારની પ્રતિષ્ઠા થવી જોઈએ. પણ આજે મૂડીવાદી સમાજ રચના છે. નાના નોકરો ઉપર કાપ મુકાય છે. કદાચ મોટાને પ્રમોશન અપાય છે. હું તો કહ્યું કે, ભંગીનું કામ કરનારને શિક્ષક જેટલું વેતન મળવું જોઈએ. પણ મારી વાત કોઈને ગળે ન ઊતરે. શિક્ષક એ પાયાનો કાર્યકર છે. એની પ્રતિષ્ઠા હોવી જોઈએ.
ચા અને બીડી ઉપર મારો મોટામાં મોટો કટાક્ષ હોય છે. તમે છોડશો તો જ બાળકો ઉપર અસર પડશે. કેટલાક નિશાળમાં મંગાવીને પીવે છે. કરોડો રૂપિયા એની પાછળ ખર્ચાય છે. શ્રમજીવી શ્રમજીવી રહેતો નથી. નવા મૂલ્યો સ્થાપવા માટે બાપુએ કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રાપ્ત કરી છે. પણ તેમાં ઝડપભેર અશુદ્ધિઓ પેસતી જાય છે. એને દૂર કરવા માટે સ્ત્રીઓ અને શિક્ષકો મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. કાલે એક શિક્ષકે કહ્યું પાટીદારો નાની નાની બાળાઓને પરણાવી દે છે. એ બાઈ દશ, બાર વરસે વિધવા થાય છે, ત્યારે આખી જિંદગી દુઃખી થાય છે. કાયદો તો છે, ૧૪ વરસની નીચેની ના પરણાવી શકાય. પણ કાયદો કાયદાનું કામ કરે છે. એ તો જડ છે. શિક્ષકો શુદ્ધિ પ્રયોગ કરીને એ અટકાવી શકે. તા. ૨૬-૧૨-૧૯૫૫ : બાસણા
પીલુદ્રાથી નીકળી બાસણા આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો શિવમંદિરમાં રાખ્યો હતો. મંદિરમાં સર્વ કોમને આવવાનો અધિકાર છે. તેના એક ભાગમાં નિશાળ બેસે છે. ગામે જાત મજૂરી અને રોકડ રકમ
૧૩૪
સાધુતાની પગદંડી
Page #166
--------------------------------------------------------------------------
________________
ખર્ચે લગભગ ૮૦ હજારને ખર્ચે આ જગ્યા બનાવી છે. પાછળ તળાવ છે. ગામ લોકોએ અને વિદ્યાર્થીઓએ શરણાઈ અને ઢોલ સાથે સ્વાગત કર્યું. ચિત્રોડાના મહંત જે ખાદીધારી છે. એઓ પણ સ્વાગતમાં આવ્યા હતા. તા. ૨૭,૨૮-૧૨-૧૯૫૫ : મહેસાણા
બાસણાથી નીકળી મહેસાણા આવ્યા. અંતર ત્રણ માઈલ હશે પાદરે પછાત વર્ગ છાત્રાલયે સ્વાગત કર્યું . પછી ગામ લોકો અને કાર્યકરોએ સ્વાગત કર્યું
સભામાં મહારાજશ્રી એ જણાવ્યું કે લગભગ પાંચ વરસને અંતે મહેસાણા આવવાનું થાય છે. સમય ઝપાટાબંધ બદલાઈ રહ્યો છે. આ જિલ્લાનું ગામ છે. તેની અસરો તમોને બધાંને થતી હશે. બે દિવસના રોકાણ દરમિયાન આપણે મળીશું.
કોંગ્રેસ કાર્યકરો અને રચનાત્મક કાર્યકરોના બે ભાગ ગાંધીજીના ગયા પછી પડી ગયા છે. એ બંનેના સંબંધો સારા રહે એ જરૂરી છે. બંનેની દષ્ટિ એક છે, કે દેરાને ટકાવવો. પણ એક પ્રવાહને લાગે છે કે ગામડું નહિ જીવે ત્યાં સુધી દેશ જીવશે નહિ. ગામડું એટલે ગૃહઉદ્યોગ, ગ્રામઉદ્યોગ, જમીન, પશુપાલન ત્રણની સંધિ ના થાય ત્યાં સુધી ઉન્નતિ થાય નહિ.
બીજી વિચારસરણી એમ માને છે કે, રાષ્ટ્ર ટકશે તો જ બધી વિચારસરણી ટકશે. દેશની એકતા ટકવી જોઈએ. એમાં સાધનો માટે એ એમ વિચારે છે કે દેશને સરમુખત્યારીના રસ્તે હજી નથી લઈ જવો. તેમ મૂડીવાદ ઉપર પણ આપણે નહિ જીવી શકીએ એનો વિચાર કરવો જોઈએ.
લોકશાહી એટલે આજે ચૂંટણી માધ્યમ બની છે, હું ગામડાંમાં જોઈ રહ્યો છું. ચૂંટણીના નબળા પ્રત્યાઘાતો વેઠવા પડે છે. તેઓ એમ માને છે કે અમે ધારેલા માણસને મત ન આપો તો એ માણસ કેમ ટકી શકે ? કોંગ્રેસે માન્યું કે પંચાયત અને સુધરાઈ સુધી ના જવું. પણ હવે એક વિચારસરણી કામ કરે છે કે, જો કોંગ્રેસ એમાં ભાગ નહિ લે તો ભવિષ્યની ચૂંટણીમાં એની અસર પડશે. એટલે ચૂંટણી મુખ્ય બની જાય છે.
ઢેબરભાઈ કોંગ્રેસ શુદ્ધ થાય એને માટે પ્રયત્ન કરે છે. પણ નીચેની શુદ્ધિ કોણ કરે ? એટલે મને લાગે છે કે ગામડાંની નેતાગીરી ઊભી કરવી પડશે. કોઈનો દોષ કાઢવાનો નથી પણ આજે પરિસ્થિતિ છે તે આ છે.
સાધુતાની પગદંડી
૧ ૩૫
Page #167
--------------------------------------------------------------------------
________________
વ્યક્તિને બદલે ગામડાંને માધ્યમ રાખ્યું હોય તો સારું હતું. રચનાત્મક કાર્યકરો કહે છે, સ્વરાજ્ય આવ્યું હવે ગુજારો કેમ ના થાય ? કોંગ્રેસી એમ માને છે કે, આ લોકો માત્ર વેદિયાની જેમ વાતો કરે છે. પણ અનુભવ કરી જુએ તો ખબર પડે કે કેમ રાજ્ય ચલાવી શકાય છે.
ભૂમિદાન આંદોલન બંનેને એક કરવા પ્રયત્ન કરે છે. પણ ત્યાં પક્ષોને સ્થાન હોવાથી બંને એકબીજા તરફ અવિશ્વાસની નજરે જુએ છે. મહેસાણા જિલ્લા માટે સારું સારું સંભળાય છે. ખેડૂતમંડળ અને કોંગ્રેસ નજીક આવતાં જાય છે. પણ ગામડાંના ઊંડાણમાં જોઉં છું ત્યારે લાગે છે કે આપણે જોખમ વેઠીને પણ ગામડાંની નેતાગીરી ઊભી કરવી જોઈએ. મારા આ વિચારો ઉપર તમે બધાં ધ્યાન આપજો. ના ગમે ત્યાં દલીલ પણ કરજો.
બપોરના ૩ થી ૫ સંસ્થાઓની મુલાકાતમાં પ્રથમ ભંગીવાસમાં થઈ હિરજન વાસમાં આવ્યા. રામજી મંદિરમાં બેઠા. ત્યાં અહીંના પ્રશ્નોની ચર્ચા કરી.
ત્યાંથી પછાતવર્ગ બહેનોના છાત્રાલયની મુલાકાત લીધી. ત્યાંથી પછાતવર્ગ છોકરાઓનું છાત્રાલય જોવા ગયા. ત્યાં રામદેવપીરનું મંદિર છે. રાત્રે બજારના ચોકમાં જાહેરસભા થઈ.
બીજે દિવસે સવારના ઉંઝા હિરજન ઔદ્યોગિક સહકારી મંડળીના ઝઘડા અંગે બંને પક્ષકારોને મળ્યા. બપોરના ૩ થી ૪ જિલ્લાના ધારાસભ્યો અને કાર્યકરોનું સંમેલન મળ્યું.
પ્રથમ વિજયકુમાર ત્રિવેદીએ જણાવ્યું કે, આપણે ભાગ્યશાળી છીએ કે આવા સંત પુરુષોનો સમાગમ થાય છે. રાજકીય કાર્યકરોને દોરવણી તો મળે છે. પણ મુનિશ્રી જેવા ગામડાંની અનોખી દૃષ્ટિ ધરાવનાર અને કોંગ્રેસના પણ હિમાયતી આપણને મળ્યા છે તે સંતોષની વાત છે. તેમની નાદુરસ્ત તબિયત હતી ત્યારે અમે નીકળ્યા અને જિલ્લાની પ્રજા વતી અને કોંગ્રેસ સમિતિ વતી તેમનું હું સ્વાગત કરું છું. મહારાજશ્રીએ ગામડાના ખેડૂતમંડળ અને કોંગ્રેસની નીતિ વિશે ચર્ચાઓ કરી હતી. ઘણા મતભેદોનો નિકાલ થયો હતો.
તા. ૨૯-૧૨-૧૯૫૫ : જગુદણ
મહેસાણાથી નીકળી જગુદણ આવ્યા. અંતર ૬ માઈલ હશે. ઉતારો અંબાલાલ પટેલને ત્યાં રાખ્યો હતો.
૧૩૬
સાધુતાની પગદંડી
Page #168
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૧૨-૧૯૫૫ : ધોળાસણા
જગુદણથી નીકળી ધોળાસણ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો ગોદડ શેઠને ત્યાં રાખ્યો હતો. ગામ લોકોએ ઢોલ સાથે સ્વાગત કર્યું. વચ્ચે આવતાં જગુદણ સ્ટેશન પાસે ખેતીવાડી ફાર્મ જોયું.
પ્રાસંગિક કહેતાં મહારાજશ્રીએ જણાવ્યું કે, આપણા દેશની અંદર પ્રયોગો ચાલતા હોય છે. તેમાંનો એક ભાલનળકાંઠાનો પ્રયોગ પણ છે. માણસ તો નિમિત્ત છે. એ પ્રયોગમાં માણસને મુખ્ય ગણવામાં આવે છે. એની સાથે એની શુદ્ધિને પણ મુખ્ય ગણવામાં આવે છે. સૌને પવિત્રતા ગમે છે, મેલ ગમતો નથી. ગંગાને પવિત્ર નદી માની. કારણ કે એ મેલ કાઢીને પવિત્ર બનાવે છે. અગ્નિને પણ પવિત્ર માન્યો, ગમે તેવી નઠારી વસ્તુને એમાં મૂકો તો એ સાફ કરી નાખશે. સૂર્યનાં કિરણો ગમે તેવી ગંદકીને સાફ કરે છે. એટલે એની પૂજા કરવામાં આવે છે. સૂરજ પવિત્ર છે. એનું જે તેજ છે તેને અમે પામીએ. આત્માનું પવિત્રપણું અનંતગણું છે. પણ એમાં માયા પ્રવેશે ત્યારે ગંદકી વધી જાય છે. પવિત્રતા વધ્યા સિવાય સુખી નહિ થઈએ. વાંદરાને દારૂ પાવ તો શું કરે ? નાનાં છોકરાંને પૈસા પકડાવો પછી એને થાય છે કે આ પૈસો મારો, આ સગા મારા, આ ઘર મારું એમ આસક્તિ ચોંટે છે. એટલે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે, અમારા ચિત્તને શાંતિ આપો એને માટે શુદ્ધ ભાવ જોઈએ. આજે અજંપો બહુ વધી ગયો છે. સૌને પૈસા ભેગા કરવા છે એટલે અનીતિ કરવી પડે છે. સૌ માયા-મમતાની ગાંઠ છોડી એક થઈને જીવે તો જગતમાં શાંતિ થઈ જાય.
આવી ભૂમિકા માટે અમે ગામડાંને પસંદ કરીએ છીએ. વિશ્વવાત્સલ્ય ગામડાંમાંથી ઊભું થશે. અહીં રબારી, ઠાકોર, પાટીદાર અને બીજી કોમો છે. દરેક એકબીજાની ખામીઓ કાઢશે. એકબીજાનો વિશ્વાસ ઉઠી ગયો છે. તેને ફરી સ્થાપિત કરવાનો છે. પૈસા વધશે તેથી અજંપો નહિ મટે, જો ગામમાં સંપ નહિ હોય તો શાંતિ નહિ મળે. ગાંધીજીને ઘેર કદી ચોર જતો નહિ. કારણ કે તેમની પાસે કોઈ માલિકીની વસ્તુ નહોતી. તે સૌના હતા સૌ તેમના હતા. સત્ય, પ્રેમ અને ન્યાય તેમની પાસે હતાં. કોઈએ સાધુ બનવાની જરૂર નથી. મનને ઉદાર બનાવવાનું છે. સ્વાર્થ ઓછો કરીએ,
સાધુતાની પગદંડી
૧ ૩૭
Page #169
--------------------------------------------------------------------------
________________
મનનો મેલ કાઢીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે ખાલી હાથે આવ્યા હતા, તો જઈએ ત્યારે સૌને સુખી કરી, શાંતિથી જઈએ. તા. ૩૧-૧૨-૧૯૫૫ : જોરણંગ
ધોળાસણથી નીકળી જોરણંગ આવ્યા. અંતર ૧૦ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. ગામ લોકોએ અને વિદ્યાર્થીઓએ વાજતે ગાજતે સ્વાગત કર્યું. રાત્રે જાહેરસભા સારી થઈ હતી.
સને ૧૯૫૬
તા. ૧-૧-૧૯૫૬ : ડાંગરવા
જોરણંગથી નીકળી ડાંગરવા આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. ગામલોકો અને વિદ્યાર્થીઓએ ઢોલ સાથે સ્વાગત કર્યું. બપોરના ગામ લોકો સાથે ચર્ચાસભા યોજાઈ હતી. બપોરના જાહેરસભા થઈ. તેમાં મહારાજશ્રીએ જણાવ્યું કે, હમણાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. લોકોમાં જાગૃતિ આવી છે. સંસ્કારની સાથે શિક્ષણનો સંબંધ છે. એટલે ભણાવવાનું અને ભણવાનું મન થાય. પણ ભણ્યા પછી શું કરવું? ભણતરનો ખર્ચ કેવી રીતે કાઢવો. તે અને ભણતરમાં જે વ્યસનો લાગુ પડી ગયાં હોય તેને નભાવવા માટે પૈસા પેદા કરવા પડે છે. આદર્શોને નેવે મૂકવા પડે છે. આપણે ત્યાં સંસ્કારી લોકો ગરીબ જીવન ગુજારતા. શિક્ષણનો ધંધો કરનાર ત્યાગી હતાં. શિક્ષણમાં ત્યાગ, તપ આવતું.વાતાવરણ પણ બાળકોને એવું અપાતું કે જે સ્વાશ્રયી હોય, દ્વિજ સંસ્કાર કરે, પછી અભ્યાસ કરે. એની સાથે આ બધું સ્વાવલંબન અને સ્વાશ્રયી જીવન આવતું. બ્રિટિશરોએ જોયું કે આ લોકોને પરાશ્રયી બનાવવા હોય તો શિક્ષણનું મૂળ ફેરવી નાખવું અને તેમણે ફેરવ્યું. ભણેલાંની જમાત પોતાનું રક્ષણ કરવા તૈયાર કરી નાખી.
બુદ્ધિ, સત્તા અને મૂડી ત્રણેયના યોગથી આજનો સડો વધ્યો છે. શ્રમજીવનની કિંમત ઘટાડી. હવે જો શ્રમજીવનની પ્રતિષ્ઠા કરવી હોય તો મૂડી અને સત્તાને છોડી, બુદ્ધિને તેમની તરફેણમાં કામે લગાડવી, સોનામાંથી માટી જુદી પાડે એને હું ધર્મતત્ત્વ કહું છું. આજસુધી એવું જીવ્યાં કે જે વધારે ખર્ચ કરે તે વધારે શિક્ષિત કહેવાય. આજે એ સ્થિતિ બદલવી જોઈએ. ૧૩૮
સાધુતાની પગદંડી
Page #170
--------------------------------------------------------------------------
________________
પાયાથી ફેરફાર કરવો જોઈએ. શ્રમને વધારે સન્માન આપવું જોઈએ. બુદ્ધિ અને કર્મના ભાગલા પાડવા જોઈએ નહિ. બુદ્ધિ કર્મને અનુસરીને ચાલે. જો ધનને અને સત્તાને અનુસરીને ચાલે તો એ વ્યભિચારીણિ કહેવાય.
સરકાર આટલા બધા શિક્ષણને પહોંચી વળવાની નથી. એટલે શિક્ષણ અને આરોગ્યનું કામ ત્યાગી પુરુષોએ પોતાના હાથમાં લેવું જોઈએ. તો જ શિક્ષણમાં પ્રાણ આવશે. જ્યાં સુધી ગામડું સ્વાવલંબી નહિ બને ત્યાં સુધી શોષણ અટકશે નહિ.
પછી આવી શિક્ષણની વાત, થોડું ભણેલો માણસ પણ બીજાને ભણાવી શકે.. બીજી ચોપડી ભણેલો નીચેનાને ભણાવી શકે. ખેતી માટે શાળાઓની જરૂર નથી પડતી.પિતા શીખવાડે છે. છોકરીને માતા પાકશાસ્ત્ર શીખવાડી દે છે. તેમ અરસપરસ શિક્ષણનું કામ ચાલે તો આટલો બધો ગંજાવર ખર્ચ અટકી જાય. થોડાં માણસને ઊંચું શિક્ષણ આપવા માટે સંસ્થામાં અને બહાર મોકલવા પડે, તો મોકલીએ. આજે તો શિક્ષિત બેકારોની ફોજ વધતી જાય છે. ધંધો મળતો નથી. એટલે અનેક પ્રકારના અનર્થો ઊભા કરે છે, ઝઘડો વધારે છે. શબ્દરચના હરીફાઈ જેવું ચલાવે છે. પોકારો પાડેથી આ બધું અટકવાનું નથી. એને માટે વ્યવસ્થિત રચના ઊભી કરવી પડશે. ગામડાંમાં દરેક વર્ગને અનુલક્ષીને પાયાનું કામ શરૂ કરવું પડશે. બચત દ્વારા સહકારી મંડળીઓ સ્થાપવી પડશે. પંચાયતમાં સત્તા માટે નહિ પણ સેવા માટે સભ્યો જાય. ઝઘડો પંચ દ્વારા પતાવે. કોર્ટમાં જાય નહિ. જો આવું નહિ કરીએ તો કેંદ્રિય સત્તા કદી ઓછી થવાની નથી. ગુલામી જવાની નથી. સત્તાને સ્થાને સેવા અને ધનની સામે સાદાઈ મૂકો. આમ ગામડાંને શુદ્ધ કરો તો સુખી થવાનાં છીએ. સત્તા ભલે રહે, પણ સેવિકા થઈને રહે. ધન ભલે રહે પણ એ ધન શ્રમજીવીઓના ઉપયોગમાં આવે. તા. ૨, ૩-૧-૧૯૫૬ : ઝુલાસણ
ડાંગરવાથી નીકળી ઝુલાસણ આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો સ્વામીનારાયણ મંદિરમાં રાખ્યો હતો. ગામ લોકોને અમે મોડા આવવાની ખબર હતી. એટલે સ્વાગતની તૈયારી કરતા હતા. એવામાં અમે આવી ગયા. આવીને વિદ્યાર્થીઓને ઉદેશીને શિક્ષણ વિશે અને વ્યસન ત્યાગ અંગે કહ્યું. રાત્રે જાહેરસભા થઈ.
સાધુતાની પગદંડી
૧૩૯
Page #171
--------------------------------------------------------------------------
________________
વાતવાતમાં મીરાંબહેને કહ્યું કે, બે વખત પોપટની જેમ પ્રાર્થના અને બે વખત ખાવા સિવાય કંઈ થતું નથી. એ વાત ઉપર પ્રાસંગિક કહેતાં મહારાજશ્રીએ જણાવ્યું કે શરીરને ખોરાકની જરૂર છે એમ ચેતનને પણ ખોરાકની જરૂર છે. હોજરી સારી હશે તેટલો ખોરાક પચશે અને શરીર રસ પૂરો પાડશે. આ બધામાં વિવેકની જરૂર છે. જેટલી આવે તેટલી બધી ચીજો લેવામાં જોખમ છે. તેમ આવે તેમાંથી યોગ્ય ન લેવાય તો પોષણ મળતું નથી. સંકલ્પ, વિકલ્પ દ્વારા જ મનની ઓળખાણ થાય છે. વિકલ્પને છોડી સંકલ્પને વળગી રહેવામાં ન આવે તો કેટલીય ખરાબીઓ પેદા થાય છે. પણ સંકલ્પોને વળગી રહેવું જોઈએ. વિકલ્પોથી ગભરાઈ જવાનું નથી. તે જાળાં ફેંકી દઈને સંકલ્પને વળગી રહેવાની સ્થિતિ ઊભી કરવી તે સાધકનું કામ છે.
બુદ્ધિ છે, તે શંકા-કુશંકા કરે છે. પરંતુ સમાધાન ના મળે તો બુદ્ધિ ડગલે ને પગલે સાધનામાં દખલગીરી કર્યા કરે છે. ક્યાંક સ્થિરતા આવી કે તરત જ અસ્થિરતા ઊભી કરે છે. આનું કારણ ઊંડાણથી જોઈશું તો પહેલેથી ધ્યાન આપ્યું હોત, વિકલ્પોને સ્થાને સંકલ્પોને સ્થાન આપ્યું હોત, કુશંકા છોડીને સ્થાન આપ્યું હોત તો આ સ્થિતિ ના આવે. ગૌતમ, મહાવીરને વારંવાર પૂછ્યા કરે છે. નાનું બાળક, જેમ વિચારો કરીને વડીલોને પૂક્યાં કરે છે. આ સાચું છે ? એમ તે કહેતા આ સાચું. ત્યારે મહાવીર કહેતા આ સાચું અને કયું નહિ સાચું તે અનુભવથી કહી બતાવતા. દરરોજનો વિવેક જાળવી રાખવામાં ઘણું જ કામ આપે છે. પૂર્વગ્રહો છોડી દે છે. ભક્તિ છે તે પોતાના સ્વરૂપ ઉપર સ્થિર થવાની આદત છે. એ વૃત્તિને ભક્તિ કહેવામાં આવે છે. પણ ચિત્ત ડગલે ને પગલે બાળક જેવું બની જાય છે. ઉપલી સપાટી ઉપરના વિચારો મનના છે. ઊંડેથી આવે તે વિચારો ચિત્તના છે. સ્વભાવની ઓળખાણ ન થાય તો ચિત્તનું લાલન થાય છે. આપણો સમાજ એવો છે કે ગમતી વસ્તુ પ્રથમ પકડાય છે.
એકાંતમાં પણ માયા-મમતા માટેનો બગાડ પેઠેલો હોય છે. ક્યારે પેઠો? તેનો વિચાર નહિ કરતાં, તે પેઠો છે. હવે નવો ન પસે અને જૂનો નીકળી જાય તેનો પુરુષાર્થ ચાલુ રાખવો જોઈએ. શરીરને જેમ આસન વગેરેથી વિશ્રામ આપવો જરૂરી છે. ખાવા પીવામાં તાલીમની જરૂર છે. તેમ મન.
૧૪)
સાધુતાની પગદંડી
Page #172
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિ, ચેતનને તાલીમ આપવાની જરૂર છે. ત્યારે સવાલ થાય છે કે, એ માટે અરણ્યમાં બેસવું કે ક્યાં જવું. ત્રાટક માટે એકાંતમાં ભલે જવું. પણ લક્ષ્યસાધના તરફ ન હોય તો એકાંત પણ અપથ્ય બને છે. સાધકને બદલે બાધક બને છે. ઘણા દાખલા જોઈએ છીએ. ‘નવરું મન નખ્ખોદ વાળે.' એટલે મનને નવરું ન રહેવા દેવું. પણ તેની સાધના માટે એકાંત જરૂરી બને. પણ તે એક માત્ર જ ધોરીમાર્ગ નથી. ભક્તિયુગના ઘણાયે પાત્રો એવાં મળે છે કે એને સોંપાયેલાં કામો કરતાં કરતાં તેમણે ઈશ્વરપ્રાપ્તિ કરી છે. ગોરોકુંભાર માટલાં ઘડતાં ઘડતાં, આત્મસાક્ષાત્કાર કરે છે. તે ધંધો છોડતો નથી. તેમનું ચિંતન કોઈ ક્ષેત્ર માટે નહોતું. ચેતનને કોઈ કામ કે કાર્ય નડતાં નથી. પણ આપણે કેટલીકવાર એવા પ્રકારના ખ્યાલો કરી બેસીએ છીએ ત્યારે આવા પ્રકારના વિચારો આવે છે.
છેવટે ભગવાનનું નામ પણ શું છે? સત્યનું અનુસંધાન રહે, જિજ્ઞાસુભાવ રહે, ઉચ્ચ સાધક પાસે એક કસોટી રહે છે. પોતે કષ્ટ વેઠે છે અને બીજાને સુખ આપે છે. તુકારામને તેમનાં પત્ની દુઃખ આપતાં, પણ પોતે સમાધાન આપવા પ્રયત્ન કરતા. છતાં ના માને તો એમના વિક્ષેપોને સહન કરી લેતા. એઓ માત્ર ભજનમાં લીન રહેતા નહિ, સેવામાં લીન રહેતા. જાણે આખા ગામનો વફાદાર નોકર હોય તે રીતે દરેકનું કામ કરતા. આવો મોટો ભક્ત બની જાય છે. વિઠોબાને કહે છે તું દૂધ પી, તો હું પીશ. એનું દિલ પવિત્ર હતું. પવિત્ર દિલવાળો માણસ જે કંઈ ક્રિયા કરે છે. તેમાં ઈશ્વરનો વાસ હોય છે. દરેક મહાપુરુષ પોતાને ફાળે આવેલું કામ કર્યા જ કરે છે. કદી તેમણે કામ કરતાં, વણતાં વણતાં રામનું સ્મરણ કરતાં. શરીરને ચાદર માનતા. જર્જરિત થાય એટલે જેમ લીધી હતી તેમ છોડી દેતા.
ચેતનનું લક્ષ્ય એના અનુસંધાનમાં રહીને જે કંઈ ક્રિયા થાય તે બધી જ આધ્યાત્મિક ક્રિયા છે. માણસ પોતાનું લક્ષ્ય નક્કી કરીને ચાલવા માંડે ત્યારે તેનું એક પગલું પણ વિકાસની ગતિ ઉપર છે. પણ લક્ષ્ય કર્યા વગરનું પગલું ગમે તેટલું ઝડપી હોય તોપણ તે પીછેહઠ કરે છે. એટલે મનની સ્થિતિ સાફ કરી નાખવી. વિકલ્પોને દૂર કરી સંકલ્પોને દેઢ કરવા ડગલે ને પગલે શંકા, કુશંકાઓ ના આવવા દેવી. ધારેલાં અને સોંપાયેલાં કામો સાધુતાની પગદંડી
૧૪૧
Page #173
--------------------------------------------------------------------------
________________
તરફ એકધારી રીતે કૂચ કર્યો જવી. કેટલીક વાર માણસને થાય ખરું કે અમે ચાલીએ છીએ તે સાચો માર્ગ છે કે ખોટો ? એ વિચાર સારો છે. પણ એ તો આત્મનિરીક્ષણ કરીએ એટલે પરખાઈ જાય છે. તા. ૪, ૫-૧-૧૯૫૬ : ઇસંડ
ઝુલાસણથી નીકળી ઈસંડ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. વચ્ચે પાનસર ગામના લોકોના આગ્રહથી કલાક રોકાયા હતા. લોકોએ વાજતે ગાજતે સ્વાગત કર્યું. અહીં જૈનમંદિર પ્રખ્યાત છે અને તે યાત્રાનું ધામ છે. તા. ૬, ૭-૧-૧૫૬ : ક્લોલ
ઈસંડથી નીકળી કલોલ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો પાંજરાપોળમાં રાખ્યો હતો. પાદરે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ અને ગામ લોકોએ વાજતેગાજતે સ્વાગત કર્યું. સરઘસ આકારે સૌ ટાવર આગળ આવ્યાં. ત્યાં જાહેરસભા થઈ. તેમાં મહારાજશ્રીએ વિદ્યાર્થીઓને શિક્ષકોને અને નાગરિકોને ઉપયોગી ઉદ્બોધન કર્યું.
બપોરના ૩ થી ૪ દરબારી ભાઈઓની મિટિંગ મળી. તેમણે જમીનની અને કાયદાની હેરાનગતિ થાય છે તેની વાત કરી. મહારાજશ્રીએ તેમને ચાલુ જમાના સાથે સંપથી રહેવા કહ્યું. ઢોર ઓછાં કરી, ઔલાદ સુધારવા કહ્યું. નિરાશ નહિ થતાં સમજણપૂર્વક સંગઠિત રીતે આગળ વધવા કહ્યું,
થી ૫ મજૂર પ્રતિનિધિઓનું મિલન યોજાયું હતું. પ્રથમ કાર્યકર્તા કેશવલાલભાઈએ કેટલોક ખ્યાલ આપ્યો હતો. મહારાજશ્રી આઠેક વર્ષ પહેલાં અહીં આવેલા. ત્યારે દારૂબંધી વિશે કહેલું. ત્યારથી મજૂરોએ ફરજિયાત બંધી કરી છે. જે દારૂ પીએ તેને પાંચ રૂપિયા દંડ અને દારૂ પીનારને બતાવે તેને બે રૂપિયા ઇનામ આપવાનું નક્કી કરેલું. એ રીતે ૧૫૦૦ રૂપિયા ભેગા થયા હતાં. તેમાંથી દારૂબંધી પ્રદર્શન યોજયું હતું.
મજૂરો માટેનો વસવાટ ઊભો કર્યો છે. ૧૫૪ ઘર છે. સંસ્કાર કેંદ્ર ચાલે છે. સીવણવર્ગ, સેવાદળ, પુસ્તકાલય વગેરે પ્રવૃત્તિઓ ચલાવે છે. મુનિશ્રી કલોલમાં આવે અને મજૂરોને લાભ ન મળે તે કેમ ચાલે ? કલોલમાં મજૂર મહાજન જેવી, જીવતી જાગતી સંસ્થા છે. દેશના હિતમાં આ મજૂરો ફાળો આપતા આવ્યા છે. મુનિશ્રીને વિનંતી કરુ કે અમે બહુ પ્રગતિ કરી શક્યા
જ 'ના-
દે છે!
Page #174
--------------------------------------------------------------------------
________________
નથી. સામાજિક દષ્ટિએ જે કામ કરવું જોઈએ તે કરી શક્યા નથી. રાજકીય રીતે જરૂર પડે ત્યારે અમે અમારો ફાળો આપ્યો છે. લડત વખતે ૧૦૮ દિવસની હડતાળ ભોગવી હતી. આઝાદી પછી જે કામ કરવું જોઈએ તે કરી શક્યા નથી. એટલે શું કરવું ? તેનું ઉદ્બોધન કરશો. અમારા ભાઈઓમાં વ્યસનો છે, જુગાર છે, ટીંચરની બદી છે વગેરે કહી સ્વાગત કર્યું હતું.
મહારાજશ્રીએ જણાવ્યું હતું કે, કે આપણે લાંબેગાળે મળીએ છીએ. કોણ જાણે સાથી પણ મને મજૂર મહાજન તરફ આકર્ષણ રહે છે. તેનું કારણ આ સંસ્થાનો પાયો બાપુએ રોપ્યો હતો. બેંકર અનસૂયાબહેન કામ કરતાં હતાં ત્યારે પણ બાપુએ આશા રાખી હતી કે આ દેશના મજૂરો માત્ર આર્થિકતા માટે સંગઠન ના કરે પૈસા તો જીવવા માટે, કામના બદલામાં જોઈશે. દુનિયામાં ઘણાં સંગઠનો છે પણ સ્વેચ્છાએ ત્યાગ, તત્ત્વની વાત ઓછી હોય છે. તમે આઝાદીમાં જે ફાળો આપ્યો છે તે સુવર્ણઅક્ષરે લખાયેલો છે. ઇન્ક જેવી સંસ્થા એ નીતિમત્તામાંથી જ ઊભી થઈ છે. ઇન્ટેક અને કોંગ્રેસ બે જ દેશની મોટી સંસ્થા છે.
કોંગ્રેસ આજે રાજકારણમાં પડી છે એટલે બહારનો ભાર ગામડાએ ઉપાડવો પડશે. મજૂર મહાજન એમાં મદદ કરે. એટલા માટે જ મેં કહ્યું કારખાનાં તૂટી જશે, તો તમે શું કરશો ? મજૂર મહાજને હંમેશાં સાળોની તરફેણ કર્યા કરી છે. અંબર ચરખા માટે પણ એણે અવાજ કાઢ્યો છે. તમારો બધાનો સાથ છે એટલે એ અવાજમાં બળ રહે છે. જ્યારે અંબર ચરખો પૂરજોશમાં ચાલશે ત્યારે તમારું સ્થાન અહીં નહિ હોય પણ ગામડામાં હશે. ખેતીના પૂરક ધંધા તરીકે એ ચરખો ચાલશે. આ દિવસની અપેક્ષા રાખતાં હોઈએ તો આજથી જ તેની તૈયારી કરવી જોઈએ. જેમ દારૂબંધી આવ્યા પહેલાં, તમે પાળ બાંધી તો કામ સહેલું બન્યું.
કચ્છમાં ટીંચર ખૂબ પીવાય છે. કોણ જાણે એમની સાથે શરાબ-ટીંચર જોડાઈ જાય છે. મગજ કંટાળે એટલે શાંતિ માટે એ જલદ પીણાં આવ્યાં હશે. પણ છેવટે તો અશાંતિ ઊભી કરે છે. આવો સંદેશો કોણ આપશે ? ગમે તેમ કરીએ તો પણ કેટલાક ઉદ્યોગો તો ચાલવાના જ છે. સિંહ અને બકરી સાથે ચાલે એમાં વાંધો નથી. પણ સિંહ-બકરીનો ભોગ લે તો, કેમ
સાધુતાની પગદંડી
Page #175
--------------------------------------------------------------------------
________________
ચાલી શકે ? એટલે ઘરગથ્થુ ઉધોગો કેમ ચાલે ? એનો તમે આજથી વિચાર કરજો .
આજે મતદાન થાય છે, પણ મતિદાન થતું નથી. ખંડભાઈ જેવા બાપુની પ્રેરણા લીધેલા હારી જાય છે. ધની અને દોલતમંદ જીતી જાય છે. એનું કારણ એ છે કે આપણાં માનસ કઈ દિશામાં કામ કરે છે, તે ઉપર આધાર છે. આજે ગામડાંઓનો ટેકો દેશ માટે મુખ્ય છે. એટલે તમો ગામડા તરફ ધ્યાન આપો. યંત્રો જ્યાં સુધી રહેશે ત્યાં સુધી અનિષ્ટો જવાનાં નથી. તમો બતાવી આપો કે યંત્રો રહે તોપણ ગમે તેવી ઉત્તેજનામાં અમે શાંત રહીશું. દારૂ કે ટીંચર નહિ પીએ. તમે મજૂરોના પ્રતિનિધિઓ છો. તમારી ફરજ છે. તમે જેટલાં મુક્ત હશો તેટલા તમારા હાથ નીચેના મજૂરો મુક્ત થશે. ટીંચર તો કદાચ કાલે બંધ થશે પણ કાયદાથી શું થવાનું છે ? મનથી કાઢવું જોઈએ ચા અને બીડી ભારે પ્રચાર પામી છે. ખોરાક જોઈએ તે સમજી શકાય છે. કારણ કે યંત્રની સાથે તમારે માથાઝીક કરવી પડે છે. પણ ચાબીડીથી શરીરને ભારે હાનિ થાય છે. એક માન્યતા બંધાઈ ગઈ છે કે રાતપાળી કામ ચા વગર થશે નહિ. ચા અને બીડી તમને ભારે નુકસાન કરે છે. આને લીધે ગાયોનું દૂધ ખપતું નથી. પરિણામે ગાયો કોઈ પાળતું નથી. હમણા રબારી ભાઈઓ મળ્યા ત્યારે બૂમ પાડતા હતા. ગામડાંમાંથી જનારા મજૂરોની દશા પેલાં કોલુમાંથી નીકળેલ શેરડીની જે દશા થાય છે તેવી થાય છે. છતાં થઈ જાય છે. શરીર ભાંગી જાય છે. બાળકોનું પોષણ અને તંદુરસ્તી શી રીતે જળવાશે ? એટલે તમો નજર ગામડાં તરફ રાખો. યંત્રો ભલે બંધ થાય. પણ તમે ગામડાંમાં જીવવાના છો. “મજૂરસંદેશ' અને બીજાં તમને આ જ વાત કરે છે. હવે રાહતની વાત છોડવા જેવી છે. ગ્રામઉદ્યોગો ચાલે શી રીતે ? તેનો તમો વિચાર કરો. તમારાં થોડાં મકાનો થયાં છે. તે જાણીને સંતોષ થાય છે. એ રીતે પણ તમારી બચત થશે. હજુ વધારે મકાનો તો જોઈશે જ. આજ સુધી ગામડાં ભાંગીને શહેરો ફૂલ્યોફાલ્યાં છે. હવે ગામડાં કેમ ભાંગે નહિ પણ સમૃદ્ધ થાય તેની તો કાળજી રાખજો. તમે તમારી કચાસ જો જો એમ જ વિકાસ થશે. પોતાના ગુણ જોવા સહેલા છે ત્રુટી જોવી તે અઘરું છે, પણ તે જ સાચું છે.
સાધુતાની પગદંડી
૧૪૪
Page #176
--------------------------------------------------------------------------
________________
છેલ્લો પ્રશ્ન બહેનોનો છે. કારખાનામાં કામ કરવા તેઓ આવે ત્યારે ભિંગની ભાવથી તેમને જોઈએ. તેને એમ લાગે કે અહીં મારું કુટુંબ છે. એવું વાતાવરણ તમે ઊભું કરજો. બહેનોમાં શક્તિ છે. ઘરમાં પતિને પુત્રોને દોરે છે. તેથી સમાજમાં પણ જ્યાં દોષ હોય ત્યાં રસ્તો બનાવે. તમે હિરજન હો, મુસલમાન હો, હિંદુ હો, એક થઈને કામ કરો. માનવતાને નાતે જીવો. વ્યસનો દૂર કરો. ગામડાં તરફ દૃષ્ટિ રાખો.
રાત્રે સાડા સાત વાગ્યે ચોકમાં જાહેરસભા થઈ. તેમાં મહારાજશ્રીએ કલોલને કિલ્લોલ કરતી નગરી વર્ણવી બતાવી. પણ આજે એવું નથી તો કારણ ટીંચર રખાય છે. ચા-બીડી, સિનેમા યંત્રો વધ્યાં છે. આજનો ગાંધીયુગ, રામકૃષ્ણ, મહાવીર, બુદ્ધ કાળ કરતાં વિકાસનો યુગ છે. માત્ર જાગીને કામે લાગવું જોઈએ. સભા પછી સરકાર તરફથી અસ્પૃશ્યતા નિવારણની ફિલ્મ બતાવાઈ હતી. રાત્રે કુરેશીભાઈ આવ્યા હતા. તેમની અને છોટુભાઈ સાથે પ્રાયોગિક સંઘ અંગે વાતો થઈ.
તા. ૭-૧-૧૯૫૬ :
આજે એક જૈન સાધુની મુલાકાતે ગયા. તેમણે ખૂબ પ્રેમ બતાવ્યો. આનંદ થયો.
બપોરના ૩ થી ૩-૩૦ તાલુકાના કાર્યકરોની મિટિંગ રાખી હતી. પ્રથમ સૌએ પોતપોતાની મુશ્કેલીઓ રજૂ કરી. ગણોતધારો, ખેડૂતોને મુશ્કેલીઓ, દારૂબંધી, શુદ્ધિ પ્રયોગ અંગે પ્રશ્નો આવ્યા. દારૂ અને ટીંચર માટે લાંચરુશ્વતની મોટી બદી છે તેની ઘણી ફરિયાદ આવી. ટીંચરીઆ લોકો અમલદારોને સરકાર કરતાં મોટો પગાર આપે છે.મેજિસ્ટ્રેટ સુધી લાંચ ચાલે છે, અટકતાં જ નથી.
મહારાજશ્રીએ જણાવ્યું : ભાવોની ફરિયાદ માટે ખેડૂતમંડળો રચવાં જોઈએ. સંગઠન થવું જોઈએ. એ સંગઠન માત્ર પૈસા વધારે માટે નહિ, પણ ખાનાર, ખેડનાર બંનેને પોષાય તેવા ભાવો મળવા જોઈએ. ખેડૂત મંડળો ને પ્રથમ કોંગ્રેસનો વિરોધ થયો. તેનું કારણ એ મંડળોનો પાયો જ ખોટો હતો. ખાતેદારોનું રક્ષણ કે રાજકીય લાભ હતો. ખેડૂતોનું પ્રતિનિધિત્વ, આયાત, નિકાસ નીતિમાં હોવું જોઈએ. ભાલનળકાંઠા ખેડૂત મંડળે ભાવોના રક્ષણ માટે માગણી પ્રથમ કરી. મજૂર મહાજને તેને ટેકો આપ્યો અને પછી સાધુતાની પગદંડી
૧૪૫
Page #177
--------------------------------------------------------------------------
________________
સરકાર જાગી. બાજરાના ૬, જુવારના પાા ભાવ બાંધ્યો.ગઈકાલ કરતાં એથી ઓછો ભાવ થઈ ગયો. એટલે ખરીદ માટે લખ્યું, પણ એથી ગોઠવણી કરતાં કરતાં ઘણોય સમય નીકળી ગયો. અનાજના ભાવો વધે તો ઘણાય ફરિયાદ કરે છે. અનાજ સસ્તું તો બધું સસ્તું થશે. પણ ખેડૂત તૂટશે તો બધાય તૂટશે. તેનો કોઈ વિચાર કરતું નથી. ગણોતધારામાં આપણે શ્રમજીવીને પ્રથમ સ્થાન આપીએ છીએ.
સાંજના ૪ થી ૪-૩૦ આઝાદચોકમાં જાહેરસભા
આજે સૌનું ધ્યાન ધન તરફ ગયું છે. વિદ્યાર્થીઓ ભણે છે તે પણ એ માટે શિક્ષણ સંસ્કાર માટે ન રહેતાં ધન માટે થઈ ગયું. નોકરીની તો મર્યાદા છે. આથી બેકારી વધવાની એટલે ગાંધીજીએ કહ્યું પાયાની કેળવણી સિવાય આપણો ઉદ્ધાર નહિ થાય.
કલોલ આગળ વધ્યું ત્યારે કહેવું પડે કે એ નવી રીતે વિચારે. આવક કરતાં જાવક કેટલી થઈ. દુર્ગુણ કરતાં ગુણ કેટલા વધ્યા. એ રીતે જોતાં અંધાર દેખાય છે. બેટીંગ લેવાય છે, ટીંચર પીવાય છે, ચા-બીડી તો સામાન્ય થઈ પડી છે. મજૂરોનું સંગઠન નીતિના પાયા પર બાપુના આશીર્વાદથી રચાયું છે. એમને મેં કહ્યું હતું કે, તમારું મૂળ ગામડાંમાં છે. ગાંધીજીએ ઘણી વાતો કરી. તેમાં મુખ્ય વાત ગામડાંની હતી એ આપણે ભૂલવું ન જોઈએ.
તા.૮-૧-૧૯૫૬ ઃ રામનગર
ખોરજથી નીકળી રામનગર આવ્યા. અંતર સાડા પાંચ માઈલ હશે. ઉતારો ધારાસભ્ય હીરાણીનાં બંગલે રાખ્યો હતો. પાદરે ભાઈબહેનોએ સ્વાગત કર્યું હતું.
બપોરના ત્રણ વાગ્યે વિદ્યામંદિરની મુલાકાત લીધી. ત્યાં કરેલું પ્રવચન. તમો બધાં શિક્ષણનાં અર્થી છો. તમો જ્ઞાન લેવા અહીં આવો છો પણ માણસને ભૂખ લાગે તો, ગમે તે ખાવા મંડી પડે તો પચે નહિ. કાં તો અજીર્ણ થાય એટલે આપણે પણ શીખવાની ધૂનમાં ગમે તેવું ના શીખીએ. શું લખું અને શું ન લખું, તેનો વિવેક તમારે કરવો જોઈએ. વાલીઓને પણ મારે કહેવાનું કે મોટેરાં માને કે અમે મોટાં, ઘણી દિવાળીઓ જોઈ છે, અમે અનુભવી છીએ, માટે અમારું માનવું જોઈએ. પણ ખરી રીતે તો
સાધુતાની પગદંડી
૧૪૬
Page #178
--------------------------------------------------------------------------
________________
વિદ્યાર્થીઓમાંથી પણ ઘણું શીખવાનું છે. સાહિત્યમાં કેટલુંક ઉશ્કેરનારું હોય છે. જોવામાં પણ ગમે તેવું જોશો નહિ. ખોરાક લેતાં પહેલાં જોઈએ કે એમાં ઝેર તો નથી ને ! સુપાચ્ય ખોરાક લઈએ છીએ. કેટલાક માણસો વિદ્યાર્થીઓને હાથા બનાવે છે. કુતૂહલતાને લીધે તમે દોરાવ છે, અને ધાંધલ ધમાલ કરાવે છે.
બીજી વાત, સારું લઈએ, નઠારું છોડી દઈએ. તેવી જ રીતે નવા સમાજના ઘડવૈયા બનવાનું છે. તે માટે તમારે આજથી નિશ્ચય કરવો પડશે. નાનપણમાં હવે નહિ પાળીએ તો મોટપણમાં પસ્તાવું પડશે. આજે ઘણા મોટા માણસો પસ્તાય છે. કુટેવો પડી છે ભણ્યા નથી. - વિદ્યાર્થીઓ કહે છે અમે ભણીને સેવા કરીશું. પણ ખરી રીતે તો તમારે તમારી સેવા આજે કરવાની છે. બહુ ગળપણ સારું નથી, બહુ ખર્ચા સારા નથી. નવો સમાજ રચવો હશે તો, સેવા અને સાદાઈ શીખવાં પડશે. અત્યારથી જ ખર્ચ વધારી મૂકશો અને નોકરીની મનોદશા રાખશો તો શિક્ષણ બેકારોની ફોજ વધારી મૂકશે. તમો સહકારી પ્રવૃત્તિ પણ આજથી શીખજો. જરૂરી ચીજો લાવવી અને પડતર કિંમતે આપવી. એમાં એકલા નાણાની વાત નથી. સહકાર કરવો એટલે તમારી ચોપડી તમારાં ભાંડુને આપવી એને પણ કામ આવે. તમો બીજાને ઉપકારી થાવ, તેવું જીવજો. હરિજનો તમારે ત્યાં ભણવા આવતા હશે. ૧૨ જણ આવે છે. ભંગી કોઈ નથી. એમને ફુરસદ નહિ મળતી હોય, સારા ગુણવાળો ઊંચો, નીચા ગુણવાળો નીચો તમે બંનેને આગળ બેસાડ્યા છે, તેથી મને આનંદ થયો. પણ ઘરમાં તમો બંને મારા છો. ભાઈ ઊંચા અને નીચા એ ભાવના કાઢી નાખો. આપણે રમવા ટાણે રમીએ, અને શિસ્તટાણે શિસ્ત પાળીએ સેવા અને સાદાઈના પાઠો શીખશો તો સુખી થશો. અને આ દેશના ઉત્તમ નાગરિક પણ બની શકશો.
અચેર ઠાકોરવાસની મુલાકાત પ્રથમ ઠાકોર કોમના એક ભાઈ જે શિક્ષક છે અને મંત્રી છે, તેમણે કેટલીક વાતો કરી. ઠાકોર કોમ પહેલાં સુખી હતી. પણ દારૂ જુગારમાં બરબાદ થઈ ગઈ. એક જગ્યાએ ઠાકોરવાસ હતો ત્યાં કાપડ મેન્શન થઈ ગઈ. ઘરમાં ખાવાનું ઠેકાણું નથી, કારણ કે વ્યસનો લાગ્યાં. સરકારને અમે સાધુતાની પગદંડી
૧૪૭
Page #179
--------------------------------------------------------------------------
________________
વિનંતી કરી કે અમને પછાતવર્ગમાં મૂકે, પણ મૂકતા નથી. એટલે આગળ શિક્ષણ લઈ શક્યા નહિ. જમીન નથી, તો અમારે શું કરવું ?
મહારાજશ્રીએ જણાવ્યું કે જ્યારે ઘઉં અને કાંકરા ભેગા થઈ જાય ત્યારે ઘઉં વધારે હોય તો કાંકરાંને કાઢીને જુદા મૂકવા જોઈએ. આજે જ્ઞાતિઓ છિન્નવિછિન્ન થઈ ગઈ છે. અત્યારે તમો ઠાકોર રહ્યા છો ખરા? સગુણોની યાદ કરવા માટે આપણા પૂર્વજોનો ઇતિહાસ યાદ કરીએ છીએ. જો બીજા આશયથી પૂર્વજોને યાદ કરીએ તો તે અમૃતને બદલે ઝેર નીવડશે. તમને કોઈ કહે કે તમે સિદ્ધરાજના વંશજ, તો તમને પાનો ચઢશે. પણ તેથી તેની તાવડીમાં કંઈ આવવાનું નથી. સગુણો વધશે તેટલું જ આપણું સારું થશે. લક્ષ્મી નામની સ્ત્રી લાકડાં વેચતી હતી તેનો ધણી ઠનઠન ગોપાળ હતો. એક ભિખારી આવ્યો, તેનું નામ પૂછ્યું તો કહ્યું ધનપાળ. ત્યારે તેને થયું કે, મારો ઠનઠન ગોપાળ સારો. ‘ઠાકરડા” જાતિથી ઓળખાવું આપણને ગમતું નથી પણ ઠાકોરમાંથી એવું નામ કેમ આવ્યું ? આપણે ચા-બીડી પીએ, દારૂ પીએ, જુગાર રમીએ પછી શું થાય ? તમે કહ્યું, અમારી જમીન લૂંટી લીધી. કોણે લૂંટી ? તો પૈસાએ. પૈસા લઈને આપણે જ ભિખારી થયા. જમીન ક્યાંથી લાવવી ? મારા મનમાં આને માટે ખૂબ જ છે. જમીન વધારે હોય તેમાંથી ફાજલ પાડવી જોઈએ. ચોરી એકલા ઠાકોર જ નથી કરતા પણ લાંછન રહી ગયું છે. વહેમ નહિ પોષવા બહેનો ભણતી નથી. એટલે કોઈ બીમાર પડે તો કૂકડો કે બકરો વધેરવાની વાત કરે છે. એટલે હવે આપણે નવી રીતે જીવવું જોઈએ. હું તો ક્ષત્રિયોને કહ્યું છું હવે નામ બદલો. સેવા કરે તે બ્રાહ્મણ એટલે ઠાકોરભાઈઓ ખોટું અભિમાન ન રાખો. શ્રમજીવી સમાજ, ખેડૂત સમાજ એવું નામ રાખો. એટલે સંસ્કાર બદલાય. બાળક-બાળકીને ભણાવો. નાના ઉદ્યોગો શરૂ કરો. અંબર ચરખો આવશે ત્યારે કંઈક રોજી મળસે. ચા-બીડી ઓછી કરો. ખોટું અભિમાન છોડો, બાળકોને ભણાવો. લુવારીયા ભાઈઓ પણ આવ્યા હતા. તેમણે પણ જમીનની માગણી કરી, જમીનની ભૂખ કેટલી ઉઘડી છે, તે જણાઈ આવતું હતું.
સાંજના ધર્મનગર હાઈસ્કૂલમાં રાષ્ટ્રભાષા પ્રમાણપત્રો આપવાની વિધિમાં ગયા. પ્રથમ મુખ્ય શિક્ષકે મહારાજશ્રીનો ખ્યાલ આપતા જણાવ્યું કે, ૧૪૮
સાધુતાની પગદંડી
Page #180
--------------------------------------------------------------------------
________________
સમાજમાં ધર્મ અને સેવાનાં નવાં મૂલ્યો સ્થપાઈ રહ્યા છે. હાઈસ્કૂલ તરફથી સૂતરનો હાર પહેરાવી સ્વાગત કર્યું. સાત વરસથી રાષ્ટ્રભાષા કેંદ્ર ચાલી રહ્યું છે.
મહારાજશ્રીએ અહીં હિંદીમાં પ્રવચન કર્યું હતું. વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, “પહેલા તો હું તમારી ક્ષમા ચાહું છું. કારણ કે નક્કી સમય કરતાં મોડું થયું. કારણ કે બીજી કાર્યવાહી હતી. એ વિશે મેં પહેલેથી જ કહ્યું હતું.
પ્રમાણપત્ર મળ્યાં છે. તે માત્ર પ્રમાણપત્ર માટે નહિ પણ તમારે દેશમાં હિસ્સો આપવાનો છે. બહેનો જે કર ઝુલાવે પારણું તે દેશનું ભાવિ ઘડે. હું કહું છું કે તે વિશ્વનું ભાવિ ઘડે. શિવાજીને જીજાબાઈએ જન્મ આપ્યો. બહેનો ઈચ્છતાં હશે કે અમે પણ વિજયાલક્ષ્મી બનીએ, ભાઈઓ ઇચ્છતા હશે કે અમે પણ મહાત્મા ગાંધી બનીએ. કમ સે કમ પંડિતજી તો બનીએ જ. આ વાત સામાન્ય નથી. તમે લોકો શિક્ષણની સાથે સંસ્કાર દાખલ ના કરો ત્યાં સુધી આ પ્રમાણપત્રની કિંમત મારે મન ઓછી છે. આપ અહીંથી નીકળીને માત્ર નોકરી માટે એનો ઉપયોગ ના કરશો. હમણા એક પ્રકારની હિલચાલ ચાલી છે. પ્રાંતીયવાદની, પ્રાંતથી દેશ મોટો નથી ? આખું વિશ્વ અમારું કુટુંબ છે, એમ માનનારા આપણે દિલના ટુકડા કરી રહ્યાં છીએ. એવી ભાવના ભાવીએ. આ ભાવના સિવાય આપણે પ્રગતિ નહિ કરી શકીએ. આ ભાષા જ હિંદી નહિ અમે પોતે જ હિંદી છીએ. આપણું રાષ્ટ્ર સત્ય, અહિંસાનું મશાલચી બને. પંડિતજી દેશદેશમાં દોડી રહ્યા છે. કારણ કે તેમને વિશ્વશાંતિ કરવી છે. એમને બળ કોણ આપશે ? આપણે જ તેમને બળ આપવું પડશે. અમે ગુજરાતી નથી, મહારાષ્ટ્રીય નથી, કોઈ વાદી નથી, પણ હિંદી છીએ. જ્યાં જાઓ ત્યાં આ નારા પોકારો, એ જ આપણી કામના હો ! તા. ૧૦-૧-૧૯૫૬ : હરિજન આશ્રમ સાબરમતી
રામનગરથી નીકળી હરિજન આશ્રમ સાબરમતી આવ્યા. અંતર બે માઈલ હશે. ઉતારો અતિથિગૃહમાં રાખ્યો. આશ્રમવાસીઓએ સ્વાગત કર્યું. આ પછી કન્યા વિદ્યાલયની મુલાકાત લીધી. અહીંની પ્રાર્થનાની શિસ્ત ખૂબ સુંદર છે. પ્રાર્થનામય વાતાવરણ બની જાય છે. પ્રતાપભાઈ (આચાર્ય)
સાધુતાની પગદંડી
૧૪૯
Page #181
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થના કરાવે છે. પ્રાર્થના પછી મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું, ઘણા વરસ પછી આશ્રમ આવવાનું બન્યું છે. પ્રાર્થનાની સાથે સાથે બાપુની યાદ આવ્યા વગર રહેતી નથી. સ્વરાજ્ય આવ્યા પછી બાપુજી આશ્રમમાં પધારશે એવી આશા હતી. ચૌદ વરસ વનવાસ પછી રામ અયોધ્યા ગયા હશે ત્યારે અયોધ્યાવાસીઓને કેટલો આનંદ આવ્યો હશે !
સ્વરાજ્ય પછી પણ બાપુ આશ્રમમાં ન આવ્યા. પણ નોઆખલી ગયા. સત્ય જ્યારે આશ્રમ બને છે ત્યારે આખું વિશ્વ આશ્રમમય બની જાય છે. બાપુને લોકો કેમ યાદ કરે છે. જેમ ત્રિવેણીસંગમમાં માણસ સ્નાન કરી પાવન બને, તેમ બાપુની ત્રિવેણીમાં નાહીને આપણે પવિત્ર બનીએ. ભગવાનને યાદ કરીએ, તેની સાથોસાથ બુદ્ધિના પડને સાફ કરીએ, બુદ્ધિની સાથે કર્મને જોડવું. તેમણે ઝાડુ આપ્યું, રેંટિયો આપ્યો, કેળવણી આપી. તમે બધાં સુંદર પ્રાર્થના કરો છો તે પ્રસંગે કેટલી જમાવટ થાય છે. વાતાવરણ પ્રાર્થનામય બની જાય છે. તે વખતે તમો બાપુને પણ યાદ કરતાં હશો. તો વધુ આનંદ આવશે. હમણા હમણા આપણી તીવ્ર કસોટી થઈ રહી છે. એક બાજુ બાપુની કસોટી છે. બાપુએ આમ કર્યું, તેમ કરવું હતું. પણ આચરણ વિના એ શી રીતે અનુભવી શકાય ? એટલે આશ્રમવાસીઓએ અને તમારે એવો નમૂનો મૂકવાનો છે કે એમાંથી બાપુ જોવા મળ્યા કરે. પોરબંદરમાં લોકો જાય છે ખરા, પણ મકાનમાં તો શું જોવાનું હોય ! ત્રિવેણી સંગમનું કામ ચાલે કર્મ, સબુદ્ધિ અને જ્ઞાન ઊભાં થાય. અહીંથી લોકો તમારી મારફતે ગાંધીજીની પ્રેરણા લઈ જશે. તમો અહીંથી જુદા પડશો ત્યાં ગયા પછી ધંધામાં પડી જશો. પણ અહીંનું ભાથું ભૂલશો નહિ. જો ભૂલશો તો લોકો કહેશે, બાપુના વારસો આવા હશે ? બાપુ હતા ત્યાં સુધી તેઓ કદી આશ્રમ ભૂલ્યા નહોતા. એ યાદ આપણે તાજી રાખવાની છે. તેમની પાછળ રુદન કરવાનું નથી. પણ તેમની ચેતના ફેલાવવાની છે એને જ ફેલાવવાની છે. આપણામાં પણ અભિમાન અને નિરાશા હશે કંઈક આવરણ હશે ત્યારે એ ચેતના તરફ જોઈએ. ભૂલોથી પાછા ફરીએ અને ચેતનાનો પ્રકાશ બીજે ફેલાવીએ.
ઘણા લોકો કહે છે પ્રગતિ અને વિકાસ માટે મોટી મોટી સડકો જોઈએ, યંત્રો જોઈએ, મોટી મોટી કૉલેજો જોઈએ. તમારી નઈતાલીમ ત્યાં નહિ ૧૫૦
સાધુતાની પગદંડી
Page #182
--------------------------------------------------------------------------
________________
ચાલે. જો આપણામાં શ્રદ્ધા નહિ હોય તો દ્વિધામાં પડીશું. આ સાચું કે તે સાચું તે નહિ જાણી શકીએ. એકબાજુ અમદાવાદ જેવું મહાનગર છે બીજી બાજુ તમારો આશ્રમ છે.
હરિજનોની સ્થિતિ ભારે વિકટ છે, અસ્વચ્છતા છે, અજ્ઞાનતા છે, વહેમ છે, લાઘવગ્રંથિ છે. તેમાંથી તમારે માર્ગ કાઢવાનો છે. તમે અહીંથી જાઓ ત્યારે એ વાત ભૂલી જશો નહિ કે અમે આશ્રમમાં શિક્ષણ લીધું છે. આપણે સૌ એક નૌકાના પથિક છીએ.
પ્રાર્થનામંદિરમાં રાત્રી પ્રવચન આપણે માત્ર શરીર નથી. પણ કંઈક વિશેષ છીએ, તેને ચેતન કહેવામાં આવે છે. આજે સ્થિતિ એવી છે કે એ ચેતન તરફ સતત ધ્યાન રાખી શકતા નથી. ચેતનને ખીલવવા પ્રાર્થના એ તાલીમશાળા છે. તાલીમ ઘણી જાતની છે. કબીર સાહેબ કપડું વણતાં વણતાં ચેતનને પામવાની તાલીમ લેતા હતા. તેઓ કહેતા “સત્ નામ સાહેબકા, અસત્ય સત બહાર નથી, અંદર છે. ઈશ્વરનું ભજન કરીને પણ એ સ્થિતિ પ્રાપ્ત કરવી છે કે રાગ અને દ્વેષ ચાલ્યાં જાય. બુદ્ધિની ડામાડોળ સ્થિતિ છે. તે સ્થિર થઈ જાય, આ બધું ચિંતન ત્યારે જ રહી શકે કે જયારે આપણે એને અનુસરીને કામ કરતા હોઈએ. આપણે બોલીએ, ખાઈએ છીએ, ગમે તે કામ કરીએ પણ નિશાન એ જ રહે. નટે એવી સ્થિતિ સ્થિર કરી છે કે ગમે તેમ હાલે તોપણ નજર ચૂકતો નથી.
બાપુની પુનિત યાદી સવારના કરી ગયા. આ આશ્રમની પાછળ એમણે કેટલી કેટલી સુંદર કલ્પનાઓ કરી હતી ! આ આશ્રમનું નામ પણ સત્યાગ્રહ” રાખ્યું. પોતે હંમેશાં સત્યના આગ્રહી રહ્યા અને ગયા ત્યારે પણ એ જ રીતે. આપણે એમના વિયોગના દુ:ખને સિદ્ધાંતો સામે રાખીને ભૂલવાનું છે. બાપુનું શરીર તો જવાનું છે જ પણ અમે એમનો સંદેશો યાદ રાખીશું. અને બહારના કોઈ માણસ આવે તો આશ્રમવાસીનું જીવન જોઈને બાપુની સ્મૃતિ તાજી કરતો જાય. આજે આપણાં દિલને પૂછળાનું છે કે આપણે સત્યાગ્રહી રહ્યાં છીએ ખરાં ? સામાજિક, આર્થિક ક્ષેત્રે અહિંસક રીતે કઈ રીતે કામ કરવું, આપણે જો એવો જ વિચાર કરીશું કે પરદેશી રાજય હતું ત્યારે સત્યાગ્રહ કરતા હતા. આજે આપણે સમાજની સામે સાધુતાની પગદંડી
૧૫૧
Page #183
--------------------------------------------------------------------------
________________
સત્યાગ્રહ કરવો પડશે. સમાજ ધન અને સત્તા તરફ જોતો રહેશે તો તેનું પતન થશે. એ ભલે ખાય ને પીએ, પણ નિશાન ચૂકીએ નહિ. બાપુના સ્મરણની સાથે આ આશ્રમને પણ લોકો યાદ કરે છે. તમે સદ્ભાગી છો કે ઘણા ઘણા સજ્જનો તમને જોવા મળે છે. રાત્રે પ્રાર્થના કરો છો, સરિતાનો કિનારો છે, સુંદર દશ્ય છે. તમે પણ બાપુના સંદેશવાહક છો. બાપુનો સંદેશો દુનિયામાં વ્યાપક બને, એમ ઇચ્છતા હોઈએ તો નાના મોટાં દરેકે એમાં રસ લેવો જોઈએ. આજે કાનૂન ભંગ કરવાની જરૂર નથી.ગામડાં જ બળ પૂરું પાડશે. જેમ રામને વાનરોએ મદદ કરી, તેમ ગામડાં રામરાજય લાવવામાં ફાળો આપશે. અરસપરસ દોરવાં પડશે.
અંબર ચરખો આવ્યો છે, તેની સામે ઝુંબેશ ઊપડી છે. દરેકને કામ કેમ મળે. રોટલો મળ્યા પછી સારા જીવનથી સારી ભાવનાથી કેમ ચાલે તે આપણા જીવનથી આચરીને બતાવીએ.
હૃદયકુંજમાં પ્રાર્થના પ્રવચન ગઈ કાલે સત્યાગ્રહ શબ્દ વિશે કહ્યું હતું. અને હવેના સત્યાગ્રહીએ કટોકટીની ઘડી આવી છે ત્યારે ટકવું પડશે. શહેરો અને ગામડાં વચ્ચે ઘર્ષણ આવી રહ્યું છે. છેલ્લે છેલ્લે શહેરો જે ફૂલ્યાફાલ્યાં છે, તે ગામડાં તોડીને થયાં છે. જ્યાં સુધી દરેક જણને નીતિપૂર્વક રોટલો નહિ મળે ત્યાં સુધી સમાજરચના અધૂરી રહેવાની. બાપુજીએ રેંટિયો, નીતિપૂર્વકની રોજી કેમ મળે, એવી સમાજ વ્યવસ્થા માટે આપ્યો. નીતિની સાથે જ ચેતનનો સંબંધ છે. ચેતન તો આખા વિશ્વમાં સમાયેલું છે એટલે સમાજમાં ઇષ્ટઅનિષ્ટની અસરો થાય છે. ચારે બાજુ લોકો સદાચારી હોય, નીતિથી જીવતા હોય, મઘમઘતું વાતાવરણ હોય તો અધ્યાત્મિક રસ્તે જનારા લોકોને વિકાસ માર્ગે જતાં બહુ ઓછો અવરોધ આવે છે.
જેમ જગતગુરુએ કહ્યું કે, એક દિવસ જે ધર્મ હોય છે તે દેશ અને કાળ બદલાઈ જાય તો તે જ ધર્મ અધર્મ બની જાય. એક વાતનો નિષેધ કર્યો હોય તે જ વસ્તુ આચરણની બની જાય, આ જ રીતે સત્યાગ્રહના સ્વરૂપમાં પણ જેમ જેમ સમય બદલાય તેમ તેમ સ્વરૂપ બદલાવું જોઈએ. હવેનો કાનૂનભંગ સમાજના રૂઢ નિયમો સામે હશે અને શાસ્ત્રના અનર્થકારી સૂત્રો સામે હશે. અદાલતનાં અસ્વચ્છ અંગો સામે હશે. આ બધું કરવા માટે ગામડાંને સાથે
સાધુતાની પગદંડી
૧૫૨
Page #184
--------------------------------------------------------------------------
________________
લેવાં પડશે. એક કાળ એવો હતો કે બ્રિટિશરોની સામે લડવાનું હતું. હવેનો કાળ આપણે આપણા સાથીઓ સાથે લડવાનો છે. આ બધાં મૂલ્યો ચાલી શકે તેમ નથી. એટલે હું જેને શુદ્ધિપ્રયોગ કર્યું છે તેવા પ્રયોગ રાજ્ય અને સમાજ સામે કરવા પડશે. એ કઈ રીતે કરવા ? અહિંસામાં પોતાની જાત ઉપર વેઠવું પડે છે. જે સાથીઓના દિલમાં ઊતરતું નથી. તેમને માટે પ્રાર્થના કરીએ. સમાજને ચેતવીએ આ વસ્તુ આસાન નથી. પણ જ્યારે કોઈ નવી વાત આવે ત્યારે આપણું મન ના પાડે છે. દા.ત., સરકાર સામે પગલું લેવાનું આવે, ત્યારે ઘણાને થાય છે લોકશાહી સરકાર છે ધારાસભાથી કાયદા થાય તેની સામે પગલું કેમ લઈ શકાય ? લોકશાહીમાં ધારાઓ, પ્રજાને ઊંચે લઈ જનારા હોવા જોઈએ. જો નીચે લઈ જનારા ધારા થતા હોય તો આપણે અહિંસક રીતે તેમને જગાડવા જોઈએ.
રચનાત્મક અને રાજકારણ એક રાખવાં હોય, અધ્યાત્મનો પુટ આપીને રાજ્ય ચલાવવું હોય તો આવા આંચકા આપવા જ પડશે. એ વિશે હજુ વિચારીશું. પણ એક વાર એના તરફ વિચારતા થઈએ તો પછી નવો પ્રકાશ મળશે. પણ ઈન્કાર જ કરીશું તો પછી કોઈ દિવસ ઉદ્ધાર થઈ શકશે નહિ. અંબરચરખા એમ જ શોધાયા છે. ગાંધીજીએ આપણને આ જ દિશા બતાવી છે. તેઓ હંમેશાં સત્ય અને અહિંસાના પ્રયોગો કરતા રહ્યા. જે વ્યક્તિને વિશે સાચું છે તે સમાજને વિશે પણ એટલું જ સાચું છે. આશ્રમવાસીઓએ આ બધું ધ્યાનમાં રાખવું જોઈએ કારણ કે તેમની પાસે સુંદર વારસો છે. દેશને દોરવણી આપવા આગળ આવવું પડશે. ભગવાન આપણને સહનશીલ બનાવે અને સમાજનું કલ્યાણ કરવા બળ આપે. તા. ૧૧-૧-૧૯૫૬ : શાંતિનગર
હરિજન આશ્રમથી નીકળી શાંતિનગર આવ્યા. આશ્રવાસીઓની વિદાય લઈ અમે વાડજ સ્ટેન્ડે આવ્યા. અહીં અમદાવાદ શહેર જિલ્લા સમિતિ તરફથી મહારાજશ્રીનું જાહેર સ્વાગત થયું. પ્રથમ પ્રમુખ ત્રિકમભાઈએ મહારાજશ્રીનું સ્વાગત કર્યું. પછી મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું હતું. લાઉડસ્પીકરની ગોઠવણ હતી. ત્યાંથી સૌ લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવીને બંગલે આવ્યા. ઘણા ભાઈબહેનો આવ્યાં હતાં. પ્રાસંગિક કહ્યું. સાધુતાની પગદંડી
૧૫૩
Page #185
--------------------------------------------------------------------------
________________
મહાવીર સાહિત્યની મિટિંગ વખતે અહીં આવવાનું થયું હતું. આજે બધાં જ એમ માને છે કે પૈસા વગર ચાલતું નથી. એટલે ગમે તે રીતે ધન કેમ મેળવવું તેનો પ્રયત્ન કરે છે. તેમ છતાં માણસને સંતોષ નથી. આનું કારણ એ છે કે, તેની ઝંખના કંઈક બીજી છે. નીતિના તત્ત્વોને ઈજા પહોંચવાથી ઘણું નુકસાન થાય છે એનો રંજ રહે છે. એટલે આપણે એવો વિચાર કરીએ કે અમે પૈસાની વળગણાથી કેમ છૂટીએ. સમાનતા લાવીએ. આ માત્ર માળા ફેરવવાથી ન બને. આખી રચના બદલવી પડે. આટલા બધા અનુભવ પરથી મને તો લાગ્યું છે કે, વ્યક્તિ ગમે તેટલી સાધના કરે, પણ તેની આજુબાજુ રહેલો સમૂહ ઊંચો ના આવે, ત્યાં સુધી વ્યક્તિની સાધના ટકતી નથી. આનો તાળો મેળવવો જોઈએ. એક સંતોષ છે કે હું બીજાની નિંદા ન કરું. બીજાના સુખમાં સુખી થાઉં, દુઃખમાં ભાગ પડાવું. આમ વિચાર કરતાં કરતાં એમ થશે કે, હું કયો ધંધો કરું કે જેથી, બીજાની રોજી તૂટે નહિ પણ બીજાને ઉપયોગી થાઉં. આવો વળાંક વળશે ત્યારે આપણને શાંતિ મળશે. સમાજને પણ શાંતિ મળશે. હું નાનાને માટે જીવું. મારી મોટાઈમાં નાનાને ભાગીદાર બનાવું. કોઈકમાં કંઈ ને કંઈ શક્તિ વધારે હશે. અમદાવાદમાં બુદ્ધિધન અને પરિશ્રમ છે. તેનો સાચો તાળો મેળવવો જોઈએ. ધર્મ માત્ર મંદિરમાં નથી પણ જીવનના આચારમાં છે. તા. ૧૨-૧-૧૯૬૫ : ગુજરાત વિધાપીઠ
શાંતિનગરથી નીકળી ગૂજરાત વિદ્યાપીઠ આવ્યા. પ્રથમ ગ્રંથાલયની મુલાકાત લીધી. મોટું મકાન છે. અંદર ઘણી ભાષાના ગ્રંથો પ્રદર્શન વગેરે છે. ગૂજરાત વિદ્યાપીઠની પ્રવૃત્તિઓ ખાસ બતાવાઈ છે.
પ્રથમ વિઠ્ઠલભાઈ કોઠારીએ પ્રાસંગિક કહેતાં જણાવ્યું કે, મહારાજશ્રી જ્યારે અમદાવાદ પધારે છે ત્યારે આપણને ભૂલતા નથી. અહીં પણ લાભ આપે છે, તેથી આનંદ થાય છે. વિનોબાજી પગપાળા પ્રવાસ કરે છે. તેમ મહારાજશ્રી પણ પગપાળા પ્રવાસ કરે છે. તેઓ પણ નવી સમાજરચના સ્થાપવામાંના એક છે.
મહારાજશ્રી : વિદ્યાપીઠમાં તો હું ઘણીવાર આવી ગયો છું. વિઠ્ઠલભાઈએ હમણા કહ્યું તેમ, હું પણ નવી સમાજરચનાનું અંગ બનવા ઇચ્છું છું. મારા
સાધુતાની પગદંડી
૧૫૪
Page #186
--------------------------------------------------------------------------
________________
ખ્યાલો તમે વાંચ્યા હશે, વિચાર્યા હશે. એટલે મેં ઇચ્છેલું કે તમે કંઈક એ વિશે પૂછો. છતાં કંઈક કહું.
આજકાલ રાષ્ટ્રની સામે માત્ર એક જ સવાલ છે કે નવી સમાજરચના થાય શી રીતે ? કોઈ એમ માને છે કે હિંદુસ્તાન એક સંસ્કૃતિ પ્રધાન દેશ છે. એટલે અહીંના જે કોઈ સવાલ કે પ્રશ્નો હશે તેનો સંબંધ સંસ્કૃતિ સાથે હશે. તો સંસ્કૃતિ શું ચીજ છે. ભૂતકાળના અનુભવવાળી જનતા, વર્તમાનના જે અનુભવો છે તે જનતા અને નવી સમાજરચના એ ત્રણેની એકવાક્યતામાંથી સંસ્કૃતિ બને છે અને બની છે. જે સવાલ સારી દુનિયામાં ઊઠે છે તેને લઈને ભારત આવ્યું. જુઓ આપણે ત્યાં પરદેશી લોક આવ્યા. હૂણ, ગ્રીક, દ્રાવિડિયન, પારસી વગેરે. જે સંસ્કાર તે પ્રજામાં હતા તેમાંથી લાભ ઊઠાવ્યો અને એમાં એકરૂપ થઈ ગયા કે આજે કોણ હૂણ છે ? કોણ શક છે? તે માલુમ નહિ પડે. તેમ છતાં સાથોસાથ આપણે એકરાર કરવો પડશે કે મધ્યયુગમાં જે આપણે સંસ્કૃતિના ધુરંધર કહેવડાવીએ છીએ. તેઓ માળા ફેરવવા લાગી ગયા. માન્યું કે ઈશ્વરની ઈચ્છા હશે તે થશે. આ વાત સાચી નહોતી. મહાત્મા ગાંધીજી આવ્યા તેમણે નવી પ્રેરણા આપી. સાધુ લોકો, ભક્ત લોકો બધાંને માર્ગદર્શન આપ્યું. આજની દુનિયા નાની થઈ ગઈ છે. દુનિયાથી અલિપ્ત રહે નહિ ચાલે તો સમન્વય કરીને કે કેવી રીતે ચાલીએ. એમાંથી આપણે બે વાત ઉઠાવી લીધી સત્ય અને અહિંસા. એના પરિણામે ધર્માનંદ કોસંબી, પંડિત માલવિયા, પંડિત સુખલાલ, પંડિત નહેરુ, ગાંધીજી વગેરે મહાવીર બુદ્ધ, રામ અને કૃષ્ણ ચાર મહાપુરુષોએ આપણને પૈગામ આપ્યો છે. તેમના અનુભવોની સાથે નવા અનુભવોનો સમન્વય કરવો જોઈએ. પંડિતજી વારંવાર કહે છે સહઅસ્તિત્વ સ્વીકારો, એ કેમ બનશે ?
બાપુજી ગયા. હવે સવાલ એ છે કે એ સંસ્કૃતિને કોણ આગળ ચલાવશે. આજે જે ચાલે છે, તે બરાબર છે કે કોઈ ભૂલ છે. સ્વરાજ્ય આવ્યું તેથી પૂર્ણતા નથી. આજે જે ચાલી રહ્યું છે તે ખતરનાક છે. આપણી સંસ્કૃતિ જે છે સા વિદ્યા યા વિમુક્તયે ! એવી પ્રથા આજે છે ? આથી આપણે વિચારીએ છીએ કે આંતરરાષ્ટ્રીય સ્થિતિ છોડીને નહિ ચાલે. કોઈ લોક કહે છે અમારી સંસ્કૃતિ જુદી છે, ઊંચી છે. માત્ર કહેવાથી નહિ ચાલે. દુનિયા સાથે સંબંધો રાખવા પડશે. આપણે એવી રચના ઊભી કરવી પડશે કે સંસ્કૃતિ, સંસ્કૃતિ
સાધુતાની પગદંડી
૧પપ
Page #187
--------------------------------------------------------------------------
________________
બનીને આગળ ચાલે. એકબાજુ યંત્રો છે, બીજી બાજુ શ્રમ છે, ગ્રામઉદ્યોગ છે. બેકારીનો ઉકેલ ગામડાં છે. ગામડાં ખેતી ઉપર નિર્ભર છે. મહેનત કરનારને ખેડવા જમીન ન મળે એ મહત્ત્વનો સવાલ છે.
આપણે ત્યાં સરમુખત્યારી પ્રથમથી ચાલતી નથી. રામકાળમાં મંથરાએ કૈકેયીના કાન ભંભેર્યા. ધોબીએ ટીકા કરી તો તેનો વિરોધ નહિ કર્યો. પણ તેમને સુધરવું પડે તેથી પરિસ્થિતિ ઊભી કરી. આપણે લોકશાહીથી કામ લેવાનું છે. એ લોકશાહી શું ? લોકોને લક્ષમાં રાખીને રાજ્ય ચાલે. આજે તો ચૂંટણી થાય છે. પાંચ વરસ સુધી ચાલે છે, એ નહિ ચાલે. લોકોનો અવાજ સાંભળવો જોઈએ. કેંદ્રિત સત્તામાં લોકોનો અવાજ નહિ સંભળાય. વિકેંદ્રિત સત્તામાં એ સહેલું બનશે. આજે ભજકલદારમનો રોગ અને સત્તાનો રોગ લાગુ પડ્યો છે. પંચાયતની રચનામાં પણ આ બે વાતો સામે હોય છે. જનતાના મૂળમાંથી રચના થતી નથી. લોકોને ભીતરમાં ન્યાયની ભાવના પડી છે તેને જગાડીએ અને જનતા દ્વારા સહકારી મંડળી ચલાવીએ. આ કામ અમો મંડળો દ્વારા ચલાવીએ છીએ. અમને ખાતરી છે કે લોકોને વિશ્વાસથી કોઈપણ કામ સોંપવામાં આવે તો સુંદર રીતે કરી શકશે. યંત્રો કેટલાં રાખવાં, કેટલાં નહિ તેનો ઝઘડો નથી કરવો. પણ સહકારી ધોરણે ગામડાંની રચના થશે એટલે બધો ખ્યાલ આવી જશે.
ગાયોનો પ્રશ્ન પણ વિચારવા જેવો છે. માણસ નિર્માસાહારી બનીને પણ સાત્વિક જીવન જીવી શકે. એ વસ્તુ છે દૂધ. ગાયનું દૂધ સાત્ત્વિક છે. ગામમંડળોની રચના દ્વારા આ બધું નિયોજન કરી શકાય છે. ગણોતધારામાં અમે કહીએ છીએ ટ્રીબ્યુનલમાં પ્રજાના અવાજને મુખ્ય ગણો. પટની રકમ ઓછી કરો. જમીનની વહેંચણી જલદી થવી જોઈએ. જો ખેડૂતો પોતે માગણી કરે તો લોકયાચિત કાનૂન કરવો જોઈએ.
શુદ્ધિપ્રયોગ એટલે પોતે શુદ્ધ થવું અને બીજાને શુદ્ધ કરવા પોતે તપશ્ચર્યા કરી, સહન કરીને સામાના હૃદયને ઢંઢોળવું. અન્યાયનો સામનો કરવો. બહેનો શુદ્ધિ પ્રયોગમાં ઘણો ફાળો આપી શકે. તેમનામાં સહનશક્તિની મોટી મૂડી છે લાગણી છે. તેઓ ઘરેણાં-ગાંઠાનો મોહ છોડે, સાદાઈને અપનાવે. પંડિતજી સહઅસ્તિત્વની વાતો દુનિયામાં કરે છે. તો એ કેવી રીતે બનશે. એક બાજુ બંગલાઓમાં જગ્યા વધુ પડે છે જયારે બીજી બાજુ ૧પ૬
સાધુતાની પગદંડી
Page #188
--------------------------------------------------------------------------
________________
ઝૂંપડી બાંધવા માટે પણ જગ્યા મળતી નથી. એક બાજુ ધનના ભંડાર છે બીજી બાજુ ખાવા નથી. સ્વરાજય આવ્યાને આઠ વરસ થયાં, છતાં આ સ્થિતિ છે તે કેમ ચાલશે ? ધીમે ધીમે થશે એ વાત કેમ ચાલશે ? જોરથી કદમ ઊઠાવવાં પડશે.
વિદ્યાપીઠથી અમે મોરારજી પડિયાજીનો નવો બંગલો બંધાય છે ત્યાં થોડું રોકાયાં. પડિયાજીએ નાનો સરખો સમારંભ યોજાયો હતો. મહારાજશ્રીએ ટૂંકું પ્રવચન કર્યું હતું. ત્યાંથી નવરંગપુરામાં ચીમનલાલ મોદીને બંગલે ગયા. તેમના કુટુંબને મળ્યા. મહારાજશ્રીએ ટૂંકું પ્રાસંગિક કહ્યું. આજુબાજુના ઘણાં ભાઈબહેનો આવ્યાં હતાં. એટલે ફરી પણ ટૂંકું પ્રવચન કર્યું હતું.
જાહેરસભા
(કોંગ્રેસ હાઉસ પાછળનું મેદાન) પૂ. મુનિશ્રીએ પગપાળા પ્રવાસ કરી, અમદાવાદ શહેરમાં પ્રવેશ કર્યો. તેમના વિચારો આપણે વારંવાર વાંચીએ છીએ. તે ઉપરથી તેઓ કેટલી ઉચ્ચ નૈતિકશક્તિ ધરાવે છે તેનો ખ્યાલ આવે છે. હિંદુસ્તાનમાં સાધુઓ છે, તેઓ સામાજિક બાબતોથી અલગ રહે છે. તેવા તેઓ નથી. પણ જનકલ્યાણ અંગે, સમાજ પરિવર્તન અંગે, એ બધામાં રસ ધરાવે છે. એટલું જ નહિ, આજે જે વ્યવસ્થા છે તેમાંથી સમાજવાદી સમાજરચના માટે તેઓ ગામડે ગામડે ફરી પ્રયત્ન કરી રહ્યા છે. તે આનંદની વાત છે. તેમણે આ મિટિંગનું આમંત્રણ સ્વીકાર્યું છે તે બદલ અમદાવાદ શહેર વતી હું આભાર માનું છું અને સ્વાગત કરું છું. (આંટી પહેરાવે છે.) મહારાજશ્રીનું પ્રવચન : બહેનો તથા કાર્યકર્તા ભાઈઓ.
અમદાવાદમાં લગભગ પાંચ વરસને અંતરે આવ્યો છું. સરદારશ્રી ગયા અને ત્યારપછી મહાસમિતિની બેઠક હતી તે વખતે આવ્યો હતો. અમદાવાદ એવું સ્થળ છે કે, ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છનું મધ્યવર્તી સ્થળ જેવું છે. એનો પૂર્વ ઇતિહાસ એ પાટનગર જેવું હતું, તેવો છે. હવે એ કેવો ફાળો આપશે. ગુજરાત ઉદાર છે સૌમ્ય અને મધુર ભાષામાં તે પોતાના વિચારો રજૂ કરે છે. પણ ક્યાં ગૂંચ છે તે આપણે વિચારવું જોઈએ. પુનર્રચનાનો પ્રશ્ન ચાકડા ઉપર છે. કદાચ આજકાલમાં તેનો નિકાલ આવી જશે. પણ ગુજરાત જેમ પોતે પોતાનું સત્ત્વ સાચવે છે, રાષ્ટ્રની દૃષ્ટિ રાખે છે તેમ સાધુતાની પગદંડી
૧૫૭
Page #189
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રના જે ભાગો સંકુચિત ભાવ રાખે છે તેમના તરફની ફરજ છે કે નહિ? તે આપણે વિચારવું જોઈએ. હું તમારી જેમ રાજકારણને જોતો નથી. બાપુજીએ અમદાવાદને પસંદ કર્યું તેમાં કુદરતનો સંકેત હશે. એ ગુજરાત એક રીતે કસોટીએ ચડ્યું છે. વિકેંદ્રિત રચનાને આપણે માનનારા છીએ, પણ વચગાળાનું શું ? તબક્કા આવે છે જે વિભાગો સંકુચિત રીતે વિચારતા હોય તેને આદર્શ કોણ આપશે ? એનો અર્થ એ નથી કે અનર્થ સામે નમતું મૂકવું. પણ કઈ એવી કડી ખૂટે છે કે રાષ્ટ્ર કસોટીએ ચડ્યું હોય ત્યારે મુંબઈ રાજ્યમાંથી અલગ પડવાની પેરવી કરે છે. હું નાનપણના દિવસો યાદ કરું છું. શું બધા લોકો મુંબઈ લૂંટવા ગયા હતા ? બધા આજીવિકા માટે ગયા હતા તે વાત સાચી. પણ પોતાનો પરસેવો રેડ્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્ર સાહસી આપ્યા છે. બીજા પ્રદેશોએ પણ આપ્યું છે. છતાં આટલી ખેંચતાણ કેમ ? વિચારભેદ હોય પણ પરસ્પર દુશમનો હોય તે રીતે ખેંચાખેંચ કેમ થાય છે? આ મારું દુઃખ હું રજૂ કરું છું.
ગુજરાત પાસેથી આખો દેશ આશા રાખે છે. જે પ્રદેશની અંદર ઉચ્ચ પુરુષો પાક્યા હોય તેને યાદ કેમ ન કરે ? બાપુજી આ જ ભૂમિના પુત્ર છે. આપણે ગૌરવ લઈએ છીએ એની કંઈ વિશેષ ફરજ છે કે નહિ ?
ખરે વખતે ગુજરાત ત્યાગ અને તપમાં આગળ રહેતું આવ્યું છે અને આવશે. પણ પયગામ કોણ આપશે ? સ્વરાજ્ય આવ્યા પછી આપણી પ્રગતિ રૂંધાતી જાય છે. રાજકોટમાં યુવક-કોંગ્રેસના સંમેલનમાં રસિકભાઈએ કહ્યું હતું : જે પેઢી જાય છે તેની પાછળ બીજી યુવાપેઢી તૈયાર થાય છે કે નહિ ? જે કોંગ્રેસ બલિદાન માટે હતી, તપ ત્યાગ માટે હતી, તે સ્વરાજ્ય આવ્યા પછી ઝાંખી કેમ પડી છે ? એનું સંશોધન કોણ કરશે ? એ રોગ લાગુ પડ્યો છે. સત્તા અને ધન એમાંથી કોણ મુક્ત કરશે ? જ્યારે ભગવાન રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર આવ્યા હશે તે વખતે શરૂઆતમાં તો લોકોએ પથરા જ માર્યા હશે. “જોઈએ તો મંથરા હોય, જોઈએ તો અનાર્ય પ્રજા હોય' પરંતુ આટલો ભગીરથ ત્યાગ કરનારને પણ લોકો ફિટકારે છે છતાં એ સ્થિતિમાં પણ એ લોકોએ વૈદ હોવાનો દાવો કર્યો નથી. પોતાની દવા જ કરી છે. છતાં પ્રજાએ એ જોઈને સાર લીધો હશે... કોંગ્રેસની સામે આ પ્રશ્ન છે કે ખરેખર અંદરોઅંદરના ઝુપિંગ કરીશું, સત્તાની સાઠમારી માટે ૧૫૮
સાધુતાની પગદંડી
Page #190
--------------------------------------------------------------------------
________________
સતત વિચારોની આપલે થાય, પણ સ્થાન જવાની તૈયારી હોય ત્યાં પ્રાસકો પડે છે. ત્યાં ગુજરાત શી રીતે આગળ વધશે ? આવા રોગો કોઈ જિલ્લામાં ઓછામાં ઓછા હશે, કોઈ જિલ્લામાં વધારે. બીજા પ્રદેશમાં ગમે તે હોય, ગુજરાતમાં એ સ્થિતિ આપણે નહિ ઇચ્છીએ. હું પ્રશ્નોત્તરી કરવા ઇચ્છતા હતો, પણ બોલવાનું કહ્યું. કોંગ્રેસ એ એક દેશની જ એક સંસ્થા નથી, પક્ષ નથી પણ વિશિષ્ટ છે. આદિકાળ આવ્યા પછી ગાંધીજી કોંગ્રેસને કેમ વળગી પડ્યા ? તેઓ બધે ફર્યા, ગુરુ શોધવા, ગુરુ ક્યાંય ન મળ્યા, પોતામાં મળ્યા, કોંગ્રેસમાં મળ્યા. દેશની અંદર હું નજર કરું છું તો આ સંસ્થા જેવી કોઈ સંસ્થા નજરે પડતી નથી. એટલે જ એમાં પેસતી ખરાબીઓ માટે દુઃખ છે એને દૂર કરવા માટે જ્યાંથી પ્રેવશદ્વાર હોય ત્યાંથી સુધાર કરવો જોઈએ.
મજુર મહાજન ઓફિસમાં રાત્રી પ્રાર્થના પછીનું પ્રવચન પ્રાર્થના શબ્દ જ એવો છે કે માણસના મનમાં પછી એ ગમે તે જાતનો માણસ હોય, તેને પ્રાર્થના ગમી જાય છે. યાચના કરવાનો ભાવ આવી જાય છે. મનુષ્ય જે મર્યાદિત સ્થિતિમાં છે તે જોતાં માણસોને આ સંસ્કાર જેમ સ્વાભાવિક છે તેમ યાચના કરવાનો પણ સ્વાભાવિક ભાવ હોય છે. યાચના કોની પાસે અને કેવી કરવી તે સવાલ છે. શરણાગત ભાવે જાય છે અને ભૌતિક વસ્તુ માગે છે તેથી સંતોષ થતો નથી. અસંતોષ વધતો જાય છે. પણ ચેતના જેવી અઘાત શક્તિ પાસે યાચના કરે છે ત્યારે તેને કોઈ અમૂલ્ય વસ્તુ મળી જાય છે. ધ્રુવજી લેવા ગયા ભૌતિક વસ્તુ, જિજ્ઞાસુભાવ હતો, એકાગ્રતા હતી, ભાવ હતો. જ્યારે સમય આવ્યો ત્યારે તેણે વિચાર કર્યો કે હું જેનો વિચાર કરું છું તે તો નાશવંત છે. પણ જે રાજરાજેશ્વર છે તેમનાં ચરણ પકડી લઉં તો, કદી નાશ પામે જ નહિ. એટલે ચરણ માંગ્યાં. આ પ્રાર્થનાનું રહસ્ય છે ભૌતિક વસ્તુ માટે, પ્રાર્થના છે જ નહિ. બાપુજીએ સામૂદાયિક પ્રાર્થનાનો ચીલો પાડ્યો. સમાજનું ભેગું બળ થાય ત્યારે દિવ્ય વાતાવરણ સર્જાય છે. આપણને પ્રેરણા મળે છે. એ બળ આપણામાં જ છે એને પ્રગટ કરવા માટેની આ યાચના છે. મા પોતાના બચ્ચાં સાથે પ્યાર કરે છે ત્યારે અરસપરસ બંને પ્રેમનો અનુભવ કરે છે. આમ પ્રાર્થના કરનાર અને પ્રભુ બંનેની એકાગ્રતા થાય તો તે આનંદ અવર્ણનીય બને. સાધુતાની પગદંડી
૧૫૯
Page #191
--------------------------------------------------------------------------
________________
સર્વક્ષેત્રમાં રહીએ તો પણ આત્મભાન નવ વિસ્મરીએ.' ગમે તે સ્થિતિમાં હોઈએ તો પણ ભાન ભૂલીએ નહિ. મજૂર મહાજનમાં પણ આ ચીલો ચાલે છે. જગતમાં મારું કોઈ નથી. મહેનતનું જ ખાઉં, ફોગટ ખાઉં તો ચોર કહેવાઉં. આ વાત જ આપણે વિચારીએ. - સાંજના નવરંગપુરાથી નીકળી મજૂર મહાજન સેવા સંઘમાં મહારાજશ્રી પધાર્યા ત્યારે સંખ્યાબંધ મજૂર કાર્યકરોએ દૂર સુધી સામે આવી સ્વાગત કર્યું હતું. શ્રી.વસાવડા, શ્રી સોમનાથ દવે, શેખ સાહેબ, શંકરલાલ બેંકર અને અનસૂયાબહેન હાજર હતાં. તા. ૧૩-૧-૧૯૫૬ : મજૂર મહાજન સંઘ ઓફિસ
સવારે ૮-૩૦ થી ૧૦-૦૦ ગૂજરાત વિદ્યાપીઠથી નીકળી મજૂર મહાજન સંઘમાં આવ્યા. પ્રાર્થના બાદ શ્રી વસાવડાએ પ્રાસંગિક કહેતાં જણાવ્યું કે, સંતબાલજી મનુષ્ય જીવનના વિકાસ કરવાનો પ્રયોગ કરી રહ્યા છે. બાપુજીએ એ પ્રયોગ આફ્રિકાથી શરૂ કરી ભારત પહોંચાડ્યો. તે પ્રયોગમાં માનવજાતનો વિકાસ કેમ થાય એ માટેનો પ્રયત્ન સંતબાલજી કરી રહ્યા છે. તેઓ લોભ, મોહ માયાથી પર છે. ઈશ્વરને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. એમનો પ્રયોગ ગામડાંઓમાં થાય છે. જ્યાં આ દેશની ૮૫ ટકા વસ્તી છે ત્યાં પ્રયોગ ચાલે છે. એમના પ્રયોગ વિશે તેમણે કાર્યવાહક મંડળને ઘણીવાર વાતો કરી છે. ગામડાંમાં વસતી પ્રજા જેમનો ધંધો મુખ્ય ખેતી છે, એ ધંધો કરનાર ખેડૂત કે ખેતમજૂરની ઉન્નતિ કેમ થાય તે માટે પ્રયત્ન કરે છે. એ જે કંઈ ઉત્પાદન કરશે તે સારાયે દેશ માટે ઉપયોગી થશે. એમનું સંગઠન થાય અને એ જે કંઈ મહેનત કરે તેમાં તેને પૂરું વળતર મળે અને બીજાને ઉપયોગી થાય. જમીન નથી તેવા પછાતવર્ગ ખેતીમાં મજૂરી કરે છે. મજૂરો ના હોય તેમને ગ્રામઉદ્યોગ ગૃહ ઉદ્યોગનાં સાધનો પૂરાં પાડવા. ત્રીજો મહત્ત્વનો ધંધો તે ગાયધન. એને પાળનારા ગોપાલકોનું સામાજિક આર્થિક જીવન કેમ ઊંચે જાય, તેનો પ્રયત્ન થાય છે, સંતબાલજીનો જે પ્રયોગ ચાલી રહ્યો છે એમાં આપણા અંગોને સંબંધ કરીને કરવામાં આવે છે.
આપણે મહાજન સ્થાપીને કામ કરી રહ્યાં છીએ. બાપુને રસ્તે ચાલવા પ્રયત્ન કરીએ છીએ. પૂ. સંતબાલજી જે કંઈ કરે છે તેની આંકણી થઈ શકે ૧૬૦
સાધુતાની પગદંડી
Page #192
--------------------------------------------------------------------------
________________
નહિ. કયા માર્ગે કામ કરો છો ? એમાં નીતિમત્તા કેટલી છે ? તે ઉપર કામનો આધાર છે. લાખો રૂપિયા કાળાબજારથી મેળવ્યા તેની કંઈ કોઈ કિંમત નથી. પણ મહેનત કરીને યજ્ઞથી મેળવેલી થોડી રોજીની કિંમત છે. સંતબાલજી આ કામ કરી રહ્યા છે. મજૂર મહાજન જે પ્રયોગ કરે છે તેમાં સંતોષ થાય છે. અમો હજુ બાળક છીએ, ભૂલો પણ કરતાં હોઈશું છતાં અમો ઈશ્વર પાસે માગીએ છીએ કે, અમને સાચો માર્ગ બતાવો. ભૂલમાંથી પાછા વળીએ. અમે જાણીએ છીએ કે દેશની મોટી વસતી ગામડાંમાં છે. બેકાર છે, અર્ધ બેકાર છે. તેમને ખાવાનું મળશે તો જ અમને ખાવાનું મળવાનું છે. એટલે અમે ગામડાંના પ્રશ્નોને ચિંતાની નજરે જોઈએ છીએ અને બને તેટલા ઉપયોગી થવા પ્રયત્ન કરીએ છીએ. ગામડાં અને શહેર વચ્ચે સમન્વય થાય તે માટે અમે પ્રયત્ન કરીએ છીએ અને તે માટે અમોને પૂ. શંકરલાલજી અને બીજાઓ તરફથી માર્ગદર્શન મળે છે. આ દેશની અંદર શહેર થઈ ગયાં છે, વિજ્ઞાનો આવ્યાં છે, કારખાનાં પણ થયાં છે. એ બધાનો નાશ થઈ શકતો નથી. પણ એનો ઉપયોગ જનતાને હિતકારી કેમ થાય, તેનો પ્રયત્ન કરવાનો છે. હું બહુ સમય લેવા ઇચ્છતો નથી. પૂ. સંતબાલજી આવ્યા છે, કાર્યવાહક મંડળના સભ્યોની ઇચ્છા હતી તેમને મળવાની, હવે આપણને પૂ. સંતબાલજી માર્ગદર્શન આપે.
પૂ. મહારાજશ્રી: આજે તમારી સમક્ષ મળવાનો મોકો મળ્યો છે તેને તમો ધન્યભાગ્ય તમારાં માનો, પણ મને સંતોષ થયો છે અને મારું પણ ધન્ય ભાગ્ય છે. તમે એ પણ જાણો છો કે કોંગ્રેસ અને મજૂર મહાજન દ્વારા આગેવાની નીચે ઊભી થયેલી ઇન્ટક તરફ મને માન છે. એમને જ્યારે જ્યારે મળું છું ત્યારે મને આનંદ થાય છે. દેશની અંદર જે તાકાત પેદા થઈ છે તેમાં રચનાત્મક કાર્યક્રમોનો ફાળો છે તેમાં શંકા નથી. પણ વ્યક્તિ કરતાં સંસ્થાની તુલના કરવાની આવે ત્યારે સંસ્થાને મુખ્ય ગણવામાં હું માનું છું.
તમે નાનાં મોટાં જે કામ કરી રહ્યાં છો તે દેશનું સદ્ભાગ્ય છે. શંકરલાલભાઈ અને અનસૂયાબહેન અદબ રાખે છે છતાં નાનામાં નાની વાતોમાં ધ્યાન રાખી રહ્યાં છે તે ઉત્તમ નમૂનો છે. સંસ્થાના બંધનમાં ન બંધાય છતાં સંસ્થાની પ્રતિષ્ઠા, અપ્રતિષ્ઠામાં ભાગીદાર બનવું તે ઘણું ઊંચું કામ છે. સાધુતાની પગદંડી
૧૬૧
Page #193
--------------------------------------------------------------------------
________________
પારાયણ તો હવે સારું થાય. વસાવડાજીને લાગ્યું હશે કે અમારા કામનાં વખાણ અમે શું કરીએ. કદાચ વખત પણ ના હોય. ભાલનળકાંઠામાં જે પ્રયોગ ચાલે છે તેની ટૂંકી માહિતી મારા જ મુખે આપું. દેશની અંદર જે જુદાં જુદાં કામો ચાલે છે. હમણાં કહ્યું તેમ ગામડાં અને શહેરનો સમન્વય અને ગામડાં અને દુનિયાનો સમન્વય કેમ થાય અને તે પણ નૈતિક રીતે. તેને માટે મારા મનમાં એક સવાલ છે.
કુદરત તરફ જોનારા મોટા ભાગના માનવીઓ ગામડાંમાંથી જોવા મળે છે. એથી જે કુદરતનિષ્ઠા પ્રેરણા આપી આગેકૂચ કરાવે છે તેવી વસ્તુ ગામડાંમાં હોય તો સમન્વય કરવો છે. તે કામ ગામડાં પૂરાં કરશે, એમ લાગવાથી હું ગામડાં તરફ વધારે ધ્યાન આપું છું. ગ્રામઉદ્યોગ, મજૂરો, પશુપાલકો અને ખેડૂતો આ ત્રણ ગામડાનું અંગ છે. ભારત ખેતીપ્રધાન દેશ છે તેને માટે ગાય જોઈએ. એટલે એ લક્ષમાં રાખીને ગોપાલક મંડળની વાત કરું છું. માત્ર પૈસા માટે નહિ કે આજીવિકા માટે નહિ, પણ જીવન અને જગતના સમન્વય માટે પ્રેરકબળ તરીકે આવાં મંડળો જોઈએ. આપમાના ઘણા જાણતા હશો કે નૈતિક ભાવોનો પ્રયોગ એ નવો પ્રયોગ છે. બજારમાં ગમે તે ભાવ હોય પણ નૈતિકભાવે વેચાણ કરવું. એ સામાન્ય વાત નહોતી છતાં એ કામ થયું. બાપુજીની ઈચ્છા કંઈક સર્વોદય મંડળની રચના કરવાની હતી પણ તે સ્વપ્ર અધૂરું રહ્યું.
મેં અને રવિશંકર મહારાજે જોયું કે કંટ્રોલથી નીતિ મરી પરવારતી જાય છે. ખેડૂતોને પોતાના ભાવ મળતા નથી એટલે શું કરવું ? તેનો પ્રયત્ન થયો. કંટ્રોલ ગયા અને નૈતિકભાવ બંધાયા. શરૂઆતમાં નીતિને માનનારા ૧૬ સભાસદ તૈયાર થયા, પછી વધતા રહ્યા. ૨૦ હજાર મણ કમોદ એ નૈતિકભાવે મળી. નૈતિકભાવ રૂ. ૧૦ હતો. બજારમાં છેવટે તેના ૨૬ થયા હતા. આમાંથી આગળ વધતાં લાગ્યું કે ગામડાનું નિયોજન કરવું હોય તો આર્થિક બાબતમાં સ્વાવલંબી થવું જોઈએ. તેમાંથી ફરજિયાત બચતનો સિદ્ધાંત આવ્યો, એ બચતથી ચમત્કારિક ફાયદો થયો. એક એક મંડળી લાખ રૂપિયા સુધી શેરભંડોળ કરી શકી છે. પહેલાં વેપારી વર્ગ ખેડૂતોને બચત શીખવતો પણ પછી તો લાલચ માટે ખોતાં શીખવતો થયો. વરાખરા ખર્ચમાં ખેડૂત પાયમાલ થતો ગયો તેમાંથી આ રીતે રસ્તો કાઢ્યો.
૧૬૨
સાધુતાની પગદંડી
Page #194
--------------------------------------------------------------------------
________________
બીજો સવાલ આવ્યો પૈસા વધ્યા તેની સાથે અનિષ્ટ પણ વધવા લાગ્યું. ટંટા વધ્યા, જમીનોના પ્રશ્ન આવ્યા. તેમાંથી લવાદોનો સિદ્ધાંત આવ્યો. ને નીતિ દરેકને ગમે છે પણ તેમને તક મળતી નથી. તે તક ઊભી કરી. જ્યાં અનૈતિક તત્ત્વો વધવા લાગ્યાં. પોલીસ બળથી સિદ્ધાંત ન જળવાઈ શકે. ધ્રુવ કાંટો હાથ ઉપાડો તો હતો ત્યાંનો ત્યાં એટલે અમે એવા તત્ત્વો સામે શુદ્ધિપ્રયોગનું શસ્ત્ર વાપર્યું. સહકારી મંડળીમાં પૈસા ના ભરાય તો પણ શુદ્ધિપ્રયોગ થાય. આની ભારે સફળતા અમને મળી છે. પાલનપુરનો પ્રસંગ તમે જાણ્યો હશે. એમાં પણ સમજ-ગેરસમજ ઊભી થાય છે, પણ ધીમે ધીમે સમજાઈ જશે.
પ્રાયોગિક સંઘ બધાં નૈતિક મૂલ્યોનું સંચાલન કરે છે. પ્રયોગ કરે છે માટે પ્રાયોગિક સંઘ નામ પાડ્યું. ખેડૂતો, મજૂરો, ગોપાલકોની વાત આવી. એટલે મજૂર મહાજન અને ઈન્ફક આપોઆપ આવી જાય છે. બંધારણ જ લખાયું છે, ઇન્દુક સાથે સમન્વય રાખવો. મને સંતોષ થાય છે કે તમે બધાં એ પ્રશ્નોમાં રસ લઈ રહ્યા છો. ઇન્કનું વાર્ષિક અધિવેશન થયું ત્યારે પ્રમુખ તરીકે વસાવડાએ બે પાયાના ઠરાવો મૂક્યા. ગામડાંના ધિરાણનો પ્રશ્ન બીજો ઠરાવ ગામડાંના ઉત્પન્નના પોષણ જેટલા ભાવો મળવા જોઈએ. શોષણ કરવા માટે નહિ પણ પોષણ જેટલા ભાવો મળવા જોઈએ. ખેડૂત ટકશે તો બીજા વર્ગો ટકશે અને ગામડાં વિકાસ પામશે તો દેશ વિકાસ પામશે. કસ્તૂરબા ફાળામાં મજૂરોએ ફાળો આપ્યો. ૧૯૪રમાં ભોગ આપ્યો. આ બધી વાતો મહત્ત્વની છે. તેના કરતાં કદાચ કારખાનાં બંધ થાય, છતાં ગ્રામઉદ્યોગો ચાલે, તેને માટે મજૂર મહાજન પ્રયત્ન કરે છે. તેની કિંમત મારે મન ખરેખર મોટી છે. આ કામ સારું છે તે તમારા માટે કે ગામડા માટે જ નહિ, દેશ માટે સારું છે. એટલું જ નહિ નીતિ માટે સારું છે. નીતિ હશે તો જ લોહી પવિત્ર થશે. એ પવિત્ર વિચાર કરી શકશે. બેકારી રાખીને મૂડીની વહેંચણી કરવી તેના કરતાં ધંધો આપીને મૂડીની વહેંચણી કરવી તે જ ઉચિત વાત છે. કારણ કે તેમાં નીતિ છે.પરદેશના લોકો વખાણ કરે છે તેનું કારણ નીતિ છે. દરેક માણસને રોજી મળે નીતિથી મળે, છતાં સ્વમાન હણાય નહિ, સત્ય સચવાય. આ દૃષ્ટિ ધ્યાનમાં રાખીને પ્રયોગ ચાલે છે. આમાંથી જ ગણોતધારાનો પ્રશ્ન ઉદ્ભવ્યો. બેકારી સાધુતાની પગદંડી
૧૬૩
Page #195
--------------------------------------------------------------------------
________________
મટાડવાનો ઉપાય જમીન છે એમ સૌને લાગે છે ત્યારે તેની વહેંચણી કરવી શી રીતે ? ગણોતિયો કાયદો તોડે, તો લોકશાહી કોઈ દિવસ સફળ થાય નહિ. ત્યારે ગણોતિયાએ જમીન છોડી દેવી ? ના હોય તો તેની સામે શુદ્ધિ પ્રયોગ કરવો જોઈએ. જર, જમીન જોરુ ને મિલકત માની, ખરી રીતે એ મિલકત નથી. જમીન જીવવાનું સાધન છે. શોષણ નાબૂદ કરવું તે રાજ્યની ફરજ છે. નાનાને વળતર વધારે આપવું, મોટાને ઓછું આપવું. લાખ એકવાળાને સરખું અને એક એકરવાળાને સરખું એ કેમ ચાલે ? કાયદાની મુશ્કેલી હશે પણ તે ફેરવવો જોઈએ. નિઝામને વધારે સાલિયાણું અને નાના ઠાકોરને નાનું અપાય છે તેમ. - જો પોષણ ઉપરની જમીન ફાજલ પાડીએ તો ઘણા કુટુંબોને રોજી મળે. પ્રતિનિધિઓમાં બહેનોની સંખ્યા વધે તે જરૂરી છે. ટીંચર પીણું હમણા વધતું જાય છે, તમે પ્રયત્ન કરો છો, પણ વધારે જલદ પ્રયત્ન કરવો જરૂરી છે. બહેનો ઘણું કામ કરી શકશે. લવાદી તરફ તમારું લક્ષ છે. તેને મારી શુભેચ્છા છે. ગામડા તરફ વધારે લક્ષ આપવા તમે અંબર ચરખાનું આંદોલન ચલાવો છો તેથી મને આનંદ થાય છે. સરકારમાં ગયેલા આપણા પ્રતિનિધિઓ પણ એ જ કામમાં લાગી રહ્યા છે. ગામડાંઓ સભર થશે તેટલા આપણે સુખી થઈશું. સ્વરાજય વખતે જેમ આંદોલન ચલાવ્યું તેમ ગ્રામરાજ્ય માટે પણ ચલાવવું પડશે. તેમાં તમો બધા સહાનુભૂતિ દાખવશો.
શંકરલાલ બેંકર : પૂ. સંતબાલજી અહીં પધાર્યા છે અને સુંદર ઉપદેશ આપ્યો છે તે બદલ તમારા બધાં વતી તેમનો આભાર માનું છું. સંસ્થાનું તેજ તો જ વધે છે કે જો નીતિપરાયણતા અને ઈશ્વર પરાયણતા રહે. સંતબાલજી નીતિની ભાવના ફેલાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેની સામે અનીતિને માનનાર તત્ત્વો સામનો કરવા બહાર પડે છે. આ બધામાં નીતિ કેમ જીવે તેને માટે આપણે સૌ પ્રયત્ન કરીએ. સત્યને માર્ગે જવા, આના સિવાય કોઈ ઉપાય નથી. મનુષ્યમાત્ર અપૂર્ણ છે. શું સાચું છે, શું ખોટું છે તેનો નિર્ણય કરવો. સામાન્ય માણસ માટે સહેલો નથી. પણ ઈશ્વર અંતરમાં વસે છે તેનો અવાજ સાંભળીને આગળ વધીએ તો માર્ગ ચોખ્ખો જણાઈ રહે છે. હૃદય પરિવર્તનને માટે પ્રેમ જોઈએ. પ્રેમ હોય તો ઘડીકમાં પરિણામ ખરાબ લાગે પણ ભવિષ્ય તો તેનું પરિણામ સારું જ આવે છે. ૧૬૪
સાધુતાની પગદંડી
Page #196
--------------------------------------------------------------------------
________________
વ્યક્તિની વિચાર શક્તિની છૂટ રહે અને કામ થાય તે જ સાચો રસ્તો છે. બાપુજીએ આ આપણને બતાવ્યું છે. બળથી નહિ પણ અસહકાર કરીને, ટેકો નહિ આપીને, આપણે અન્યાયનો સામનો કરી શકીએ. પૂ. સંતબાલજીની દોરવણી સતત મળતી રહે. તેઓ મજૂર મહાજનના મહેમાન બન્યા છે. અહીં નિવાસ કર્યો છે. સંતપુરુષના આશીર્વાદ મળે તો આપણે સુખી થઈએ. એટલે ફરીથી તમારા સૌ વતી આભાર માનું છું. તા. ૧૩-૧-૧૯૫૬ : પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજ
વિદ્યાપીઠથી નીકળી પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં આવ્યા. પ્રથમ પ્રાર્થના થયા બાદ મહારાજશ્રીએ રચેલા “પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા'. ગીત સુંદર અભિનય સાથે બાળકોએ ગાઈ બતાવ્યું.
પ્રિન્સિપાલે પ્રાસંગિક કહેતાં જણાવ્યું કે, મહારાજશ્રીના નામથી આપણે સૌ પરિચિત છીએ. સમાજવાદી ઢબની સમાજ રચનાનો પ્રયત્ન તેઓ કરી રહ્યા છે. નવી તાલીમ માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ કેટલીકવાર અંધારા આવી જાય છે. તો મહારાજશ્રી આપણને પ્રકાશ આપે.
મહારાજશ્રી : ઉપાધ્યાયગણ બહેનો અને ભાઈઓ આજે આપણે વિશેષ સાથે રહીએ તે મને ગમે. પણ તમો જાણો છો કે અમદાવાદ કસ કાઢી લે તેવું છે. એટલે ત્રણ વાગે આટોપવું પડશે. મારી ઇચ્છા હતી કે હું કંઈક કહું અને તમે મને પૂછો. પૂછવા જેવું તો તમે કહી દીધું છે. હવે હું કહીશ. સમાજશિક્ષણ ગંભીર વિષય છે. એક તો સમાજ અને બીજો ભાગ શિક્ષણ એટલે સમાજનું ઘડતર. માણસ માત્ર શરીરધારી પ્રાણી જ નથી, તેમ એ સામાન્ય રીતે જીવનારું પ્રાણી નથી. એ હંમેશ કંઈક ને કંઈક ઉમેરવાનો પ્રયત્ન કરતું હોય છે. એટલા માટે મનુષ્યના સમાજને સમાજ કહેવામાં આવ્યો છે. પ્રાણીઓના સમાજને ટોળું કહેવામાં આવે છે. સમાજ એ ટોળું તો છે જ. કારણ સાથે રહેવું પડે છે. વ્યક્તિની સાથે સમષ્ટિ છે. પણ સમ ઉપસર્ગ લાગે છે. સારી રીતે રહી શકે, તેવો સમાજ. આજે સારી રીતે સમાજ રહી શકે છે, તે શિક્ષકો માટે કોયડો છે એને નવી તાલીમ કહેવું ગંભીર છે. તેનો ખ્યાલ આવે છે. શિક્ષક માત્ર અક્ષરજ્ઞાન આપે તો એ સમાજ શિક્ષક નહિ બની શકે. એવું શિક્ષણ તો
સાધુતાની પગદંડી
૧૬૫
Page #197
--------------------------------------------------------------------------
________________
સામાન્ય માણસ આપી શકે છે. પણ કંઈક જુદી જાતનું શિક્ષણ આપે, પોતે ઊંચો જાય અને બીજાને ઉપયોગી થાય એવું શિક્ષણ જરૂરી છે. બહારની રીતે માણસ સભ્ય બન્યો છે પણ અંતઃકરણ તપાસવામાં આવે અને ખરેખર એના ફોટા પડતા હોય તો ખરેખરા માનવી કેટલા અંશ છે તેનો ખ્યાલ આવી જાય. આજનો માનવ કેટલીકવાર કૂતરાની સાથે હોડ બકી રહ્યો હોય તેમ લાગે છે. એક કૂતરું બીજી શેરીના કૂતરાને સહી શકતું નથી. તુરત ઘૂરકે છે અને કહે છે તું વળી ક્યાં આવ્યું ? ઊંડા ઊતરો. રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે જુઓ, શેરીના શ્વાનોને જુઓ કે ઘરમાં જુઓ ! એવી મોનોપોલી રાખી બેઠા છે કે એના પરિણામે જ્યારે દુનિયા એમ ઇચ્છે છે કે માનવસમાજ પાસેથી કંઈક મેળવીએ. પણ જયાં માનવ માનવનું ભક્ષણ કરતો હોય ત્યાં શું લેવાનું હોય ?
એવી જ બીજી વાત મનુષ્ય એ ખરેખર જેમ પોતાના શરીરને શણગારે છે, સુશોભિત કરે છે તે બાબતમાં પ્રગતિ ઘણી કરી છે. પરંતુ એનું મનોમંદિર કેટલું અસ્વચ્છ છે એના સુશોભન માટે કંઈ પ્રયત્ન કરે છે કે નહિ એ પણ સમાજ શિક્ષકો સામે સવાલ છે. આપણાં વસ્ત્રો તપાસો, આભૂષણો તપાસો, ઘરની સજાવટ તપાસો એમાં શું દેખાય છે ? રામાયણનો હનુમાન પ્રસંગ આપ જાણો છો. મોતીની માળામાં રામ દેખાતા નથી તો ફોડી નાખે છે. એ રાજા કયા ? નીતિના રામ જુએ છે. કારણ કે એ નર કરતાં વિશેષ હતા. આ દાખલો એ બતાવે છે કે આપણી સામગ્રી હૃદયને શણગાર આપે છે ખરી ? જેટલું વિચારીએ તેટલું ઓછું છે. યંત્રોએ આપણો વિકાસ કર્યો છે ખરો ? એક દેશે બીજા દેશનો વિચાર ના કર્યો. એવાં પ્રલોભનો ઊભાં કર્યા કે આંખને આંજી દે. પરિણામે લડાઈઓ ચાલી એમાંથી માખણ નીકળ્યું. એ માખણ તે એટમ. માણસ બહારના શિક્ષણનો વિકાસ કરી રહ્યો છે. પરીક્ષામાં પાસ થવાનું છે. પરીક્ષાના સમયમાં ધમાલ હોય છે. ઊજાગરા કરીને પાસ થવું પછી પ્રત્યાઘાત પડે છે. દરેક વિષયમાં માણસ અણીને વખતે તૈયાર થાય છે. ધમાલિયું જીવન બની ગયું છે. સમાજ શિક્ષણ સામે ભગીરથ કામ પડ્યું છે. માણસ જે ઘરેડમાં ચાલે છે, તે ઘરેડમાં આપણે ચાલવું છે કે કાંઈ નવો ચીલો પાડવો છે ? સમાજ કહેશે બે એકડે અગિયાર, તો આપણે કહીશું, બે એકડે અગિયાર. બે એકડે બે,
સાધુતાની પગદંડી
૧૬૬
Page #198
--------------------------------------------------------------------------
________________
તો કહે બે એકડે બે, અગિયાર ત્યારે બને કે બે જણ સાથે રહે, શેઠ નોકર થાય તો બે એકડે એક. આજે તો સાથી એટલે નોકર બની ગયું છે. શેઠ એટલે હુકમ કરનાર. બહેનોને મોટો ભાઈ હુકમ કરે છે, માતા બે દીકરામાં ભેદ પાડે છે, દીકરાને વધારે ભાગ આપે તો સમાજ શિક્ષકો આ જ તાલીમ આપશે કે કંઈક નવું જ આપશે. પાછળ પડેલાં મૂલ્યને આગળ ધપાવવાં પડશે. આગળ ધપેલાંને સાંત્વન આપવું પડશે. ખંડનાત્મક વસ્તુ ન લો. વિધેયાત્મક વસ્તુ લો. બહેનો-ભાઈઓનાં સંબંધો, શેઠ-નોકર જેવા રહે ત્યાં સુધી નવો સમાજ થાય નહિ. નઈતાલીમ આ શીખવે છે. જાપાનમાં ટેલિવિઝનથી તાલીમ આપે છે. ભારતવર્ષ માને છે કે માનવ જીવનમાં એનો પ્રકાશ પડ્યો છે કે એ જ્યાં જાય છે ત્યાં એનો પ્રકાશ પડે છે. સાચું શિક્ષણ પડછાયામાંથી નહિ મળે. અંદરના તત્ત્વથી મળે છે. ચોપડામાંથી શિક્ષણ નથી મળતું. સાચો શિક્ષક પુસ્તકને સાધન બનાવશે. સાધ્ય અંતરમાંથી આપશે. આપણે સાધનને સાધ્ય બનાવ્યું છે. કેટલાક કહે છે, નઈતાલીમ એટલે રેંટિયો, બહુ બહુ તો ઉદ્યોગ સાથેનું શિક્ષણ. તે નઈતાલીમ. એની જરૂર છે પણ પ્રાણ તો નવો સમાજ કેવા પ્રકારનો થશે તે વસ્તુને ઊભી નહિ કરે. ત્યાં સુધી નઈતાલીમનું હાર્દ આવશે નહિ. ખેતી, રેંટિયો બધુ હશે છતાં માધ્યમ માનવતાનું હશે, માનવતા હશે તો ઉચ્ચ જીવન કોન કહેવું તેનો ખ્યાલ આવશે. આવા સમાજનો ઘડવૈયો, શિક્ષક શી રીતે બને, તે અગત્યનો પ્રશ્ન છે. ઘણીવાર શિક્ષકો ફરિયાદ કરે છે. અમારું વેતન તમારા કરતાં ઓછું ? હું તેમને દિલાસો આપું છું કે તમારી વાત ન્યાયી છે. પણ માનો કે તમારું વેતન ગવર્નર જેટલું કરવામાં આવે, તો સંતોષ માનો ને ? મને લાગે છે કે સંતોષ નહિ થાય. જરૂરિયાતોનો વધારો કરવાથી કદી તૃપ્તિ થાય નહિ. જરૂરિયાતના વધારામાં સાચું શિક્ષણ ઊડી જાય. માતૃ-પિતૃ અને અતિથિ ત્રણે તત્ત્વો ગુરુમાં સમાઈ જાય. જો એમ ના કરી શકીએ તો પંતુજી કોઈ કહે તો દુઃખ નહિ માનવું. અને પંડિતજી બનવું હોય તો તેને લાયક બનવું જોઈએ. અમને લોકો આંગળી ચીંધીને કહે છે. પેલા પૂજડા જાય. પૂજ્યમાંથી અપભ્રંશ પૂજડો થયું. વધારે લીધું, ઓછું દીધું એટલે આમ બન્યું. જો ગાળ લાગતી હોય તો પૂજ્યને લાયક થવું જોઈએ. આ વાત તમને લાગશે કઠણ, પણ જે લોકો રસ ચાખે છે તેમને એ આનંદ સાધુતાની પગદંડી
૧૬૭
Page #199
--------------------------------------------------------------------------
________________
આપે છે. રવિશંકર મહારાજ કેટલું ભણ્યા છે. દષ્ટિ બોલવું હોય તે દષ્ટિ બોલશે. છતાં શબ્દ શબ્દ નઈતાલીમ ઝરે છે. શિક્ષક એ બ્રાહ્મણ છે. બ્રાહ્મણનું ભામટો થયું. ગુણમાંથી નીચે ઉતરાય તો આમ બને. ફરીફરીને તમારું ધ્યાન ખેંચીશ કે હવેની નઈતાલીમ, નવો સમાજ કેવો રચવો છે, તેનું ચિત્ર સામે રાખીને હશે. એમાં શિક્ષાને સ્થાન નહિ હોય. અહિંસક શિક્ષાને સ્થાન હશે. વિદ્યાર્થી ભૂલ કરે તો શિક્ષકની આંખો જોઈને તે ચેતી જાય. બાપુજી એક દિવસ ઉપવાસ કરે તો, આખો દેશ હાલી જાય. લોકો કહે છે, ભય વગર પ્રીત નહિ. હું કહું છું પ્રીત વગર ભય નહિ. પ્રેમબળ સત્યાગ્રહ હશે. સાચા શિક્ષકને વેતનની ચિંતા નહિ કરવી પડે. એનાં બાળકો ભૂખ્યાં હશે તો લોકો નહિ ખાઈ શકે. આપણે એટલી ત્યાગની શક્તિ કેળવવી જોઈએ. પ્રેસ કોન્ફરન્સ ૩ થી ૪ - પત્રકારો સાથેનું મિલન
સાંજના ૩ થી ૪ અખબારી પરિષદ કોંગ્રેસ હાઉસમાં યોજાઈ હતી. સોમનાથ દવે, વસાવડા, ત્રિકમભાઈ પટેલ, ભવાનીશંકર મહેતા, કપિલરાય મહેતા વ. પણ હાજર હતા. વસાવડા થોડા વખત પછી ગયા હતાં. પ્રથમ મહારાજશ્રીએ ગણોતધારા વિશે, દીક્ષા પ્રતિબંધક બિલ, પત્રકારોની ફરજ વિશે, અને પ્રા.સંઘ વિશે પ્રથમ ખુલાસો કર્યો હતો. ત્યારબાદ પત્રકારોના પ્રશ્નોનો જવાબ આપ્યો હતો.
સાંજના મગનભાઈ પટેલ, માણેકભાઈ શાહ, ડો. છોટુભાઈ પટેલ મળવા આવ્યા હતા, પાછળથી કુરેશીભાઈ પણ મળવા આવ્યા હતા. ડૉ. છોટુભાઈએ દૂધ યોજના, અને નેત્રયજ્ઞ વિશે વાતો કરી. માણેકલાલભાઈએ પાઈપ યોજના વિશે વાત કરી. રાત્રે ૭ થી ૭-૩૦ મજૂર મહાજન ઑફિસની કાર્યવાહી જોઈ હતી. ફરિયાદોના નિકાલ કેવી રીતે થાય છે, તે જોયું. બેંકખાતુ, લવાજમ ખાતું, અંબર ચરખા ખાતું વ. જોયું. શ્રી. શેખે સાથે રહી બધું બતાવ્યું. કારકૂનો બધા રોકાયા હતા. સૌએ અદબભેર ઊભા થઈ મહારાજશ્રીને માન આપ્યું. રાત્રે પ્રાર્થના પછી પ્રાર્થનાનું રહસ્ય, અને નીતિમય જીવન વિશે પ્રવચન થયું. સોમનાથભાઈના આભાર દર્શન બાદ સૌ વિખરાયાં.
૧૬૮
સાધુતાની પગદંડી
Page #200
--------------------------------------------------------------------------
________________
તા. ૧૪-૧-૧૯૫૬ :
સવારના મગનભાઈ ર. પટેલ ગણોતધારા અંગે વાતો કરવા આવી ગયા. ત્યારબાદ પંડિત સુખલાલજીની તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી. ત્યારબાદ પ્રભુદાસ પટવારીએ દીસા પ્રતિબંધક બિલ વિશે ચર્ચા કરી. મહારાજશ્રીનું મંતવ્ય કાયદા કરતાં પ્રજા જાગૃતિ તરફ વધારે છે તે તેમણે જણાવ્યું. શ્રેયસનાં મુખ્યા નીલાબહેન મળ્યાં તેમણે ત્યાંની કેળવણી અંગે કેટલીક વાતો કરી. તા. ૧૫-૧-૧૯૫૬ : ભારત સેવક સમાજ ઓફિસ (પાનબ્રેરનાકા)માં શુદ્ધિપ્રયોગ અંગે વાર્તાલાપ
પ્રથમ શ્રી રાવજીભાઈએ પ્રાસંગિક કહ્યું. મહારાજશ્રીનો પરિચય આપ્યો. ગાંધીજીની ફિલસૂફી સમજાવી અને ભારત સમાજ સેવકને આશીર્વાદ આપે તેવી વિનંતી કરી. હાર પહેરાવી સ્વાગત કર્યું.
મહારાજશ્રી : શુદ્ધિપ્રયોગ શું છે ? તેનો હેતુ તેની વિધિ વગેરે જાણવા ભેગાં થયાં ચુનંદા ભાઈ-બહેનો તમો બધાં જાણો છો કે ભાલનળકાંઠામાં જે કામ ચાલે છે તે કામ કરતાં કરતાં શુદ્ધિ પ્રયોગ જડ્યો. વ્યક્તિ અને સમષ્ટિ એ બંને વચ્ચેની સમતુલા સચવાતી નથી ત્યાં સુધી દૂર જઈને પણ વ્યક્તિ થાકી જાય છે અને કેટલીક વાર પાછી પડે છે. એક વાત નિશ્ચિત છે કે વ્યક્તિ અને સમાજના અનુબંધનો વિચાર નહિ કરીએ તો શુદ્ધિ પ્રયોગની વાત સમજાવાની નથી. એક વાત ગૃહિત લઈને ચાલીએ છીએ કે વ્યક્તિનું જીવન વિકાસશીલ છે. તેનો આત્મા અને સમષ્ટિનો આત્મા સાથે ઘનિષ્ટ સંબંધ છે. તેને નિવારી શકાય નહિ. ઘણીવાર ભાઈ-બહેનો સવાલ કરતાં હોય છે. ગાડીની ખેંચનારી બાઈ અને મોટરમાં બેસનારો ભાઈ ! બાઈને લાગે છે કે અમારા નસીબ હશે એમ માને છે. કર્મનું ફળ ભોગવી રહી છું એમ લાગે છે. પેલો ભાઈ પણ એમ માને છે કે મારાં સારાં કર્મને લીધે હું આ સ્થિતિએ પહોંચ્યો છું. અહીં એક મોટી ક્ષતિ રહી જાય છે. કર્મ એ એક વસ્તુ છે કે માત્ર વ્યક્તિને જ ભોગવવા પડતાં નથી, પણ સમાજને પણ ભોગવવા પડે છે, એક શાંત બાળક છે તેની આજુબાજુ તોફાની વાતાવરણ હોય છે અને તોફાનથી વસ્તુ મળે છે ત્યારે તેને તોફાન કરવાનું મન થાય છે. વાતાવરણ તોફાની બને છે. પ્રજાની સંસ્કૃતિના પણ આવા સાધુતાની પગદંડી
૧૬૯
Page #201
--------------------------------------------------------------------------
________________
જ બનાવો છે. એટલે વ્યક્તિ અને સમાજને જુદા માનીને ચાલવું એ બરાબર નથી. આ વિચાર શુદ્ધિપ્રયોગના પાયામાં પડેલો છે. તે આપણે નહિ ભૂલવું જોઈએ.
પુત્ર જન્મતો હોય ત્યારે માતા ખાતી નથી. છતાં પ્રસન્ન થાય છે. આ તેનો અનુબંધ છે પછી એમાં કેટલો રાગ છે તે જુદી વાત છે. એ જ રીતે બંનેનું અલગાપણું છે. એકને એક ચીજમાંથી આનંદ મળે છે એ જ ચીજમાંથી બીજાને કલેશ થાય છે. આનંદધનજીએ કહ્યું માટી એક છે. ભાજન જુદાં છે. વ્યક્તિ એક છે, સમાજ તેનો પડછાયો છે. એટલે મારા કર્મ સમાજ દુઃખી થયો છે એમ માનીને માણસ શુદ્ધિપ્રયોગમાં જોડાય. આ વિચાર આવ્યો શી રીતે ? એટલા માટે કહ્યું આ વિચાર એકાએક આવતો નથી. પણ માણસ શુદ્ધ થતો જાય છે, વિચારમાં ઊંડો ઊતરતો જાય છે. તેમ તેમ તેને સમજણ પડતી જાય છે. ગાંધીજીએ આજીવિકાની શુદ્ધિ કરી. આજીવિકાની શુદ્ધિ વગર સાત્ત્વિક ખોરાક નહિ મળે. સાત્ત્વિક ખોરાક વગર એવું લોહી બનશે નહિ અને અશુદ્ધ લોહી હશે તો વિચારો મલિન જ આવવાના છે અને મલિન વિચારથી ખરાબ કામો થવાનાં છે. એટલે તેમણે વિચાર્યું કે, મને જે કેસ ખોટા લાગે તેને ના લેવા. આમ કરતાં કરતાં માનવ જાતના ભેદભાવની વાત આવી. કાળાધોળાના ભેદભાવ ખૂંચ્યા. પણ તેમનો દષ્ટિકોણ જુદો હતો. મને કોઈનો અન્યાય ગમતો નથી. તો મારે પણ બીજાને અન્યાય ના કરવો જોઈએ. પોતે વૈષ્ણવ સમાજના હતા. અછૂતોને હું ન અપનાવું તો બીજાને કેમ કહી શકું ? સમાજમાં ચારિત્ર્યની જ અસર થાય છે. એટલે એમણે મળમૂત્રનાં કૂંડાં ઉપાડ્યાં. આ પ્રક્રિયા તમે જાણો છો. પણ અહીં એટલા માટે કહું છું કે સત્યમાંથી ઊઠેલો અવાજ કેટલો આગળ જાય છે. કસ્તૂરબા બાપુજી સાથેના અનુબંધમાં સમજયાં હતાં. પણ બીજા સાથે અને તે પણ પંચમજાતિનાં મૂત્રનાં કૂંડાં ઉપાવડવાં એટલેથી અનુબંધ થયો નહોતો. બાપુજીની અહીં કસોટી થાય છે. શુદ્ધિપ્રયોગનું અહીં દર્શન થાય છે. કોઈનાં મળમૂત્ર સાફ કરવાં, તે પોતાના જ કોઈ નાના ભાઈનાં, આત્મબંધુનાં છે એ ભાવ જગાડવાનો હતો, ઉશ્કેરાટથી બાપુજીએ એ કામને બા પાસે કરાવ્યું અને તમે નૈતિક દબાણ કહો કે જે કંઈ કહો તે કરવું પડ્યું. પણ અંતરે પ્રેમ હતો એટલે બાજી ૧૭)
સાધુતાની પગદંડી
Page #202
--------------------------------------------------------------------------
________________
સુધરી ગઈ. શુદ્ધિ પ્રયોગમાં આ વસ્તુ મહત્ત્વની છે. મસોતાથી કે મેલા હાથથી અરીસો સાફ થતો નથી. આદર્શ ગમે તેટલો ઊંચો હોય, પણ સાથે પહોંચવા માટે તો આ શરીર છે. તેની કેટલીક ખામીઓ રહેવાની. બાપુજીએ વિકાસનાં માર્ગમાં પડેલી રૂકાવટો દૂર કરવા માટે પરદેશીઓને કહ્યું, તમે ચાલ્યા જાવ. વ્યક્તિગત દ્વેષ ના રાખ્યો. પછી ભાગલા આવ્યા. આ કાપાકાપી કેમ ચાલે છે ? ભલે મુસ્લિમલિગ રાજ કરે પણ કોઈ ના માન્યા. એટલે નોઆખલી પહોંચ્યા. જેટલું જેટલું ઇષ્ટ થાય, તેટલું તેટલું અનિષ્ટ પણ ઉપર આવે છે અને એ રાતે ગોડસેએ ગોળી મારી. હે રામ ! કહીને ચાલ્યા ગયા.
હવે એમનું બાકી રહેલું કામ આગળ કોણ ચલાવશે ? પ્રાયોગિક સંઘ ચલાવે, ભારત સેવક સમાજ ચલાવે કે બીજી કોઈ સંસ્થા ચલાવે. વ્યક્તિ અને સમાજ જુદા નથી. એ પ્રશ્ન પ્રથમ વિચારવાનો છે. ખરેખર આપણને લાગતું હોય કે પરદેશી લડત પૂરી થઈ. હવે કઈ લડત બાકી છે ? વિચાર કરો. અમદાવાદ કૂદકે અને ભૂસકે વધતું જાય છે. ભલા ! શહેર વધે તો મકાનો વધે, પૈસા વધે છે. બીજું કાંઈ વધશે ? નીતિમત્તા વધી છે ખરી ? ચારિત્ર્યની ઉજ્જવળતા વધે છે ખરી ? આપણી જરૂરિયાતો વધારીને સત્તા અને ધનની લાલસા રાખીને આપણા ભાંડુઓને ઉપયોગી થઈ શકીશું ખરાં ? જો આ વિચાર આવશે તો આવરણો દૂર કરવામાં આપણે સૌ મદદગાર થઈશું. ધન અને સત્તા વધે તેટલા પ્રમાણમાં અનિષ્ટો વધે છે. કોઈ ટીંચર પીવે, કોઈ દારૂ પીવે, બીજી બાજુ બહેનો અગ્નિસ્નાન કરે. કોઈ બાળી નાખે, બે પત્નીનો કાયદો છે તો ઉપપત્ની રાખે આ બધાં અનિષ્ટો, ડગલે ને પગલે વધતાં જાય તો આપણે ક્યાં જઈને અટકીશું ? શુભ ચિહ્નો દેખાય છે, બોર્ડે સારા વિચારોનાં ઘણે ઠેકાણે દેખાય છે.જે સંસ્થાએ દેશને ઊંચો લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આજે મોટા સ્થાને રહીને કામ કરી રહ્યાં છે. પણ એનાં અંગો જોઈએ છીએ ત્યારે નિરાશા થાય છે. સંખ્યાબળ વધે તેથી કંઈ તેની શક્તિ વધે છે તેમ નથી. આ વેદના કરવાથી કોઈ સુધરી જવાનું છે એમ પણ નથી. પણ ‘દિલભર દિલ’ કહેવા માટે ત્યારે કંઈક અસર થાય છે. આજે આપણે વ્યક્તિવાદી સમાજરચનાને બદલે સમાજવાદી સમાજરચના બનાવવાની છે. કોંગ્રેસમાં વ્યક્તિ શુદ્ધ થવા લાગી એને લીધે કોંગ્રેસ શુદ્ધ થવા લાગી અને એની અસર દેશ અને દુનિયા ઉપર સાધુતાની પગદંડી
૧૭૧
Page #203
--------------------------------------------------------------------------
________________
પડી. ચૂંટણી એ તો માત્ર સાધન છે પણ આજે એ સાધ્ય બન્યું છે. પરિણામે અનિષ્ટ આવ્યું છે. ભારત સેવક સમાજ તટસ્થ રહેવા પ્રયત્ન કરે છે. મને લાગે છે રાજકારણથી અલિપ્ત રહેવાથી શુદ્ધિ અધૂરી રહેશે. જાતે શુદ્ધ થવું, સમાજમાં શુદ્ધિ લાવવી. ત્રણ રીતે આધ્યાત્મિક રીતે, સમાજના દબાણથી અને છેલ્લે રાજ્યનું દબાણ આવે છે. વ્યક્તિની શુદ્ધિ પહેલી, શુદ્ધ થયેલા સભ્યોવાળી સંસ્થાની શુદ્ધિ બીજી અને ત્રીજી રાજ્યની શુદ્ધિ. સ્વેચ્છાએ ત્યાગ કરવો, જાતે કષ્ટ વેઠવું અને આગેકૂચ કર્યે જવી. દશ ટકા લોક સ્વેચ્છાથી ત્યાગ કરે, પચાસ સમાજના નૈતિક દબાણથી અને ચાલીસ ટકા કાયદાથી થાય. તો લોકશાહી વિકસશે અને શુદ્ધ થશે.
શહેરોમાં જે મસાલો છે તેમાં ઝેર ભળી ગયું છે. એટલે શરૂઆત ગામડાંથી કરવી. કુદરત તરફની નિષ્ઠા ત્યાં પડેલી છે. માનવબળ ત્યાં પડેલું છે. જીવનને ઉપયોગી ઉત્પાદન ત્યાં પડેલું છે. આ બધું વિચારીને હું ગામડાંને મહત્ત્વ આપી પ્રયોગ કરું છું. માતા પીંડ નીચોવીને દૂધ આપે છે પછી જ એ અરસપરસ વાત્સલ્ય ભોગવી શકે છે. માણસ બોલે છે ખરો કે તારો અને મારો આત્મા એક છે. પણ શરૂઆત નાનાથી કરવી જોઈએ. એટલે સહકારી પ્રવૃત્તિ અને તે પણ બચત તથા મોટો નાના માટે ઘસાઈ છૂટે. પંચાયતો લવાદીથી ઝઘડા પતાવે. અન્યાયી ના માને તો શુદ્ધિપ્રયોગ કરે. છેલ્લે પાલનપુરનો કિસ્સો છાપાંઓમાંથી વાંચ્યો હશે. રચનાત્મક કામ કરનારા બ્રાહ્મણો છે. ગામડું વૈશ્ય છે, જમીન, પશુ અને ગ્રામઉદ્યોગ એ ત્રણ એટલે ગામડું. બુદ્ધિજીવી, સરકારી કામમાં ક્ષત્રિય, શુદ્ધિપ્રયોગમાં જાય. માણસ સંયમનું લક્ષ રાખીને જીવે. બર્થ કંટ્રોલના સાધનોની તેને જરૂર નથી. પવિત્રતાની બાદબાકી કે ભાગાકાર ન થવાં જોઈએ. સંતો તો કેમ ધન કમાય અને કેમ પ્રતિષ્ઠા મળે તે ઉપર જ ધ્યાન આપે છે. આજે ઘર ઘરમાં શુદ્ધિપ્રયોગ કરવા પડશે. માત્ર સમાજમાં નહિ. ઘઉં અને કાંકરા ભેગા થઈ ગયા છે. કાંકરા વધારે છે એટલે ઘઉં વીણવાનો વખત આવ્યો છે. જે દેશ ત્યાગ અને તપનો નમૂનો પૂરો પાડતો હતો તેમાં ગામડાંમાં, પંચાયતમાં જવા માટે પડાપડી કરે છે. ચૌદશિયા તત્ત્વો જઈને વિકાસને રૂંધે છે. કાળી ટોપીને બદલે ધોળી ટોપી મૂકી. દોષ કોનો કાઢવો. ડગલે ને પગલે શુદ્ધિપ્રયોગ કરવા પડશે. પણ પ્રથમ પોતે વેઠવું પડશે, શુદ્ધ થવું સાધુતાની પગદંડી
૧૭૨
Page #204
--------------------------------------------------------------------------
________________
પડશે, ઘણા આવરણોમાં રાજ્ય પણ જવાબદાર છે. જે અદાલતો હતી તેમાં ફેરફાર થયો નથી. કોઈ ગરીબ સત્ય બોલે તો તેને સજામાંથી મુક્તિ મળતી નથી અને ધનવાન જૂઠું બોલીને અદાલતને છેતરે તેને છોડી મુકાય છે. વકીલો માત્ર ધન તરફ જુએ છે. આ બધામાંથી આપણે આગળ વધવાનું છે. અંબર ચરખો પણ આ બધાના સંદર્ભમાં છે. અંધાધૂંધી કોઈ રીતે સારી નથી. તેને બદલે વધારે સક્રિય બનીને નૈતિક દબાણો ઊભાં કરવાં જોઈએ. એ દબાણને તમે ગમે તે નામ આપો. ગણોતધારાની પાછવ આ જ ભાવના છે. જે વિચારક છે, તેને માટે ધીરજ રાખવી પાલવે તેમ નથી. બહુ ઝડપભેર મૂલ્યાંકનો બદલાતાં જાય છે.
પ્રાયોગિક સંઘની બેઠક બપોરના ૨-૩૦ થી ૫ પ્રાયોગિક સંઘના સામાન્ય સભ્યોની બેઠક શ્રી વાડીભાઈ જમનાદાસના મકાનમાં મળી. તેમાં કારોબારીની નિમણૂક કરવામાં આવી. કારોબારીની નિમણૂક ચૂંટણીથી કરવી કે સર્વાનુમતિથી નામો નક્કી કરવા અથવા મહારાજશ્રી પોતે પ્રયોગ કરે છે એટલે એને અનુકૂળ નામો પોતે જ નક્કી કરે. આ વિશે સભ્યોમાં ચર્ચા સારી ચાલી.
રાત્રે ૭-૩૦ વાગ્યે પ્રાર્થના પછી પોળના ચોકમાં ધન અને સત્તાનો કેફ જે શહેરોમાં લાગ્યો છે તેમાંથી હટી ગામડાંના પ્રશ્નો તરફ સહાનુભૂતિથી જોવા વિનંતી કરી. લાઉડસ્પીકર હતું. ઘણા ભાઈઓ આવ્યા હતા. તા. ૧૬-૧-૧૫૬ : વિષય : જેનો અને રાષ્ટ્ર
સવારના ૯-૦૦ થી ૧૦-૦૦ પ્રેમાભાઈ હોલમાં જાહેર પ્રવચન રખાયું હતું. સૌરાષ્ટ્ર સ્થા. જૈન યુવક મંડળના આશ્રયે આ સભા યોજાઈ હતી. પ્રથમ સંઘના મુખ્ય કાર્યકરે મહારાજશ્રીનો પરિચય આપ્યો હતો અને મહારાજશ્રીના કાર્યોને બિરદાવ્યાં હતાં. યુવક મંડળ ભલે નાનું હોય, પણ એવા યોગ્ય પુરુષો પાસે જઈએ તો ઘણું માર્ગદર્શન મળી શકે છે. બહેનો ઠીક સંખ્યામાં આવ્યાં હતાં. આ પ્રવચન લોકોને ખૂબ અસરકારક લાગ્યું હતું. અંતમાં મંત્રીએ મહારાજશ્રીનો આભાર માન્યો હતો.
જૈન એ માત્ર જ્ઞાતિ નથી, કોઈ વાડો નથી. ચોક્કસ વિચારસરણી ધરાવતું મંડળ છે. એનો ભૂતકાળનો જવલંત ઇતિહાસ છે એટલે આવા નાનાંમંડળો ફરીથી એ ભૂતકાળને તાજો કરી શકે છે. રાષ્ટ્ર અમુક રીતે જોતું સાધુતાની પગદંડી
૧૭૩
Page #205
--------------------------------------------------------------------------
________________
હોય તો તેને હું ટુકડો માનું. પણ ભારતની સંસ્કૃતિએ સમગ્ર પ્રાણી જીવનનો અભ્યાસ કરીને વર્તાવ આચરવા માટે સતત કોશિશ કરી છે. પાંચ પાંચ હજાર વર્ષ પહેલાની સંસ્કૃતિ શોધાય છે. તેમાં જે કંઈ ઉત્કર્ષ જણાયું તેથી પ્રતિષ્ઠા આપ્યા સિવાય ચાલે તેમ નથી. એક સમયે ભારતની સંસ્કૃતિ માટે આખી દુનિયા ઝંખતી હતી. પણ વચલાકાળે ધર્મ બાબત પડતી ચાલી. કલો વધ્યાં અને હિંસક શક્તિ ખીલતી ગઈ. અહિંસા ઝાંખી પડી એની અસર જૈનો ઉપર પણ થઈ. ગાંધીજીએ નૈતિક તાકાતને ફરી જાગૃત કરી અને દુનિયાને શીખવ્યું કે માણસ પડે છે, આખડે છે, પાછો ચડે છે. સંસ્કૃતિનું પણ એવું જ છે. તેમણે નૈતિક મૂલ્યાંકનો સ્થાપ્યાં. જૈનોએ આ વાત પ્રથમ પકડવી જોઈતી હતી. પણ હંમેશાં પ્રથમ વિચાર આવે ત્યારે માણસ તેને ઝટ અપનાવી શકતો નથી પણ પછી ધીમે ધીમે ગેડ બેસી જાય છે. મારા મનમાં મંથન ચાલતું હતું કે જેનો વિશ્વધર્મને માનનારા છે. આચરનારા છે તે આટલાં સંકુચિત કેમ બની ગયાં ? રાજચંદ્ર કહે છે વૈશ્યવૃત્તિ આવી અને લોભ વધ્યો, તેમાંથી પડતી આવી છે. ધર્મની કદી પડતી થતી નથી. પણ એનાં આચરનારાથી ધર્મ ઝાંખો દેખાય છે. ધર્મ રહેશે ક્યાં ? મકાનમાં રહેશે ? ભીંતમાં રહેશે ? વાસ્તવિક રીતે ધર્મ માનવામાં જ રહે છે. જે ધર્મ માર્ગદર્શક થતો નથી, આગેકૂચમાં મદદ કરતો નથી તે ધર્મ ટકી શકે ખરો? સંખ્યાની દૃષ્ટિએ કહેવાય છે કે જૈનો ૧૨ કે ૧૩ લાખ છે. કેટલાક ફરિયાદ કરે છે. બીજા ધર્મો વધે છે જેનો વધતાં નથી. સંખ્યાની દૃષ્ટિએ હંમેશાં સાચા ધર્મનિષ્ટો ઓછા રહેવાના. ગુણવત્તાની દૃષ્ટિએ જૈન ધર્મ વિશ્વવિશાળ છે. તેના સૂત્રો ગુણવાચક છે. પંચ પરમેષ્ટીનો મંત્ર એ જ બનાવે છે. નમો અરિહંતાણમ્ રાગદ્વેષથી મુક્ત હોય તેમને વંદન. ગમે તે કોમના પણ સિદ્ધને નમસ્કાર, નમો આયરિયાણં આચાર્યોને નમસ્કાર. નમો ઉવઝાયાણું, ઉપાધ્યાયોને નમસ્કાર. કોઈ જૈનોને ના કહ્યું પરંતુ સૌ સાધુને નમસ્કાર કહ્યા, સર્વ વિશેષણ લગાડ્યું. વિશ્વના સાધુને નમસ્કાર કહ્યા, જૈનો જ્યારે આ મંત્ર ઉચ્ચારતા હશે ત્યારે લાગતું હશે આ છ કોટીમાં આવતાં નથી. આ દેશવાસીમાં આવતા નથી, આ દિગંબરમાં આવતું નથી, વૈષ્ણવમાં તો આવે જ ક્યાંથી સાચી વાત જુદી છે.
જૈનોને ધર્મદષ્ટિથી એ રીતે જોવું છે કે, અહિંસા ને સત્યના આચરણ ૧૭૪
સાધુતાની પગદંડી
Page #206
--------------------------------------------------------------------------
________________
માટેની વાતો ઝીણવટથી વણાયેલી છે. આજના જૈનોમાં હું કોયડા જેવો લાગું છું. રાહતનાં કામો થયાં ત્યાં સુધી વાંધો નહોતો, દયા, દાનમાં વાંધો નહોતો, પણ સેલ્સટેક્સ આંદોલન આવ્યું ત્યારે લાગ્યું કે આ સાધુ કઈ જાતના. પણ ધીરે ધીરે સમજવા લાગ્યા છે. જૈનોનો પૂર્વ ઈતિહાસ ભવ્ય છે. સિદ્ધાંતને કાજે પોતાનાં કુટુંબ હોમી દીધાં છે. જ્યારે આજે નાના નાના ભેદની ગાંઠ એટલી મજબૂત થતી જાય છે કે જયારે બહુ તાણે ત્યારે તૂટી જાય છે. આજે જૈન સમાજ તૂટી રહ્યો છે. કૂચ કરવાને સમયે નાના નાના ભેદો, ઈર્ષ્યાઓ અને ભજકલદારમાં પડી ગયા છે. ગાંધીજી સનાતન હતા ખરા. પણ સનાતન ધર્મને ટૂંકી દૃષ્ટિથી જોતા નહોતા. પંડિતો તેમને કહેતા, તમો ધર્મનો એકડો જાણતા નથી ત્યારે તે હસતા અને કહેતા જે ધર્મ માનવજીવનમાં નથી આવતો તે ધર્મ નથી. એવો ધર્મ તમે બતાવો તો તમારો ઋણી થઈશ. પંડિતો સમજી ગયા.
તમે મને કહેશો ખરાં કે જૈનોમાં વ્યક્તિપૂજા નથી તેમ પરિગ્રહ પૂજા છે ખરી ? સામાયિક યાદ કરવામાં આવે ત્યારે પૂણિયાને કેમ ? આનંદને કેમ નહિ ? પૂણિયો તો સામાન્ય ગરીબ માણસ હતો. તે પૂણી બનાવીને જીવન ગુજારતો. આવતી કાલની ચિંતા નહોતી ? સામાયિક એટલે સમભાવમાં રહેવું. તમે કહેશો કે ચોપડામાં અમે એને યાદ નથી કરતા. શાલિભદ્રને યાદ કરીએ છીએ. શાલિભદ્રના જીવનના બે ટુકડા થઈ શકે નહિ. જીવનનો એક ભાગ રિદ્ધિનો હતો એ રિદ્ધિ એટલે ટ્રસ્ટીશિપ. ટૂંકમાં મિલકતની કિંમત જૈન ધર્મ નથી. સમૃદ્ધિની વાતો જરૂર આવે છે. પણ શ્રમણની ઉપાસના માટે શ્રમણો ઉપાસક એટલે ત્યાગ કર્યો ના હોય પણ ત્યાગને મોખરે રાખી ટ્રસ્ટીપણે જીવનારો સાધક. આ વાત ઉપર વિચાર કરજો.
આવી જ વાત બલિદાનની છે. સિદ્ધાંતને કાજે કાયા હોમી દીધી હોય એવા અનેક દૃષ્ટાંતો તમને જૈન ધર્મમાં મળી રહેશે. શિબી મહારાજ અને દધિચિએ સમાજને કાજે બલિદાન આપ્યાં છે. એક કીડીને માટે પોતાનો પ્રાણ હોમનારા જૈન શાસનો થયાં છે. ધર્મઘોષ કે જ્યારે પોતાના શિષ્યને કહે છે, તું આ શાક લઈ આવ્યો છે તે પરઠવી શકે છે. શિષ્ય વિચાર કરે છે. ભૂલ તો મેં કરી છે. આદર્શનો ઉપાસક પોતાના બલિદાનથી કથાને સાધુતાની પગદંડી
૧૭૫
Page #207
--------------------------------------------------------------------------
________________
સરજે છે, બલિદાન આપે છે. બહાર દુષ્કાળ પડે છે, અનાજ મળતું નથી. પોતાનાં સંતાનોને અનાજ આપતાં નથી. પણ ધર્મની શ્રદ્ધાને કારણે અમને આપશે તો અમારે બલિદાનની કથા ઊભી કરવી જોઈએ. અનશન આચરે છે. આથી સંગ્રહના અનિષ્ટને ધક્કો લાગે છે. આવા ભૂતકાળના બલિદાન કથાવાળા જૈનો દુષ્કાળ વખતે કોઈ કાળાબજાર કરે તો તે સાંખી શકે ખરાં ? ધન અને ભોગની લાલસા વધતી ગઈ છે. તેટલા પ્રમાણમાં જૈન શાસનનો ઇતિહાસ ધોવાય છે. હજૂ ન જાગીએ તો ક્યાં જઈને અટકીશું ? સદ્ભાગ્ય છે કે હવે નવો વિચાર જાગ્યો છે. યુવાનો જાગ્યા છે. યુવકમંડળોએ જૈનજૈનેતરમાં પ્રવેશ કર્યો છે. તેમ જ પ્રવચનો ગોઠવે છે. પણ આથી ચાલશે નહિ. આચરણમાં પ્રથમ આવવું જોઈએ. રાષ્ટ્રમાં આજે જુદાં જુદાં પ્રવાહો કામ કરી રહ્યાં છે. મને લાગે છે કે ગાંધીજી અને જૈનધર્મની અહિંસા જુદી છે. એવું માનનારા કદાચ બહુ ઓછા હશે. અહિંસા સર્વત્ર વ્યાપક છે. કંદમૂળ વાપરનારા પણ અહિંસક હોઈ શકે અને અહિંસાની જ્યોતિ ફેલાવે છે. માંસાહાર ત્યાગ, અરે ! દૂધ જેવા પદાર્થનો ત્યાગ લક્ષમાં લેવા જેવો છે. પણ મૂળ બિંદુ બીજાઓ સાથે ઉદારતાની સાથે, આચરણમાં ઉદારતા આવવી જોઈશે. રવિશંકર મહારાજ ચીનમાં ગયા. ત્યાં માંસાહારીની સાથે બેસીને જમતા. સુગાળવો હશે તો બીજા ઉપર છાપ નહિ પાડી શકે. એ વિષયમાં ભલે જુદાં રહ્યાં, બીજા વિષયમાં સાથે જ છીએ. કાકાસાહેબ ફરિયાદ કરતા જૈન બહેન આવ્યા. બટાટા ખાનાર સાથે એકતા અનુભવી શકતાં નથી. સાધુ-સાધ્વીઓ આવી વાતો વિસ્તૃત રીતે મૂકીને પોતાના આચરણ દ્વારા સમજાવશે તો જૈનો ઉપર ઘણો પ્રભાવ પાડી શકશે.
સહઅસ્તિત્વનો અર્થ એ છે કે ભિન્ન ભિન્ન વિચારસરણીવાળા સાથે મેળ પાડવો, મેળ પાડીને પ્રેમથી રહેતાં આવડવું જોઈએ. ખાદી પહેરતો હોય, બીજો ના પહેરતો હોય, વૈભવી હોય, તેની સાથે મેળ શી રીતે પાડવો. કામ અઘરું છે. પણ ગાંધીજીએ અને મહાવીરે બતાવી આપ્યું છે. ગોસાલકની વિચારસરણી ક્યાં ? મહાવીરની ક્યાં ? મહાવીરની વિચારસરણી પોતાને નામે ગોસાલકે પ્રસિદ્ધ કરી. પણ મહાવીરે કદીએ તેની સામે આક્ષેપ કર્યો નથી. તેને માટે ખોટું બોલ્યા નથી. રશિયા આવે કે ચીન આવે, આપણે
સાધુતાની પગદંડી
Page #208
--------------------------------------------------------------------------
________________
સૌના મિત્ર છીએ. સૌ આપણા મિત્ર છે. અમે અમારું અલગ અસ્તિત્વ સાચવીશું. છતાં પ્રેમ રાખીશું. ગાંધીજીના જીવન ઉપર શ્રીમજીની ભારે અસર હતી. લોકો ગૌરવ લે છે પણ તેઓ કહેતા કે એ મારા ગુરુ નહોતા.
ભૂતકાળમાં જૈનો માનતા હતા કે અમારો ધર્મ સર્વશ્રેષ્ઠ છે. અમારો ધર્મ એટલે અહિંસા ધર્મ. આપણે થોડો ફેર ર્યો. અમે જે માનીએ છીએ તે ધર્મ. જયાં જયાં સત્ય છે, ત્યાં ત્યાં જૈનો છે. અહિંસા છે ત્યાં મહાવીર છે. આપણે ઊલટું કર્યું. અમારા મહાવીર હોય ત્યાં જૈન ધર્મ. તારંગાજીમાં જોયું એક આંખવાળા અને એક આંખ વગરના કેટલીકવાર મુહપત્તિવાળા મહાવીર બની જાય છે. તો કયા મહાવીર સાચા ? ચિહ્નો તો પ્રતીક છે. મહાવીર શરીર નથી. મહાવીર તો એક પ્રકારનું સૈદ્ધાંતિક બળ છે. ગૌતમ, મહાવીરના શરીરને મહાવીર માને છે. પણ નિર્વાણ પછી સમજાય છે કે મહાવીર બધે છે. જ્યાં જ્યાં સત્ય અને અહિંસા છે ત્યાં બધે મહાવીર છે. છતાં ગૂંચ ક્યાં છે ? તે સમજાતું નથી. મેં પૂછયું અમદાવાદમાં જૈનો કેટલા? ૧૦ ટકા છે. એમાં ભાગ અને જાત કેટલી ? ભલે એ પોતાની રીતે પણ ઉદાર થઈને રહે તો વાંધો નથી. પણ એમની જવાબદારી ખરી કે નહિ ? પ્રભુદાસ પટવારીજી મળ્યા હતાં. તેમને મેં કહ્યું, રાજ સમાજ આગળ નીચું છે. સમાજલક્ષી રાજ બનવું જોઈએ. સમાજની અસર ત્યારે થશે કે એ ધર્મલક્ષી હશે. ધર્મમાં વેવલાપણું હોય નહિ. આજે અશુદ્ધિઓ કેટલી વધી છે. સાબરમતીમાં સાંભળ્યું કે જૈનો પણ ટીંચરથી વંચિત નથી. આથી હું નિરાશ થતો નથી. પણ એ વિચારું છું કે જૈનત્ત્વ ગયું ત્યાં આવા અનિષ્ટ પેસવાના છે. નથી પેઠું તે જ નવાઈ છે. સેંકડો સાધુ સાધ્વીઓ ઉપદેશ આપ્યા કરે છે. થોકબંધ સાહિત્ય બહાર પડે છે. પૈસાથી પણ કદાચ જૈનો આગળ હશે. પ્રભાવ પણ પડતો હશે. છતાં આગેકૂચ કરવામાં એક ટકો પણ કેમ આગળ આવતા નથી. વ્યક્તિગત રીતે કોઈ આગળ આવે છે પણ સામુદાયિક રીતે આગળ આવતા નથી.
ભાઈઓ અને બહેનો આજે ભારતમાં જે સ્થિતિ આવી છે તેમાં ધર્મનો ફેલાવો થશે, તો સમાજ અને રાષ્ટ્ર આગળ જશે. રાજયે કોઈ ઇતિહાસમાં ક્રાંતિ કરી નથી. અહિંસક ક્રાંતિ જોઈતી હોય તો ધર્મે જાગવું પડશે અને તો
સાધુતાની પગદંડી
૧૭૭
Page #209
--------------------------------------------------------------------------
________________
માનવતાના, માનવજાતના ભેદભાવ દૂર કરીને એકતાનો દીપ જગાવવો જોઈએ.
પ્રવચન બાદ લાલાકાકાને તેમને ઘેર મળવા ગયા હતા. તેમની તબિયત નરમ હતી એટલે ઘેર ગયા. અર્જુનવાલા તથા કુટુંબીજનો હાજર હતા. ખૂબ પ્રેમથી વાતો થઈ. મહારાજશ્રીએ ગણોતધારા બિલ અને આજની કોંગ્રેસની પરિસ્થિતિ અંગે પણ વાતો કરી હતી. તેમને ત્યાંથી દીક્ષા લઈને નિવાસે આવી ગયા હતા.
બપોરના ૩-૦ થી ૪-૦૦ જ્યોતિસંઘમાં પ્રવચન રાખ્યું હતું. આ પ્રસંગે કેટલાંક સાધ્વીજી આગળથી હાજર રહ્યાં હતાં. શરૂઆતમાં શ્રી ચારુમતીબહેને મહારાજશ્રીના રચનાત્મક કાર્યનો ખ્યાલ આપ્યો હતો અને સ્ત્રીઓના પ્રશ્નમાં મહારાજશ્રી જે રસ લઈ રહ્યા છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.
મહારાજશ્રીનું પ્રવચન જ્યોતિસંઘ સંસ્થા મારાથી અજાણી નથી. બહેનોના પ્રશ્નો એ ખરેખર તો આપણા સમાજના પ્રશ્નો છે. સમાજના બે અંગ છે સ્ત્રી અને પુરુષ. એ બંનેનાં શરીર જુદાં હોવાને કારણે કેટલીક પ્રાકૃતિક બક્ષિસો જુદી હોવાને કારણે તેઓમાં જેમ એકતા છે તેમ જુદાઈ પણ છે. એ જુદાઈ એકતાને વધારે સંગીન બનાવવા માટે છે. સંગીતમાં જોઈએ છીએ કે બધા સ્વર પોતાનું અલગ અસ્તિત્વ સાચવે છે. ત્યારે એના રસનો અનુભવ થાય છે. તેમ સ્ત્રી અને પુરુષ એક જ પ્રકૃત્તિ મૈયાનાં અંગો છે. પણ બંનેમાં ક્ષતિઓ અને ગુણો છે. એ ક્ષતિઓનો ભાગાકાર અને બાદબાકી થાય તો સંસાર સ્વર્ગ બને એટલા માટે જ અર્ધનારી નટેશ્વર, પાર્વતી-પરમેશ્વરો, સીતારામ, રાધાકૃષ્ણ એમ એકરૂપ શબ્દ બન્યો છે. સ્ત્રીને મહત્ત્વ આપ્યું પણ આપણા દુર્ભાગ્ય કહો, કે મોહમાયાનાં આવરણ પ્રકૃતિ મૈયા ઉપર સવાર થઈ બેઠાં છે. એક પોતાને માલિક માને છે, એક પોતાને ગુલામ માને છે. પણ જો બંને સહભાગી છે, સહકારી છે એમ માને તો જગતના બધા ઝંઝાવાત ઓસરી જાય. બાપુએ આ યુગની અંદર સ્ત્રીનું સ્થાન ક્યાં છે તે કસ્તૂરબા સાથેના વર્તાવથી બતાવી આપ્યું. એમણે ત્યાં સુધી કહ્યું કે હું કસ્તૂરબાનો શિક્ષક હતો. પણ કેટલીક બાબતોમાં તે મારી ગુરુ હતી. ૧૭૮
સાધુતાની પગદંડી
Page #210
--------------------------------------------------------------------------
________________
બાપુજીની ભૂલ થાય તો કાનની બૂટ પકડે છે. પણ સાથોસાથ અંતરનો પ્રેમ જતો નથી. હું અને તે એક છીએ. ઘણીવાર એમ થાય કે રામે સીતાને ઘડ્યાં કે સીતાએ રામને ઘડ્યા ? તેમ બા અને બાપુજીનું છે તમે કલ્પના કરી લો કે, ૨૯ વરસની ઉંમરે પતિ એમ કહે કે મને સંયમ પાળવાની ઇચ્છા છે. સંયમ વગર સમાજનાં કામ નહિ થઈ શકે અને બાએ તરત સંમતિ આપી દીધી. રામકૃષ્ણ પરમહંસ ગમે તેટલા પવિત્ર હોય પણ શારદામણિ દેવીનો સાથ ન હોત તો આટલી પ્રગતિ કરી શકત નહિ.
આજે આપણા સમાજમાં આ ભાવના કેમ તૂટી પડી છે ? પ્રકૃતિ અને પુરુષ સાથે જ રહે છે. સીતા વગર રામ અને રામ વગર સીતા અલગ રહી શકે જ નહિ. એનું નામ જ સંસાર. ઘણાને થાય છે કે, સોનાનો મૃગ હોતો હશે કે નહિ ? અને રામ જેવાને ખબર નહિ હોય ? પણ ત્યાં જ રામની ખૂબી છે. એમાં ભારત વર્ષની સંસ્કૃતિ છે. પાંચ હજાર વરસથી ચાલી આવતી સંસ્કૃતિમાં બહેનોનો ફાળો ઓછો નથી. આજે મધ્યયુગમાં સમાજની અંદર જે સ્થિતિ ઊભી થઈ હતી, ભેદભાવ ઊભા થઈ ગયા હતા. તે વખતે બાપુ આવ્યા. અને સ્ત્રી શક્તિને જગાડી. પિકેટીંગ કરવું હોય, લાઠી ઝીલવી હોય તો બહેનો તૈયાર. બુદ્ધિના ક્ષેત્રમાં પણ તેમનો ફાળો યુગયુગથી ચાલી આવ્યો છે. ગાર્ગી અને માગ્બી જેવાં બહેનો થઈ ગયાં. આજે પણ છે. ચારુલતાબહેને તમારી બહેનોની અદાલત બતાવી ફરિયાદો આવે છે, ત્યારે જાય છે.
માતા કોઈ દિવસ પુરુષ જેટલી કઠોર થઈ શકતી નથી. મારે ધ્યાન એ દિશા તરફ દોરવું છે કે આજે દેશ સામે, સમાજ સામે, ધર્મ સામે બે પ્રશ્ન છે. એક છે તો લડી ઝઘડીને હક્કો મેળવવા કે પછી ભૂલેલા તરફ વેરનો બદલો વેરથી નહિ પણ પ્રેમથી લઈશું. સ્ત્રી નીતિ હલકી નથી. તે પણ એક ચેતન છે, માતા છે, જનેતા છે, ગિની છે. ન્યાયની દૃષ્ટિથી એમને સ્વીકારો એટલે એ ઉદાર છે. પણ સ્ત્રી છે, માટે હલકી છે એમ માનશો તો અમે ચલાવી લઈશું નહિ. પણ એનો રસ્તો પ્રેમનો હશે.
સંસ્થા હોય તો આપણને હૂંફ મળે છે. આ યુગમાં વ્યક્તિનો અવાજ સંભળાતો નથી. પણ સંસ્થાનો લાભ છે, તેમ ભયસ્થાન પણ છે. આપણે ઘર્ષણનો રસ્તો નહિ પણ પ્રેમનો રસ્તો લઈશું. તો બધાંનું કલ્યાણ થશે. સાધુતાની પગદંડી
૧૭૯
Page #211
--------------------------------------------------------------------------
________________
સંસ્થાઓ પણ પોતાના અલગ અલગ ચોકા ના જમાવે પણ એક સાંકળથી બંધાઈને કામ કરે, એક ધ્યેય રાખીને કામ કરે,ત્રીજું હક્ક અને અન્યાયોને ભૂંસવા માટે કયો માર્ગ અંગીકાર કરવો ? કાયદાની જરૂર રહેશે ખરી પણ એ આપણને મદદ કરનારો આપણી પીઠ બનશે. મૂળ તો આપણે જાતે બનીએ. જે સડો પેઠો છે તેનું નિવારણ સાદાઈ અને સંયમથી આવશે તો આપણે હીરાની બંગડી વાપરીશું, સારાં કપડાં પહેરીશું તો કોઈ દિવસ શક્તિ આવવાની નથી. થોડું કામ કરતાં પણ શીખવું પડશે. સ્ત્રીઓને પડવાનાં બે કારણ એક લાલચ બીજું ભોળપણ અને ઈર્ષ્યા. સાસુ અને જેઠ જો દીવાસળી ચાંપે ત્યારે સ્ત્રી ક્યાં જશે ?
દીકરો અને દીકરી વચ્ચેનો ભેદ ચાલે છે તેને તિલાંજલિ આપીએ. સાસુ અને નણંદ થઈને આપણે પણ વહુ ઉપર ઈર્ષા ના કરીએ. આ આપણને પારાવાર નુકસાન કરે છે. શારીરિક, માનસિક અને આર્થિક ત્રણે રીતે નુકસાનકારક છે. આ વ્યસનો છોડીએ, થોડું બચાવતાં શીખીએ. કોમવાદ ના રાખીએ. પડોશમાં અન્યાય થતો હોય તો નિંદા કુથલી નહિ કરતાં, છડેચોક કહીએ કે એ માત્ર તમારી મિલકત નથી. સમાજનું અંગ છે. બહેનો પુરુષોને કહી શકે કે આ શરીર માત્ર રમકડું નથી. તે સંયમને માટે પણ છે. હમણાં હું શુદ્ધિપ્રયોગ વિશે ઘણું ધ્યાન આપું છું. કાયદાથી ગુના પતવાના નથી. સમાજની કોર્ટને તપ, ત્યાગ દ્વારા જગાડીએ. અહિંસક સમાજ રચના માટે ઘણા શુદ્ધિપ્રયોગ કરવા પડશે. ભાલ નળકાંઠામાં હું પ્રયોગ કરું છું. તેમાં તમો સાથ આપો. હું તમને સાથ આપું. આ વિશે વિચારજો.
પ્રવચન બાદ બહેનોએ કેટલાક પ્રશ્નો પૂછડ્યા હતા. પહેલો પ્રશ્ન એ હતો કે બાળવાના અને આપઘાતના પ્રસંગોમાં આગેવાનો એ પ્રશ્નને બહાર નહિ લાવતાં દબાવી દે તો અમારે શું કરવું ?
સંતબાલજીએ જણાવ્યું કે ઢાંકપિછોડો કરવાનાં બે કારણ એક તો પોતે એમાં સંડોવાયેલા હોય, બીજું આ માણસની પ્રતિષ્ઠા જશે તો આપણા કાર્યને ધક્કો લાગશે. મને લાગે છે કે ગમે તેવું ઊંચું કામ હોય પણ ચારિત્ર્ય નહિ હોય, નીતિ કે સચ્ચાઈ નહિ હોય, તો આપણું કામ ચાલશે નહિ. આવા કાર્યકરોને કાર્યકરો કહેવાય જ શી રીતે ? છતાં ચાલી રહ્યું છે. આમાં મુશ્કેલીઓ છે. એવા કાર્યકરોને સમાજ ટેકો આપતો હોય છે, સમાજ ૧૮૦
સાધુતાની પગદંડી
Page #212
--------------------------------------------------------------------------
________________
ઢાંકપિછોડો કરતો હોય છે. બળનાર તો બળી ગઈ, હવે શું કામ નકામો ઉકળાટ કરવો ? પણ ડોશી મરી ગઈ પણ જમ ઘર ભાળી જાય તેનું શું? એટલે આ ચલાવી ના શકાય. તો રસ્તો કયો લેવો ? સમાજમાં જાગૃતિ લાવે, આપણી શુદ્ધિ કરે અને ગુનેગાર તરફ નફરત ઊભી થાય આને માટે શદ્ધિપ્રયોગ સુંદર સાધન છે. એકવાર ચીલો પાડ્યો તો પછી વાંધો નહિ આવે. તમે શુદ્ધિપ્રયોગ પુસ્તિકા વાંચશો એ ત્રણેય મદદે આવશે.
પ્રશ્ન ૨ : બાળલગ્નો કે એવા પ્રસંગોમાં કોંગ્રેસ કાર્યકરો અને પોલીસો આડે આવે છે. ત્યાં શું કરવું ?
જવાબ : ઉત્તર ગુજરાતમાં મેં જોયું ત્યાં લોકો કહે, નાની છોકરીનાં લગ્ન કરવામાં મજા છે. અમે પુખ્ત ઉંમરની થાય ત્યારે જ સાસરે મોકલીએ છીએ. પણ દીકરી ને ગાય, દોરે ત્યાં જાય.” એક જમાનામાં તે ઠીક હશે. પણ હવે
જ્યારે સત્ત્વ જાગ્યું છે ત્યારે તેની ઈચ્છા પણ જુઓ, એ પોતાનું હિત મોટી ઉંમરે સમજી શકે છે. કેટલીક વાર એ ભોળવાઈ જાય છે. ત્યાં સંસ્થાઓએ મદદ કરવી જોઈએ. સામાજિક સંસ્થાઓ આમાં મદદ કરી શકે.
પ્રશ્ન : ભજન અને ભક્તિને નામે નાની બાળાઓને ભરમાવે છે, ત્યાં શું કરવું ?
જવાબ : ધર્મને નામે ઘણું વેવલાપણું આપણે ત્યાં ચાલે છે. એ વાત સાચી, પણ એની ભૂખ પોષાય તેવો સાત્ત્વિક ખોરાક મળવો જોઈએ. સંન્યાસિની બહેનો, ભક્તબહેનો છે તેઓ ધારે તો ઘણું કામ કરી શકે. પરલોકનું અને આ લોકનું સાધે તે જ સાચો ધર્મ છે. માત્ર પરલોકનું સાધે તે ધર્મ અધૂરો છે.
પ્રશ્ન : આજે વહુનું સૌ સાંભળે છે, પણ સાસુનું કોઈ સાંભળતું નથી. તો સાસુએ શું કરવું ?
જવાબ : આ સવાલ બધાંને બહુ ગમ્યો લાગે છે. મને લાગે છે કે સાસુ કૌશલ્યા બને, તો આ પ્રશ્ન પતી જાય, પણ વહુ સીતા બને અને સાસુ બીજાં કંઈક બને તો ઝઘડો થાય. હવે ટાંકણાં મારવાનું છોડવું. પુરુષ સ્ત્રી ઉપર ટાંકણાં માર્યા, તો સાસુએ વહુ ઉપર માર્યા એટલે પ્રત્યાઘાત પડે છે. વહુ પણ એક દિવસ સાસુ બનવાની છે. તે વહુએ ધ્યાન રાખવું જોઈએ. સાસુ પણ દીકરી આવે ત્યારે કાનમાં વાતો ના કરે કે વહુને સાંધા કરે છે સાપુતાની પગદંડી
૧૮૧
Page #213
--------------------------------------------------------------------------
________________
એવું ના લાગે. બંને અરસપરસ પ્રેમથી જીવે.
આ વખતે જયોતિસંઘમાં દેરાવાસી સાધુ અને સાધ્વીજી પણ આવ્યાં હતાં. મોટી સંખ્યામાં બહારનાં બહેનો પણ આવ્યાં હતાં. બહેનોને ઘણો આનંદ થયો. આ રીતે સાધુ-સાધ્વીઓ આવતાં થાય તો તેમને ખ્યાલ આવે કે સમાજ શું માગે છે ? તા. ૧૬-૧-૧૯૫૬ : અસારવા-નીલકંઠ મહાદેવ
હઠીભાઈની વાડીએથી નીકળી અહીં આવ્યા. મહંતશ્રીએ મહારાજશ્રીનું સ્વાગત કર્યું. અસારવા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી મહારાજશ્રીનું પ્રવચન યોજાયું હતું.
સાંજના મહારાજશ્રી મહંતને મળવા ગયા. ત્યારે કેટલાક ભક્તોએ મહંતને પ્રથમ ફૂલહાર પહેરાવ્યો. મહારાજશ્રી તો ફૂલને સચેતન માને, પણ વૈષ્ણવોને ક્યાંથી ખ્યાલ આવે ? એટલે મહારાજશ્રી સંકોચ પામતા રહ્યા. અમે ના, ના કરતા રહ્યા છતા ભક્તોએ હાર પહેરાવી દીધો. તેઓ સમજ્યા કે નમ્રતા માટે આમ કરે છે.
જોકે મહારાજશ્રીએ આનું પ્રાયશ્ચિત કરી લીધું હતું. રાત્રે પ્રાર્થના સભા બાદ અંબુભાઈએ ઠાકોરભાઈ દેસાઈ સાથેની વાતચીતનો સાર કહ્યો હતો. બાદ મહંતશ્રી મળવા આવ્યા હતા. તેમણે સાધુ-સંગઠન વિશે અને નંદાજીએ પંચવર્ષીય યોજનામાં સાધુઓને બોલાવ્યા છે એ અંગે ચર્ચા કરી હતી. અહીંની જાહેરસભામાં મહંતશ્રી અને બીજા સાધુઓ પણ આવ્યા હતા.
મહારાજશ્રીએ જણાવ્યું કે આ દેશમાં લાખો સાધુ છે અને જનતાને તેમના તરફ અપૂર્વ શ્રદ્ધા છે. ભારતમાં માણસનું માપ એની ઊંચાઈ પહોળાઈ પર થતું નથી. એમ ધનદોલતથી તેનું માપ થતું નથી. કઈ સત્તા ઉપર બિરાજમાન છે. તેનું પણ માપ નથી. પણ એ કેટલો ત્યાગી છે, કેટલો તપસ્વી છે, કેટલો ફકીર છે તેના ઉપર માપ છે. ભગવાન રામ કે કૃષ્ણ ભલે ફકીર નહોતા. પણ ફકીર જેવા હતા. કૈકેયી માતા જ્યારે બે વચન માગે છે, દશરથ ભૂછિત છે ત્યારે રામ સંભળાવે છે. તે કહે છે ! “માતાજી ! પિતાજી કેમ મૂર્શિત થયા છે તે મને સમજાતું નથી. ત્યારે કૈકેયી કહે છે રામને વનવાસ જવાનું થાય છે તેથી રામ કહે છે, જે માતા-પિતાની આજ્ઞા ઉઠાવવા તૈયાર હોય છે એ પુત્ર બડભાગી છે. ત્યારે આપની સંમતિ
સાધુતાની પગદંડી
૧૮૨
Page #214
--------------------------------------------------------------------------
________________
છે. પિતાની સંમતિ છે ત્યારે મને જોઈએ તે મળે છે. ટૂંકમાં લોકોના આનંદનો પાર નથી. રાજ્યારોહણની ધમાલ ચાલે છે. ત્યારે તેમને ત્યાગ ગમે છે. આ બતાવે છે કે આ ભારતવર્ષના ખમીરમાં ત્યાગ જ પુરાયો છે. વનવાસ પહેલાં પણ વિશ્વામિત્ર સાથે રાક્ષસોનો મુકાબલો કરવા જવું પડ્યું હતું. આ હિંદમાં, આવા ત્યાગવીરોની પૂજા થાય છે. શ્રી કૃષ્ણ હાથમાં લાકડી માથે કામળી લઈને ગાયો ચરાવવા જાય છે. એ સમજતા હતા, ભારતવર્ષ એ કોઈ મહેલોમાં નથી. પણ જે લોકો પરિશ્રમ કરીને આજીવિકા મેળવે છે તેમાં છે.
ભગવાન મહાવીર જ્યારે ગૃહસ્થાશ્રમી હતા. રાજા હતા ત્યારે ફકીરી લઈને ચાલી નીકળે છે. એક જ વસ્ત્ર લઈને નીકળે છે. એ પણ છેવટે છોડી દે છે. ભગવાન બુદ્ધ પણ રાજપાટ, મોજશોખ છોડીને ત્યાગી બની નીકળી જાય છે. ત્રણ દશ્યો જુએ છે. શબ, એક વૃદ્ધ અને એક દર્દી જુએ છે અને આખું જીવન પરિવર્તિત કરી દે છે. આ છે અમારું ભારતવર્ષ. આ તપસ્વીઓની ભૂમિ છે. - વર્તમાન કાળે એક વિભૂતિ પાકી. તે મહાત્મા ગાંધીજી. તેમના પિતા દીવાન હતા. બેરિસ્ટરી પાસ કરીને વિલાયત ગયા ત્યારે એમની પાસે ભારે પ્રલોભન હતાં. તેવા વખતે તેમણે વિચાર કર્યો આ જીવન પ્રભુની પ્રાપ્તિ માટે છે, જનતાની સેવા માટે છે. - આજે આપણે એ જ ભારતવાસીઓ રોજ કથાઓ વાંચીએ છીએ, સાંભળીએ છીએ, છતાં જીવન કઈ બાજુ જાય છે. મંદિરો, પ્રતિમાઓ એ તો પ્રતીક છે. સાચું તત્ત્વ તો “વાસુદેવમ્ મયંમ સર્વમ્” છે. ખરેખર આ વાત સાચી હોય અને છે તો આવી વિષમતા સ્વરાજ્ય આવ્યા પછી ચાલી છે ખરી ? ચાલી શકે ખરી ? ગોળના માટલાના આંક જેવું આ છે. એક માણસ ગોળનું માટલું લેવા ગયો. માટલા પર આંક હતો પણ અંદર ગોળ નહોતો. છતાં વેપારીએ કહ્યું, આંકડા છે. એટલે એ પ્રમાણે પૈસા આપો. ઘરાકે કહ્યું, મારે આંકડાની જરૂર નથી. ગોળની જરૂર છે. આજે આપણે આંકડાની કિંમત આંકીએ છીએ. માલની કિંમત ગણતા નથી. લેબલને ધર્મ માની લીધો છે. સત્ય, અહિંસારૂપી ગોળનું કંઈ ઠેકાણું નથી. ગોળને મકોડાં ખાઈ ગયા છે. સાધુતાની પગદંડી
૧૮૩
Page #215
--------------------------------------------------------------------------
________________
ધર્મનાં બે અંગો એક ધર્મઆત્મા, બીજું ધર્મશરીર, આત્મા મુખ્ય છે. આત્મા વગરનું શરીર નકામું છે. સાધુનું જીવન કેટલું કઠણ છે. છતાં આજે આટલા બધા સાધુઓ કેમ થાય છે ? લાડવા ખાવા માટે સાધુ જીવન નથી. એ તો ત્યાગ માટે છે. મહાત્મા ગાંધીજીએ અમારા જેવાને જગાડ્યા. ધર્મને નામે ચાલતા વહેમો કાઢ્યા. એમને ગોસેવા શીખવી. પણ એ ગોસેવા માત્ર માટલાના આંકડાની નથી કંઈ ! આપણે ત્યાં એક પવિત્ર તિથિમાં ગાયના પૂંછડાનું પૂજન કરવામાં આવે છે. રશિયાના મહેમાનો આવ્યા ત્યારે, અરે કોલોની જોઈને કહે, આ કાળું ધન ક્યાંથી આવ્યું. અમારે ત્યાં ગાય ૬૦ રતલ દૂધ આપે છે અને અહીં અમારે ત્યાં ભાલનળકાંઠાના ગોપાલકોની શું દશા છે તેનું શું કરવું, તે કોઈ જોતું નથી. ચા માટે ભેંસનુ દૂધ જોઈએ. ગાયનું દૂધ પાતળું પડે છે. વાત બીજી વિચાર બીજો એ કેમ ચાલે ?
ગાંધીજી ગયા છે હવે લોકોમાં નિરાશા વ્યાપી છે. તેને ખંખેરવાની છે. ભૂદાન આંદોલનથી લોકોમાં વિશ્વાસ બેઠો છે. પણ હજુ ઘણું બાકી છે. લોકોએ માગેલો કાનૂન નહિ આવે ત્યાં સુધી સમગ્ર પ્રશ્ન ઉકલશે નહિ. ભાલનળકાંઠાના લોકોને ત્યાગ, તપની વાતો કરું છું. હવે ટીલા ટપકાંનો ધર્મ નહિ ચાલે. એ ભલે રહે, પણ મૂળ આત્મા ખોઈને નહિ, રાત્રે ભજન કરવાં અને સવારમાં માછલાં મારવા જવું. કંઠી પહેરવી અને કાળાંબજાર કરવાં એ કેમ ચાલે ? આજે તો મંદિરમાં દર્શન કરવા જાઓ તો ચંપલની ચિંતા કરવી પડે. મળે તો નસીબદાર આ સ્થિતિમાંથી ધર્મને બહાર કાઢવાનો છે.
ધર્મચર, સત્યમ્ વદ' આ અમારી શ્રુતિ કહે છે. પણ આજે તો ઊલટું બન્યું છે. તમે મંદિરમાં ભલે આવો, પણ ખોટા લેબલ રાખીને નહિ. ધર્મની રખેવાળી ત્રણ જણ કરશે. આજના સાધુઓ, સેવકો અને માતાઓ. પત્ની આગળ “ધર્મ' શબ્દ લાગે છે. પતિ આગળ નથી લાગતો. ઘર કોનું તો કહે ગૃહિણીનું અને સુખની વ્યાખ્યા પણ કેવી ? “પહેલું સુખ તે જાતે નર્યા'. બીજું સુખ તે ઘેર દીકરા. ત્રીજું સુખ સુલક્ષણાં નાર અને ચોથું સુખ કોઠીએ જાર.
બહેનોને તો હીરાની બંગડી જોઈએ. હીરા ના હોય તો સોનું તો જોઈએ જ, રામો પણ જોઈએ. પૈસા ક્યાંથી આવે છે તો કહે અમને ખબર નથી.
૧૮૪
સાધુતાની પગદંડી
Page #216
--------------------------------------------------------------------------
________________
ઘરેણાંની ભૂલ પડી છે. આવું જ સાધુ પુરુષોનું છે. ચેલા કેટલા ? સેવકો કેટલા ? હવે તો સ્પષ્ટ એમ માનવું પડશે કે, ધર્મમાં કોઈ ભેદભાવ નથી. સદ્ગુણી હોય તે બધાં જ એમનાં શિષ્યો. આજે તો ‘બાવો' એ જાણે કે ગાળ થઈ પડી છે. માતાઓ બાળકોને બાવા નામથી બિવડાવે છે. ‘સુઈ જા, બાવો આવ્યો.' આ સ્થિતિમાંથી બચવું જોઈએ. સેવકોની દશા પણ દયાજનક છે. સત્તાની સાઠમારી ચાલે છે. પંચાયતમાં, ધારાસભામાં, લોકસભામાં બધે સેવાને બદલે સત્તા તરફ લક્ષ થઈ ગયું છે.
હમણાં વળી સાંભળ્યું કે શિક્ષિત લોકો એ વર્ગને તોડવાનું કામ કરે છે. જોડવાનું કામ કરતા નથી. છોકરાં કહે છે, બે એકડે અગિયાર પણ મને ક્યાંય બે એકડે અગિયાર દેખાતા નથી. રામ વનમાં જાય તો, ભરત વનમાં જાય, આ બે એકડે અગિયાર થયા. પણ મહાભારતમાં તો બે એકડે મીઠું બતાવે છે. લોકો કહે છે, સામ્યવાદ આવશે. સામ્યવાદ છે શું ? સામ્યયોગ તો આપણે ત્યાં પણ પડેલો છે. ગાદી પર બેઠેલા દ્વારકાધીશ સુદામા જેવા પોતડીદાસને પગે પડે છે. એના ચપટી પૌંઆને અમૃત માને છે. આથી બીજો કયો સામ્યયોગ જોઈએ ? શબરીનાં એંઠાં બોર ખાય છે કૃષ્ણ જેવા ‘કાન્ત' કુબજામાં મોહાયા. ભગવાન ભાવનાના ભૂખ્યા છે. શિક્ષિત લોકો આ વાતોને સમજે. ભૂદાન ચાલશે, આંદોલન ચાલશે, સત્તાની પડાપડી છોડવી પડશે. ગામડાંના સંગઠન ઊભાં કરવાં પડશે. અન્યાયો સામે શુદ્ધિપ્રયોગ કરવો પડશે. રામ, ધોબી કે મંથરા ઉપર કોપ કરી શકત. સજા કરી શકત. પણ પોતે જાતે સહન કરે છે. ધર્મ આ શીખવે છે પણ વચલો ગાળો આવી ગયો કે ભજકલદારમ્ જેવા રોગમાં પડ્યાં છીએ. ટીંચર ચાલે, ફિચર ચાલે આ બધો ભજકલદારનાો ખેલ છે. અનીતિના ધનનું અનાજનું લોહી આપણને બગાડી મૂકે છે.
તા. ૧૭-૧-૧૯૫૬ : ગિરધરનગર
નીલકંઠ મહાદેવથી નીકળી ગિરધરનગર આવ્યા. ઉતારો હિરભાઈ ગોસલિયાને બંગલે રાખ્યો હતો. મંડપ બાંધ્યો હતો.
અહીંની રાત્રી સભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે ગિરધરનગ૨માં જ્યારે આવવાનું થાય છે ત્યારે મારા મનમાં એક છાપ ઊઠે છે કે તમે મોટે ભાગે જૈનો છો. છતાં આજની નવી વિચારસરણીમાં તમે રસ લો છો. સામાન્ય સાધુતાની પગદંડી
૧૮૫
Page #217
--------------------------------------------------------------------------
________________
રીતે બીજાં કામોમાં રસ લેવાય છે ત્યારે કુદરતી રીતે જ આવી ઉદારતા આવે છે. આ ઉદારતા સાચી છે કે ખોટી ? તેની ખરી ખબર જ્યારે કોઈ ક્રાંતિકારી પગલું ભરવાનું આવે છે ત્યારે તમે તમારા વેપારી જીવનમાં કેવું પગલું ભરો છો, તે ઉપર આચરણનો આધાર રહે છે.
અમદાવાદ શહેર સમિતિએ વાડજથી સ્વાગત કર્યું ત્યારથી આજે સાત દિવસ થયા ભરચક કાર્યક્રમો ચાલતા હતા. આજનો દિવસ શાંતિનો રહ્યો. હવે ત્રણ દિવસ રોકાઈને હું પ્રયાણ કરીશ. આ દિવસોમાં મુખ્યવાતો મેં ગણોતધારો અને શુદ્ધિપ્રયોગની કરી છે. છતાં જુદી જુદી સંસ્થામાં જુદું જુદું કહ્યું છે.
કહેવત છે કે, ધરતીનો છેડો ઘર. ભજનમાં હમણાં ગાયું અમે તો મુસાફરી કરવા નીકળ્યા છીએ. જવાનું લક્ષ બહુ દૂર દૂર છે. શાહજહાંની એક વાત છે. એક ફકીર તેમના મહેલમાં પેસી ગયો. દરવાજે નોકરે રોક્યા. ક્યાં જાઓ છો ? તો કહે, મુસાફરખાનામાં. સિપાઈ કહે, ‘યહાં મુસાફરખાના નહિ હૈ નવાબનો મહેલ છે.' ફકીર કહે ભાઈ હું તો મુસાફરખાના સમજું છું. પછી નવાબ આવે છે. ક્યા યહ તુમ્હારા મહેલ હૈ? હા, તો યહ મહેલ કિસને બનાયા ? પિતાને. એ કેમ ના રહ્યા તો તું શું કાયમ રહીશ ? એક જાય, બીજો રહે એમ ક્રમ ચાલુ રહે તેનું નામ મુસાફરખાનું. આપણું ઘર કયું ? ત્યારે મને લાગે છે ભારતની પ્રજાને ત્રણ વસ્તુ મળી છે. તું વ્યક્તિ નથી. સંસ્થા સાથે તારો સંબંધ છે. સંસ્થા એટલે કુટુંબ. કુટુંબમાં તારી જાતને ભૂલતો નહિ. ત્રીજો વિચાર એ આવ્યો કે જાતને ભૂલતો નહિ. એટલે શરીરને ભૂલતો નહિ. એમ નહિ પણ તારા ચૈતન્યને ભૂલતો નહિ. એમ કહ્યું. આ ત્રણ વાતો યાદ રાખીએ તો બધા ઝંઝાવાત દૂર થઈ જાય. જૈનો ચાર મંગલ કહે છે, ત્રણ વિચારની સાથે પ્રેરકબળ કયું છે ? એનો વિચાર પણ કહ્યો. ધક્કો કોને લાગે છે તે જુઓ. નવ્વાણુંનો ધક્કો લાગવો અને પછી ગમે તેટલી સેવા કરો, તોપણ ફોગટ છે. પ્રેરકબળ સત્તા અને ધન હોય તો એકડા વગરના મીંડા જેવું છે. ત્રણ વ્યક્તિ એક ચીજને જોતી હતી. એક સૌંદર્યવાન યુવાન સ્ત્રીનું શબ હતું. ઘરેણાંગાંઠાં પહેરેલાં હતાં. એક જણ જોતો હતો. બીજે જોયું અને ત્રીજાએ પણ એકાગ્રતાપૂર્વક જોયું. ત્રણેના પ્રેરકબળ જુદાં હતાં. એટલે વિચારો જુદા
૧૮૬
સાધુતાની પગદંડી
Page #218
--------------------------------------------------------------------------
________________
આવ્યા. વિચારો જુદા એટલે આચાર જુદો હતો. એક જોનાર કૂતરો હતો તેને માંસના લોચા જોયા, બીજાએ સૌંદર્યતા જોઈ ભિખારી બન્યો. તેનું પ્રેરકબળ કામના હતી. ત્રીજાએ વૈરાગ્યભાવથી જોયું, તેનું પ્રેરકબળ ચેતન હતું.
ગુજરાતનું સ્વતંત્ર રાજ્ય નક્કી થઈ ગયું, હવે તો તાણાવાણા ચાલશે. દરેક બળ કયું કામ કરશે ? ધંધો સારો ચાલશે. લાટીવાળો વિચારશે હવે મકાનો ઘણા બનશે. બંને એક વિચારશે કે મૂડી જ બધી વાપરી નાખું કે વડોદરા અમદાવાદ વચ્ચે બાથંબાથ ચાલશે. તો ક્યાં જવું. ત્રીજો વળી કંઈક સત્તાની આશા રાખશે. એનું પ્રેરકબળ જડ છે. ત્રણે જણ ચિંતન કરી રહ્યા છે, ઊજાગરા કરે છે. ત્રીજો એનો વિચાર કરે છે કે શા માટે લોકો દોડી રહ્યા છે. આ તોફાન શાનું. મુંબઈ માટે કેમ ધમાલ થાય છે. ક્યા હેતુ ખાતર આમ બને છે ? રામ ધારત તો કૈકેયીને જેલમાં મૂકી શકત. પણ તેમણે જોયું કે, મારા સ્વાર્થ માટે ખોટો રસ્તો લઈશ તો દુનિયા એનો દાખલો લઈને ઝઘડતી રહેશે. જો આ વિચાર કરીશું તો ઊંઘ નહિ આવે. આપણામાં રહેલી સવૃત્તિઓને જગાડવા માટે આ વાતો કહી રહ્યો છું. નોઆખલીમાં ધાંધલ ચાલે અને એક ઓલિયા પુરુષનું દિલ કકળી ઊઠે છે. તે કેમ કરીને શાંત રહી શકે ? પ્રેરકબળ સમાજમાં પ્રગટ ના થાય ત્યાં સુધી રસ્તો સૂઝતો નથી. છાપાંઓના અભિપ્રાયોથી લોકમત ઘડાય છે. લોકોને શું આપવું જોઈએ તેનો વિચાર કરીને જે ખોરાક આપે તે સાચો પત્રકાર, સિનેમા વધ્યા લોકોને ગમે તે જ ફિલ્મ આપે છે. કાપડવાળા પણ લોકોને કઈ ડિઝાઈન ગમશે તેવું આપે છે પણ ક્યું કાપડ વધુ ટકશે અને કયું કાપડ સાદાઈ લાવશે તેવું નથી વિચારતા.
વ્યક્તિ, સંસ્થા, તત્ત્વ અને એનું પ્રેરકબળ-અરિહંત, સિદ્ધ, સાધુ અને તત્ત્વ. આ ચાર પ્રેરકબળ છે. ધ્રુવજી લેવા ગયા હતા ભૌતિક રાજ, પણ આધ્યાત્મિક માર્ગ પકડી લીધો કે જે રાજ્ય કદી ચાલ્યું ન જાય. પેલો બ્રાહ્મણ સોનાની એક કૂકડી લેવા ગયો. રાજાએ જે માગવું હોય તે માગવાનું કહ્યું. પેલો વિચારમાં પડી ગયો. આટલું માગું ? તેથી વધું માગું અને છેવટે વિચાર આવ્યો કે પછી શું ? અમરત્વ કેમ ના માગવું તે તો નાશવંત વસ્તુ છે તે શું કામની ?
સાધુતાની પગદંડી
૧૮૭
Page #219
--------------------------------------------------------------------------
________________
ગાંધીજીએ બલિદાનની કથા સર્જી. યુવાનો અને યુવતીઓને જગાડી મૂક્યાં. ગોળીઓ ખાવા તૈયાર બન્યાં, કુરબાનીની કથા સર્જી. પણ આ ક્યારે બને કે જ્યારે જાતે બલિદાન આપે. ઘર બાળીને તીરથ કરવાં પડે. આપણે પારકા છોકરાંને જતી કરવા નીકળીએ છીએ. સમાજ અને રાષ્ટ્રનો વિચાર કર્યા સિવાય જીવીશું તો સ્વરાજ્ય નહિ આવે. ધનની પ્રતિષ્ઠા હવે તૂટતી જાય છે. લોકો મોઢે વાત નથી કરતા, પાછળથી આંગળી ચિંધે છે. પાછા સંસ્થાના પ્રમુખ એને બનાવે. કારણ કે ભજકલદારમ્ આવે, માનપત્ર આપો. દાનવીર લખાવે. દશ હજાર કમાઈને થોડા આપી દે. છાપાવાળો બહુ બોલતો હોય તો તેને પણ થોડા બાકરા નાખી દે. નાતને લાંચ આપે. સાધુને લાંચ આપે કાં તો પાર્ટી આપે. આ બધું કહીને હું કહેવા એ માગું છું કે, પ્રેરકબળ આ બધાનું કયું છે ? સત્તાવાળાની ટીકા થાય છે પણ હું રહી ગયો, અને એ મેળવી ગયો. શું આપણે નવી પેઢીને આ વારસો આપી જવો છે ?' “ભરી ઓરે શુકદેવજી નાઠા' તો કહેશે એ તો ગાંડો માણસ હતો. અમે એવા નથી. મને સ્વતંત્રતા ગમે છે તો તેની પત્નીને આપું. પુત્ર મોટો હોય તો મિત્ર માનો. ગઈકાલે સ્ત્રીસભામાં એક ભાઈ ઊભા થયા. કહે, મહારાજ બધા વહુનો પક્ષ લે છે. સાસુની વાત કોઈ સાંભળતું નથી. બિચારા અકળાયા હશે. કેટલીક વહુઓ હમણાં બહુ ત્રાસ આપે છે. એમને એમની સાસુનો પ્રત્યાઘાત હશે. તેમને સમજાવ્યા.
પુત્રમાતા, પુત્રની સામે જ રહે છે. સામે થાય છે કારણ કે પ્રેરકબળ વાસના છે. માતાઓ પણ પોતાનું સત્ત્વ ગુમાવી બેઠાં છે. પુરુષને કહેવું જોઈએ કે મહિનામાં આટલો સંયમ તો પાળવો જ પડશે. પણ આજે તો ગણ્યાંગાંડ્યાં, ઘરેણાંગાંઠા, છોકરા-છૈયાં, કપડાંલત્તા, ખાવું-પીવું બસ પૂરું માને છે. બહેનો એ નથી સમજતાં કે નવા સમાજનું નિર્માણ કરવામાં મારે મહત્ત્વનો ભાગ ભજવવાનો છે.
વિમલાતાઈ એક બહેન છે. એક માથાભારે ગૂંડા માણસ પાસે જાય છે, બારણું ઠોકે છે, રાતનો સમય છે. દરબાર બહાર આવે છે. અરે ! તું કોણ છે ? તમારી બહેન ભૂદાન લેવા આવી છું. અરે ! હું તો દુષ્ટ માણસ છું. ભાઈ તમે દુષ્ટ નથી. તમારામાં પણ ઈશ્વર છે. ભૂમિદાન લઈને પાછી આવી. પવિત્ર થા અને બીજાને પવિત્ર બનાવો આ છે ભૂમિદાનનું તત્ત્વ ૧૮૮
સાધુતાની પગદંડી
Page #220
--------------------------------------------------------------------------
________________
ગણોતધારામાં પણ ભૂમિની વહેંચણીનો પ્રશ્ન છે. વધારાની જમીન ફાજલ પાડી, બેકારોને ધંધો આપવો એને સ્વમાનપણે રોટલા ભેગો કરવો એ એનો હેતુ છે.
આજે વ્યક્તિગત મોક્ષ કરવાની વાત મુખ્ય આવે છે. કહે છે કે જગતને કોણ સુધારી શકવાનું છે ? રામ, ઈશુ બધા ગયા. પણ ફેરફાર શું કરી ગયા? પણ આપણે નજરે જોયું કે પોલીસો દેખીને ભાગનાર, છાતી ખુલ્લી કરીને ગોળી ઝીલવા તૈયાર બને છે. વ્યક્તિગત મોક્ષની વાતથી આ ના બની શક્યું હોત. પત્રકારને પણ મારી વિનંતી છે કે નીતિ અને પવિત્રતાના પાઠ શીખવવાનું કામ કરે, ગુજરાતનું રાજ્ય થયું છે. હવે તેની પ્રાચીન સંસ્કૃતિ ફરી નવપલ્લવિત થાય. લડત લડવી છે. પણ સાધનો સત્ય ને અહિંસાનાં. મહારાષ્ટ્રીયનોને કૈકેયી અને રામના પ્રસંગ જેવો પદાર્થપાઠ આપવો. દરેકનો રસ્તો અંદરથી મળી જવાનો છે. જો પ્રેરકબળ ઊંચું હશે તો. સાચી દિશા માણસને ક્રમેક્રમે ઊંચે લઈ જાય છે.
ગિરધરનગર પોતાનું પ્રેરકબળ શુદ્ધ કરી, પોતે શુદ્ધ રહી, બીજાને શુદ્ધિનો ચેપ લગાડે. તમો નાની નાની સંસ્થાઓ બનાવો. બહેનો પણ પોતાની સંસ્થા બનાવે અને આગળ વધે. તા. ૧૮-૧-૧૯૫૬ : શ્રેયસપ્રતિષ્ઠાન (ટેક્ટી)
પ્રથમ સંસ્થાની મુલાકાત લીધી. મુખ્ય બહેને મહારાજશ્રીનો પરિચય આપ્યો, પછી મહારાજશ્રીએ વિદ્યાર્થી, બહેનો, ભાઈઓ સમક્ષ ઉબોધન હ્યું હતું. અંતમાં ભારતીબહેન, લીનાબહેન-અંબાલાલ સારાભાઈ બહેનોએ મહારાજશ્રીનો આભાર માન્યો હતો.
બપોરના દરિયાપુર વોર્ડમાં જાહેરસભા રાખી હતી. એક દિવસ ૩ થી ૪ સી.એન. વિદ્યાલયમાં પ્રવચન રાખ્યું હતું. પ્રથમ પ્રાર્થના થયા બાદ છગનભાઈ દેસાઈએ મહારાજશ્રીનો પરિચય આપતાં ૧૮ વરસ પહેલાંના પ્રસંગની યાદ તાજી કરી. વાઘજીપરાથી એમને નળકાંઠામાં આવવા વિનંતી કરી. તેમણે સ્વીકાર કર્યો અને પછી તો એમણે ભાલનળકાંઠાને પ્રયોગ
ભૂમિ બનાવી. એ રીતે સંતબાલજીને ગુજરાતમાં રાખવાનો નિમિત્ત હું બિન્યો છું. અમદાવાદમાં આવે ત્યારે તેઓ અમારી સંસ્થાને ભૂલતા નથી.
સાધુતાની પગદંડી
૧૮૯
Page #221
--------------------------------------------------------------------------
________________
ફરી પણ ના ભૂલે. રવિશંકર મહારાજ અને પૂજય સંતબાલજી ગુજરાતનું સંતધન છે.
સાંજના સી.એન.માંથી નીકળી એલિસબ્રીજમાં સંજીવની હોસ્પિટલમાં આવ્યા. રાત્રે પ્રાર્થના બાદ મહારાજશ્રીએ જણાવ્યું કે રસિકભાઈનો ઘણા વખતથી આગ્રહ હતો પણ આ વખતે અવાયું. રસિકભાઈ ડિગ્રીધારી ડૉક્ટર છે. એમ છતાં આયુર્વેદ પ્રમાણે જે ધૂનથી કામ કરી રહ્યાં છે એવી જ ધૂનથી સામાજિક કામ કરનારા કાર્યકરો જોઈશે. તો જ સમાજ ક્રાંતિ કરી શકશે. તા. ૧૯-૧-૧૫૬ - સવારના ૬-૩૦ વાગ્યે શારદામંદિરમાં કાર્યક્રમ હતો. ત્યાં ગયા. અહીં વહેલી સવારમાં નાનાં નાનાં બાળકો આવે છે. પ્રાર્થના કરે છે. પ્રાર્થનાની વિશેષતા એ છે કે વાજિંત્રમાં ધૂન બોલાવે છે અને બાળકો આંખો મીંચી એ ધૂનમય બની જાય છે. પ્રાર્થના ખંડમાં પવિત્ર વાતાવરણ સર્જાય છે. ધૂપ, દીપ અને ફૂલને વ્યવસ્થિત ગોઠવે છે. પ્રાર્થના સાંભળી, રમત-ગમત જોઈ પછી મહારાજશ્રીએ તેમને વહેલા ઊઠવાના ફાયદા જણાવ્યા. નાનપણની પડેલી ટેવો મોટા થયા પછી ઉપયોગી થશે. વ્યસનો ન કરવાં, સાદાઈ રાખવા જણાવ્યું.
ત્યાંથી સંજીવની હોસ્પિટલમાં પાછા આવ્યા. અહીં સરોજબહેન પટેલ અને ચારુબહેન યોદ્ધા અગ્રણી સ્ત્રી કાર્યકરો છે તેઓ મળવા આવ્યાં હતાં. એમણે સ્ત્રીઓની સતામણીના પ્રશ્નો અને આપઘાતના પ્રશ્નો વર્ણવ્યા. અમદાવાદ શહેરમાં સેંકડો ધામો અનીતિનાં ચાલે છે અને ઉજળિયાત વર્ગ ચલાવે છે. પોલીસો, ફોજદારો, મેજિસ્ટ્રેટો વગેરે એમાં સંડોવાયેલા હોય છે. કોઈ કંઈ કરતું નથી. કાર્યકરો સાથ આપવાને બદલે ઊલટા ગુનાને દાબી દે છે. કોર્ટે મદદ કરતી નથી. કેટલીક વાર કાયદેસર વાત હોય તોપણ ધ્યાનમાં લેવાતી નથી.
મહારાજશ્રીએ તેમના તરફ ખૂબ સહાનુભૂતિ બતાવી અને જણાવ્યું કે ઘણા અનુભવો પછીથી મને લાગ્યું છે કે સરકારની મદદ સિવાય આપણે લોકમતથી કામ લેવું સારું છે. પ્રથમ પગલું સમજાવટ, બીજું સામાજિક, નૈતિક દબાણ. સમાજમાં તેને ખુલ્લો પાડવો અને ત્રીજું પોલીસ પગલું. કોઈ મિલ માલિક ૧૯૦
સાધુતાની પગદંડી
Page #222
--------------------------------------------------------------------------
________________
કે એવા એકાદ ગંભીર કેસની અંદર બધા કાર્યકરોએ શુદ્ધિપ્રયોગ આદરી શક્તિ કેંદ્રિત કરવી એનાથી આપોઆપ લોકમત જાગૃત થશે.
ત્યારબાદ અંબર ચરખાવાળા કૃષ્ણદાસભાઈ ગાંધી મળવા આવ્યા. તેમણે અંબર ચરખાનું સંશોધન કર્યું, અને તેમાંથી આજ સુધીનો વિકાસ સમજાવ્યો. મિલની ત્રાકને બદલે પેટી રેંટિયાની ત્રાક ફીટ કરવામાં ઘણો સમય ગયો. લોખંડના રેંટિયા બની શકે. પણ સુથારને કામ ના મળે, એટલે અમે લાકડા પર ધ્યાન આપીએ છીએ. રેંટિયો અને પીંજણ ૫૦ રૂપિયામાં પડે. તેવી અમારી ઉમેદ છે. આ રેટિયાથી ત્રણ કામ થશે. અપંગ અને અશક્ત પણ કાંતી શકશે. ઝૂંપડામાં ચાલી શકશે અને બજાર મળશે. આ અંગે ઘણી વાતો થઈ.
બપોરના પ્રભાકર મોરારજી પડિયાને બંગલે આવ્યા. ત્યાં ભાવનગરવાળા ભોગીભાઈ શેઠ મળવા આવ્યા. તેઓ પોતાની મિલને મજૂરોની ભાગીદાર બનાવવા ઇચ્છે છે. કદાચ સૌપ્રથમ આ જાતની સ્વેચ્છાથી ભાગીદારી આપવાનો પ્રસંગ હશે. જો કે તેમના ભાગીદારો માનશે તો મળશે.
ત્યાંથી સાંજના નીકળી કોચરબ ગાંધી આશ્રમમાં આવ્યા. આજે ઠક્કરબાપાની પુણ્યતિથિ હતી. તે અંગે ૬-૦૦ થી ૬-૪૫ એક સભા ગોઠવી હતી. પ્રથમ આશ્રમના સંચાલકે મહારાજશ્રીનું સ્વાગત કરી પધારવા બદલ આભાર વ્યક્ત કર્યો.
મહારાજશ્રીએ જણાવ્યું કે ઠક્કરબાપાનું નામ લઈએ. ત્યારે આપણી સામે આપોઆપ એક ચિત્ર ખડું થઈ જાય છે. કેટલાંક નામો એવાં હોય છે કે તેમની સાથે તેમના ગુણ અને કાર્યો યાદ આવ્યા વગર રહેતાં નથી. બાપા એક એવી જાતિના ઉદ્ધારક હતા કે તે જાતિના ઉદ્ધારથી આપણા આધ્યાત્મિક, સામાજિક, રાજકીય બધાએ સવાલો ઉકલે તેમ હતું. પણ આવી પ્રેરણા બાપાને જગાડી કોણે ? ક્યું પ્રેરકબળ હતું. એ મોહમઈ નગરી છોડીને, અમલદારી છોડીને આ લગનીમાં લાગી ગયા. થોડા દાન માટેની નહિ પણ પૂર્ણદાન માટે તમન્ના જાગી અને એક સેકંડ ગુમાવ્યાં સિવાય એનો અમલ કર્યો. બાપુ એવી વિભૂતિ હતી કે જે જે એમના સંપર્કમાં આવ્યા એમનાં ગુણોની ચેતના જાગી ઊઠી છે. માણસ નિંદ્રાધીન રહે તોપણ સૂર્યનાં કિરણો પડે એટલે તેને જાગવું પડે છે. બાપુજીના પ્રકાશથી સાધુતાની પગદંડી
૧૯૧
Page #223
--------------------------------------------------------------------------
________________
ચેતનવંત રત્નો જાગી ગયા. બાપા એવા જ પ્રકારની એક વિરલ વ્યક્તિ હતા કે જે બાપુની વધારેમાં વધારે નજીક આવી, જે થોડા ચુનંદા રત્નો બાપુને વહાલાં હતાં તેમાં તેમણે સ્થાન મેળવ્યું. વાણિયા, લુહાણાના લોક એ પંથમાં હોતા નથી, એ સાબિત કરી આપ્યું. બાપુજીએ વિરલ તત્ત્વ જોયું એટલે કહ્યું, તમે આ કામમાં દટાઈ જાઓ, બાપા દટાઈ ગયા. જો વિચાર કરીએ તો કેટલાં બધાં પ્રલોભનો એમની સામે હતાં ? પણ એમની દિલની ચેતનાએ એક અવાજ કાઢ્યો કે સૌને સંભાળનારા તો મળી રહેશે પણ બાપુએ કહેલા કામમાં દટાઈ જવું એ જરૂરી છે.
કેટલાંક રત્નો એવાં હોય છે કે, તેમને કશાયની પડી હોતી નથી. પ્રતિષ્ઠાની પડી હોતી નથી. એક આજ્ઞા થઈ કે પછી ખલાસ. જેમને પોતાના જીવન વિશે પણ આસ્થા નહિ એવાં મેલાઘેલાં, પછાતવર્ગનાં ભાઈબહેનોના સમાજમાં કામ કરવું અને તે પણ રાહતરૂપે નહિ, તેમનામાં પણ ચેતના છે, બુદ્ધિ છે, સમોવડિયા છે, એવું સત્ત્વ સાચવીને કામ કર્યું. ફંડફાળાની જરૂર પડે છે. પણ ફંડફાળાથી ચેતના જાગતી નથી. તેમણે ચેતના જગાડી. આજે જયારે પછાત વર્ગોના આશ્રમો જોઈએ, અને તે કાળનું ચિત્ર જોઈએ ત્યારે ઠક્કરબાપા યાદ આવ્યા વગર રહેતા નથી. આજે એવા પુરુષનું સ્મરણ કરવા ભેગા થયા છીએ. બાપુ અને બાપા બે છબિઓ છાપામાં આવે ત્યારે લોકો તુલના કરવા માંડે છે. કોણ વધારે કામ કરે છે. પણ બાપુ એ બાપુ હતા. અને બાપા એ બાપા હતા. જે કામ લીધું તેમાં દટાઈ જવું, એવો એક જ નિશ્ચય.
આપણે જે સ્થાને બેઠા છીએ ત્યાં બાપુ દક્ષિણ આફ્રિકાથી આવ્યા હશે ત્યારે બાપા મુંબઈમાં નોકરી કરતા હશે. પણ અહીં બેઠાં બેઠાં એ પુરુષોએ ચેતના ફેલાવી કે દૂર દૂરથી લોકો ખેંચાઈને આવતા હતા. કેતકી કહેતી નથી છતાં તેની સુગંધ જ એવી છે કે ભમરો દોડતો આવે છે. તેમ ભાઈઓ આવ્યા, બહેનો આવ્યાં. બાપા તેમાંના એક હતા. આ સ્થળે હું પહેલાં જ આવું છું. પણ જ્યારે ચિંતન કરું છું ત્યારે લાગી આવે છે. કચડાયેલા તરફ દયા આવે ત્યારે થોડા ટુકડા ફેંકી દઈએ. પણ તેમણે જોયું કે, માનવ માનવ વચ્ચે આ ભેદ કેમ ચાલી શકે ? સ્ત્રીઓ, પછાતવર્ગો અને ગામડાં ત્રણ વસ્તુ તેમણે લીધી. સ્ત્રી અર્ધાગ છે એવું ભાન કરાવ્યું. હમણા એક ૧૯૨
સાધુતાની પગદંડી
Page #224
--------------------------------------------------------------------------
________________
જાણે વાત કરી કે એક ભાઈને ડાબા અંગમાં કળતર થતું ત્યારે તે કહેતો કે ી મારું ડાબું અંગ છે તે દવા પીવે તો મારું દર્દ જાય.ડાહ્યી સ્ત્રી હોય તો કહેત કે જમણા અંગે દવા પીવો તો તમને દર્દ મટશે અને સાથે મારું દર્દ પણ જશે. પણ હજુ સમાન કક્ષા આવી નથી.
બાપુએ બાને પ્રતિષ્ઠા આપી. કેટલીક બાબતોમાં તેમણે ગુરુ માન્યાં, માત્ર બોલવાની વાતો નહિ. આચરણ કરીને બતાવ્યું. બાપુને બા જે લાગે તે કહી શકતાં.
બીજી વાત ગામડાંની છે. ગામડાંની બેકારી માટે એમણે રેંટિયો શોધ્યો. અદાલતમાં નાત પૂછી તો કહ્યું, ધંધે વણકર જાતે હિરજન. રોટલો નહિ મળે તો સેવા ટકશે નહિ.
ત્રીજી વાત અસ્પૃશ્યતાની કરી. આ હિરજન સવર્ણ એ ભેદ શા ? એક જ આંખો, એક શરીર, એક જ લોહી છતાં ભેદ એટલે એમણે શબ્દો પણ એવા જ શોધ્યા. તલવારનું નામ લે તો તેની સાથે બચાવની વાત નહિ આવે. દુષ્ટનું નામ લઈને દુષ્ટને મારવાનું હથિયાર કહેશે. બાપુએ અસ્પૃશ્યોને હરિજન નામ આપ્યું. હિરને ગમે તે હરિજન. વર્ગમાં છેલ્લો બેસનાર એક બાજુથી પહેલો જ છે. એ રીતે બાપુએ કહ્યું. હવેની સમાજ રચના નીચેથી ઉપર જશે. તમારો નંબર પહેલો હશે. બાપુ કહેતા મને ફરી જન્મ મળે તો હું હરિજનને ત્યાં જન્મ લેવાનું પસંદ કરીશ. એક હરિજન સેવક કહેતા હું હરિજન વાસમાં જાઉં છું. એટલા માટે કે કદાચ બાપુનાં દર્શન થઈ જાય. સેવા-બેવા હજુ નથી આવડતી.
બાપા જંગલમાં ભટકતી કોમો પાસે ગયા. તેમના ઝૂંપડાંમાં બેઠા. તેમનું નામ આપ્યું આદિવાસી. ભીલ નહિ. હું સાબરકાંઠામાં ગયો તો ભીલ લોકો કહે, અમે ગરાસિયા છીએ. કારણ કે ગરાસની પ્રતિષ્ઠા થઈ. આદિવાસી એટલે પ્રથમ વંશના. પહેલો નંબર તેમનો હશે. આવા લોકોની આજીવન સેવા કરનાર પુરુષનો આજે શ્રાદ્ધદિન છે. શ્રદ્ધાથી જોડાયેલ શ્રદ્ધાદિન.
સ્ત્રીઓનું માન જરૂર જાગ્યું છે. પણ સરોજબહેન, ચારુમતીબહેન કહેતાં હતાં, સ્રીના પ્રશ્ન અનેક છે. કાયદા પાંગળાં છે. સાથ મળતો નથી. સ્ત્રીઓમાં શક્તિ નથી. શું કરે ? હિરજનોની પણ એ જ દશા છે. હું લાઠીમાં હતો ત્યારે પોરબંદર તાલુકામાં એક કિસ્સો બન્યો, ભંગીને માર સાધુતાની પગદંડી
૧૯૩
Page #225
--------------------------------------------------------------------------
________________
મારવામાં આવ્યો. ઢોરને રોગચાળો થાય તો હરિજન કારણભૂત ગણાય છે. વીસમી સદીમાં હજુ આ ચાલે છે. આભડછેટ ગઈ નથી.
ગામડાંના સમગ્ર ઉત્થાન માટે રાહતથી કામ ચાલશે ખરું ? સન્માનપૂર્વક દેશના આ ત્રણ અંગો જીવી શકે એવી રચનાનું કામ આપણે કરવાનું છે. આજે તો કોઈપણ પ્રશ્ન આવે એટલે પોલીસ તરફ કાં તો સરકાર તરફ મોટું જાય છે. આવા પુરુષોએ આપણને માર્ગ બતાવ્યો છે, કુરબાની અહિંસક પ્રતિકારથી કરવાની. છાપામાં વાંચીએ છીએ. મુંબઈમાં તોફાન ચાલે છે. અહીં બાપાની તિથિ ઉજવાય છે. લશ્કરથી કોઈ પ્રશ્ન ઉકલતો નથી. બલિદાન આપવા તૈયાર રહીએ તો અહિંસક રીતે શાંતિ થઈ જાય. સૌરાષ્ટ્રમાં સેલ્સટેક્ષ આંદોલન ચાલ્યું. હું ન રહી શક્યો. ત્યાં ગયો. જોયું તો પોલીસને થપ્પડ મારવી, બાળકોને નિશાળેથી પરાણે છોડાવવા, મિલકતો બાળવી. એ શું સ્વરાજયની નિશાની છે. આ નહિ ચાલવું જોઈએ. મેં કહ્યું તમે આંદોલન ચલાવો પણ બંધારણીય માર્ગે, અહિંસક રીતે ચલાવો.
આજના પવિત્રદિને તમને કોઈ વિચાર આવે છે ખરો ? મુંબઈમાં તોફાન ચાલે તેમાં હોમાવાવાળા માણસો નહિ મળે ? મારા મનમાં છે આથી સારું થશે. ગણેશ શંકર વિદ્યાર્થી હોમાઈ ગયો. તો આ પ્રાંતવાદનું ઝેર નહિ ઉતારી શકાય ? અહીંના બે વીરો વસંત-રજબ હુલ્લડમાં હોમાઈ ગયા. હું ઘર જોવા ગયો તો ભારે કરુણ હાલત હતી. એમણે હિંદુ, મુસ્લિમ એકતા બતાવી આપી. અમદાવાદ માત્ર ધનપૂજક નથી. આવું વીરપૂજક પણ છે. બાપુ તો ગયા. ધન અને સત્તાનો રોગ લાગુ પડ્યો છે. તેને બલિદાનથી ધોઈ નાખીએ.
રાત્રે શ્યામપ્રસાદ વસાવડા, મનુભાઈ પટેલ અને પુરુષોત્તમ માવળંકરને બોલાવ્યા હતા. મુંબઈના તોફાનોનો અહિંસક પ્રતિકાર બને છે કે નહિ, મહારાજશ્રીએ કહ્યું કે સેવાદળ એવી સંસ્થા છે કે એણે માત્ર ચૂંટણીના તોફાનોમાં નહિ પણ જ્યાં જ્યાં અરાજકતા ફેલાતી હોય ત્યાં ત્યાં તેણે પહોંચી જવું જોઈએ. મનુભાઈએ કેટલીક દલીલો કરી કે સ્થાનિક માણસોની વધારે અસર પડે. અથવા કોઈ પ્રખ્યાત વ્યક્તિ વચ્ચે જઈને ઊભી રહે તો બને.
બીજે દિવસે પ્રાર્થના પહેલાં મનુભાઈ પટેલ, કોંગ્રેસ સેવાદળ, ચિમનભાઈ પટેલ, યુવક કોંગ્રેસ, સૂર્યકાંત પરીખ, ભૂદાન સમિતિનાં ગીતાબહેન વગેર ૧૯૪
સાધુતાની પગદંડી
Page #226
--------------------------------------------------------------------------
________________
આવ્યા હતા. અને ગઈકાલે મહારાજશ્રીએ જે વિચારો મૂક્યાં હતા એની ઉપર વિચારણા કરી હતી. તેમને મહારાજશ્રીની વાત ગળે ઊતરી હતી. મનુભાઈએ શ્રી મોરારજીભાઈનો સંપર્ક સાધ્યો હતો અને પૂછ્યું હતું કે અમે આવીએ તો તમને મુશ્કેલી નથી ને ? તેમણે કહ્યું ના. પણ એ માટે પાટીલને પૂછવું જોઈએ. હું તેમને પૂછીને તમને જણાવીશ. પછી મહારાજશ્રી પાસે આવ્યા હતા. અને અહીં જવાબ માગ્યો હતો. નવરાત્રીએ પણ મોરારજીભાઈને એક ફોન કરાવ્યો હતો. પણ તાર ખાતામાં ઘણા બોજને કારણે ચાર કલાક રાહ જોવી પડે એટલે કે રાત્રીના ૧૧ પછી કદાચ મળે. એટલે છોટુભાઈએ કેન્સલ કર્યો. પણ મનુભાઈ, સૂર્યકાંત પરીખ આવ્યા પછી બેંક મેનેજરને કહીને ફરીથી જોડ્યો એ તરત મળ્યો. અને મહારાજશ્રીએ જે પત્રમાં લખ્યું હતું તે વાંચી બતાવ્યું. ખાસ તો દોંગાઈને તાબે ન થવાનું અને શુદ્ધિપ્રયોગ દ્વારા મહારાષ્ટ્રીયનોને અસર પાડવાનું કહ્યું હતું.
એક પ્રાતઃ પ્રવચનમાં મહારાજશ્રીએ જણાવ્યું કે રાજ એટલે ન્યાય, અને રક્ષણ કરવા માટે ઊભી કરાયેલ એક દંડ શક્તિ અને એ દંડ શક્તિ કઈ? કોર્ટમાં ફેંસલો આવે તો તેનો અમલ કરવા હિંસા જ કરવી પડે ત્યારે અહિંસક સમાજરચના એથી કઈ રીતે થાય. સમાજમાં ભૂલો તો થવાની. બાળક ભૂલ કરે તો પિતા ગુસ્સે થાય છે કદાચ ધોલ મારી દે છે. છતાં પછી પસ્તાવો થાય છે કે મેં આમ ન કર્યું હોત તો સારું. મતલબ કે પ્રકૃતિમાં એ વસ્તુ પડેલી છે. કોઈ પણ હુલ્લડ ચાલે. કાયદામાં ફેરફાર કરાવવા હોય, કે નવો કાયદો લાવવો હોય તો આશા રાખીએ છીએ કે બધું સરકાર કરશે. આથી આપણા પ્રશ્નો કોઈ દિવસ હલ થશે નહિ. રાજ્યની મદદ જરૂર લેવી જોઈએ. પણ આજે મુંબઈમાં જે બની રહ્યું તો ત્યાં શું કરવું જોઈએ ? મેં ગઈકાલે કહ્યું, મારું લક્ષ ગણોતધારા તરફ છે. અને હું ભાલ તરફ જઈ રહ્યો છું. ઘણી મુલાકાતો અને સભાઓ થઈ. અમદાવાદમાં બધાના મન પાટનગર તરફ ગયાં છે. વધારે પૈસા મળશે, સત્તા મળશે. બહેનો પ્રશ્ન લાવે છે ઘણા અનીતિના અખાડા ચાલે છે. દારૂ, ફિચરનો તો પાર નથી. માણસ ધન અને સત્તા તરફ વળે છે ત્યારે મન જડ થઈ જાય છે. એ કથા સાંભળે છે, છતાં બધુંય ચાલે છે. માણસમાં સાધુતાની પગદંડી
૧૯૫
Page #227
--------------------------------------------------------------------------
________________
દુર્ગુણો છે તેમ સદ્ગુણો પણ છે. મારો સવાલ તો દુર્ગુણની પ્રતિષ્ઠા નહિ થવી જોઈએ, એ છે. એ બધામાંથી પણ સરકાર તરફ મોઢું જાય છે ત્યારે આપણે શું કરવાનું ? મને લાગ્યું છે ૧૦ ટકા સ્વૈચ્છિક, ૫૦ ટકા સામાજિક અને ૪૦ ટકા કાયદાથી લોકો સુધરશે. કાયદાથી વ્યક્તિ સુધરશે પણ સમાજશુદ્ધિનું કામ ગાંધીજીના ગયા પછી ધીમું થઈ ગયું છે.
રાજકોટમાં સેલ્સટેક્ષ આંદોલન ચાલ્યું, મને થયું કે આ તોફાન કોણ બંધ કરશે ? મેં ઢેબરભાઈને બોલાવ્યો. વાત કરી. તમને મુશ્કેલી પડશે એમ કહ્યું. પણ હા પાડી. હું ગયો, કાર્યકરોને મળ્યો, પ્રધાનોને મળ્યો. શું કરવું એ માટે સૌ મૂંઝાતા હતા. મેં ફરવાનું શરૂ કર્યું. એકાદ હુમલો થાય પણ પછી તો એવું આંદોલન ચાલે તો પણ ન્યાય તરી આવે છે. તો મુંબઈનું આંદોલન ભલે સો ગણું વધારે હોય પણ બલિદાન જરૂર અસર કરે છે. પાંચસો માણસ જાય, વચ્ચે જઈને ઊભા રહે તો એની અસર જરૂર થાય. ગુજરાત શાંત જ રહ્યું છે. તેનામાં મુત્સદીપણું પણ છે. ઉપરથી કાંઈ ના દેખાય. આ બધું છતાંયે તે ઉદાર અને શિસ્તબદ્ધ છે. ડાંગ કે આબુ જાય તોપણ તે ઉશ્કેરાટ કરતું નથી. પણ એથી કામ ચાલશે નહિ. બીજે થયેલાં તોફાન આપણને જરૂર અસર કરશે. એટલે ભલે એક હોય, પણ ગમે તે હિંસક ટોળાં વચ્ચે જઈને ઊભો રહે તે કદાચ મૃત્યુ પામે તોપણ એની અસર થાય જ છે. આ કોઈ નવી વાત ભારત માટે નથી. ગણેશશંકર વિદ્યાર્થી, વસંતરાવ હેગિષ્ટ, રજબઅલી એ રસ્તે ગયા છે. એની અસરો થઈ રહી છે. મારા મનમાં ચિંતા છે. પણ પગપાળા મુંબઈ પહોંચાય નહિ. ઉપરાંત બીજું કામ લીધું છે એટલે ગમે તે મરજીવા તૈયાર થાય, જેને અહિંસક સમાજ રચનાની ભાવના છે તે કામ શરૂ કરી દે. શાસનવિહીન સમાજ રચના ઊભી કરવી હશે તો પોતાનું શાસન ઊભું કરવું પડશે. તા. ૨૧, ૨૨-૧-૧૯૫૬ :
સંજીવનીમાંથી નીકળી વાઘજીપુરા આવ્યા. વચ્ચે પુષ્પાબહેન મહેતા પાસે રોકાયા. એમને પગે હજુ ઠીક નહોતું. એટલે ઘેર મળ્યાં. બહેનોના પ્રશ્ન અંગે ઠીક વાતો થઈ અને અનિષ્ટો સામે શુદ્ધિપ્રયોગનું શાસ્ત્ર સમજાવ્યું. ઘણા ભાઈઓ અમારી સાથે હતા. વાઘજીપુરા આવ્યા. અંતર નવ માઈલ હશે. વાડીભાઈ જમનાદાસના ખેતરે મુકામ કર્યો હતો. અહીં નવાગામ, ૧૯૬
સાધુતાની પગદંડી
Page #228
--------------------------------------------------------------------------
________________
વાઘજીપુરા વગેરે ગામના લોકોએ સ્વાગત કર્યું. રાત્રે જાહેરસભા થઈ હતી. તા. ૨૩-૧-૧૫૬ : સ્તૂરભાઈ શેઠનો લાટ
વાઘજીપુરાથી નીકળી કસ્તૂરભાઈના લાટમાં આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. અહીં કસ્તૂરભાઈએ સહકારી મંડળી કરી છે. ૧૨૦૦ એકર જમીન છે. ફતેહવાડી નહેરથી પાણી અહીંયાં આવે છે. તા. ૨૩, ૨૪-૧-૧૯૫૬ : બાવળા
લાટથી નીકળી બાવળા આવ્યા. અંતર સાત માઈલ હશે. ઉતારો સંત આશ્રમમાં રાખ્યો હતો. આગેવાનોએ તથા વિદ્યાર્થીઓએ સુંદર સ્વાગત કર્યું.
વિકાસ મંડળમાં ભાલનળકાંઠાને પછાત વિસ્તારમાં મૂકવાનો પટ ઘટાડવાનો તથા સિલિંગ વધારવાનો જે ઠરાવ આવવાનો હતો તે અંગે ચર્ચા કરવા શુદ્ધિપ્રયોગની નિયામક સમિતિના સભ્યો, ખેડૂતમંડળની કારોબારીના સભ્યો પણ આવ્યા હતા. તેમની સાથે ગણોતધારા અંગે સારી ચર્ચા થઈ. ખેડૂત સંમેલન : ૨-૩૦ થી ૫-૦૦
શંકર ધર્મશાળામાં ખેડૂત સંમેલન યોજાયું. તેમાં ૪૨ ગામના ભાઈઓએ સારી સંખ્યામાં હાજરી આપી હતી. પ્રાર્થના થઈ બાદ પ્રમુખ તરીકે ભાયલાવાળા મોતીભાઈ લક્ષ્મણની વરણી થઈ હતી. ત્યારબાદ ખેડૂતમંડળના પ્રમુખ શ્રી વીરાભાઈએ ગણોતધારા અંગે પ્રાસંગિક કહ્યું હતું. ૧૭મું સંમેલન હતું. ત્યારબાદ અંબુભાઈએ ગણોતધારાની આજની કલમો શું છે તે વિશે સમજણ આપી હતી. પોષણક્ષમ વિસ્તાર એટલે ૧૬ એકર સિલિંગ. એરિયા ૪૮ એકર નક્કી થયો છે. મુખ્ય ચર્ચા ગણોતધારા અને ગણોતિયાના હિત વિશે થઈ.
હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન રાખ્યું હતું. તા. ૨૫, ૨૬-૧-૧૯૫૬ : કોચરિયા
બાવળાથી સાંજના કોચરિયા આવ્યા. અંતર સાડાચાર માઈલ હશે. પાદરમાં ગામલોકોએ ભવ્ય સ્વાગત કર્યું. આખું ગામ ઊમટ્યું હતું. ભંગીભાઈઓ ઢોલ સાથે નાચતા હતા. હરિજનોના મોટા ટોળાએ હાર સાધુતાની પગદંડી
૧૯૭
Page #229
--------------------------------------------------------------------------
________________
પહેરાવી સ્વાગત કર્યું. ઉતારો ચોરામાં રાખ્યો હતો. રાત્રે જાહેરસભા થઈ. બીજે દિવસે સ્વાતંત્ર્ય દિન હતો. બાળકોએ સવારમાં ગામસફાઈ કરી. પછી પ્રભાતફેરી નીકળી. ત્યારબાદ વીરાભાઈના હસ્તે ધ્વજવંદન થયું.
બપોરના ૩-૦૦ થી ૪-00 બહેનોની સભા થઈ હતી. ત્યારપછી હરિજન વાસમાં સભા થઈ હતી. ગામના ઘણા આગેવાનો સાથે હતા. વાસને નાકેથી ઠેઠ મંડપ સુધી મોદો પાથરી હતી. અને ઢોલ-તાસાં સાથે તથા બહેનોએ કળશ સાથે ગીત ગાતાં ગાતાં નાકેથી સ્વાગત કર્યું. ભજનમંડળી સાથે સૌ મંડપે આવ્યાં. મંડપ સુંદર રીતે શણગાર્યો હતો. આ તેમની કેટલી બધી લાગણી હતી તે દર્શાવે છે.
મહારાજશ્રીએ જણાવ્યું કે વિરાભાઈએ હ્યું તેમ માણસની જે લાગણી હોય છે તે બતાવવા માટે આ પ્રકારનો સમારંભ ઉપયોગી થાય છે. થોડાક સમય માટે અહીં આવવાનું થાય. તેમ છતાં આટલી બધી તૈયારી કરો ત્યારે તેમાં તમારી બધાંની લાગણી દેખાઈ આવે છે. મોઢા ઉપર ઉલ્લાસ હોય છે તે લાગણીઓનો પડછાયો છે. તે છૂપો રહી શકતો નથી. ગઈકાલે ઢોલ અને તાંસાં વગાડનારા, વગાડતા વગાડતાં જે લાગણીઓ પ્રદર્શિત કરતા હતા તે જણાઈ આવ્યા સિવાય રહેતું નહોતું.
બાપુજીએ તમને હરિજન નામ આપ્યું. સમાજે તમને તરછોડ્યાં, ઘણીવાર ખરાબ લાગણી પણ બતાવી હશે. પણ જયારે વધાં જ જાગે છે ત્યારે સુંદર વાતાવરણ થાય છે. ભૂમિદાનનું અહીં વિતરણ થયું. ૩૩ કુટુંબોને એ જમીન વહેંચવામાં આવી. વસ્તુ નાની છે કેમકે ૧૫૦ કુટુંબોમાં ૩૩ જણને જમીન મળે એ નાનું કામ છે. પણ એ નિશાની સારી છે. હવેનો જે જમાનો આવવાનો છે તે ગામડાનો છે. શહેરોમાં અસ્પૃશ્યતા જાય છે વહેલી પણ તે ઉપલક. જ્યારે ગામડાંમાંથી જાય છે. મોડી પણ કાયમી જાય છે. આદરોડામાં આગેવાન રજપૂત ખેડૂત પથાભાઈને મહારાજશ્રીને કહ્યું આજ સુધી છોકરાની ચિંતા કરી તો હવે હરિજનોનાં વડીલ તરીકે કાળજી રાખો. અને તેમણે તે સ્વીકારી છે. આ ઊંચી વસ્તુ છે.
ગામના આગેવાનો જ્યારે હરિજન વાસમાં આવે, તેમનાં રોટલાની ચિંતા કરે. સુખદુઃખમાં ભાગીદાર બને ત્યારે ગામડું એક જરૂર બનવાનું છે. તમારી લાગણી બદલ સંતોષ થાય છે. બહેનો ઉપર તમે પ્રેમથી જોજો . ૧૯૮
સાધુતાની પગદંડી
Page #230
--------------------------------------------------------------------------
________________
ભંગી ભાઈઓ તરફ પણ પ્રેમભાવે વર્તો. ભગવાને શરીર સૌને સરખાં આપ્યાં છે. વાલ્મિકી કોણ હતા ? રઈદાસ કોણ હતા ? દરેકનો આત્મા છે. ઉચ્ચતા છે. સગવડ ના હોય તો કપડાં ના ધોઈ શકે. આખો દિવસ મજૂરી કરતો હોય તો મેલો-ઘેલો રહે. તેથી સુગાળવા ના થશો. તમે વ્યસનો ના કરશો. સ્ત્રીઓને માન આપજો. ટીંચરનો રોગ વધી ગયો છે તે તમારામાં ન પેસે તેની કાળજી રાખજો. બધાંએ ભેગા મળીને જીવવાનું છે અને દેશને આગળ લઈ જવાનો છે. તમે મુડદાલ ન છોડ્યું હોય તો છોડજો. આ વસ્તુ કોઈના કહેવાથી નહિ પણ દિલથી કરજો. ગામના લોકો જે આવ્યા છે તેઓ પણ પોતાની ફરજ સમજે.
અહીંના બધા હરિજનો ખેતી કરે છે. ગાંગડ સ્ટેટની જમીન છે. એટલે સુખી છે,
અહીંથી નીકળી ભંગીવાસમાં આવ્યા. નાના-મોટા સૌએ સ્વાગત કર્યું. અહીંયાં ૨૩ એકર જમીન ભૂદાનમાં આપવામાં આવી છે. ઉપરાંત સરકારી જમીન જે ગામ લોકો ખેડતા હતા તે પણ આપવામાં આવી છે. બે બળદ રાખીને બધાં ભેગી ખેતી કરે છે. એક ગાય રાખી છે તે પણ વારાફરતી દોહી લે છે.
અહીંથી નીકળી વાઘરીવાસમાં આવ્યા. તેમણે સ્વાગત કર્યું. મંડપ બાંધ્યો હતો. મહારાજશ્રીએ કહ્યું, તમે બધા આનંદથી સાથે બેસી શકો છો. નહિ તો એમ થાય કે માતાજી અભડાઈ જાય. માતાજી અભડાતાં નથી. મન અભડાઈ જાય છે. મન ચંગા તો કથરોટમેં ગંગા. તમે એ રીતે હરિજનો સાથે એકત્ર મળ્યા છો તેથી સંતોષ થાય છે.
જમીનનો પ્રશ્ન અઘરો છે. જમીન વધવાની નથી. માણસો વધ્યાં કરે છે. ઘરડા બધો વિચાર કરતા હતા. સંયમ પાળતા, અમુક જાતનો ત્યાગ કરતા હતા. હવે એ બધું ભૂલી ગયા છે. જે વાઘરી ભાઈઓ પાસે જમીન છે તેઓ પોતાની ઓછી કરતા નથી. ભાઈઓને આપતા નથી અને બીજા પાસે આશા રાખે છે. પોતે જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી બીજા પાસે માગવાનો અધિકાર પ્રાપ્ત થઈ શકતો નથી. વાવીએ તો જ ઊગે છે.
વાઘરી નામ ઉપર કલંક હતું. વાઘરી એટલે ચોર, શિકારી, વધ કરનાર, પાટલા ઘો મારનારો, હવે આપણે વાઘના દુશમન બનવાનું છે. સ્વાર્થ, સાધુતાની પગદંડી
૧૯૯
Page #231
--------------------------------------------------------------------------
________________
લાલચ રૂપી વાઘને મારવાનો છે. તમારા સંમેલન થાય એ સારું છે. પણ તે ચોરનું ના બને, શાહુકારનું બને. ચોરી ચપાટી થાય તો પકડી આપવી. આમ જો થશે તો સમાજની નજર તમારા તરફ જશે. હલકા કોણ છે જેના ગુણ ઊંચા તે ઊંચા. તમારી બહેનો છે તેને તરછોડશો નહિ. કેટલીકવાર એક ઉપર બીજી કરો છો. છૂટાછેડા કરો છો. ચૌદશિયા પૈસા ખાય છે. અને લાકડે માંકડું જોડી આપે છે. એટલે એવા આગેવાનોને બદલવા પડશે. ચા, બીડી ઓછી કરજો. ખર્ચો ઓછો થશે તો પાપ ઘટશે. જમીન વિશે તો તમે બધાં ભેગા મળીને જીવશો તો ભલું થસે. વધારે જમીન માટે તો પ્રયત્ન કરીએ છીએ. ગણોતધારા સામે શુદ્ધિપ્રયોગ એટલા માટે છે કે તમો બધા એમાં રસ લેજો. અને ભાગ પણ આપજો. ભાગ એ કે લડતમાં કેટલાક જમીન છોડી દે, તો એ જમીન સરકાર કહે તમે ખેડો. તો તમારે ઈન્કાર કરવો પડશે. જેથી ધ્યાન આપીને સારી રીતે કરવો પડશે. મહેનત મજૂરી કરવી પડશે. દોષો દૂર કરજો. આપણે સૌ માતાના સંતાન છીએ. માતા બોકડો માગતી નથી. એ તો મનનો બોકડો માગે છે. મન જ્યાં ત્યાં ભટકે છે એને વશમાં રાખીએ. ભૂવા પણ વિચારે કે માતાને સુખડી આપો તો વાંધો નથી. પણ જીવ નહિ વધેરવો જોઈએ. - રાત્રે અંબુભાઈ આવ્યા. તેમણે ગણોતધારા અંગે વિકાસ મંડળની કાર્યવાહીનો ખ્યાલ આપ્યો. તા. ૨૭-૧-૧૯૫૬ : ચીયાડા
કોરિયાથી ચીયાડા આવ્યા. અંતર સાડાત્રણ માઈલ હશે. વચમાં મંદિરના મહારાજની વિનંતીથી કેરાળામાં થોડું રોકાયા હતા.
બપોરના અઢી વાગ્યે લોકલબોર્ડની ધર્મશાળામાં ખેડૂતોની પરિષદ ભરાઈ. નવગામના લોકો આવ્યા હતા. જયંતીભાઈ, હરિભાઈ વગેરે કાર્યકરો આગળથી આવી ગયા હતા. હરિજનોની હાજરી સભામાં સારી હતી. ગામડાંના સંગઠન માટે અને વધારે જમીનવાળાએ જમીન ફાજલ પાડવા અંગે કહેવામાં આવ્યું. તા. ૨૮-૧-૧૫૬ : ગાંગડ
ચીયાડાથી નીકળી ગાંગડ આવ્યા. અંતર સાડાસાત માઈલ હશે. ઉતારો ગતસંગજીભાઈને ત્યાં રાખ્યો હતો.
૨૦૦
સાધુતાની પગદંડી
Page #232
--------------------------------------------------------------------------
________________
બપોરના નિશાળમાં ખેડૂત સંમેલન યોજાયું હતું. તેમાં ત્રણ ગામના લોકો આવ્યા હતા. પ્રથમ પ્રાર્થના બાદ બાપલભાઈની પ્રમુખ તરીકે વરણી થઈ. મહારાજશ્રીએ ખેડૂત સંગઠનની જરૂરિયાત વિશે સમજાવ્યું હતું.
અહીંની ગુજરાતી શાળા અને કન્યાશાળા નઈતાલીમની દૃષ્ટિએ આપણી સર્વોદય યોજના ચલાવે છે. તા. ૨૯-૧-૧૫૬ : શેઠ
ગાંગડથી નીકળી કોઠ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો ધર્મશાળામાં રાખ્યો હતો.
બપોરે અઢી વાગ્યે ખેડૂત સંમેલન મળ્યું હતું. ચાર ગામના લોકો આવ્યા હતા. પ્રમુખ તરીકે ભૂરાભાઈની વરણી કરી હતી. દીવાનસંગભાઈએ કેટલાક જુવાનોની મદદ સાથે સુંદર મંડપ બાંધ્યો હતો. રાત્રે સભામાં હરિજનો ભેગા બેઠા હતા. તા. ૩૦-૧-૧૫૬ : જવારજ
કોઠથી નીકળી જવારજ આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો દીપુભાઈને ત્યાં રાખ્યો હતો. ગામે વાજતેગાજતે સ્વાગત કર્યું. રાત્રે જાહેરસભા થઈ. આજે બાપુનો નિર્વાણદિન હતો. એથી બે મિનિટ મૌન પાળી પ્રાર્થના કરી. એ પછી મહારાજશ્રીએ બાપુના જીવન ઉપર પ્રવચન કર્યું હતું. તા. ૩૧, ૧, ૨-૨-૫૬ : ગંદી
જવારજથી નીકળી ગૂંદી આવ્યા. વચ્ચે થોડું ભૂરખી ગામે રોકાયા હતા. અહીં સુરાભાઈ, નવલભાઈ, હરિશભાઈ વગેરે કાર્યકર્તાઓ આવ્યા હતા.
બપોરના કાર્યકરોનું સંમેલન ભરાયું હતું. તેમાં આજના ગણોતબિલ અને શુદ્ધિપ્રયોગ અંગે વાતો થઈ.
એક દિવસ બપોરના ત્રણ વાગ્યે ગૂંદી ગામમાં ખેડૂત સંમેલન રાખ્યું હતું. તેમાં મહારાજશ્રીએ જણાવ્યું કે જૂની પ્રણાલીને ફેરવવા માટે કોઈ બળ જોઈએ. ગામડાનું સંગઠન એ કરી શકશે. ખેડૂત એ ગામડાંનું મધ્યબિંદુ છે. એ ઉપરથી ખેડૂતમંડળ રચાયું છે. ગણોત એટલે શું ? એ આપણે સમજવું જોઈએ. પહેલાં તો શ્રમની કોઈ કિંમત નહોતી. પણ ધીરે ધીરે એ સાધુતાની પગદંડી
૨૦૧
Page #233
--------------------------------------------------------------------------
________________
થઈ અને પરિણામે ગણોતધારો આવ્યો. દોઢ કરોડ એકર જમીન ગણોતિયાના હાથમાં છે. અઢી કરોડ એકર જમીન માલિકના હાથમાં છે. આજસુધીના ગણોત ઘટાડામાં રાજ્યે જ ફાળો આપ્યો છે. મતલબ કે ગણોતિયાને કંઈ ભરવું પડ્યું નથી. ઘટતું આવ્યું પણ આ બિલમાં જમીનદારને ઘરખેડ મળે છે. ગણોતિયાને મળતી નથી. પટ વધારે છે એ મોટો સવાલ છે. એ માટે ભૂમિદાન સમિતિએ પણ ઠરાવ કર્યો છે.
રાત્રે સભામાં અહીંની સહકારી મંડળીમાં જે રકમ બાકી પડે છે તે વિશે અને જિનમાં જોઈએ તેટલો સહકાર મળતો નથી. એ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. અને ગામને એ વિશે સજાગ રહેવા કહ્યું હતું. ગૂંદીનાં અમે બહાર વખાણ કરીએ અને અહીં જ આમ બનતું હોય તો લોકો શું ધારશે?
એક દિવસ સાંજના ગગુમુખી મળવા આવ્યા. એમણે ઠાકોર સાહેબ પાસેથી ૪૦ પટ ભરી જમીન રાખી તે બદલ મહારાજશ્રીને મળવા આવ્યા. તેમણે કહ્યું તમે લોભ કહો તો લોભ પણ હું એમ ના કરું તો મારી ૪૮ એકર ઉપરાંતની જમીન ફાજલ પડી જાય. કારણ કે હું ગણોતિયો છું. હવે હું માલિક થાઉં છું. તેથી જમીન ફાજલ નહિ પડે. ગામને હું આગ્રહ કરતો નથી. તેમણે જેમ કરવું હોય તેમ કરે.
મુખી ખેડૂતમંડળની કારોબારીના સભ્ય છે. એમણે પાલનપુર મુકામે રવિશંકર મહારાજની હાજરીમાં ગણોતબિલ માટે મળી લેવું જોઈએ. અને ગમે તે નુકસાન થાય તે સહન કરવું જોઈએ એમ કબૂલ્યું હતું. હવે આ પ્રમાણે કરે તો તેની અસર બીજા મોટા ગણોતિયાને થાય અને મંડળનો જે સિદ્ધાંતિક મુદ્દો છે. જમીન ફાજલ પાડવાનો અને પટની લડાઈનો તે માર્યો જાય. વળી ૪૦ પટ આપે તો ટ્રિબ્યુનલમાં બીજા લોકોના પટ માટે ઠાકોર સાહેબ એ દાખલો આપે કે સ્વેચ્છાએ આટલા પટ તો ખેડૂતો ભરી શકે છે. તો પછી ઓછા પટ અમને કેમ પોષાય ? એટલે આ વધુ પટની અસર ભવિષ્યમાં પટ નક્કી કરતી ટ્રિબ્યુનલમાં ખોટો દાખલો બેસાડે.
આથી મહારાજશ્રીને ભારે દુઃખ થયું. તેમણે આશ્રમમાંથી અંબુભાઈ, સુરાભાઈ અને નવલભાઈને બોલાવ્યા. તેમની આગળ પોતાની વ્યથા જણાવી કે જો મોટા ખેડૂતો આ રીતે પોતાની સલામતી કરી લેતાં હોય તો પછી
૨૦૨
સાધુતાની પગદંડી
Page #234
--------------------------------------------------------------------------
________________
નાના ખેડૂતોને શું કામ ભોગ અપાવવો જોઈએ ? વગેરે કહ્યું. તો પછી બુદ્ધિપ્રયોગ મારી જાત ઉપર લઈ લેવો જોઈએ. : ૨, ૩-૨-૧૯૫૬ : લોલિયા
ગંદીથી નીકળી લોલિયા આવ્યા. અંતર સાડા ચાર માઈલ હશે. ઉતારો ધર્મશાળામાં રાખ્યો. રાત્રે જાહેરસભા થઈ હતી. બે ખેડૂતોનો ઝઘડો પતાવ્યો. a. ૪, ૫-૨-૧૫૬ : ફેદરા
લોલિયાથી નીકળી ફેદરા આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. ગામ લોકોએ સ્વાગત કર્યું હતું. બપોરના ધર્મશાળામાં ખેડૂત સંમેલન ભરાયું હતું. નાનચંદભાઈએ ગામડાંમાં જઈ આગળથી પ્રચાર કર્યો હતો. તા. ૬-૨-૧૯૫૬ : ખડોલ
ફેદરાથી નીકળી ખડોલ આવ્યા. અંતર આઠ માઈલ હશે. ઉતારો માઉભાઈને ત્યાં રાખ્યો હતો. સ્વાગત માટે આખા ગામે ભજનમંડળી, ઢોલ-તાસાં સાથે ભવ્ય સ્વાગત કર્યું. ગામનો ઉત્સાહ પારવગરનો હતો. ગામને ધજા-પતાકાથી શણગાર્યું હતું. અહીંયાં ખેડૂત સંમેલન યોજાયું હતું. એટલે મંડપ બાંધ્યો હતો. આ ૨૪મું સંમેલન હતું. ઘણા ગામોનાં અને સ્થાનિક લોકો એકત્ર થયા હતા. બહેનોની સંખ્યા ધ્યાન ખેંચે તેવી હતી.
અહીં ઊંચડીના હરિજનો મહારાજશ્રી પાસે ફરિયાદ કરવા આવ્યા. તેમનો પાસ દરબારોએ લૂંટી લીધો છે. અને માર માર્યો છે. તેથી બધાં કટુંબો ઉચાળા ભરી ધંધૂકા કોર્ટમાં આવ્યા છે. અને ઉપવાસ ઉપર ઊતર્યા છે. એમ કહ્યું. મહારાજશ્રીએ બધી હકીકત શાંતિથી સાંભળી બાબુભાઈ શાહ ઉપર પત્ર લખી આપ્યો. અને પોતે આવતીકાલે ત્યાં આવે છે ત્યારે તપાસ કરશે એમ કહ્યું. તેઓ ગયા.
મહાપુરુષોની વિશેષતા એ હોય છે કે આપણને આવા પ્રશ્નો સામાન્ય લાગે, ત્યારે તેમને ગંભીર લાગે. હરિજનોએ ખોરાક નહિ લીધેલો એટલે મહારાજશ્રીએ સાંજનું ભોજન ના લીધું. સવારમાં દૂધ પણ ના લીધું. મને (મણિભાઈ) બોલાવીને કહ્યું. હરિજનો સાથે આત્મીયતાની રીતે લાગે છે કે તેઓ આટલા હેરાન થાય અને હું ખોરાક લઉં તે ઠીક નથી લાગતું. છતાં સાધુતાની પગદંડી
૨૦૩
Page #235
--------------------------------------------------------------------------
________________
એનો પ્રચાર કરવાની જરૂર નથી. કોઈ પૂછે તો છૂપાવવાની પણ જરૂર નથી. મને આગલે દિવસે સાંજના પૂછેલું કે, હરિજનોએ ખોરાક બધાએ નહિ લીધો હોય ? મેં કહ્યું કે, કેટલીકવાર સહાનુભૂતિ મેળવવા ખાતર, બતાવવા ખાતર પણ આવું કરતા હોય છે. ત્યાં જઈએ ત્યારે જ ખબર પડે. પણ મહાપુરુષોના હૃદય અને આપણા હૃદયમાં એ જ તફાવત છે. તેમને સંતોષ ના થયો. એટલે ધંધૂકા બીજે દિવસે બપોરે પણ ભોજન છોડ્યું. છેવટે પરીક્ષિતભાઈ આવેલા તેમની સાથે વાતો થઈ. બાબુભાઈ અને પોપટલાલ ડેલીવાળા પણ આવેલા તેમની સાથે પણ થઈ. પછી સાંજનું ભોજન લીધું. તા. ૭, ૮, ૯-૨-૧૫૬ : ધંધૂક
ખડોલથી ધંધૂકા આવ્યા. અંતર સાડાચાર માઈલ હશે. ઉતારો ફેદરાવાળા શેઠના દેરામાં રાખ્યો. ગામ લોકોએ અને વિદ્યાર્થીઓએ બેંડની સાથે ભવ્ય સ્વાગત કર્યું. પ્રથમ ભરવાડ ભાઈઓ મળ્યા. પછી કાર્યકરો, ખેડૂતો અને નાગરિકો જુદી જુદી રીતે આંટી પહેરાવી સ્વાગત કર્યું. પછી સૌ સરઘસ આકારે બજારમાં થઈ મુકામે આવ્યા. મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું.
બપોરના ધંધૂકા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ સમક્ષ આજની પરિસ્થિતિ અને ગામડાંઓની દશા વિશે સમજાવ્યું.
બીજા દિવસે સવારના કપડાં ધોયાં. તે દરમિયાન આવતી કાલના સંમેલનના ઠરાવો વિચારાયા. ગુજરાત ગોપાલક મંડળના ઠરાવો વિશે ચર્ચા થઈ. બપોરે ગુજરાત ગોપાલક મંડળની સભા થઈ. રાત્રે ભારતની વર્ણવ્યવસ્થા અને આશ્રમની વ્યવસ્થા. ધર્મભાવનાને જાગ્રત રાખવા અને આગળ વધારવા થઈ હતી તે સુંદર રીતે જણાવ્યું હતું. સાંજના જિનમાં મુકામ કર્યો. રાત્રે ખેડૂત મંડળના ઠરાવો વિશે ચર્ચા થઈ. મંડળની મધ્યસ્થ સમિતિ, કાર્યકરો અને ખેડૂતોએ દોઢ વાગ્યા સુધી શુદ્ધિપ્રયોગ અંગે અને ઠરાવો અંગે ચર્ચા વિચારણા થઈ હતી. ફલજીભાઈ, અંબુભાઈ, નવલભાઈ, વીરાભાઈ વગેરેએ ઝીણવટભરી છણાવટ કરી હતી. અને દરેકના અભિપ્રાય પૂક્યા હતા. ગલબાભાઈએ સુંદર પ્રેરક પ્રવચન કર્યું હતું. સૌનો અભિપ્રાય શુદ્ધિપ્રયોગ કરવા તરફ હતો.
૨૦૪
સાધુતાની પગદંડી
Page #236
--------------------------------------------------------------------------
________________
ગુજરાત ગોપાલક મંડળની સભા પ્રથમ પ્રાર્થના બાદ સુરાભાઈએ આજ પહેલાની કાર્યવાહી વાંચી બતાવી. પ્રમુખ તરીકે નવલભાઈ શાહની વરણી થઈ. ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના પંદર જિલ્લામાં મંડળ કામ કરશે. બંધારણ મંજૂર થયું અને કામચલાઉ કમિટિ વધુમાં વધુ બે વરસ માટે નક્કી થઈ.
ત્યારબાદ મહારાજશ્રીએ જણાવ્યું કે ગોપાલન એકલું નભી શકે નહિ. તેની સાથે ખેતી અને ગ્રામ ઉદ્યોગ જોડવા પડશે. ખેડૂત અને ગોપાલકોના સંબંધો ફરી જોડવા પડશે. વળી ફરજિયાત બચત કરવી. ગોસુધાર કેમ થાય? તેનો પણ વિચાર કરવો પડશે. ભેલાણનો પ્રશ્ન ઓછો થયો છે. ધોળકા બાજુ હજુ થોડો છે. ત્યાં કાર્યકરો મળીને તેનો નિકાલ કરશે. એવી આશા રાખું છું. ગુજરાત ગોપાલક મંડળનું કામ મોટું છે. હજુ એટલા કાર્યકરો પણ આપણી પાસે નથી. એટલે જે સાધન સંપન્ન હોય તેમણે મદદ કરવી. બીજાઓએ મન અને તનથી મદદ કરવી.
ભાલનળકાંઠા ખેડૂત મહાસંમેલન (છઠ્ઠ) તા. ૯-૨-૧૯૫૬, ઠે. મોદીજિન
મહારાજશ્રી ખડોલથી આવ્યા ત્યારથી ખેડૂત ભાઈઓ આવવા શરૂ થયા હતા. અમારી સાથે જ ૩૦ થી વધારે ભાઈઓ આવ્યા હતા. બધાંને જમવા રહેવાની સગવડ જિનમાં કરાઈ હતી. લગભગ ૩૦૦ માણસો જમ્યાં હતાં. જિનમાં સુંદર શમિયાણો ઊભો કરવામાં આવ્યો હતો. નાત જાતનો કોઈ ભેદ રાખવામાં આવતો નહોતો. હરિજનો, વાઘરી, ભરવાડ, રજપૂત, કણબી વગેરે સૌ હતા. જંગલેશ્વર મહારાજ અને લોકલબોર્ડના ઉપપ્રમુખ દાસભાઈ વગેરે ઘણા પ્રતિનિધિઓ હતા.
સંદેશામાં શ્રી રવિશંકર મહારાજ, જુગતરામ દવે, પરીક્ષિતલાલ મજમુદાર, બબલભાઈ મહેતા, મૂળદાસ વૈશ્ય, શંકરલાલ બેંકર, વસાવડા, ચંદુલાઈ દેસાઈ, માધવલાલ શાહ, છોટુભાઈ પટેલ, જાદવજી મોદી, દિનકરરાવ દેસાઈ વગેરે ઘણા આગેવાનોના આવ્યા હતા.
સભામાં મહારાજશ્રી ઉપરાંત, ઘણા આગેવાનો બોલ્યા હતા અને અનેક ઠરાવો પસાર કર્યા હતા. સાધુતાની પગદંડી
૨૦૫
Page #237
--------------------------------------------------------------------------
________________
સ્વાગત પ્રમુખ દાનુભાઈ આકરુવાળા હતા. તેમના સ્વાગત પછી અંબુભાઈ શાહ, જમીન અંગેના પ્રશ્નો શું અસર કરે છે અને મનમાં શું મંથન છે અને તેનો ઉકેલ કેવી રીતે કરીએ છીએ તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આ સભાની દરેક કાર્યવાહી ઉપર ગંભીર રીતે વિચાર કરજો. અને નિખાલસ ચર્ચા કરશો. નવી સમાજરચના કરવી હશે તો અર્થનું વિકેંદ્રીકરણ કરી સત્તાનું વિકેંદ્રીકરણ કરવું પડશે. અર્થના વિકેંદ્રીકરણ માટે સહકારી પ્રવૃત્તિ અને સત્તાના વિકેંદ્રીય માટે લવાદી મંડળો સ્થાપવાં. ન્યાય અને રક્ષણમાં આપણે સફળ થઈ શકીએ તો સત્તાની ચૂડમાંથી નીકળી શકીશું. લવાદીમાંથી નીપજતી ગ્રામપંચાયતો રચીશું. તો તે સુંદર કામ કરી શકશે. આપણી પાસે ૪૪ સહકારી મંડળીઓ છે. ફરજિયાત બચતનો નિયમ રાખ્યો છે. ગ્રુપ સેક્રેટરીની યોજનાનો આપણે વિરોધ કરેલો. કારણ કે સેક્રેટરી નીમવાની સત્તા ગામની હોવી જોઈએ. નહિ કે ઉપરથી લદાયેલા હોય.
બેંકની ચૂંટણી વખતે મંડળે સામાજિક, આર્થિક, બાબતમાં સ્વતંત્ર હોવાથી તેણે બેઠકો માટે પ્રયત્ન કરેલો. પણ પ્રા. સંઘની સલાહથી આપણે સમાધાન કરેલું. પણ પરિણામ શું આવ્યું તે જોયું. ઉત્તર ગુજરાત કોટનસેલ ફેડરેશનમાં આપણે ન જોડાયા, તેનું કારણ આપણે વિકેંદ્રીકરણ ઈચ્છીએ છીએ. પાયાથી એટલે કે નીચેથી વ્યવસ્થા ઊભી થવી જોઈએ. આપણે માનીએ છીએ કે આજની ન્યાયપ્રથામાં મૂળભૂત ફેરફાર જરૂરી છે.
ચાર તાલુકામાં હજી આપણા ત્રણ હજાર જ સભ્યો છે. ત્રીસ હજાર ખેડૂતો વતી આપણે કેવી રીતે બોલી શકીએ ? તેનો વિચાર કરવો જોઈએ. તા. ૧૦-૨-૧૯૫૬ : ખસ્તા
ધંધુકાથી નીકળી ખસ્તા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ગામ લોકોએ સ્વાગત કર્યું. રાત્રે સારી સભા થઈ હતી. તા. ૧૧-૨-૧૯૫૬ : ફતેહપુર
ખસ્તાથી નીકળી ફતેપુર આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો ચોરામાં રાખ્યો. ગામ લોકોએ ભજન મંડળી સાથે સ્વાગત કર્યું. ગામનો ઉત્સાહ ઘણો હતો. ૨૦૬
સાધુતાની પગદંડી
Page #238
--------------------------------------------------------------------------
________________
બપોરના જયંતીલાલ શાહ અને હિરભાઈ મળળા આવ્યા. તેમણે પાઈપ લાઈન અંગે તા. ૧૦મીની ધોળકાની મિટિંગનો અહેવાલ આપ્યો. પાઈપ લાઈનમાં મશીન નિભાવ ખર્ચ અને રનીંગ ખર્ચ પ્રજાએ આપવાનો છે. આપણે એમ કહીએ છીએ કે છેવટે માલિકી સરકારની છે એટલે સરકાર એમાં હિસ્સો આપે. વળી લોકલબોર્ડને હવે કૂવા-તળાવ નહિ કરવા પડે. એટલે થોડો ખર્ચ એણે રનીંગમાં આપવો જોઈએ. મહારાજશ્રીએ વાતો સાંભળી બોર્ડના કોંગ્રેસ પક્ષ ઉપર એક પત્ર લખી આપ્યો.
અહીં ભૂદાનમાં ૩૬ એકર જમીન મળી છે. તેને ચાર કુટુંબોને વહેંચી આપી છે. તેની વ્યવસ્થા કરી, આ લોકોને આ સાલે ખેડવા આપી દેવી એમ નક્કી થયું. બે કુટુંબો જે બાકી રહ્યાં એને સરકારી પડતર જમીન મળે તે માટે ગામે મદદ કરવી એમ નક્કી કર્યું.
તા. ૧૨-૨-૧૯૫૬ : મિયાળા
ફતેપુરથી નીકળી પચ્છમ થઈ કમિયાળા આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો. સાથે ઘણા ભાઈઓ આવ્યા હતા. ગામે સ્વાગત કર્યું. રાત્રે જાહેરસભા થઈ. શરૂઆતમાં મણિભાઈએ ગ્રામસંગઠન અંગે કહ્યું, મહારાજશ્રીએ મંડળને મજબૂત બનાવવા અનુરોધ કર્યો. નાનચંદભાઈએ તપ, ત્યાગ વિશેષ કરવા કહ્યું.
અહીં ઠેઠ સાંતલપુર વિભાગમાંથી ચાર ખેડૂતો મહારાજશ્રીને મળવા આવ્યા હતા. એમની વાત એ હતી કે ત્યાં છ ગામ રાજગોરોનાં છે. વીઘોટી તેઓ બેઆના એકરે ભરતા હતા. હવે સરકારે પસાયતી જમીન ગણીને પૂર્વાકાર ભરવાનું ઠરાવ્યું છે. આ આકાર ઘણું વધારે છે. ત્યાં જમીન હલકી છે અમને ન્યાય અપાવો. એમની વાત સાંભળી બનાસકાંઠાના કાર્યકરો ગલબાભાઈ, માણેકલાલ વખારિયા અને લછીરામ ઉપર પત્રો લખી
આપ્યા.
તા. ૧૩-૨-૧૯૫૬ : નાનીબોરુ
કમિયાળાથી નીકળી નાનીબોરુ આવ્યા. અંતર સાડાસાત માઈલ હશે. વચ્ચે ભોળાદના ગામલોકોએ સ્વાગત કર્યું. ત્યાં થોડું રોકાયા. અહીં આવતાં વચ્ચે ભોગાવો નદી આવે છે. એનું પાણી દૂર સુધી આવે છે. પણ હજુ સાધુતાની પગદંડી
૨૦૭
Page #239
--------------------------------------------------------------------------
________________
આવ્યું નહોતું. ગામ લોકોએ અને વિદ્યાર્થીઓએ ઢોલ-નગારાં સાથે સ્વાગત કર્યું. અહીં સઘન યોજના તરફથી આદર્શ ગામ તરીકે તા. ૧પમીએ ઉદ્ધાટન છે. સર્વોદય મેળો છે. વૈકુંઠભાઈ મહેતા, ઝવેરભાઈ પટેલ અને શ્યામપ્રસાદ વસાવડા આવવાના છે.
મહારાજશ્રીએ પ્રાસંગિક કહેતાં જણાવ્યું કે ઘણા વર્ષે આ પ્રદેશમાં દાખલ થવાનું થાય છે અને અહીં તો તમે યજ્ઞ માંડ્યો છે. એ યજ્ઞમાં ઘણી આહુતિઓ આપવી પડશે. ત્યારે તેમાંથી ઉજ્વળતા સાંપડશે. સઘન યોજના આવી નાનીબોએ બીડું ઝડપ્યું અને પોતાને આંગણે નેતાઓને નોતર્યા. સર્વોદયમેળો પરમ દિવસે ભરાશે. ભાલના ગામો ધૂળિયાં, પાણીની મુશ્કેલીવાળાં અને જે કંઈ પેદા થાય તેમાંથી મોટો ભાગ જરૂરિયાતમાં વપરાઈ જાય. એવો આ પ્રદેશ છે. પાકી ઇંટ પાડવી હોય તોપણ ક્ષારને લીધે પડે કે કેમ એ સવાલ છે. તેવા પ્રદેશની અંદર આપણે નવી ગ્રામરચના કરવા તૈયાર થયા છીએ. ગાંધીજી વારંવાર કહેતા હતા. ગામડાંની રચના નહિ થાય ત્યાં સુધી દેશની રચના અધૂરી રહેશે. રાજાજી જેવા કહે છે આજનું ગામડું ઊકરડા જેવું છે. વાત એક રીતે સાચી છે પણ એ ઉકરડામાંથી રત્નો પણ નીકળે છે. કોલસામાં જ હીરો પાકી શકે.
મુશ્કેલીઓ ઘણી છે. જેમ આપનાર હોય, ત્યાં યાચક બની જાય. તેમ ગામડાં બીજા પાસે યાચના કરે છે. હવે તો સ્થિતિ એવી કરવાની છે કે કેન્દ્રિત રાજ્ય એમ કહે તમે અમને કેટલું આપશો ? એને બદલે આપણે તે કૂવા કેટલા આપશો, તળાવ કેટલાં આપશો, નિશાળ, દવાખાનાં, રસ્તા કેટલા આપશો. સરવાણીમાંથી પાણી આવે છે. એ સરવાણી તો ગામડું છે. આપણે હવાડાને સરવાણી માની છે. સરકાર અને શહેરો હવાડો છે. ગામડાં જ કૂવો છે. આ નવી વાત આપણે સમજવાની છે. બીજી વાત એકતાની છે. ગ્રામ એક છે. કદાચ ભાણાં સાથે રહેતાં ખખડે ખરાં, પણ એ જ રણકો લાંબા વખત ચાલે નહિ. એમ આપણા મતભેદો ઊભા થાય તો તેને વધારે વખત ચલાવશે નહિ. આમ જો મતભેદો સમાવીશું નહિ તો, ગામડાંની એકતા થશે નહિ. એ મતભેદો પણ નાની નાની બાબતમાં હોય છે અને સમારંભમાં મને બોલાવ્યો કેમ નહિ ? આ કામ કરતાં મને પૂછ્યું કેમ નહિ ? આમ ઝઘડો વધે છે. પછી તો મતભેદ થાય છે. મહાભારતનો ૨૦૮
સાધુતાની પગદંડી
Page #240
--------------------------------------------------------------------------
________________
દાખલો આપણી સામે છે. કેટલાંયે માનવી સાફ થઈ ગયા અને જીવ્યાં અને જીત્યાં. તે લોહીની ધરતી ઉપર રહી શક્યા નહિ. તો આપણે શું કરવું છે ? જો રામાયણ રચવું હોય તો ગામડાંએ ઉદાર બનવું પડશે. કોઈ બોલતું હોય તો સમજણ આપવી પડશે. એટલે બે પ્રશ્નો સમગ્ર ગામડાંની એકતા અને લડવાની વૃત્તિ ઉપર અંકુશ. જો આમાં આપણે જીતીશું તો લોકો આપવા માટે દોડતા આવશે. ત્યાગે સો આગે, માગે સો ભાગે.' છોકરાં નિશાળમાં બે એકડે અગિયાર શીખે છે પણ આ ખોટા લોકો બે એકડે બે કરે છે. કદાચ મીંડું પણ કરે છે. ભરતની માતાને કદાચ લોભ થાય પણ ભરતને ન થાય. એમ આપણે ભરત બનવું પડશે. તમે આ બધો વિચાર કરજો. અને ક્યાંય કચાશ હોય તો તે દૂર કરવાનો પુરુષાર્થ કરજો. સર્વત્ર શાંતિ વિસ્તરો,’
ગામમાં બે પક્ષો, ઘણા અંગત કારણોને લીધે, ઘણા વખતથી પડેલા છે. એમની એકતા થાય એ માટે મહારાજશ્રીએ રાત્રિ પ્રવચનમાં કહ્યું :
ઝઘડો અહમને લીધે ઊંડો હતો. કાર્યકર્તાઓએ કહ્યું કે આવા સારા પ્રસંગે પણ ગામ એક થતું ના હોય તો અમે જમીશું નહિ. આ વાતની વીજળીક અસર થઈ અને સમાધાન થયું.
તા. ૧૫-૨-૧૯૫૬ : પરિશ્રમાલયનું ઉદ્ઘાટન તથા સર્વોદય મેળો
પ્રાર્થના બાદ વીરાભાઈ રાજાભાઈની પ્રમુખ તરીકેની વરણી થઈ. તેમણે આ આદર્શ ગામની રચના કરવામાં પહેલ કરવા બદલ પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. સ્વાગત પ્રમુખ નથુભાઈએ સ્વાગત કર્યું હતું.
નવલભાઈએ જણાવ્યું કે આપણે સૌ સર્વોદયમેળા નિમિત્તે ભેગા થયા છીએ. આ વર્ષે પહેલો મેળો ધંધૂકા, બીજો સાણંદ અને ત્રીજો બોરું. ધોળકા તાલુકામાં ભર્યો. આ ગામ દૂર પડે. પણ ગામે સ્વાવલંબી થવાનો પ્રયત્ન કર્યો છે. તેથી આ ગામ પસંદ કર્યું છે. શ્રી વૈકુંઠભાઈ જેવા ખાદીભક્ત
આપણી સમક્ષ હાજર છે. તેઓ ખાદી કામમાં રસ ધરાવે છે અને સહકારી પ્રવૃત્તિમાં પણ ઊંડો રસ ધરાવે છે. બીજા મહેમાન છે તે ઝવેરભાઈ પટેલ છે. આ ગામને આદર્શ ગામ તરીકે રચવામાં એમનો ફાળો મુખ્ય છે. બીજા સઘનક્ષેત્રના મહેમાનો આવ્યાં છે. પણ સમયના અભાવે આપણે વધારે
સાધુતાની પગદંડી
૨૦૯
Page #241
--------------------------------------------------------------------------
________________
વખત આપી શકતા નથી. હવે આપણે ગામડાં અને તેના ઉદ્યોગો તરફ ધ્યાન આપ્યા સિવાય ચાલવાનું નથી.
ત્યારબાદ પ્રાયોગિક સંઘના મંત્રી તરીકે શ્રી છોટુભાઈ મહેતાએ ભાલ નળકાંઠાની પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો હતો.
પ્રતાપભાઈ પંડ્યાએ ગામનો ખ્યાલ આપ્યો અને સંદેશા વાચન કર્યું તેમાં રતુભાઈ અદાણી, જાદવજી મોદી, લેલેજી, મગનભાઈ દેસાઈ, નારાયણ દેસાઈ, પ્રભુદાસ પટવારી વગેરેના હતા.
વૈકુઠભાઈએ જણાવ્યું કે આજ આપ સૌ સર્વોદય મેળા નિમિત્તે એકઠાં થયાં છો. અને એ મેળામાં જોડાવા મને નિમંત્રણ આપી અહીં તેડ્યો. તે મારા પર મોટો ઉપકાર થયો એમ માનું છું. આપે મારો અને મારા સાથીઓનો જે ભાવભીનો સત્કાર કર્યો, સ્વાગત કર્યું તેવો સત્કાર અને સ્વાગત કદી અનુભવ્યાં નહિ હોવાને કારણે જિંદગીભર ભૂલીશ નહિ. આવા સત્કાર માટે મારી કે સાથીઓની લાયકાત નથી પરંતુ હું માનું છું કે આ પ્રજામાં જે જાગૃતિ છે અને જાગૃતિ થયા પછી આગેકૂચ કરવી છે. એવા પ્રસંગે અમે આ પ્રગતિના સાધન બની રહ્યા છીએ. એ સાધનને માન આપ્યું છે. એમ માની લઉં છું. એમ છતાં વ્યક્તિગત રીતે આ પ્રદેશનો અને લોકોનો આભાર માનું એટલો ઓછો છે. આ પ્રદેશમાં પહેલીવાર નથી આવતો. છ અઠવાડિયા પહેલાં આ પ્રદેશમાં સર્વોદય યોજના ચાલે છે તેના નિરીક્ષણ અર્થે આવવાનું થયું હતું. અને જે કંઈ કામ ચાલે છે તે જોવાનો મને અવસર મળ્યો હતો. આ પ્રદેશ અજાણ છે પણ પૂજ્યમુનિશ્રી સંતબાલજી થોડા સમયને માટે આ પ્રદેશમાં વસ્યા અને એમની પ્રેરણાને આધારે લોકકલ્યાણના અને લોકોપયોગી કામ શરૂ થયાં. એ દૂર બેઠાં કંઈક ખ્યાલમાં આવ્યાં હતાં. અને તે પાયાનો ખ્યાલ આવ્યો હશે અને ખ્યાલ આવ્યા પછી કાર્યકરોએ પ્રવૃત્તિને આગળ વધારવા માટે મને બોલાવે ત્યારે પ્રેરણા આપવા માટે મદદગાર થવા માટે મને આમંત્રણ આપવામાં આવ્યું. ત્યારે સંકોચ વગર મેં તે સ્વીકાર્યું.
આજે પરિશ્રમાલયની ઈમારત તૈયાર થયેલી જુઓ છો તેને વિધિસર આપના દેખતાં ખુલ્લી મૂકી છે. આ ઇમારત શા માટે બાંધવામાં આવી ? એ ઇમારતમાં કઈ પ્રવૃત્તિઓ ચાલશે. એ જાણવા હું ઉત્સુક છું. તેના કરતાં ૨૧૦
સાધુતાની પગદંડી
Page #242
--------------------------------------------------------------------------
________________
મો વધારે ઉત્સુક છો એમ કહ્યું છું એટલે મારા સાથી ભાઈ ઝવેરભાઈ જ કહેશે. સઘનક્ષેત્રની યોજના અખિલ ગ્રામઉદ્યોગ બોર્ડ તરફથી ચાલે છે. ભરી નમ્ર બુદ્ધિ મુજબ આવા પરિશ્રમાલયોનું સ્થાન આવા ગામડાંમાં અત્યંત પહત્ત્વનું છે. એ મહત્ત્વનું ક્યારે બને કે ત્યાં કેવી જાતનું કામ ચાલુ કરવામાં આવશે. ત્યારે આવા સ્થાનો આપણા ગામડાંના જીવનકલ્યાણ માટે ઉપયોગી હશે. મારી માન્યતા મુજબ આપણા દેશમાં સૌથી વિકટ પ્રશ્ન વધતી જતી ધકારીનો છે. આ બેકારી આપણે નજરે જોઈ શકતા નથી. મોસમ આવે હિરે ખેડૂતોને લાગતું હશે કે, ખેતરમાં કામ કરનારા મળી શકતા નથી. સૌપણ આખા ભારતનો ચિતાર જોઈશું તો ભાગ્યે જ એક વરસના ૧૭૫ દિવસનું કામ ખેડૂત પ્રજાને મળે છે. મજૂરવર્ગની સંખ્યા બહુ મોટી છે. એમને વરસના અડધા ભાગનું કામ મળે છે અને ગુજરાન કરવાનું આખા હરસનું હોય છે. તે તમે મારા કરતાં વધારે સમજી શકો છો. તમારો શાધાર ખેતી પર છે. ખેતીનો વિસ્તાર વધી શકતો નથી. મેઘવાળ પ્રજાને બીજા સાધનો ગુજરાતમાં મળતાં હતાં. તે હવે કારખાનાં વધતાં બંધ થઈ ગયાં છે. આવા ઉદ્યોગો બંધ થતા જશે તેમ તેમ બેકારી વધતી જશે અને ગરીબાઈ અને દારિત્ર્ય પણ વધતાં જશે. ! પૂ. ગાંધીજીએ આપણને કહ્યું હતું કે ગામડાંમાં બંધ પડેલા ઉદ્યોગોને સજીવન કરવા એમને આ બાબતનો ઉપદેશ આપો. એટલું જ નહિ એવું જીવન જીવવાનું ગોઠવતા હતા. એ બાપુના શ્રાદ્ધદિને આમ સર્વોદય મેળો ભરીને તેમના જીવનકાર્યને તાજો કરીએ.
અહીં પ૬ એકર ભૂદાન મળ્યું છે. તેની વૈકુઠભાઈના હાથે ભંગી કુટુંબોને વહેંચણી થઈ.
પ્રદર્શનની ઉદ્ઘાટન વિધિ શ્યામપ્રસાદ વસાવડાને હાથે થવાની હતી પણ તેઓ નહિ આવી શકવાને કારણે ઝવેરભાઈ પટેલે કરી હતી.
સાંજના વૈકુંઠભાઈ અને ઝવેરભાઈ સાથે મહારાજશ્રીએ કેટલાક મુદ્દાની ચર્ચા વિચારણા કરી. ખાસ કરીને સહકારી મંડળીઓમાં ખેડૂતમંડળનું પ્રતિનિધિત્વ અને માતૃસંસ્થાને મદદ, ગામડાના યંત્રોને જ્યાં માગે ત્યાં સહકારી તંત્રને સોંપવા પંચાયતમાં નૈતિક પ્રતિનિધિત્વની મંજૂરી આપવી વગેરે વાતો કરી. સાધુતાની પગદંડી
૨૧૧
Page #243
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૨-૧૫૬ :
સવારના વૈકુંઠભાઈ અને ઝવેરભાઈ પટેલ સાથે ગુજરાતની બીજી સઘન યોજનાના સંચાલકોનો વાર્તાલાપ ગોઠવાયો હતો. તેમાં મહારાજશ્રીએ હાજરી આપી હતી. તા. ૧૨-૧૫૬ :
આજે લવાદ મંડળનું કામ ચાલ્યું. લવાદમાં બંને પક્ષકારોના એક એક સભ્ય, ખેડૂત મંડળના બે સભ્યો, પ્રાયોગિક સંઘના એક એમ પાંચ સભ્યો હતા. તા. ૧૮-૨-૧૫૬ :
આ ગામમાં કેટલાક ચારિત્ર્ય ભ્રષ્ટતાના પ્રશ્નો હતા. આ પ્રશ્નો સમગ્ર ગામને સ્પર્શતા હોઈ પંચે મહારાજશ્રીને સોંપ્યા હતા. મહારાજશ્રીએ અહીંની સ્થિતિ અને વાતાવરણ જોઈ ગામના શુદ્ધિકરણ માટે ત્રણ ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો. અમને વાત ગળે ના ઊતરી, પણ બીજી રીતે જોતાં આવા અનિષ્ટો કાઢવાં અને હૃદય ઢંઢોળવા બીજો ઉપાય પણ નહોતો. અનિષ્ટો સામે જેટલી તીવ્રતા મહારાજશ્રીને હોય તેટલી અમારામાં ના હોય. એટલે પણ આમ લાગે. આ વાત ગામમાં ફેલાઈ. ત્યાં સન્નાટો મચી ગયો. સૌ વિચારમાં પડી ગયા અને પોતપોતાની ભૂલો જોવા મંડ્યા. છોટુભાઈ બેએક માઈલ ગયા હશે. તેમને ઘોડો મોકલી પાછા બોલાવ્યા. છોટુભાઈએ પ્રભાતસિંહ કે જે મોટા પક્ષનો ઠેકેદાર હતો એને સમજાવ્યો. તે મહારાજશ્રી પાસે આવ્યો. પોતે એક ખવાસણ બાઈને ત્યાં રહે છે, જમે છે અને આડો વહેવાર કરે છે. એ કબૂલ્યું. બીજી પણ ઘણી વાતો તેને દિલ ખોલીને કરી. પોતે તો ગામનો હાથો જ બન્યો હતો. એને સમજાઈ ગયું હતું કે છેવટે તો ઈશ્વર સિવાય મારું કોઈ સગું નથી. અમુક વ્યક્તિ સાથ આપે છે તો કાલે વળી એ દુશ્મન બને છે. નાનચંદભાઈએ ખૂબ પ્રેમથી તેમને સમજાવ્યા અને કહ્યું, તમારા પાપનો પોટલો હવે અહીં છોડી નાખજો. તો ઉગરવાનો વારો છે. માણસ જ્યાં આત્મીયતા જુએ છે અને પોતાનું સાંભળનાર પણ કોઈ યોગ્ય વ્યક્તિ છે એમ લાગે ત્યારે તે ખુલ્લો થઈ જાય છે. આવો મજબૂત અને કડક લાગતો માણસ પણ આ રીતે સાવ ઢીલો થઈ ગયો
૨૧૨
સાધુતાની પગદંડી
Page #244
--------------------------------------------------------------------------
________________
તો. આંખમાંથી આંસુ ઝરતાં હતાં. તેણે દિલ ખોલીને બધી વાતો કરી. તે સિંધનો છે એનાં મા-બાપ નાનપણથી જ ગુજરી ગયાં છે. ફરતાં હતાં આ બાજુ આવ્યો છે. મહારાજશ્રીને અને બીજાઓને તેની આ ત્તિખાલસતાની સુંદર છાપ પડી.
રાત્રે જાહેરસભામાં મહારાજશ્રીએ સત્ય નથી તો જીવનમાં કંઈ નથી. તે સમજાવ્યું અને આદર્શ ગામ જ્યારે બનવું છે ત્યારે એણે પાયાથી કોઈ ઈટ મચી ન બેસી જાય એની કાળજી રાખવા કહ્યું. ત્યાર પછી છોટુભાઈ, નાનચંદભાઈ, ફલજીભાઈ બોલ્યા, જયંતીભાઈએ ચુકાદો વાંચી સંભળાવ્યો. બંને પક્ષો હાજર હતા. બંને પક્ષોએ ચુકાદો પાળવાની ખાતરી આપી.
સાંજના ..... ભાઈનાં પત્ની મહારાજશ્રી પાસે આવ્યા. એમનાં જ અનૈતિક પ્રશ્ન અંગે મુખ્યત્વે મહારાજશ્રીએ ઉપવાસ કર્યા હતા. તેમણે કેટલીક આડીઅવળી વાતો કરી પણ પોતે કોઈ ચારિત્ર્ય દોષ કર્યો નથી. એમ છેલ્લે સુધી નન્નો ભણ્યો. બાઈ બહુ આઝાદ લાગી.
એ પહેલાં .... કે જેમનો સંબંધ આ બાઈ સાથે છે. તેમણે પોતાની ભૂલનો એકરાર કર્યો હતો. અને હવે પછી એકલાં તેમને ઘેર નહિ જાય એમ સ્વીકાર્યું હતું.
...... અને ...... બંને વચ્ચે માર માર્યાનો ઝઘડો હતો અને કોર્ટમાં કેસ હતો. તેઓ બંને પ્રેમથી મળ્યા. અને એકબીજાની માફી માગી. સરસ વાતાવરણ થયું. તા. ૨૦-૨-૧૯૫૬ :
પ્રાર્થના પછીના પ્રવચનમાં મહારાજશ્રીએ જણાવ્યું કે સંસાર અથવા વિશ્વ એવી વસ્તુ છે કે જો એકબીજાની સાંકળ ગૂંથવામાં ન આવે તો કામ અધૂરું રહે. એટલે એને સમન્વય કહેવાય છે. સમન્વય એટલે એમ નહિ કે બધાંને સરખે ઠેકાણે મૂકવા. એકડાની જરૂર હોય ત્યાં એકડો અને મીંડાની જરૂર હોય ત્યાં મીડું મૂકવાનું હોય છે. જો આમ થાય તો જ વ્યવસ્થિત સંસાર ચાલે જયારે તેમાં ક્ષતિ આવે છે ત્યારે અવ્યવસ્થા ઊભી થાય છે.
રાયુગમાં વ્યવસ્થા તૂટી ગઈ હતી. એક બાજુ જંગલી લોકો હતા. બીજી બાજુ નગરમાં વસનાર હતા. ત્રીજી બાજુ ઋષિમુનિઓ રસ લેતા સાધુતાની પગદંડી
૨૧૩
Page #245
--------------------------------------------------------------------------
________________
હતા ખરા. પણ નવી સમાજ રચના સ્થાપવાનું વાતાવરણ નહોતું. રામ આવ્યા પછી નવી સમાજ રચના ઊભી થઈ. શૂદ્રો અને પછાતો આગળ આવ્યા. વાલીને બદલે સુગ્રીવનું શાસન સ્થપાયું. રાવણને ઠેકાણે વિભીષણનું રાજ સ્થપાયું. લોકોને ખ્યાલ આવી ગયો કે રાક્ષસી તત્ત્વો કે દુષ્ટ તત્ત્વોનું રાજ ચાલી શકતું નથી. ભોગવાદી અને સત્તાવાદી સંસ્કૃતિ ચાલી શકતી નથી એ લોકોએ અનુભવ્યું.
વંશપરંપરાથી ચાલી આવતી પ્રણાલિકા કે મોટાભાઈને ગાદી મળે એને બદલે રામે નવો ચીલો પાડ્યો કે નાનો ભાઈ રાજગાદી કેમ ન કરી શકે ? સમગ્ર પ્રજાને એ વાત ગળે ન ઊતરે ત્યાં સુધી ધીરજ રાખી, સંયમપૂર્વક પોતાનાં આચરણથી એ વાત ગળે ઉતરાવવી એ તેમનો હેતુ હતો. ધોબીનો પ્રસંગ શાખ પૂરે છે. નારી જીવનની મહત્તા સ્વીકારવામાં આવી છે. એક પત્નીવ્રત. શબરી પણ માર્ગદર્શક થઈ શકે છે. ગુહ જેવા શૂદ્ર પ્રતિષ્ઠિત થઈ શકે છે. એ સિદ્ધાંત સ્થપાયો. વાનર જેવા બિલકુલ અશિક્ષિત જંગલમાં ભટકતાં લોકો પાસેથી શિસ્તબદ્ધ સૈન્ય ઊભું કરી શકાય છે અને રાક્ષસી તત્ત્વો પર જીત મેળવી શકાય છે. આમ બધાંનો સમન્વય સ્થપાઈ જાય છે. એમાં બ્રાહ્મણો, વૈશ્યો, ક્ષત્રિયો, શૂદ્રો બધાં જ આવે છે અને સમન્વય સ્થાપી નવો સમાજ રચાય છે. કૃષ્ણજીવનમાં જુદું છે. શ્રીકૃષ્ણને નાનપણથી જ નેસડામાં જવું પડે છે. કુબ્બા જેવી કદરૂપી સ્ત્રીમાં આત્માની ઉQળતા જોઈ શકે છે. ઝીલી શકે છે. નાગ લોકોને બિવડાવતો હતો તેને લોકો નાથી શકે છે. ઇંદ્ર બિવડાવતો હતો તેને બચાવે છે. લોકો નગરલક્ષી થતાં હતાં. તેને બચાવે છે. કાનો દાણ માગે, એટલે ગામડાંનો માલ બહાર જાય તો કાનો તેને ઓક્ટ્રોય ડ્યૂટી લેશે. તમારે બીજા ઉપર આધાર રાખવો પડે તે ઇચ્છનીય નથી. ગ્રામ સ્વાવલંબન કરીને પછી શહેરોને આપો નહિ. દૂધ અને બીજી વસ્તુ ગ્રામવાસીઓને પ્રથમ મળે એવું આયોજન એમણે કર્યું.
ક્ષત્રિય સમાજમાં એવું અટવાઈ જવું પડ્યું કે ઓધવજીના કહેવા છતાં, ગોવાળિયાનો પ્રેમ હોવા છતાં, પાછા આવી શકતા નથી. અને એ ગ્રામીણ જનતા આગળ આવે, તે પ્રક્રિયા થઈ શકતી નથી. ઋષિઓ લોકસંપર્કમાં આવ્યા છતાં, નવાં મૂલ્ય, સ્થાપી શકતા નથી. એટલે કે ક્ષત્રિયોને બ્રાહ્મણના આધીન બનવું જોઈએ તે બનતું નથી અને યુદ્ધ થાય છે. ૨૧૪
સાધુતાની પગદંડી
Page #246
--------------------------------------------------------------------------
________________
બુદ્ધ અને મહાવીરના વખતમાં ફરી પાછો લોકસંગ્રહ શરૂ થાય છે. શૂદ્રો અને સ્ત્રીઓને પ્રતિષ્ઠા અપાય છે. સંસ્કૃત ભાષાને લોકભોગ્ય ભાષા પાલીમાં ફેરવવામાં આવે છે. જોકે લોકોને સંન્યાસનો આદર્શ વધારે આપવામાં આવ્યો છે. લોકોનો અમલ થયો ખરો પણ ઓછા જોવામાં આવે છે.
ગાંધીયુગમાં એ બધાનો સમન્વય દેખાય છે. હવે એ કામ આગળ ચલાવવાનું આપણે માથે આવ્યું છે. સમન્વયનું તત્ત્વ જરા આકરું છે એટલે ભૂલી જવાય છે. સમાજ આગળ વ્યક્તિને ભૂલી જવાય છે. અને વ્યક્તિ આગળ વિશિષ્ટ વ્યક્તિને ભૂલી જવાય છે. સંસ્કૃતિના ખંડખંડ પડી ગયા છે. તેને યોગ્ય રીતે ગોઠવી દેવામાં ના આવે તો ભારે મુસીબત ઊભી થાય. એટલે શ્રીમદે કહ્યું, ‘જ્યાં જ્યાં, જે જે યોગ્ય છે ત્યાં ત્યાં સમજવું તે.'
કોંગ્રેસ સંસ્થાને હું ક્ષત્રિય સંસ્થા ગણું તો બીજા વર્ગો શી રીતે ગોઠવાય એની પણ ચિંતા કરવી જોઈએ. વૈશ્ય એટલે ગામડાં એને ઊંચે ઊઠાવવાં જોઈએ. જો તે પાછળ રહે તો બધી ઇમારત પડી જાય. બુદ્ધિજીવી અને શ્રમજીવીનો સમન્વય કરવો પડશે. ભાવનાજીવીનો પણ વિચાર કરવો પડશે. શ્રમણ સંસ્થા અલિપ્ત રહેવા માગે છે. આ સારું નથી. નિર્લેપ લોકો લેપવાળા ઉપર વધારે અસર પાડી શકે. એટલે તિરસ્કૃત થયેલાં ગામડાંને પ્રાણ પૂરવાનું કામ કરવાનું છે. જો અહિંસાથી આપણે કામ ઝડપથી આગળ નહિ લઈ જઈએ તો ભારે નુકસાન થવાનો ભય રહે છે. જન્મભૂમિમાં લેખ આવેલો. ઉપદેશ આપનારા લોકો ઘણા નીકળી પડે છે. પણ આચરણ કરીને વચ્ચે પડનારા લોકો ઓછા નીકળે છે. આથી હિંસા અટકે નહિ. વાતોથી નવી સમાજ રચના થવાની નથી. ઉપદેશ આપવો હોત તો ગાંધીજી નોઆખલી ના જાત. એટલે આપણે લોકોને પ્રત્યક્ષ ઉપદેશ આપવો જોઈએ. સમન્વયનું તત્ત્વજ્ઞાન વ્યવહારમાં લાવવું જોઈએ. કોંગ્રેસવાળા કહે શિક્ષણ, નઈતાલીમ, પંચાયત વગેરે બધું અમે જ કરીશું. રચનાત્મકવાળા કહેશે અમે તો ભૂદાનમાં જમીનના ટુકડા મેળવીશું. અંબરવાળા કહેશે અમે તો ખાદીનું જ કરીશું. આમ અલગ અલગ રીતે વિચારીશું, સમન્વય નહિ કરીએ તો બધાં જ તૂટી પડીશું. હવેના યુગમાં સર્વાંગી દૃષ્ટિ રાખીને આપણે બધા કામ ગોઠવવાં જોઈશે.
સાધુતાની પગદંડી
૨૧૫
Page #247
--------------------------------------------------------------------------
________________
સવારમાં મહારાજશ્રીને મળ્યા. પોતાના દોષો માટે માફી માગી.
તેમણે કહ્યું ૧૯૪૮ પછી મેં કોઈ ચારિત્ર્યદોષ કર્યો નથી.
....
ત્યારપછી ભરવાડ કે જે માથાભારે કહેવાય છે. તેઓ મળવા આવ્યા. તેમણે દિલથી બધી વાતોનો એકરાર કર્યો. ચોરી, ધાડ, લૂંટ અને વ્યભિચાર કર્યો હતો. તેનો એકરાર કર્યો. હવે જમીન મળે તો મહેનત મજૂરી કરીને સારી રીતે જીવવું છે તેમ જણાવ્યું.
ત્યારપછી મળ્યાં. તેમણે લાંચના પાંચસો રૂપિયા પાછા લાવ્યાનો એકરાર કર્યો. પોતે કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત કર્યું. અને ખૂબ રડ્યા અને
હળવા થયા.
અંતમાં મહારાજશ્રીએ જણાવ્યું કે, આજે લવાદી પંચનો સુંદર અમલ થયો છે. અને શુદ્ધિકરણની પણ સુંદર અસર થઈ છે. હવે જે કંઈ પૂરતી કરવાની છે એ તમે કરતા રહેશો. માત્ર ચોકીખાતર ચોકી નહિ પણ દિલની ઉદારતાથી પોતાના ભાંડુ તરીકે ગણીને ચોકી કરવાની છે. પંચે પ્રશ્ન સારી રીતે પતાવ્યા છે અને આનુસંગિક વાતોનો પણ નિકાલ થશે. એ માટે મને સંતોષ થયો છે. નાની બોરુ, મોટું કામ લઈને જવાબદારી વહોરી બેઠું છે અને ખેડૂતમંડળના પ્રમુખે સમારંભ વખતે જે જવાબદારી પ્રમુખ તરીકેની વહોરી તે યોગ્ય જ હતું. સઘનક્ષેત્ર યોજનાના કાર્યકરોએ પણ થાણું નાખીને જે પ્રયત્નો આદર્યા છે ને ચાર દિવસથી જે શુદ્ધિપ્રયોગ થયો છે તેમાંથી ઘણું જાણવાનું મળશે. નાનચંદભાઈએ પણ ઘણો પરિશ્રમ લીધો છે. ઘણા ખોટું બોલશે, ઘણા કડવું બોલશે તે વખતે આપણે સભાન રહીને મૂળ વસ્તુને છોડવાની નથી. અને બાકીની અશુદ્ધિઓ હોય એને દૂર કરવાની છે. ગંગા વહેતી હોય ત્યારે સ્નાન ના કરીએ તો ભગીરથે જે ગંગા ઉતારવાનો શ્રમ કર્યો તે નકામો જશે.
છેલ્લે છેલ્લે હું જોઈ રહ્યો છું કે લોકોએ પશ્ચાત્તાપ કર્યો છે. બધાં હૃદય રોયાં છે. તેથી શુદ્ધિપ્રયોગ ઉપર મારી શ્રદ્ધા વધી છે. આપણે શૈતાનને વશ થઈએ છીએ ત્યારે પડી જઈએ છીએ. વળી પાછા ઈશ્વર આવીને જગાડે
સાધુતાની પગદંડી
૨૧૬
Page #248
--------------------------------------------------------------------------
________________
છે ત્યારે ચોંકીએ છીએ. વળી ફરી પાછું ઝોકું આવી જાય છે. આપણે વધારે જાગ્રત રહેવું પડશે. અનિષ્ટ સામે આવી અહિંસક પ્રયોગ કરીને આ રીતે આગળ વધજો. ઈશ્વર આપણને બળ આપે. તા. ૨૨, ૨૩-૨-૧૯૫૬ : મોટીબોરુ
નાની બોરુથી નીકળી મોટી બોરુ આવ્યા. અંતર દોઢ માઈલ હશે. ઉતારો ભીખાભાઈની મેડી ઉપર રાખ્યો. ગામે સ્વાગત કર્યું. રાત્રે જાહેર સભા સારી થઈ હતી. સાબરમતી નદી ગામને પાદરે જ વહે છે. ભરતી આવે છે, ત્યારે પાણી ખારું થઈ જાય છે.
સભા પછી ગામના ત્રણ આગેવાનોએ મુખી, વેપારી અને ખેડૂત ત્રણે જણાએ અફીણ અને દારૂ નહિ પીવાની પ્રતિજ્ઞા કરી. તા. ૨૪-૨-૧૫૬ : વારણા
મોટીબોરુથી નીકળી વારણા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો પંચાયતમાં રાખ્યો હતો. આ બાજુ ઘઉંની સિઝન સારી છે. સેંકડોની સંખ્યામાં સૌરાષ્ટ્ર અને ચરોતરના મજૂરો મજૂરી માટે આવે છે. તા. ૨૫-૨-૧૯૫૬ : વટામણ
વારણાથી નીકળી વટામણ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. લોકો કામમાં હોવાથી જાહેરસભા રાખી નહોતી.
શાળાના બાળકોને મહારાજશ્રીએ જણાવ્યું કે, ગામડાનો ભાર ઓછો કેમ થાય ? તે માટે ચા, બીડી છોડવા અને નવડા જેવા થવા જણાવ્યું હતું. નવડો સંખ્યામાં સૌથી મોટો આંક છે. તેને એકથી નવ સુધી ગુણો તો સંખ્યા નવની જ થાય. જેમ કે ૧૪૯=૯, ૨૪૯=૧૮ (૮+૧), ૩૪૯=૨૭ (૨+૭), ૪૪૯=૩૬ (૩૬, ૯૪૯=૮૧ (૮+૧) સાર એ કે સુખમાં છકી જતો નથી. દુ:ખમાં હારી જતો નથી. બાકીની સંખ્યા વધઘટ થાય છે. દા.ત., ૮૪૧૮, ૮૪૨=૧૬ (૧+૭), ૮૪૩=૨૪ (૨+૪) ૬૪૮=૪૮ (૪+૮) આમ વધઘટ થયાં કરે છે. એટલે નવ જેવા સરળ થવા સમજાવ્યું હતું. તા. ૨૬-૨-૧૯૫૬ : ગાણોલ વટામણથી ગાણોલ આવ્યા. અંતર સાડાચાર માઈલ હશે. ઉતારો
સાધુતાની પગદંડી
૨ ૧૭
Page #249
--------------------------------------------------------------------------
________________
નિશાળમાં (ધર્મશાળા)માં રાખ્યો. ગામે સ્વાગત કર્યું. રાત્રે સભામાં ગણોતધારા વિશે બિલની સમજણ આપી હતી. તા. ૨૭-૨-૧૫૬ : ધોળી (ભંભલી)
ગાણોલથી નીકળી ધોળી આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો ધર્મશાળામાં રાખ્યો હતો. અમારા આવવાની કોઈને ખબર નહોતી. ગામલોકો એકઠા થઈ ગયા. પણ એમણે ઘણો અફસોસ થયો. તા. ૨૮-૨-૧૯૫૬ : ઝાખડા
ધોળીથી નીકળી ઝાખડા આવ્યા. અંતર સાડાચાર માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો. તા. ૨૯, ૧-૩-૧૯૫૬ ઃ સરગવાળા
ઝાખડાથી સરગવાળા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો એક ખાલી મકાનમાં રાખ્યો હતો. ગામ લોકોએ ઢોલતાંસા સાથે સ્વાગત કર્યું. અહીં અંબુભાઈએ, મગનભાઈ રણછોડભાઈના નિવેદનનો જે જવાબ લખી રાખ્યો હતો એ વંચાવી લીધો અને બીજી વાતો કરીને ગયા. અહીં ગ્રામપંચાયતની ચૂંટણી અંગે બે પક્ષ પડી ગયા હતા. એટલે જવારજથી ફૂલજીભાઈને બોલાવ્યા. બે પક્ષો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયત્ન કર્યો. તા. ૨-૩-૧૯૫૬ : ભોળાદ
સરગવાળાથી નીકળી ભોળાદ આવ્યા. અંતર સાડાત્રણ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. ગામે વાજતે ગાજતે સ્વાગત કર્યું.
ગૂંદીના ત્રણ કાર્યકરો આવ્યા. ગઈ સાલનું સહકારી મંડળીનું લેણું બાકી છે. બપોરના ગામ લોકો ભેગા થયા ત્યારે મહારાજશ્રીએ આનું કારણ પૂછ્યું, ત્યારે લોકોએ કહ્યું કે, વરસ નબળું અને પછી ભરીશું એમ કરતાં કરતાં મેળ ના ખાધો. આ સાલ ભરી દઈશું એમ કહ્યું, અહીંયાં લગભગ ૧૫૦ ઉપરાંત ખેડૂતમંડળના સભ્યો છે. ગામ સમજણું છે. બંને દિવસ સભાઓ સારી થઈ. બીજે દિવસે જયંતીભાઈ ખુ. શાહ, વૈકુંઠભાઈ મહેતાને મળીને આવ્યા હતા. તેમણે ખેડૂતમંડળનું નૈતિક પ્રતિનિધિત્વ દરેક સહકારી મંડળીમાં ભળી શકે એ માટે કાયદામાં સુધારો થાય, તે માટે પ્રયત્ન ચાલે
૨૧૮
સાધુતાની પગદંડી
Page #250
--------------------------------------------------------------------------
________________
છે. એ બધી વાતો કરી. વધારામાં સહકારી પ્રવૃત્તિમાંથી માતૃસંસ્થાને (પ્રા. લંઘને) ફાળો મળી શકે, તેવા બે સિદ્ધાંતોનો તેમણે સ્વીકાર કર્યો છે. તા. ૪, ૫-૩-૧૫૬ : પિપળી
ભોળાદથી નીકળી પિપળી આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો પંચાયતમાં રાખ્યો હતો. રાત્રે જાહેરસભા સારી થઈ. અહીં વૃક્ષો ઠીકઠીક છે. ભાલમાં વૃક્ષો હોતાં નથી. અહીં આંબા પણ થયા છે. તા. ૬-૩-૧૫૬ : પચ્છમ
પિપળીથી નીકળી પચ્છમ આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો ચોરામાં રાખ્યો હતો. રાત્રે જાહેરસભામાં મહારાજે જણાવ્યું કે આપણી સામે મુખ્ય મુદ્દો ગણોતધારો અને શુદ્ધિપ્રયોગ છે. આપણે ગણોતિયાને શા માટે લીધા ? જમીનદારોને કેમ નહિ ? જમીનદારો પણ આ દેશના માનવો છે. એઓ પણ ધાર્મિક હશે જોકે, આ ધારો ગણોતિયાને લગતો છે. સરકારે એને કેમ ટેકો આપ્યો ? જયારે હદ થઈ જાય છે. ત્યારે કાયદો આવે છે.
કોંગ્રેસે સત્ય અને અહિંસાથી પ્રશ્નો લીધા છે. ગાંધીજીએ કહ્યું, સાધ્ય અને સાધન બંને શુદ્ધ હોવાં જોઈએ. સારા સાધનોથી મોક્ષ મેળવવો જોઈએ. આ બધા માટે વિચાર કર્યો કે, પ્રથમ કોને લેવો. ત્યારે ગાંધીજીએ કહ્યું, કે સામાજિક રીતે સમાજમાં છેલ્લો ભંગી છે. આર્થિક રીતે છેલ્લો ગણોતિયો છે. ધાર્મિક રીતે પછાત ખોટા વિચારવાળો છે. એટલે ગાંધીજીએ એ બધાંને આગળ લીધા. હરિજનોને સાથે લીધા. શ્રમની પ્રતિષ્ઠા માટે રેંટિયો લીધો. જમીનનો પ્રશ્ન આ દેશમાં અગત્યનો છે. જમીન બીજાને આપવી એ કામ હમણા બંધ રાખવું. પણ જે ખેડે છે, તેની પાસેથી ઝુંટવાય નહિ એટલું કર્યું. પછી ભાડું ઓછું (ગણોત) કરતાં ગયા. છઠ્ઠો ભાગ આવ્યો, હવે વચલો વર્ગ નાબૂદ કરવા માગે છે. અને ભાગને બદલે રોકડ રકમ આપવા ધારે છે. એ નાબૂદ કરવા માટે રાજયે વળતર આપવું જોઈએ. રાજાઓની નાબૂદી કરી. તો રાજયે સાલિયાણું આપ્યું. દારૂબંધીને પરિણામે ખોટ ગઈ તે સરકારે સ્વીકારી. તો હવે જમીનદારી, ગણોતદારી નાબૂદ કરવી હોય તો, સરકારે વળતર આપવું જોઈએ. કારણ કે જમીન એ મિલકત નથી. સાધુતાની પગદંડી
૨૧૯
Page #251
--------------------------------------------------------------------------
________________
પણ રોટલા ખાવાનું સાધન છે. એની ઉપર બોજો નહિ હોવો જોઈએ. એટલે કહ્યું છ-પટ ગણોતિયો આપે. બાકીના પટ રાજ્યે આપવા. પટ નક્કી કરવામાં પ્રજાના માણસો લેવા, કુટુંબની ૬૦ એકરથી વધારે જમીન બંને પક્ષોમાંથી ફાજલ પાડવી. આનું કારણ એ છે કે
હવે આપણે જીવવાની રીત બદલવી જોઈએ. બધાં એક થઈને નહિ જીવીએ તો ખુવાર થવાના. એટલા માટે સમાજ ઉપર દબાણ લાવવું, પોતે જાતે છોડવું. સમાજના દબાણથી છોડાવવું અને કાયદાથી છોડાવવું. આ બધો વિચાર પ્રથમ જાતથી શરૂ કરવો જોઈએ. જો આપણે શોષણ દૂર નહિ કરીએ તો બીજા નહિ કરે. કોઈ ના માને તો શુદ્ધિપ્રયોગ કરવા જોઈએ. તાલુકદારો કે જમીનદારો કોઈ દુશ્મન નથી પણ સમાજને બંધબેસતો કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. તમારા બધાંનો સહકાર મળશે તો કામ આગળ ચાલશે. એમાં સૌને લાભ છે.
-
તા. ૭-૩-૧૯૫૬ : ગાંફ
પચ્છમથી નીકળી ગાંફ આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો એક ઘરે રાખ્યો હતો. લોકોએ સ્વાગત કર્યું.
તા. ૮-૩-૧૯૫૬ : ઉમરગઢ
ગાંફથી ઉમરગઢ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ગામલોકોએ વાજતેગાજતે ભવ્ય સ્વાગત કર્યું. બહેનો પણ મોટી સંખ્યામાં ગીતો ગાતાં ગાતાં આવ્યાં હતાં. ગામને ધજાપતાકાથી શણગાર્યું હતું. કામના દિવસ હતા. તોપણ બધાં લોકો હાજર રહ્યાં હતાં. રાત્રે જાહેરસભા રાખી હતી.
જિલ્લા કોંગ્રેસ સમિતિ ખેડૂતમંડળનો વિરોધ કરતો ઠરાવ કરશે એવા સમાચાર ‘સેવક’ દૈનિકમાં આવ્યા હતા. અને અંબુભાઈનો પત્ર પણ આવ્યો કે, તા. ૧૦મીની જિલ્લા કોંગ્રેસની મિટિંગ છે. તેઓ જો એવો ઠરાવ કરી નાખશે તો પછી પાછા ફરવું મુશ્કેલ બનશે. અને ગુજરાતની સાચી મુત્સદ્દીગીરીનું દેવાળું નીકળશે. આ માટે તો મહારાજશ્રીએ ધણા સમય પહેલાં સૂચન કરેલું કે ઢેબરભાઈ, મોરારજીભાઈ, બળવંતભાઈને મળી લેવું જોઈએ. અને આખી પરિસ્થિતિ સમજાવવી જોઈએ. પણ તે શક્ય બન્યું નહિ અને મિટિંગ તો તા. ૧૦મીએ મળવાની હતી.
૨૨૦
સાધુતાની પગદંડી
Page #252
--------------------------------------------------------------------------
________________
આ બધો વિચાર કર્યા પછી એમ લાગ્યું કે, ઢેબરભાઈ સૌરાષ્ટ્રમાં છે અને ૧૦મીની રાત્રે તો અહીં આવવાના છે તો એ પહેલા વજુભાઈ શાહ અને તેમને મળી લેવાય તો સારું. તેઓ સંદેશો મોકલે કે એજન્ડા ઉપર ખેડૂતમંડળના વિરોધનો ઠરાવ હોય તો હમણાં મૌકૂફ રાખે.
આ કામ માટે મારે (મણિભાઈએ) જવું એમ નક્કી થયું. રાત્રે એક વાગ્યે ધંધૂકાથી સોમનાથ પકડવો એમ નક્કી કર્યું. ધંધૂકા અહીંથી ૧૧ માઈલ દૂર થાય. એટલે એક્કામાં જવાનું નક્કી કર્યું. ૧૨-૦૦ વાગ્યે ધંધુકા પહોંચ્યો. હરિભાઈને મળી સ્ટેશને ગયો. સોમનાથ લગભગ ૪ કલાક લેટ આવ્યો. એટલે ટ્રોલીમાં ગયો. જોકે બોટાદથી ૭ વાગ્યે રાજકોટ જવા ઉપડતી મોટર ચાલી ગઈ. ગાડી પણ ઉપડી ગઈ એટલે ચિંતા તો થઈ. પણ બીજો ઉપાય નહોતો. એટલે ૮-૧૫ વાગ્યે ઉપડતી ટ્રોલીમાં સુરેન્દ્રનગર ગયો. ત્યાંથી એક વાગ્યે ઉપડતી લોકલમાં રાજકોટ ગયો. રાત્રે આઠ વાગ્યે રાજકોટ પહોંચ્યો. સુરેન્દ્રનગરથી વહેલું રાજકોટ પહોંચાય તે માટે મોટરની તપાસ કરી. પણ ૩-૩૦ વાગ્યે એસ. ટી. ઉપડે એટલે સરખું જ હતું.
રાજકોટ સેનેટોરિયમમાં વજુભાઈને મળ્યો. મનુભાઈ પંચોળી પણ તે વખતે હાજર હતા. જમ્યા પછી બધી વાતો કરી. મહારાજશ્રીનો પત્ર આપ્યો. ઠાકોરભાઈનો પત્ર અને ઉત્તર પણ વંચાવ્યા. રાત્રે ઢેબરભાઈ આવ્યા. યુવક કોંગ્રેસ અંગે યુવાનો સાથે વાર્તાલાપ કર્યો. તે પહેલાં પ્રાર્થના કરી હતી. પછી વજુભાઈ સાથે તેમને મળ્યો. તેઓએ પહેલાં તો મહારાજશ્રીના ખબરઅંતર પૂછ્યા. આવવાનું પ્રયોજન પૂછ્યું. વજુભાઈએ ખુલાસો કર્યો. ૧૦મીની મિટિંગ છે અને ગુજરાતના કોંગ્રેસીઓનો ખેડૂતમંડળના કાર્ય અંગે અને મહારાજશ્રીના કાર્ય અંગે વિરોધ છે. કદાચ એવો કોઈ ઠરાવ કરી બેસે તો એ પહેલા એમને અટકાવવા જોઈએ. આ કારણે મણિભાઈ આવ્યા છે. હું (લાલાકાકા)ને ટેલિફોનથી આ સંબંધી વાત કરવા વિચારું છું. ઢેબરભાઈએ સહાનુભૂતિ બતાવી અને કહ્યું, કરો. કેટલીક વાતો કરી છૂટા પડ્યા.
સવારમાં ફરીથી વજુભાઈ અને ઢેબરભાઈ વાતો કરતા હતા. એમને મળીને ૭-૩૦ વાગ્યે ઉપડતી બસમાં બેસી ૧૧-૩૦ વાગ્યો બોટાદ આવ્યો. ઢેબરભાઈ ક્યારે આવશે ? કેટલા માણસો હશે ? શું જમશે ? વગેરે બધું સાધુતાની પગદંડી
૨૨૧
૨ ૨૧
Page #253
--------------------------------------------------------------------------
________________
નક્કી કરતો આવ્યો. હરિભાઈને મળી પ-૩૦ વાગ્યે ઉપડતી મોટરમાં બેસી ભડિયાદ આવી ગયો.
રાજકોટમાં વજુભાઈ સાથે ઘણી વાતો કરી. તેમનું માનવું હતું કે જિલ્લા સમિતિને એવો ઠરાવ કરવાનો અધિકાર નથી. કરવો હોય તોય પ્રદેશ સમિતિ કરે અને કોંગ્રેસમાં તો ઘણી વિચારશ્રેણીવાળા લોકો હોય છે. મેં કહ્યું કે છાપાં અને બીજી વાતો ઉપરથી લાગે છે કે આ પ્રશ્નની ગંભીરતા છે.
મનુભાઈ પંચોળી સાથે પણ વાતો થઈ. એમનું માનવું એમ છે કે આર્થિક અને વર્ગીય મંડળો સ્વતંત્ર થવાં જોઈએ. કોઈપણ રાજકીય પક્ષ આર્થિક બાબતોને ચલાવવા દેશે નહિ. એટલે તેની સાથેનું સંધાન રાખવું એ મને ગળે ઉતરતું નથી. મેં મારી રીતે જવાબો આપ્યા હતા. તા. ૯, ૧૦-૩-૧૯૫૬ : ભડિયાદ
ઉમરગામથી નીકળી ભડિયાદ આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો એક મકાનમાં રાખ્યો હતો.
તા. ૧૦મી રાતે લગભગ ૯ વાગ્યે ઢેબરભાઈ આવ્યા હતા. લોકોએ ૬-૩૦ વાગ્યાથી સ્વાગતની તૈયારી કરી હતી. નાની બહેનો કળશ વગેરે લઈને આવી હતી. પણ મોરારજી ન આવ્યા. એટલે બહેનોને રજા આપી. બહેનો ઉપર ગરાસદારોના નાના બાળકો કાંકરા વગેરે નાખતા હતા. નાનપણથી આવા સંસ્કાર પડે છે એ ખરાબ કહેવાય.
ઢેબરભાઈનું વાજતેગાજતે સ્વાગત કર્યું. સરઘસ આકારે સૌ મહારાજશ્રીના નિવાસે આવ્યા. પ્રથમ મહારાજશ્રીને મળ્યા. લોકોના સત્કાર બદલ આભાર માન્યો. અને મોડા પડવાને કારણે વાટ જોવી પડી એ બદલ ક્ષમા માગી. પછી ગોવિંદભાઈને ત્યાં જમવા ગયા. તેમની સાથે જયાબહેન શાહ, સુભદ્રાબહેન, બાબુભાઈ વૈદ્ય અને મંત્રી નલિનભાઈ વગેરે હતા. પારડીવાળા ભૂપતભાઈ દેસાઈ, ઝાંઝરકાવાળા લાલજી મહારાજ અને હરિભાઈ રાણાભાઈ આવ્યા હતા. પોપટલાલ ડહેલીવાળા પણ આવ્યા હતા.
જમ્યા પછી મહારાજશ્રી અને ઢેબરભાઈએ અંગત વાતો કરી. ૧૨-૦૦ વાગ્યા સુધી બેઠા હતા. નીચે અંબુભાઈ ફૂલજીભાઈ વગેરે સૌ બેઠા હતા.
મોડી રાત્રે જયંતીભાઈ ધંધૂકા જિનમાંથી મોટર લઈ અમદાવાદથી જિલ્લા સમિતિનો અહેવાલ લઈને આવ્યા. મહારાજશ્રીને ઉઠાડ્યા અને બધી વાતો ૨૨૨
સાધુતાની પગદંડી
Page #254
--------------------------------------------------------------------------
________________
કરી. ઠાકોરભાઈ જરા અકળામણથી બોલતા હતા. ગણોતધારાની ખેડૂત મંડળ વાતો કરે છે અને કોંગ્રેસને સલાહ આપવા નીકળ્યા છે. એ બરાબર નથી. ઢેબરભાઈ મુનિશ્રીને ભલે મળે. તેઓ કંઈ સમજતા નથી. ખેડૂતો નાગા છે. અમારા ભાઈઓ જાણે ઓશિયાળા થઈને ફરે છે. પ્રભુદાસભાઈએ કહ્યું, બધી યોજનાઓ લઈને બેઠા છે, પગાર મેળવે છે, અને લાભ લે છે. ઈશ્વરભાઈ કહે, અંબુભાઈ ગણોતધારાની ખામીઓ જ વર્ણવે છે. આમ લગભગ સૌ વિરોધી સૂર કાઢતા હતા. કુરેશીભાઈએ થોડો બચાવ કરેલો પણ તેઓ ચાર વાગ્યે ચાલ્યા ગયા. જયંતીભાઈએ સમતાપૂર્વક દરેક પ્રશ્નોના ખૂબ સુંદર જવાબ આપેલા. છતાં તેઓએ ખેડૂતમંડળ જે શુદ્ધિપ્રયોગ કરવા માગે છે અને ગુજરાતવ્યાપી અસર કરવા માંગે છે તેથી કોંગ્રેસ વગોવાય છે. માટે કોઈ કોંગ્રેસીએ એમાં સાથ ન આપવો. એવી ભલામણ કરતો ઠરાવ પસાર થયો. જયંતીભાઈ વિરોધ વ્યક્ત કરી નીચે ચાલ્યા આવેલા.
ઠરાવ ઢેબરભાઈ પ્લેનમાં અમદાવાદ આવે ત્યારે તેમની સંમતિ લઈને બહાર જાહેર કરવાનો હતો. પણ રાત્રે જ છાપામાં આપી દીધો. ઢેબરભાઈની સહાનુભૂતિથી વજુભાઈએ લાલાકાકાને ફરી ફોન કરેલો તેમનું પણ ન ગણકાર્યું.
રાવજીભાઈ અને મગનભાઈએ સવારમાં જયંતીભાઈને કહેલું કે એ વિશે કોઈ ઠરાવ થવાનો નથી. તે પણ ના રહ્યું અને ધાર્યું હતું તે પ્રમાણે કર્યું. તા. ૧૧મી સવારે ૫-૦૦ વાગ્યે મુખ્ય કાર્યકરો મહારાજશ્રી અને ઢેબરભાઈને મળ્યા. ગણોતધારાના શુદ્ધિપ્રયોગની વાત ચાલી. ઢેબરભાઈએ સ્પષ્ટ કર્યું કે, બિલ પસાર થઈ ગયા પછી તેમાં સુધારા કરાવવા હોય તો ધારાસભાને જાગ્રત કરવી જોઈએ. કાં તો કોંગ્રેસ સમિતિ મારફત સરકાર ઉપર દબાણ લાવવું જોઈએ. અથવા તમારી વાતને ટેકો આપે એવા લોકોની ચૂંટણી કરવી જોઈએ. પણ બહાર રહીને તટસ્થ રીતે શુદ્ધિ આંદોલન દ્વારા કાયદાનું સંશોધન કરાવવું તે મને ગળે ઊતરતું નથી. સામી ચર્ચાઓ પણ થઈ. છેવટે ૭ વાગ્યા, ઢેબરભાઈને જવાની ઉતાવળ હતી. જયાબહેનને અહીંથી રાજકોટના ૧૦-૩૦ના પ્લેનમાં પોરબંદર જવાનું હતું. પણ ઢેબરભાઈએ આગ્રહ રાખ્યો પ્રાર્થના પછી જઈએ. પ્રાર્થના થઈ. પછી મહારાજશ્રીએ ઢેબરભાઈની સંમતિ લઈ થોડું પ્રાસંગિક કહ્યું. બહુ હૃદયસ્પર્શી રીતે આજની સાધુતાની પગદંડી
૨૨૩
Page #255
--------------------------------------------------------------------------
________________
ચર્ચાઓ અંગે કહ્યું. પછી ઢેબરભાઈને બે શબ્દો કહેવા મહારાજશ્રીએ આજ્ઞા કરી. એટલે તેમણે પણ ખૂબ હૃદયસ્પર્શી ભાષામાં કહ્યું, મહારાજશ્રીને સંતોષ નથી આપી શકતો તેનું દુ:ખ લઈને હું છૂટો પડું છું. આ પછી મહારાજશ્રી અને ઢેબરભાઈ ખૂબ પ્રેમથી ભેટ્યા અને વિદાય થયા.
બાલુભાઈ વૈદ્ય થોડી વાતો કરવા પાછળ રહ્યા. તેઓ ગયા એટલે ઢેબરભાઈએ એમને પાછા મહારાજશ્રીને સમાચાર આપવા માટે પાછા મોકલ્યા. તેમણે કાર્યકરો અને મહારાજશ્રી સાથે ઘણી વાતો કરી. પારડીવાળા ભૂપતભાઈ અને હરિભાઈ રાણાભાઈ પણ હતા. તેમણે કહ્યું કે, ઢેબરભાઈ માત્ર કોંગ્રેસી નથી પણ રચનાત્મક કાર્યકર છે. અને આપ બંને વચ્ચે ગાઢ સંબંધ છે. અરસપરસ પ્રેમભાવ છે એટલે તેમની વાતોને આપે સમજવી જોઈએ. ચર્ચાને અંતે મહારાજશ્રીએ ટૂંકું લખાણ તૈયાર કર્યું. તેનો સાર એ હતો કે, શુદ્ધિપ્રયોગ થાય છે. એ કોંગ્રેસને મજબૂત કરવા થાય છે. પણ
જ્યારે કોંગ્રેસ પ્રમુખ જેવી ઉચ્ચ કક્ષાની વ્યક્તિને વાત ગળે નથી ઉતરાવી શક્યો એટલે આ પ્રયોગને જનવ્યાપી નહિ બનાવતાં મર્યાદિત બનાવવા પ્રાયોગિક સંઘ, ગ્રામસંગઠન વગેરેને સમજાવશે.
ભડિયાદમાં મુખ્ય વસ્તી પાટીદારો અને ગરાસીયાની છે. અહીં પીરની પ્રખ્યાત જગ્યા છે. ત્યાં મોટો ઉર્સ ભરાય છે. તા. ૧૧-૩-૧૫૬ : ધોલેરા
ભડિયાદથી નીકળી ધોલેરા આવ્યા. ગામલોકોએ સ્વાગત કર્યું. રાત્રે જાહેરસભા થઈ. શાંતિભાઈ દેસાઈ કે જેઓ એક પુસ્તકની પ્રસ્તાવના લખાવવા માટે આવ્યા હતા. તેમણે પણ સભામાં બે શબ્દો કહ્યા. અહીં ગરમ પાણીનું મોટું બોરિંગ છે. તેમાંથી રાત-દિવસ પાણીનો ધોધ પડ્યાં કરે છે. તા. ૧૨-૩-૧૫૬ ઃ રાહતળાવ
ધોલેરાથી નીકળી રાહતળાવ આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો સેવા સમિતિની ધર્મશાળામાં રાખ્યો હતો. ગામ લોકોએ વાજતેગાજતે ભજન મંડળી સાથે સુંદર સ્વાગત કર્યું હતું. બહેનો ગીતો ગાતી આવી હતી.
આ ગામ છેલ્લું ગામ છે પછી દરિયો આવી જાય છે. તળાવનું પાણી પીએ છે. ખૂબ ગંદુ પાણી થઈ ગયું છે. અહીંના લોકો ઋષિજીવન જેવું ૨૨૪
સાધુતાની પગદંડી
Page #256
--------------------------------------------------------------------------
________________
કઠણ જીવન જીવે છે. આ બાજુ ક્યાંય ઝાડ નથી. ધૂળના ગોટેગોટા ઊડે અને પાણીનો ત્રાસ છતાં લોકો મસ્ત જીવન જીવે છે.
એક હરિજનભાઈ થાળીમાં ખાંડ અને દશ રૂપિયાની નોટ મૂકી ભેટ ધરવા ખાવ્યા. એમને સમજાવ્યા. તેમના પ્રેમની કદર કરી પૈસા પાછા આપ્યા. તા. ૧૩-૩-૧૯૫૬ : ભાણગઢ
રાહતળાવથી નીકળી ભાણગઢ આવ્યા. અંતર સાત માઈલ હશે. ઉતારો સૌરાષ્ટ્ર સેવા સમિતિની ધર્મશાળામાં રાખ્યો. વચ્ચે માધવપુરા ગામ આવ્યું. લોકો ભજન-મંડળી લઈને આવ્યા. તેમનું સ્વાગત કર્યું. એક દીકરી કળશ લઈને આવી હતી.
ભાલ-નળકાંઠામાં અડધા ઉપરાંતની વસ્તી, મજૂરી માટે બહારગામ ગઈ છે. તળાવ સારું છે. લોકો કપડાં ધૂએ છે. તેથી બગડી જવા સંભવ છે તે જ પાણી પીવાય છે. તા. ૧૪, ૧૫-૩-૧૫૬ : મિંગલપુર
ભાણગઢથી નીકળી મિંગલપુર આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો સૌરાષ્ટ્ર સેવા સમિતિના મકાનમાં રાખ્યો હતો. ગામે ભજનમંડળી સાથે સુંદર સ્વાગત કર્યું. આ આખું ગામ ગણોતધારાના વિરોધમાં જમીન ત્યાગ કરવા તૈયાર થયું છે. ગામ તદ્દન ગરીબ છે. છતાં તેમનો પ્રેમ દેખાઈ આવતો હતો. બહેનો મોટી સંખ્યામાં ગીતો ગાતાં ગાતાં આવ્યાં હતાં.
બપોરના મારવાડથી બે જૈન સાધુઓ મુનિશ્રી ડુંગરશી મહારાજ અને મુનિશ્રી નેમિચંદ્રજી મહારાજ પૂ. સંતબાલજીને મળવા ખાસ આવ્યા હતા. ગૂંદીથી ત્રણ દિવસ રોજ બારબાર માઈલનો પ્રવાસ કરીને તાપમાં ભાલનળકાંઠાના સૂકા ગામડાંમાં પ્રવાસ કરીને આવ્યા. આવવાનું ખાસ પ્રયોજન તો અહીં ખેડૂતો તથા ખેડૂત કાર્યકરોની મિટિંગ રાખી હતી તેનાથી પરિચિત થવાય તે હતું.
બંને મુનિઓ આવવાના સમાચાર મળ્યા કે તરત થોડા આગેવાનો અને બહેનો એકત્ર થઈ ગયાં. ભજનમંડળી શરૂ થઈ અને ગીતો ગાતાં ગાતાં તેમનું સ્વાગત કર્યું. પૂ. સંતબાલજી ગોચરી કરતા હતા તેમણે સમાચાર જાણ્યા એટલે ગોચરી અધૂરી મૂકી સામે ગયા. સાધુઓનાં પાત્રો લઈ લીધાં. સાધુતાની પગદંડી
૨ ૨૫
Page #257
--------------------------------------------------------------------------
________________
બધાએ પ્રેમથી સત્કાર કર્યો. મુકામે આવ્યા. પછી ગામમાંથી ગોચરી લઈ આવ્યા. બધા મુનિઓ સાથે જમ્યા.
જાહેરસભામાં બોલતાં મહારાજશ્રીએ જણાવ્યું કે અમારું ગામ આમ તો નાનું છે પણ તમે બહુ મોટું કામ ઉપાડ્યું છે. અને તૈયારી કરી છે. એટલે સૌથી પ્રથમ અહીંયાં આવવું જોઈએ. બે દિવસ અહીં રાખ્યા છે. મિટિંગ રાખી છે. બહારના લોકો પણ આવશે. ‘અતિથિ દેવો ભવ’ એ આપણું સૂત્ર છે તમને તકલીફ પડશે પણ તમે આને તકલીફ નહિ માનતાં સુઅવસર માનો છો તે મને ગમ્યું છે.
દુનિયામાં માનવમાં જે શ્રદ્ધા છે એ જ પરમ જીવન છે. શ્રદ્ધાનું બળ ના હોય તો વિશ્વ ચાલી શકે નહિ. કહીએ છીએ કે આભને થાભલા નથી હોતા. સત્યને પંથે જવામાં ઘણી મુશ્કેલીઓ હોય છે. પણ આપણો દેશ એવો છે કે બીજા દેશોએ તોફાનો લડાઈ અને શસ્ત્રોથી જીત મેળવી છે. આપણે જુદી જુદી રીતે વિચારીએ છીએ. તલવાર, તોપ વાપર્યા છે પણ તેને મુખ્ય નથી ગણ્યાં. એને માટે દુઃખ ગણ્યું છે. ક્ષમાનું હથિયાર એ વીરનું છે. એ કાયરતાનું નિશાન નથી. બહાદુરી સાચવીને ક્ષમા આપી શકાય એ ઊંચી વાત છે.
ગામડાંઓને કોંગ્રેસ દ્વારા વેઠવાનું આવે એ અદ્ભુત બનાવ છે. જે કોંગ્રેસે દેશને ટકાવ્યો. દુનિયામાં સિદ્ધાંતને સાચવ્યો તેની સામે વિરોધ કરવો પડે એ દુઃખની વાત છે. જ્યારે નવી વાત (સત્યની) બહાર નીકળે ત્યારે તેને અવરોધનારાં તત્ત્વો પણ બહાર નીકળે છે.કૈકેયી માતાને મનમાં થયું, રામ દીકરો ખરો, પણ ભરત જેટલો નજીકનો નહિ. એટલે એને વનમાં મોકલવાનું કર્યું. જે કૈકેયી લડાઈમાં મદદ કરે રામને ભરત કરતાં વહાલા ગણે તેને સ્વાર્થ આવ્યો ત્યારે ગણતરી બદલી નાખી. પણ રામ એ રામ હતા. એમણે બાજી સુધારી નાખી. પોતે જ ન્યાય કરવા તૈયાર થયા. પરિસ્થિતિ એવી સર્જી કે કૈકેયીને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને પ્રાયશ્ચિત કરવાની સ્થિતિ ઊભી થઈ.
આ રામાયણ આપણે ત્યાં પ્રજા સમક્ષ મુકાય છે. એ રામાયણનો સમય આજે આવ્યો છે. ગાંધીજીએ જ્યારે પરદેશી સરકાર સામે લડત શરૂ કરી ત્યારે ઘણાને લાગ્યું કે ગાંધીજી બ્રિટિશરોના વિરોધી છે. પણ જ્યારે સાધુતાની પગદંડી
૨૨૬
Page #258
--------------------------------------------------------------------------
________________
અહિંસક રીતે લડાઈ ઉપાડી અને પરિણામ આવ્યું ત્યારે સૌને લાગ્યું કે ગાંધીજી બ્રિટિશરોના વિરોધી નહોતા પણ તેમની પરદેશી રાજ્યની નીતિના વિરોધી હતા.
આપણે સત્યનો માર્ગ ચૂકવો નથી. અને કોંગ્રેસને કંઈક પણ અંદેશો રહે તેવું કરવું નથી. શ્રી ઢેબરભાઈ ગઈ તારીખ ૧૦મીએ મળી ગયા. એઓ કોંગ્રેસ પ્રમુખ છે. તેના દિલમાં આપણા આ પ્રયોગની વાત ગળે ઊતરતી નહોતી અને દુઃખી થઈને જતા હતા. ત્યારપછી બે ભાઈઓ આવ્યા અને પ્રયોગનું સ્વરૂપ બદલ્યું. એની વાતો તો પછી કરીશું. પહેલાં તમે ત્યાગમાં એક નામ આત્મારામભાઈનું લખ્યું હતું. પણ ધંધૂકામાં અમે બધાંએ ત્યાગ કરવાનું કહ્યું પછી એ ગામની ચિંતા આ પ્રદેશે કરવાની હતી. અને થોડા ચુનંદા માણસો નક્કી કરવાના હતા. એમની જવાબદારી કેટલાક ગામોએ ઉપાડવાની તૈયારી પણ બતાવી.
આ રીતે કામ આગળ ચાલ્યું. પણ ઢેબરભાઈ મળ્યા પછી પ્રયોગ ફેરવ્યો. પ્રયોગને મર્યાદિત કરવાનું વિચાર્યું છે. તેમાં બધાં સંમત થશો એવી આશા છે. તમે બધાંએ સિદ્ધાંત ખાતર જે વલણ લીધું તેની બહુ સુંદર અસર પડી અને કામ કરી પણ બતાવવું છે. પણ એ બહુ વ્યાપક રીતે નહિ. તેમાં તમો બધા મદદ કરશો એવી આશા રાખું છું. તા. ૧૪-૩-૧૫૬ :
શુદ્ધિપ્રયોગ સહાયક સમિતિની મિટિંગ ગઈ મિટિંગનું પ્રોસિડીંગ વાંચી સંભળાવવામાં આવ્યું. અંબુભાઈએ જણાવ્યું કે આપણે જે ભૂમિ ઉપર ભેગા થયા છીએ તે ભૂમિ ખેડૂતમંડળે જે સંકલ્પ કર્યો છે તેના ટેકામાં આ ગામે સાથ આપ્યો છે. તે ગામમાં ભેગા થયા છીએ. એમણે ગણોતધારામાં જે ક્ષતિ છે તે અંગે વિસ્તૃત માહિતી આપ્યા પછી ખેડૂત મંડળે શુદ્ધિપ્રયોગ કરવાનું વિચાર્યું તે અંગેની વિગતો સમજાવી. ચર્ચામાં જયંતીભાઈ, ફૂલજીભાઈ, નવલભાઈ, સુરાભાઈ, સૂર્યકાંતભાઈ, હરિભાઈ વગેરે ઘણા કાર્યકરોએ ભાગ લીધો. જિલ્લા કોંગ્રેસ સમિતિએ જે ભાગ ભજવ્યો એની પણ ચર્ચા થઈ. ચર્ચાઓ રાતના ૪ વાગ્યા સુધી ચાલી. અને એવો નિર્ણય લેવાયો કે શુદ્ધિપ્રયોગ કરવો જોઈએ. સાધુતાની પગદંડી
Page #259
--------------------------------------------------------------------------
________________
એથી કોંગ્રેસની શક્તિ તૂટતી નથી. પરંતુ છેવટનું માર્ગદર્શન પ્રાયોગિક સંઘનું સ્વીકાર્યું હોઈ તે જેવી સલાહ આપશે તેવી સ્વીકારવામાં આવશે. મુનિશ્રી અને આવેલા બે મુનિઓ પણ હાજર રહ્યા હતા.
તા. ૧૬-૩-૧૯૫૬ : હેબતપુર
નવાગામથી નીકળી હેબતપુર આવ્યા. અંતર સાત માઈલ હશે. ઉતારો પંચાયત ઓફિસે રાખ્યો. ગામે સ્વાગત કર્યું. રસ્તામાં આવેલા બંને મુનિઓ સાથે સારી વાતો થઈ. એક દેરાવાસી સાધુ અહીં મળવા આવ્યા હતા. તા. ૧૭, ૧૮-૩-૧૯૫૬ : સાંઢીડા
હેબતપુરથી નીકળી સાંઢીડા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો એક રજપૂતભાઈને ત્યાં રાખ્યો હતો. અહીંના કેટલાક વિદ્યાર્થીઓ ગૂંદીમાં ભણે છે અને તેમાંથી કોઈક શિક્ષક પણ બન્યા છે.
તા. ૧૯, ૨૦-૩-૧૯૫૬ : ઓતારિયા
સાંઢીડાથી ઓતારિયા આવ્યા. અંતર સાડાચાર માઈલ હશે. ઉતારો ધર્મશાળામાં રાખ્યો. ગામના ઉત્સાહનો પાર નહોતો. નાનચંદભાઈનું ગામ કહેવાય. એટલે સ્ત્રીઓ, પુરુષો, બાળકો દૂર સુધી ઢોલ સાથે સામે આવ્યાં હતાં. રાત્રે જાહેરસભા સારી થઈ હતી. આ બાજુ બધાં વિભાગમાં તળ ખારાં હોવાથી તળાવનું પાણી પીવાય છે. રાત્રે જાહેરસભા સારી થઈ હતી. તા. ૨૧-૩-૧૯૫૬ : સોઢી
ઓતારિયાથી સોઢી આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો ધર્મશાળામાં રાખ્યો. ગામે વાજતેગાજતે સ્વાગત કર્યું. રાત્રે જાહેરસભા સારી થઈ. સભામાં બહેનોની હાજરી ઘણી હતી. ખેડૂત સંગઠન શા માટે જરૂરી છે ? એ વિગતે સમજાવ્યું હતું.
તા. ૨૩, ૨૩-૩-૧૯૫૬ : આ
સોઢીથી નીકળી આકરુ આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો એક નવા મકાનમાં રાખ્યો. ગામ લોકોએ વાજતેગાજતે સુંદર સ્વાગત કર્યું. ગામને ધજા-પતાકાથી શણગાર્યું હતું.
રાત્રે સભા સારી થઈ હતી.
૨૨૮
સાધુતાની પગદંડી
Page #260
--------------------------------------------------------------------------
________________
તા. ૨૨મીના જનસત્તામાં સમાચાર આવ્યા કે ગણોતધારા બીલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. કાર્યકરોએ આ સમાચાર મહારાજશ્રીને આપ્યા. મહારાજશ્રી ભોજનની તૈયારી કરી રહ્યા હતા. બે બટકાં ખાધાં અને જેવા આ સમાચાર સાંભળ્યા કે તરત ખોરાક છોડી દીધો.
અહીં કોટનસેલ અંગે ઘણી ગેરસમજ હતી. જિનના કાર્યકરો વિશે અસંતોષ હતો. તેને અંગે બપોરના આગેવાનો ભેગા થયા, વાતો કરી. તેમનો મુખ્ય પ્રશ્ન એ હતો કે જિનમાં ખેડૂત જ મુખ્ય કાર્યકર હોવો જોઈએ. મહારાજશ્રીએ કહ્યું કે, આપણે વર્ગીય ભાવમાંથી મુક્ત થવું છે. ખેડૂત સારો બુદ્ધિશાળી હોય તો એ પણ આવે અને વેપારી હોય તો એ પણ આવે. આપણે કોઈને બે ધંધા આપવા માગતા નથી. ખેડૂત ખેતી છોડીને આવતો હોય તો વાંધો નથી, નહિ તો જે ગામડાંનો બુદ્ધિશાળી વર્ગ છે તેને સમાવવો જોઈએ. એટલું ખરું કે કાર્યકરો વેતન ભલે લે, પણ તે ખેડૂતનાં સેવક થઈને રહે. જિનના વહીવટમાં ખેડૂતોનો અવાજ મુખ્ય રહેવો જોઈએ. વગેરે વાતો કરી. તા. ૨૪ થી ૨૭-૩-૧૫૬ : ભલગામડા
આકર્થી ભલગામડા આવ્યા. ઉતારો ભીમનાથના ઉતારે રાખ્યો હતો. ગામ લોકોનો ઉત્સાહ અજબ હતો. આખું ગામ જાણે સ્વાગતે બહાર નીકળ્યું હતું. બાળકો રાષ્ટ્રધ્વજ લઈને આગળ ચાલતા હતા. વચ્ચે પુરુષો હતા પાછળ બહેનો ગીત ગાતી હતી. સૌ આગળ ઢોલ હતું. ગામને દરવાજે સુંદર કમાનો ઊભી કરી હતી. નિવાસ સુધી રસ્તે તોરણો બાંધવામાં આવ્યાં હતાં. અને નિવાસસ્થાનને ભરતકામથી શણગાર્યું હતું. આ બધું જોઈ સાથેને બંને મુનિઓને પણ ઘણું સુંદર લાગ્યું. રાત્રે બંને મુનિઓએ પ્રવચન કર્યું. તા. ૫-૩-૧૫૬ :
આજે પ્રાયોગિક સંઘની મિટિંગ બપોરના ૧ વાગ્યે મળી હતી. તે પહેલાં મહારાજશ્રીએ કાર્યકરો સાથે કેટલીક વાતો ચર્ચા હતી. ખાસ તો બાલુભાઈ વૈદ્ય, ઠાકોરભાઈનો પત્ર અને મગનભાઈ ર. પટેલના નિયોજન પછી જો કોંગ્રેસના મુખ્ય માણસોએ ખેડૂત મંડળનો માતૃત્વનો સ્વીકાર ના કરતા હોય અને સામાજિક, આર્થિક બાબતમાં સ્વતંત્ર અસ્તિત્વ ના સ્વીકારતા હોય તો પછી કોંગ્રેસ નબળી પડે છે.
સાધુતાની પગદંડી
૨ ૨૯
Page #261
--------------------------------------------------------------------------
________________
......ઢેબરભાઈની વાત ઊભી રહેતી નથી. જો એનો જ સ્વીકાર ન થતો હોય તો પછી જનવ્યાપી આંદોલન અટકાવવાનું રહેતું નથી. વગેરે વાતો થઈ.
મિટિંગમાં મણિબહેન, ફૂલજીભાઈ, મીરાંબહેન, નવલભાઈ, સુરાભાઈ, છોટુભાઈ, અંબુભાઈ, કમળાબહેન, ભાઈદાસભાઈ, ડૉ. શાંતિભાઈ અને કુરેશીભાઈ વગેરે આવ્યા હતા.
મિટિંગમાં સભ્યોએ પોતપોતાના વિચાર રજૂ કર્યા હતા. મિટિંગમાં કુરેશીભાઈ અને શાંતિભાઈએ પોતાના વિચારો દર્શાવતાં જણાવ્યું કે કોંગ્રેસનું મંતવ્ય અને સમન્વય થઈ શકે તેવી ભૂમિકા સર્જવા જણાવવું. બધાના વિચારો સાંભળ્યા પછી મહારાજશ્રીએ જણાવ્યું કે પ્રયોગના ત્રણ સિદ્ધાંતો ધ્યાનમાં રાખવા જોઈએ. દુરાગ્રહ હોય છે ત્યાં ઢીલાશ તરત આવી જાય છે. સત્યાગ્રહ હોય છે ત્યાં મક્કમતા, કડકતા આવે છે. અને નિર્બળતા હોય છે ત્યાં સ્નેહીઓના સંબંધો સાચવવાની આળપંપાળ આવે છે. આજે વિરોધ દર્શાવવા માટે અન્યાયના પ્રતિકાર માટે, કાનૂનભંગ સિવાયનો રસ્તો કોઈ બદલતું નથી. તેને બદલે કોંગ્રેસની શક્તિ વધે, લોકમતને ટેકો મળે, તેવું જાતે સહન કરવાનું સુંદર આંદોલન થાય છે. તેમાં વાંધો ક્યાં આવે છે ? તે સમજાતું નથી.
ડુંગરશી મહારાજે અને નેમિચંદ્રજી મુનિએ પણ જનવ્યાપી આંદોલન ચલાવવા માટે સુંદર માર્ગદર્શન આપ્યું હતું. અંતરમાં સત્ય લાગે તો તેને ગમે તેવા વિરોધો સામે ટકી રહેવું જોઈએ.
ફૂલજીભાઈના લંબાણ વિવેચન પછી મહારાજશ્રીનું નિવેદન વંચાયું. અને શુદ્ધિપ્રયોગનું જનવ્યાપી આંદોલન ચાલુ રાખવાનો ઠરાવ સર્વાનુમતે પસાર થયો. માત્ર ઢેબરભાઈનો ખુલાસો ન આવે ત્યાં સુધી સંચાલન મહારાજશ્રી નહિ કરે. પ્રા.સંઘના મંત્રી કરશે.
મહારાજશ્રીને આજે ચોથો ઉપવાસ હતો. છતાં સ્વસ્થ રીતે વાતો કરતા હતા. તા. ૨૬મીએ પારણું થયું.
ભલગામડાએ બે ત્યાગના પ્રસંગો દર્શાવ્યા. ૨૦૦ ગાંસડી રૂ જે પોતાના જોખમ હતી તેનો નફો રૂપિયા ૩૫૦૦ લગભગ કોટનસેલને આપી દેવાની તૈયારી બતાવી.
૨૩૦
સાધુતાની પગદંડી
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૪ વીઘાનું ખેતર ઘાંયજા બાઈનું મૂળ ગણોતનું પણ ઘણા વરસથી માવજીભાઈ ખેડતા હતા. પહાણીપત્રકમાં પણ તેમનું નામ હતું. કાયદેસર છઠ્ઠો ભાગ માંગે. સમજાવટથી તે ભાગ આપવા બાઈને ખાતે ચઢાવવાનું પ્રેમથી સ્વીકાર્યું.
ગામે ચાતુર્માસની માગણી કરી. એને માટે ફંડ પણ વિચારી લીધું. સવારમાં વિદાય લેતી વખતે ઢોલ વાગ્યું અને આખું ગામ વળાવવા માટે તૈયાર થઈ ગયું. વાજતે ગાજતે વિદાય આપી.
તા. ૨૮-૩-૧૯૫૬ : પોલારપુર
ભલગામડાથી નીકળી પોલારપુર આવ્યા. અંતર સાડાચાર માઈલ હશે. ઉતારો સ્વામીનારાયણ મંદિરમાં રાખ્યો. બપોરે ગુલાબસિંહભાઈ સાથે ગરાસદારો, ગણોતદારો અને ચૂંટણી અંગે વાતો થઈ. રાત્રે જાહેરસભા થઈ. તા. ૨૯-૩-૧૯૫૬ : પિપળીયા
પોલારપુરથી નીકળી પિંપળીયા આવ્યા. અંતર ચાર માઈલ હશે. વચ્ચે ચોકડીગામ આવતાં, ત્યાંના લોકોએ સ્વાગત કર્યું. ત્યાંથી નીકળી આગળ ચાલ્યા. ગામ લોકોએ વાજતેગાજતે સ્વાગત કર્યું. નિવાસસ્થાન સુંદર રીતે શણગાર્યું હતું. આવીને પ્રાસંગિક કહ્યું.
ગામમાં રસ્તાના કોંટ્રાક્ટ બાબત કોન્ટ્રાક્ટર અને સરકાર સાથે ઝઘડો હતો. તે માટે હિરજન કોન્ટ્રાક્ટર અને પી.ડબલ્યુ.ડી. ખાતાના સાહેબ અને બીજા અમલદારો મળ્યા. બંને પક્ષને સમજાવી સમાધાન થાય તેમ કરવા પ્રયત્ન કર્યો.
તા. ૩૦, ૩-૩-૧૯૫૬ : નાવડા (જૂના)
પિંપળીયાથી નીકળી નાવડા આવ્યા. ગામલોકોએ સ્વાગત કર્યું. પ્રાંસગિક કહેતાં મહારાજશ્રીએ જણાવ્યું કે ઘણા સમય બાદ નાવડામાં આવવાનું થાય છે. મુખ્ય વાત એ છે કે આપણે ગામડાંઓને સ્થાન આપવું છે કે શહેરોને ? ગામડાંની ભૂમિ એ ગોકુળભૂમિ કહેવાય છે. કૃષ્ણ જેવા ત્યાં પાક્યા છે. ગાયોનાં ટોળેટોળાં હોય તેને ગોકુળ કહેવાય એમાં રહેનારી વસ્તી ગાયોની સંસ્કૃતિથી ઓતપ્રોત હોય, નદી હોય, ઝાડી હોય, ઘી દૂધ હોય, આનંદ હોય. ખાવાપીવા માટે જ આપણે નથી. દેહ ટકાવવો એ જરૂરી છે. પણ સાધુતાની પગદંડી
૨૩૧
Page #263
--------------------------------------------------------------------------
________________
બીજું પણ કંઈક જીવન છે. જો એમ ના હોત તો, નીતિ, નિયમોની કોઈ જરૂર ના હોત. શિવજી, વિષ્ણુ કે કોઈપણ દેવદેવીનું નામ લ્યો. આ બધાંની પાછળ સંસ્કાર પડ્યા છે. સંસ્કારથી નીતિ સચવાય જો તે ભૂલી જઈશું તો પહેરવા ઓઢવાનું મળશે. મોજશોખ મળશે. પણ ભગવાન નહિ મળે. મીરાંએ રાણાને કહ્યું, “તમે શરીરના નાથ સાચા, આત્માના નાથ ભગવાન છે. આત્માની વાત છોડીને શ૨ી૨ને નહિ પકડું. એટલે કહ્યું, ‘હીરા માણેકને શું કરું રે, રાણા મારે તો હિર જોઈએ.' સાધુ સંગ બૈઠ બૈઠ, લોક લાજ ખોઈ ! ભલે લોકો નિંદા કરે, આપણી સંસ્કૃતિ અને પરંપરા છે. આ વસ્તુ ગામડામાં મળે છે. શહે૨માં સિનેમા, નાટક દમામ, ભપકા હોય છે. કોઈ માણસ જાય તો કહેશે, ‘ખાઈ લો.' પણ આવ નહિ આદર નહિ, નહિ નયનોમાં નેહ’ નયનમાં નેહ નથી, આનો ચેપ ગામડાંમાં લાગવા મંડ્યો છે. હવે આપણે ફરીથી એ નીતિ સ્થાપવી છે તો પાયો કેવો રાખવો, પૈસો તો જડ છે. જડને વળગ્યા એટલે કોર્ટબાજી અને ખૂનબાજી ચાલવાની પણ જો, ત્યાગની વાત પકડીશું તો સંપ, સ્નેહ, વ્યાપી જવાનાં. રામે કહ્યું, ભરતને જોઈએ તે મારે ન જોઈએ. પરિણામે ગાદી વધી પડી, પ્રેમ રહી ગયો. કૈકેયી પણ પસ્તાઈ. મહાભારતમાં ઊલટું બન્યું છે. ભાઈ-ભાઈ લડ્યા અને બધાંનો સંહાર થઈ ગયો. આપણે મહાભારતમાંથી સારો દાખલો લેવો જોઈએ. જૂગટું રમ્યા તો કેટલું નુકસાન થયું. ત્યાગ ન કર્યો તો લડાઈ થઈ.
આ ગામડાંને ત્યાગને માર્ગે દોરી, નીતિને માર્ગે દોરી આપણે આગળ લઈ જવાં છે. પછી એ રસ્તો ગણોતિયાનો હોય કે બેંકની ચૂંટણીનો હોય. બાપુજીએ એટલા માટે કહ્યું હતું કે, રાજ્યનો વડોપ્રધાન ખેડૂત હોય, ખેડૂતની કેટલી મહત્તા હોય. પણ મહત્તા મેળવવી હોય તો એટલી લાયકાત કેળવવી પડે. સાસુ બને ત્યારે વહુને અનુભવ થાય છે. અહીં મારે તમને સૂત્ર તરીકે આટલી વાત કરવી છે. ભાષ્ય તો ઘણું મોટું થાય, ગામડાંનું સ્વરાજ્ય આવ્યું છે કે નહિ ? ગામડાંને મોખરે રાખવાની વાત જ ખેડૂતમંડળ કરે છે.
આ વાત બીજાને ગળે ન ઊતરતી હોય તો તપ, ત્યાગ કરીને ઉતારવી જોઈએ. ત્યાગ કરીશું એટલે કૈકેયી ભરત, કૌશલ્યા વગેરે પાછળ આવે છે. કોઈનો વિરોધ કરવાનો નથી. ખાંડાં ખખડાવવાનાં નથી. પણ જાતે ત્યાગ કરીને બીજાનો હૃદયપલટો કરાવવાનો છે.
૨૩૨
સાધુતાની પગદંડી
Page #264
--------------------------------------------------------------------------
________________
અમદાવાદમાં એક જૈનમુનિ કોઈ બાઈને લઈને ભાગી ગયાના સમાચાર છીપામાં વાંચ્યા. મુનિ જે ઉપાશ્રયમાં રહેતા હતા ત્યાં સંતબાલજી જઈ આવેલા. એટલે સાધુ સમાજના પ્રતિનિધિ તરીકે પ્રાયશ્ચિત તરીકે આજે એકટાણું કર્યું. તા. ૧-૪-૧લ્પ૬ : ખમીદાણા
નાવડાથી ખમીદાણા આવ્યા. અંતર બે માઈલ હશે. ઉતારો એક મકાનમાં રાખ્યો હતો. ગામે વાજતેગાજતે સ્વાગત કર્યું. બહેનો ગીતો ગાતાં ગાતાં ચાલતાં હતાં. રાત્રે સભા સારી થઈ. તા. ૨, ૩-૪-૧૯૫૬ : રામપરા
ખમીદાણાથી રામપરા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ગામ લોકોએ સ્વાગત કર્યું. ગામમાં બે જણ વચ્ચે મારામારી થયેલી તે અંગે બંને પક્ષને સમજાવીને સમાધાન કરાવ્યું. રાત્રે સભા સારી થઈ. તા. ૪, ૫-૪-૧૫૬ : બરવાળા
રામપુરાથી બરવાળા આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો. વિદ્યાર્થીઓ સાથે ગામ લોકોએ સ્વાગત કર્યું. - સાંજના ૪-૩૦ વાગ્યે હાઈસ્કૂલમાં પ્રવચન રાખ્યું હતું. બંને દિવસ રાત્રે સભા સારી થઈ હતી. તા. ૬-૪-૧૯૫૬ : રોજિત
બરવાળાથી રોજિત આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. રાત્રી સભામાં સારી સંખ્યામાં લોકો આવ્યા હતા. તા. ૭-૪-૧૯૫૬ : ચંદરવા
રોજિતથી નીકળી ચંદરવા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. રાત્રે સભા રાખી હતી. તા. ૮-૪-૧૫૬ : સુંદરીયાણા
ચંદરવાથી નીકળી સુંદરીયાણા આવ્યા. અંતર અઢી માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. રાત્રીસભામાં નાનચંદભાઈએ વહેમોમાંથી ભૂતપલિતની વાતોથી બચવા કહ્યું હતું. આ ગામ એ નાનચંદભાઈનું વતન છે. સાધુતાની પગદંડી
૨૩૩
Page #265
--------------------------------------------------------------------------
________________
તા. ૯, ૧૦-૪-૧૯૫૬ : જાળિલા
સુંદરીયાણાથી નીકળી જાળિલા આવ્યા. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો. કોઈ સામે આવ્યા નહોતા.
ભીમજીભાઈ અને નાનચંદભાઈ અહીં આવ્યા હતા. અહીં ગામલોકોને વાડાની મુખ્ય મુશ્કેલી છે. લિંબડી સ્ટેટ વખતના ઘરમાલિકોના વાડા છે. પણ તે વખતે નકશા નહોતા, હવે સરકાર સાબિતી માગે છે કાં તો હરાજી કરી તેમાંથી રાખવા કહે છે. આ અંગે તલાટીએ ઘણી લાંચો લીધી છે એવી
વાતો સાંભળવામાં આવી.
હું (મણિભાઈ) નાનચંદભાઈ સાથે તલાટીને મળ્યો. તેમણે વાત કબૂલ કરી. કેટલીક અતિશયોક્તિ પણ હતી. તલાટીને બોલાવ્યા. તેમણે કહ્યું કે તમારી નોકરી ખોવડાવવી નથી, તેમ તમારી બેઆબરુ પણ કરવી નથી. પણ તમારે ભૂલ કબૂલ કરવી જોઈએ અને ફરીથી આવું ન કરવાનું નક્કી કરવું જોઈએ. તેઓ સાવ ઢીલા પડી ગયા હતા. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં અને મારી ગરીબ બ્રાહ્મણની નોકરી ન જાય તે માટે આજીજી કરી. પછી પંચ રૂબરૂ તેમને બોલાવ્યા. ભૂલ કબૂલી અને તે જ ક્ષણે સાત જણના સાત મણ ઘઉં લીધેલા તેના ૫૬ રૂ. અને એક જણનો દસ્તાવેજ નોંધવાના ૨૦ લીધેલા તે પંચને સુપરત કર્યા. પંચે જે તે ધણીને પાછા આપ્યા.
વાડાઓ તેમના માલિકોને યોગ્ય તપાસ કરી, યોગ્ય કિંમત લઈ તેમને આપવા. હરાજી કરવાથી શ્રીમંતો જ ફાવે છે. એમ સમજણ આપી. તા. ૧૨-૪-૧૯૫૬ : ખાંભડા
ગોધાવટીથી નીકળી ખાંભડા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો ધર્મશાળામાં રાખ્યો. ગામે વાજતેગાજતે સ્વાગત કર્યું. રાત્રે જાહેરસભા સારી થઈ. અહીં કણબી અને કાઠીને જૂનો ખટરાગ ચાલે છે. કાઠીઓ રાજાશાહી જમાનાને ભૂલતા નથી. એટલે ધાક-ધમકી અને દાદાગીરી કરતા હોય છે. જ્યારે કણબીઓમાં સંપ નથી. અને નૈતિક હિંમત નથી એટલે ડરાવે છે.
ખેડૂતમંડળના કાર્યકરોને એક કાઠીએ ધોલ મારેલી. તેનો શુદ્ધિપ્રયોગ થયો અને માફી માગી હતી. મહારાજશ્રીએ અને નાનચંદભાઈએ આ પ્રશ્ન વિશે ઠીક ઠીક ગામને કહ્યું હતું.
૨૩૪
સાધુતાની પગદંડી
Page #266
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૪-૧૯૫૬ : બગડ
ખાંભડાથી નીકળી બગડ આવ્યા. અંતર સાડા પાંચ માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. વિદ્યાર્થીઓએ અને એક બે આગેવાનોએ સ્વાગત કર્યું. ગામના માથાભારે અને મૂડીવાદીતત્ત્વોએ સ્વાગતમાં ભાગ નહિ લેવાનું લોકોને આડકતરું સૂચન કરેલું જણાયું. આ ગામે ચાર વરસ પહેલા શુદ્ધિપ્રયોગ થયેલો. ત્યારપછી ચોરી અને ગુંડાગીરી ઓછી થઈ ગયેલી છે.
અમે જે નિશાળમાં ઉતર્યા હતા તે ઓરડો હજી હમણાં જ તૈયાર થયો છે, પણ કામ એટલું બધું કાચું છે કે અત્યારથી જ બધી છો ઊખડી ગઈ છે. ભીંતે અને પાયામાં સિમેંટ છાંટ્યો છે તેમાં એકલી રેતી દેખાય છે. તા. ૧૪, ૧૫-૪-૧૯૫૬ : ખસ
બગડથી નીકળી ખસ આવ્યા. અંતર દોઢ માઈલ હશે. ઉતારો ચાતુર્માસ રહ્યા હતા ત્યાં જ મનસુખભાઈને મેડે રાખ્યો હતો. રાત્રે જાહેરસભામાં અંબુભાઈએ પણ ખેડૂતમંડળ અંગે સમજાવ્યું હતું. અહીં અંબુભાઈ, છોટુભાઈ, જયંતીભાઈ અને ભાઈદાસભાઈ, ઢેબરભાઈ સાથે થયેલી વાતોની જાણકારી આપવા આવ્યા હતા. ભાઈદાસભાઈ સાથે કોંગ્રેસ અને ખેડૂતમંડળોના સંબંધો, ભૂમિદાન અને આપણી દષ્ટિ કેવી છે એ અંગે ઠીક ઠીક ચર્ચાઓ થઈ. તા. ૧૬-૪-૧૫૬ : અળાઉ
ખસથી નીકળી અળાંક આવ્યા. અંતર બે માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. વિદ્યાર્થીઓએ અને થોડા આગેવાનોએ સ્વાગત કર્યું. રાત્રે જાહેરસભા સારી થઈ. કાઠીભાઈઓની વસ્તી વધારે છે. ગામમાં કુસંપ છે. છોકરાં બહુ તોફાની લાગ્યા. તા. ૧૭, ૧૮-૪-૧૫૬ : ડલી
અગાઉથી નીકળી કુંડલી આવ્યા. અંતર બે માઈલ હશે. ઉતારો એક મેડી ઉપર રાખ્યો હતો. અમે વહેલા પહોંચ્યા હતા. એટલે લોકો સામે આવી શક્યા નહોતા. તા. ૧૯, ૨૦-૪-૧૫૬ : ઉમરાળા
કુંડલીથી નીકળી ઉમરાળા આવ્યા. અંતર સાડાત્રણ માઈલ હશે. ઉતારો ચબૂતરામાં રાખ્યો હતો. ગામ લોકોએ ઢોલ સાથે સ્વાગત ક્યું. સાધુતાની પગદંડી
૨-૩૫
Page #267
--------------------------------------------------------------------------
________________
તા. ૨૧-૪-૧૯૫૬ થી ૧૧-૫-૧૯૫૬ ઃ રાણપુર
ઉમરાળાથી નીકળી રાણપુર આવ્યા. અંતર સાડાપાંચ માઈલ હશે. ઉતારો ફૂલછાબ કાર્યાલયમાં રાખ્યો હતો. ગામ લોકોએ સ્વાગત કર્યું. અહીંના નિવાસ દરમિયાન રાત્રે જુદી જુદી જગ્યાએ જાહેર સભાઓ ગોઠવાઈ હતી. તા. ૨૧ થી ૨૮ સુધી ગુજરાતના કાર્યકરોની ચિંતન શિબિર રાખવાની હતી. પણ એ બંધ રાખી તા. ૮ થી ૧૦ સુધી રાખવાનો વિચાર કર્યો. તેમાં કાર્યકર્તાઓ સાથે રાજકારણની શુદ્ધિ, સહકારી પ્રવૃત્તિ અને ગ્રામસંગઠન અંગે સારી વાતો થઈ હતી. દિલીપભાઈ, વાલજીભાઈ દરજી, ધરમચંદભાઈ વગેરેએ સારી સેવા બજાવી હતી.
તા. ૧૨, ૧૩-૫-૧૯૫૬ : બરાનીયા
રાણપુરથી નીકળી બરાનીયા આવ્યા. ગામલોકોએ સ્વાગત કર્યું. પ્રવચનમાં બહેનો ભાઈઓએ સારી હાજરી આપી હતી.
તા. ૧૪-૫-૧૯૫૬ ઃ વાગડ
બરાનીયાથી નીકળી વાગડ આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો મણિબહેનને ત્યાં રાખ્યો હતો. દરબારોએ બહુ રસ નહિ બતાવ્યો. એક જ કણબીનું ઘર છે. દરબારોની વસ્તી મુખ્ય છે. રાત્રે જાહેરસભા થઈ. પણ સંખ્યા ઓછી હતી.
અહીં એક બનાવ બની ગયો. રાત્રે કોઈએ મણિબહેનના ઘર ઉપર પાંચ-છ પથ્થરો ફેંક્યા. જો કે કોઈને ઇજા ન થઈ. એક ભાઈ બહાર સૂતા હતા. એમને થોડું વાગ્યું. મહારાજશ્રીની હાજરીમાં આવું બને તે ઇરાદાપૂર્વકનું ગણી શકાય. એટલે પ્રસંગને અનુરૂપ શુદ્ધિપ્રયોગ કરવાનું વિચાર્યું. નાનચંદભાઈએ ત્રણ ઉપવાસ કર્યા, દીવાનસંગભાઈએ બે, અભેસંગભાઈએ એક, પૂજાભાઈએ એક અને કેટલાક સ્થાનિક ભાઈઓએ પણ ઉપવાસ કરેલા. તેમનાં પારણાં તો બીજા ગામમાં જ થતાં. વાતાવરણ સ્વચ્છ થયું. પણ ગુનેગારો સાબિત થયા નથી. એટલે પ્રયોગ ચાલુ છે. તા. ૧૫-૫-૧૯૫૬ : અણીયાળી
વાગડથી અણીયાળી આવ્યા. અંતર ચાર માઈલ હશે.
૨૩૬
સાધુતાની પગદંડી
Page #268
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬, ૧૭, ૧૮-૫-૧૯૫૬ : તગડી
અણીયાળીથી તગડી આવ્યા. અંતર ચાર માઈલ હશે. અહીં કુરેશીભાઈના પ્રમુખપણા નીચે ચુંવાળિયા પરિષદ ભરાઈ હતી. પચાસેક ગામના લોકો
આવ્યા હતા.
તા. ૧૯, ૨૦-૫-૧૯૫૬ : ગુંજાર
તગડીથી ગુંજાર આવ્યા. અંતર ચાર માઈલ હશે.
તા. ૨૧,૨૨-૫-૧૯૫૬ : ભાસણા
ગુંજારથી નીકળી ભાસણા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો. ગામ લોકોએ સ્વાગત કર્યું. અહીં એક હવાડો ભરવા સંબંધી ઝઘડો હતો. તે સારી રીતે પતી ગયો.
તા. ૨૩-૫-૧૯૫૬ : ઝાંઝરા
ભાસણાથી નીકળી ઝાંઝરકા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. અહીં હિરજનોનું મોટું યાત્રાસ્થળ છે. મંદિરની જગ્યા છે. લાલજી મહારાજ વહીવટ કરે છે. તેઓ રાષ્ટ્રીય વિચારના છે. તા. ૨૪-૫-૧૯૫૬ : નાનાત્રાડિયા
ઝાંઝરકાથી નીકળી નાનાત્રાડિયા આવ્યા. અંતર સાડાત્રણ માઈલ હશે. ઉતારો મંદિરમાં રાખ્યો હતો. રાત્રે સભા થઈ હતી.
તા. ૨૫, ૨૬-૫-૧૯૫૬ : મોટા ત્રાડિયા
નાના ત્રાડિયાથી મોટા ત્રાડિયા આવ્યા. અંતર બે માઈલ હશે. ઉતારો એક દરબારના મકાનમાં રાખ્યો હતો. ગામે વાજતેગાજતે સ્વાગત કર્યું.
સાંજના હિરજનવાસમાં જઈ આવ્યા. તેમને સહકારી મંડળી કરવાથી જમીન મળી છે. કોળીઓ અને તેમને ઝઘડો થયેલો. તે બાબત ગામ લોકોને મહારાજશ્રીએ ઠપકો આપ્યો કે હિરજનોને મારવા એ ભયંકર ગુનો છે.
અહીં સૌરાષ્ટ્રના વલ્લભીપુર મહાલનાં મેલાણાં ગામના બે ખેડૂતો તેમની જમીન બાબતના પ્રશ્ન અંગે મહારાજશ્રીને મળવા ઠેઠ ત્યાંથી અહીં આવ્યા હતા. તેમણે કહ્યું, અંગ્રેજીમાં ચુકાદો કોર્ટ આપે છે તેથી ખેડૂતોને ભારે હાલાકી થાય છે. ફેંસલો આપનાર અને સાંભળનાર ગુજરાતી હોય છે. સાધુતાની પગદંડી
૨૩૭
Page #269
--------------------------------------------------------------------------
________________
છતાં ભાષા અંગ્રેજી રાખે છે. તેમને નરસિંહભાઈ ગોંધિયા ઉપર કાગળ લખી આપ્યો હતો.
રાત્રી સભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે આપણાં ગામડાં આ દેશનું મોંઘેરું ધન છે. જેટલાં ગામડાં સુખી અને સમૃદ તેટલો આપણો દેશ આબાદ થશે. આ વાત નવી નથી. જૂનાં શાસ્ત્રો પણ એમ જ કહે છે. જ્યારે મહાવીર અને બુદ્ધ રાજયપાઠ છોડીને નીકળી પડ્યા ત્યારે તેમનો આધાર માત્ર કુદરત ઉપર હતો. સત્તા કે ધન બહાર નથી. પણ ભીતરમાં છે. માણસને જ્યારે સ્થૂળ સંપત્તિ કે સત્તા દેખાય છે ત્યારે તે લોભાઈ જાય છે. અને એટલે અંશે સાચી વસ્તુથી દૂર થાય છે. રામ અને કૃષ્ણના જીવને આપણને એ બતાવી આપ્યું છે, તેમનાં કાર્યમાં જનતારૂપી જનાર્દને જ મદદ કરી છે. તાપ પડે ત્યારે વાદળ આવી જતાં ફૂલો કહેતાં અમારાં ધન્યભાગ કે તેમના પગ નીચે આવીએ. માણસને વિશ્વાસ નથી એટલે તે દુઃખી થાય છે. મહાપુરુષોને યાદ કરીએ છીએ તે એટલા માટે કે એમણે કુદરતને વહાલી ગણી, ધન અને સત્તાને ગૌણ કર્યા. શબરીની કોઈ ઓળખાણ નહિ છતાં એ તપસ્વિની ફળ લાવીને મૂકે. અને તેને આરોગતાં ભારે આનંદ થાય. લક્ષ્મણ તો વિસ્મય પામી ગયો કે આવાં એઠાં બોર રામને ખવડાવે છે. રામને એ બોર કોણ આપે છે ? કેવા આપે છે ? તેની પડી નહોતી. પણ ક્યા ભાવથી આપે છે તે જોવાનું હતું.
રાક્ષસી તત્ત્વોને દૂર કરી, દૈવી તત્ત્વોની પ્રતિષ્ઠા કરી. રાવણને ઠેકાણે વિભીષણનું રાજ સ્થાપ્યું. આપણા દેશનો ઇતિહાસ પણ છેલ્લે છેલ્લે એવો બન્યો હતો. બ્રિટિશરોએ ઘણાય ધૂમધડાકા કર્યા પણ સામે પક્ષે બાપુની આધ્યાત્મિક શક્તિ હતી. આજે ગામડાં અને શહેરો વચ્ચેની લડાઈ ચાલે છે. શહેરો ગામડાંને ચૂસે છે. પણ પછાત ગણાતી જાતિઓ, સ્ત્રીઓ અને ગામડાંનો જમાનો છે. પણ જો તેઓ જાગશે નહિ, સંગઠિત થશે નહિ તો તેમની મુસીબતો દૂર નહિ થાય.
જેઓ રામકૃષ્ણ, મહાવીર, બુદ્ધનો ઇતિહાસ જાણે છે. સ્વરાજનો ઇતિહાસ જાણે છે. તેઓને આ બધો ખ્યાલ આવી જશે. શહેરોને મારવાં નથી, પણ ગામડાં જેટલાં સમૃદ્ધ બનશે તેટલાં શહેરો નાનાં બનશે. એમની ચરબી ઓછી કરવાની જરૂર છે. એ અંબરચરખાથી થાય કે બીજા ગ્રામોદ્યોગથી ૨૩૮
સાધુતાની પગદંડી
Page #270
--------------------------------------------------------------------------
________________
થાય. આજે આર્થિક લડાઈ મુખ્ય છે. ગાંધીજીએ સૂત્રો તો આપ્યાં પણ તેનો અમલ હવે કરવાનો છે. તે શી રીતે થાય ? ભરવાડ એટલો વિચાર કરે કે બીજાનું ગમે તે થાય, હું તો ભેલાણ કરીશ. મજૂર ઓછું કામ કરવામાં માને છે. વેપારી પોતા સામે જ જુએ છે. તલાટી માને છે કે સરકાર મને પગાર આપે છે. આ બધામાંથી પાછા હઠવું જોઈશે.
ખેડૂત, મજૂર, વેપારી, ગોવાળ, કારીગર, બધાં એક થઈને જીવો તો ગામડું સુખી થાય. અને લડાઈમાં જીત મળે. એ લડાઈ આર્થિકતાની છે. જો આનો વિચાર કરો તો સ્વરાજ્ય આવ્યાને નવ વરસ થયાં, છતાં સ્થિતિ સુધરી નથી અને હજુ પણ સુધરવાની નથી.
પેલા ચાર બ્રાહ્મણોને કોઈએ એક ગાય દાનમાં આપી પણ ચારમાંથી કોઈએ ખવડાવ્યું નહિ. અને દૂધ ખાવાની ઇચ્છા કરી. પરિણામે ગાય મરવા પડી. આમ ગામડાં જીવશે તો જ દેશ જીવશે. એ ગામડાંને જીવાડવાને બહારનું કોઈ નહિ આવે. આપણે જાતે પ્રયત્ન કરવાનો છે. આજની લડાઈઓ, ભજકલદારની અને સત્તાની છે. એને ઠેકાણે સેવા અને પ્રેમની હરીફાઈ કરવાની છે. તમે આ બધાનો વિચાર કરજો. તા. ૨૫-૧૯૫૬ : બાજરડા
ત્રાડિયાથી નીકળી બાજરડા આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. રાત્રે જાહેરસભા સારી થઈ હતી. તા. ૨૮-૫-૧૯૫૬ : અડવાળ
બાજરડાથી નીકળી અડવાળ આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો ભગતની જગ્યામાં રાખ્યો હતો. ગામ લોકોએ સ્વાગત કર્યું. તેમાં દરબારોએ ભાગ લીધો નહોતો.
એક દરબાર એક કોળી કુટુંબના ઝઘડામાં વાતો કરતાં અશિષ્ટ ભાષા વાપરતા હતા. તે બદલ મહારાજશ્રીએ ઠપકો આપ્યો હતો. અને તે ઝઘડો પતાવવા, હમીરપગી અને રવજી પટેલને લવાદ તરીકે નીમ્યા હતા.
અહીંના ખેડૂતોની જમીન તાલુકદારોએ ધીમે ધીમે પડાવી લીધી છે. ૧૯૪૭માં ૧૬૦ ગણોતિયા હતા. અત્યારે ૪૦ રહ્યા છે. તેમાં પણ લગભગ ૨૦ જણની ઓછીવત્તી જમીન, વગર પાણીપત્રકે ખેડાય છે. ત્રણ જણ તો સાવ જમીન વગરના થશે. કારણ પત્રકમાં નામ વગર જ બધી જમીન ખેડે સાધુતાની પગદંડી
૨૩૯
Page #271
--------------------------------------------------------------------------
________________
છે. મકાનો કબજે લેવા, ભાડાચિઠ્ઠીઓ પડાવે છે. આ ખોટી રીત છે. હજુ ઘણાય ખેડૂતો અડધો અને પાંચમો ભાગ આપે છે. વાઘરી અને કોળીની વસ્તી વધારે છે. એટલે દરબારો ઉધાડી દાદાગીરી કરતા નથી. હમણા વાઘરીઓ જમીન માટે ઠેઠ હાઈકોર્ટ સુધી લડ્યા અને દરબારો પાસેથી કબજો મેળવ્યો.
અહીંના મુખ્ય આગેવાન રવજીભાઈ ભીમજીભાઈ પટેલ છે. ચુંવાળિયા કોળીમાં પગી, હમીરભાઈ મઘાભાઈ છે. તા. ૨૯-૫-૧૯૫૬ ઃ રાયક
અડવાળથી રાયકા આવ્યા. અંતર ત્રણ માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. ગામ લોકોએ સ્વાગત કર્યું. અહીં બંને હરિભાઈ, અંબુભાઈ અને કોટનસેલની કારોબારીના મુખ્ય ભાઈઓ બાબુભાઈ મોદી, છોટાલાલભાઈ, માઉભાઈ, કેશુભાઈ વગેરે આવ્યા હતા. જિનમાં એકબે ભાઈએ ચોરી કરેલી તે બાબત વિચારણા થઈ. ચોરી કરનારની કક્ષા અને ભૂમિકા જોતા કાગળ ઉપર નહિ લેતાં, કારોબારી સમક્ષ જાહેર કરવી અને યોગ્ય કરવું એમ ઠરાવ્યું.
એક બહેનના અકસ્માત અંગે કુરેશીભાઈ સામે આક્ષેપ થયો હતો. તે બાબતની ચોખવટ કરવા ચારુમતીબહેન, સરસ્વતીબહેન અને કુરેશીભાઈ આવી ગયાં.
અહીંથી ધંધુકા તાલુકાનો પ્રવાસ પૂરો થયો. તા. ૩૦, ૩૧-૫-૧૫૬ : ધોળી
રાયકાથી નીકળી ધોળી આવ્યા. અંતર સાડાત્રણ માઈલ હશે. ઉતારો કેશુભાઈ કાળુભાઈને ત્યાં રાખ્યો હતો. ગામ લોકોએ સ્વાગત કર્યું. પ્રાસંગિક કહેતી વખતે અમે ઉપર બેઠા હતા. બાળકો પણ ઉપર હતા. એ વખતે હરિજન બાળકો નીચે બેઠા હતા. મીરાંબહેને ધ્યાન ખેંચ્યું અને કહ્યું કે કાં તો આ બાળકોને ઉપર બેસાડો કાં તો મહારાજશ્રી નીચે આવી પ્રવચન કરે. મહારાજશ્રી ઊતર્યા, પણ ત્યાં તો કેશુભાઈએ હરિજનોને ઉપર બોલાવી લીધા અને કામ પતી ગયું. રાત્રે ઉતારામાં જાહેરસભા રાખી હતી. મહારાજશ્રીએ કહ્યું કે અહીંનું પાણી-દુ:ખ તો નજરે જુએ તેને જ ખબર પડે. સેંકડો વીરડા તળાવમાં ખોદ્યા છે અને તેની ચોકી કરવા ઠેરઠેર ખાટલા
સાધુતાની પગદંડી
૨૪)
Page #272
--------------------------------------------------------------------------
________________
નાખ્યા છે. રાત્રે ત્યાં જ સૂઈ રહે છે. અને વીરડામાં એક કુટુંબને પૂરું થાય એટલું માંડ પાણી છે.
મહારાજશ્રીના પ્રયત્નથી અહીં સુંદર તળાવ બંધાયું છે. પાળ ઉપરનાં વૃક્ષો મોટાં થયાં છે.
કમાલપુરથી જી. જી. ત્યાં પધારવા આગ્રહ કરી ગયા. પણ અમારો કાર્યક્રમ નક્કી હોઈ ત્યાં જવાનું માંડી વાળ્યું.
કમાલપુરમાં એક વિધવા બાઈને જમીનદારે કાઢી મૂકી છે. એ પ્રશ્ન મહારાજશ્રી પાસે આવ્યો. તે ઉપરથી ત્યાંના આગેવાનો સગરામજીભાઈ, તુપવાભાઈ અને જમીનવાળા નાથાભાઈને બોલાવ્યા. બે જણા આવ્યા. એમણે કહ્યું કે જમીન ઉપર બાઈનો કોઈ હક્ક નથી. તેણે એફિડેવીટ માલિકને કરી આપી છે. છતાં ગામ લોકોએ જમીનદારને કહીને આજસુધી તેને ખેડવા આપી છે. હવે હમણાં સ૨કા૨ને પટ, બાઈ ભરી આવી. એટલે જમીનદારે મનાઈ હુકમ મૂકી બાઈને ખેડતી અટકાવી છે. હવે બાઈને જમીન બિલકુલ આપવી નથી. પણ આપ કહો તો પાંચ વરસ, ખેડી ખાય એવું કરી આપીએ. તે પટ પાછા મંગાવી લે. મહારાજશ્રીએ કહ્યું, મારાથી એમ ન કહી શકાય. બાઈ વર્ષોથી જમીન ખેડતી હતી. ઘરખેડધારા પ્રમાણે તેને અડધી જમીન કાયદેસર મળવી જોઈએ. છતાં બીકથી ધાક-ધમકીથી તમને લખી આપે, તોપણ ન્યાય એને અડધી જમીન આપવામાં છે. એક પંચ નીમો. એનો ફેંસલો બંને પક્ષ પાળે. જોકે આ વાત ગરાસદારોને ગળે ઊતરી નથી. મહારાજશ્રીએ જીજીને કહ્યું, તમે જમીનદારના પક્ષમાંથી હઠી જાઓ. કારણ કે તમારે આ બાઈને મદદ કરવી જોઈતી હતી. તેને બદલે જમીનદારના પક્ષમાં ઊભા રહ્યા. જમીનદાર ગરીબ છે તો બાઈ એથી વધુ ગરીબ છે. ધોળીવાળાને મદદ કરવા કહ્યું છે.
આ ગામમાંથી કાળુભાઈ પટેલ જે આગેવાન છે તે પ્રથમથી જ મહારાજશ્રીના કાર્યમાં સાથ આપતા હતા. એમનું થોડા વખત પહેલાં જ મહારાજશ્રીની હાજરીમાં ગૂંદી આશ્રમમાં ખૂન થયેલું.
તા. ૧-૬-૧૯૫૬ : હડાળા
ધોળીથી નીકળી હડાળા આવ્યા. અંતર સાડાપાંચ માઈલ હશે. ઉતારો પ્રેમજીભાઈની મેડી ઉપર રાખ્યો હતો. આગેવાનોએ સ્વાગત કર્યું. પવનના
સાધુતાની પગદંડી
૨૪૧
Page #273
--------------------------------------------------------------------------
________________
વાવાઝોડાને કારણે પ્રવચન બંધ રાખ્યું હતું. અંબુભાઈ અહીં આવ્યા હતા. તા. ૨ થી ૫-૬-૧૯૫૬ : બળોલ
હડાળાથી બળોલ આવ્યા. અંતર બે માઈલ હશે. ઉતારો પંચાયતઘરમાં રાખ્યો હતો. આગેવાનોએ દૂર સુધી સામે આવી સ્વાગત કર્યું હતું. અહીં પાનાચંદભાઈ અને તેમનું કુટુંબ મહારાજશ્રીની અને સાથે આવનારાઓની દરેક વખતે ખૂબ જ ભાવથી સેવા કરે છે.
અહીંયાં એક પ્રશ્ન આવ્યો. વાઘરી ભાઈઓએ ગામ સાચવવા રાખેલું એનું મહેનતાણું દોઢ માસનું ગામ આપતું નહોતું. લોકો ગમે તે બહાનાં કાઢતા હતા. એકવાર પંચાયતની બેઠક બોલાવી પણ કોઈ જવાબદારી લેવા તૈયાર ન થયું. ધર્માદાની રકમમાંથી આપવા એક જણે કહ્યું, પણ મહારાજશ્રીએ કહ્યું, “એ બરાબર નથી.” ગામે બીજી રીતે ટોયા ફાળો આપવો જોઈએ. છેવટે રાત્રે મહારાજશ્રીએ જાહેર કર્યું કે ગામ સાચી વાતમાં આંખઆડા કાન કરે તો, મારાથી કાલે ભોજન નહિ લેવાય. બધા વિચારમાં પડી ગયા. દોડાદોડી કરી જે તે નાતના આગેવાનોએ બપોર પહેલા રકમ કબૂલી લીધી. એટલે બપોરનું ભોજન લેવાયું ત્યાં સુધી ઘણા ભાઈઓએ ભોજન લીધું નહોતું. તા. ૬, ૭-૬-૧૯૫૬ : મીઠાપુર
બળોલથી નીકળી મીઠાપુર આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ગામ લોકોએ સ્વાગત કર્યું. ઉતારો ચોરામાં રાખ્યો હતો. અહીં ખેડૂતમંડળ તરફથી ચાલતી સહકારી મંડળીની સોસાયટી છે. જલસહાયક સમિતિ તરફથી તળાવ કાંઠે પાકો કૂવો બંધાયો છે. તા. ૮-૬-૧૯૫૬ થી ૨૨-૬-૧૯૫૬ : શિયાળ
મીઠાપુરથી નીકળી શિયાળ આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો કસ્ટમ બંગલામાં રાખ્યો હતો. વિદ્યાર્થીઓએ અને ગામલોકોએ વાજતેગાજતે સ્વાગત કર્યું.
બપોરના ૪-૦૦ વાગ્યે ખેડૂત પ્રતિનિધિઓની મિટિંગ હતી તેમાં ચર્ચા થઈ કે પાણીપત્રકમાં નામ ના હોય એવા ગણોતિયાની તરફેણમાં શું કરવું? એ માટે ઘણી ચર્ચાઓ ચાલી. છેવટે જે મદદ માગે તેને આપવાનું નક્કી ૨૪૨
સાધુતાની પગદંડી
Page #274
--------------------------------------------------------------------------
________________
કર્યું. આથી કેટલાક જમીનદારો જમીન ઘેર ખેડવા લઈ લેવાનો સંભવ છે.
તા. ૮મીએ નાનચંદ્રજી મહારાજ સાથે રહેતા અને સાથે ચોમાસું કરવા ઇચ્છતાં, ચાર સાધ્વીજીઓ આવ્યાં હતાં. બંગલે મુકામ રાખ્યો હતો. મહારાજશ્રી સાથે ઘણી વાતો થઈ. રાત્રે પ્રાર્થના, પ્રવચન પણ એમના સાંનિધ્યમાં રાખ્યું હતું. તેમને ઘણો આનંદ થયો.
પ્રાયોગિક સંઘ, શુદ્ધિપ્રયોગ સહાયક સમિતિની મિટિંગ મળી તેમાં શુદ્ધિપ્રયોગની તૈયારી અંગે વિચારણા થઈ. પછી પ્રાયોગિક સંઘની મિટિંગ થઈ. તેમાં પ્રયોગનું સંચાલન મહારાજશ્રીએ ફરીથી સ્વીકાર્યું. તેનો સ્વીકાર કર્યો. નવાં મકાનો બંધાયાં છે, એનું ભાડું કેટલું લેવું ? કોને આપવાં એ અંગે વિચારણા થઈ. એ માટે એવું નક્કી કરવામાં આવ્યું કે અઢી ટકા વ્યાજના અને એક ટકો સુધારણાનો ગણતાં જે રકમ આવે, એટલું ભાડું લેવું. અને પગારના ધોરણ મુજબ એટલું બંધ બેસે તેમ ગોઠવી આપવું. બીજી રીત એ જ રાખી કે કુલ ૨કમ અને અઢી ટકા વ્યાજ જ ગણતાં જે રકમ થાય એટલે ૨કમ ૨૦ વરસના માસિક હપતા ભરવાથી એ મકાનના માલિક થઈ જવાય. વચ્ચે રજા મળે અને છૂટા થવાનું બને તો ભાડાની રકમ કાપતાં, જે ૨કમ વધી હોય એ પાછી આપે.
તા. ૯-૬-૧૯૫૬ :
આજે સહકારી મંડળીની મિટિંગ રાખી હતી. તેમાં મહારાજશ્રીએ સહકારી પ્રવૃત્તિનો સિદ્ધાંત સમજાવ્યો હતો. અને મંડળી એ તમારી આંટ છે એ જશે તો તમારી આંટ જશે. કારણ કે તમે શેઠ છો, મંડળી નોકર છે. વગેરે સમજાવ્યું હતું.
તા. ૧૦-૬-૧૯૫૬ :
આજે બંને મારવાડી મુનિઓ આવી ગયા. એમની સાથે સારી ચર્ચા થઈ. પ્રાર્થના પછીના પ્રવચનમાં મહારાજશ્રીએ જણાવ્યું કે હિંદુસ્તાનમાં સત્તા એ એક એવું અંગ રહ્યું છે કે જનતાએ તેની પરવા કરી નથી. બ્રાહ્મણોએ થોડી પરવા કરી છે. ગામડાંએ ધ્યાન નથી આપ્યું એનું કારણ એ છે કે ત્યારના રાજ્યોએ ગામડાંના રોજબરોજના વ્યવહારમાં દખલગીરી કરી નહોતી. એટલે ગામડાંને લાગ્યું કે દિલ્હીની અંદર કોનું રાજ્ય આવે કે
સાધુતાની પગદંડી
૨૪૩
Page #275
--------------------------------------------------------------------------
________________
જાય એની બહુ નિસ્બત તેમને નહોતી. એમ સાધુ સંતોએ પણ બહુ ધ્યાન નથી આપ્યું. તેમણે તેમનો ધર્મ જોયો છે. કોઈવાર રાજય પાસે કામ કરાવવું હોય કે ધર્મપ્રચાર કરાવવો હોય તો જ રાજ પાસે ગયા છે.
બીજી બાજુ હિંદુસ્તાનનો ધર્મ ઉદાર રહ્યો છે, બહારનો કોઈપણ ધર્મ આવે તો તેને પચાવી લીધો છે. હા ! એટલું ખરું કે આવનારાઓએ ભારતની સંસ્કૃતિ પચાવી લેવી જોઈએ. આથી શક અને હૂણ કોણ છે ? તે આપણે જાણી શકતા નથી. અલબત્ત આદિવાસી ગણાતી પ્રજા જે જંગલમાં રહે છે તે થોડાં જુદાં રહ્યાં, પણ થોડા એક બન્યાં. મોગલો આવ્યા એ વસી ગયા. એટલું જ નહિ કન્યાઓ લીધી અને આપવા તૈયાર પણ થયા. પરંતુ તે જમાનામાં બે સ્થિતિ ઊભી હતી. મહાભારત કાળથી પિત્રાઈ, પિત્રાઈ લડી શકે છે. સાધુઓએ વ્યક્તિગત ઘણું કામ કર્યું પણ સંસ્થા તરીકે કોઈ નક્કર કામ કર્યું નહિ. એટલે જ્ઞાતિવાદ ફેલાયો. એક રીતે કહી શકાય કે ગામડાં, શહેરોની હાડમારીથી દૂર રહ્યાં. બીજી બાજુ રાજાઓ, સત્તા માટે ભાઈ ભાઈનું ખૂન કરવા તૈયાર થતા હતા. મોગલ બાદશાહોએ એકતા માટે પ્રયત્ન કર્યો. દિને ઇલાહી ધર્મ સ્થાપ્યો. પણ બહુ ટેકો ન મળ્યો. મરાઠાઓ વગેરે સામે પડ્યા. આ ઉપરથી મુસ્લિમ લીગનું અને મહારાષ્ટ્રના હિંદુઈઝમની વાતનો ખ્યાલ આવી જશે. તા. ૧૬-૬-૧૯૫૬ : પૂ. મુનિશ્રી નાનચંદ્રજી મહારાજનું આગમન
શિયાળ ગામે આગલી રાત્રે જાગીને ગામને શણગાર્યું. તોરણ, દરવાજા, સફાઈ વગેરે થયું. ઢોલ-તાંસા સ્વાગતમાં ન લાવવાં એવું સૂચન આવ્યું હતું. એથી લોકોનો કેટલોક ઉત્સાહ ઓછો થઈ ગયો. ભજનમંડળી સાથે ગામે સ્વાગત કર્યું. સંતબાલજી અને મારવાડીમુનિઓ વહેલી સવારે આગળ દૂર સુધી સ્વાગત માટે ગયા હતા. વાડીભાઈ જ. શેઠ અને તેમનું કુટુંબ આગલે દિવસે અમદાવાદથી આવી ગયું હતું. આગલી સાંજે ઘણો વરસાદ પડ્યો એટલે એમની મોટર મીઠાપુર ગુરુદર્શને ના જઈ શકી. ગુરુદેવને આવતાં પણ તકલીફ પડી. છતાં સમયસર આવી ગયા. લોકોએ ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું. સૌનો ઉત્સાહ અપાર હતો. મુકામ બંગલે રાખ્યો હતો. નાનો પણ સુંદર મંડપ બાંધ્યો હતો અને કલાત્મક દરવાજો ઊભો કર્યો હતો. નાનચંદ્રજી મહારાજે પ્રવચન કરતાં જણાવ્યું કે.... ૨૪૪
સાધુતાની પગદંડી
Page #276
--------------------------------------------------------------------------
________________
મુનિવરો, માતાઓ અને ભાઈઓ, તમે લોકોએ મારા સ્વાગત માટે ખૂબ પરિશ્રમ કર્યો એ તમારા અંતરમાં મારા માટેની ભક્તિ બતાવે છે. ધામધૂમ ના થાય, એ માટે આગળથી મેં કહાવ્યું હતું. ભાવ સારો હોય, ભક્તિ હોય પણ દરેક વખતે તેવું ના બને. વળી અમોને ખોટી ટેવ પણ ના પડી જાય. અમે ત્યાગી લોકો આવું પસંદ ના કરીએ. વાટ જોવી પડે એકનું સ્વાગત થાય, બીજાનું ના થાય તો ક્ષોભ થાય.
બીજી વાત પહેલા પાણીની કરી. અહીંના પાણીમાં ખારાશ છે, ભલે રહે એ બદલાશે નહિ, પણ તમારા અંતરમાંની ખારાશ જાય એટલે પાણી મીઠું જ છે. પરસ્પર પ્રેમ કરો. ગઈકાલે મીઠાપુરમાં ખારાશ જોઈ, ગામ મીઠાપર હતું. જયારે પાણી ખારાં હતાં. તમારે દેવું થોડું, લેવું ઘણું એ ભાવના થઈ ગઈ છે. અમને આમ કરી આપો. અમે એવાને એવા રહીએ. શિયાળ સિંહ જેવું થાય. શિયાળને શિયાળ ન રાખો, મન મોટું કરો. પરમાત્માને એ પ્રિય છે. ઠાકર મંદિરમાં પ્રસાદ ધરાવો, ટોકરી વગાડો પણ એથી એ ખુશ નહિ થાય. એ તો બધું જોઈ રહ્યો છે. તમારા દિલ કેવાં છે ? તમો મુગુટ પહેરાવનાર કોણ ? અમે આખા જગતને પ્રકાશ આપનાર, અમારા દીવાથી રાજી નથી થતા. સાર એ છે કે પ્રભુ ! હું તારો છું. તારામય છું. તને શું આપી શકું. ઈશ્વરનું ખરું ભોજન તે ગમે તે દેહધારી પછી તે બ્રાહ્મણ હોય કે ભંગી હો, તેની સેવા કરો. ભગવાન કોઈ એક વર્ગના હોતા નથી. વાણિયા કે મુસલમાનના નહિ એ કહે છે હું એક છું પણ તમે કહો છો અમારા ભગવાન જુદા, આ અજ્ઞાનતા છે. ભગવાનને પ્રસન્ન કરવા સૌને ગમે છે. પણ પોતે કોઈને પ્રસન્ન કરતો નથી. વાવે છે બંટી, ને માગે છે ઘઉં. કાંટા વાવે અને ફૂલ માગે એ બને જ નહિ. ઊંચનીચના ભેદ પ્રભુના માર્ગમાં થાય નહિ. તમે કેવા છો ? અમે ઊંચા તમે નીચા
‘પીપા પાની એ ક છે, પનિહારી છે અને ક,
ભાજન મે બિગયા ભયમાં, નીર એ ક કા એ ક.' પાણી બધાનાં એક છે. ભાજન (શરીર) જુદા છે. આપણી કડવાસ કાઢો. ખારાશ કાઢો, તો બધાને ફાયદો થશે. બધાં ધર્મના સંતો કહી ગયા, પ્રાણીમાત્રન સુખ આપો. તમને જે ગમે છે તેથી વિરુદ્ધનું વર્તન બીજા માટે
સાધુતાની પગદંડી
૨૪૫
Page #277
--------------------------------------------------------------------------
________________
ના કરો. ખોટાં કામની પ્રેરણા ઈશ્વર નથી કરતો. ચોરને ચોરી કરવાની પ્રેરણા ઈશ્વરે આપી હોત તો તે કોર્ટમાં જઈને સ્પષ્ટ કહેત કે ભગવાને પ્રેરણા કરી અને મેં ચોરી કરી છે. પણ તેમ નથી કહેતા. માણસના હૃદયમાં જેટલું ઝેર હોય છે તેટલું વીંછી કે સર્પમાં નથી હોતું. એક માણસ ધારે તો આખું ગામ બગાડી નાખે અને ધારે તો આખું ગામ સુધારી શકે. તમને મોટાં બનાવ્યાં છે. ગામનું ભલું કરવા માટે તો ભલું કરજો.
ત્યારબાદ પૂ.સંતબાલજીએ કહ્યું કે, પૂજ્ય ગુરુદેવ અને મુનિવરો છોટુભાઈએ કહ્યું તેમ આપણા સભાગ્ય છે કે પૂ. ગુરુદેવનું અહીં પધારવું થયું છે. આ તે ગામ છે કે જ્યાં કોળી પટેલિયાનું પહેલું સંમેલન થયું. કૂવાનું સંભારણું પણ તે વખતનું છે. તમો બધા દરેક કોમના ભાઈઓ એક સાથે બેસીને પ્રેમ બતાવો છો તે જોઈને સંતોષ થાય છે. સાધુ પુરુષો કોઈ એક વર્ગના નથી હોતા. પણ વાડા બની ગયા હોવાથી દેશને મોટું નુકસાન થઈ રહ્યું છે. ગામડાંમાં કુસંપનું જે બીજ છે તે ધન અને સત્તામાંથી ઊભું થયું છે. ગામડાંમાંથી ધન અને સત્તા બંને જાય અને સેવા અને સદાચાર વ્યાપે. સાધુઓ, ગામડા તરફ દૃષ્ટિ ફેરવે આ મારવાડી સાધુઓ એથી દષ્ટિ રાખીને અહીં આવ્યા છે. માનવજાત પોતે જીવે અને બીજાને જીવાડે.
પૂ. નાનચંદ્રજી મહારાજનું પ્રાર્થના પ્રવચન વ્યવહારની ધમાલ એવી હોય છે કે આપણે ગૂંચવાઈ જઈએ છીએ કે આત્મચિંતન કરવાનો સમય મળતો નથી. મનુષ્ય હંમેશાં તાળો મેળવવો જોઈએ કે હું આગળ કેટલો વધ્યો. પોતાના ચારિત્ર્યને રોજ વિચારવું જોઈએ. અમે પશુતુલ્ય રહ્યા કે માણસ જેવા રહ્યા ! માણસ રોજ આરસીમાં જુએ છે પણ આત્મનિરીક્ષણ કરતો નથી. આ બધું શા માટે ? માળા, ચિંતન, ભક્તિ, ભજન સેવા વગેરે શા માટે ? અમારું ભલું કરવા કે તમારું ભલું કરવા ? ખરી રીતે બીજાની સેવા કરતાં હોઈએ ત્યારે માનવું કે હું મારું જ ભલું કરું છું. આપણે તો માત્ર નિમિત્ત બનીએ છીએ. આપણો વિકાસ કરીએ તો જ બીજાની સેવા થાય. હું ન હોત તો બીજાનું આમ થઈ જાત. ‘મારી જાત એ વાત કાઢી નાખવી જોઈએ.” જેને હું માનીએ છીએ, એ
સાધુતાની પ દંડી
Page #278
--------------------------------------------------------------------------
________________
અભિમાન છે. મોટે ભાગે સેવા કરતાં અભિમાન વધારે પોષાય છે. મનુષ્ય કોઈનું સારું નરસું કરી શકતો નથી. પોતે તો નિમિત્ત છે. પોતા માટે જ એ બધી પ્રવૃત્તિ કરે છે. આ વિચાર એ પાયાનો વિચાર છે.
ભર્તુહરિ એક વાર ફરવા ગયેલા. એક ઝૂંપડીએ જઈ ચઢ્યા. તેમાં બે જણ વાતો કરતા હતા. એક મુમુક્ષુ હતો. બીજો કહેતો હતો શાસ્ત્રની વાતો નહોતી, પણ અનુભવની વાતો હતી. અનુભવની વાતો બધી લખી શકાતી નથી. મહાવીર પણ અનુભવની બધી વાતો બોલી શક્યા નથી. સાકર ગળી છે પણ બતાવી શકાય નહિ. લખી શકાય પણ નહિ. આમની વાતો સાંભળો. ભર્તુહરિને થયું આવી વાતો ક્યાંય પહોચી નથી. આત્માના અનુભવની વાત હતી. રાજાને પોતાના અંતરમાં ગૂંચ હતી તે નીકળી ગઈ. પછી જ્ઞાની પાસે જઈને કહે છે, આપ બહુ જ્ઞાની છો ત્યારે એ કહે છે, સોયના નાકા જેટલોય જ્ઞાની નથી. જ્ઞાની તો પેલે ઠેકાણે રહે છે. એમ કહીને પેલો મુમુક્ષુ ચાલ્યો જાય છે. રાજા પાછળ જાય છે ત્યાં વાતો સાંભળે છે, ખુશ થાય છે. રાજા ગુરુને કહે છે અમારો શિષ્ય બહુ જ્ઞાની છે છતાં એવો નમ્ર છે કે કહે છે હું સોયના નાકા જેટલું જ્ઞાન પણ ધરાવતો નથી. ત્યારે ગુરુ કહે છે તે મારો શિષ્ય છે. બહુ અજ્ઞાની છે. રાજા કહે કેમ ? તો કહે સોયના નાકા જેટલું જ્ઞાનનું અભિમાન છે. એ કચાશ છે. સાવ ઓગળી જવું, તેનું જ નામ જ્ઞાન. હું તો સાવ પામર છું, અજ્ઞાની છું. પ્રભુ હજુ મારે ઘણે દૂર જવાનું છે. પોતાનું આત્મદર્શન ત્યારે થાય કે બાહ્યઅભિમાન ચાલ્યું જાય.
માણસ ગમે તેટલા થોકડા કે શ્લોકો મોઢે કરી જાય, પણ જો આત્મચિંતન ન હોય તો એ બધું નકામું છે. પોતાનાં વખાણ થાય અને માણસ ફુલાઈ જાય, કે હું તો કેટલો બધો મોટો ? પણ એથી તો આપણું પતન થાય છે. એ રખડાવનારી વૃત્તિ છે. બીજાને કહેવા માટે મોઢે કરે, સમજે. પોતાને કહેવા માટે ન વાંચે કે વિચારે, બીજાને ત્યારે કહીએ કે જ્યારે પોતાનું ચિંતન કરતાં વખત મળે. પોતાનું અંધારું હોય અને બીજાને દીવો કરવાનું કહેવું, એ અજ્ઞાનતા છે. હું કોણ ? હું વાણિયો નહિ, બ્રાહ્મણ નહિ, પણ સોહમ્, હું તે છું અને તે હું છું. પુરુષ, સ્ત્રીનો વેશ પહેરે ગમે તેટલા હાવભાવ કરે, પણ તે સમજે છે કે હું પુરુષ જ છું. એ ખ્યાલ જતો જ સાધુતાની પગદંડી
૨૪૭
Page #279
--------------------------------------------------------------------------
________________
નથી. એમ આપણે ગમે તે વ્યવસાય કરતા હોઈએ તોપણ પોતાના સ્વરૂપનું ભાન સતત રહેવું જોઈએ. એક અહવૃત્તિ હજારો દુશ્મન ઊભા કરે છે. એ દુર્ગુણોનો દાદો છે. એને કાઢવો જ જોઈએ. રોજ સવારમાં એનું ચિંતન કરવું જોઈએ.
એક સભામાં પૂ. નાનચંદ્રજી મહારાજે જણાવ્યું કે આપણે માનીએ છીએ કે જે કંઈ કરે છે તે ઈશ્વર છે તે બધું વ્યવસ્થિત અને નિયમિત કરે છે. કોઈ વિશિષ્ટ જાતનું બી હોય પછી માટી ગમે તેટલી હોય, પાણી ગમે ત્યાંનું નાખો પણ બીના પ્રકારનું જ વૃક્ષ કે છોડ ઊગવાનો. ભરતી અને ઓટ નિયમિત, સૂર્ય-ચંદ્ર નિયમિત. આ બધાનો માલિક કોણ ? એમ આ જગતની અંદર બધું નિયમસર એક બચ્ચું જન્મે અને તરત ધાવવા મંડી જાય. આ કોણે શીખવ્યું ? બધું નિયમસર પણ માણસનું બધું અનિયમિત. ગમે તે ખાય, ગમે તેવું બોલે, ગમે તેમ વર્તે, આપણી જેમ કુદરત અનિયમિત ચાલતી હોત તો જગત ક્યારનુંય સાફ થઈ ગયું હોત. આપણે બોલીએ છીએ : આખું પુસ્તક મોઢે-આ બધું કોણ બોલે છે ? આંખો જુએ છે કે વસ્તુનો આંખમાં ફોટો પડે છે. આંખ એ કેમેરા છે. ચાંપ દાબો એવો ફોટો પડી જાય. કાન સાંભળે છે, મન વિચારે છે અને પારાવાર સુખ અગર દુઃખ વેદાય છે. તમે અને અમે જુદાં છીએ. ક્યાંથી દુઃખ ઊભું થાય છે. આ મારા એનું કંઈક બગડે તો દુ:ખ થાય. પાડોશીનું છોકરું મરી જાય તો થોડોક વલવલાટ કરીને ખાવા મંડી પડી જઈશું. જે વસ્તુ પ્રિય છે એના તરફ કંટાળો આવતો નથી. પણ અપ્રિયતા તરફ કંટાળો આવે છે ત્યારે વસ્તુ સુખ દુઃખ આપનાર નથી. આપણું અજ્ઞાન છે.
કુદરત કોણ ? જેને આપણે સ્વભાવ કહીએ છીએ. શરીરની રચના કેટલી કેટલી આશ્ચર્યજનક છે. જ્ઞાનતંતુઓ દોડાદોડ કરે છે. એક જગ્યાએ વાગે, દુ:ખ થાય ત્યારે શરીરને દુઃખ થતું નથી. મને દુઃખ થાય છે. કહીએ છીએ મતલબ કે જે વહીવટ કરનાર છે તેને સુખદુ:ખ થાય છે. શેઠના લાખ રૂપિયા ચોરાઈ જાય તો, મુનિમને ચિંતા થતી નથી. શરીર સળગતું હોય મારું ન માનીએ તો દુ:ખ ન થાય. આપણું શરીર મોટરમાં મૂકીએ અને મોટર હાંકતા ન આવડે તે કેમ ચાલે ? મનુષ્યમાં અનેક શક્તિઓ છે. વિચાર શક્તિ, તર્કશક્તિ, મનશક્તિ હજારો વસ્તુઓ મોઢે હોય છે.
૨૪૮
સાધુતાની પગદંડી
Page #280
--------------------------------------------------------------------------
________________
શરીરની રચના વ્યવસ્થિત છે. આપણે અવ્યવસ્થિત છીએ. તાવ આવે, તેને આપણે શરીર બગડ્યું કહીએ છીએ. ખરી રીતે બગાડ્યું છે. તે સુધારવાની ક્રિયા થાય છે. નાનામાં નાનું અણું પેસી જાય તો, લશ્કર તેને બહાર કાઢે છે. નાનો કાંટો વાગે તો તરત જ્ઞાનતંતુ દોડે છે. અને મગજ હાથને હુકમ કરે છે, કાઢે છે, ન નીકળે તો પકવીને પણ બહાર કાઢે છે. કેટલી નિયમિતતા. આપણે જે ભૂમિકામાં હોઈએ તેની જ વાત કરીએ. પહેલી ભણતા હોઈએ તો સાતમીની વાત ના કરવી. સમયની કિંમત છે એનો બગાડ ન કરવો જોઈએ. તા. ૧૭-૬-૧૫૬ :
પૂ. નાનચંદ્રજી મહારાજ પોતાના શિષ્ય સંતબાલજીની પ્રયોગ ભૂમિમાં પધાર્યા તેથી સૌને ખૂબ આનંદ થયો. પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ, ચુનીલાલજી મહારાજ અને કિશોરમુનિ ચાર દિવસ રોકાયા. એકબાજુ બે મારવાડી મુનિઓ અને સંતબાલજી એક પાટ ઉપર અને બીજા ત્રણ મુનિઓ બીજી પાટ ઉપર એમ છ મુનિઓ જ્યારે પ્રાર્થનામાં બેસતા ત્યારે સુંદર દશ્ય લાગતું હતું. પ્રાર્થના તેમની અને અમારી બંનેની થતી. પ્રાર્થના પછી પ્રવચન રહેતું. તેમાં નાનચંદ્રજી મહારાજ દષ્ટાંત દ્વારા સુંદર પ્રવચન કરતાં છ સંતોની ચર્ચા પણ આખો દિવસ સુંદર રહેતી. શુદ્ધિપ્રયોગ ગ્રામસંગઠન, ભૂમિદાન, ગણોતધારો, આજનો વ્યવહાર ધર્મ અને શાસ્ત્રીય નિયમો વગેરે ઉપર છણાવટ થતી.
આ વખતે બંને ગુરુ શિષ્ય અને ચુનીલાલજી મહારાજને અરસપરસ મળતાં ખૂબ સંતોષ થયો. આમાં કાળ પણ અસર કરે છે.
એક દિવસ કેશુભાઈને ત્યાં બધા મુનિઓ ગયા હતાં. ત્યાં થોડું પ્રવચન રાખ્યું હતું.
એક રાત્રે પઢારભાઈઓનાં ભજન, નૃત્ય રાખ્યાં હતાં. એમની કળા, રિધમ અને તાલબદ્ધતા જોઈ ગુરુદેવ ખુશ થઈ ગયા. ભજનના કાર્યક્રમ પછી પૂ. સંતબાલજીએ અને ત્યારબાદ ગુરુદેવે કહેતાં જણાવ્યું કે તમારી કળા જોઈને હું ખુશ થઈ ગયો છું. પણ તમારા ભજનની સાથે માંસાહારનો મેળ પડતો નથી. રામ હૃદયમાં હોય અને એ હૃદયમાં રામના સંતાનોને મારી પધરાવીએ તો રામ ભાગી જાય. માટે તમો આગેવાનો માંસાહાર સાપુતાની પગદંડી
Page #281
--------------------------------------------------------------------------
________________
છોડો. આની અસર એમને સારી થઈ. ઘણા વખતની ટેવ છે એટલે બે આગેવાનો માંસાહાર જિંદગીભર ત્યાગ કરવા તૈયાર થયા. વીરાભાઈ અને બીજા ભગત.
પૂ. નાનચંદ્રજી મહારાજે અહીં ચાલતું દવાખાનું, સર્વોદય કેંદ્ર વગેરે પ્રવૃત્તિઓમાં રસ લઈ નજરે જોયું હતું. અમદાવાદ જૈન સંઘના આગેવાનો દર્શને આવી ગયા હતા.
તા. ૨૦-૬-૧૯૫૬ :
સવારના ૫-૩૦ વાગ્યે ત્રણેય મુનિઓએ પ્રયાણ કર્યું. પાદરમાં ગુરુશિષ્ય બહુ પ્રેમથી ભેટ્યા. તે દશ્ય બહુ આહ્લાદક હતું. બહુ દૂર સુધી મૂકવા ગયા હતા. મીરાંબહેન, મણિબહેન, ભાઈલાલભાઈ વગેરે ઘણા ભાઈબહેનો ભામસરા ગામ સુધી સાથે ગયાં હતાં.
તા. ૨૨-૬-૧૯૫૬ :
આજે પૂ. નેમિચંદ્રજી મહારાજ અને ડુંગરશી મુનિએ ભામસરા તરફ વિહાર કર્યો. તેમને દૂર સુધી વિદાય આપવા ગયા. આ બંને મુનિઓ સંતબાલજીના વિચારો સમજવા અને થયેલા સમાજસેવાના કાર્યો જોવા જાણવા માટે આવ્યાં છે. તેઓ આજુબાજુ જ રોકાશે અને સંતબાલજી સાથે સંપર્કમાં રહેશે.
ગામમાં એક હિરજન અને ભરવાડને પૈસા બાબત ઝઘડો હતો. હિરજન કહે મેં રૂ. ૮૪૦ ભર્યા છે. ગગજી ભરવાડ કહે કે, મેં ૬૦૦ રૂ. આપ્યા છે. એકરે એક પાઈ પણ મળી નથી. પંચ રૂબરૂ બંનેને ભેગા કર્યા, કોઈ કોઈની વાત મચક આપતું નહોતું. પૈસાની લેવડદેવડમાં કોઈ સાક્ષી હતું નહિ. એટલે ગામડાંની રીત પ્રમાણે સાચ લેવાની વાત આવી. હિરજને કહ્યું હું માતાના પગે હાથ મૂકવા તૈયાર છું એટલે બે ત્રણ જણાથી સાથે મેલડીમાતાના મઠ ઉપર જઈ કોડિયું ઉપાડી લાવ્યા. બંનેએ હવે આજ સુધીમાં કંઈ લેવા દેવાનું રહેતું નથી. એવું લખાણ થઈ ગયું. હિરજનને ભરવાડ રંજાડે નહિ કે કંઈ અનિષ્ટ ન કરે તેની તપાસ રાખવા પંચને કહ્યું.
બીજો ઝઘડો નારણ મગન અને કેશુભાઈનો હતો. નારણે કેશુભાઈના ૪૦ મણ ઘઉં વેચી ખાધા હતા. કારણમાં સાડાત્રણ મણ કાંકરા, કેશુભાઈ મજરે આપતા નથી એમ કહ્યું. પંચે તેમને ઠપકો આપ્યો ત્યારે તે દાંડાઈ
સાધુતાની પગદંડી
૨૫૦
Page #282
--------------------------------------------------------------------------
________________
થાય નહિ. છેવટે ઘઉં આપવા તૈયાર થયા. પણ આવતી સાલ આપું એમ કહ્યું. પણ પંચે અને કેશુભાઈએ તરત આપવા કહ્યું, પછી મહારાજશ્રી આવ્યા. બધી વાત જાણી અને આવા કામ બદલ નારણને સખત શબ્દોમાં ઠપકો આપ્યો. રાત્રે પ્રાર્થના પછી સમૂહજીવન જીવવામાં આવતી મુશ્કેલીઓ અંગે કહ્યું. ખાસ કરીને કાશીબહેનને આવી મુશ્કેલીઓ નડે છે અને એનો ભાર મન ઉપર રહે છે. જેની અસર શરીર ઉપર પડે છે. તા. ૨૩, ૨૪, ૨૫-૬-૧૯૫૬ : બગોદરા
શિયાળથી વિહાર કરી અમો બગોદરા આવ્યા. અંતર પાંચ માઈલ હશે. ઉતારો એકભાઈના મકાનમાં રાખ્યો. ગામે સ્વાગત કર્યું. રાત્રે જાહેરસભા થઈ. તેમાં ખેડૂતમંડળ વિશે સારી રીતે સમજાવ્યું.
એક પ્રશ્ન વાળંદના મકાનનો આવ્યો. વિગત એવી હતી કે તેમને લગભગ ૬૦ વરસ પહેલાં એક કોળીને ૬૦ રૂપિયે મકાન ગિરવી આપેલું. હવે ગિરો છોડાવવા વાળંદ તૈયાર છે પણ કોળી પટેલ છોડતા નથી. આ બાબતમાં ઘણા સાક્ષીઓ તપાસાયાં. કોઈની પાસે લખાણ નથી. પણ મકાન વાળંદનું છે અને ગીરો છે. એવું સાબિત થતું હતું. રાત્રે બંને પક્ષકારો અને આગેવાનોને ફરી એકત્ર કર્યા. કોળી પટેલને સમજાવ્યા પણ તેઓ માન્યા નહિ. આ પહેલાં પણ બેત્રણ વાર પંચ મળેલું પણ સમાધાન થયેલું નહિ. ગામવાળા તરફ હતું. છેવટે મહારાજશ્રીએ કહ્યું, આપણે કોર્ટમાં જવું નથી અને સમાજમાં ન્યાય પળાવવો છે. તેને માટે શુદ્ધિપ્રયોગ શસ્ત્ર છે. આવતી કાલે ગામ આગેવાનો તેમને ઘેર જઈ સૂચનાપત્ર આપી આવે. કાર્યકરો પ્રતીક ઉપવાસ કરે અને આઠ દિવસ પછી આખું ગામ પ્રતીક પ્રયોગ શરૂ કરે. પોતે આવતી કાલે ખોરાક નહિ લે. કારણ કે આપણી પાસે ન્યાય સ્થાપવાનું બીજું હથિયાર નથી. ગામ લોકો ચમક્યા. સવારમાં અમારે આ બધી વિધિ પતાવીને રાયકા જવાનું હતું. આગેવાનોને બોલાવ્યા. બંને પક્ષકારોને બોલાવ્યા. વાટાઘાટો ચાલી અને છેવટે કોળી પટેલ બેચરભાઈ લવાદનો ફેંસલો સ્વીકારવા તૈયાર થયા. એટલે અમારે સાંજ સુધી રોકાઈ જવું પડ્યું. ચિઠ્ઠી રોયકા મોકલી આપી. પંચ નીમાયું તેણે ફેંસલો આપ્યો કે ૨૦૧ રૂપિયા વાળંદે આપવા. બેચરભાઈને માગશર સુદી 2 સુધી ઘરમાં રહેવા દેવા. પછી ખાલી કરે તે વખતે ૧૫૧ રૂપિયા આપવા પ૦ તરત સાધુતાની પગદંડી
૨૫૧
Page #283
--------------------------------------------------------------------------
________________
આપવા. ચૂકાદો પાળે તે માટે બંને પક્ષે પ૦૦-૫૦૦ રૂપિયાના જામીન આપ્યા. અને આ રીતે ખૂબ જૂનો ઝઘડો સુંદર રીતે પતી ગયો. સૌને આનંદ થયો. જે કામ કોર્ટ મહિનામાં ન કરી શકત. ન્યાય મળત કે નહિ તે સવાલ હતો. તે કામ થોડા ટાઈમમાં સુંદર રીતે પતી ગયું. તા. ૨૫-૬-૧૯૫૬ : રોયા
બગોદરાથી સાંજના નીકળી રોયકા આવ્યા. અંતર અઢી માઈલ હશે. ઉતારો ચોરામાં રાખ્યો હતો. સાંજના વીરાભાઈ, જયંતીભાઈ અને હરિવલ્લભભાઈ આવ્યા હતા. અંબુભાઈ બપોરના સાથે હતા. અહીં સઘનયોજના તરફથી એક કાર્યકર પ્યારઅલીભાઈ અને તેમનાં પત્ની બેઠાં છે. ખાદીકામ હાથછડનું કામ ઠીક ચાલે છે. રાત્રે સભા થઈ. તા. ૨૬-૬-૧૯૫૬ : લ્યાણગઢ
રાયકાથી નીકળી કલ્યાણગઢ આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો એક મકાનમાં રાખ્યો હતો. અહીં નિશાળ છે પણ ઘણા સમયથી માસ્તર આવતા નથી. એ વિશે લોકો પણ કાંઈ બોલતા નથી. અહીંના બાળકો ઘણા અસંસ્કારી લાગ્યાં. તા. ૨૭-૬-૧૯૫૬ : ધનવાડા
કલ્યાણગઢથી નીકળી ધનવાડા આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો ચોરામાં રાખ્યો હતો. થોડોક વરસાદ થયેલો હતો. એટલે રસ્તો કાદવવાળો હતો. કાંટા પણ હતા. અહીં હરિજનો અને ગાંગડના જમાદાર વચ્ચે ઘરખેડ બાબતમાં ઝઘડો હતો. બંને પક્ષોને બોલાવ્યા. વાતો સાંભળી પણ દરેકનો જુદો જુદો અભિપ્રાય રહ્યો એટલે આ પ્રશ્ન મંડળ પાસે આવેલો હોઈ, લવાદીથી પતાવવા કહ્યું, તા. ૨૮, ૨૯-૬-૧૯૫૬ : નાણાં
ધનવાડાથી નીકળી લાણાં આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો હરિભાઈને ત્યાં રાખ્યો હતો. ગામે સ્વાગત કર્યું. અહીં જયંતીભાઈ અને કાંતિભાઈ આવ્યા હતા. અહીંથી શેરપરા નામનું નાનું પરું નજીક છે. ત્યાંના લોકોનો ખૂબ આગ્રહ હોવાથી સાંજના ત્યાં ગયા. જાહેરસભા થઈ. બહેન ભાઈઓએ ભજનમંડળી સાથે સ્વાગત કર્યું હતું. તેમની ભક્તિ
૨ પર
સાધુતાની પગદંડી
Page #284
--------------------------------------------------------------------------
________________
સ્પષ્ટ દેખાઈ આવતી હતી. અહીં વગડો હતો. શરમીયાની જમીન હતી. તેને કચ્છીભાઈઓએ પટાથી લીધી છે. ખૂબ મહેનતું પ્રજા છે. કામચલાઉ મકાનો ઊભાં કરી દીધાં છે. તેમની મહારાજશ્રી તરફની ભક્તિ અપાર હતી. સંતનાં પગલાં કરાવવા સૌ હરીફાઈ કરતાં હતાં. તા. ૩૦-૬-૧૯૫૬ : સિંદરજ
લાણાથી સિંદરજ આવ્યા. અંતર અઢી માઈલ હશે. ઉતારો મુખીની મેડી પર રાખ્યો હતો. અહીંની જમીન બહુ સારી છે. દાડમ, જામફળ, લીંબુ વગેરે સારાં થાય છે. ગામ સમજણું લાગે છે. હરિજનોની બહુમતી છે. નિશાળમાં પણ હરિજનોની બહુમતી છે. ઓવર ફલો બોરિંગ છે. પાણી મીઠું છે. વીરાભાઈ ધનવાડાના હરિજન પ્રશ્ન અંગે વાતો કરવા આવ્યા હતા. તા. ૧-૭-૧૯૫૬ : રનોડા
સિંદરજથી રનોડા આવ્યા. અંતર અઢી માઈલ હશે. ઉતારો જૂની નિશાળમાં રાખ્યો હતો. અહીં જયંતીભાઈ અને ગલબાભાઈ આવ્યા. જયંતીભાઈએ પ્રાંતિક સમિતિની કાર્યવાહીનો ખ્યાલ આપ્યો. લગભગ બધા સભ્યોએ ગણોતિયાની તરફેણ કરી. શિલિંગ વધારવાનો વિરોધ થયો અને પહાણીપત્રકમાં નામ ન હોય તેવા ૧૯૪૯ની સાલથી આજસુધીના ગણોતિયાની તપાસ કરવા પ્રાંતની કક્ષાનો અધિકારી અને જિલ્લાની કક્ષાનો કાર્યકર નીમવા સરકારને ભલામણ કરવા ઠરાવ્યું.
ગલબાભાઈએ પસાયતાના પટ અને શુદ્ધિપ્રયોગ કરવા અંગે વાતો કરી. તેઓ ૧૦-૭-૧૯૫૬ના એક મિટિંગ બોલાવી નિર્ણય કરશે. રાત્રે જાહેરસભા થઈ. તા. ૨, ૩-૧૫૬ : સાથળ
રનોડાથી સાથળ આવ્યા. અંતર સાડાપાંચ માઈલ હશે. વચ્ચે જલાલપુર થોડું રોકાયા હતા. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. રાત્રે સભા થઈ.
વ્યવસ્થા માટે ચંપકભાઈ પૂજારા આગળથી આવી ગયા હતા. નરસિંહભાઈ જે અહીંના વતની છે. તેઓ સાથે જ હતા. રાત્રીસભામાં સંપ રાખવાની અને દાંડતત્ત્વોની સુધારણા અંગે કહ્યું. સાધુતાની પગદંડી
૨૫૩
Page #285
--------------------------------------------------------------------------
________________
તા. ૪, ૫, ૬-૭-૧૫૬ : શહીદ
સાથળથી શહીજ આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો. ગામલોકોએ સ્વાગત કર્યું. ગામની સ્થિતિ એવી છે કે, વરસાદ પડે એટલે ચારે બાજુ પાણી ભરાઈ જાય છે. કાદવ કીચડનો પાર નહિ અને ચીકણી માટી. અમારા નિવાસ દરમિયાન બંને દિવસ વરસાદ પડ્યો. પ્રવાસ શરૂ થયો. પણ રસ્તે કાંટા, કીચડ અને લપસતા આવતાં હતાં. સદ્ભાગ્યે ગામના મુખ્ય આગેવાનો અમારી સાથે આવ્યા હતા. તેમણે ઘણી કાળજી રાખીને બને તેટલે સારે રસ્તે લાવવા પ્રયત્ન કર્યો. પાદરે સાબરમતી નદી વહે છે.
અહીં મુખ્ય કાર્યકરોને બોલાવ્યા હતા. તેમની વાતો સાંભળી લીધા પછી. મહારાજશ્રીએ પોતાનું ચિંતન વ્યક્ત કરતાં જણાવ્યું કે પ્રવૃત્તિ અંગે પુનઃ ચિંતન કરી લઈએ તો થોડું બળ મળશે. હું મારી વાત મૂકું. પ્રથમ જળસહાયક સમિતિ થઈ. બધા ભાઈઓ નજીક આવ્યા. કાર્યકરો મળ્યા પછી થયું કે હવે કંઈ સક્રિય કામ થવું જોઈએ. હું વ્યક્તિગત જીવનની રીતે જોઉ તો દીક્ષા લેવાની ઇચ્છા થઈ. પણ માતા હયાત હતાં, તેમની ઇચ્છાને ટાળવી મુશ્કેલ હતી. પરંતુ મનુષ્યને જ્યારે અંતરમાંથી સાચી ઇચ્છા પ્રગટે છે ત્યારે કુદરત તેને મદદ કરે જ છે. માતા ગયાં. વૃદ્ધ માતામહી, મામા, બહેન સહમત થયાં. દીક્ષા લીધા પછી પણ એ વિચારો આવ્યા કરે, આ તો ધનવાદી સમાજરચના છે. ધર્મવાદી સમાજ રચના થવી જોઈએ. દરેક ક્ષેત્રમાં ધર્મે એક ડગલું આગળ ચાલવું જોઈએ. એ કેવી રીતે ચાલે ? એમાંથી હું જે માનતો હતો તેને જાહેરજનતા આગળ ખુલ્લું કર્યું. સ્ત્રી સન્માન, ભિક્ષાચરીના નિયમો સમૌન, એકાંતવાસ, તેમાંથી નિવેદન. ગુરુએ કહ્યું, મુહપત્તીના વિચારો જાહેર કરવા પડતા મૂક. પણ મેં જાહેરહિત ખાતર જાહેર કરવા આગ્રહ રાખ્યો. ગુરુએ શિષ્ય તરીકે રદ કર્યો. પછી તો ઘણીવાર ચિંતન ચાલ્યું. છેવટે માર્ગ સાચો છે તો પાછા કેમ હઠવું. આમ પ્રગતિ
ચાલી.
ગણોતધારાના પ્રશ્નમાં પ્રથમ તો હું મારી જાત ઉપર લેવા માગતો હતો. પણ જનતા સાથે હોય તો વધારે સારું. કાર્યકરોને પણ વાત ગળે ઊતરવી જોઈએ. એમ ને એમ કાર્યકરોને ઘસડાવ્યા કરું તો તે લાંબો વખત ચાલે નહિ. “સિદ્ધાંત રહેતા સંસ્થા તૂટી જાય તેની બહુ કિંમત નથી.' જો ૨૫૪
સાધુતાની પગદંડી
Page #286
--------------------------------------------------------------------------
________________
કોંગ્રેસને નથી ટકાવતા પોતાનાથી તૂટે છે. દીવેલ ખૂટશે અને દીવો બુઝાઈ જશે. એટલે એ જનતારૂપી દીવેલ એને મળ્યા કરે તો દીવો જલતો રહે. હું માનું છું કે કોંગ્રેસને મન સત્તા દ્વારા સેવા કરવાની નથી. તેના મનમાં એક વાત છે કે જનતા દ્વારા ક્રાંતિ થાય, તે પહેલાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મજબૂતાઈ કરો. અને એમ કરવું હોય તો રાજ પોતાના હાથમાં હોવું જોઈએ. અને રાજ લેવું હોય તો ચૂંટણી જીતવાની ખેવના પણ રાખવી જોઈએ, પરિણામે અશુદ્ધ સાધનોનો ઉપયોગ પણ કરવો પડે.
એટલે તેને જનતાનું બળ મળે એ માટેની પ્રક્રિયા ઊભી કરવી જોઈએ. તમને લોકો તૈયાર નથી એમ લાગે છે. પ્રશ્ન સાચો લાગે છે. જનતામાં તો ભરતી-ઓટ ચાલવાનાં જ. ગુજરાત પ્રાંતિક સમિતિને ગણોતધારાની ક્રાંતિની વાત ગળે ઊતરી નથી. કાર્યકરો જનતાના બળે ચાલનારા નથી. સંસ્થાના બળે ચાલનારા છે. એટલે તેજ નહિ વધે.
ગ્રામ કોંગ્રેસ બનશે ત્યારે હવા જુદી હશે. જનતાની સામુદાયિક ક્રાંતિ જીવંત રાખવી હોય તો સંસ્થાનો મોહ છોડવો જોઈએ. એથી સંસ્થા તૂટશે નહિ. વ્યક્તિનો વિચાર, વ્યક્તિના વિચારમાંથી આવેલું સામુદાયિક સ્વરૂપ એણે તમે તમારી નબળાઈથી તોડી નાખશો તો કાળી ટીલી લાગશે.
....નું રાજ્ય થશે, તો કદાચ કાયદો બદલવો પણ પડે. કચ્છ, સૌરાષ્ટ્રના જુદા કાયદા છે. સિલિંગનો પ્રશ્ન, રૈયતવાળીનો પ્રશ્ન સૌરાષ્ટ્રમાં ઊભા છે. જો આપણો શુદ્ધિપ્રયોગ ચાલુ હશે તો તે મૂલ્યો નવા રાજના કાયદામાં માર્ગદર્શક બનશે. ગુજરાત પ્રાંતિક સમિતિ આજે ગણોતિયાના પ્રશ્નો અંગે સજાગ બની છે. તેનું કારણ પણ જનતાની જાગૃતિ છે. તે જો આ પ્રશ્નો ના લે તો ખોવાઈ જાય.
ગણોતધારા શુદ્ધિપ્રયોગ અંગે કાર્યકરોમાં ચાલતા મંથનો અંગે પોતાના વિચારો દર્શાવતાં પ્રાતઃ પ્રવચનમાં બોલતાં જણાવ્યું કે કોઈ દિવસ સમાજિક મૂલ્ય અને વ્યક્તિના મૂલ્ય વચ્ચે તફાવત ન હોવો જોઈએ. બે ને બે ચાર એ તાળો છે. તેમાં વ્યક્તિ સમાજના અંગ તરીકે જીવે છે. તે સમાજનું માપકયંત્ર બતાવે છે જયારે આમાં વિસંવાદ થાય છે ત્યારે મહાપુરુષોએ નિયમો બતાવ્યા છે. તેમણે કહ્યું દુનિયાની બીજી વ્યક્તિઓ એ માર્ગે ન જાય તોપણ તું તો તારા પંથે ચાલ્યો જજે. પરંતુ વ્યક્તિ છેવટે તો સમાજનું સાધુતાની પગદંડી
૨ પપ
Page #287
--------------------------------------------------------------------------
________________
અંગ છે. સમાજમાં ક્રોધ, માન, માયા, લોભ પડેલાં છે. તે સમાજમાં નીડર રહેવાવાળાને તો સમાજના જેવું જ આર્ષદ્રષ્ટા હોય છે. તે સમાજને અનુકૂળ નિયમો ઘડી આપે છે. આપણે ત્યાં સ્મૃતિઓ છે તે જુદી જુદી વાતો કરે છે. આનું કારણ સમાજ જે કક્ષાનો છે તેને ધક્કો આપવા માટે જુદા જુદા નિયમો બનાવી આપ્યા. સ્ત્રી તરફ અન્યાય થયો, પછાતો તરફ અન્યાય થયો ત્યારે તેમને સૂત્રો આપ્યાં. પણ મનુષ્ય સમાજની નબળાઈઓ સિદ્ધાંતના નામે ઠગી જાય છે. આનો ઉકેલ એ આવ્યો કે વ્યક્તિ નવું સર્જન કરે છે અને સમાજે સ્વીકૃત કર્યું છે. જો એમ હોય તો વાંધો નથી. ભગવાન રામને એક દષ્ટિએ જોઈએ તો જીવન કેટલું ઉચ્ચકોટિનું લાગે. પણ બીજી બાજુ જોઈએ તો સામાન્ય મનુષ્યની જેમ જ તેઓ વર્તતા હોય છે. લક્ષ્મણની મૂછ વખતે રડે છે. સીતા હરણ, સીતા વનવાસ આ બધા પ્રશ્નોમાં તેઓ નરમ-ગરમ થાય છે. બીજી બાજુ કોઈપણ સમાજ મૂલ્યની નાની વાતને પણ છેવટ સુધી વળગી રહે છે.
દશરથે કૈકેયીને બે વચન આપેલાં. પણ જ્યારે મોહ આવ્યો ત્યારે ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા. કૈકેયીએ કહ્યું તમે એમ સમજતા હતા કે વચન પાળવા માટે કંઈ કિંમત નહિ ચૂકવવી પડે. રાજા ધારે તો વચન ફેરવી શકતા હતા. પણ મંથનમાં બેશુદ્ધ બને છે. આ સ્થિતિમાં રામ આવે છે. તેઓ વિચારે છે કે વચન ન જવું જોઈએ. એ તો સમાજની સ્થાપના છે. સ્મૃતિ કહે છે સમાજ જો ગમે તેટલો વિરોધી હોય તો પણ અંતરતમ સત્ય પાળવું જોઈએ.
રામના મનમાં એ બે વાતો એકી સાથે હતી. પિતાનો વિયોગ કેટલો અઘરો હતો. બીજી બાજુ વચનનું મૂલ્ય હતું. વચન માટે પિતાનો વિયોગ સહન કરવો જોઈએ. અયોધ્યાવાસીઓ ઘણે દૂર સુધી સાથે આવ્યા છે. પિતાએ પણ કહ્યું હતું. હવે વચન પૂરું થયું. રામને કૈકેયી પણ વિનવે છે. છતાં રામ બધો વિચાર કરીને પણ પાછા ફરતા નથી.
આ ઉપરથી ખ્યાલ એ આવે છે કે કૈકેયીને વચન શા માટે માગવું પડ્યું. માત્ર ભરતને ગાદી ને રામને વનવાસ એટલી જ વાત આમાં હવે નથી રહેતી. વચન એ હવે સિદ્ધાંત બની જાય છે. આ વચનભંગની દૂરગામી અસરો સમાજ ઉપર થાય છે. એટલે મુખ્યનાયકે આ બધો વિચાર કરીને વચનનું મૂલ્ય સ્થાપવું જોઈએ. એ પણ બલિહારી છે કે ૧૪ વરસ પૂરા
સાધુતાની પગદંડી
૨૫૬
Page #288
--------------------------------------------------------------------------
________________
થયાં, કે તરત બીજા ઘણા અગત્યના રોકાણ હોવા છતાં, રામ અટકતા નથી. પણ સમયસર પહોંચવા માટે વિમાનમાં અયોધ્યા પહોંચી જાય છે. કારણ કે ભારતને વચન આપ્યું છે કે ૧૪ વરસ પછી તરત આવી જઈશ. વિભીષણના મેળાવડામાં પણ હાજર રહેતા નથી. વાલીના ઘરે પધારતાં નથી. પણ તાપસ વેશમાં અયોધ્યા પધારે છે. કેટલી ઝીણવટભરી કાળજી દરેક વાતમાં રાખે છે !
કોઈપણ નિર્ણય લેવો હોય તો અંતઃકરણને જ વફાદાર રહેવાનું હોય છે. પણ અંતઃકરણની પ્રેરણા સાચી છે કે ખોટી એને જુદી રીતે ચકાસવું જોઈએ. સમાજનાં જૂનાં શાસ્ત્રો, ગુરુ અને છેવટે કહ્યું, પોતાની સત્યબુદ્ધિ કહે તે પ્રમાણે કરવું. આપણું મન કોઈપણ વસ્તુનો નિર્ણય ના કરી શકે, ત્યારે તેને કોઈ શ્રદ્ધેય તત્ત્વ ઉપર વિશ્વાસ મૂકવો જોઈએ. કેટલીકવાર આપણી પ્રસન્નતા ખોવાઈ જાય છે. એનું કારણ ગીતા બતાવે છે. કોઈપણ ક્રિયા ફળ વગરની નથી હોતી. પણ ફળની પાછળ આસક્તિના અંશો હોય ત્યારે આપણે એકદમ અવળા નિર્ણયો લઈ લઈએ છીએ. ચાલો ત્યારે પ્રસન્નતા માટે વચન તોડી નાખીએ. પણ તેથી તો આત્માનો કલેશ થયા કરે છે. હવે શું કરવું ? ગુરુજીના વચનો ઉપર વિશ્વાસ રાખવો આપણે દરેક પ્રશ્ન આ રીતે વિચારવા જોઈએ. નાનચંદભાઈએ મારું ધ્યાન ખેંચ્યું કે ગુજરાત છોડવાની વાત મૂકી તે બરાબર ન લાગ્યું. મનમાં જે આવે તે રજૂ કરવું. તે યોગ્ય છે કે નહિ ? વિદ્વાન એકલો પડી જાય ત્યારે સમાજ કે સંસ્થાનું સ્વરૂપ ડહોળવું ન જોઈએ. બુદ્ધિભેદ ઊભો ન કરવો જોઈએ. જગતગુરુ શંકરાચાર્યે કહ્યું જ છે. વ્યક્તિનું મૂલ્ય ન જવું જોઈએ. તેની સાથે સમાજને ડહોળવો પણ ના જોઈએ.
મૌન વખતે એક બે વ્યક્તિ ઘાટકોપરના ઉપાશ્રયમાં મને આવવા મના કરતા હતા. આખો સમાજ તરફેણ કરતો હતો. તો શું કરવું ? બે વ્યક્તિના અહંમને પોષવો કે શું કરવું ? ત્યારે મને લાગ્યું કે એમાં બે વ્યક્તિનો સવાલ નથી. પણ એથી સમાજ ડહોળાઈ જશે એટલે કહ્યું, સર્વાનુમતે નિર્ણય ના થાય તો મારે ઉપાશ્રયમાં ના આવવું. નિરાશામાંથી આ વિચાર આવ્યો ન હતો. કે દુઃખ લાગ્યું માટે ભાગી જવું. તેની સાથે બળાત્કાર કોઈના ઉપર વિચારો લાદવા નહિ એમ પણ હું સમજું છું. કોઈને લાગશે સાધુતાની પગદંડી
રે ૫૭
Page #289
--------------------------------------------------------------------------
________________
ખરું કે મહારાજ દર વખતે પોતાને સાચા લાગતા વિચારો ઉપર જ ભાર મૂકે છે. ચિકણાસ બહુ કરે છે. પણ જે લાગે તેને વફાદાર નહિ રહેવાનું પણ જોખમ છે. સોક્રેટીસે જોયું કે જે સમાજને મેં પોપ્યો એ સમાજે મને પોપ્યો. એ જ સમાજ મને ઝેરનો પ્યાલો પાય છે તો મારે પી લેવો. તેમાંથી મને નુકસાન નથી થવાનું. સમાજને નવો વિચાર કરવાનું સાધન મળશે.
સમાજના નિયમો વ્યક્તિએ પાળવા એનો અર્થ આ છે અને વ્યક્તિ પોતાના વિચારો લાગે તો ટોળું થઈ જવાનો ભય છે. પંડિતજી અને વિનોબાજુ પોતાની રીતે કામ કરે છે. ભૂદાનમાં નીતિની પાછળ અનૈતિક તત્ત્વો વધારે જોર કરતાં દેખાય છે. કોંગ્રેસનો વિરોધ કરવો તેથી દેશની નૈતિક તાકાત તૂટે છે. એમ માત્ર કોંગ્રેસના જ બની જવું તેથી તેમાં કોંગ્રેસની નબળાઈઓ પોષવાનું બને છે. એટલે ગામડાંનું બળ તેને મળવું જોઈએ. મારા આ વિચારો કાલની વાતો ઉપરથી બંધાયા નથી. ફૂલજીભાઈ થોડા આમાં નિમિત્ત બન્યા છે. પણ સમાજની બધી સ્થિતિ જોઈને મેં ઉપવાસ ગુજરાત છોડવાના વિચારો કર્યા હતાં. તા. ૬-૭-૧૯૫૬ : રામપુર
શીરીસથી સડકે સડકે રામપર આવ્યા. ઉતારો એક ભાઈના નવા મકાનમાં રાખ્યો હતો. રાત્રે નિશાળમાં જાહેરસભા થઈ. તા. ૭-૭૧૯૫૬ : ત્રાંસદ
રામપુરથી નીકળી ત્રાંસદ આવ્યા. અંતર પાંચ માઈલ. ઉતારો દામોદરભાઈની વાડીમાં રાખ્યો હતો. ગામ લોકોએ વાજતેગાજતે ભજનમંડળી સાથે સ્વાગત કર્યું. અહીં હરિજનનો ઝઘડો હતો તે પંચ મારફત પતાવ્યો.
રાતના અંબુભાઈ, નાનચંદભાઈ, ફૂલજીભાઈ, વીરાભાઈ, નવલભાઈ, દીપુભાઈ વગેરે સાથે સારંગપુરના સ્વામીનારાયણ મંદિરની જમીનો જે ખેડૂતો ખેડે છે તેઓ વર્ષોથી ખેડે છે, છતાં ખેડ હકમાં નામ નોંધાતું નથી તેનો ઝઘડો લવાદી માટે ખેડૂત મંડળને સોંપ્યો છે. તેની કાર્યવાહી અંગે ચર્ચા થઈ. ૨૫૮
સાધુતાની પગદંડી
Page #290
--------------------------------------------------------------------------
________________
ધનવાડાનાં ૧૭ હરિજનોનો પ્રશ્ન ચર્ચાયો હતો.
ગૂંદી સહકારી મંડળીના આગેવાનો ગગુમુખી, ગોર, નવલભાઈ અને જાલુભાઈ મળવા આવ્યા. કારણ એ હતું કે ગંદી મંડળીનું લેણું ભરપાઈ થયું નહોતું. એટલે શુદ્ધિપ્રયોગ કરવાનું નક્કી કર્યું હતું. પણ પછી સભ્યોએ લેણું વસૂલ આપવાની ખાતરી આપતાં પ્રયોગ બંધ રહ્યો હતો. પણ કાર્યકરો ગાફેલ રહ્યા. અને સભ્યોએ ભૂલ કરી. તે માટે નાનચંદભાઈએ ત્રણ, અંબુભાઈ અને નવલભાઈએ એક એક ઉપવાસ કરવા એમ નક્કી થયું. મહાદેવમાં (ગૂંદી)માં શરૂઆત કરી. ગામ લોકોનો પ્રેમ તો હતો જ. ગામનું ખરાબ દેખાશે એટલે વિનવવા આવ્યા હતા. મહારાજશ્રીએ બંનેને સમજાવ્યા. અહીં દામોદરભાઈએ અને રંભાબાઈએ અમારી ખૂબ સેવા કરી હતી. તા. ૯-૭-૧૯૫૬
ધોળકા ચાતુર્માસ પ્રવેશ ત્રાંસદ વાડીએથી નીકળી ધોળકા આવ્યા. ઘોઘા બાપાના સ્થાને ધોળકાવાસીઓએ સ્વાગતની તૈયારી કરી હતી. તેઓ રોકાયા. રબારી ભાઈઓએ પ્રથમ સ્વાગત કર્યું તે પછી વિદ્યાર્થીઓએ શહેરીઓએ વાઘરી ભાઈઓ, હરિજનો, રબારીઓ વગેરે આવ્યા. વાઘરીભાઈઓનું બેન્ડ આવ્યું હતું. એ લોકો તેમનો પોશાક બેન્ડ વખતે પહેરતા તે પહેરીને આવ્યા હતા. ભજન મંડળી સાથે જંગલેશ્વરજી મહારાજ પણ આવ્યા હતા. અહીં અનેક આગેવાનો અને સંસ્થાઓએ મહારાજશ્રીને સૂતરહાર પહેરાવી સ્વાગત કર્યું. પછી સરઘસરૂપે સૌ ધમકવાડીમાં નિવાસસ્થાને આવ્યા. અહીં આવીને મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું.
બપોરના કાર્યકરોની મિટિંગ મળી. એમાં મહારાજશ્રીના ઉપવાસ સંબંધી ચર્ચા ચાલી. આજે ગ્રામસંગઠન, કોંગ્રેસ અને રચનાત્મક કાર્યકરોની એકવાક્યતા નથી. અવ્યક્ત રીતે એકતા છે. વળી ગ્રામસંગઠન અંગે અને થનારા શુદ્ધિપ્રયોગ અંગે ખેડૂતોની અને કાર્યકરોની ઢીલાશ આ બધાથી મહારાજશ્રીને વ્યથા થતી હતી. એને માટે ઉપવાસ અને પ્રાર્થના સિવાય બીજો ઉપાય શો ? જનતાને અસર કરી શકે એવું કોઈ સાધન હોય તો તે અન્નકોપનું છે. એટલે સાત ઉપવાસ કરવા એમ વિચાર્યું. સાધુતાની પગદંડી
૨ ૫૯
Page #291
--------------------------------------------------------------------------
________________
તા. ૧૦-~૧૫૬ :
આજે પ્રથમ ઉપવાસ શરૂ થયો. આગલી રાત્રે પ્રાર્થના સભામાં ઉપવાસની જાહેરાત કરેલી. ચાતુર્માસ માટે આવેલા અને પહેલે દિવસથી ઉપવાસની જાહેરાત થઈ. એ લોકોને ગમ્યું નહિ. તેમનો આશય એ હતો કે અમારી સાથે પ્રથમ ચર્ચા કરી હોત તો સારું હતું. જ્યારે અમારી મુશ્કેલી એ હતી કે સમય બિલકુલ રહ્યો નહિ. અને ઉપવાસનું તો આગળથી નક્કી થયેલું જ હતું. છતાં તેમને સમાધાન આપવા પ્રયત્ન કર્યો. છતાં પ્રભુદાસભાઈ તો થોડું ઊંચેથી બોલીને ચાલ્યા ગયા. તા. ૧૧-૧૯૫૬ :
આજે ઉપવાસનો બીજો દિવસ હતો. મીરાંબહેન આજે સાંજનાં આવી ગયાં. તેમની ઈચ્છા પૂ. નાનચંદજી મહારાજની સાથે રહેવાની હતી. અને તા. ૧૭મીએ ચાતુર્માસ સ્થાને પહોંચાડીને આવવાની હતી. પરંતુ ઉપવાસના સમાચાર સાંભળ્યા અને મહારાજશ્રીએ નિયમિતતા માટે સહેજ ટકોર કરેલી કે વાઘજીપરાથી પાછા આવવાનાં હતાં અને છતાં જવાની ઇચ્છા થાય તો ખબર આપવી જોઈએ. એ કારણે જલદી આવ્યાં. તા. ૧૩-૧૯૫૬ :
ત્રાંસદના હરિજન પ્રશ્ન અંગે લવાદે જે ચુકાદો આપેલો તેની વિગત જણાવવા શ્રી જયંતીભાઈ આવ્યા. મહારાજશ્રીને આજે ચોથો ઉપવાસ હતો. છતાં દશથી પાંચ વાગ્યા સુધી આ ચુકાદા અંગે સતત બોલ્યા. મીરાંબહેન વારંવાર અકળાતાં હતાં. પણ પ્રશ્ન અગત્યનો હોવાથી બોલવું પડ્યું. તા. ૧૪-૭-૧૯૫૬ :
આજે દામોદરભાઈ અને રંભાબહેન આવ્યાં. મહારાજશ્રીનું ઉપવાસથી ૮ રતલ વજન ઘટ્યું છે. તા. ૧૫-૭-૧૯૫૬ :
આજે કોઠના આગેવાનો મોટાભાઈ, ખેંગારભાઈ મુખી, પટેલ અને સીવણવર્ગના ભાઈઓ ખબર જોવા આવ્યા.
૨૬)
સાધુતાની પગદંડી
Page #292
--------------------------------------------------------------------------
________________
તા. ૧૭-૭-૧૯૫૬ :
આજે પારણાનો દિવસ હતો. વહેલી સવારના પ્રાર્થના પછી મહારાજશ્રીએ એનિમા લીધો. વજન ૧૪૪ થયું. ૧૨ રતલ ઘટ્યું. આજે ઉપવાસનાં કારણો અને રહેલી સ્થિતિ અંગે એક નિવેદન લખ્યું. પ્રાર્થનામાં લોહાણા અને રજપૂત બોર્ડિંગના વિદ્યાર્થીઓ આવી ગયા હતા. પછી ગામના ભાઈબહેનો આવવા લાગ્યા. બરાબર ૮-૩૦ વાગ્યે પ્રાર્થના શરૂ થઈ. પછી મણિભાઈએ નિવેદન વાંચ્યું. મહારાજશ્રીએ ‘સર્વથા સૌ સુખી થાઓ'નો મંત્ર બોલાવ્યો. પછી દેવીબહેને ‘સબસે ઊંચી પ્રેમ સગાઈ.' ગીત ગાયું. ત્યારબાદ મહારાજશ્રીનો પારણા વિધિ શરૂ થયો. આમ તો જૈન જ વહોરાવે છે પણ આપણે નવું મૂલ્ય ઊભું કરવા માગીએ છીએ. એટલે વિધિ નવી જ ઢબે ગોઠવાયો. પ્રથમ ખેડૂતમંડળના પ્રમુખ શ્રી વીરાભાઈએ ત્યારબાદ પછાત વર્ગના મગનભાઈ નાથાભાઈ પછી કાશીબહેન, ફૂલજીભાઈ પછી તાલુકા કોંગ્રેસના પ્રમુખ પ્રભુદાસભાઈ, વૈદ્યભા પછી વિદ્યાર્થીઓ પ્રાયોગિક સંઘના છોટુભાઈ વગેરેએ વહોરાવ્યું હતું.
તા. ૧૮-૭-૧૯૫૬ :
આજે મૌનવાર હતો. બપોરના જયંતીલાલ અને નાનચંદભાઈ સારંગપુરથી આવ્યા. એમણે આઘાતજનક સમાચાર આપ્યાં કે મંદિર સાથે થયેલું સમાધાન તૂટી ગયું છે. અને ગઈ રાતના ૯-૩૦ વાગ્યે ફરીથી શુદ્ધિપ્રયોગ શરૂ થયો છે. નવલભાઈ કાચા લવાદી ખતમાં સામીલ હતા એટલે તેમની બેવડી જવાબદારી ઊભી થઈ હતી. તેથી તેમને પાંચ ઉપવાસની જાહેરાત કરી પ્રયોગ શરૂ કર્યો.
કુરેશીભાઈએ મામલતદારને કોલ કર્યો હતો કે સારંગપુરમાં મંદિરવાળા ગણોતિયાની જમીનનો વાવેલો પાક પાડી પોતાનું વાવેતર કરી નાખે છે. તમારે તરત તપાસ કરી રિપોર્ટ કરવો જોઈએ. આ ઉપરથી મામલતદારે સર્કલ ઇન્સ્પેક્ટરને સારંગપુર મોકલ્યા. પ્રથમ તો તેઓ મંદિર ગયા હશે. જયંતીભાઈ બોટાદથી સાથે થઈ ગયા હતા. એટલે કેટલીક વાતો થઈ. સર્કલ કાર્યકરો પાસે આવ્યા. અને કહ્યું કે તમારી મદદ માગું છું. કાર્યકરોએ કહ્યું કે તમારી ફરજ છે. ખેડૂતોને લઈ જાઓ પણ પરિસ્થિતિ એવી હતી કે થોડું મોડું થાય તો મંદિરવાળા ઘોડો મોકલી સાંતી છોડાવી નાખે. એટલે સાધુતાની પગદંડી
૨૬૧
Page #293
--------------------------------------------------------------------------
________________
નવલભાઈ જયંતીભાઈ, ફુલજીભાઈ, મુખી વગેરે ખેતરે ગયા. ત્યાં જોયું. તો ગણોતિયાના ખેતરમાંથી વાવેલી સિંગ જેટે ફરીને બહાર નીકળતી હતી તે પાડીને બાજરીનું વાવેતર મંદિરનાં ત્રણ સાંતી કરી રહ્યાં હતા. એમને બોલાવ્યા. પૂછ્યું તો કહી દીધું, કે વાવેતર ફલાણા પટેલે કરેલું છે, પણ મંદિરે કહ્યું એટલે અમે આવ્યા છીએ. સરકલે બધાંની વિગત લખીને સહી કરવા કહ્યું. પણ તેમણે ના પાડી. જયંતીભાઈએ કહ્યું કે, તમે લખી શકો કે મારી રૂબરૂ આ લોકોએ જુબાની આપી છે. પછી મુખી આવ્યા પછી પંચક્યાસ થયો.
આ વાત મંદિરવાળાએ જાણી તેઓ ગભરાયા, એટલે રાત્રે કાર્યકરોને બોલાવ્યા. કહ્યું કે, અમો લવાદ સ્વીકારવા તૈયાર છીએ. નાનચંદભાઈ જેમણે ત્રણ ઉપવાસથી શરૂઆત કરી હતી તેઓ પારણાં કરી લે. કાર્યકરોએ સ્પષ્ટતા કરી કે પહેલાં તમે કહેતા હતા કે મને કોઈ સત્તા નથી. તમારે વડતાલ કમિટી પાસે વાટાઘાટ કરવી જોઈએ. હવે સત્તા મળી ગઈ છે ? કોઠારીએ હા કહી. આશ્ચર્ય તો ત્યાં સુધી બોલ્યા હતા કે નાનચંદભાઈ પારણું ના કરે ત્યાં સુધી હું ઊઠીશ નહિ. કાચું લવાદનામું તૈયાર થયું. તેની ઉપર ત્રણ જણ મંદિર તરફથી નારણભગત, કોઠારી અને કાઠી આગેવાન હઠીભાઈ અને ચાર કાર્યકરો, નવલભાઈ, જયંતીભાઈ, ફૂલજીભાઈ અને અંબુભાઈ હતા. મંદિર તરફથી પતાસાં વહેંચાયા. નાનચંદભાઈ ઉપર ફૂલ વેર્યા અને ફૂલનો હાર, ગજરા પહેરાવ્યાં. આ વખતે અંબુભાઈ ગંદી હતા. સવારે આવવાના હતા. એટલે લવાદમાં લખ્યું હતું કે પાકું લવાદખત અંબુભાઈ આવશે ત્યારે થશે. સવારના રાવજીભાઈ જે મંત્રી છે તેઓ આવ્યા. અંબુભાઈ બપોરના આવ્યા. લવાદખત તૈયાર કર્યું. પછી સહી કરાવવા ગયા. આ દરમિયાન કોઠારીને એવી સલાહ મળેલી કે ભાગ વધારે લીધો હોય અને પાક પાડી દીધો હોય, એવું સાબિત થાય તો, ફોજદારી ગુનો બને. આવા કારણોસર લવાદી ઉપર સહી કરવા ગલ્લાતલ્લાં કર્યા. તે દિવસે સાંજે જમવાનું બધા કાર્યકરોને મંદિરમાં જ હતું. કોઠારીએ કહ્યું, પ્રથમ તમે જમી લો. હમણા ચા આવશે. તે આવશે બહાના બતાવ્યા. છેવટે સહી ના થઈ. એટલે નવલભાઈએ પાંચ ઉપવાસ કરી શુદ્ધિપ્રયોગની પુનઃ શરૂઆત કરી.
સાધુતાની પગદંડી
૨ ૬ ૨
Page #294
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯-૭-૧૯૫૬ :
સાંજના કુરેશીભાઈ મળવા આવ્યા. તેઓ ધોળકાથી સારંગપુર ગયા. સાંજના જયંતીભાઈ, છોટુભાઈ, ચંપકભાઈ વગેરે સાથે ગણોતધારા સુધારા બિલ તા. ૧લી ઓગસ્ટે અમલમાં આવે છે તે દિનથી શુદ્ધિપ્રયોગ ઉમરગઢથી શરૂ થશે. તે વખતે ગામડાંના લોકો પરિચિત રહે. શુદ્ધિપ્રયોગ તો આખા ગુજરાતમાં પ્રચાર થાય અને સહાનુભૂતિ મળે તે માટે કંઈક સાહિત્ય પ્રગટ કરવું જોઈએ. એની વિચારણા કરી. છેવટે એવું નક્કી થયું કે અઠવાડિક શરૂ કરવું. તેનું લવાજમ ૨ થી ૩ રૂપિયા રાખવું. બને તેટલા ગ્રાહકો બનાવવા અને બાકીનાને ફ્રી મોકલવું. તેનું સંપાદન કરનાર કોઈ આપણા પ્રયોગમાં રસ લેતા અને ભાવનાશાળી વ્યક્તિ જોઈએ. તેને માટે સૌનું ધ્યાન મઢી આશ્રમમાં રહેતા મનુ પંડિત ઉપર ગયું. પણ તેઓ ત્યાં કામગીરી બજાવી રહ્યા છે. એટલે સંસ્થાને મુશ્કેલી ના પડે તે રીતે તેમની સંમતિ મળે તો છએક માસ માટે ઉછીની નોકરી મેળવવી. આ જાતનો પત્ર તેમને લખ્યો. અઠવાડિકનું નામ જાગૃતિ અથવા ગ્રામસંગઠન કે એવું કંઈક ગામડાંનાં ઘડતરનો ખ્યાલ આવે તેવું રાખવું. રાત્રે કાળીદાસભાઈએ કહ્યું ગ્રામસંગઠન નામ સારું છે. કારણ કે કાયમી પ્રયોગો એ નામની આજુબાજ ચાલવાના છે. મહારાજશ્રીએ હાસ્યમાં કહ્યું, જો એ નામ મંજૂર થશે તો તમે ફોઈબા થશો. અને ફોઈબાએ જવાબદારી પણ સંભાળવી પડશે. તા. ૨૦-૭-૧૯૫૬ :
આજે સવારના અંબુભાઈ આવ્યા. સારંગપુરની વિગત કહી સંભળાવી. કોંગ્રેસી કાર્યકરો સંસ્થા તરફના પૂર્વગ્રહના કારણે સામા પક્ષને ખોટી સલાહ આપે છે. આ દુ:ખદ છે. ખેડૂતમંડળે શોષિતોના તરફે કાર્યવાહી સુંદર
ચલાવી.
તા. ૨૨-૭-૧૯૫૬ :
બપોરના ગામ આગેવાનોને પૂર્ણિમા પછીનો કાર્યક્રમ વિચારવા બોલાવ્યા હતા. એમાં એવું નક્કી થયું કે સવારની પ્રાર્થના પછી ગીતા ઉપર કહેવું અને રાત્રે વાર પ્રમાણે રામાયણ ગીતા તથા કથાવાર્તા, પ્રશ્નોત્તરી અને સર્વધર્મ માનવતા ઉપર કહેવું. પર્યુષણમાં માત્ર દિવસે પ્રવચન રાખવું. એમ સાધુતાની પગદંડી
૨૬૩
Page #295
--------------------------------------------------------------------------
________________
નવલભાઈ જયંતીભાઈ, ફૂલજીભાઈ, મુખી વગેરે ખેતરે ગયા. ત્યાં જોયું તો ગણોતિયાના ખેતરમાંથી વાવેલી સિંગ જેટે ફરીને બહાર નીકળતી હતી તે પાડીને બાજરીનું વાવેતર મંદિરનાં ત્રણ સાંતી કરી રહ્યાં હતા. એમને બોલાવ્યા. પૂછ્યું તો કહી દીધું, કે વાવેતર ફલાણા પટેલે કરેલું છે, પણ મંદિરે કહ્યું એટલે અમે આવ્યા છીએ. સરકલે બધાંની વિગત લખીને સહી કરવા કહ્યું. પણ તેમણે ના પાડી. જયંતીભાઈએ કહ્યું કે, તમે લખી શકો કે મારી રૂબરૂ આ લોકોએ જુબાની આપી છે. પછી મુખી આવ્યા પછી પંચક્યાસ થયો.
આ વાત મંદિરવાળાએ જાણી તેઓ ગભરાયા, એટલે રાત્રે કાર્યકરોને બોલાવ્યા. કહ્યું કે, અમો લવાદ સ્વીકારવા તૈયાર છીએ. નાનચંદભાઈ જેમણે ત્રણ ઉપવાસથી શરૂઆત કરી હતી તેઓ પારણાં કરી લે. કાર્યકરોએ સ્પષ્ટતા કરી કે પહેલાં તમે કહેતા હતા કે મને કોઈ સત્તા નથી. તમારે વડતાલ કમિટી પાસે વાટાઘાટ કરવી જોઈએ. હવે સત્તા મળી ગઈ છે ? કોઠારીએ હા કહી. આશ્ચર્ય તો ત્યાં સુધી બોલ્યા હતા કે નાનચંદભાઈ પારણું ના કરે ત્યાં સુધી હું ઊઠીશ નહિ. કાચું લવાદનામું તૈયાર થયું. તેની ઉપર ત્રણ જણ મંદિર તરફથી નારણભગત, કોઠારી અને કાઠી આગેવાન હઠીભાઈ અને ચાર કાર્યકરો, નવલભાઈ, જયંતીભાઈ, ફૂલજીભાઈ અને અંબુભાઈ હતા. મંદિર તરફથી પતાસાં વહેંચાયા. નાનચંદભાઈ ઉપર ફૂલ વેર્યા અને ફૂલનો હાર, ગજરા પહેરાવ્યાં. આ વખતે અંબુભાઈ ગૂંદી હતા. સવારે આવવાના હતા. એટલે લવાદમાં લખ્યું હતું કે પાકું લવાદખત અંબુભાઈ આવશે ત્યારે થશે. સવારના રાવજીભાઈ જે મંત્રી છે તેઓ આવ્યા. અંબુભાઈ બપોરના આવ્યા. લવાદખત તૈયાર કર્યું. પછી સહી કરાવવા ગયા. આ દરમિયાન કોઠારીને એવી સલાહ મળેલી કે ભાગ વધારે લીધો હોય અને પાક પાડી દીધો હોય, એવું સાબિત થાય તો, ફોજદારી ગુનો બને. આવા કારણોસર લવાદી ઉપર સહી કરવા ગલ્લાતલ્લાં કર્યા. તે દિવસે સાંજે જમવાનું બધા કાર્યકરોને મંદિરમાં જ હતું. કોઠારીએ કહ્યું, પ્રથમ તમે જમી લો. હમણા ચા આવશે. તે આવશે બહાના બતાવ્યા. છેવટે સહી ના થઈ. એટલે નવલભાઈએ પાંચ ઉપવાસ કરી શુદ્ધિપ્રયોગની પુનઃ શરૂઆત કરી.
૨૬ ૨
સાધુતાની પગદંડી
Page #296
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯-૭-૧૫૬ :
સાંજના કુરેશીભાઈ મળવા આવ્યા. તેઓ ધોળકાથી સારંગપુર ગયા. - સાંજના જયંતીભાઈ, છોટુભાઈ, ચંપકભાઈ વગેરે સાથે ગણોતધારા સુધારા બિલ તા. ૧લી ઓગસ્ટે અમલમાં આવે છે તે દિનથી શુદ્ધિપ્રયોગ ઉમરગઢથી શરૂ થશે. તે વખતે ગામડાંના લોકો પરિચિત રહે. શુદ્ધિપ્રયોગ તો આખા ગુજરાતમાં પ્રચાર થાય અને સહાનુભૂતિ મળે તે માટે કંઈક સાહિત્ય પ્રગટ કરવું જોઈએ. એની વિચારણા કરી. છેવટે એવું નક્કી થયું કે અઠવાડિક શરૂ કરવું. તેનું લવાજમ ૨ થી ૩ રૂપિયા રાખવું. બને તેટલા ગ્રાહકો બનાવવા અને બાકીનાને ફ્રી મોકલવું. તેનું સંપાદન કરનાર કોઈ આપણા પ્રયોગમાં રસ લેતા અને ભાવનાશાળી વ્યક્તિ જોઈએ. તેને માટે સૌનું ધ્યાન મઢી આશ્રમમાં રહેતા મનુ પંડિત ઉપર ગયું. પણ તેઓ ત્યાં કામગીરી બજાવી રહ્યા છે. એટલે સંસ્થાને મુશ્કેલી ન પડે તે રીતે તેમની સંમતિ મળે તો છએક માસ માટે ઉછીની નોકરી મેળવવી. આ જાતનો પત્ર તેમને લખ્યો. અઠવાડિકનું નામ જાગૃતિ અથવા ગ્રામસંગઠન કે એવું કંઈક ગામડાંનાં ઘડતરનો ખ્યાલ આવે તેવું રાખવું. રાત્રે કાળીદાસભાઈએ કહ્યું ગ્રામસંગઠન નામ સારું છે. કારણ કે કાયમી પ્રયોગો એ નામની આજુબાજ ચાલવાના છે. મહારાજશ્રીએ હાસ્યમાં કહ્યું, જો એ નામ મંજૂર થશે તો તમે ફોઈબા થશો. અને ફોઈબાએ જવાબદારી પણ સંભાળવી પડશે. તા. ૨૦-૭-૧૫૬ :
આજે સવારના અંબુભાઈ આવ્યા. સારંગપુરની વિગત કહી સંભળાવી. કોંગ્રેસી કાર્યકરો સંસ્થા તરફના પૂર્વગ્રહના કારણે સામા પક્ષને ખોટી સલાહ આપે છે. આ દુઃખદ છે. ખેડૂતમંડળે શોષિતોના તરફે કાર્યવાહી સુંદર ચલાવી. તા. ૨૨-૭-૧૫૬ :
બપોરના ગામ આગેવાનોને પૂર્ણિમા પછીનો કાર્યક્રમ વિચારવા બોલાવ્યા હતા. એમાં એવું નક્કી થયું કે સવારની પ્રાર્થના પછી ગીતા ઉપર કહેવું અને રાત્રે વાર પ્રમાણે રામાયણ ગીતા તથા કથાવાર્તા, પ્રશ્નોત્તરી અને સર્વધર્મ માનવતા ઉપર કહેવું. પર્યુષણમાં માત્ર દિવસે પ્રવચન રાખવું. એમ
સાધુતાની પગદંડી
૨૬૩
Page #297
--------------------------------------------------------------------------
________________
નક્કી થયું. તેની પત્રિકા બહાર પાડવી.
સાંજના મામલતદાર સાહેબ મળવા આવ્યા હતા.
તા. ૨૩-૭-૧૯૫૬ :
આજે સાંજના અંબુભાઈ અને છોટુભાઈ આવ્યા. અંબુભાઈ ગુજરાત ભૂદાન સમિતિની બેઠકમાં હાજરી આપીને આવ્યા હતા. તેમણે ત્યાંની કાર્યવાહીનો ખ્યાલ આપ્યો. અંબુભાઈને ગણોતધારા અંગે બોલવાનું હતું. એમણે ગણોતધારો પાણીપત્રકમાં નામ નથી તે અને શુદ્ધિપ્રયોગ આ ત્રણેય વાતો ખૂબ સુંદર રીતે રજૂ કરી. સરકારના ગમે તેટલા સારા કાયદા હોય, તોપણ એની મર્યાદા રહેવાની. ગણોતિયામાં હિંમત નથી. ગામ મદદ કરતું નથી. અને કાયદો જમીનદારની પડખે છે. આવી સ્થિતિમાં શું કરવું. પછી સારંગપુરના શુદ્ધિપ્રયોગની વાતો કરી. તેમણે કહ્યું કે અમારો પ્રયોગ પૂર્ણ છે એમ અમારું કહેવાનું નથી. પણ તમો બીજો કોઈ રસ્તો હોય તો બતાવો. સભામાં બહુ સારી અસર પડી. એટલે જુગતરામ દવે બોલવા ઊભા થયા. તેમણે અંબુભાઈની વાતને પૂરો ટેકો આપ્યો. અને કહ્યું કે તેમની વાત સાચી છે. કંઈક કરવું જોઈએ. એમ તો સૌને થાય છે. પણ કરતા નથી. એટલે આ લોકો કરે છે તેમને આપણે પૂરો ટેકો આપવો જોઈએ અને ઠરાવ કરવો જોઈએ. દાદા સાથે પણ વાતો થઈ. એમણે વાત તો ગમે છે પણ ઉપવાસની વાત હજુ ગળે ઉતરતી નથી. વિનુભાઈ શાહે પણ ઉપવાસ એ એક જાતનું દબાણ છે. પૂર્ણ અહિંસા નથી. એમ જણાવ્યું. એ લોકો શુદ્ધિપ્રયોગને ટેકો આપતો ઠરાવ કરવાના હતા. પણ ગમે તે કારણે ન કર્યો. વજુભાઈએ કહ્યું આટલી બધી હકીકતનો તો મને ખ્યાલ જ નથી. છાપા જોયાં નથી. તમારે એમના ભક્તો નંદાજી, ભક્તિબા વગેરેને લખવું જોઈએ. અંબુભાઈએ કહ્યું, તમારી વાત સાચી છે. પણ અમારો આદર્શ જનશક્તિ જગાડવાનો છે. વજુભાઈ તત્ત્વ સમજી ગયા. બાકી સામાન્ય ખ્યાલ આપવામાં વાંધો નથી.
ભૂદાન સમિતિએ પોતાના બે પ્રતિનિધિઓને સારંગપુર મોકલવાનો વિચાર કર્યો છે. નારાયણભાઈ દેસાઈ અને સૂર્યકાંત પરીખ જશે. કદાચ બબલભાઈ પણ જાય. ત્યાંથી તા. ૧ લી નાશુદ્ધિપ્રયોગ વખતે ઉમરગઢ પણ એ ભાઈઓ જશે.
૨૬૪
સાધુતાની પગદંડી
Page #298
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ભૂદાન કાર્યકરો અને કોંગ્રેસીઓ શ્રી વજુભાઈ શાહ, મનુભાઈ પટેલ, માધવલાલ શાહ, ત્રિભુવનદાસ પટેલ વગેરે હતા. તેમને સૌને શુદ્ધિપ્રયોગની વાત ઠીક લાગી છે. માધવલાલ શાહે કહ્યું, ખેડા જિલ્લામાં ૮૦ હજાર ગણોતિયાના કબજા ઝૂટવાઈ ગયા છે. અમે જાણીએ છીએ સરકાર જાણે છે, છતાં કોઈ ઉપાય નથી દેખાતો. | (સારંગપુર શુદ્ધિપ્રયોગની પુસ્તિકા છવાઈ ગઈ છે. એટલે તેની વધુ વિગતો અહીં લખી નથી. તેમાંથી મળી રહેશે.
-સંપાદક) તા. ૨૭-૭-૧૫૬ :
આજે નવલભાઈ આવ્યા. તેમણે એક સલાહ માગી તે એ કે સરકાર તરફથી હમણા સર્વોદય યોજના ઉપર એક પત્ર આવ્યો છે. એમાં લખે છે કે હિસાબનીશ તમે રાખો છો. તેમને છૂટા કરી સરકાર નીમશે તેમને રાખવા. આમ કરવા પાછળ કારણ એ જણાય છે કે મહારાષ્ટ્રમાં કેટલાંક કેંદ્રમાં સંચાલક પોતે જ હિસાબનીસ નીમતા હોવાથી બંને મળી જઈને ગોલમાલ કરી છે. તેથી હવે સરકાર પોતાનો હિસાબનીસ મૂકવા માગે છે. પણ આથી તો એમ ફલિત થાય છે કે દરેક યોજનાના સંચાલક ઉપર અવિશ્વાસ છે. વળી સરકારી માણસ ઓછી ભાવના અથવા તો ભાવના વગરનો પણ હોઈ શકે. બીજું કામ તો કરશે નહિ અને એ જે કંઈ ગોટાળો કરે તેની જવાબદારી તો સંચાલક ઉપર છે. એટલે આ ન ચલાવી શકાય તેવી યોજના છે. તેનો વિરોધ કરવો જોઈએ. એમ નક્કી થયું. અને ગુજરાતના સર્વોદયથી મુખ્ય આગેવાનો શ્રી જુગતરામભાઈ, દિલખુશભાઈ વગેરેને લખવું એમ જણાવ્યું. તા.૨૮-૭-૧૯૫૬ :
તા. ૨૮, ૨૯ના દિવસે એક વર્ગ રાખવામાં આવ્યો. તેમાં જેમણે ગણોતધારાના વિરોધમાં જમીન ત્યાગી હતી. તેમાંના મુખ્ય ત્યાગીઓ અને મુખ્ય કાર્યકરો એકત્ર થયા હતા. ખાસ કરીને તા. ૧લી ઓગસ્ટથી ગણોતધારા સુધારા બીલના વિરોધ અંગે જે શુદ્ધિપ્રયોગ થવાના છે. તેની સમજણ આપવા શુદ્ધિપ્રયોગનું તત્ત્વજ્ઞાન સમજાવવા અને આપણી ફરજો અંગે આ વર્ગ રાખવામાં આવ્યો હતો. શરૂઆતમાં અંબુભાઈએ કયા
સાધુતાની પગદંડી
૨૬૫
Page #299
--------------------------------------------------------------------------
________________
સંજોગોમાં શુદ્ધિપ્રયોગ કરવાનું વિચારાયું તેની વિગતવાર માહિતી આપી અને સારંગપુર શુદ્ધિપ્રયોગની વિગતો પણ આપી.
ત્યારબાદ મહારાજશ્રીએ પ્રવચન કરતાં જણાવ્યું કે ખેડૂતમંડળની ઉત્પત્તિ ગામડાંના પ્રતિનિધિત્વમાંથી ઊભી થઈ છે. ગામડા અને શહેરો વચ્ચે ભેદ રહ્યાં કર્યો છે. કંટ્રોલ વખતે ગામડાંને પોણો શેર ખાંડ શહેરોને દોઢશેર ખાંડ અપાતી. તાલુકા સમિતિએ ઘણો વિરોધ કર્યો. પુરવઠા મંત્રી શ્રી દિનકરભાઈ દેસાઈને લખ્યું તો કહે શું કરીએ નવી પરિપાટી ઊભી કરી શકતા નથી. અનાજના ભાવોનો પ્રશ્ન આવ્યો. બધાંનો ભાવ પડતર જોઈને નક્કી કરવામાં આવ્યો. પણ ખેડૂતોનો ભાવ અડસટ્ટે નક્કી કરી આપ્યા. આ ભાવ તેમને પોષાતા નહોતા. મંડળે શા ભાવે પડતર થાય તેની તપાસ કરવા શિવાભાઈ જેઠાભાઈ પટેલને આ કાર્ય માટે નીમ્યા તેમણે તપાસ કરી તો ઘઉંના ભાવ બાર સાડાબાર આવીને ઊભા રહ્યા. બબલભાઈને સંયોજક નીમ્યા. પ્રાંતિક સમિતિ પાસે ગયા. તેણે કહ્યું, વાત સાચી. પણ અમે સરકારી નીતિથી વિરુદ્ધ કોઈ ઠરાવ કરી શકીએ નહિ. ત્યારે લાગ્યું કે કોંગ્રેસની શક્તિ વધે તે માટે જરૂરી પ્રક્રિયા ઊભી કરવી જોઈએ. એ રીતે મંડળની ઉત્પત્તિ થઈ છે.
ત્યારબાદ ગણોતધારાની વાત આવી. આપણે બધાનો વિચાર કરીએ છીએ. જમીનદારને પણ રોટલો મળે, અને શ્રમજીવી પણ સન્માનપૂર્વક જીવી શકે એટલા માટે જમીન ફાજલ પાડવાની વાત આવી. જે જમીન ફાજલ પડે, તેનો પ્રથમ હક્ક જમીનદારને આપવો. જો આમ ન વિચારીએ તો ગરાસદારો બહારવટું કરે, સરકાર પોલીસ બળ વધારે અને છેવટે ભાર આવે ગામડાં ઉપર. એટલે સરકારને કહ્યું આજે સુંદર તક છે. તમે ફાજલ પાડો. સદભાગ્યે નિયોજન પંચે આ વાતનો સ્વીકાર કર્યો છે. હવે રહ્યો સરકારે વળતર આપવાનો પ્રશ્ન. યોજનાઓ માટે કરોડો રૂપિયા ખર્ચાય છે તેને બદલે બેકારી દૂર થાય એવી યોજના વિચારીએ તો શું ખોટું ? જમીન ફાજલ પાડવાની અસર ભાલમાં તો બહુ ઓછા માણસોને લાગુ પડે છે. પણ તે સિદ્ધાંતના સ્વીકારથી ફાયદો સૌને છે, વધારે છે.
આપણી પ્રવૃત્તિઓ પછવાડે અમારા જેવાને જે રસ છે તે વધારે સગવડો મળે તે માટે નહિ, પણ નીતિ કેટલી વધે છે, ત્યાગ કેટલો વધે છે, બેકારી
સાધુતાની પગદંડી
Page #300
--------------------------------------------------------------------------
________________
કેટલી દૂર થાય છે તે છે. સરકારનું ગજુ મૂડીદારો કે જમીનદારો સામે થવાનું નથી. એટલે જમીન ફાજલ પાડવાની વાત જમીનદારોને લાગુ ના પાડી. પાડી તો એવી પાડી કે બિલકુલ અસર ના થાય. પણ ગરીબ ગણોતિયાને લાગુ પાડી. તે ૪૮ એકરથી વધારે ન ખેડી શકે. સેલ્સટેક્ષ આંદોલન ચાલ્યું તો વેપારીઓ અને રાજકીય પક્ષો એક થઈ ગયા. વેચાણ ઉપર વેરો આવવાનો હતો. તેમને કંઈ નહાવાનું નહોતું. છતાં આંદોલન ઉપાડ્યું. રાજય ઢીલું પડે તેવી સ્થિતિ સર્જાવા લાગી. ગામડાના લોકોએ સમજ્યા વગર હાજી હા કરવા લાગ્યા. સૌરાષ્ટ્રમાં હું ગયો. બધું જોયું. અનુભવ્યું, ગામડાં જાગે નહિ ત્યાં સુધી કોઈ વસ્તુ મટવાની નથી. ત્યાગ કરીને એ બળ આપવાનું છે. સ્વરાજયની લડતમાં ગામડાએ બહુ ઓછો ભોગ આપ્યો છે. એટલે તેમને સ્વરાજ્યનો ફાયદો મળ્યો નથી, મેળવી શક્યા નથી. શહેરોએ ભોગ આપ્યો, એટલે તેઓ લાભ મેળવે છે. ગામડાં ભૂખ્યાં છે, તેઓ શું ભોગ આપી શકે ? ત્યારે આપણે કહ્યું સહી શકે તેટલો ત્યાગ કરે. ખેડૂત મંડળે સાવ સીધા અને નાના પ્રશ્નો મૂક્યા છે, પણ સરકારે માન્ય કર્યા નથી. એટલે શુદ્ધિપ્રયોગનો વિચાર કર્યો. તે પણ બહુ હળવી રીતે કાનૂન રક્ષા, કોંગ્રેસની સિદ્ધાંત નિષ્ઠા તૂટે નહિ. પાંચ ગામ અને પચીસ માણસો જમીન ત્યાગ કરે. ૩૦ જણ ત્રણ ત્રણ ઉપવાસ કરે આ છે શુદ્ધિપ્રયોગની પ્રક્રિયા. વાત નાની છે છતાં ભવ્ય આદર્શ મૂક્યો છે. તમે બધાં આની ઉપર ચિંતન કરજો.
ત્યાગ તપ એટલે આપણે સંન્યાસ લેવો એવો અર્થ કરીએ છીએ. આ ત્યાગમાં સંસારી રહેવા છતાં સંન્યાસ લેવાનો છે. ટુકડો રોટલા માટે ફાંફાં મારવાં પડશે. જ્યારે તપની લાલચ આવશે કોંગ્રેસ તરફથી પણ લાલચ આવશે. જયારે તપની સફળતાની તૈયારી ચાલી છે ત્યારે દેવો પ્રથમ ત્રાસ ફેલાવે છે. એમાં નથી ફાવતા તો લાલચ રંગરાગની મૂકે છે. આમાં ટકે તો બેડો પાર થાય. આવું જ તમારું બનવાનું છે. નાની બોરુમાં ડાહ્યાભાઈ તૈયાર થયા. પણ પછી બોલવાના હોશ નથી રહ્યા. તેમની મુશ્કેલીઓ પણ હશે. કુદરતને મંજૂર હશે તો આપણને સફળતા મળવાની છે. સફળતા મળતી જ જાય છે. આપણે પટ પછીના કબજાની વાત કરીએ છીએ. ત્યાં પ્રાંતિક સમિતિએ ૪૮, ૪૯થી વાત કરી છે. પણ એ બધું માત્ર વાતોથી સાધુતાની પગદંડી
૨૬૭
Page #301
--------------------------------------------------------------------------
________________
નહિ બને. પ્રત્યક્ષ કરી બતાવશું ત્યારે સૌને ગમશે. ગ્રામ સંગઠનમાં ત્રણ વસ્તુ છે. ખેતી, ગોપાલન અને મજૂરી. આ ત્રણેને યોગ્ય સંકલન કરી એકબીજાનો સહકાર કરે, તેવી સ્થિતિ ઊભી કરવી. વસવાયા વેપારીઓનો પણ વિચાર કરીએ છીએ. વેપારીઓ માટે કહીએ છીએ. તમારી બુદ્ધિનો ઉપયોગ ગામડા માટે કરો. ખેડૂતોને કહીએ છીએ, તમે બે ધંધા ન કરો. બુદ્ધિનો ધંધો વેપારીઓ માટે ખુલ્લો રાખવો. સહકારી અને શિક્ષણ પ્રવૃત્તિ એમના દ્વારા ચલાવો.
શહેરોને નાબૂદ કરવા માગતા નથી. પણ ગામડાંના પૂરક તરીકે જીવે એમ જરૂર ઇચ્છીએ છીએ. તા. ૧-૮-૧૯૫૬ :
આજે ગણોતધારા સુધારા બિલના વિરોધમાં મુંબઈ સરકાર સામે શુદ્ધિપ્રયોગ શરૂ થયો. કુમારી કાશીબહેનના ત્રણ ઉપવાસથી શરૂઆત થઈ. તા. ૨-૮-૧૫૬ : - સાંજના આત્મારામ ભટ્ટ શબ્દરચના હરીફાઈ અંગે વાતો કરવા આવ્યા. એમણે આમરણાંત ઉપવાસ આ હરીફાઈની જાહેરખબરો બંધ કરાવવા કર્યા હતા. પછી લવાદી થતાં એ છૂટ્યા હતા. પણ પોતે બની ગયા. એમ તેમને લાગ્યું છે. હવે આ જાહેરખબરો અંગે શું વિચારવું તે માટે જુદા જુદા નેતાઓને મળે છે. એ રીતે મહારાજશ્રીને મળવા આવ્યા. મહારાજશ્રીએ પાયાનો એક પ્રશ્ન પૂછ્યો. એ તમે જ્યારે ઉપવાસ કર્યા ત્યારે તમારા મનમાં શું હતું. કાં તો હરીફાઈ બંધ થવી જોઈએ અને કાં તો શરીર પડે. જો બેની વચ્ચેનો કોઈ લવાદી કે એવો કોઈ માર્ગ ખુલ્લો રાખ્યો હોય તો સવાલ નથી. પણ એ ન રાખ્યો હોય અને બે જ નિશ્ચય હોય તો વચ્ચેથી કોઈના કહેવાથી નહિ અટકવું જોઈએ. પણ પોતાના આત્માને વફાદાર રહેવું જોઈએ. એટલા માટે હું ઘણીવાર કહું છું કે ઉપવાસ કરતાં પહેલા જેટલી છૂટછાટ લેવી હોય તે નક્કી કરી લો. નહિ તો પછી મન સ્થિર નહિ રહે અને ઉપવાસનો હેતુ નહિ સચવાય, આત્મારામભાઈએ કહ્યું આમ તો હું સ્પષ્ટ હતો. પણ મનમાં એવું પણ ખરું કે કામ પતી જાય, એવું લાગતું હોય, વળી ખાસ માણસો જયારે ખાતરી આપતા હોય ત્યારે વધારે તંત ન ૨૬૮
સાધુતાની પગદંડી
Page #302
--------------------------------------------------------------------------
________________
કરવો. પણ આમાં તો હું બની ગયો છું. બીજા કોઈનો દોષ હું કાઢતો નથી.
મહારાજશ્રીએ કહ્યું તમે આ પ્રશ્ન તમારા એકલાનો શું કામ બનાવો છો? આખા સમાજના નૈતિકબળોનો બનાવો. એ માટે તમારે મધ્યમાં રહીને શુદ્ધિપ્રયોગ શરૂ કરવો જોઈએ પછી ત્રણ છાપાં સામેની પણ શબ્દરચના હરીફાઈ બંધ થાય એ માટે હશે. આમ ઘણી વાતો થઈ. તા. ૪-૮-૧૯૫૬ :
આજે છોટુભાઈ અને કાશીબહેન ઉમરગઢથી અલિયાસર સુધી ચાર માઈલ ચાલતાં આવ્યાં. વચ્ચે ગળા સુધી પાણી આવ્યું. એક નદીમાં બે માણસો મદદમાં હતા. કાશીબહેને ત્રણ ઉપવાસ કરી માત્ર ગોળનું પાણી અને રાબ પીને ચાલતાં આવી ધંધૂકા પહોંચી ગયેલાં. એમની હિંમત અને સ્કૂર્તિને ધન્યવાદ. તા. ૮-૧૯૫૬ :
કુરેશીભાઈ મળવા આવ્યા. તેમણે મુંબઈના દ્વિભાષી રાજ્ય રચનાની જાહેરાતના શુભ સમાચાર આપ્યા. ગુજરાતમાં આના ખૂબ બૂરા પ્રત્યાઘાત પડ્યા છે. દાદાગીરીની જીત થઈ હોય તેમ લાગ્યું. પણ પાર્લામેન્ટે બહુ લાંબી દષ્ટિ વાપરીને આ પ્રસ્તાવ મૂક્યો અને પાસ થયો. તા. ૮-૮-૧૯૫૬ :
લોકલબોર્ડ પ્રમુખ માણેકલાલભાઈ અને ઉપપ્રમુખ દાસભાઈ તથા એંજિનિયર રાવજીભાઈ વગેરે મળવા આવ્યા. શિયાળવાળા કેશુભાઈ જીવરાજે ખબર આપ્યા કે અતિ વરસાદથી કોઠા તલાવડી ગામ ભયમાં મુકાઈ ગયું છે. ઘણાં ઘર પડી ગયાં છે. બીના ઘઉં પણ તણાઈ ગયાં છે. પણ પાણીને કારણે ત્યાં પહોંચી શકાય તેમ નથી. મહારાજશ્રીને આની ચિંતા થઈ. તરત તાલુકા સમિતિની મિટિંગ બેઠી હતી તેમાં માણેકલાલભાઈ વગેરે પણ હાજર હતા. તેમના ઉપર ચિઠ્ઠી લખીને એ ગામને તરત મદદ કરવા ભલામણ કરી. સમિતિએ આવતી કાલે ત્યાં જવા નક્કી કર્યું છે.
આજે અમદાવાદમાં દ્વિભાષી રાજ રચના અંગે વિદ્યાર્થીઓએ હડતાળ અને સરઘસ કાઢ્યાં હતાં. હિંસક બનાવો બનતાં પોલીસે ગોળીબાર કર્યો સાધુતાની પગદંડી
૨૬૯
Page #303
--------------------------------------------------------------------------
________________
અને સાત જણનાં મૃત્યુ થયાં. અહીંની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પણ હડતાળ પાડી અને બળજબરીથી બીજી શાળાઓ પણ બંધ કરાવી. તા. ૯-૮-૧૯૫૬ :
આજે સહકારી મંડળીઓની મિટિંગ હતી. અંબુભાઈ, કુરેશીભાઈ, સુરાભાઈ, બળદેવભાઈ, પ્રાણલાલભાઈ વગેરે ૩૦ જણા આવ્યા છે. વાહનવ્યવહારની અગવડને કારણે વધુ લોકો આવી શક્યા નહોતા. મિટિંગમાં સાણંદ અને ધોળકા તાલુકામાં બેંકના ડાયરેક્ટરની ચૂંટણીમાં ખેડૂત મંડળને સામાજિક આર્થિક બાબતમાં સ્વતંત્ર નીતિ સ્વીકારવી, બીજો મુદ્દો સહકારી મંડળીઓમાં ખેડૂત મંડળનું પ્રતિનિધિત્વ દાખલ કરવા અંગે ચર્ચાઓ થઈ.
મહારાજશ્રીએ મિટિંગમાં જણાવ્યું કે આ બધા પ્રશ્નો કેમ ઊભા થાય છે? તેને તમે બધાં વ્યવસ્થિત સમજી લો એ જરૂરી છે. પાણી આવે ત્યારે આપણે ચેતીએ છીએ.
મૂળ તો આ દેશમાં સહકારી પ્રવૃત્તિ આવી તે જાણે બહારથી આવી, તેમ લાગે છે. અને કેવળ આર્થિક પ્રશ્નો માટે જ તે છે એમ માન્યું છે. જો સહકારી પ્રવૃત્તિનો પાયો સમાજને નહિ લો અને અર્થતંત્રને જ લઈને ચાલશો તો મુશ્કેલીઓ આવવાની છે. પૈસા મળશે, પણ તેનો ઉપયોગ કેમ કરવો તે નહિ વિચારીએ તો જીવન કોઈ દિવસ ઊંચું નહિ આવે. સમાજ જીવનના બધાં તત્ત્વોને સાંકળવાં જોઈશે. સત્તાના રાજકારણમાં જવા કરતાં, સહકારી પ્રવૃત્તિના કાર્યમાં રસ લેવો તે વધુ ઉપયોગી છે.
સંસ્થાએ ટકવું કે વ્યક્તિએ ટકવું તે સવાલ છે. વ્યક્તિમાં અભિમાન પેસવાનો ડર છે એટલે સંસ્થાનું બળ વધવું જોઈએ. બપોરના સભા ફરીથી શરૂ થઈ. અંબુભાઈએ મંડળનું દૃષ્ટિબિંદુ સમજાવ્યું. જયંતીભાઈએ સામાજિક, આર્થિક બાબતમાં મંડળની નીતિ સ્વતંત્ર શા માટે એ સમજાવ્યું હતું. ત્યારબાદ મહારાજશ્રીએ જણાવ્યું હતું કે દરેક પ્રવૃત્તિનું મૂળ સિદ્ધાંત છે. માયા મમતા આવે ત્યારે તે, સિદ્ધાંતને વફાદાર રહી શકતો નથી. એટલે બે માણસ ભેગા મળે ત્યાં સિદ્ધાંત સચવાય છે. નરીમાન, ખરે, સુભાષ જ્યારે સિદ્ધાંતથી ચલિત થયા ત્યારે કોંગ્રેસમાંથી ખસી ગયા, ખસી જવું પડ્યું. પંડિતજી કહે, કે કોંગ્રેસમાં નથી રહેવું તો કોંગ્રેસ જ રહે. પંડિતજી બદલાઈ જાય કોંગ્રેસ એટલે અમુક વ્યક્તિ નહિ, સત્ય, અહિંસાના સિદ્ધાંત, સામુદાયિક રીતે ૨૭૦
સાધુતાની પગદંડી
Page #304
--------------------------------------------------------------------------
________________
વિશ્વવ્યાપક થયા તે જાતની બલિદાનો આપીને પસાર થયેલી સંસ્થા. ખાદીની ટોપી કે અમુક વ્યક્તિ એ કોંગ્રેસ નથી.
અમદાવાદની મહાસમિતિમાં પંડિતજીએ બહુ સુંદર વાતો આ વિશે કરી હતી. “ખદરકી ટોપી ઔર ચલ્વન્સી (સભ્ય) કોંગ્રેસ નથી. મુંબઈના પ્રશ્નમાં આપણે જોયું, કોંગ્રેસ મજબૂત રહી છતાં વિદર્ભ સહિતનું દ્વિભાષી કેમ આવ્યું ? તોફાની ટોળા સામે પોલીસબળ વાપરવું પડ્યું એટલે આ આવ્યું. જો જનતાના અમૂક વર્ગો તોફાનો વચ્ચે ઊભા હોત તો તોફાનોને મચક ન મૂક્ત. પણ એ તો બનતું નથી. પછી બૂમો પાડીએ છીએ. કોંગ્રેસે તેમાં ફેરફાર કરવો જ નહિ. બાપના કૂવામાં ડૂબી મરવું. જો આમ જ માની બેસી રહીશું તો ન તો કોંગ્રેસ જીવશે ન તો દેશ જીવશે. હમણા આત્મારામ ભટ્ટ મ્યુનિસિપાલિટીની બસની ટિકિટ લાવ્યા. ઉપર શબ્દરચનાની જાહેરખબર હતી. ત્યારે મ્યુનિસિપાલિટી છે કોણ ? કોંગ્રેસ બહુમતીમાં છે. છતાં આ બને છે. એ.આઈ.સી.સી.માં વેજિટેબલમાં રંગ નાખવાનો ઠરાવ થયો. દારૂબંધીની સમિતિ નીમી. છતાં કંઈ જ પ્રગતિ થતી નથી. કારણ શું ? તેને બળ મળતું નથી. એ બળ ગામડાં જ ઊભું કરી શકશે. મજૂર મહાજન બાપુએ જ ઊભું કર્યુ છે તેમાંથી ઈન્ટક નામની સંસ્થા ઊભી થઈ છે. તેની સ્વતંત્ર લિપિ છે. ઝઘડો પડે ત્યાં સમાધાન કરે છે. હમણા મધ્યભારતમાં આવું સમાધાન કોંગ્રેસે કર્યું છે.
ઇંદોરમાં તા. ૨૦-૮-૫૫ના રોજ શ્રીમદ્ નારાયણ અગ્રવાલે એક મુલાકાતમાં જણાવ્યું કે મજૂર સંગઠનો સામાજિક, આર્થિક, શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરે. કોંગ્રેસીઓ એમાં માથું ન મારે. રાજકીય બાબતોમાં મજૂરો કોંગ્રેસને અનુસરે. આ રીતે ખેડૂત મંડળ અને કોંગ્રેસના સંબંધો સુંદર હશે. વાંધો પડશે ત્યાં પ્રાયોગિક સંઘ નૈતિક દોરવણી આપશે. કોંગ્રેસની પાસે રાજકીય રીતે દેશપરદેશના ઢગલાબંધ પ્રશ્નો પડ્યા છે. તેને નિરાંતે તે કામ કરવા દેવું હોય તો દેશના સામાજિક આર્થિક પ્રશ્નો ગ્રામસંગઠનોએ હલ કરવા જોઈએ. આના માટે જ ગ્રામસંગઠન છે.
બેંકની ચૂંટણીમાં માત્ર ખેડૂત મંડળોનો માણસ જાય એમ નહિ ગામડાંના પ્રશ્નોને મોખરે રાખનારને મંડળ ટેકો આપશે. હા, તેમાં કોંગ્રેસ સિવાયની વિચારસરણીને ટેકો નહિ આપે. સાધુતાની પગદંડી
Page #305
--------------------------------------------------------------------------
________________
હમણાં અહીં દ્વિભાષી અંગે જુદાં જુદાં બળો, સભા, સરઘસ, તોફાનો, આગ લગાડવી વગેરે પ્રવૃત્તિઓ કરે છે. કાર્યકરો અને મહારાજશ્રી અહિંસક રીતે તેનો સામનો અને માર્ગદર્શન આપે છે. બીજી બાજુ શુદ્ધિપ્રયોગનું આંદોલન ચાલે છે.
છાપામાં સમાચાર આવ્યા કે નાયબ પ્રધાન બાબુભાઈ જશભાઈના નડિયાદના બંગલે ત્રણ હજારનું ટોળું ગયું. બંગલાને આગ ચાંપી. અને એમના ૧૯ વરસના છોકરાંને ત્રીજે માળેથી ફેંકી દીધો. છોકરો બેભાન છે. કદાચ મૃત્યુ પામ્યો હશે તેમના બે ભાઈઓને પથ્થરમારાથી ગંભીર ઇજા થઈ છે. અને તેમની મોટર બાળી નાખી છે. આવા બધાં કારણોને લીધે મહારાજશ્રીએ ઉપવાસ કર્યો હતો. બાબુભાઈને દિલસોજીનો પત્ર લખ્યો. તા. ૧૬-૮-૧૯૫૬ :
આજે કેટલાક કોલેજિયનો અને વિદ્યાર્થીઓ મહાગુજરાત અને ગોળીબાર તથા દ્વિભાષી રાજ રચના અંગે સમજવા માટે આવ્યા હતા. મહારાજશ્રીએ કહ્યું. મેં પ્રથમથી ભાષાવાર પ્રાંત કમિશને જે દ્વિભાષી પસંદ કર્યું હતું. ત્યાંથી માંડીને આજ સુધીનો ઇતિહાસ વર્ણવી બતાવ્યો. આજની પરિસ્થિતિમાં દ્વિભાષી રાજ્ય જ સારે છે. એનાથી મુંબઈની સલામતી રહે છે. મહારાષ્ટ્રમાં કોમવાદ અને સામ્યવાદ પ્રસરતો અટકે છે. અને ગુજરાત યંત્રવાદી, મૂડીવાદી ના હાથમાંથી બચી જાય છે. વળી દેશને એકતાની ભાવના પૂરી પાડે છે. આપણે પ્રાંતીયતાની ભાવના પોસીશું તો કોઈ ને કોઈ પ્રશ્નો એવા ઊભા થવાના કે અંદરોઅંદર સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત ઝઘડી મરશે એટલે એ પાયો જ ખોટો છે. પછી ગોળીબાર વિશે પોતાનું મંતવ્ય જણાવતાં કહ્યું કે ગોળીબારથી કોને આનંદ થાય ? એમાં નિર્દોષ માણસોનાં મરણ થાય, એનું ભારે દુઃખ થાય છે. પણ હું હંમેશાં મૂળ જોઉં છું. તોફાન કરવા પ્રેરનારા કોણ છે. એની પ્રથમ શોધ થવી જોઈએ. પછી તોફાનોને અટકાવવા નૈતિક, ધાર્મિક બળોએ વચમાં જઈ હોમાવું જોઈએ. પછી રચનાત્મક કાર્યકરો અને પછી કોંગ્રેસીઓ વચ્ચે ઊભા રહેવું જોઈએ. પણ એ થતું નથી. અને માત્ર ગોળીબારનો વિરોધ કરી મોઢે મીઠું મનાવવું તેથી તો ભૂલો બેવડાય છે. પોલીસને રક્ષણની જવાબદારી સોંપી અને હિંસક હથિયાર આપ્યું પછી એ બીજું કરે શું ? આવી ઘણી વાતો કરી.
૨૭૨
સાધુતાની પગદંડી
Page #306
--------------------------------------------------------------------------
________________
તા. ૧૭-૮-૧૯૫૬ :
આજે પણ વિદ્યાર્થીઓ સમજવા આવ્યા હતા. રાતની સભામાં મહારાજશ્રીએ સારંગપુર શુદ્ધિપ્રયોગ અંગે વાતો કરી અને જાસાચિઠ્ઠી બંધાય છે. એ અંગે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને જો એ લખનાર અહીં આવી માફી ન માગે અગર શુદ્ધિપ્રયોગ સમિતિને જાહેર કરી ના આવે, અગર પચીસ સત્સંગીઓ તેને શોધી કાઢવા પ્રયત્ન ન કરે તો સાત ઉપવાસ કરવા એવી જાહેરાત કરી.
તા. ૨૦-૮-૧૯૫૬ :
દ્વિભાષીના તોફાનો અંગે મહારાજશ્રીનો પત્ર લઈને હું (મણિભાઈ) વહેલી પરોઢના અમદાવાદ ગયો. કુરેશીભાઈને લઈને મોરારજીભાઈને મળ્યો. અમારી સાથે જુગતરામ દવે, શિવાભાઈ (બોચાસણવાળા) પરીક્ષિતભાઈ મજમુદાર અને ભાઈદાસભાઈ પરીખ હતા. મોરારજીભાઈ ખૂબ વ્યથિત પણ સ્વસ્થ જણાતા હતા. સ્પષ્ટ શબ્દોમાં બોલતા હતા. મહારાજશ્રીનો પત્ર વાંચી લીધો. ‘બોલ્યા, મહારાજશ્રીને કહેજો ગુજરાત મરતું હોય તો હું જીવીને શું કરવાનો છું. ઉપવાસમાં હું માનતો નથી. છતાં આ પગલું ભરવું પડ્યું છે. મજામાં છું. મોરારજીભાઈનું નિવાસસ્થાન એલિસબ્રિજમાં આવેલ રતિલાલ પટેલને બંગલે હતું. તેમની પાસે ઢેબરભાઈ, ખંડુભાઈ, ઇન્દુમતી શેઠ, વસાવડા, મણિભાઈ પટેલ, પુષ્પાબહેન મહેતા, અનસૂયાબહેન, કાનજીભાઈ દેસાઈ. રાવજીભાઈ મણિભાઈ વગેરે હતા. જુદી જુદી વાતો ચાલતી હતી. જાનમાલની સલામતી સાચવ્યા સિવાય કોઈ વડોપ્રધાન રહી ના શકે. રાત્રે ખુદ ત્રિકમભાઈએ કહ્યું, બે કલાક પથ્થરમારો ચાલ્યો.જનતા કરફ્યુ કાઢ્યો. એક જણને સાપ કરડેલો, એક જણને એપેન્ડીસનો દુઃખાવો થયેલો, પણ ના જવા દીધા. ડેલિગેટોને હેરાન કર્યા. ઢેબરભાઈની ટોપી લઈ ગયા. સૂર્યકાંત પરીખને તૈયાર કર્યા છે. પણ તેણે ઘણી ગેરસમજ ઊભી કરી છે. કહે છે, ઠાકોરભાઈએ ગોળીબારનો બચાવ ન કરવો જોઈએ. એમણે કહ્યું, કે આવી પરિસ્થિતિની અંદર હું પોલીસ હોઉં અને મારા હાથમાં બંદૂક હોય તો ગોળીબાર જ કરું. શ્રી જુગતરામભાઈએ ઢેબરભાઈને કહ્યું પાયાના લોકોને આ બધી વાતો
સાધુતાની પગદંડી
૨૭૩
Page #307
--------------------------------------------------------------------------
________________
સમજાવવી જોઈએ. ઢેબરભાઈ કહે, શહેરમાં બધા સમજેલા છે, સમજેલાને સમજાવવા અઘરા છે. મેં કહ્યું, ગામડાંને તૈયાર કરવાં જોઈએ. ગામડાં તૈયાર થશે તો તેની અસર શહેર ઉપર થશે.
શહેરના મિલમાલિકો અમૃતલાલ હરગોવિંદ, રતિલાલ નાથાલાલ, સાકરલાલ બાલાભાઈ, સતિયા વગેરે મળવા આવ્યા. પ્રજામત અંગે ચર્ચા ચાલી, પણ શ્રી ઢેબરભાઈએ તેના ઉપર કશું જ લક્ષ્ય ન આપ્યું. પછી સતિયાએ કહ્યું, એકાદ સભા ભરીએ તો કેમ ? ભરો મને શું વાંધો છે ? હું સભામાં આવવા તૈયાર નથી. તમોને ઠીક લાગતું હોય તો કરો. શેઠને કહે તમે તો મને ઓળખતા નથી અને તમે મોરારજીભાઈ સાથે વાત કરવાની બંધ કરી છે. બીજાને કહે તમે તો સંગ્રામ સમિતિમાં છો ને ? કહે ના, સીમા સમિતિમાં. પછી કહે તમે ગોળીબારનો વિરોધ કરો છો પણ બીજું કંઈ નહિ જુઓ તો ઘણા ગોળીબાર થતા જોશો. મતલબ કે અશુદ્ધ સાધન પોતાના જ માથામાં વાગશે. મુંબઈમાં સામ્યવાદીઓની ભાષા ઊલટી. શાંત રહો કહો, ત્યારે સમજવું તોફાન કરો. અહીં પણ એમ જ ચાલે છે.
ઢેબરભાઈ, પુષ્પાબહેન, જુગતરામભાઈ, કુરેશીભાઈ, મણિબહેન, પટવારી વગેરે અમે સૌ જુદાં બેઠાં હતાં. ત્યાં ઢેબરભાઈએ કહ્યું, એકલું ફેસિઝમ ચાલે છે એનો મંત્ર એ કે અમે કહીએ તેમ કરો. નહિ તો આમ થશે. આ જે ટોપી છે. કાલે બીજો આવશે. જ્યારે મૂડીવાદ અને જમીનવાદ ભેગા થાય ત્યારે આમ જ બને.
આ પહેલાં પણ આમ જ બનેલું. લોકો ગોળીબારને હિંસા કહે છે પણ ખોટી દોરવણી આપી ઉકેરવા તેને હિંસા માનતા નથી.
ભૂદાનવાળા નિયોજન પ્રત્યે નાપસંદગી દર્શાવતા રહ્યા છે. તેમણે કહ્યું, ટોચથી નીચે સુધીના બધા ભૂદાન કાર્યકરો “અમે જ ન્યાય આપી શકીએ તેમ છીએ, એમ માને છે.” “ભૂમિપુત્ર'નો લેખ બહુ ખરાબ છે. એમાં તમે સહમત ના હો તોપણ તમારી જવાબદારી છે. થોડા કાર્યકરો સાથે આશ્રમમાં મળવાની ઇચ્છા જુગતરામભાઈના કહેવાથી વ્યક્ત કરી. તે રીતે બપોરના કેટલાંક બહેનો અને કાર્યકર્તાઓનું પાંચ વાગ્યે આશ્રમમાં મિલન ગોઠવ્યું.
પાછા ફરતાં સૂર્યકાંતને અને મગનભાઈ દેસાઈને મળતો આવ્યો. એકાએક મગનભાઈએ જુગતરામભાઈને ઉધડો લીધા. તમે ભૂમિદાનવાળા રાજકારણમાં
સાધુતાની પગદંડી
૨૪
Page #308
--------------------------------------------------------------------------
________________
પડ્યાં છો. તમારું નિવેદન રાજ્ય દ્વારા અપાયેલું છે. ભૂમિપુત્રનો લેખ મેં જોયો છે. વિનોબાજીએ પ્રથમ ધર્મયજ્ઞ શરૂ કર્યો. પછી ધીમે ધીમે બધી વાતો ચૂંથી નાખી. નીતિ ફેરવી. મુંબઈના પ્રશ્નમાં તેમણે ઘણી ઘાલમેલ કરી. મહાત્માજીએ અહિંસાની આવી વ્યાખ્યા કદી નથી કરી.
કોંગ્રેસવાળા આજે એને તરછોડે છે. કાલે સોડમાં ઘાલે છે. આ નીતિને લીધે જ અમદાવાદમાં આવું બન્યું છે. તેમની નીતિરીતિનું કોઈ ઠેકાણું નથી. હું માથું મારતો જ નથી.
વિદ્યાર્થીઓને કોઈ ખુલ્લું કહેતું નથી કે તમારે રાજકારણમાં ભાગ ના લેવો. બાપુજીએ જયારે જોયું કે વાનરસેનાનો ઉપયોગ નુકસાનકારક છે ત્યારે તે બંધ કરી દીધો. હવે મોટા વાંદર છૂપાહૂપ કરે છે.
અહીંના પ્રશ્નોમાં પાંચ પ્રિન્સિપાલોએ સહી કરી. જ્યાં મુખ્ય આચાર્યો રાજકારણની મેલી રમતમાં સામેલ હોય ત્યાં વિદ્યાર્થીઓનું તો પૂછવું જ શું? અને પ્રિન્સિપાલોને પણ મિલમાલિકોને પંપાળવા પડે છે. એટલે શિક્ષણ બગાડી મૂક્યું છે. સ્વતંત્ર શિક્ષણ નહિ રહે તો આ દશા મટવાની નથી. મને મધ્યસ્થ લાખો રૂપિયા આપવાન્સ કહ્યા, અને અમુક શરતો કરીને તેને ધુતકારી કાઢી. ભાષાવાદ કમિશનો નીમાય છે પણ એ લોકો ભાષાનું ખૂન કરવાના છે. ઢેબરભાઈએ તા. ૪થીએ શું રાંધ્યું, તે કહેતા નથી અને માત્ર એકતાની વાતો કરે છેઆને તો હું લવારો કહું છું.
વિદ્યાર્થીઓએ ધોળી ટોપીનું અપમાન કર્યું છે. તેનું સાચું પ્રાયશ્ચિત ત્યારે બને કે જ્યારે ટોપી દિન ઊજવી તે દિવસે દરેક વિદ્યાર્થી ટોપી પહેરીને સરઘસ કાઢે.
પરીક્ષિતભાઈ કહે, કોંગ્રેસવાળા બીજાની વાત સહન જ કરી શકતા નથી. આપણું નિવેદન તેમને ન ગમ્યું.
ગમે તેવા માણસને ટિકિટ આપી દે છે. મેં કહ્યું કે જો આપણે એવી સ્થિતિ સર્જી શકીએ કે તમે યોગ્ય વ્યક્તિને મૂકો. ચૂંટાઈ આવવાની જવાબદારી અમો લઈએ છીએ તો વાંધો નહિ આવે. પણ તેમને લાગ્યું કે રચનાત્મક કાર્યકરને તેમ કરવા જતાં ખુશામત કરવી પડે છે.
બીજી ઘણી વાતો છૂટક છૂટક થઈ હશે. મેં જે લખી છે તેને મારી ભાષામાં, મારી સમજ પ્રમાણે જણાવી છે. બપોરના મોટરમાં પાછો આવ્યો. સાધુતાની પગદંડી
૨૭૫
Page #309
--------------------------------------------------------------------------
________________
આજે વિદ્યાર્થીઓની જાહેરસભા લો-કૉલેજમાં પાંચ વાગ્યે હતી.
અંબુભાઈ, મણિબહેન વગેરે આવ્યાં. ગઈકાલે રાત્રે કોઈએ ગામમાં સંતબાલ મુર્દાબાદ, ગોળીબારનો ન્યાય આપો એવાં એવાં સૂત્રો લખાયાં છે. તા. ૨૧-૮-૧૯૫૬ :
આજે પ્રાયોગિક સંઘની મિટિંગ મળી. તેમાં ખાસ કરીને રેલ સંકટ અંગે, ચારેય તાલુકામાં કંઈક રકમ મંજૂર કરવા અને બીજું આગામી ચૂંટણીમાં પ્રાયોગિક સંઘે નામો સૂચવવા તેની વિચારણા થઈ.
હું (મણિભાઈ) સવારની ૮-૧૫ની મોટરમાં મોરારજીભાઈ અને ઢેબરભાઈના પત્રો લઈને અમદાવાદ જઈ આવ્યો. તા. ૨૩-૮-૧૫૬ :
કુરેશીભાઈ સવારની ૧૦-00ની ગાડીમાં આવ્યા. અમદાવાદની બધી વાત કરી. રોજ રોજ મોરારજીભાઈ સાથેનો પત્રવ્યવહાર લઈ જવા, લાવવાનું તેમની મારફત ગોઠવ્યું. મોરારજીભાઈ ઉપરનો પત્ર અને એક નિવેદન તૈયાર કરીને છાપામાં આપવા તેમને આપ્યું. નિવેદનની ભાષા સહેજ કડક લાગી પણ આવે વખતે સ્પષ્ટ વાતો કોઈ કરતા નથી. લોકોના બહુ મોટા વર્ગને માટે ગમે તેવી ભાષા વાપરે છે. છાપાં પણ આર્થિક લાભને કારણે ટોળાશાહીને ગમે તેવું લખે છે. લોકોનું ઘડતર થાય, તોફાનીઓ ઉઘાડા પડી જાય, એવું લખતાં નથી. તા. ૨૪-૮-૧૯૫૬ :
આજે સવારના કુરેશીભાઈ, મોરારજીભાઈ સાથે વાતચીત કરીને આવ્યા. સાથે તેમનો પત્ર પણ લાવ્યા. મોરારજીભાઈની સલાહ એવી થઈ કે, ગામડાંની ટુકડીઓને આજના સંજોગો જોતાં ન મોકલવી. ટુકડીઓ મોકલવાથી બુદ્ધિશાળી લોકો અંદર ઘૂસી જઈને બદનામ કરશે. તોફાનીઓ હશે તો ટોળે મળી તેને રોકશે અને પોલીસને પગલાં લેવા પડે તેવી કાર્યવાહી કરશે.
મહારાજશ્રી ઉપવાસનાં પારણાં ન કરી ઉપવાસ લંબાવવા માગે છે તે તેમનું મંથન સૂચવે છે. પણ આજના તબક્કે તે યોગ્ય નથી લાગતા. લોકોમાં ગેરસમજ ફેલાશે કે મોરારજીભાઈ થાકી ગયા એટલે બીજાને ઊભા ૨૭૬
સાધુતાની પગદંડી
Page #310
--------------------------------------------------------------------------
________________
કર્યા. સાથીઓના વિચારો પણ પારણાં કરવાના હતા. માત્ર જયંતીભાઈનો અભિપ્રાય એ હતો કે ગામડાંને જગાડવાનો આ સિવાય બીજો ઉપાય દેખાતો નથી. ફરીથી મોરારજીભાઈને પોતાના વિચારો દર્શાવતો પત્ર લખ્યો. જે દિવસે મોરારજીભાઈનો પત્ર આવ્યા પછી સાથી કાર્યકરો સાથે વિચાર વિનિમય કરી પારણાં કરવાનો વિચાર જાહેર કર્યો. ઉપવાસને કારણે ૧૬ રતલ વજન ઘટ્યું હતું. તા. ૨૮-૧૯૫૬ :
લક્ષ્મીચંદભાઈ સવારમાં મહારાજશ્રીના નિવેદનો લઈને ગયા. સાથે મોરારજીભાઈ ઉપરનો પત્ર પણ લેતા ગયા. એ પત્ર એમના મંત્રી શ્રી રઘુનાજીને આપ્યો. રઘુનાથે મોરારજીભાઈને આપ્યો. અને મોરારજીભાઈએ તરત જવાબ લખવો શરૂ કર્યો. અડધો લખ્યો ત્યાં તો લોકોનું ટોળું વંદન કરવા આવ્યું. એટલે બંધ રહ્યો. એટલે ફરી પાછો લખી નાખ્યો. લક્ષ્મીચંદભાઈને બે કલાક બેસવું પડેલું. પણ તેમણે ઘણું જાણવાનું મળ્યું. કારણ કે ઘણા મુલાકાતી આવે અને તે પણ ટોચના જ હોય.
મોરારજીભાઈએ જે જવાબ લખ્યો એ ખૂબ સુંદર હતો. એમાં લખ્યું હતું કે મહારાજશ્રીના રોજેરોજના પત્રોથી ખૂબ પ્રેરણા અને બળ મળ્યાં. નિવેદનો પણ સ્પષ્ટ અને ભાવવાહી હતાં તે ગમ્યાં. એમનું પ્રવચન લોકોએ સારી રીતે સાંભળ્યું.૫૦૦ થી ૧૦૦૦ તો તોફાનીઓ હતા. તેમાં પોણો ભાગ વિદ્યાર્થીઓનો હશે.
બપોરના નવભારત ટાઈમ્સના તંત્રી (મુંબઈ શાખા) મહારાજશ્રીને મળવા આવ્યા. તેમને ભાલનળકાંઠામાં ચાલતા પ્રયોગ વિશે ઘણી વાતો કરી. લોકજાગૃતિ અને લોકરાજ કેવું હોઈ શકે? તે અંગે ઘણી વિગતે ચર્ચાઓ થઈ.
આજે ગોકુળઅષ્ટમી હતી. મહારાજશ્રીએ કૃષ્ણ જન્મ ઉપર પ્રવચન આપતાં જણાવ્યું કે એ મહાપુરુષનો જન્મ આપણને કેટલું કહી જાય છે. બાળકો કેવા હોવા જોઈએ, કેવા સંસ્કાર હોવા જોઈએ, કેટલા બહાદુર હોવા જોઈએ. એનો સુંદર ચિતાર આવે છે. તેની સાથે ગાય અને ગોપી જીવન આવે છે. દૂધ, ઘી, શહેરોમાં નહિ લઈ જાઓ. પોતાનું બાળક આપી દેવા સુધીની અર્પણતા, આદર્શ, વર્ણવ્યવસ્થા અને એક જ શરીરમાં એ ચાર વર્ણ કેવી રીતે રહી શકે. ચાર આશ્રમ કેવી રીતે રહી શકે. તે સાધુતાની પગદંડી
૨૭૭
Page #311
--------------------------------------------------------------------------
________________
પોતાના જીવન દ્વારા કરી બતાવ્યું. પોતે જ ઉપદેશ આપતા ત્યારે સાચા બ્રાહ્મણ બનતા. રાજ ચલાવતા ત્યારે ક્ષત્રિય બનતા. ગાયો ચારતા ત્યારે સાચા વૈષ્ણવ બનતા અને યુધિષ્ઠિરનો નરમેઘ યજ્ઞ થતો હોય ત્યારે અજીઠું ઉપાડીને એક સેવકનું કામ કરી શૂદ્ર બનતા.
ગીતા કહે છે, વ્યાસ પોતે છે, પોતે વ્યાસ છે. અર્જુન પોતે છે, પોતે અર્જુન છે. આખું જગત પ્રભુ છે અને પ્રભુ આખું જગત છે. આ તત્ત્વજ્ઞાન આપણે સમજવાનું છે. ઘણી કૃષ્ણજયંતીઓ ઉજવીએ છીએ પણ તેમના જીવનનો વિચાર કરી, એવું જીવન જીવવાનો આપણે પ્રયત્ન કરતા નથી. માત્ર જન્મ થયાની વિધિ ઉજવીએ કે દર્શન કરીએ. તેથી પ્રભુની સાચી ભક્તિ થતી નથી. સાચી ભક્તિ તો એમના કહેવા મુબનાં કામો કરીએ. તા. ૧-૯-૧૯૫૬ :
આજથી પર્યુષણ પર્વ શરૂ થયાં. પર્યુષણના આઠ દિવસની વ્યાખ્યાનમાળા ગોઠવી છે. તા. ૨-૯-૧૫૬ :
મીરાંબહેન આજે જવારજ ગયાં. કારણ કે સમરથ બા ગણોતધારા શુદ્ધિપ્રયોગમાં ઉપવાસી તરીકે બેઠાં હતાં. એટલે તેમની સાથે રહેવા માટે ગયાં. તા. ૫-૯-૧૯૫૬ :
નસવાડીના બે ભાઈઓ અઠવાડિયું રોકાયા. તે દરમિયાન બધી પ્રવૃત્તિઓનો સારો અભ્યાસ કર્યો. તેમને હજુ કોંગ્રેસની રાજકીય માતૃત્વવાળી વાત ગળે ઊતરી નથી. તેમને લાગે છે કે આથી કામ વિકસી નહિ શકે. સામાજિક, આર્થિક સ્વતંત્રતાને લીધે કોંગ્રેસવાળા વિરોધ કરશે અને રાજકીય રીતે કોંગ્રેસને લીધે રચનાત્મક કાર્યકરો ભાગ નહિ લે. એટલે આ માટે વિચારણા કરવી જોઈએ, એમ તેમને લાગતું હતું. તા. ૯-૯-૧૯૫૬ :
આજે બધાં મહેમાનોને જૈનોની નૌકારસીમાં જમવા જવાનું આમંત્રણ મળ્યું. ત્યાં જમવા જવું કે નહિ એની ચર્ચા થઈ. આપણે ત્યાં બધી કોમના માણસ આવે છે તે બધા માટે વાંધો નથી ને ? પુછાવ્યું, જવાબ મળ્યો હા,
સાધુતાની પગદંડી
૨૭૮
Page #312
--------------------------------------------------------------------------
________________
એ પછી અમને જુદાં બેસાડે કે ભેગાં તેનો આગ્રહ નહિ રાખતાં જે ગોઠવે તે પ્રમાણે અનુસરવું. હરિજન આપણી સાથે હોય તો આપણું જૂથ તેમનાથી જુદું પણ સાથે બેસે એવો વિચાર કરી અમે નવ જણ ગયા હતા.
આજે મહારાજશ્રીએ શહિદી કોને કહેવાય તે અંગે બોલતાં જણાવ્યું કે હું જ્યારે પાણીસણા ગયો ત્યારે કરસન પગીનો પાળિયો જોયો. બહાર હોત તો લોક નાળિયેર વધેરત, ધૂપ, દીપ કરત આને માટે શહીદ માનવો ?
સાધનાને માટે જે બંધન આપે તે શહીદ, ઈસુ ખ્રિસ્તને શહીદ કહી શકાય. મારા નિવેદનનો સારો પ્રચાર થયો. બધાં જયારે શહીદ, શહીદની બૂમો મારે ત્યારે મારે શહીદોની વ્યાખ્યા સ્પષ્ટ આપવી જોઈએ. મારા બધાં નિવેદનો જો સમયસર આપ્યાં હોત તો ગેરસમજ ના થાત. સાતમીનું નિવેદન બારમીએ આવ્યું. સંદેશમાં અધૂરું બીજા નામે આવ્યું. છાપાવાળાઓ જાણી જોઈને કાં તો બળથી એ ન છાપ્યાં. અનુભવો હોય તે જાણી શકે. રાજકોટનું આંદોલન મેં જોયું છે. નાના બાળકોને એકવાર ઉશ્કેરો પછી બીજા ઉકેરાય. તો દેશનું સત્યાનાશ થશે. શહેરો તો ઠીક છે. પણ એ તોફાનોનો ચેપ ગામડામાં ફેલાય તો ટકશે શી રીતે ? કોંગ્રેસને તોડનારા અને પરદેશની દોરીસંચારવાળાં તત્ત્વો જ બખેડા કરાવે છે. તેને આપણે સમજીએ. ગામડાંવાળાને ઉદ્ધારવાનો કયો રસ્તો છે ? કોઈપણ એક સંસ્થા હોવી જોઈએ, અને તે કોંગ્રેસ છે. તેને માટે ગામડાંએ પ્રાણ આપવાની તૈયારી રાખવી જોઈએ. જે લોકો આટલી બધી પોલીસ હોવા છતાં આવું કરી શકે તો તે લોકો ગામડાંમાં શું નહિ કરી શકે ? મોરારજીભાઈના ઉપવાસ થાય, અને હું પારણું કેવી રીતે કરું? ઉપવાસ લંબાવવાનો વિચાર આવેલો. કોઈ માણસ નિર્ભયતાથી ફરી શકે નહિ તે કોઈ ધર્મપુરુષ કેમ જોઈ શકે ? કોંગ્રેસ સિવાય આ દેશ ટકવાનો નથી. કોંગ્રેસની અશુદ્ધિઓ માટે તો શુદ્ધિપ્રયોગ ચાલે છે. આ શુદ્ધિપ્રયોગ સામાન્ય વસ્તુ નથી. મોરારજીભાઈએ શું કર્યું ? હમણાં હરિપ્રભાવ ચટ્ટોપાધ્યાયે શાંતિસેનાની વાત મૂકી છે. એ બધાં શુદ્ધિપ્રયોગનાં અંગો છે. એક બાજુ તોફાન થાય બીજી બાજુ પોલીસ બળ વાપરે તો લાઠીગોળીની સરકાર નહિ ચલેગી ? સરકાર તો ચાલવાની છે, તમો નહિ ચાલી શકો. ૧૯મીની સભામાં પોલીસ
સાધુતાની પગદંડી
૨૭૯
Page #313
--------------------------------------------------------------------------
________________
ના રાખી તો શું થયું એ તમારા ખે. મં. ના પ્રમુખને પૂછી જુઓ ? કેટલો માર ખાધો છે ? આ વાત ગામડાં પણ નથી સમજતાં તેનું મને દુઃખ છે. હવે જો આ વાત સમજયાં હોય તો પ્રચારનું કામ ઉપાડી લો. તા. ૧૧-૯-૧૯૫૬ :
આજે ચિતલથી દામોદર મૂલચંદ અને તેમનાં પત્ની મહારાજશ્રીને મળવા આવ્યાં. ત્રણ-ચાર દિવસ રોકાવાનાં છે. ખાસ કરીને દામોદરભાઈની મગજની સહેજ અસ્થિરતા છે. તેમણે પોલીસ અને બીજાઓ સાથે મારામારી કરેલી એટલે જેલવાસ થયેલો. બચાવ કરવો કે નહિ તે અંગે મહારાજશ્રીની સલાહ માગેલી, મહારાજશ્રીએ કહેલું કે, સત્ય જાળવીને બચાવ તો કરવો જ જોઈએ. એ ઉપરથી તેઓ છૂટ્યા. અતિ નિયમો પાળે છે. જ્યારે તેમની બીજી બાજુ કાચી રહે છે એટલે મહારાજશ્રીએ કેટલીક સમજણ આપી છે. મેલા રાજકારણમાં ના પડવા કહ્યું છે. લક્ષ્મીચંદભાઈ અને લક્ષ્મીબા બોટાદથી પાછા વળતાં આવી ગયાં. સાંજના જમીને અમદાવાદ ગયાં. તા. ૧૪-૯-૧૫૬ :
આજે અમદાવાદથી તારાબહેન, ચીમન મોદીનાં પત્ની અને મુંબઈથી પાંચ બહેનો, વનમાળી ગુલાબચંદને ઘેરથી આવ્યાં હતાં. મહારાજશ્રી સાથે ધર્મસંબંધી સારી ચર્ચાઓ કરી. રાત રોકાઈને બીજે દિવસે ગયાં. તા. ૧૫-૯-૧૯૫૬ :
આજે મુંબઈના હિંમતલાલ મણિયાર, તેમનાં પત્ની અને ભોગીલાલ રાયચંદ કે જેઓને ચશ્માંની ફ્રેમો અને છત્રીના હાથાનું કારખાનું છે. સાયલાનાં કાંતિલાલના ભાઈ થાય છે. તેઓ મહારાજશ્રીના દર્શને આવી ગયા. નાનચંદજી મહારાજને દર્શને આવેલાં, ત્યાંથી અહીં આવ્યાં હતાં. આજે સારંગપુરથી નાનચંદભાઈનો પત્ર હતો. તેમાં ત્યાંના એક ખેડૂતનો જમીન પ્રશ્ન હતો. જે પાંચ ખેડૂત માટે શુદ્ધિપ્રયોગ ચાલે છે તેમાંના એકની ૨૪ વીઘા જમીન એમને ખાતે ચઢી છે. તે પૈકી ૬ વીઘા જમીન ચારેક વરસથી બીજા એક ખેડૂત વાવે છે. પણ પેલો ખેડૂત જૂઠું બોલ્યો કે એક જ વરસથી વાવે છે. એટલે નાનચંદભાઈએ ત્રણ ઉપવાસ કરવાનું નક્કી કર્યું. પણ પછી એ ભાઈએ ભૂલ સ્વીકારી. એક દિવસના ઉપવાસ કરવાનું ઠરાવ્યું ૨૮૦
સાધુતાની પગદંડી
Page #314
--------------------------------------------------------------------------
________________
અને જૂના ખેડૂતને જમીન આપવાનું કબૂલ કર્યું. આ ઉપરથી મહારાજશ્રીએ તેમને ઠપકો લખ્યો. એકંદરે ન્યાય અપાવ્યો. તેથી સમિતિ ઉપર લોકોની સારી છાપ પડી. પણ જ્યારે સમિતિએ પાંચ ખેડૂતોનો મંદિરની જમીનનો જ પ્રશ્ન લીધો છે ત્યારે બીજા પેટા પ્રશ્નો હમણાં નહિ લેવા જોઈએ. વળી અન્યાય કરવાવાળા લોકો આ ખેડૂતની વાત પકડી લઈને તેને અપ્રતિષ્ઠિત કરશે. તેમનો આશય ખરાબ હોવાનો. માટે દરેક વસ્તુમાં બહુ લાંબી દૃષ્ટિએ વિચાર કરવા કહ્યું.લાગણીના પ્રવાહમાં ન તણાવું, તેમ મર્યાદાઓ પણ સમજી લેવી. આવા પ્રશ્નોમાં કુશાગ્રબુદ્ધિની જરૂર પડે છે. તા. ૨૫-૯-૧૫૬ :
આજે નવલભાઈ શાહ તેના પિતાજી અને બીજા એક ભાઈ મળવા આવ્યા. નવલભાઈએ ચાલુ દ્વિભાષી આંદોલન અંગે એક નાટક લખ્યું છે. તે વાંચી બતાવ્યું.મહારાજશ્રીએ થોડોક સુધારો-વધારો કરાવ્યો. બહુ સરસ લખાયું છે. શંકરલાલ બેંકરને પણ ગમ્યું છે. તા. ૨૭-૯-૧૯૫૬ :
આજે અમદાવાદના એક વેપારીભાઈ મહાગુજરાત આંદોલન અંગે મહારાજશ્રીને મળવા આવ્યા. મહારાજશ્રીનાં નિવેદન તેમને ગમ્યાં નથી. કોંગ્રેસ એક વાડો છે અને તેમાં ઈચ્છા ના હોય તોપણ બધાં હાજી, હા કરે છે. લોકશાહી રાજમાં આ રીતે ગોળીબાર ચાલે, તેને માટે સારો એવો રોષ હતો. તેઓ પ્રાંતીયતામાં માનનારા હતા. ઘણા સમજાવ્યા છતાં વાત ગળે ઊતરી નહિ. એટલું સમજાયું છે કે કોંગ્રેસ સિવાય બીજા કોઈનામાં તાકાત નથી. પણ આ વખતે ભૂંડું કર્યું છે. એમ હૈયાવરાળ કાઢી. તા. ૨૮-૯-૧૯૫૬ :
આજે બિકાનેરથી એક ભાઈ મહારાજશ્રીના દર્શને આવ્યા. બહુ જૂના વખતના પરિચિત છે. બપોરના સુરાભાઈ આવ્યા. તેમણે ગોપાલકો વિશે વાતો કરી. બીજું મહારાજશ્રીનું એક નિવેદન છાપવા માટે લેતા ગયા. પંડિતજી આવે ત્યારે મોટી સંખ્યામાં ગામડાંની પ્રજા આવે તે અંગેનું હતું. એ નિવેદન બીજે દિવસે છાપામાં આવી ગયું. મહાગુજરાત જનતા પરિષદ પંડિતજીની સભાની સામે સમાંતર સભા રાખી હતી. એટલે આવું નિવેદન કરવાની જરૂર પડી. સાધુતાની પગદંડી
૨૮૧
Page #315
--------------------------------------------------------------------------
________________
જનતા પરિષદે પંડિતજીની સભાના સમયે સમાંતર સભા યોજી છે અને તેને અંગે તે જાતનો પ્રચાર કરે છે. તેથી મહારાજશ્રીને ઘણું દુઃખ થયું છે. કારણ કે આજે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અને દેશમાં શાંતિના દૂત કહેવાય અને જે મહાન સિદ્ધાંતિક સંસ્થાના આગેવાન વ્યક્તિ છે. તેવી વ્યક્તિ જ્યારે અમદાવાદ આવે ત્યારે તેમનું બહુમાન કરવું જોઈએ. તેમની વાણી, જ્યારે વિશ્વ સાંભળવા તલપાપડ થઈ રહ્યું હોય તેની વાણી જયારે અમદાવાદની પ્રજાને સાંભળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હોય ત્યારે એમની સામે બીજી સભા ભરવી એ તેમનું અપમાન કરવા બરાબર છે એમ મહારાજશ્રીને લાગે છે. આથી તો ખોટાં મૂલ્યો સ્થપાય અને છિન્નભિન્ન થઈ જાય. આવું કરનારા પણ આપણા જ ભાઈઓ છે. તેમને સુબુદ્ધિ મળે અને આ પ્રશ્ન પૂરતું એકાગ્ર ચિત્તે પ્રભુ પ્રાર્થના કરી શકાય તે માટે મહારાજશ્રીએ ૭૫ કલાકનો ઉપવાસ કરવાનું નક્કી કર્યું. તા. ૩૦-૯-૧૫૬ :
આજે ગુજરાત ગોપાલક મંડળની કારોબારીની મિટિંગ હતી. લગભગ ૨૫ સભ્યો આવ્યા હતા. તેમાં વસાહત અધિકારી જીવરાજભાઈ પણ આવ્યા હતા. મિટિંગમાં કોંગ્રેસનું રાજકીય માતૃત્વ સ્વીકારવાનું અને પ્રાયોગિક સંઘનું નૈતિક માર્ગદર્શન વગેરે પ્રશ્નો અંગે સારી એવી ચર્ચા થઈ.
આ અંગે ઘણા ભાઈઓએ રાજકારણથી તટસ્થ રહેવામાં શું વાંધો છે, એમ કહ્યું. પણ મહારાજશ્રીએ સ્પષ્ટ કહ્યું, કે કોઈપણ સંગઠન રાજકારણથી પર રહી શકે જ નહિ. રાજકારણથી નિર્લેપ એનો અર્થ જ એ કે રાજકારણના પક્ષકાર. એટલે કોઈપણ એક પક્ષ નક્કી કરવો જોઈએ. અને આજે કોંગ્રેસ સિવાય એવી બીજી કોઈ નૈતિક સંસ્થા નથી. તા. ૨-૧૦-૧૯૫૬ :
મહારાજશ્રીએ મને (મણિભાઈને) અમદાવાદ નહેરુની સભામાં જવા આગ્રહ કર્યો. અહીં કોઈ હતું નહિ. મહારાજશ્રીને આજે ત્રીજો ઉપવાસ હતો. સાંજે ૪ વાગ્યે પારણાં થવાનાં હતાં. એટલે મણિભાઈ (રામ) મારી અવેજીમાં રોકાયા. તેમને ઘટતી સૂચનાઓ આપી. હું અને નાનજીભાઈ દશની ટ્રોલીમાં અમદાવાદ ગયા. મારી સાથે બચુભાઈએ નહેરની મુલાકાત
૨૮૨
સાધુતાની પગદંડી
Page #316
--------------------------------------------------------------------------
________________
અંગે જે તાર કરેલો તે અંબુભાઈને આપવા લઈ ગયો. તારમાં એવું લખ્યું હતું કે, મુલાકાત શક્ય બનશે. એક વાગ્યે સરકીટ હાઉસમાં સંપર્ક સાધો. ઢેબરભાઈ ઉપર મહારાજશ્રીએ ત્રીજો એક પત્ર પણ મને આપ્યો હતો. ગાડીથી ઊતરી સીધા કોંગ્રેસ હાઉસ જઈ અંબુભાઈને મળ્યા. તાર અને પત્ર આપ્યાં. તેમણે પ્રતિનિધિ મંડળમાં કોને લેવા તેની તૈયારી કરી. નવલભાઈ, સુરાભાઈ, અંબુભાઈ, મીરાંબહેન, નાનજીભાઈ વગે૨ે ૧૦ જણને લીધા.
પંડિતજીએ સરકીટ હાઉસમાં મુલાકાત આપી. ૧૦ મિનિટ મુલાકાત ચાલી. પ્રથમ તો મંડળનું નિવેદન ધ્યાનથી વાંચી ગયા. બોલ્યા ધન્યવાદ પછી મીરાંબહેન સાથે વાત કરી. મીરાંબાઈએ કહ્યું શહેરમાં મિટિંગો થાય છે. ગામડાંમાં એકાદ રાખો તો ગામડાંના સ્ત્રી પુરુષો લાભ લે. મોરારજીભાઈએ આને અનુમોદન આપ્યું. ઢેબરભાઈ તો હાજર હતા જ. બીજે દિવસે અંબુભાઈએ મુલાકાતની તથા નહેરુની સભાનો બધો અહેવાલ આપ્યો હતો.
તા. ૪-૧૦-૧૯૫૬ :
આજે ઉમરગઢવાળા લક્ષ્મણભાઈ વગેરે આવ્યા. તેમની સાથે ગ્રામટુકડીઓ અમદાવાદ મોકલવા અંગે વાતો કરી. તેમને તો વાત ગળે ઊતરી છે. ગામને પૂછી લેશે.
રાત્રે મહારાજશ્રીએ મહાગુજરાત આંદોલન પાછળનો આશય સમજાવતાં કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસને નબળી પાડવાનો પ્રયાસ છે. તે વખતે ગામડાંએ તેને બળ આપવું જોઈએ. ગામડાંનો માતૃત્વ બતાવી આપવાની આ તક છે. નૈતિક મૂલ્યો જો આવે વખતે આગળ નહિ આવે તો પછી ક્યારે આવશે. આ અંગે ઘણી ચર્ચા ચાલી. ગામડાંમાંથી અહિંસક પ્રતિકાર માટે અમદાવાદ ટુકડીઓ મોકલવી જોઈએ.
તા. ૯-૧૦-૧૯૫૬ :
આજે જામનગરથી રૂક્ષ્મણીબહેન અને નગીનભાઈ મહારાજશ્રીના દર્શને આવ્યાં. મગનભાઈ ગુજરી ગયા પછી પહેલાં જ આવે છે. મગનભાઈ આપણા સર્કલના દાદા જેવા હતા. તેમની વ્યવહારુ સલાહ બધાંને ખૂબ ઉપયોગી થતી. વિશ્વવાત્સલ્ય ચિંતક વર્ગમાં રસોડાની સુંદર વ્યવસ્થા તેઓ
સાધુતાની પગદંડી
૨૮૩
Page #317
--------------------------------------------------------------------------
________________
સાચવતા. જામનગરમાં તેમની પ્રતિષ્ઠા સારી હતી. મહારાજશ્રીને જામનગરનો પરિચય કરાવવામાં અને ત્યાંનું ચાતુર્માસ કરાવવામાં તેમનો જ ફાળો મુખ્ય હતો. તા. ૧૦-૧૦-૧૫૬ :
સુરાભાઈ સવારની ગાડીમાં ગૂંદી જવાના હતા. અને અમદાવાદ કોંગ્રેસ હાઉસ તરફથી ટુકડી મોકલવા અંગેના પ્રત્યાઘાતો જણાવવાના હતા. એટલે હું સવારની ગાડી ઉપર ગયો. તેમને સુંદર સમાચાર આપ્યા. કહ્યું શહેર સમિતિવાળા જમનાશંકરભાઈ, ડૉ. અમુભાઈ અને બીજાઓ મળ્યા. ગ્રામ ટુકડીઓની વાત જાણી ખુશ થઈ ગયા. તેમણે કહ્યું અમો તમે કહો એ રીતે સ્વાગત કરીશું. ખાવા-પીવા, રહેવા જમવાની સગવડ કરીશું. પછી ઠાકોરભાઈને મળ્યા. એમણે પણ ટુકડીઓને આવકારી અને શહેર સમિતિ યોગ્ય પ્રબંધ કરે એમ કહ્યું. મહારાજશ્રીને અને ખેડૂતમંડળને અભિનંદનનો પત્ર લખી આપ્યો.
સંદેશનો ખબરપત્રી મળ્યો. એણે બધી વિગત પૂછી. તા. ૧૧મીથી ટુકડીઓ શરૂ થશે. અને ૩૦મી સુધી ચાલશે. તા. ૧૮ સુધીની સરદારી જયંતીલાલ શાહ લેશે અને પછીની સુરાભાઈ ભરવાડ લેશે. એણે કહ્યું બીજા છાપાને સમાચાર ન આપશો. વગેરે તે રીતે સમાચાર આવી ગયા.
છોટુભાઈ, અંબુભાઈ, જયંતીભાઈ, સુરાભાઈ વગેરે બધા કાર્યકરો આ કામમાં લાગી ગયાં. તા. ૧૧-૧૦-૧૫૬ :
નવલભાઈ અંબર ચરખા વર્ગમાં મદ્રાસ જવાના હતા એટલે મહારાજશ્રીને મળવા આવ્યા હતા.
અમદાવાદના દ્વિભાષી તોફાનોના અહિંસક પ્રતિકાર માટે અને કોંગ્રેસને બળ મળે તે માટે ગામડાંની પ્રથમ ટુકડી શરૂ થઈ. ગાડી ઉપર દેવીબહેન, મીરાંબહેન ટુકડીને વિદાય આપવા ગયાં. દેવીબહેને ટુકડીના દરેક સભ્યને ચાંદલા કર્યા. ચોખા ચોટાડી સૂત્રો ઉચ્ચાર્યા અને રઘુપતિ રાઘવ રાજારામની ધૂન બોલાવી. ટુકડી વિદાય થઈ. આજની ટુકડી ભલગામડાથી આવી હતી. ભીમજીભાઈએ આગેવાની લીધી હતી. એલિસબ્રિજ ઊતર્યા ત્યાં શહેર
૨૮૪
સાધુતાની પગદંડી
Page #318
--------------------------------------------------------------------------
________________
સમિતિના મંત્રી શ્રી પંડ્યા વગેરેએ સૂતરની આંટીથી સ્વાગત કર્યું. પછી સૌ બે બેની લાઈનમાં સરઘસ આકારે સૂત્રો બોલાવતા બોલાવતા કોંગ્રેસ હાઉસ પહોંચ્યા. રસ્તામાં ખાસ કોઈ મુશ્કેલી પડી નથી. લોકો ટોળે વળી જોતાં હતા. કોઈ ટીકા કરતાં હતાં. સભ્ય, અસભ્ય ભાષા વાપરતા હતા. પણ ટુકડીને તો મૌનપણે જવાનું હતું. મોખરે કોંગ્રેસ ધ્વજ હતો. કોંગ્રેસ હાઉસમાં ટુકડીનું સ્વાગત થયું. તા. ૧૨-૧૦-૧૯૫૬ :
આજે ભલગામડાની બીજી ટુકડી ગઈ. તા. ૧૩-૧૦-૧૫૬ :
આજે ઉમરગઢથી ટુકડી જવા રવાના થઈ. તેમાં કેટલાક દાઢીવાળા મુસ્લિમભાઈઓની હાજરી ધ્યાન ખેંચતી હતી. વાવટો એક મુસ્લિમભાઈના હાથમાં હતો. શહેરમાં અવનવા અનુભવ થયા. તા. ૧૪-૧૦-૧૫૬ :
આજે રોજકાનાં ૧૪ ભાઈઓની ટુકડી રવાના થઈ. અમરસંગભાઈની સરદારી હતી. જયંતીભાઈ તો હતા જ. કેટલાક મુસ્લિમભાઈઓ પણ હતા. તા. ૧૫-૧૦-૧૫૬ :
આજે ખાંભડા અને સારંગપુરની ટુકડી રવાના થઈ. સરદારી પિતાંબરભાઈએ લીધી હતી.
આજની ટુકડીને વજુભાઈ શાહે સંબોધી. ખૂબ સુંદર વાતો કરી. પત્રકારો પણ આગળ હતા. આજે ટુકડીને ખૂબ કડવો અનુભવ થયો. તા. ૧૬-૧૦-૧૫૬ :
આજે સવારની પ્રાર્થના પછી પ્રવચનમાં મહારાજશ્રીએ ગઈકાલની ટુકડીને જે કનડગત થઈ એ અંગે બોલતાં જણાવ્યું કે, માણસનું મરણ નિશ્ચિત છે. રોગ નિશ્ચિત છે, સુખ અને દુઃખ નિશ્ચિત છે. તો પછી સિદ્ધાંતને ખાતર માણસ મરે, એ જ સાચું મરણ છે. આજે જ્યારે નવા મૂલ્યો સ્થાપવા છે ત્યારે આવા બલિદાનો આપવા જોઈએ. હર્ષથી આપવાં જોઈએ. આજે આકરુની ટુકડી રવાના થઈ. મીરાંબહેને ટુકડીના સૌ ભાઈઓને
સાધુતાની પગદંડી
૨૮૫
Page #319
--------------------------------------------------------------------------
________________
કુમકુમ અક્ષત કર્યા. થોડાં સૂત્રો બોલાવ્યાં અને વિદાય આપી. ઝંડો દાનુભાઈએ પકડ્યો હતો. આજે ટુકડીને સૌથી વધારે હેરાન કરવામાં આવી. મસ્કતી માર્કેટથી શરૂઆત થઈ. ત્યાંથી લોકો સાથે થઈ ગયા. પોકારો ચાલુ થયા. પછી ભંડેરી પોળ નીચે આવતા ખૂબ મોટું ટોળું થઈ ગયું. ધક્કામુક્કી શરૂ થઈ. ના સંભળાય તેવી ગાળોનો વરસાદ વરસ્યો. પછી તો આગળ વધ્યા. ટોપીઓ ઉછાળી ખેડૂતોનાં ફાળિયા પાડ્યાં. બિલ્લા લઈ ગયા. કોંગ્રેસ ધ્વજ પાડી નાખ્યો. સાઈકલ ઉપર નાખતા હતા. પાછળથી એવી રીતે લાતો મારતા હતા કે જે ગુહ્ય ભાગમાં વાગે. સુરાભાઈનું ધોતિયું સાવ ચીરા કરી નાખ્યું. છોટુભાઈનું પહેરણ ફાડી નાખ્યું. જયંતીભાઈને મોઢા ઉપર ગોદા માર્યા. કેટલાંકની કાછડી કાઢી નાખી. પછી તો કલ્યાણભાઈન સાવ નગ્ન કરી નાખ્યા. ધોતિયું લઈ ગયા પછી વળી પાછું આપી ગયા. આમ હેવાનિયત ચાલી. ટુકડીમાંથી એક ભરવાડ ભાઈને છૂટા પાડી ખેંચી ગયા. તેને ગડદાપાટુનો માર માર્યો. ખિસ્સામાંથી પાંચ રૂપિયા કાઢી લીધા અને કોઈક જાતના લખાણ ઉપર સહી લેવાની તૈયારી કરી પણ તેણે કહ્યું સહી નહિ કરું. આ સતાવતા હતા. ત્યાં એક ભાઈ, ઝવેરચંદભાઈ આવ્યા. તેણે લોકોને ધમકાવી આને છોડાવ્યો, પોતાને ઘેર લઈ ગયા. દાળ-ભાત શીરો જમાડ્યો. પાંચ રૂપિયા આપ્યા અને છેક કોંગ્રેસ હાઉસ ઉપર મૂકી ગયા. લંકામાં જેમ રાવણ રાજ્ય ચાલતું હતું બધા રાક્ષસી તત્ત્વો હતાં. તેમાં વિભીષણ જેવા દૈવીતત્ત્વો પણ હતા. તેમ અહીં આવા તોફાની તત્ત્વો ચારે બાજુ હતા. તેમાં આવાં રત્નો પણ મળી આવે છે. તે જોઈ ઈશ્વરને યાદ કર્યા વગર રહી શકાતું નથી. આ રીતે ટુકડીને આજે ભારે હેરાન કરી. બેત્રણ વાર ગાયો ઉપર દોડાવી વગેરે કર્યું. પોલીસો સાદી હતી. પણ તોફાન વધ્યું. એટલે વધારે પોલીસ આવી હથિયારધારી હતી. પણ જયંતીભાઈએ તેમને વિનંતી કરી કે અમારે નિમિત્તે કોઈને પકડશો નહિ. એકવાર એક ઇન્સ્પેક્ટરની હેટ પણ ટોળાંએ ઉડાવેલી. તેમને ધક્કો મારી ટકડી ઉપર નાખતા. પણ ગમ ખાઈ જતી. આ સ્થિતિમાં જયારે પોલીસને ઓર્ડર મળે ત્યારે શું ન કરે ?
ટુકડી છેક કોંગ્રેસ હાઉસ સુધી પહોંચી ત્યાં સુધી ટોળુ પોકારો કરતું સાથે ફર્યું હતું. કોંગ્રેસ હાઉસમાં ઠાકોરભાઈએ સંબોધન કર્યું. ખૂબ વાતો કરી.
સાધુતાની પગદંડી
२८६
Page #320
--------------------------------------------------------------------------
________________
સંતબાલજીને ગણોતધારાના પ્રશ્નમાં દુભવ્યા છે. તેઓ માફ કરે. પોલીસ પગલાં સંબંધમાં તેઓ કહેવા લાગ્યા કે મહાગુજરાતવાળા ટેમ્પો ચાલુ રાખવા માટે ઉશ્કેરાટ વધે તેવું કરશે. પછી પોલીસને ન ઇચ્છો પણ બીજા કેટલાંય શહેરીજનો દ્વિભાષીમાં માનતા હોય તેમને તોફાનીઓ હેરાન કરે તો પોલીસની ફરજ તેમને રક્ષણ આપવાની છે. એમને ઉપર જવાબ આપવો પડે. તો મહારાજશ્રીને આ બાબત પૂછી લેશો. ડી.એસ.પી.એ પણ જયંતીભાઈ સાથે વાતો કરી. પોતાને ફરજ બજાવવી પડે. જયંતીભાઈ મોટરમાં ન આવી શક્યા. કારણ કે સરઘસને સમય ઘણો ગયો. રોકાણ ખૂબ થયું. એટલે ફોન આવ્યો કે શટલમાં આવીશું. ટુકડીને હેરાન કરાઈ છે વગેરે.
રાત્રે જયંતીભાઈ અને અંબુભાઈ આવ્યા. બધા સમાચાર કહ્યા અને આ સ્થિતિમાં શું કરવું તેને અંગે વિચારણા કરી. કારણ કે તોફાનીઓ હવે વધતા જવાના અને હવા એવી છે કે પોલીસને ગોળીબાર કરવો પડે. તેવી સ્થિતિ સર્જવી, જેથી ટેમ્પો ચાલુ રહે. દરેકે પોતપોતાના અભિપ્રાય કહ્યા, મહારાજશ્રીએ પણ કહ્યું. છેવટે એવું નક્કી થયું કે જ્યાં નાગરિક પોતાનો અવાજ પણ મુક્તપણે ના કાઢી શકે ત્યાં ધર્મ સંસ્થાઓ કેમ બેસી રહે. એટલે સાધુઓએ જાગવું જોઈએ. એ રીતે રામનગરમાં ચાતુર્માસ કરતાં મુનિઓ સરઘસમાં ભાગ લે. તોફાન થાય તો પોતે કહે, તમે આ અઘટિત કરો છો. તેના પ્રાયશ્ચિત તરીકે હું ઉપવાસ કરીશ. અહીં બેસીસ પોલીસ બેસવાનો વાંધો લે તો હઠીભાઈની વાડીમાં બેસવું. બીજી ટુકડીને હેરાનગતિ કરે, આગળ વધતી અટકાવે તો ત્યાં જાહેર થાય કે જ્યાં સુધી ટુકડીને નહિ જવા દેવાય ત્યાં સુધી પ્રતીક તરીકે એક ખેડૂત ત્યાં બેસશે. ઉપવાસ કરશે અને ટુકડી વેરાઈ જઈ કોંગ્રેસ હાઉસ જશે. ફરી બીજે દિવસે બીજી ટુકડી અહીંથી શરૂ થાય અને આગળ વધે અને જયાં અટકાવે ત્યાં એ જ રીતે બેસી જાય. આ પ્રમાણે શુદ્ધિપ્રયોગ શરૂ થાય. પોલીસની જરૂર પડે નહિ, લોકોને ઉશ્કેરાટનું કારણ ન મળે તેવું કરવું.
આજે વાંકાનેરથી મહારાજશ્રીનાં સંસારી બહેનો મણિબહેન, સૂરજબહેન અને વનિતાબહેન દર્શને આવ્યાં. બિયાવરથી ભંબરીલાલ કોચા આવ્યા.
સાધુતાની પગદંડી
૨૮૭
Page #321
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૦-૧૯૫૬ :
સવારમાં જયંતીભાઈ અને અંબુભાઈ શટલમાં આગળથી ગયા. એમ વિચાર્યું કે રામનગરવાળા મુનિઓ એક નિવેદન કરે અને ગઈકાલના પ્રસંગ પૂરતું દુ:ખ વ્યક્ત કરવા ત્રણ દિવસના ઉપવાસ કરે. હમણાં ટુકડીઓમાં ન જવું. પોલીસ અધિકારી અને ઠાકોરભાઈને પણ મળી લેવું, એમ વિચાર્યું.
આજે ખડોલની ૧૨ જણની ટુકડી રવાના થઈ. પુરુષોત્તમ પટેલે સરદારી લઈને ઝંડો લીધો હતો. આજે તો થેલી, નાણા એકત્ર કરી એક ઠેકાણે મુકાવી દીધું. સૌએ કપડાં વગેરે મજબૂત કરી લીધો. કછોટા મારી લીધા. હું ગાડી ઉપર વિદાય આપવા ગયો હતો.
ચંપકભાઈએ કોલથી સમાચાર પુછાવ્યા. તે કોંગ્રેસ હાઉસથી જવાબ મળ્યો કે આજે બિલકુલ શાંતિ રહી છે. એકપણ પોકાર કરનારો આવ્યો નથી. સરઘસ સહીસલામત કોંગ્રેસ હાઉસ આવી ગયું છે.
આજે પોલીસ બંદોબસ્ત ઘણો હતો. પોલીસનો ઇરાદો એવો હશે કે એકપણ માણસ તોફાનની શરૂઆત કરે તો ધરપકડ કરી લેવી. પણ આજે કોઈ જ આવ્યું નહોતું. આ ઉપરથી અનુમાન થાય છે કે તોફાનો વ્યવસ્થિત અને યોજના બદ્ધ કરતા હશે.
જયંતીભાઈ રાત્રે આવ્યા. તેમણે ટુકડીના બધા સમાચાર આપ્યા. ગઈકાલના તોફાનોનો શહેરમાં સારો પડઘો પડ્યો છે. લોકો તોફાનોને વખોડી કાઢતા હતા. નાનચંદ્રજી મહારાજે પણ આજના તેમના પ્રવચનમાં તોફાનીઓને ખૂબ ઝાટક્યા હતાં. તેમણે કહ્યું કે આ કઈ જાતની રીત. કોઈ જંગલી માણસ પણ આવું વર્તન ના કરી શકે અને ખેડૂતોની અહિંસક હિંમતના વખાણ કર્યા. કોઈ જૈન એવો નથી નીકળ્યો કે આવા તોફાનો વચ્ચે જાય અને છતાં અહિંસક રીતે સહન કરે. જે ખેડૂતો શ્રદ્ધાથી કરી રહ્યા છે.
જે ભરવાડને છૂટો પાડી મારવામાં આવ્યો હતો તે અને ટુકડીના બીજા બે ભાઈઓ બપોરે મહારાજશ્રીને મળવા આવ્યા. બધી વિગત કહી અને છેવટે શહેરનો કોઈ બુદ્ધિશાળી માણસ શ્રદ્ધા ના રાખી શકે તેવી શ્રદ્ધા વ્યક્ત કરતાં કહ્યું, બાપુ આપના પ્રતાપે બધું જ સારું થયું. એક ભાઈ મળ્યા, માનભેર કરીને જમાડ્યો અને ઠેકાણે પહોંચાડ્યો. આપની દયા હોય ત્યાં કંઈ જ ના બને. બહુ હિંમત બતાવતા હતા. ૨૮૮
સાધુતાની પગદંડી
Page #322
--------------------------------------------------------------------------
________________
સાંજના દાનુભાઈ અને પરસોત્તમભાઈ, કલ્યાણભાઈ વગેરે ટુકડીના ભાઈઓ આવ્યા. ગઈ કાલની વીતેલી વાતો કરી. પણ હિંમતથી હસતાં હસતાં સહન કરતાં જણાયા. ૩૧મીની તૈયારી માટે પણ કહ્યું.
સાંજના વિરમગામથી નાગ૨દાસભાઈ શ્રીમાળી આવ્યા. તેમણે રામજીભાઈના વલણ અંગે વાતો કરી. ગઈકાલની ટુકડીના બિલ્લા ગયા. (વિશ્વવાત્સલ્યના) તેના પ્રાયશ્ચિત તરીકે મહારાજશ્રીએ એક ઉપવાસ કર્યો અને રામનગરવાળા મુનિઓએ ત્રણ દિવસના ઉપવાસ કર્યા.
તા. ૧૮-૧૦-૧૯૫૬ :
આજે સવારના નવસારીવાળા દિનકરભાઈ દેસાઈ ગયા. તેઓ પ્રથમ જ મહારાજશ્રીના દર્શને આવ્યા હતા. બહુ પ્રભાવિત થઈને ગયા. મહારાજશ્રીની વિચારસરણી તેમને બહુ ગમી. તેઓ અને તેમનાં પત્ની કિસાનોમાં કામ કરે છે.
આજની ટુકડીમાં ૧૩ જણ ગયા. રાયકા અને હિરપરની ટુકડી હતી. ગોર રાયકાવાળા પણ હતા. તેમને નિવેદન વગે૨ે આપ્યાં. આજે જયંતીભાઈને કામ હોવાથી ના ગયા. આજની ટુકડીની સ૨દા૨ી સુરાભાઈ લેવાના છે. મીરાંબહેનને આજે સ્ફુરણા થઈ કે જયંતીભાઈ ન જતા હોય તો હું જાઉં. ભલે જે કંઈ મુશ્કેલીઓ આવશે તેને સહન કરીશ. મહારાજશ્રીએ રજા આપી. અને તેઓ ગયાં. ગાડી ઉપર સૌને તેમણે ચાંલ્લો કર્યો. હું વિદાય આપવા ગયો હતો.
આજે વીરાભાઈ આવ્યા. ખેડૂત ટુકડીઓ અને શુદ્ધિપ્રયોગ અંગે વાતો કરી. આજે તેઓ ફૂલજીભાઈને મળવા ગયા. ટુકડીમાં નામો નોંધવા અંગે પણ પ્રયત્ન કરશે. છેલ્લા દિવસની તા. ૩૧મીની ૧૦૧ ટુકડી જાય તો તેની નેતાગીરી ફૂલજીભાઈ લે એવો બધાંનો વિચાર છે, તે પણ વાત કરશે.
આજે મુંબઈથી ગણેશ પરમાર અને લક્ષ્મીબહેન મહારાજશ્રીના દર્શને આવ્યાં.
મીરાંબહેન ચારની ગાડીમાં આવી ગયાં. ટુકડી શાંતિથી પસાર થઈ. કોઈ પોકારો કે તોફાન થયું નહોતું. લોકો જોવા ટોળે મળતાં હતાં. પાછળ કદાચિત કંઈ બોલતું હશે. આજે જયંતીભાઈ નહોતા ગયા. સુરાભાઈની
સાધુતાની પગદંડી
૨૮૯
Page #323
--------------------------------------------------------------------------
________________
સરદારી આજથી શરૂ થાય છે. પરંતુ તેમના સગામાં કોઈનું મરણ થવાથી સ્ટેશન ઉપર નહિ આવવાના સમાચાર મોકલ્યા હતા. ટુકડી કોંગ્રેસ હાઉસ પહોંચી. ત્યાં ભવાનીશંકર મહેતાએ સંબોધી તેમણે કહ્યું, બાપુની સ્વરાજ્યકૂચ ૮૦ માણસોથી શરૂ થઈ. તેણે આખા દેશને સ્વરાજ્ય અપાવ્યું. તમો ભલે ૧૪ જણ હો પણ તમારી ભાવના ૧૪ લાખ જેટલી છે. ખેડૂત ટુકડીને હેરાન કર્યાના સમચારા મેં જાણ્યા. ત્યારે મને ભારે દુઃખ થયું. જે જગતાત છે તેનું આવું અપમાન શહેરો માટે ભયાનક છે. તે પણ આપણા ભાઈઓ છે. વગેરે.
પછી કહ્યું હું ગામડાંનો છું અને ગામડાંના મારા ભાઈઓ જમ્યા વગર જાય તે કેમ ચાલે ? મારે ઘેર કાયમી વ્યવસ્થા હું કરીશ. એકાદ દિવસ પૂરતું આમંત્રણ સ્વીકાર્યું છે.
દેવીબહેન ઉમરગઢથી આવી ગયાં.
તા. ૧૯-૧૦-૧૯૫૬ :
આજે ખસતાની ટુકડી ગઈ. વિદાય આપવા ગાડી ઉપર ગયો. આજની ટુકડીને પણ કોઈ જાતનો અવરોધ કરવામાં આવ્યો નહોતો. શાંતિથી પસાર થયા. આજે પણ સુરાભાઈ આવી શક્યા નથી. છોટુભાઈ અને દશરથભાઈ ત્યાં હાજર હતા. અહીંથી જયંતીભાઈ ગયા. રામનગરવાળા મુનિશ્રી નેમિચંદજીએ ટુકડીને હેરાન કરી, તેના પ્રાયશ્ચિત તરીકે જે ત્રણ ઉપવાસ કર્યા હતા તેનાં પારણાંવિધિ જાહેર રીતે થાય એ માટે પ્રયત્ન થયા. નાનચંદજી મહારાજ રૂબરૂ થાય તો સારું. એમ લાગવાથી તેમની ઇચ્છા જાણવા પ્રયત્ન કર્યો. પણ તેઓનું બહુ મન ના દેખાયું. તેઓ આવી બાબતમાં તટસ્થ રહેવા ઇચ્છતા હોય છે. એટલે પછી રામનગર ઉપાશ્રયમાં જ ગોઠવ્યું. તે વખતે જમનાશંક૨ભાઈ, અમુભાઈ વગેરે કોંગ્રેસી ભાઈઓ કદાચ હાજર રહેશે.
જયંતીભાઈ રાત્રે આવ્યા હતા. આજે મુંબઈથી મોરારજીભાઈ કરસનદાસ ભાટીયા, અને જયહિંદ કૉલેજના લેકચરર બાલુભાઈ મુંબઈથી મહારાજશ્રીને મળવા આવ્યા હતા. ગાડી ઉપર જ મળી ગયા. એટલે હું સાથે આવ્યો. વનિતાબહેન આજે બોટાદ તરફ ગયાં. લક્ષ્મીબહેન અને ગણેશભાઈ બપોરના ગયાં.
૨૯૦
સાધુતાની પગદંડી
Page #324
--------------------------------------------------------------------------
________________
આજે શરદ પૂનમ હતી. ગામમાં નવરાત્રીની ગરબીઓ હોય છે. પણ કેટલાક પૂનમ સુધી ચાલુ રાખે છે. લાઠી જેટલો આનંદ ના જોયો. તા. ૨૦-૧૦-૧૯૫૬ :
આજે પણ ખસતાની ટુકડી રવાના થઈ. આજે જયંતીભાઈને કામ હોવાથી મીરાંબહેન ટુકડી સાથે ગયાં. આજે પણ સુરાભાઈ આવી શક્યા નથી. છોટુભાઈ, દશરથભાઈ હતા જ. આજે પણ ટુકડીને કશી જ હેરાનગતિ થઈ નહોતી. દરવાજા આગળ પચાસેક યુવાનોનું ટોળું એકઠું થયું હતું. તેમાંના એકે છોટુભાઈનો હાથ પકડી કહ્યું, થોડીવાર ઊભા રહો. અમને સમજાવો તો ખરા ! પણ ટુકડીનો એક શિરસ્તો હતો કે રસ્તામાં બીજી કોઈ વાત ન કરવી કે ચર્ચા ના કરવી. માત્ર સૂત્રોચ્ચાર કરતાં કરતાં ચાલ્યાં જવું. એટલે એ ટુકડીમાંના કેટલાક ભાઈઓ ઠેઠ કોંગ્રેસ હાઉસ સુધી સાથે આવ્યા. પછી છૂટા પડી ગયા. પોકાર કે તોફાન નહોતા કરતા.
મીરાંબહેન ટ્રોલીમાં આવી ગયાં. આજે વાડીલાલ લલુભાઈએ સંબોધીને
કહ્યું.
આજે છની મોટરમાં હરિદાસભાઈ, વીમુબહેન, બાળકો અને ચંદ્રા આવ્યાં. અમદાવાદની પરિસ્થિતિ અંગે વાતો કરી. ચંદ્રાએ નહેરુની સભામાં હાજરી આપવા પોતાની કૉલેજની વિદ્યાર્થિની તરીકે અપીલમાં સહી કરી હતી. એટલે એમની કૉલેજમાં ઠીક ઠીક ઉહાપોહ થયેલો. સભા થઈ ઠરાવ કર્યો કે કોલેજવતી સહી નથી પણ વ્યક્તિગત છે. વગેરે કૉલેજમાં પ્રિન્સિપાલ નહિ આવ્યા પહેલાંથી જ છોકરાઓને સમજાવટ કરતા હતા. નહેરુના ભાષણ ઉપર બહુ વજન ના આપવું વગેરે. શિક્ષકો મહારાગુજરાત આંદોલનમાં સારી રીતે ભાગ લઈ રહ્યાં છે. આથી કોઈ દિવસ શિક્ષણ સ્વતંત્ર રહી શકવાનું નથી. તેજસ્વિતા આવવાની નથી. તા. ૨૧-૧૦-૧૯૫૬ :
આજે ગૂંદીની ટુકડી રવાના થઈ. ગંદીની ટુકડીની ઢીલાશને જાણી સહેજ ચિંતા થયેલી. અને એટલે મહારાજશ્રીએ ચોકસાઈ કરી લેવા જણાવ્યું. એટલે જયંતીભાઈએ ગૂંદી ચિઠ્ઠી મોકલાવી કે ટુકડી તૈયાર કરી લો. ના થાય તો તરત કોઠ ખબર આપો. વજુભાઈ કોઠ જતા હતા. તેમને પણ બધા સમાચાર
સાધુતાની પગદંડી
૨૯૧
Page #325
--------------------------------------------------------------------------
________________
આપ્યા. એ બંને જણ ગૂંદી જઈ આવ્યા. પાકું કરી લીધું. સવારમાં ખબર આવી ગયા. ટુકડીમાં ૧૨મીના રશ્મિભાઈ અમદાવાદથી જોડાશે.
આજે મજૂર મહાજનવાળા શાંતિભાઈ દેસાઈ મહારાજશ્રીને મળવા આવ્યા, તેમની સાથે અમદાવાદની પરિસ્થિતિ અંગે વાતો કરી, મહાગુજરાતવાળાઓ આઠ દિવસની હડતાલ પાડવાના હતા. તેને બદલે એક દિવસની પડાવશે. તા. ૧લીના રોજ કદાચ તોફાનો થાય તો પોલીસને બળ ના વાપરવું પડે. તે માટે શાંતિસેનાની વાત મહારાજશ્રીએ મૂકી. એ અંગે જુદા જુદા વિચારો થયા. એક વિચાર એ મુકાયો કે હવે એ લોકો જાહેર તોફાન કરે એવું દેખાતું નથી. તો આપણે વળી નવો કાર્યક્રમ આપી શા માટે ઉશ્કેરણીનું કારણ આપવું. બીજી વાત એ થઈ કે કોઈ બીજો ઇચ્છે કે અમારે કોઈપણ લોકોને પોલીસની જરૂર નથી તો ત્યાં શાંતિસેનાએ મદદ કરવી. પણ એમ કોઈ ના ઇચ્છે તો શું કરવું ? ટુકડીઓ ક્યાં રાખવી ? એક વિચાર જયંતીભાઈએ મૂક્યો કે સવારમાં પ્રભાતફેરી કાઢવી. તેમાં રચનાત્મક નિયમો મૂકવા અને માનનાર એમાં સામીલ થઈ શકે. કોંગ્રેસ વિરોધીને કોઈને સ્થાન ન આપવું. પછી એ ટુકડી હઠીભાઈની વાડીએ બેસશે. શહેરમાં અશાંતિ જેવું લાગે કે તુરત પહોંચી જાય. પોતે હોમાય. દ્વિભાષી કે મહાગુજરાતથી પર માત્ર શાંતિ માટેના જ સૂત્રો હોય. કારણ કે ૩૧મી સુધી ખેડૂત ટુકડીઓ જાય, પછી પ્રાયોગિક સંઘનો પ્રયોગ શરૂ થાય એવી મહારાજશ્રીની ઇચ્છા છે. હજુ વિચાર-વિનિમય ચાલે છે.
ખસતાની ટુકડીવાળા ભાઈઓ આજે અહીં આવીને ગયા. શાંતિભાઈ દેસાઈ સાંજના ગયા. મોરારજીભાઈ પણ ગયા. છોટુભાઈ આજે આવ્યા. હરિવલ્લભભાઈએ સઘન ક્ષેત્ર અંગે વાતો કરી. તેમનું કહેવું એ હતું કે ઝવેરભાઈ એમ ઈચ્છે છે કે પરિણામલક્ષી કાર્ય થતું નથી. પ્રમુખ વગેરે કાર્ય કરે, તેવા મૂકવા જોઈએ. પણ સંસ્થા આટલો મોટો ખર્ચ કરે તો એ પ્રમાણે કામ બતાવવું જોઈએ. હરિવલ્લભભાઈ કહે, મારી શક્તિની મર્યાદા છે. બીજા કાર્યકરો મદદ કરે તો કામ વધુ દીપે. મહારાજશ્રીએ કહ્યું કે, આપણું કામ પાયાનું છે. દેખાશે ઓછું પણ આખા ગામડાંના પુનરુત્થાનનું કામ થશે. શુદ્ધિપ્રયોગ માટે સહકારી મંડળીએ એને અનુલક્ષીને ચાલે છે.
આજની ટુકડી માટે દેવીબહેન ગયાં હતાં. બપોરના પાછા આવ્યાં. ૨૯૨
સાધુતાની પગદંડી
Page #326
--------------------------------------------------------------------------
________________
સરઘસ શાંતિથી પસાર થયું હતું. પાછળથી કોઈ કોઈ મહાગુજરાતના સૂત્રો બોલતા હોવાનું જણાયું.
રાત્રે ગોપાલક મંડળવાળા ગોવિંદભાઈ વકીલ મળી ગયા. છોટુભાઈએ શાંતિસેના અંગે વાતો કરી. તા. ૧લીના રોજ મહાગુજરાતવાદીઓ કદાચ તોફાન કરે તો પોલીસને બળ ન વાપરવું પડે તે માટે શાંતિસેનાના સભ્યોએ વચમાં હોમાવું જોઈએ. છોટુભાઈએ તો તા. ૧૬મીના હુમલા પછી બલિદાન આપવાની તૈયારી કરી રાખી છે, અને એક ચિઠ્ઠી પણ લખી રાખી છે. તેમની હિંમતને ધન્યવાદ ઘટે છે. આ ઉંમરે જબરું કામ કરે છે. તા. ૨૨-૧૦-૧૯૫૬ :
આજે કોંઠની ટુકડી ગઈ. ૧૩ સભ્યો હતા. દીવાનસંગભાઈની સરદારી હતી. આ એ કોઠ હતું. કે જેના વિશે ખેડૂતમંડળ વિશે દ્વિધા ફેલાવી હતી. અને દ્વિભાષીની સમજણ આપતી સભા થવા દીધી નહોતી. તેણે નામ રાખ્યું. આજે ગૂંદીની બીજી ટુકડી જવાની હતી પણ ઢીલાશ લાગેલી.
આજે મીરાંબહેન ટુકડીમાં ગયાં. છોટુભાઈ, ભાનુબહેન વગેરે સાથે ગયાં. બપોરની મોટરમાં સૂરજબહેન મુંબઈ ગયાં. સાંજે મોરારજીભાઈ વ. ગયા. આજે પણ ટુકડી શાંતિથી પસાર થઈ હતી. આજની ટુકડીને બેત્રણ શહેર સમિતિઓનાં ભાઈબહેનોએ સુતરઆંટી તથા ચાંલ્લા કરી સ્વાગત કર્યું હતું. અને કોંગ્રેસ હાઉસમાં ત્રણ વોર્ડ સમિતિના હોદ્દેદારોએ સંબોધ્યા હતા.
પરીક્ષિતભાઈ વ. આજે મળવા આવ્યા હતા. જયંતીભાઈએ આજે શાંતિ સેના અંગે મુખ્ય મુખ્ય જગ્યાએ સરક્યુલર કાઢ્યા. તા. ૨૩-૧૦-૧૯૫૬ :
આજે ટુકડી કોરિયાની જવાની હતી. સરદારી ખેડૂત મંડળના પ્રમુખશ્રી વીરાભાઈ લેવાના હતા. એટલે જયંતીભાઈ શટલમાં ગયા.
આજે વિરમગામથી દાસભાઈ આવ્યા. તેમણે કોંગ્રેસના ઉપરના માણસોના પક્ષપાત અંગે અસંતોષ વ્યક્ત કર્યો. મનગભાઈ ૨. પટેલની ગ્રુપીંગ કરવાની ટેવથી તેમને ખૂબ અસંતોષ છે. તેમની સામે કેટલાક વાંધા છે. પુરવાર કરવા તૈયાર છે. પણ ઉપરના કોઈ સાંભળતા નથી. એટલે વિરોધ વ્યક્ત કરવા અને બતાવી આપવા ચૂંટણીમાં સ્વતંત્ર સભ્ય
સાધુતાની પગદંડી
૨૯૩
Page #327
--------------------------------------------------------------------------
________________
તરીકે ઊભા રહેવાની ઇચ્છા વ્યક્ત કરી. લોકલ બોર્ડના ઉપપ્રમુખ તરીકે રાજીનામું આપ્યું. તે અંગે પણ વાતો કરી. મહારાજશ્રીએ ધીમેથી સારો સમય લઈ તેમને સમજાવ્યા કે આજે તો કોંગ્રેસને ટેકો આપવાની જરૂર છે
જ્યારે તે મુશીબતમાં હોય ત્યારે તો બળ આપવું જોઈએ. મગનભાઈ ખેડૂતમંડળ સામે અમુક જ દષ્ટિથી જુવે છે. પણ આજ સુધી જેમને પ્રતિષ્ઠા આપી હવે એકદમ કેમ ખસી શકે. વળી જેનો મારા તરફ પ્રેમ હોય તેને હું બે શબ્દો કહી શકું. બાકી તો ગ્રામસંગઠનો જેટલાં મજબૂત થશે તેટલી જ કોંગ્રેસને આપણે શુદ્ધ અને સંગીન કરી શકીશું. એકવાર કોંગ્રેસથી અલગ ઊભા રહ્યા તો બધાં વિરોધી બળો મદદને નામે આવી જવાના અને એક કોંગ્રેસી તરીકે વરસોથી તમે જે પ્રતિષ્ઠા મેળવી છે તે ધૂળમાં મળી જશે. આ બધું ખૂબ લાંબી દષ્ટિથી વિચારવું જોઈએ. વગેરે ઘણી વાતો કરી. તેમનાં મનમાં ગેડ તો બેઠી છે. વિચારશે અને ફરી એકવાર આવી જશે. સાંજની ગાડીમાં તેઓ ગયા.
જયંતીભાઈ ટુકડીમાંથી આવી ગયા. આજે શાંતિ હતી. કોઈ કોઈ ઠેકાણે અમુક જાતના અવાજો આવતા હતા. કોંગ્રેસના ખાંધિયા, ભાડૂતી, એવું એવું બોલતા હતા પણ બહુ ઓછા.
સાંજના અંબુભાઈ વિરમગામ તાલુકાનો પ્રવાસ કરીને આવ્યા. રણછોડભાઈએ કોંગ્રેસ અને દ્વિભાષી અંગે મહારાજશ્રી સાથે વાતો કરી. અંબુભાઈની તબિયત બગડી છે.
શાંતિસેના અંગે મહારાજશ્રીએ એક નિવેદન રાત્રે લખાવ્યું. તા. ૨૪-૧૦-૧૯૫૬ :
આજે ગ્રામ ટુકડીમાં હું ગયો. સાથે નિવેદન વગેરે લઈ ગયો. તેની નકલો કરી છાપાવાળાને મોકલી આપી. આજની ટુકડી ભાયલાની હતી. શાંતિથી પસાર થઈ. કોક કોક મહાગુજરાતના પોકારો અને બીજી માર્મિકવાણી બોલતા હતાં. અમારી આગળ હથિયારધારી પોલીસોની એક લોરી થોડે દૂર ચાલતી હતી. અમારી ટુકડીની આજુબાજુ પણ સી.આઈ.ડી. પોલીસ સાદા પહેરવેશમાં રહેતી હતી. આ અમને ગમતું નથી. પણ પોલીસવાળા કહે છે અમારી ફરજ અમારે બજાવવી જોઈએ. સરઘસ સૂત્રો ઉચ્ચારતું કોંગ્રેસ હાઉસમાં આવ્યું. અહીં વિઠ્ઠલ શાહ કે જેઓ યુવક કોંગ્રેસના ૨૯૪
સાધુતાની પગદંડી
Page #328
--------------------------------------------------------------------------
________________
મંત્રી છે અને મજૂર મહાજનમાં કામ કરે છે તેમણે સંબોધન કર્યું. મોતીભાઈ, લક્ષ્મણભાઈ સાથે હતા. વળી છોટુભાઈ, સુરાભાઈ, સરતાનભાઈ અને હું (મણિભાઈ) એટલા કાર્યકરો હતા. બે બહેનોએ કુમકુમ તિલકથી સ્વાગત કર્યું હતું. ૪ની ગાડીમાં પાછો આવી ગયો.
સવારની વેળામાં અમદાવાદથી ગુ. પ્રાં. સમિતિના મંત્રી ઠાકોરભાઈ, મેયર પ્રેમચંદભાઈ, કાંતિલાલ ઘીયા, કામદાર વગેરે મહારાજશ્રીને મળવા આવી ગયા. મોરારજીભાઈનો સંદેશો પણ કહેવાનો હતો. તા. ૩૧મીએ ૧૦૧ ટુકડીઓ મોકલવાનો વિચાર ચાલતો હતો. તે અંગે તેમનું મંતવ્ય એ રહ્યું કે ૩૧ ને બદલે ૩૦મીએ ટુકડીઓ મોકલવી. વળી સરઘસ દશેક ટુકડીનું કાઢવું. બાકીના સભામાં રહે. આનું કારણ એ હતું કે મહાગુજરાતવાળા ૩૧-૧એ પોતાનો કાર્યક્રમ યોજશે. ત્યારે નાહક અથડામણ થવાના નિમિત્ત આપણે ના બનવું. આ તેમની સલાહ હતી. પછી તો મહારાજશ્રી ઉપર છોડ્યું. સદ્ભાગ્યે અંબુભાઈ પણ હાજર હતા. એટલે એમના કહેવા પ્રમાણે ગોઠવ્યું. સભાને ઢેબરભાઈ અગર રસિકભાઈ પરીખ સંબોધે એમ વિચાર્યું. તે નક્કી કરી લેશો. મહારાજશ્રીએ પણ તેમને લખ્યું છે. તા. ૨૫-૧૦-૧૫૬ :
આજે જમનાશંકર પંડયા, રસિકભાઈ વગેરે આવ્યા. તેઓ મોરારજીભાઈનો સંદેશો લેતા આવ્યા. પૂર્ણાહુતિના દિવસે ૧૧૧૧ ખેડૂતો સરઘસમાં જાય તો એક જાતનો (વાતાવરણમાં) જુવાળ પેદા થાય. મહારાજશ્રીએ પોતાના વિચારો દર્શાવતાં જણાવ્યું કે હું પણ એમ જ ઇચ્છે છું. પણ ઠાકોરભાઈએ એવું લખ્યું કે ૧૦માંથી ૧૦૦ થાય તો લોકો વધારે ઉશ્કેરાશે.
ત્યાર પછી શાંતિસેના અંગે વાતો થઈ. આ ટુકડી માત્ર શહેરમાં પ્રચાર અર્થે ફરશે. અને તેની સંખ્યા ૧૫ થી ૨૦ની રહેશે. તા. ૧૩-૧૧-૧૯૫૬ :
આજે અહીં પ્રાયોગિક સંઘની મિટિંગ હતી. બધી સંસ્થાના અહેવાલ વંચાયા. ચર્ચાઓ થઈ અને બજેટ મંજૂર થયું. યશવંતરાવ ચૌહાણ જે મુંબઈ રાજ્યના વડાપ્રધાન છે તેઓ ગુજરાતના
સાધુતાની પગદંડી
૨૯૫
Page #329
--------------------------------------------------------------------------
________________
પ્રવાસે આવે છે. તેઓ પ્રથમ ભાલનળકાંઠામાંથી પ્રવેશ કરે તે માટે વિનંતી કરી.
તા. ૧૫-૧૧-૧૯૫૬ :
સારંગપુરના પ્રશ્ન અંગે ચર્ચા કરવા નડિયાદથી મધુભાઈ જસભાઈ અને બીજા ચર્ચા કરવા આવ્યા. ગૂંદીથી અંબુભાઈ, ફૂલજીભાઈ વગેરેને બોલાવ્યા
હતા.
રાત્રી સભામાં બોલતાં મહારાજશ્રીએ જણાવ્યું કે સનાતન કાળથી એક વસ્તુ જોઈએ છીએ કે માણસના જીવનમાં જેમ ખાવું, પીવું અનિવાર્ય છે એવું ખાવાપીવાના પ્રસંગમાં સંગ્રામ પડેલો છે. ત્યારે ન્યાય, અન્યાય એ પણ અનિવાર્ય છે. બે જણ ભેગા થયાં કે વિચારભેદ થયા પછી ન્યાય અન્યાયનો ઝઘડો શરૂ થાય છે. એટલે ખાવાપીવા અને ઓઢવાનું-પાથરવાનું અનિવાર્ય બને છે તેથી ન્યાય અન્યાયનું શોધન કરવું એ જરૂરી બને છે. અન્યાયને શોધી તેને દૂર કરવો જરૂરી છે.
જિંદગી અત્ન સિવાય ટકતી નથી. એવી જ રીતે માણસના અંતઃકરણમાં વિજયની એક વૃત્તિ પડેલી છે. બીજા કરતાં હું સરસ છું. બીજા ન સમજી શકે તે સમજી શકું છું. આવી વિજીગીષાની વૃત્તિ રહેલી છે. પછી આગળ ફણગો ફૂટે છે. બીજો હારે તો જ હું જીતીશ. પછી ફણગો આગળ જાય છે. મારી આડે આવનારને હું ખતમ કરીશ તો જ હું જીવી શકીશ. આમ વિકૃત સ્થિતિ ઊભી થઈ જાય છે. બીજો હારશે તો જ હું જીતીશ એમાં ઘર્ષણનો નિકાલ ના થાય તો એમાંથી ટોળીઓ બંધાય છે. અને પછી રાષ્ટ્રગત બની જાય છે. વ્યક્તિગત અહંકારને બદલે કોઈ સિદ્ધાંત ઉપર સમાનની લાગણીઓ ઊભી કરવામાં આવે તો એ રાષ્ટ્ર ઉત્તમ બને છે. દુનિયામાં હમણાં જે બનાવો બન્યા એમાં એમ કહી શકાય કે બ્રિટન કે ફ્રાંસ પડ્યું. પણ આખું બ્રિટન પડ્યું હોત તો તેમાંથી વિરોધ કેમ જન્મત ? આનો અર્થ એ છે કે બ્રિટનની પ્રજાને અશાંતિ ગમતી નથી. પણ એ રાષ્ટ્ર પોલીસપગલાં લીધાં. આજે રાષ્ટ્રો ટોળીઓના હાથમાં જઈ પડ્યાં છે. ટોળીની ઉમેદ તો એ હોય છે કે અમારું રાષ્ટ્ર જીતીને જીવી શકે. બીજાને મારીને જીવી શકશે.
૨૯૬
સાધુતાની પગદંડી
Page #330
--------------------------------------------------------------------------
________________
ભારતને એ સ્થિતિમાંથી બચવું હોય તો “લાઠી તેની ભેંસ નહિ થવા દેવી જોઈએ.” શાંતિથી ગમે તેટલી વાતો કરીએ પણ તેનો પાયો શુદ્ધ નહિ હશે તો કદી શાંતિ થવાની નથી. એ પાયો રાખવો હોય તો શું શું સ્થિતિ કરવી જોઈએ. કયો પાયો રાખવો, તે બધું વિચારવું પડશે. વિશ્વામિત્ર રાક્ષસી તત્ત્વોને દૂર કરવા દશરથ પાસે ગયા. સાધુઓ સૈન્ય માગતા નથી, પણ રામ, લક્ષ્મણની માગણી કરે છે. આનું કારણ એ છે કે રામ, લક્ષ્મણ નાના ભલે હતા. પણ નૈતિક બળ તેમની પાસે હતું. ઋષિ મુનિઓ પાસે એ બળ નહોતું એમ નહિ પણ સમાજમાં યોગ્ય વ્યક્તિઓના હાથમાં દંડશક્તિ જરૂરી છે. તે બતાવી આપવાનું હતું. આપણે એ પણ જોઈએ છીએ કે ધનુર્વિદ્યા શીખવે બ્રાહ્મણ અને વાપરે ક્ષત્રિય. ગુરુ બ્રાહ્મણ હોય અને ક્ષત્રિય ચેલો હોય. મતલબ કે દંડશક્તિ ઉપર નૈતિક નિયંત્રણ રહેવું જોઈએ. તો જ દંડશક્તિ યોગ્ય રીતે વપરાય. આજે આપણે કાં તો દંડશક્તિનો ઇન્કાર કરીએ છીએ, કાં તો સર્વ મુદ્દા દંડશક્તિને શરણે સોંપી દઈએ છીએ. આ બંને વસ્તુ બરાબર નથી. બંનેનું યોગ્ય સંશોધન થવું જોઈએ. સંસ્થા દ્વારા અહિંસક રીતે લડવું એ સંસ્થા કોંગ્રેસી છે અને હતી. પણ એમાં સંશોધન કરવાની જરૂર છે.
મંથરાને જે વિચાર આવ્યો તેમાં બીજાં તત્ત્વ નિમિત્ત હતાં. આજે જે સ્થિતિ છે તેમાં આપણો ફાળો ઓછો નથી. ૪૨ની લડતમાં જેટલાં અશુદ્ધ સાધનો વપરાયા એટલે આજે આપણને સાલે છે. ક્યાં મળવું અને ક્યાં લડવું એ નહિ વિચારીએ અને માત્ર આંધળિયાં કર્યા કરીશું તો નવી પ્રગતિ કરી શકવાના નથી. પાણીનો પ્રવાહ એકદમ ધસી આવી રહ્યો છે. પણ આપણે ખાવા-પીવામાં, પહેરવા-ઓઢવામાં મસ્ત છીએ. પેલા પંખીઓ આગ ચાલી આવે છે છતાં કિલ્લોલ કરે છે. એટલે આગ તેમને ભરખી જાય છે. આપણે પણ એ પ્રલયપૂરથી બચવા પ્રયત્ન કરીએ. ગાંધીજીએ કેવો સુંદર રસ્તો બતાવ્યો છે. એક બાજુથી પોલીસને બોલાવીએ છીએ બીજી બાજુથી ગોળીબારનો વિરોધ કરીએ છીએ. જો આમ કરીશું તો સમાજ ચાલવાનો નથી. આ બધું બહુ લાંબી દષ્ટિએ વિચારવું જોઈએ અને સક્રિય ઉપાય કરવો જોઈએ.
સાધુતાની પગદંડી.
૨૯૭
Page #331
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૧૯૫૬ :
આજે ખેતી ફાર્મવાળા શિવાભાઈ જે. પટેલ આવ્યા. એમણે કોંગ્રેસને આપણા સંબંધો વિશે વાતો કરી. અમદાવાદના ગોળીબારની તપાસ અંગે પણ વાતો કરી.
તા. ૧૭-૧૧-૧૯૫૬ :
મહારાજશ્રીએ જણાવ્યું કે આપણે એ વસ્તુને છેલ્લા યુગથી સારી પેઠે જાણીએ છીએ કે સાધ્ય અને સાધન બંને શુદ્ધ હોવાં જોઈએ. જો એ અશુદ્ધ હોય તો એના ફળની અસર અશુદ્ધ થઈ જાય છે. એટલે સાધ્ય વિચાર ઊંડો છે. સાધ્ય શું છે એની ગમ પડતી નથી, પણ સાધન જોઈ શકાય છે. તેની શુદ્ધિનો ખ્યાલ રાખળામાં આવે તો સાધ્ય શુદ્ધ બને.
જૈનધર્મમાં મોક્ષને મહત્ત્વનો ગણ્યો છે. એમાં જવા માટે સાધન શુદ્ધ વાપરવા કહ્યું એટલે મહાપુરુષોએ મોક્ષ કરતાં મોક્ષ માર્ગને ઉત્તમ કહ્યો. સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર્ય ઉપર જેટલો ભાર આપ્યો તેના કરતાં મોક્ષમાં શું ગતિ થશે એને ગૌણ કર્યું છે. સાધન શુદ્ધ હશે તો સાધ્યનો ખ્યાલ કદાચ ન હોય તોપણ વાંધો નહિ આવે. કદાચ તે ખોટે માર્ગે હશે, તો સાધન શુદ્ધિ તેને ચેતવશે.
પણ એક સવાલ સાધન અને શુદ્ધિથી નિરાળો રહી જાય છે. અને તે છે, સાધક શુદ્ધિ, સાધકમાં જિજ્ઞાસા અને શ્રદ્ધા એ બે વસ્તુની માગણી કરવામાં આવી છે. ગીતામાં ભગવાને કહ્યું મેં તને જે કહ્યું છે તેને બીજાને જરૂર કહેજે. પણ જે અતપસ્વી છે તેને ના કહેજે. જે અભક્ત છે તેને પણ ના કહેજે. અને જે સાંભળવા ઇચ્છતો નથી, જેની જિજ્ઞાસા નથી તેને પણ ના સંભળાવજે અને જે ખરેખર સાચી સ્પર્ધામાં ન માનતાં પારકા દોષો શોધ્યા કરે છે, ઇર્ષ્યાળુ છે તેને પણ ના કહેજે. આથી આપણે સમજી શકીએ છીએ કે ગીતા જેવી પવિત્ર વાત પણ સાધક પવિત્ર ના હોય તો ગમે તેવી વાત અશુદ્ધ સાધકને લીધે સાધન, સાધ્ય બંને અશુદ્ધ બની જવાના. વળી જૈનદર્શનમાં કહ્યું, જો સમ્યક્દર્શન નહિ હોય તો અમે ગમે તેટલી સાચી વાત કરીશું તોપણ મિથ્યા થવાની છે. સર્પને ગમે તેટલું દૂધ આપો, પણ એની કોથળીમાંથી વિષ જ નીકળવાનું છે. ટૂંકમાં સાધનની શુદ્ધિનો
સાધુતાની પગદંડી
૨૯૮
Page #332
--------------------------------------------------------------------------
________________
જેટલો વિચાર કરીએ છીએ તેટલો સાધક શુદ્ધિનો પણ વિચાર કરવો જોઈએ. સાધકને એ રીતે જોઈ શકાય કે પૂર્વમાં એણે શું કામ કર્યું છે. અંતઃકરણની પવિત્રતા કેટલી છે. નિખાલસતા કેટલી છે. આશય શુદ્ધ છે કે નહિ આ ઉપરથી જોઈ શકાય.
રામાયણમાં જોયું કે, રામ જેટલા સાવધ રહેતા એટલા સીતાજી નહોતાં રહેતાં. એટલે રાવણ આવ્યો. તેની ભાવના એ સમજી શક્યાં નહિ, સાધુતાને સમજ્યાં નહિ. મૈયા ભિક્ષા દે તેના બદલે વિશેષણો જુદા વાપર્યાં. સુંદર અમુક પ્રકારના ભાવવાળી વાતો કરી. આ વચનોને જો ઊંડા વિચારમાંથી જોયાં હોત તો તે જરૂર ચેતી જાત. જે સતી છે, શુદ્ધ છે, તે પોતાના વચનોને છુપાવે નહિ. પણ જાગૃત તો જરૂર રહે. જો તે ગાફેલ રહે તો તેનો આચાર જોઈને બીજા લોકો તે પ્રમાણે વર્તન કરે. ગીતામાં કહ્યું ઉચ્ચ પ્રકારનો આત્મા જે વર્તન કરે છે, એવું સમાજ વર્તે છે. એટલે પોતાની જાત ખાતર નહિ પોતે પ્રાણ પ્રતિષ્ઠા છોડી છે. પણ સમાજના મૂલ્યોને ન જુએ તો રામાયણમાં પરિણામ જોયું. રામજી આટલા સમજુ અને શુદ્ધ હતા છતાં કોઈ કોઈ ઠેકાણે ગફલત કરી બેસતા. સોનાનો મોહ હોઈ શકે ? તેને મારવો યોગ્ય છે ? એ પણ એમણે આ બધા વિચારો તો કર્યા જ હશે, છતાં જાનકી જે આટલું બધું છોડીને આવે છે તેને આટલી ઇચ્છા કરી તો પૂર્ણ કરું. ભૂલ હશે તો અનુભવ પછી સુધરી જશે. છતાં ભૂલ તો કરી જ.
ગાંધીજીના જીવનમાં સમાજના મૂલ્યોની ઝંખના અપરંપાર આવે છે. મુસ્લિમલીગ સાથે ઘણો મતભેદ રહ્યો છતાં ઝીણા સાથે દોસ્તી છોડી નથી. ઘણા લોકોને લાગતું હતું કે આવો આધ્યાત્મિક માણસ ઝીણા જેવા જક્કીને શું કામ મળે છે ? પણ આપણે એ જોવું જોઈએ કે લિગ તરીકે સંસ્થાને કદી પ્રતિષ્ઠા આપી નથી. વ્યક્તિગત રીતે તેમણે કદી ઇન્કાર કર્યો નથી. સવાલ એ થાય છે કે અરવિંદ ઘોષને મળવાની ઇચ્છા કરી નથી. પણ ઝીણાસાહેબ પાસે ચાલી ચલાવીને જાય છે. વારંવાર જાય છે. એટલું જ નહિ. મહાદેવભાઈ વગેરે જ્યારે અરિવંદની મુલાકાતની ઇચ્છા કરે છે, ત્યારે ગાંધીજી કહે છે અહીં તમને શું કમીના લાગે છે ? હું ન ભૂલતો હોઉં તો એ વર્તુળ તે જાતની સ્થિતિ લઈને બેઠું હતું. તેથી એમણે કહ્યું હશે. આનો અર્થ એ નથી કે અરવિંદબાબુ ખોટે રસ્તે હતા. પણ સમાજના મૂલ્યોની સાધુતાની પગદંડી
૨૯૯
Page #333
--------------------------------------------------------------------------
________________
સ્થાપના માટે તેમણે આમ કહ્યું હશે. કાર્યકરોમાં તો એવી દ્વિધા થઈ જાય કે અરવિંદ સાચા કે ગાંધી સાચા ! કોઈના ના રહે. આ બધી વસ્તુ બહુ લાંબી દૃષ્ટિથી વિચારવી જોઈએ.
ઝીણા સાહેબને વ્યક્તિગત રીતે મળવાનાં બે કારણો હતાં. બ્રિટિશ લોકો તેમને હાથા બનાવતા હતા અને મુલ્લાંઓ તેમના હાથમાં રમી જાય તો ખોટે રસ્તે જાય. એટલે સમાજ શુદ્ધિ માટે તેઓ આ બધો પ્રયત્ન કરતા.
આજે આપણે ત્યાં જે ચાલી રહ્યું છે તેમાં સાધકશુદ્ધિ અને સાધ્યશુદ્ધિનો આધાર વધારે રાખવો જોઈએ. આપણે ત્યાં સાધકશુદ્ધિ ઉપર બહુ ભાર આપ્યો છે. કોઈપણ વાત કહેનાર કોણ છે ? તેનું જીવન કેવું છે ? તે જોવાય છે. બીજે ઠેકાણે કહેનાર નથી જોવાતો, જીવન નથી જોવાતું પણ તે શું કહે છે તે જોવાય છે. સારું બોલી શકે છે કે નહિ તે ઉપર તેની કિંમત આંકે છે. માણસ તર્કોથી, બુદ્ધિથી બીજાને આંજી શકે છે ખરો. પણ જો બરાબર ખ્યાલ નહિ રખાય તો એ જે મૂલ્ય સ્થાપશે તે સમાજને માટે હાનિકારક બનશે. બીજી પણ એક વાત છે. પરદેશી સરકાર હતી ત્યારે રાજય સામે આપણે જુદી જુદી રીતે લડતા. તે વખતે કદાચ સાધકશુદ્ધિનો આધાર બહુ નહોતા રાખતા. જોકે બાપુ વ્યક્તિગત રીતે તો એ આધાર રાખતા જ. પણ આજે સ્વદેશી સરકાર છે. તેની સામે ગમે તેવો સાધક લડે તો ખોટાં મૂલ્યો સ્થપાઈ જાય. આમ આજે તો સમાજ બે છાવણીમાં વહેંચાતો જાય છે. પતિપત્ની બે જુદી છાવણીમાં છે અને સમાજ તો હોય જ. મતભેદ હોય પણ મનભેદ નહિ રહેવા જોઈએ.
હું કોંગ્રેસના બે ભાગ પાડું છું. હું કોંગ્રેસના ઇતિહાસમાં નવ વરસ પછી જે સાધકની અશુદ્ધિઓ પેઠી છે તેને તેટલો ભાગ તમે જુદો પાડો તો તેને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરો તો જે કોંગ્રેસ હતી તેવી બનવાની. ઘણીવાર શરીર ઉપરના ચાંદા, હોજરીમાં દવા નાખવાથી મટી જાય છે. પણ બહારથી દવા લગાડવાથી હોજરી સાફ થતી નથી. એટલે ચાંદા બીજા સ્વરૂપે નીકળ્યાં કરે છે. કોંગ્રેસની હોજરી આપણે સુધારવા માગીએ છીએ. સામાન્ય જનતા ઉપરના પાટપિંડીનો વિચાર કરે છે.
હમણા રાજાજી વિરોધપક્ષની વાત બોલ્યા છે. કેટલાક છાપામાં વિકૃત રીતે એ વાતને રજૂ કરી છે. પણ આધારભૂત હેવાલો મંગાવ્યા ત્યારે સાચો ૩OO
સાધુતાની પગદંડી
Page #334
--------------------------------------------------------------------------
________________
ખ્યાલ આવ્યો કે એમણે કોંગ્રેસમાં રહીને જ સત્તાવાદી નહિ એવો વિરોધપક્ષ રચવાની વાત કરી છે. જે આપણે કરી રહ્યા છીએ. મૂડી અને બુદ્ધિનું કેંદ્રિકરણ રહેશે ત્યાં સુધી અશાંતિ જવાની નથી. મૂડી અને બુદ્ધિનો ઉપયોગ શ્રમજીવીઓના હિતમાં થાય, તેમના માર્ગદર્શનમાં થાય તો અહિંસક સમાજ રચના થાય. જો આ રીતે ગામડાં વ્યવસ્થિત થઈ જાય તો પૂરક વિરોધપક્ષ તૈયાર થઈ જાય. આટલા માટે હું વિરોધપક્ષની વાત કરતો નથી. પ્રેરકપૂરક પ્રશ્નની વાત હું કરું છું. આપણી સંસ્કૃતિમાં પ્રેરકપૂરકની જ વાત આવે છે. વિરોધની ક્યાંય વાત આવતી નથી. રામાયણમાં આ બધું ભારોભાર જોવાય છે. છેલ્લે શિવાજી મહારાજનું શાસન સુંદર રીતે ચાલ્યું હોય તો તેનું કારણ રામદાસ સ્વામી હતા. તેઓ પ્રજા સંપર્ક રાખતા. તેમની ઇચ્છાઓ જાણતા અને તે પ્રમાણે રાજ્યને દોરતા. જ્યાં સુધી કાજીઓ ન્યાય કરતા, સાધુઓ ન્યાય કરતાં, પંચો કે મહાજન ન્યાય કરતાં ત્યાં સુધી ન્યાય શુદ્ધ રહ્યો. પણ હવે આપણે બુદ્ધિને ન્યાય સોંપ્યો છે. રાજ્યના આ અંગને જો આપણે સુધારીશું નહિ તો કાવાદાવા વધવાના છે. ગુંડાગીરી વધવાની છે અને કદી અહિંસક સમાજ રચના થવાની નથી. આપણી આ વાત કોંગ્રેસને ગમતી નથી. તેને આ નવી વાત લાગે છે. પ્રેરકપૂરક તેમને ગમતાં નથી. છતાં આપણે જોઈએ છીએ કે, સંસ્થા તરીકે કોંગ્રેસ સિવાય બીજી સિદ્ધાંતિક સંસ્થા નથી. એટલે એને ટકાવવા માટે અંદરથી અને બહારથી શુદ્ધ થાય એવી પ્રક્રિયા ઊભી કરો.
હિંદુસ્તાનની કોંગ્રેસના બંધારણમાં શુદ્ધિ લાવનાર કોઈ હોય તો તે ગુજરાત છે. એ જ ગુજરાત જો આજે તેને બળ નહિ આપશે તો શુદ્ધિ રહેશે કેવી રીતે ? જે ગાંધીજી બ્રિટિશરોને સૈનિકો આપવા સુધી ગયા તો આપણને આજે કોઈ વિચાર ના ગમ્યો તો શું આપણે એ કોંગ્રેસને તોડી નાખવી ? આજે દેશમાં પરદેશી દોરવણી કામ કરે છે. તેના હાથા આપણા ભાઈઓ બને છે. ગોવાનો પ્રશ્ન નથી ઉકલતો એનું કારણ ગોવા નથી પણ પરદેશોનો દોરીસંચાર છે. ઇજિપ્ત ઉપર આક્રમણ કોણે કર્યું ? આની પાછળ સ્વાર્થ કામ કરે છે. આપણે ત્યાં પણ દરેક પ્રશ્નમાં સ્વાર્થ કામ કરે છે. મારી નોકરી વધવી જોઈએ. મારી જમીન ના જવી જોઈએ. પણ કેટલીકવાર નાવડી તોફાનમાં સપડાય તો કેટલોક કિંમતી માલ નદીમાં ફેંકી દેવો પડે સાધુતાની પગદંડી
૩૦૧
Page #335
--------------------------------------------------------------------------
________________
છે. ગુજરાતને દેશ માટે થોડું સહન કરવાનું કહેવામાં આવે છે. તે એ કે દેશની એકતા માટે તમે નિશાન બનો. આ ગાંધીજીનું ગુજરાત છે. એમણે શું કહ્યું છે પણ આપણે તો કોઈને બોલવા જ નહિ દઈએ. કોઈની વાત નહિ સાંભળીએ. કહેનાર કે બોલનારનું જીવન નહિ જુઓ તો ખોટાં મૂલ્યો ઊભાં થઈ જશે. વ્યક્તિગત રીતે માણસ ગમે તેવો હોય, તેનો વાંધો નથી. પણ જ્યારે તેને સામાજિક મૂલ્યો અપાય છે ત્યારે તે આપણે માટે ભારે ખતરનાક બનશે. એને સુધારવા ઘણો પ્રયત્ન કરવો પડશે. એટલે આ બધાંના ઉકેલ માટે લોકોના ગમે તેવાં વચનો સાંભળીને પણ સ્પષ્ટ વાતો લોકોને કહેવી જોઈએ.
આજે હું, મીરાંબહેન તથા કપિલાબહેન, મનુભાઈ પંડિતનાં બહેન વૌઠા મેળો જોઈને બપોરના પાછા આવ્યાં. બહુ મોટો મેળો ભરાય છે. સાત નદીઓના સંગમનું પાણી અહીં એકત્ર થાય છે. જો કે અહીં તો બે જ નદીઓનો સંગમ દેખાય છે.
૩૦૨
સાધુતાની પગદંડી
Page #336
--------------------------------------------------------------------------
________________ ભાલનળકાંઠા પ્રયોગ શું છે? ભાલનળકાંઠામાં જે પ્રયોગ ચાલે છે તેની ટૂંકી માહિતી મારા જ મુખે આપું. દેશની અંદર જુદાં જુદાં કામો ચાલે છે. હમણાં કહ્યું તેમ ગામડાં અને શહેરનો સમન્વય અને ગામડાં અને દુનિયાનો સમન્વય કેમ થાય અને તે પણ નૈતિક રીતે, તેને માટે મારા મનમાં એક સવાલ છે. કુદરત તરફ જોનારા મોટા ભાગના માનવીઓ ગામડામાંથી જોવા મળે છે. એથી જે કુદરતનિષ્ઠા પ્રેરણા આપી આગેકૂચ કરાવે છે તેવી વસ્તુ ગામડાંમાં હોય તો સમન્વય કરવો છે. તે કામ ગામડાં પૂરાં કરશે, એમ લાગવાથી હું ગામડાં તરફ વધારે ધ્યાન આપું છું. ગ્રામઉદ્યોગ, મજૂરી, પશુપાલકો અને ખેડૂતો આ ત્રણ ગામડાનું અંગ છે. ભારત ખેતીપ્રધાન દેશ છે તેને માટે ગાય જોઈએ. એટલે એ લક્ષમાં રાખીને ગોપાલક મંડળની વાત કરું છું. માત્ર પૈસા માટે નહિ કે આજીવિકા માટે નહિ, પણ જીવન અને જગતના સમન્વય માટે પ્રેરકબળ તરીકે આવાં મંડળો જોઈએ. આપમાંના ઘણા જાણતા હશો કે નૈતિક ભાવોનો પ્રયોગ એ નવો પ્રયોગ છે. બજારમાં ગમે તે ભાવ હોય પણ નૈતિકભાવે વેચાણ કરવું. એ સામાન્ય વાત નહોતી છતાં એ કામ થયું. બાપુજીની ઈચ્છા કંઈક સર્વોદય મંડળની રચના કરવાની હતી પણ તે સ્વપ્ન અધૂરું રહ્યું. મેં અને રવિશંકર મહારાજે જોયું કે કંટ્રોલથી નીતિ મરી પરવારતી જાય છે. ખેડૂતોને પોતાના ભાવ મળતા નથી એટલે શું કરવું? તેનો પ્રયત્ન થયો. કંટ્રોલ ગયા અને નૈતિકભાવ બંધાયા. આમાંથી આગળ વધતાં લાગ્યું કે ગામડાનું નિયોજન કરવું હોય તો આર્થિક બાબતમાં સ્વાવલંબી થવું જોઈએ. તેમાંથી ફરજિયાત બચતનો સિદ્ધાંત આવ્યો, એ બચતથી ચમત્કારિક ફાયદો થયો. ખેડૂત પાયમાલ થતો ગયો તેમાંથી આ રીતે રસ્તો કાઢ્યો. બીજો સવાલ આવ્યો પૈસા વધ્યા તેની સાથે અનિષ્ટ પણ વધવા લાગ્યું. ટંટા વધ્યા, જમીનોના પ્રશ્ન આવ્યા. તેમાંથી લવાદોનો સિદ્ધાંત આવ્યો. નીતિ દરેકને ગમે છે પણ તેમને તક મળતી નથી તે તક ઊભી કરી. જ્યાં અનૈતિક તત્ત્વો વધવા લાગ્યાં, પોલીસ બળથી સિદ્ધાંત ન જળવાઈ શકે, ધ્રુવ કાંટો હાથ ઉપાડો તો હતો ત્યાંનો ત્યાં એટલે અમે એવાં તત્ત્વો સામે શુદ્ધિપ્રયોગનું શસ્ત્ર વાપર્યું. સહકારી મંડળીમાં પૈસા ના ભરાય તો પણ શુદ્ધિપ્રયોગ થાય. આની ભારે સફળતા અમને મળી છે. (અમદાવાદના મજૂર મહાજન સંઘમાં આપેલ વ્યાખ્યાનમાંથી) મુદ્રક : વિપુલ પ્રિન્ટર્સ, 14, અડવાણી માર્કેટ, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ. ટે.નં. : 5622462